________________
ભાગ - ૨
૮૫ વસ્તુઓ "સ્વાદિમ” કહેવાય છે. – સાંજે જો તમે ચોવિહાર'નું પચ્ચખાણ કરો તો રાત્રે આ ચારે પ્રકારના
આહારોનો ત્યાગ કરવાનો હોય છે. - જો તમે તિવિહારનું પચ્ચખાણ કરો તો માત્ર (શુદ્ધ) પાણીનો જ ઉપયોગ કરી
શકો. બાકીના ત્રણ પ્રકારનો આહાર ત્યજવો પડે છે. – પચ્ચકખાણ કરનારને અને કરાવનારને આ જાણકારી હોવી જરૂરી છે. પચ્ચખાણ લેનાર માણસને પચ્ચખાણની બાબતમાં વિશદ જ્ઞાન ન હોય તો ચાલી શકે છે, પરંતુ પચ્ચખાણ આપનાર ગુરુને તો વિશદ જ્ઞાન હોવું જ જોઈએ. આ વિષયમાં ચતુર્ભગી હોય છે ? - પચ્ચખાણ લેનાર જ્ઞાની, દેનાર જ્ઞાની. - પચ્ચખાણ લેનાર અજ્ઞાની, દેનાર જ્ઞાની. - પચ્ચખાણ લેનાર જ્ઞાની, દેનાર અજ્ઞાની. - પચ્ચખ્ખાણ લેનાર અજ્ઞાની, દેનાર પણ અજ્ઞાની ! પ્રથમ ભંગ શ્રેષ્ઠ, બીજો મધ્યમ, ત્રીજો જઘન્ય જ્યારે ચોથો નિરર્થક.
હવે પાંચ પ્રકારના સંકેત” પચ્ચખાણ સમજાવીને પ્રવચન પૂર્ણ કરીશ. સંકેત પચ્ચખ્ખણ :
“સંકેત પચ્ચખાણને "સાંકેતિક પચ્ચખ્ખાણ પણ કહેવામાં આવે છે - કેટલાક સંકેત નિશ્ચિત કરીને પચ્ચખ્ખાણ કરવામાં આવે છે. પચ્ચખાણભાષ્ય” નામના ગ્રંથમાં પાંચ પ્રકારનાં આ પચ્ચખ્ખાણ બતાવવામાં આવ્યાં છે.
૧. પ્રથમ છે મુઠસી પચ્ચખાણઃ જ્યાં સુધી હું મુઠ્ઠી બાંધીને, નવકાર મંત્ર બોલીને પચ્ચખ્ખાણ પાળે નહીં ત્યાં સુધી ચારે આહારનો મારે ત્યાગ છે. આ પચ્ચખાણમાં મુઠ્ઠી બાંધવાનો સંકેત નિશ્ચિત કરવામાં આવ્યો.
૨. બીજું છે ગંઠસી પચ્ચખ્ખણઃ કપડાને ગાંઠ મારીને સંકેત નિશ્ચિત કરવામાં આવે છે. જ્યાં સુધી આ ગાંઠને ખોલું નહીં ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ છે.”
૩. ત્રીજું છે જલબિંદુ પચ્ચખ્ખાણઃ શરીર ઉપર પાણીનું બિંદુ પડ્યું હોય, અથવા કોઈ વસ્તુ ઉપર પાણીનું બિંદુ પડ્યું હોય, તે જળબિંદુનો સંકેત નક્કી કરીને પચ્ચખ્ખાણ કરવામાં આવે કે "જ્યાં સુધી આ જળબિંદુ સૂકાઈ ન જાય ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ રહેશે અથવા ત્યાં સુધી હું કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org