SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૬૧ મોટું પેકેટ ન હતું, નાનું પેકેટ હતું. તેણે નાનું પેકેટ લઈ લીધું અને ઘેર આવ્યો. આવતાં જ તેની પત્નીએ પૂછ્યું: ”મારે માટે બિસ્કિટનું મોટું પેકેટ લાવ્યા છો?” તેણે કહ્યું: "આજે નાનું પેકેટ લાવ્યો છું. કાલે મોટું પેકેટ લાવીશ.” તેની પત્ની અત્યંત નારાજ થઈ ગઈ અને બોલી : "તમે કંજૂસ છો, તમને મારા પ્રત્યે પ્રેમ નથી. બિકિટનું એક પેકેટ પણ મારે માટે નથી લાવી શકતા તો પછી બીજું શું લાવશો? મારે તમારી સાથે રહેવું નથી....... અને તે તે જ ઘડીએ ઘર છોડીને ચાલી ગઈ, લગ્નવિચ્છેદ કરી દીધો. નાનકડી ભૂલ પણ કોઈ વાર ભારે નુકસાન કરી બેસે છે. તમે કહેશો કે એ સ્ત્રીએ થોડીક ધીરજ ધરવી જોઈતી હતી. એવી ઉતાવળ ન કરવી જોઈએ. ઠીક છે. મનુષ્યનો સ્વભાવ પડી ગયો છે. બીજુંની ભૂલ જોવાનો. વાસ્તવમાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે "મારી શું ભૂલ છે?" મનુષ્ય પોતાની ભૂલોને જોતો રહે તો ઘણો બધો સુધરી શકે છે. બીજાંને સુધારવાં ખૂબ મુશ્કેલ છે. સ્વયંને સુધારવાનું કામ સરળ છે. સદાય આ વિચારવાની આદત પાડી રાખો. " કયું કાર્ય માટે કરવાનું હતું? કયું કર્યું અને કયું કર્યું નથી ?” આ આદતથી તમારી કાર્યદક્ષતા વધી જશે. દક્ષતા અને ગંભીરતાથી વિચારો : પરંતુ ઉપર ઉપરથી વિચારવાનું નથી; એકાગ્રતાથી વિચારવાનું છે. જે કાર્ય તમારે કરવાનું છે, વિશેષ રૂપથી બીમાર સંબંધી, તો તમે દક્ષતાથી વિચારો. કોઈ કાર્યભૂલી ન જાઓ, સાવધાનીથી વિચારો. ડૉકટરે તમને બીમાર છોકરા માટે કહ્યું હોય કે : - બબ્બે કલાકે છોકરાનું ટેમ્પરેચર લેતા રહેવું અને ચાર્ટમાં એ નોંધતા રહેવું. – એક-એક કલાકે બબ્બે ગોળીઓ આપતા રહેવું. - બબ્બે કલાકે પીવાની દવા આપતા રહેવું. - રોજ સવારે એક ઇજેકશન આપવાનું છે. – આજે એનો બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ કરાવી લેવાનો છે. - એક-એક કલાકે થોડું થોડું દૂધ, જ્યુસ વગેરે પ્રવાહી પદાર્થ આપતા રહેવું. તો તમે આ બધી વાતો યાદ રાખો છો ને? પછી વિચારો છો ને કે મેં કઈ દવા આપી અને કઈ નથી આપી ? ટેમ્પરેચર માગ્યું કે નહીં? ટેસ્ટ કયો કરાવ્યો અને કયો નહીં? કદાચ કોઈ વાત ભૂલી જાઓ છો તો ડૉકટરનો ઠપકો સાંભળવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy