SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન સમજદારી હોવાથી એક વર્ષ સુધી કોઈ કજિયો ન થયો. સ્ત્રીઓએ પણ ઝઘડો ન કર્યો, કારણ કે ઘરમાં વર્ચસ્વ પુરુષોનું હતું. ઘરમાં સમજદાર માણસનું વર્ચસ્વ હોય તો ઘર ખરાબીથી બચી જાય છે. પછી સમજદાર સ્ત્રી હોય યા પુરુષ હોય. સમજદાર સ્ત્રીનું પ્રભુત્વ હોય તો પણ સારું છે. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. અવનીશભાઈ પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા. અચાનક રજનીશભાઈના ઘરમાંથી સ્ત્રીની ચીસ સંભળાઈ. અવનીશભાઈ ઊભા થઈ ગયા, ઘરની બહાર આવ્યા, તો સ્ત્રીનો પીડાવાનો અવાજ સંભળાયો. તેમણે તેમની પત્નીને બોલાવીને ગંભીરતાપૂર્વક કહ્યું : "જરા એ ઘરમાં જઈને જુઓ...શું વાત છે ?" એક વાર તો પત્નીએ પતિની સામે જોયું અને ઊભી રહી. અવનીશભાઈએ કહ્યું : "કેમ ઊભી છે? તું નહીં જાય તો મારે જવું પડશે, કોઈ સ્ત્રી દર્દથી પીડાઈ રહી છે.” આગળ અવનીશભાઈ અને પાછળ તેમની પત્ની રજનીશભાઈને ઘેર ગયાં. ઘરમાં એકલી સ્ત્રી હતી – રજનીશભાઈની પુત્રવધૂ. તે સગભાં હતી અને તેના પેટમાં ભયંકર વેદના થતી હતી. આ વેદના પ્રસવની વેદના હતી. ઘરમાં અન્ય કોઈ સ્ત્રી-પુરુષ ન હતાં. અવનીશભાઈએ તેમની પત્નીને કહ્યું તું શોભાની પાસે બેસ. હું ગાડી કાઢે છે. અત્યારે જ શોભાને હૉસ્પિટલમાં દાખલ કરવી પડશે. તેમણે પોતાની ગાડી કાઢી, શોભાને ગાડીમાં બેસાડી, ઘર બંધ કર્યું તાળું માર્યું અને ત્રણે જણાં હૉસ્પિટલ પહોંચ્યાં. શોભાને દાખલ કરીને અવનીશભાઈએ રજનીશભાઈને ઑફિસમાં ફોન કર્યો અને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી. “તમે અહીં આવશો ત્યાં સુધી અમે બંને શોભાની પાસે બેઠાં છીએ. કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં.” ફોન કરીને અવનીશભાઈ ખંડની બહાર બેઠા હતા એટલામાં જ તેમની પત્નીએ આવીને સમાચાર આપ્યા કે : "શોભાએ પુત્રને જન્મ આપ્યો છે.” અવનીશભાઈ આનંદિત થયા. અડધા કલાકમાં રજનીશભાઈની ગાડી હૉસ્પિટલે પહોંચી. અવનીશ દ્વાર આગળ ઊભા હતા. તેમણે રજનીશને સમાચાર આપ્યા કે "શોભાએ પુત્રને જન્મ આપ્યો છે અને બંનેની તબિયત સારી છે. તમારી ભાભી શોભાની પાસે બેઠી છે. હું જાઉં છું.” રજનીશની પત્ની વગેરે સ્ત્રીઓ હૉસ્પિટલમાં શોભાની પાસે પહોંચી ગઈ, પરંતુ રજનીશે અવનીશનો હાથ પકડી લીધો; રજનીશના મોટા પુત્ર કોશલે અવનીશના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy