SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રાવકજીવન કદાચ કોઈ શ્રાવક દરિદ્રાવસ્થામાં આવી ગયો હોય, કોઈ પણ પ્રકારની પૂજા સ્વદ્રવ્યથી કરવાની તેનામાં શક્તિ ન હોય, તો પોતાના ઘરમાં સામાયિક” કરવું. જો તેના માથે કોઈનું દેવું ન હોય, અને કોઈની સાથે વિવાદ-ઝઘડો ન હોય તો જ તે સામાયિકમાં જ સાધુની જેમ મંદિરમાં જાય. મંદિરમાં જો કાયાથી ક૨વા યોગ્ય કોઈ કાર્ય હોય તો સામાયિક પૂર્ણ કરીને તે કાર્ય કરે. જો ત્યાં પૂજાસામગ્રી હોય અને સ્નાન-વસ્ત્ર આદિની સુવિધા હોય તો જિનપૂજા પણ કરી શકે છે. પૂજા વિધિથી કરવી : પોતાની શક્તિ અનુસાર પૂજા કરવાની છે. એક દ્રવ્યથી કો યા ૧૨ દ્રવ્યથી કરો. પૂજામાં ભાવ અને વિધિનું પાલન જોઈએ. વિધિપૂર્વક પૂજા કરવાથી પૂજાનું શ્રેષ્ઠ ફળ મળે છે. સભામાંથી : અમે લોકો તો અવિધિથી જ પૂજા કરીએ છીએ ! તો પછી ન કરવી જ સારું છે ને ! અવિધિથી કરવાથી વધારે દોષો લાગે છે ને ! મહારાજશ્રી : “પૂજા અવિધિથી નથી કરવાની” - એટલી વાત તો સાચી છે. પરંતુ પૂજા ક૨વાની છોડી દેવી એ યોગ્ય નથી. "હું વિધિથી પૂજા કરીશ” એવું વિચારવાનું છે. વિધિપૂર્વક પૂજા ક૨વાથી શ્રેષ્ઠ ફળ મળે છે, અવિધિથી પૂજા કરવાથી ઓછું ફળ મળે છે ! ફળ બંનેને મળે છે, પરંતુ વસ્તું-ઓછું મળે છે. આ વિષયમાં એક વાર્તા સાંભળી લો ! બે ભાઈઓ હતા. ગરીબ હતા. માના આગ્રહથી પૈસા કમાવા ચાલ્યા. ગામ-ગામ, નગર-નગરમાં ફરતા રહ્યા, પણ પૈસા ન કમાયા. તેઓ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યાં એક નાના પર્વતની તળેટીમાં એક વૃક્ષની છાયામાં વિશ્રામ લેવા બેઠા. પાસે જ એક ગુફા હતી. ગુફામાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા. આ બે ભાઈઓએ એ સિદ્ધ પુરુષની સેવા કરવાનો નિર્ણય કર્યો. સેવા કરતા રહ્યા, એક વર્ષ સુધી સેવા કરી. સિદ્ધ પુરુષ બંને ઉપર પ્રસન્ન થયા અને તેમણે કહ્યું ઃ "તમારી સેવાથી હું પ્રસન્ન થયો છું. ઘરમાં તમારી માતા એકલી છે, એટલા માટે તમે હવે ઘેર ચાલ્યા જાઓ. હું તમને સોનું બનાવવાનું રહસ્ય આપું છું, તમે જેટલું ઇચ્છો તેટલું સોનું બનાવી શકશો.” સિદ્ધ પુરુષે બંને ભાઈઓને સોનું બનાવવાની પ્રક્રિયા સમજાવી. બંને ભાઈઓ ખૂબ પ્રસન્ન થઈ ગયા. મોટા ભાઈએ વિધિપૂર્વક ક્રિયા કરી અને સોનું બનાવી લીધું. નાનાએ વિધિનું સમુચિત પાલન ન કર્યું, બધું અવિધિસર કર્યું. તે સોનું ન બનાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy