________________
ભાગ - ૨
૨૧૫
કરો અને સહાયક બનવાની ભાવના રાખો તો તમને તરત જ સહજ આચરણની સૂઝ આવી જશે.
ભાવાત્મક રૂપથી પીડિત વ્યક્તિને સહારાની જરૂર છે. બની શકે તો તમે સહારો આપો. તેનું કોઈ અપૂર્ણ કામ પૂરું કરાવી દો. એનાથી એ વ્યક્તિને ઘણી રાહત મળશે.
મૃત્યુ-શોકથી પીડિત વ્યક્તિને માતમ કરવાની, દુઃખની સામાન્ય અવસ્થામાંથી પસાર થવાની અને પોતાની ભાવનાઓ તેમજ સ્મૃતિઓ કહેવાની આવશ્યકતા હોય છે. જો તમે તેની આ વાતો પસંદ કરશો, ધ્યાનથી સાંભળશો તો તેને રાહત થશે. ક્યાંક તે અટકે તો તેને પૂછી પણ લેવું. હકાર પણ ભણવો.
ભાવાત્મક રૂપે દીન બનેલી વ્યક્તિને અન્ય કંઈ આશ્વાસન આપતાં ન આવડે તો એટલું જ કહો : "ચિંતા ન કરો, બધું સારું થઈ જશે.” જો કે આ સત્ય ન પણ હોય, છતાં પણ દીન-દુઃખી વ્યક્તિને એ શબ્દો આશ્વાસન આપે છે.
-
અર્થપ્રાપ્તિના પુરુષાર્થમાં નિષ્ફળ બનેલી વ્યક્તિને જો તમે કોઈ સાચી દિશાનો પુરુષાર્થ બતાવી શકતા હો તો બતાવો. જો તમે ન બતાવી શકતા હો તો કહો "લાભાન્તર કર્મ” તૂટ્યા સિવાય અર્થોપાર્જનમાં સફળતા નથી મળતી. નિરાશ ન થા, ક્ષેત્ર બદલી નાખો. ધંધો બદલી દો. ધર્મ-પુરુષાર્થ કરતા રહો. એક દિવસ તમને સફળતા અવશ્ય મળશે.
પ્રબળ ઇચ્છા પૂર્ણ ન થવાથી દીન-હીન બનેલ મનુષ્યને ગંભીરતાથી સમજાવો કે “મનુષ્યની સર્વ ઇચ્છાઓ પૂર્ણ નથી થઈ શકતી. છતાં પણ તમે ધૈર્ય ધારણ કરો. કેટલાક સમય પછી તમારી ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. મોરારજી દેસાઈની ‘વડા પ્રધાન’ બનવાની ઇચ્છા ૮૨ વર્ષે પણ પૂર્ણ થઈ હતી ને !”
નિકટના મિત્ર અથવા સ્વજનના વિશ્વાસઘાતથી દીન બનેલી વ્યક્તિને કહો કે ‘સંસારમાં આવું જ બને છે. તીર્થંકરોના આત્મા સાથે, ચક્રવર્તીઓ સાથે અને મોટા મોટા રાજા-મહારાજાઓ સાથે પણ વિશ્વાસઘાત થતો હોય છે. ઠીક છે, તમારે કોઈની સાથે વિશ્વાસઘાત ન કરવો !’
પ્રિય વ્યક્તિના મૃત્યુથી દુઃખી-દીન બનેલી વ્યક્તિને ખૂબ જ સહાનુભૂતિ બતાવીને જન્મ-મૃત્યુનું તત્ત્વજ્ઞાન સંક્ષેપમાં સંભળાવવું. મૃત્યુની અનિવાર્યતા સમજાવવી. આત્માની અમરતા-અજરતાની વાત કરવી.
દીન વ્યક્તિની દીનતા દૂર કરવી દીનજનોનો સમુદ્વાર છે. દીનતા દૂર કરીને તેનામાં ઉત્સાહ-ઉમંગ ભરી દેવો એ અભ્યુદ્ઘરણ છે. આવડે છે તમને એ સમુદ્ધાર ક૨વાનું ? શીખવું પડશે ને ? ઘરમાં પણ જ્યારે સ્વજન દીન બનતાં હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org