________________
ભાગ - ૨
૩૧ નવકાર મંત્રની શક્તિનું, પંચ પરમેષ્ઠી ભગવંતોની અનંત શક્તિનું તેમને જ્ઞાન ન હતું. તેથી તેમણે અન્ય દેવ-દેવીઓની પૂજા-ભક્તિ શરૂ કરી દીધી હતી. છતાં પણ તેમનું દુઃખ તેમનું તેમ જ રહ્યું છે ! માનસિક ત્રાસ કંઈક વધારે પ્રમાણમાં વધી ગયો છે.
તેમણે મને પૂછ્યું: “હું નવકાર મંત્રનું ધ્યાન કરું છું. સ્મરણ કરું છું. છતાં પણ મારા મનની અશુભ - રાજસી વૃત્તિઓ શાન્ત કેમ નથી થતી?
મેં કહ્યું? કારણ કે તમારી નવકાર મંત્ર પ્રત્યે, પંચ પરમેષ્ઠી પ્રત્યે અડગ-અખંડ શ્રદ્ધા નથી. તમે માળા ફેરવતા રહ્યા નવકારની અને પૂજા કરતા રહ્યા અંબિકાની, ભૈરવની અને શંકરની ! તમારું મન વિભાજિત થઈ ગયું. નવકાર મંત્રની દુઃખનિવારણ શક્તિ ઉપર તમારો વિશ્વાસ ન રહ્યો, તમારો વિશ્વાસ ઘંટાકર્ણ વીર ઉપર બેઠો, ત્યાં પણ તમારું દુઃખ દૂર ન થયું. તો તમે દેવી અંબિકા પાસે ગયા. ત્યાં નિરાશા મળી, તો તમે ભૈરવની આરાધનામાં લાગી ગયા ! માળા ફેરવતા રહ્યા નવકાર મંત્રની, પણ એમ માનતા માનતાં કે "નવકારથી મારું દુઃખ દૂર થવાનું નથી.”
નવકાર મંત્રનાં સ્મરણ-જાપ અને ધ્યાન જે વિધિથી, જે શ્રદ્ધાથી અને જે ભાવથી કરવાં જોઈએ એ રીતે કરતા નથી અને કહો છો કે : "નવકાર મંત્રથી ન તો મારું દુઃખ દૂર થયું કે ન સુખ મળ્યું. નવકાર મંત્રનો પ્રભાવ જ રહ્યો નથી.”
તે ભાઈએ કહ્યું : “આપની વાત સત્ય છે. હું શ્રદ્ધાભ્રષ્ટ થયો છે. દિશાશૂન્ય બન્યો છું; મારે કરવું અને શું ન કરવું એ કૃપા કરીને આપ જ બતાવો.”
મેં કહ્યું : "હું જેમ કહે તેમ કરવાની તમારી તત્પરતા છે? જો હા હોય તો હું બતાવી શકું.”
તેમણે દૃઢતાથી કહ્યું: ‘અવશ્ય કરીશ.” "ધ્યાન” કરવાનો એમનો અભ્યાસ હતો. આથી મેં પ્રથમ પરમેષ્ઠી અરિહંતનું ધ્યાન કરવાની પ્રક્રિયા બતાવી.
સભામાંથી ? કૃપા કરીને અમને પણ બતાવો. મહારાજશ્રી બતાવી શકું પરંતુ એ રીતે ધ્યાન કરવાની તમારી તત્પરતા હોવી જોઈએ. મને વિશ્વાસ છે કે કેટલાંક ભાઈ-બહેન ધ્યાન કરવાનો પ્રયત્ન અવશ્ય કરશે. અત્યારે તમે ધ્યાનથી સાંભળો, લખશો નહીં. પાછળથી. તમારે લખવું હશે તો લખાવી દઈશ, અત્યારે તો એકાગ્ર મનથી સાંભળો. અરિહંત પરમાત્માના ધ્યાનની એક પ્રાચીન પ્રક્રિયા : – શરીરને સ્નાનથી પવિત્ર કરીને ઊનના શુદ્ધ આસન પર શ્વેત વસ્ત્ર ધારણ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org