SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રાવકજીવન સર્વ પ્રથમ જીવતત્ત્વને, આત્મતત્ત્વને સમજવું જોઈએ. પછી પુણ્ય અને પાપને સમજવાં જોઈએ. આઠ પ્રકારનાં કર્મોના વિષયમાં પણ સારી જાણકારી મેળવી લેવી જોઇએ. જેમ જેમ તમને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થતો જશે તેમ તેમ અંદરનો આનંદ વધતો રહેશે. આગળ વધતાં તમને જ્ઞાનનું ફળ પ્રાપ્ત થશે. વિરતિધર્મનો સ્વીકાર કરવાની ભાવના જાગૃત થતી જશે. ઘણાં બધાં પાપ છૂટી જશે. નિષ્પાપ જીવન પ્રત્યે અભિરુચિ પ્રકટ થશે. "શ્રુતધર્મ અને ચારિત્રધર્મ જ સાચું ધન છે," એ વચનની પ્રતીતિ થશે. ધનપ્રાપ્તિથી જે સુખ મળે છે તેનાથી અતિશય વધારે સુખ ધર્મપ્રાપ્તિથી મળે છે. આ અનુભવની વાત છે. તમે પ્રત્યક્ષ જુઓ છો ને કે ધનવાનો કરતાં વધુ સુખી ધર્મશીલ પુરુષો હોય છે ! એટલા માટે તો ધનવાન માણસ ધર્મશીલ પુરુષના ચરણોમાં નમે છે ! વધારે સુખી કોણ ? નિર્ણય કરો ઃ આ ગંભીરતાથી વિચારવાની વાત છે. વિચારવું તો પડશે જ કે વધારે સુખી કોણ છે ? ધનવાન યા ધર્મશીલ માણસ ? ભગવાન ઉમાસ્વામીજીએ પ્રશમતિ ગ્રંથમાં કહ્યું છે કે “જે સુખ ચક્રવર્તી રાજા પાસે નથી હોતું તે સુખ ધર્માત્મા પાસે હોય છે ! ', એક વાત સમજી લેવાની કે સુખનો સંબંધ મન અને આત્મા સાથે છે. સુખનાં, ભૌતિક સુખનાં અનેક સાધનો તમારી પાસે હોવા માત્રથી સુખી થઈ શકાતું નથી. એમ તો જેમની પાસે વૈયિક સુખનાં વધારે સાધનો છે તે જ વધારે દુઃખી હોય છે ! છતાં પણ કોણ જાણે કેમ સુખનાં સાધનો માટેનો મોહ વધતો જ જાય છે ! લાગે છે કે સ્પર્ધા ચાલી રહી છે સુખનાં સાધનો ઘરમાં વસાવવાની ! વેપારી જાહેરાતોના માધ્યમથી પ્રજાને લલચાવવાના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે. ભોળા-સીધા લોકો આકર્ષાઈ જાય છે અને સુખનાં સાધનોને સુખ માનવાની ભૂલ થઈ રહી છે. સાધનોનાં માધ્યમોથી સુખદુઃખની કલ્પના કરવી એ મોટી ભૂલ છે. જેમની પાસે વૈયિક સુખનાં સાધનો નહીંવત છે, છતાં પણ તેઓ સદૈવ પ્રસન્ન નયન અને પ્રસન્ન વદન હોય છે. તેમના મુખ ઉપર કદીય ઉદાસીનતા હોતી નથી. આવા લોકો આ વર્તમાનકાળમાં પણ છે. જૈન છે, જૈનેતરો પણ છે ! મહત્ત્વની વાત એ છે કે તમે નિર્ણય કરો. ધનવાન બનવામાં સુખ છે કે ધર્મશીલ બનવામાં ? હા, ધર્મશીલ મનુષ્ય ધનવાન હોઈ શકે છે, પરંતુ એવા લોકો ધનપરસ્ત નથી હોતા. તેમનું ખેંચાણ ધર્મ પ્રત્યે જ હોય છે. જો ધર્મશીલ મનુષ્ય ધનવાન ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy