SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ આવા પદાધિકારીઓ હોવાથી મંદિરની વ્યવસ્થા સારી રહે છે અને સંઘની ઉન્નતિ થાય છે. આ વાતો પ્રાસંગિક બતાવી દીધી છે. પ્રસ્તુતમાં મંદિરનાં કાર્યોના વિષયમાં જાગ્રત રહેવાની વાત છે. જે કાર્યો કરવાનાં છે પરંતુ કરી શકાયાં નથી, તો તે કરી લેવાં જોઈએ. ઉપેક્ષા ન કરવી જોઈએ. ભાગ · ૨ ગ્લાન-બાલ વૃદ્ધનાં કાર્ય : ઘરમાં કોઈ બીમાર હોય, ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી બીમાર હોય, કોઈ સાધર્મિક બીમાર હોય અને જો તેમની સેવાનું કાર્ય કરવાની જવાબદારી તમારી હોય, તો તમારે જાગૃત રહીને સેવાનાં કાર્યો કરવાં જોઈએ ! કોઈ કાર્ય ભૂલવું ન જોઈએ. એકસાથે ત્રણ-ચાર કાર્યો કરવાનાં હોય તો લિસ્ટ બનાવી લો. ડૉકટર બોલાવી લાવવાનો છે. બજારમાંથી દવા લાવવાની છે. અનુપાનની વ્યવસ્થા કરવાની છે. તમે બજાર ગયા, ડૉકટરને બોલાવી લાવ્યા અને દવાઓ પણ લઈ આવ્યા. ઉપાશ્રયે આવ્યા પછી વિચારો, તમારું લિસ્ટ જુઓ. "કોઈ કામ ભૂલી તો નથી ગયા ને ?” લિસ્ટ વાંચ્યું ત્યારે યાદ આવ્યું - "અનુપાનની વ્યવસ્થા કરવી છે." તરત જ જઈને અનુપાનની વ્યવસ્થા કરો. એ વાતની ઉપેક્ષા ન કરો, અથવા "આટલું કામ બીજો શ્રાવક કરી લેશે.” એ રીતે કર્તવ્યવિમુખ ન બનો. એક દુઃખદ અનુભવ ઃ વિહાર કરતા કરતા અમે એક શહેરમાં ગયા. ત્યાં જૈનસમાજનાં અંદાજે ૭૦ ઘર હશે. લોકો સુખી અને સંપન્ન હતા. લોકોએ અમારું સ્વાગત કર્યું. મેં પ્રવચન કર્યું. બપોરે બે વાગે મારા સહવર્તી મુનિને તાવ આવ્યો. તાવ વધારે હતો. મેં ત્યાંના એક મુખ્ય કાર્યકરને ડૉકટર બોલાવી લાવવા સૂચના આપી. તેમણે કહ્યું : "હું હાલ જ ડૉકટરને બોલાવી લાવું છું." અમે એમના ભરોસે રહ્યા. ચાર વાગ્યા છતાં ડૉકટર ન આવ્યા. તાવ તો વધતો જતો હતો. મેં ત્યાંના એક નોકરને ટ્રસ્ટી પાસે મોકલ્યો. ટ્રસ્ટીએ આવીને કહ્યું : “મહારાજ સાહેબ, ક્ષમા કરશો. ડૉકટર પાસે જવાનું જ ભૂલી ગયો. આ નોકર તમારો સંદેશો લઈને આવ્યો ત્યારે જ યાદ આવ્યું. હાલ જ ડૉકટર બોલાવી લાવું છું.” સાંજના ૬ વાગે ડૉકટર આવ્યો ! ટ્રીટમેન્ટ આપી, ચાર-પાંચ દિવસ પછી તાવ ઊતર્યો ! સાધુ-સાધ્વીઓને એવા બે-ચાર અનુભવો જે ગામમાં થાય છે તે ગામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy