SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રાવકજીવન પુરુષો માટે નથી કરવાનું. સાધુઓને તમારા સ્વાગતની આવશ્યકતા નથી. સામૈયું તો જિનશાસનની ઉન્નતિ માટે કરવાનું છે. જો સામૈયું કરવાનું જ હોય તો એવી રીતે કરો કે ગામની તમામ જાતિના લોકો પ્રભાવિત થાય ! જૈનધર્મના સાધુઓ પ્રત્યે શ્રદ્ધાવાન બને. સામૈયું કરતી વખતે આચાર્ય યા સાધુની પ્રભાવકતા દેખાવી જોઈએ અને લક્ષ્ય જિનશાસનની પ્રભાવનાનું હોવું જોઈએ. સામૈયું કરો તેમાં સમાજનાં સ્ત્રીપુરુષો હાજર રહેવાં જોઈએ. એવું નહીં કે બેંડવાળા ૧૧ માણસો અને તમે લોકો પ-૭ની સંખ્યામાં હાજર ! કેટલાંક વર્ષો પૂર્વે મેં એક આચાર્યશ્રીનું સામૈયું જોયું હતું. તેઓ મારા પરિચિત હતા, એટલે મારે જવું પડ્યું હતું. ત્યાં સંઘના માત્ર ૫ પુરુષો અને એક સ્ત્રી હતી. બેંડવાળા ૧૦-૧૨ માણસો હતા ! કેટલું હાસ્યાસ્પદ એ દૃશ્ય હોય છે ? સાધુપુરુષોના સ્વાગતમાં જો તમને - સંઘને રુચિ ન હોય તો સ્વાગતયાત્રા ન કાઢવી જોઈએ. બેંડ ન વગાડવું જોઈએ. બે-ચાર ભાઈ-બહેનો સાધુઓની સામે ચાલ્યા જાઓ અને શાન્તિથી તેમને લઈ આવો. સભામાંથી : કેટલીક વાર સામૈયું ન કરવાથી આચાર્ય મહારાજોને ખોટું લાગી જાય છે ! મહારાજશ્રી : ખોટું લાગવા દો ! શાસનનું ગૌરવ અખંડ રહેવું જોઈએ. જેઓ સન્માનના અભિલાષી હોય છે એમનું સ્વાગત શા માટે કરવું જોઈએ ? જેઓ જિનશાસનના ગૌરવને સમજતા ન હોય એમનું સ્વાગત કરવાની જરૂર નથી. સ્વાગતયાત્રા કાઢવી જ હોય તો ભવ્યતાથી કાઢો. સારી સંખ્યામાં જનસમૂહ એકત્ર થવો જોઈએ. બીજી વાત છે સૂત્રોચ્ચારની. પચાસ વર્ષ પૂર્વે જે સૂત્રો બોલાતાં હતાં તે આજે બોલાતાં નથી ! એ જ એક... બે... ત્રણ... ચારવાળાં સૂત્રો બોલાય છે ! એવાં સૂત્રો કેમ બોલો છો ? શા માટે શોર મચાવો છો ? આ કોઈ ચૂંટણીપ્રચારનું સરઘસ તો નથી ! સૂત્રો પોકાર્યા સિવાય સમૂહગીતો ગાઓ. લોકગીતના રાગમાં ગાઓ. ફિલ્મી ગીતની તરજમાં ન ગાઓ. ગીત પ્રભુભક્તિનું યા ગુરુભક્તિનું હોવું જોઈએ. સૂત્રો ઉચ્ચારતા હો તો કંઈક સારાં સૂત્રો ઉચ્ચારો. લોકોને, સાંભળનારાઓને કંઈક બોધ મળે એવાં સૂત્રો ઉચ્ચારવાં જોઈએ. બેંડમાં પણ સારી સૂરાવલી-શાસ્ત્રીય રાગોની સૂરાવલી વાગવી જોઈએ. સારાં લોકગીતોની તરજ વાગવી જોઈએ. ફિલ્મનાં ગંદાં ગીતોની તર્જ વાગવી ન જોઈએ. ગુરુજનોનું સ્વાગત તેમના વ્યક્તિત્વને અનુરૂપ હોવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy