SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રાવકજીવન અનેક શિષ્યોથી પરિવૃત્ત અને અનેક ગુણોથી અલંકૃત આચાર્ય-પરમેષ્ઠીમારું શરણ હો, તેમને મારા નમસ્કાર ! - હવે ચોથા ઉપાધ્યાય-પરમેષ્ઠીનું સ્વરૂપ સાંભળો. "તેઓ એકાદશ અંગના જ્ઞાતા છે. તેઓ શ્રેષ્ઠ જ્ઞાની છે. એટલું જ નહીં, બીજા સુયોગ્ય જીવોને જ્ઞાની બનાવવાની તેમની તમન્ના છે. જ્ઞાનનું દાન કરવામાં તેઓ કદી થાકતા નથી. આળસ તો તેમનાથી સો યોજન દૂર ભાગી ગઈ છે ! તેમનું છાત્રવૃંદ કરુણા અને વાત્સલ્યથી પ્રભાવિત છે – આપ્લાવિત છે. જ્ઞાનના શીતળ પ્રકાશથી પ્રકાશમાન ઉપાધ્યાય-પરમેષ્ઠી મારું શરણ હો, તેમને મારા નમસ્કાર ! - હવે પાંચમા સાધુ-પરમેષ્ઠીનું સ્વરૂપ બતાવું છું. મહાવ્રતોના ધારક અને પાલક સાધુ ભગવંત મોક્ષમાર્ગની આરાધનામાં લીન રહે છે. સમિતિ-ગુપ્તિ તેમની માતા છે અને આત્માનો શુદ્ધોપયોગ તેમના પિતા છે. આઠે કર્મોનો ક્ષય કરવામાં તેઓ કટિબદ્ધ છે. બાહ્ય-આત્યંતર તપશ્ચય કરતા રહે છે. હે સાધુ ભગવંત! સંયમધર્મનું પાલન કરવામાં હું અસહાય છું. આપ મને સહાય કરો છો એટલા માટે માસિક સવ સાહૂi | સાધુ-પરમેષ્ઠી મારું શરણ હો, તેમને મારા નમસ્કાર હો. પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું તેનો જેટલો વિસ્તાર કરવો હોય તેટલો કરી શકીએ છીએ. કેટલાય કલાકો, કેટલાય દિવસો સુધી, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપગાન કરી શકાય છે. પરંતુ એ ગીત તમારા દ્ધયમાં સ્વતઃ સ્કુરાયમાન થાય એમ હું ઇચ્છું છું. તેમના પ્રત્યે તમારા દ્ધયમાં પરમ પ્રેમ જાગૃત થઈ જાય.. ગીત સ્વતઃ સ્ફરશે. પંચ પરમેષ્ઠી જ પરમ ઈષ્ટ હોવા જોઈએ ? એ ગીતોમાં જ્યારે તમે મસ્ત થઈને ઝૂમવા લાગશો ત્યારે તમારી ચારે બાજુ દિવ્ય વાતાવરણ બનશે, દિવ્ય અનુભૂતિઓ થવા લાગશે; તમે આનંદનો આસ્વાદ કિરશો. પરંતુ પહેલું કામ તમારે એ કરવાનું છે કે પરમેષ્ઠી ભગવંતોની પુનઃપુનઃ સ્તવના કરતાં કરતાં તેમની શ્રેષ્ઠતાનો ખ્યાલ વૃઢ કરવાનો છે. દુઃખનિવારણની તેમની શક્તિ પ્રત્યે વિશ્વાસ પાકો કરવાનો છે. સુખ પ્રદાન કરવાની તેમની પરમ કરુણા ઉપર વિશ્વાસ કરવાનો છે. કાલે જ એક ભાઈ મારી પાસે આવ્યા હતા. તે સુશિક્ષિત, ધનવાન અને બુદ્ધિમાન હતા, પરંતુ પારિવારિક દુઃખથી ત્રસ્ત હતા. સર્વ પ્રકારનાં સુખ સંસારમાં કોઈને નથી મળતા. તે જૈન હતા. જન્મથી જ તેમને નવકાર મંત્ર મળ્યો છે. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy