________________
ભાગ ૨
૨૦૩
છે. જે માતાપિતા આ બધું કરે છે, તેમનો વિનય બાળકોએ કરવો જ જોઈએ. વિનયના સંસ્કાર બચપણથી જ મળે છે, ત્યારે તે સંસ્કારો પાંગરે છે.
અલબત્ત, માતાપિતાએ પણ એવો જીવનવ્યવહાર રાખવો જોઈએ કે બાળકોને વિનય રાખવાની ઇચ્છા જાગૃત થાય. જે માતાપિતા
અધિક ક્રોધી હોય છે.
વારંવાર ગંદા શબ્દો બોલે છે.
બાળકોને મારે છે. વ્યસનોનું સેવન કરે છે.
– દુરાચારી જીવન જીવે છે.
બાળકો પ્રત્યે બેપરવાહી રાખે છે.
-
-
-
-
ખરાબ વાતો કરે છે, ખરાબ સંસ્કાર આપે છે.
એવાં માતાપિતાનો વિનય ન કરવો જોઈએ.
ટીકાકાર આચાર્યશ્રીએ એટલા માટે જ યથોચિત શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘યથોચિત જનવિનયક૨ણ' કહ્યું છે. બધી ક્રિયામાં પણ ઔચિત્ય અપેક્ષિત હોય છે.
ઔચિત્યનો બોધ થવો જરૂરી છે ઃ
દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને કાળની અપેક્ષાએ ઔચિત્ય-બોધ થવો જોઈએ. કેટલાક લોકોને સહજ રૂપે બોધ થાય છે, કેટલાક લોકોને બોધ કરાવવો પડે છે.
એક નાના છોકરાએ મને કહ્યું ઃ ”મારા પિતાજી કહે છે મારાં ચરણોમાં પ્રણામ ન કરવા. મેં પ્રતિજ્ઞા લીધી છે કે પ્રતિદિન માતાપિતાનાં ચરણોમાં પ્રણામ કરવા. હવે હું શું કરું ?”
મેં એ બાળકને પૂછ્યું : "તું જ્યારે પ્રણામ કરવા ગયો ત્યારે તારા પિતા શું કરતા હતા ?” બાળકે કહ્યું "તેઓ સૂઈ રહ્યા હતા.” જેવો મેં પગે સ્પર્શ કર્યો, તેઓ ગુસ્સાથી બોલ્યા, “મારા પગને સ્પર્શ કરીશ નહીં !'
બાળક એટલું જ જાણતો હતો કે પિતાને પાયવંદન કરવાં જોઈએ; પરંતુ ક્યારે પાયવંદન કરવાં, કયા સમયે કરવાં, એ જ્ઞાન એને ન હતું. પિતાની નિદ્રા બગડવાથી સ્વભાવ બગડ્યો અને કહ્યું કે “મારા પગને વંદન-સ્પર્શ કરવો નહીં.'
અમારી સાથે પણ કોઈ કોઈ વાર લોકો અનુચિત વિનય કરે છે ! જ્યારે અમે ચાલીએ છીએ ત્યારે ભોળા લોકો - ભક્તો અચાનક સામે આવીને પગ પકડી લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org