________________
(પ્રવચન ઃ ૩૧)
પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની વિશિષ્ટ દિનચય બતાવે છે. દિનચય બતાવતાં તેમણે પ્રાતઃ કાળમાં પ્રત્યાખ્યાન કરવાનું કહ્યું. અભિમાન, ક્રોધ, વિસ્મૃતિ વગેરે દોષોનો ત્યાગ કરતાં પ્રત્યાખ્યાન કરવાનું વિધાન કર્યું. પ્રત્યાખ્યાનથી પરિમિત પાપોનું સેવન અને અપરિમિત પાપોનો ત્યાગ થાય છે.
જે માણસ પ્રત્યાખ્યાન દ્વારા પાપોનું અલ્પ સેવન કરે છે અને અપરિમિત પાપોનો ત્યાગ કરે છે, તે પરલોકમાં અપરિમિત અને અનંત સુખ પ્રાપ્ત કરે છે.
ઘરમાં ચૈત્યવંદન અને પચ્ચખાણ કરીને શ્રાવક અહંતુ પ્રતિમાનાં દર્શન કરવા જિન ભવનમાં જાય છે. જો શ્રાવક વૈભવશાળી અને ધનવાન હોય તો પોતાના સ્નેહી, મિત્રો, સ્વજનો વગેરે સાથે જિનભવનમાં જાય અને કદાચ ધનવાન ન હોય, સામાન્ય સ્થિતિનો હોય તો પોતાના પરિવાર સાથે જાય, પરંતુ એકલો ન જાય.
ગ્રંથકારે કહ્યું છે અથરિત ચેત્યકૃમિન ૪દા સમુદાયમાં જિનભવન જવાનું પ્રયોજન :
શુદ્ધ અને સુંદર વસ્ત્રોમાં સજ્જ, શ્રીમંત પરિવારના લોકો સમૂહમાં મળીને જે જિનભવન જાય છે, તો તેમને જોઈને ઘણા લોકો પ્રભાવિત થાય છે, જેઓ શ્રીમંત નથી તેઓ વિશેષ રૂપે પ્રભાવિત થાય છે. જેઓ શ્રીમંત છે તેઓ તેમનું અનુકરણ કરવા તત્પર થાય છે. સામાન્ય સ્થિતિના માણસો વિચારે છે: "આવા મોટા મોટા શ્રીમંત લોકો પણ પોતપોતાના પરિવારની સાથે, સ્નેહી-સંબંધી-મિત્રોની સાથે પરમાત્મા જિનેશ્વરના મંદિરે જાય છે, તો આપણે પણ જવું જોઈએ. આપણે તો અવશ્ય જવું જોઈએ.
આ મહાનુભાવોની સંપત્તિનું મૂળ કારણ આ “જિનભક્તિ” લાગે છે. ધન્ય છે આ મહાનુભાવોને અપાર સંપત્તિ પાસે હોવા છતાં તેઓ જિનેશ્વરનાં દર્શન-વંદનમાં શ્રદ્ધા રાખે છે ! જુઓ, પ્રભાતમાં એ લોકો પહેલું કામ જિનભવનમાં જવાનું કરે છે ! આપણે પણ જિનભવનમાં જઈશું.
બીજા શ્રીમંતો કે જેઓ પરમાત્માનાં દર્શન કરવા - વંદન કરવા જિનભવનમાં જતા નથી, તેઓ જ્યારે તેમના પ્રમાણમાં શ્રીમંતોને જિનભવનમાં જતા જુએ છે ત્યારે તેમના મનમાં પણ ઇચ્છા પેદા થાય છે કે "આપણે પણ આપણા સ્નેહી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org