________________
૧૪
શ્રાવકજીવન
જાય છે. જો ધર્મભાવના ભાવતાં ભાવતાં સૂઈ ગયો હોય તો તેનો આત્મા સદ્ગતિ પામે છે. આત્મા દુર્ગાંતથી બચી જાય છે.
ચોથો વિશિષ્ટ લાભ છે - શાન્ત નિદ્રા પામવાનો. જેને અનિદ્રાનો રોગ હોય, એટલે કે નિદ્રા આવતી ન હોય તેને ધર્મભાવના ભાવતાં સહજતાથી નિદ્રા આવી જાય છે. કારણ કે ધર્મીચંતન કરવાથી મનમાં ચિંતા રહેતી નથી. મન ચિંતામુક્ત થઈ જાય છે. કષાયોથી પણ મન મુક્ત થઈ જાય છે. એટલે નિદ્રા આવી જાય છે.
સભામાંથી : ધર્મીચંતન કરવાનો સમય જ ન મળતો હોય, પથારીમાં પડતાંની સાથે જ નિદ્રા આવી જતી હોય તો શું કરવું જોઈએ ?
મહારાજશ્રી : શ્રી નવકારનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ. એક..... બે.....ત્રણ.......જેટલા નવકાર ગણી શકો, જપતા રહો. જપતાં જપતાં સૂઈ જાઓ ! જેને ઊંઘ ન આવતી હોય તેણે ધર્મીચંતન કરતા રહેવું.
ધર્મચંતન કેવી રીતે કરવું ? :
ધર્મચિંતન ભિન્નભિન્ન પ્રકારે થઈ શકે છે. "ધર્મબંદુના ટીકાકાર આચાર્યદેવે બ્રહ્મચારી મહાપુરુષોનું સ્મરણ કરવાનો નિર્દેશ કર્યો છે.
धन्यास्ते बन्दनीयास्ते तैत्रैलोकयं पवित्रितम् । यैरेष भुवनक्लेशी काममल्लो विनिर्जितः ॥
‘જેણે ત્રણે ભુવનોને પરેશાન કર્યાં છે તેવા કામમલ્લને જેમણે જીત્યો છે, તેવા મહાપુરુષો ધન્ય છે, તે મહાપુરુષો વંદનીય છે. આવા મહાપુરુષોથી ત્રિલોક પવિત્ર છે.’
આ રીતે બ્રહ્મચારી મહાપુરુષોની પુણ્યસ્મૃતિ કરવી જોઈએ. પરંતુ તમારા મનમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ હશે તો જ આ પ્રકારે બ્રહ્મચારી મહાપુરુષોની સ્મૃતિ થતી રહેશે. બ્રહ્મચર્યનું મૂલ્ય તમારા મનમાં સ્થાપિત થશે તો તમારો પોતાનો પણ આદર્શ બ્રહ્મચર્યપાલન થશે. "હું ક્યારે બ્રહ્મચર્યના પાલનમાં સમર્થ બનીશ ? ક્યારે હું વિષયવાસના ઉપર વિજય પામીશ ?” આવી ભાવના તમારા મનમાં છે ? વિષયભોગ પ્રત્યે નફરત પેદા થઈ છે ? વિષય-ભોગ ભોગવતાં પણ વિષયથી નિવૃત્ત થવાની ઇચ્છા પેદા થઈ છે ? વિચારજો, ગંભીરતાથી વિચારજો.
વૈષયિક સુખ પ્રત્યે વિરક્તિનો ભાવ ઉત્પન્ન થવો ખૂબ જરૂરી છે. અને એ ભાવ જાગૃત કરવા માટે બ્રહ્મચારી મહાપુરુષો પ્રત્યે આદરભાવ-પૂજ્યભાવ હોવો એ એક ઉપાય છે.
ચાર સંજ્ઞાઓમાં મૈથુનસંજ્ઞા મનુષ્યમાં પ્રબળ હોય છે. એ સંજ્ઞા ઉપર વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org