________________
(પ્રવચન : ૩૦)
પરમ કૃપાનિધિ, મહાન કૃતઘર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત . “ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકની દિનચર્યા–દૈનિક કાર્યક્રમ બતાવી રહ્યા છે. કેટલું પવિત્ર અને મંગલ કાર્યક્રમ છે આ ! – સવારે ઊઠતાં જ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરો. - શરીરશુદ્ધિ કરીને, શુદ્ધ વસ્ત્રો પહેરીને, ચૈત્યવંદન કરો. - ભાવપૂર્વક ઉપકારી માતા-પિતાનાં ચરણોમાં વંદન કરો. – અને શક્તિ તથા ભાવનાઅનુસાર પ્રત્યાખ્યાન કરો.
ગ્રંથકારે લખ્યું છે: "સગવ પ્રત્યાક્યાનાિ !”
પ્રત્યાખ્યાન” સંસ્કૃત ભાષાનો શબ્દ છે. પ્રાકૃત ભાષામાં "પચ્ચખાણ” કહે છે અને લોકભાષામાં "પચખાણ કહે છે. જૈનસંઘમાં, જેનસમાજમાં આ પચ્ચખાણની ક્રિયા પ્રચલિત છે. બાળક, કિશોર, યુવક અને વૃદ્ધ સૌ જાણે છે. કારણ કે સાધુપુરુષોના ઉપદેશમાં “પચ્ચખાણ”નો મહિમા વિશેષ રૂપે બતાવવામાં આવ્યો છે. જૈન કુળોના અનેક પ્રગાઢ સંસ્કારોમાંનો એક સંસ્કાર આ પચ્ચક્માણનો
પચ્ચખ્ખાણનો અર્થ અને પ્રયોજન :
પચ્ચખાણનો પ્રચલિત અર્થ છે પ્રતિજ્ઞા. પ્રસ્તુતમાં આ પ્રતિજ્ઞા ખાવાપીવાના વિષયમાં કરવામાં આવે છે. કાળની વૃષ્ટિએ સૂર્યોદય થયા પછી, ક્યારે ખાવું, શું શું ન ખાવું અને કેટલું ખાવું - આ તમામ વાતો નિયંત્રિત કરવામાં આવે છે. પ્રતિજ્ઞાથી સ્વૈચ્છિક નિયંત્રણ કરવામાં આવે છે.
પ્રતિજ્ઞા કરવાનું પ્રયોજન છે મનની દ્રઢતા. પ્રતિજ્ઞા કરવાથી મન દ્રઢ બને છે. ભય અને પ્રલોભનની સામે ઢીલું નથી પડતું. “મારી આ પ્રતિજ્ઞા છે” - વિચારવાથી મનોબળ દૃઢ બને છે. પ્રતિજ્ઞા કરવાનું બીજું પ્રયોજન છે વિરતિ-ધર્મનું પાલન. અવિરતિ પાપ છે, વિરતિ ધર્મ છે. “અવિરતિ” એક એવું દ્વાર છે કે જેના દ્વારા પ્રતિક્ષણ અનંત-અનંત કર્મોનો પ્રવાહ આત્મામાં પ્રવેશતો રહે છે. તે પ્રવાહને રોકવા માટે અવિરતિનું દ્વાર બંધ કરી દેવું જ પડશે.
દ્વાર બંધ કરી દેવાનો અર્થ છે પ્રતિજ્ઞાપૂર્વક પાપોનો ત્યાગ કરવો. અલ્પ અંશોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org