________________
ભાગ - ૨
૨૦૯ વાત કરવી, ક્યાં ઊભા ઊભા વાત કરવી - વિવેક જોઈએ. - એક યુવકને નોકરી કરવી હતી. એક સરકારી ઑફિસમાં ગયો. જે અધિકારી સાથે વાત કરવી હતી, તેના ટેબલ પાસે જઈને ટેબલ ઉપર પોતાની બેગ મૂકી દીધી અને ધબ દઈને ખુરશીમાં બેસી ગયો. ઑફિસર જોતો રહ્યો. તરત જ પૂછ્યું "કોણ છે તું? શા માટે આવ્યો છે ?" : છોકરાએ કહ્યું : "હું નોકરી માટે આવ્યો છું.”
ઑફિસરે કહ્યું: "તું ચાલ્યો જા, તને નોકરીમાં નથી રાખવાનો.” છોકરો નિરાશ થઈને ચાલ્યો ગયો. તેની પાસે ડિગ્રી હતી પરંતુ વિનય ન હતો. વિનય હોત તો તે ઑફિસરની પાસે જઈને પ્રણામ કરતા અને જ્યાં સુધી ઑફિસર તેને બેસવાનું ન કહે ત્યાં સુધી ઊભો રહેત.
જે તમે શ્રાવક છો, તો તમે જ્યાં પણ જાઓ, અથવા તમારી પાસે કોઈ પણ આવે તો તમે એનો યોગ્ય વિનય કરો. તેની સાથે વિવેક અને નમ્રતાથી વાત કરો. નાનો હોય કે મોટો. શ્રીમંત હોય યા ગરીબ તમે નમ્રતાથી તેની સાથે વર્તો. કોઈનોય તિરસ્કાર નહીં કરતા. કડવા શબ્દોનો પ્રયોગ નહીં કરતા. દરેક વ્યક્તિની સાથે સદૂભાવપૂર્વક વ્યવહાર કરજે. બીજાંનો અભિપ્રાય એવો હશે કે "આ શ્રાવક કેટલો વિનયી છે ? જૈનધર્મમાં વિનય-વિવેકનું ઉચ્ચ સ્થાન છે. મંદિરોમાં અને ધર્મસ્થાનોમાં વિનયઃ
ઘરોમાં, સ્કૂલોમાં કે બજારમાં કયાંય વિનય રહ્યો નથી. ધર્મસ્થાનોમાં પણ વિનય રહ્યો નથી. એનાથી ધર્મસ્થાનોનું ગૌરવ ખંડિત થતું જાય છે. કેટલાંક ઉદાહરણો બતાવું છું. - કોઈ સાધુ પ્રવચન આપી રહ્યા છે. તમારે લોકોએ પ્રારંભમાં જ વંદના કરીને વિનયથી બેસીને પ્રવચન સાંભળવું જોઈએ. કેટલાક લોકો મોડેથી આવે છે અને "ઇચ્છામિ ખમાસમણો” બોલીને વંદન કરે છે. બધા શ્રોતાઓની દૃષ્ટિ એ વ્યક્તિ તરફ જાય છે. પ્રવચનમાં વિક્ષેપ પડે છે. આ થયો અવિનય. મોડેથી
આવનારાઓએ ચૂપચાપ પાછળ બેસી જવું જોઈએ. - કેટલાકને આદત પડી હોય છે કે મોડેથી આવે અને સૌથી આગળ આવીને
બેસશે. પ્રવચનમાં વિક્ષેપ પડે છે, અવિનય થાય છે. - કેટલાક તો પ્રવચન સાંભળવા બેસે ત્યારે પગ લાંબા કરીને બેસે છે. પ્રમાદની
મુદ્રામાં બેસે છે. અહીંતહીં જોતા રહે છે! આ અવિનય છે. - કેટલાક લોકો ચાલુ પ્રવચનમાં પ્રશ્નો પૂછે છે. નથી તો આજ્ઞા લેતા, નથી હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org