________________
૭૬
શ્રાવકજીવન
પાપોનો ત્યાગ કરી શકાય છે. સર્વાંશમાં પણ ત્યાગ કરી શકાય છે. ગૃહસ્થ જીવનમાં પાપોનો આંશિક ત્યાગ કરી શકાય છે. પાપોનો સર્વ રૂપે ત્યાગ એટલે સાધુજીવન.
પ્રસ્તુતમાં પ્રત્યાખ્યાન ક્રિયા પ્રભાતમાં કરવાનું કહેવામાં આવ્યું છે. તે ક્રિયા કાલ પ્રત્યાખ્યાનની છે. આ પ્રત્યાખ્યાન વિરતિ-ધર્મનો જ એક પ્રકાર છે. કાલ પ્રત્યાખ્યાન ૧૦ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે.
ફાલ પચ્ચક્ખાણના ૧૦ પ્રકાર :
૧. પહેલો પ્રકાર છે ‘નવકારશી' પચ્ચક્ખાણનો.
સૂર્યોદયથી ૪૮ મિનિટ સુધી આહાર-પાણીનો ત્યાગ કરવામાં આવે છે. "નવકાર મંત્ર” બોલીને આ પચ્ચક્ખાણ પૂર્ણ કરવામાં આવે છે. એટલા માટે આ *નવકારશી પચ્ચક્ખાણ કહેવાય છે !
૨. બીજો પ્રકાર છે "પોરસી" પચ્ચક્ખાણનો.
સૂર્યોદયથી એક પ્રહ૨ (પ્રહર = દિવસનો ચોથો ભાગ) સુધી આહાર-પાણીનો ત્યાગ કરવામાં આવે છે. "સાઢ પોરસીના પચ્ચક્ખાણમાં સૂર્યોદયથી દોઢ પ્રહર સુધી આહાર-પાણીનો ત્યાગ કરવામાં આવે છે. જેમ કે પોરસી સવારમાં નવ વાગે આવે છે તો સાઢ પોરસી ૧૦-૩૦ વાગે આવશે.
૩. ત્રીજું પચ્ચક્ખાણ છે પુરિમ૰નું. અડધો દિવસ વ્યતીત થતાં આ પચ્ચક્ખાણ આવે છે ! ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ કરવાનો હોય છે. જેમ કે આખો દિવસ બાર કલાકનો હોય છે તો સૂર્યોદયના સમયમાં છ કલાક જોડવાથી જે સમય આવે તે પુરિમુદ્ધનો સમય સમજવો જોઈએ.
૪. ચોથું પચ્ચક્ખાણ છે એકાસણાનું. દિવસમાં એક વાર અને એક જગાએ બેસીને ભોજન ક૨વું જોઈએ. એકાસનમાં ચિત્ત વસ્તુનો પરિત્યાગ કરવો જોઈએ. એ દિવસે ગરમ પાણી, ઉકાળેલું પાણી જ પીવું જોઈએ.
૫. એકલઠાન પાંચમું પચ્ચક્ખાણ છે. ભોજન કરતી વખતે માત્ર મુખ અને જમણો હાથ જ હાલવો જોઈએ. બાકીનાં બધાં અંગ-ઉપાંગો હાલવાં ન જોઈએ. બાકીના બધા નિયમો એકાસન જેવા હોય છે.
૬. છઠ્ઠું પચ્ચક્ખાણ છે આયંબિલનું. દિવસમાં એક વાર અને એક જગાએ બેસીને ભોજન ક૨વાનું હોય છે. ભોજનમાં ઘી, દૂધ, દહીં, ગોળ, સાકર, તેલ, મિષ્ટાન્ન, મેવા, ફળ, લીલી વનસ્પતિ-શાકભાજી, ફરસાણ, અથાણાં વગેરેનો ત્યાગ કરવો પડે છે. પાણીમાં બાફેલું ભોજન જ કામમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org