SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૨૧ સામાચારી જીવન જીવવાની રીત: પ્રાચીન કાળની ઉપદેશ પદ્ધતિ આ હતી - સાધુપુરુષ શ્રાવકોને તેમના આચારધર્મનો ઉપદેશ મુખ્ય રૂપે આપ્યા કરતા હતા. સદાચારોને સમજાવ્યા કરતા હતા. “ગાવાર પ્રથમ ઘર્મ ” પહેલો ધર્મ છે આચાર, સદાચાર. જેઓ શ્રાવક નથી, સમક્તિ દ્રષ્ટિ નથી, જે આદિ ધાર્મિક હોય છે, બીજા બીજા ધર્મોમાં માન્યતા રાખનારા છે, તેમને ઉપદેશ આપવાની પદ્ધતિ જુદી છે. અહીં પ્રસ્તુતમાં શ્રાવકના ઉપદેશની વાત છે. શ્રાવક-શ્રાવિકાઓએ કેવું જીવન જીવવું જોઈએ, એ બતાવવું જોઈએ. ધર્મને કેવી રીતે જીવનમાં જીવવો, એ બતાવવું જોઈએ. શુદ્ધ જીવન-વ્યવહારોનું પાલન કરવાની પ્રેરણા આપવી જોઈએ. પવિત્ર, ઉદાત્ત અને પરોપકારપરાયણ જીવન જીવવાની રીત શીખવવી જોઈએ. જ્યારે સદ્ગુરુનો યોગ મળે, ત્યારે જિનવચન અવશ્ય સાંભળજો. જિનવચન સાંભળવાથીઃ – તમારા સંત હૃદયને શીતળતા મળશે. - અશાન્ત મનને શાન્તિ મળશે. - સમતા અને સમાધિનો અનુભવ થશે. - સારા કાર્યો કરવાની પ્રેરણા મળશે. – Æયમાં પાપોનું પ્રાયશ્ચિત થશે. – ઉચ્ચ કોટિનો ધર્મપુરુષાર્થ કરવાની ભાવના જાગશે. – અધ્યાત્મમાર્ગનો પ્રકાશ મળશે. – નિરાશાઓ મટી જશે. ઉલ્લાસ પ્રકટ થશે. આ વાતો માત્ર કલ્પનાનું ઉડ્ડયન જ નથી, વિજ્ઞાપન-જાહેરાતની માયા-જાળ નથી, પરંતુ વાસ્તવિકતા છે. એના સાક્ષી છે ? – ગુજરશ્વર રાજા કુમારપાળ ! – માલવદેશના મહામંત્રી પેથડશાહ ! - કાન્યકુબ્ધ દેશનો રાજા આમ ! – મોગલ બાદશાહ અકબર ! અને આવા અનેક ઐતિહાસિક મહાપુરુષો ! આ મહાપુરુષોના વિષયમાં મેં તમને ઘણી વાર જણાવ્યું છે. હેમચંદ્ર સૂરીશ્વરજીના ચરણોમાં બેસીને કુમારપાળે. ધર્મઘોષ સૂરીશ્વરજીના ચરણોમાં બેસીને પેથડશાહે, બપ્પભટ્ટી સૂરીશ્વરજીના ચરણે બેસીને આમ રાજાએ અને હીર સૂરીશ્વરજીના ચરણે બેસીને અકબરે કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, કેવી ભવ્ય પ્રેરણા મેળવી હતી. કેવી શાન્તિ-સમતા અને સમાધિ મેળવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy