SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ભાગ - ૨ સ્મરણ કેવી રીતે કરીએ ? મહારાજશ્રી ઃ તેમનું સ્વરૂપ બતાવું છું. તમે સરળતાથી તેમની કલ્પના કરી શકો, તેમનું ધ્યાન ધરી શકો એ રીતે તેમનું સ્વરૂપ બતાવું છું. સંક્ષેપમાં બતાવું છું કે જેથી યાદ રહી જાય ! સર્વ પ્રથમ અરિહંત પરમાત્મા ઃ દેવોએ શ્રેષ્ઠ અને દિવ્ય પુદ્ગલોથી નયનરમ્ય સમવસરણની રચના કરી છે. એ સમવસરણ ઉપર વિશાળ અશોકવૃક્ષની છાયા છે. મણિમય સિંહાસન ઉપર અરિહંત પ્રભુ બિરાજમાન છે. તેમના ઉપર ત્રણ દેદીપ્યમાન છત્ર છે. તેમનાં મસ્તકની પાછળ તેજ:પુંજસમાન ભામંડળ છે. તેમની બંને બાજુએ દેવો ચામર ઢોળે છે. સિંહાસનની આગળ પાદપીઠ છે, એની ઉપર બંને પગ સ્થાપિત કરીને તેઓ બેઠા છે. તેમના શરીરનું સૌંદર્ય અતિશય છે. તેમના નેત્રોમાં અદ્ભુત કરુણા હોય છે, તેમની વાણીમાં સવધિક માધુર્ય હોય છે. આકાશ મુખરિત છે..........દેવદુંદુભિનો અવાજ સંભળાય છે; દિવ્ય ધ્વનિ કર્ણમાં પ્રવેશે છે અને આકાશમાંથી સુંદર, સુગંધી પુષ્પોની અનવરત વૃષ્ટિ થઈ રહી છે. અરિહંત પરમાત્માના મુખમાંથી ધમપદેશનું અમૃત વહી રહ્યું છે....... સર્વ દેવ-દેવેન્દ્ર, મનુષ્ય, પશુ, પક્ષી એ ધર્મામૃતનું તન્મય બનીને પાન કરી રહ્યા છે ! એવા અરિહંત મારું શરણ હો......તેમને મારા નમસ્કાર હો !..... સભામાંથી : બહુ આનંદ આવ્યો ! લાગ્યું કે આપણે જાતે સમવસરણમાં જ બેઠા છીએ ! મહારાજશ્રી હવે તમારે એ અનુભવ કરવાનો છે કે તમે સિદ્ધશિલા ઉપર બેઠા છો ! સિદ્ધ પરમેષ્ઠીના સ્વરૂપનું ધ્યાન ધરો. આઠે કર્મોનો ક્ષય કરીને તમે વિશુદ્ધ બન્યા છો, સંબુદ્ધ બન્યા છો. વિમુક્ત બન્યા છો. તમે પરમાનંદમય છો. તમે જ્યોતિ સ્વરૂપ છો. દેહરહિત થઈ ગયા છો. અજર, અમર અને અક્ષય બની ગયા છો. અમર, અરુજ અને અનંત બની ગયા. સર્વ ધ્યાતાઓનું ધ્યેય બન્યા અને સર્વ શ્રદ્ધાનંતોના શ્રદ્ધેય બન્યા છો. એવા સિદ્ધ પરમેષ્ઠી મારું શરણ હો ! તેમને મારા નમસ્કાર. અનંત સિદ્ધ ભગવંતોનું આ રીતે કંઈક પ્રણિધાન કરતા રહેવું જોઈએ. હવે તૃતીય આચાર્ય-પરમેષ્ઠીનું સ્વરૂપ બતાવું છું. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપશ્ચયથી આપ ભાવિત છો. પ્રભાવિત છો. બીજાઓને આપ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપશ્ચયમાં પ્રેરિત કરી રહ્યા છો. જિનશાસનના આ૫ આધાર-તંભ છો. ચતુર્વિધ સંઘનું યોગક્ષેમ કરનાર-રખેવાળ છો. જિનશાસનની શાન વધારનાર છો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy