________________
ભાગ ૨
99
ચા ન પી શકો, પાન ન ખાઈ શકો, સોપારી વગેરે મુખવાસ ન ખાઈ શકાય. સિગારેટ-બીડી પણ ન પી શકો. મસાલામાં માત્ર મીઠું, કાળાં મરી, સૂંઠ ઇત્યાદિ લઈ શકાય.
૭. સાતમું પચ્ચક્ખાણ છે “ઉપવાસ”નું. આ ઉપવાસ બે પ્રકારના હોય છે. પાણીની સાથે અને પાણી વગરના. પાણી ઉકાળેલું જ કામ આવે. કોઈ પણ પ્રકારનું ભોજન ન કરી શકાય. ભોજનનો સર્વથા ત્યાગ કરવામાં આવે છે.
એક સાથે બે ઉપવાસ કરવામાં આવે તો "છટ્ઠ" કહેવાય છે અને એક સાથે ત્રણ ઉપવાસ કરવામાં આવે તો “અક્રમ” કહેવાય છે. એમ તો એક સાથે ૬ મહિનાના ઉપવાસ આ કાળમાં કરી શકાય છે ! એક માસના ઉપવાસને “માસખમણ” કહેવામાં આવે છે.
આ સર્વેમાંથી જે પચ્ચક્ખાણ ક૨વું હોય તો તે સવારમાં કરી લેવું જોઈએ. હાથ જોડીને તે તે પચ્ચક્ખાણનાં સૂત્રો બોલવાં જોઈએ. સૂત્ર ન આવડતું હોય તો “આજે મારે આ (નવકારશી, પોરસી વગેરે) પચ્ચક્ખાણ છે.” એવી ધારણા કરી લેવી જોઈએ.
;
૮. આઠમું પચ્ચક્ખાણ છે “અભિગ્રહ," અભિગ્રહનો અર્થ છે પ્રતિજ્ઞા. આ પ્રતિજ્ઞા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી હોય છે. વિશેષ રૂપથી આ અભિગ્રહ સાધુ-સાધ્વીઓ કરે છે. ઇચ્છો તો તમે પણ કરી શકો છો.
સભામાંથી : અમે લોકો કેવી રીતે કરી શકીએ ?
મહારાજશ્રી : પહેલી વાત તો એ છે કે તમારે તમારો અભિગ્રહ કોઈને કહેવાનો નથી. ન કહેવો જોઈએ. પરંતુ મન ડગી ન જાય એટલા માટે અભિગ્રહ લખીને કવરમાં બંધ કરીને ઘરમાં કોઈને આપી દેવો જોઈએ.
"આજે મને સાકર વગરનું દૂધ મારો ભાઈ જ આપશે તો હું દૂધ પીશ.” દૂધ ન પીતા હો, ચા પીતા હો તો ચાના વિષયમાં અભિગ્રહ લઈ શકો છો.
"આજે મને મારી બહેન પોતાના હાથેથી સર્વપ્રથમ ચા આપશે તો જ હું સવારે નવકારશી કરીશ, અન્યથા પોરસીનું પચ્ચક્ખાણ કરીશ." - આ "દ્રવ્ય"નો અભિગ્રહ કહેવાય.
"ક્ષેત્ર”ના અભિગ્રહમાં "આજે મને રવિવાર પેઠમાંથી મારા મિત્રનું ભોજન માટે નિમંત્રણ આવશે તો જ હું ભોજન કરીશ. જો નિમંત્રણ નહીં આવે તો ઉપવાસ કરીશ.” આવી પ્રકારની પ્રતિજ્ઞા કરી શકાય છે. એક સમયનું ભોજન છોડવાની પણ પ્રતિજ્ઞા કરી શકો છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org