SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રાવકજીવન જીવનનો કાળ છે. એમાં કમનો દોષ જોતાં હાથ ઉપર માથું ટેકવીને બેસી રહેવાનું નથી. વારંવાર પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થમાં નિષ્ફળ જતાં પુરુષાર્થમાં કયાં ભૂલ થઈ તેની શોધ કરો. ભૂલ જણાતાં એને સુધારો અને પુનઃ પુનઃ પુરુષાર્થ કરો. તમારે જે સમયે વેપાર કરવાનો હતો તે સમયે ન કર્યો અને જે અર્થલાભ પ્રાપ્ત કરવાનો હતો તે ન કરી શક્યા. શું ભાગ્યનો દપ માનશો કે પુરુષાર્થનો ? તમે તમારા પુરુષાર્થનો દોષ જુઓ. બીજી વાર તમે સમયસર વેપાર કરશો. તમે ઘરમાં અથવા બજારમાં. સામાજિક ક્ષેત્રમાં વા રાજકીય ક્ષેત્રમાં જે કંઈ કાર્ય કરશો, જે વ્યવહાર કરશો, તમારો વ્યવહાર ધર્મપ્રધાન હશે. તમે ધર્મ-નિરપેક્ષ કોઈ પણ વ્યવહાર નહીં કરો. ધર્મપ્રધાન વ્યવહાર કર્યા કરો: ગ્રંથકાર આચાર્યદેવ ધર્માચાર્ય હતા. એમનું જીવન ધર્મમય હતું. તેઓ પ્રજાને અર્થપ્રધાન અને કામપ્રધાન ઉપદેશ કેવી રીતે આપે ? એ તો પ્રજાને અર્થ અને કામથી મુક્ત કરવાની ભાવનાવાળા હતા. તેમણે કહ્યું : “ઘર્મઘાનો વ્યવહાર I૬૪” ભલે તમે અર્થની પ્રવૃત્તિ કરો યા કામની. એ પ્રવૃત્તિ ઉપર "ધર્મ”નો પ્રભાવ, ધર્મની મર્યાદા રહેવી જોઇએ. પૈસા કમાવા એ અપુરુષાર્થ છે, પરંતુ અન્યાય, અનીતિ અને બેઈમાનીથી પૈસા નથી કમાવાના - એ ધર્મની મયદા, ધર્મનો પ્રભાવ, ધર્મની પ્રધાનતા ! આ વાત આ ગ્રંથના પહેલા અધ્યાયના પ્રવચનોમાં વિસ્તારથી સમજાવવામાં આવી છે, એટલે આજે વિસ્તાર કરતો નથી. કામપુરુષાર્થને થોડાક સ્પષ્ટ વિસ્તારથી સમજાવવો છે. કામનો અર્થ માત્ર "જાતીય પ્રવૃત્તિ” - “સેક્સી પ્રવૃત્તિ' જ નથી કરવાનો. કામપુરુષાર્થમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ભોગ-ઉપભોગનો સમાવેશ થાય છે. જેને આ વિષયનું વાસ્તવિક જ્ઞાન નથી હોતું તે લોકો કામપુરુષાર્થનો અર્થ માત્ર “મૈથુનક્રિયા જ કરે છે ! એટલા માટે કામપુરુષાર્થને સારી રીતે સમજવાનો છે. કામપુરુષાર્થ : - આપણા કાનોથી શબ્દ સાંભળવો કામપુરુષાર્થ છે. - આપણી આંખોથી રૂપદર્શન કરવું કામપુરુષાર્થ છે. - આપણા નાકથી ગંધ ગ્રહણ કરવી કામપુરુષાર્થ છે. - આપણી જીભથી રસાસ્વાદન કરવું એ કામપુરુષાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy