SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ ભાગ - ૨ જીવને સહન કરવી પડે છે, એ વાત સંભળાવો. સંસાર જ દુઃખમય છે, એ વાત તેમના મનમાં ઉતારો. એને વૈરાગ્ય થઈ જવો જોઈએ. આ ભાવાત્મક અનુકંપા સભામાંથી આને દુઃખગર્ભિત વૈરાગ્ય કહે છે ને ? મહારાજશ્રીઃ નહીં, સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણીને જો દુઃખી જીવ પણ વૈરાગી બને છે તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. હા, દુઃખી મનુષ્ય એ વિચારે કે "આ ગૃહસ્થજીવનમાં દુઃખ જ દુઃખ છે. ન સારું ખાવાનું મળે છે, ન સારાં વસ્ત્રો મળે છે. પ્રયત્ન કરવા છતાં પૈસા નથી મળતા, તો સંસારમાં રહીને શું કરવાનું? એના કરતાં સાધુ બની જાઉં. ત્યાં ખાવાપીવાનું દુઃખ તો નથી. ત્યાં કપડાં મળે છે, મકાન મળે છે અને ઉપરથી માન-સન્માન મળે છે. ચાલો સાધુ થઈ જઈએ.” આ છે દુઃખગર્ભિત વૈરાગ્ય. પરંતુ દુઃખી જીવ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણી લે છે. સંસારની ચારે ગતિઓ પ્રત્યે વિરક્ત બની જાય છે, સંસારના સુખદુઃખ, બંનેના પ્રત્યે વિરાગી બની જાય છે તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાશે. દુઃખમાં વૈરાગ્યભાવ જાગવો સરળ જેની પાસે ભરપૂર વૈષયિક સુખ હોય છે, એમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થવો સરળ નથી હોતો. કહો, તમારા લોકોના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે? દરરોજ ભગવાનની પૂજા કરનારા ભક્ત લોકો પરમાત્મા પાસેથી "વૈરાગ્ય” માગે છે, માગો છો ને ? “કવિરાગ' સૂત્રમાં “ભજિત્રેગો’ શબ્દ આવે છે ને ? મનિન્ટેશોનો અર્થ છે સંસાર પ્રત્યે વૈરાગ્ય. સભામાંથી અમે સૂત્ર બોલીએ છીએ, અર્થ નથી જાણતા. મહારાજશ્રી આ જ તકલીફ છે ને? અર્થ નથી જાણતા એ સારું છે ને? જાણતા હોત તો “ભવવૈરાગ્ય માગત જ નહીં ! તમારે તો સંસારનાં સુખ જ જોઈએ ને? જેમને સંસારનાં સુખોમાં આસક્તિ હોય છે એ લોકો વૈરાગ્ય શા માટે માગે ? જોઈએ છે “વૈરાગ્ય” ? તો માગજો. સંસાર છોડીને સાધુ બનવું મુશ્કેલ લાગતું હોય તો ભલે સાધુ ન બનો, પણ વૈરાગી તો બની શકો છો ને? હૃયમાં વૈરાગ્ય હોવો જ જોઈએ. તમે તો શ્રાવક છો. પાંચમા યા ચોથા ગુણસ્થાનક ઉપર છો. પરંતુ જેઓ પહેલા ગુણસ્થાનક ઉપર છે, તેઓ પણ વૈરાગી બની શકે છે. સંસાર ઉપર સહજ વૈરાગ્ય પેદા થાય છે. તમારામાં વૈરાગ્ય હોવો જ જોઈએ. સમક્તિ દૃષ્ટિ જીવ વૈરાગી હોવા જ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy