________________
ભાગ
૧૫૧
આજે હું જે વાત કરી રહ્યો છું એ એવા શ્રાવકો માટે છે કે જેઓ માનવતાથી ભરપૂર છે. જેમને વાસ્તવમાં શ્રાવકજીવન જીવવું છે. “શ્રમણ ભગવાન મહાવી૨એ કેવો ગૃહસ્થાશ્રમ બતાવ્યો છે,” એ સમજવાની જેમનામાં જિજ્ઞાસા છે, એવા વિવેકી શ્રાવકોનું સાધુપુરુષો પ્રત્યે પહેલું કર્તવ્ય આ છે કે બીમારઙ્ગ સાધુઓની યોગ્ય સેવા કરે ! એ રીતે શ્રાવિકાઓએ સાધ્વીઓની સેવા કરવાની.
–
૨
બાળ મુનિવરો પ્રત્યે :
જેવી રીતે ગ્લાન મુનિવરોની સેવા કરવાની છે તમારે, તેવી જ રીતે બાળ મુનિવરોનો પણ ખ્યાલ કરવાનો છે. પૂર્વજન્મના સંસ્કારોને લીધે નાની ઉંમરે બાળકો પણ દીક્ષા લે છે. ધાર્મિક પરિવારોમાં બચપણથી જ ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો મળે છે. તે બાળકો સાધુપુરુષોના સંપર્કમાં આવે છે. સાધુપુરુષોનો ઉપદેશ જે બાળકના હૃદયને સ્પર્શી જાય છે, તે સાધુ બનવા તત્પર થઈ જાય છે. એ બાળકનાં માતા-પિતા દીક્ષા લેવાની અનુમતિ પ્રદાન કરે છે. ગુરુ બાળકની ચારિત્ર્યપાલનની ક્ષમતા જુએ છે અને એ બાળક સાધુ બની જાય છે.
બાળકને દીક્ષા આપનાર ગુરુમાં એ ક્ષમતા હોવી જોઈએ કે તે બાળકના ભવિષ્યને જ્ઞાનના પ્રકાશમાં જુએ. “આ બાળક આજીવન ચારિત્ર્યધર્મનું પાલન કરી શકશે કે નહીં." જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી અથવા યોગશક્તિથી અથવા દૈવી સહાયતાથી ભવિષ્ય જાણી શકાય છે. આજીવન સાધુધર્મનું પાલન કરવું સરળ નથી. ઘણું કપરું કામ છે. બધાં બાળકોમાં સાધુધર્મના પાલનની શક્તિ હોતી નથી. હજારોમાં એક બાળક મુશ્કેલીથી મળે છે કે જે આજીવન સાધુધર્મનું પાલન કરી શકે છે.
એમ તો બાળ મુનિઓની માનસિક ભૂમિકા જોતાં સાધુઓએ અને શ્રાવકોએ તેમનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ.
તેમને પ્રિય હોય એવી ભિક્ષા આપવી જોઈએ.
તેમને પ્રિય હોય તેવાં વસ્ત્રો આપવાં જોઈએ.
તેમને પ્રિય અને પ્રશસ્ત હોય તેવાં પુસ્તકો આપવાં જોઈએ.
તેમને પ્રિય હોય એવી પેન-પેન્સિલ વગેરે આપવાં જોઈએ.
તમે તેમને પ્રેમથી પૂછો, "મહારાજ સાહેબ, આપને શું જોઈએ છે ? તેમને જે જોઈતું હશે તે તેમના ગુરુદેવને કહેશે. ગુરુદેવ તમને કહેશે, "મહાનુભાવ બાળ મુનિને આ વસ્તુ જોઈએ છે.”
બાળ મુનિની પ્રિય-અપ્રિયની કલ્પનાઓનું સન્માર્જન કરવાનું કર્તવ્ય તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org