SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન – અભાગી ભાગ્યવાન બને છે. – નિઃસંતાન સ્ત્રી માતા બને છે. – કલંકિત મનુષ્ય નિષ્કલંક બને છે. - અપમાનિત મનુષ્ય લોકપ્રિય બને છે. – અજ્ઞાની જ્ઞાની બને છે ! જેવી તપશ્ચય એવું ફળ મળે છે. ફળની ઈચ્છા ન કરો તો પણ ફળ મળે જ છે. તપશ્ચયથી પાપકર્મોનો ક્ષયોપશમ થાય છે, અને ક્ષયોપશમથી તમામ ફળ મળે છે. નિરાશંસ ભાવથી કરેલાં પચ્ચખ્ખાણથી બુદ્ધિ નિર્મળ બને છે. જેની બુદ્ધિ નિર્મળ હોય છે તે સુખ યા દુઃખમાં ધર્મ છોડતો નથી, તે ઉન્માર્ગગામી બનતો નથી. ચાર પ્રકારના આહાર : જ્યારે પચ્ચખ્ખણનો જ વિષય ચાલે છે તો તેની સાથે સંબંધિત ચાર પ્રકારના આહાર પણ સમજાવી દઉં છું. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ - નામથી શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યાં છે. - સર્વપ્રથમ ‘અશનમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તે બતાવું છું. | સર્વ પ્રકારનાં દ્વિદળ, સર્વ પ્રકારનાં ધાન્ય, દૂધ અને દૂધની તમામ બનાવટો, જેવી કે દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓ ઘી-ઘીની બનાવટો, ગોળ, સાકર અને તેમાંથી બનાવેલી વસ્તુઓ, સર્વ પ્રકારનાં મિષ્ટાન્ન-જેનાથી ક્ષુધા શાન્ત થાય છે, તે તમામ ખાદ્યસામગ્રી “અશન” કહેવાય છે. - બીજો આહાર છે પાન એટલે પાણી. છાશની ઉપરનું પાણી, જવનું પાણી, નારિયેળનું પાણી, ફળોની અંદરનું પાણી અને શુદ્ધ પાણી, ઘઉં-ચોખા વગેરે જે પાણીથી ધોવામાં આવે છે તે પાણી પણ “પાન"માં ગણાય છે. - ત્રીજો આહાર છે ખાદિમ. ખાદિમમાં સર્વ પ્રકારનાં ફળોનો સમાવેશ થાય છે. ખજૂર અને ખારેકનો સમાવેશ થાય છે. બદામ, કાજુ વગેરે મેવા પણ ખાદિમ કહેવાય છે. નારિયેળ અને ચણા-મમરા પણ ખાદિમ છે. જે ખાવાથી પૂર્ણરૂપે ક્ષુધા શાન્ત ન થાય તે “ખાદિમ કહેવાય છે. - ચોથો આહાર છે સ્વાદિમ. ઈલાયચી, લવિંગ, કેસર, સોપારી, સૂંઠ, વરિયાળી, તજ, કાળાં મરી, જીરું વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy