SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૧૭ વિશેષ પરિસ્થિતિમાં આચાર્યને ક્રોધ, રોષ કરવાની રજા તીર્થકરોએ આપેલી છે ! આચાર્ય વિશેષ પરિસ્થિતિમાં ક્રોધ કરી શકે છે, પરંતુ તે માત્ર અભિવ્યક્તિ હોય છે ! તેમના હૃયમાં તો કરુણા જ હોય છે. કેટલાક લોકો અમારા આહાર-સમયે જ વંદન કરવા આવે છે ! અથવા સ્પંડિલ જવાનો સમય હોય છે ! કહે છેઃ "મહારાજ! બે મિનિટ રોકાઓ, મારે વંદન કરવું છે !” એ સમયે વંદન ન કરવું જોઈએ. અસમયે વંદન કરવાથી, અસ્થાને વંદન કરવાથી ગુરુજનોને – ધર્મકાર્યમાં અંતરાય આવે છે, - વંદન પ્રત્યે દુર્લક્ષ્ય સેવાય છે, – વંદન કરનારા પ્રતિ કોઈક વાર ક્રોધ પણ આવે છે, – શારીરિક હાજત રોકવાથી શરીરમાં રોગ પણ થાય છે. એટલા માટે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને જ વંદન કરવાં જોઈએ. શ્રમણ સંઘમાં વંદનની મર્યાદાઓ : જેવી રીતે તમે શ્રાવક-શ્રાવિકાઓ અમને વંદન કરો છો, તેમ અમારે પણ વંદન કરવાનાં હોય છે. દીક્ષા પર્યાયમાં અમારાથી જેઓ મોટા હોય છે, તેમને પ્રતિદિન વંદન કરવાનાં હોય છે. જેઓ જ્ઞાનસ્થવિર હોય છે એટલે કે વિશિષ્ટ જ્ઞાની હોય છે, તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વંદન કરવાનાં હોય છે. જે પ્રવર્તક સાધુ હોય છે, એટલે કે સાધુસમુદાયને સવ્યવહારોમાં જે પરિવર્તિત કરે છે, તે પણ વંદનીય છે. ઉપાધ્યાય અને આચાર્ય પણ વંદનીય હોય છે. પરંતુ દીક્ષિત પિતા પોતાના દીક્ષિત પુત્રને વંદન કરતો નથી. ભલે ને પુત્રે પિતાની પહેલાં દીક્ષા લીધી હોય. એ જ રીતે દીક્ષિત માતા પોતાની દીક્ષિત પુત્રીને વંદન નથી કરતી, દિક્ષિત પુત્રને પણ વંદન નથી કરતી. એ રીતે દીક્ષિત મોટો ભાઈ પોતાના દીક્ષિત નાના ભાઈને વંદન કરતો નથી. બહેનોમાં પણ એ જ વ્યવહાર છે. પુત્ર સાધુ છે, માતા-પિતા સંસારી છે, તો માતાપિતા પુત્ર-સાધુને વંદન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy