SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રાવકજીવન - જિનભવનમાં ગર્ભગૃહની પાસે પહોંચતાં બાર માસના ઉપવાસનું ફળ. - પ્રદક્ષિણા આપતાં ૧૦૦ વર્ષના ઉપવાસનું ફળ. - જિનેશ્વરની પૂજા કરતી વખતે એક હજાર વર્ષના ઉપવાસનું ફળ. - ભાવપૂજા કરતી વખતે અનંત ઉપવાસનું ફળ મળે છે. જો કે ફળપ્રાપ્તિનો આધાર મનુષ્યના અધ્યવસાયો હોય છે. ઉત્કૃષ્ટ ભાવમાં તત્કાલ કેવલજ્ઞાન પણ પ્રગટ થઈ શકે છે ! હવે જિનમંદિર પ્રત્યે આપણાં કેટલાંક વિશેષ કર્તવ્યો બતાવું છું ! જિનમંદિર પ્રત્યે આપણાં વિશેષ કર્તવ્યો : જ્યારે કર્તવ્યની વાત કરવાની છે ત્યારે મારે પહેલી વાત એ કરવાની છે કે તમારા દ્ધયમાં જિનપ્રતિમા, જિનમત અને જનસંઘ પ્રત્યે એવી જ પ્રીતિ હોવી જોઈએ કે જેવી પ્રીતિ દેહ, દ્રવ્ય અને કુટુંબ પ્રતિ હોય છે. એવી પ્રીતિ હશે તો જ તમારા કર્તવ્યોનું પાલન સારી રીતે કરી શકશો. * પ્રથમ કર્તવ્ય છે જિનભવનને સ્વચ્છ રાખવાનું. બને ત્યાં સુધી જાતે જ સાફ રાખવાનું કાર્ય કરો. * જો જિનભવન જીર્ણ હોય, કોઈ ભાગ પડી ગયો હોય તો તેનો જીર્ણોદ્ધાર કરાવવો જોઈએ, મરામત કરાવવી જોઈએ. જો તમે ધનવાન હો તો સ્વદ્રવ્યથી જ જીર્ણોદ્ધાર કરો. ધનવાન ન હો તો પૈસા એકઠા કરીને કામ કરવું જોઈએ. * પૂજાનાં સાધનો-ઉપકરણો એકત્ર કરવાં જોઈએ. આપૂર્તિ કરવી જોઈએ. * જિનભવનની સર્વ પ્રતિમાઓ સ્વચ્છ, નિર્મળ રાખવી જોઈએ. * જિનભવનને ધૂપથી સુવાસિત રાખવું, દીપકોથી પ્રકાશિત રાખવું અને પુષ્પમાળાઓથી સુશોભિત રાખવું. * પરમાત્માને ચડાવેલાં ચોખા, ફળ, નૈવેદ્ય વગેરેનો યોગ્ય વિનિયોગ કરવો. * ચંદન, કેસર, ધૂપ-ઘી વગેરેનો સંગ્રહ કરવો. * દેવદ્રવ્યની સુરક્ષા કરવી, વૃદ્ધિ કરવી. * દેવદ્રવ્યનો હિસાબ-કિતાબ ચોખ્ખો રાખવો. * જિનભવનના નોકરોને સારો પગાર આપવો. * નોકરી સારી રીતે કામ કરે છે કે નહીં તેનું સારી રીતે ધ્યાન આપવું. * જિનભવનની કોઈ પણ વસ્તુનો ઉપયોગ પોતાના ઘરના કામમાં કરવો નહીં. ઘણી વાતો છે, પરંતુ મુખ્ય છે તે બતાવી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy