SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જાણતો નથી. સભામાંથી : સરકાર સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર નથી કરી શકતા, કારણ કે સરકાર જ પ્રજા સાથે અન્યાય કરી રહી છે ! શ્રાવકજીવન મહારાજશ્રી : તમારી સાથે જે અન્યાય કરે છે, તેની સાથે તમે અન્યાય કરવો ઉચિત સમજશો, તો પછી તમે કોઈની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર નહીં કરી શકો. કોઈ તમારી સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરે, તો પણ તમારે એની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ, અથવા વ્યવહાર જ ન કરવો જોઈએ. બીજી વાત એ છે કે રાજ્યની પાસે સત્તા છે, તમારી પાસે સત્તા નથી. પરિણામનો વિચાર કરવો. તમે અન્યાય કરતાં પકડાઈ જશો તો આપત્તિ આવશે, કષ્ટ પડશે. રાજ્યસત્તા અન્યાય પણ કરશે, તેને કશું થવાનું નથી. હા, અન્યાય સામે લડવાની શક્તિ હોય, કષ્ટ સહન કરવાની તૈયારી હોય, તો રાજ્યસત્તાની સામે સત્યાગ્રહ કરવો. પરંતુ અન્યાય કરવાથી તો તમારે કારાવાસમાં જવું જ પડશે. તમારી સાથે સાથે તમારા પરિવારને પણ કષ્ટ સહન કરવાં પડશે. એટલા માટે રાજ્યની સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર ન કરો. ન્યાયથી વેપાર કરો ઃ વેપારમાં અન્યાય ન કરવો જોઈએ. અન્યાય ન કરવો જોઈએ, એટલે કે - વિશ્વાસઘાત ન કરવો. મિલાવટ ન કરવી. ચોરી ન કરવી. વેપારમાં પરસ્પર વ્યવહાર કરવો જ પડે છે. જો દૃઢ વિશ્વાસ સાથે આ ત્રણે વાતોનું પાલન કરશો તો તમારો વેપાર સારો ચાલશે, તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારું "લાભાન્તરાય" કર્મ તૂટશે. અન્યાય-અનીતિથી "લાભાન્તરાય" કર્મ બંધાય છે. આ "લાભાન્તરાય કર્મ” મનુષ્યને ખૂબ સતાવે છે. પ્રબળ પુરુષાર્થને પણ સફળ નથી થવા દેતું. મનુષ્યને વારંવાર નિષ્ફળ બનાવે છે. વેપારમાં ન્યાયપૂર્ણ વ્યવહાર કરવાથી તમારી કીર્તિ તો વધશે, સાથે સાથે જિનશાસનની પણ કીર્તિ વધશે. ગ્રંથકાર જિનશાસનની ઉન્નતિ કરવાની વાત જણાવે છે. દરેક શ્રાવકે જિનશાસનની ઉન્નતિ કરવાની છે. જિનશાસનની ઉન્નતિ કરવાથી મનુષ્ય "તીર્થંકર નામકર્મ" બાંધી લે છે. ટીકાકારે કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy