SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૫ જેઓ ઉન્માર્ગે ચાલે છે, એ સર્વને હું જાણું છું. એટલે હું સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી.” કેશીકુમારે પૂછ્યું: “હે ગૌતમ, એ સન્માર્ગ કયો છે - ઉન્માર્ગ કયો છે?” ગૌતમ સ્વામીએ કહ્યું: ‘રાગી-દ્વેષી અને અ-સર્વજ્ઞ દ્વારા બતાવેલો માર્ગ એ ઉન્માર્ગ છે, જ્યારે સર્વજ્ઞ કથિત માર્ગ સન્માર્ગ છે - આ સન્માર્ગ નિશ્ચિત રૂપે ઉત્તમ કેશીકુમારે પૂછ્યું: “હે મુનિ, પ્રચંડ જળપ્રવાહમાં વહેતાં પ્રાણીઓ માટે શરણભૂત અને પ્રતિષ્ઠારૂપ દ્વીપ આપ કોને કહો છો ?' ગૌતમ સ્વામીએ કહ્યું : “એક મહાદ્વીપ વિશાળ છે, વ્યાપક છે - ત્યાં એક જળપ્રવાહની ગતિ નથી.’ કેશીકુમારે પૂછ્યું: હે ગૌતમ, આ મહાદ્વીપ કયો છે ?' ગૌતમ સ્વામીએ કહ્યું: ‘તે ધર્મદ્વીપ છે. જરા અને મૃત્યુના જળપ્રવાહમાં ડૂબેલા જીવો માટે શરણભૂત છે. એ દ્વીપ ઉપર પ્રતિષ્ઠિત થવું એ ઉત્તમ છે.' કેશીકુમારે પૂછ્યું: હે ગૌતમ, એ મહાન જળપ્રવાહ(સમુદ્ર)માં એક નૌકા છે. વિપરીત રૂપથી તે ચારેકોર ભાગી રહી છે, એ નૌકામાં આપ બેઠા છો, તો પછી આપ કેવી રીતે કિનારે પહોંચશો ?” ગૌતમ સ્વામીએ કહ્યું : “જે છિદ્રોવાળી નૌકા હોય છે તે પાર ઉતારી શકતી નથી, પરંતુ છિદ્રરહિત હોય છે તે પેલે પાર જવામાં સમર્થ હોય છે.” કેશકુમારે પૂછ્યું : “એ નૌકા કેવી છે ?” ગૌતમ સ્વામીએ કહ્યું: ‘તીર્થંકર દેવે આ શરીરને જ નૌકા કહી છે. જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે. આ સાગરને મહર્ષિ તરી જાય છે.” કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, ઘણા બધા જીવો ઘોર સંસારમાં પડ્યા રહ્યા છે, આ જીવલોકમાં પ્રકાશ કોણ કરે છે ? ગૌતમ સ્વામીએ કહ્યું : “જીવલોકમાં પ્રકાશ કરનારો ઉદિત સૂર્ય છે.” કેશીકુમારે પૂછ્યું: “એ સૂર્ય કોણ છે ?' ગૌતમ સ્વામીએ કહ્યું: “સર્વજ્ઞ જિનેશ્વર જ સૂર્ય છે, એ જ સર્વલોકમાં પ્રકાશ કરનારા છે.” કેશીકુમારે પૂછ્યું “શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત જીવો માટે ક્ષેમરૂપ, શિવરૂપ અને અવ્યાબાધ સ્થાન આપ કોને માનો છો ?” ગૌતમ સ્વામીએ કહ્યું લોકના અગ્રભાગ ઉપર એક ધ્રુવસ્થાન છે. ત્યાં જન્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy