SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - 1 પરમાત્માનાં નવ અંગોની પૂજા કરવી. ચંદનથી નવ અંગ ઉપર તિલક કરવાં. - - પ્રભાતમાં વાસક્ષેપ પૂજા, મધ્યાહ્ન કાળમાં પુષ્પપૂજા અને સંધ્યા સમય ધૂપપૂજાદીપપૂજા કરવી. અત્યારે એક જ વાર પૂજા કરો છો તેથી અષ્ટપ્રકારી પૂજા કરવી. જમીન ઉપર પડેલું પુષ્પ, પગને સ્પર્શેલું પુષ્પ, ગંદા વસ્ત્રમાં લાવવામાં આવેલું પુષ્પ, પહેરેલાં વસ્ત્રોમાં લવાયેલું પુષ્પ, રોષાયમાન મનુષ્યનું સ્પર્શેલું, બગડેલું પુષ્પ પરમાત્માને ચડાવવું નહીં. એવું ફળ પણ સમર્પિત ન કરવું જોઈએ. પુષ્પના બે ભાગ ન કરવા. કમળપુષ્પ અને ચંપાના પુષ્પના બે ભાગ કદી પણ ન કરવા. બે ભાગ કરવાથી ખૂબ મોટો દોષ લાગે છે. * પુષ્પની કળી તોડવી નહીં. * મનની શાન્તિ માટે શ્વેત પુષ્પથી પૂજા કરવી. * અર્થલાભ માટે પીળા પુષ્પનો ઉપયોગ કરવો. * શત્રુવિજય માટે શ્યામ રંગના પુષ્પથી પૂજા કરવી. * મુક્તિ પામવા માટે પાંચ પ્રકારનાં ફૂલોથી પૂજા કરવી. * માંગલિક માટે લાલ રંગનાં પુષ્પો ચડાવવામાં આવે છે. * પંચામૃતથી પ્રતિમાનો અભિષેક કરવો. * શાન્તિ-પુષ્ટિ માટે અગ્નિમાં લવણ નાખીને લૂણ ઉતારવામાં આવે છે. * ખંડિત, ફાટેલું, સાંધેલું અને લાલ રંગનું વસ્ત્ર પહેરીને પૂજા ન કરવી જોઈએ. આવું વસ્ત્ર પહેરીને કરેલી પૂજા નિષ્ફળ જાય છે. * ડાબા હાથથી પૂજા ન કરવી. * એક પગ ઊંચો અને એક પગ નીચો રાખીને પૂજા ન કરવી. ૨૧ પ્રકારની પૂજા ઃ ૧૦૭ જેમ અષ્ટ પ્રકારી પૂજા બતાવી છે તેમ ૨૧ પ્રકારની પૂજા પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે ઃ ૧. અભિષેક-પૂજા, ૨. વિલેપન-પૂજા, ૩. આભૂષણ-પૂજા, ૪. પુષ્પ-પૂજા, ૫. વાસ-પૂજા, ૬. ધૂપ, ૭. દીપ, ૮. ફળ, ૯. અક્ષત, ૧૦. પત્ર, ૧૧. સોપારી, ૧૨. નૈવેદ્ય, ૧૩. જળ, ૧૪. વસ્ત્ર, ૧૫. ચામર, ૧૬. છત્ર, ૧૭. વાજિંત્ર, ૧૮. ગીત, ૧૯. નાટક, ૨૦. સ્તુતિ, ૨૧. ભંડા૨વૃદ્ધિ. અન્ય પણ જે વસ્તુઓ તમને અતિપ્રિય હોય, તે ૫રમાત્માને સમર્પિત ક૨વી જોઈએ. તમારે તમારી શક્તિ અનુસાર અને ભાવના અનુસાર પૂજા કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy