Book Title: Jain Darshan
Author(s): T K Tukol, Chitra P Shukl
Publisher: Sardar Patel University Vallabh Vidyanagar
Catalog link: https://jainqq.org/explore/005255/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હરિ: એમ આશ્રમ પ્રેરિત શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ સ્મારક સ ધ ક્રેઈન ગ્રંથમાળા-૭ જૈનદર્શન पटेल सरदार ZUG यूनिवर्सिटी Q:15/11/03 श्रतम् લેખક : ટી. કે. તુર્કાલ અનુવાદક : ચિત્રા પ્ર, શુક્લ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર For Private & Person Page #2 -------------------------------------------------------------------------- ________________ હરિ ઓમ આશ્રમ પ્રેરિત શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ સ્મારક સર્વધર્મદન ગ્રંથમાળા-૭ જૈનદર્શન લેખક ટી. કે. તુકેલ એમ. એ. એલએલ. બી. (નિવૃત્ત) ન્યાયાધીશ, બેંગ્લોર વિશ્વવિદ્યાલય, બેંગ્લોર અનુવાદક ચિત્રા પ્ર. શુકલ यनिक हद्वार पर i HD}TM I પિp ) સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સંસ્કરણ : ૧૯૭૮ પ્રત સંખ્યા : ૧૦૦૦ મૂલ્ય : રૂા. ૧૮-૦૦ © : યુનિવર્સિટી યોજનાદાન : હરિ ઓમ આશ્રમ, નડિયાદ. મુદ્રક અને પ્રકાશક : કાનિતભાઈ એ. અમીન કુલસચિવ, સરદાર પટેલ યુનિવર્સિટી યુનિવર્સિટી પ્રેસ, વલ્લભ વિદ્યાનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ - - म - ma A - मभारा पू.पिता स्प. श्री युनीलाल छगनलाल शाहनी पूण्यस्मृतिना संभारएगा इपे स्प्रेभ. रहनीठान्त युनीलाल शाह हतीन इमार युनीलाल शाह प्राशयंट युनीलाल शाह उभामहेज युनीलाल शाह mammeenamamarineeewww - - 'रस्मितः सुरेन्द्र भंगणास पाGिos. सुरेन्द्र भंगणाम रोऽ, मामापाडी. समाचार - 3८० ०१५. का fa - - - - Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ સલાહકાર સમિતિ (૧) ડૉ. આર. એમ. પટેલ (કુલપતિ ) (૨) ડા. એચ. એમ. પટેલ (૩) શ્રી ફાધર વાલેસ (૪) શ્રી નગીનદાસ પારેખ (૫) ડા. ડી. ડી. જાડેજા (૬) શ્રી જે. એમ. શેખડીવાળા (મંત્રી, સલાહકાર સમિતિ) Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ આમુખ લોકશાહીને વરેલા કોઈ પણ સમાજને સુદઢ કરવો હોય તો એ સમાજની પ્રજાને જીવન વિશેના દર્શનને સુયોગ્ય ખ્યાલ આપવો જોઈએ. વળી વ્યકિતનું વ્યકિત તરીકેનું મૂલ્ય ને આદર એ સાચી લોકશાહીને પાયો છે. દરેક પ્રજાજનમાં આ ભાવના જન્મે તે માટે દુનિયાભરના બધા ધર્મ પ્રત્યે સમભાવ કેળવવાની આવશ્યકતા છે; અને આ માટે બધા જ ધર્મ, દર્શન, ચિંતન અને ફિલસૂફીના શુદ્ધ અને સાત્વિક જીવન દર્શનથી પ્રજાને પરિચિત કરાવવી તે જરૂરી પણ છે. એકબીજાના ધર્મના આદરભાવથી સમતા ખીલે છે અને સાંકડા થતા જગતમાં એકબીજાને સમજવા માટે એ આવશ્યક છે. ગુજરાતની યુવાન પેઢી સર્વધર્મ સમભાવ કેળવે તેવી પુનિત ભાવનાની હરિઃ એમ આશ્રમના સદ્ગત પૂજ્ય શ્રી મોટાને આકાંક્ષા જન્મી અને જગતનાં સર્વધર્મ, દર્શન, ચિંતન, ફિલસૂફી વગેરેથી ગુજરાતની ગુણિયલ પ્રજાને પરિચિત કરાવવાની યોજના માટે એમણે સરદાર પટેલ યુનિવર્સિટીને રૂપિયા બે લાખનું આનંદશંકર બાપુભાઈ ધ્રુવ સ્મારક સર્વધર્મ દર્શન પ્રકાશન ટ્રસ્ટ’ સુપ્રત કર્યું છે. આ ટ્રસ્ટના વ્યાજમાંથી વિશ્વના વિવિધ ધર્મો, દર્શને, ચિંતક વિશેના પ્રમાણભૂત મૌલિક ગ્રંથો એક પછી એક પ્રગટ કરવાની અમારી યોજના છે. આ ગ્રંથમાળામાં અગાઉ છ ગ્રંથો–ખ્રિસ્તીદર્શન, જરથુષ્ટ્રદર્શન, શીખદર્શન, ઈસ્લામદર્શન, હિન્દુદર્શન અને બૌદ્ધદર્શન પ્રકાશિત થઈ ચૂક્યા છે. જૈનદર્શન તેમાં પ્રકાશિત થઈ રહેલ સાતમો ગ્રંથ છે. આ ગ્રંથ મૂળ અંગ્રેજી ભાષામાં compendium of Jainism ને નામે લખાયો હતો. તેના લેખક, નિવૃત્ત ન્યાયમૂર્તિ અને બેન્કેર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ, શ્રી ટી. કે. કોલ જૈન ધર્મ અને દર્શનના ગંભીર અભ્યાસી છે. તેમના આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર શ્રીમતી ચિત્રાબહેન પી. શુકલે તૈયાર કર્યું છે. મૂળ અંગ્રેજી લખાણના અર્થભાવ તેમાં ઉતરે, તે માટે તેમણે બરાબર પ્રયાસ કર્યો છે. આ ઉપયોગી પુસતકને આ ગ્રંથમાળામાં પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું. આશા છે કે, આ ગ્રંથમાળામાં અગાઉ પ્રકાશિત થયેલા ગ્રંથની જેમ જ જૈનદર્શનને પણ વાચકો જરૂર આવકારશે. Page #9 -------------------------------------------------------------------------- ________________ [ vi ] ગુજરાતની પ્રજાના હૃદયમાં શુદ્ધ અને સાત્ત્વિક ભાવેા જગાવે અને સુદૃઢ કરે તેવાં પુસ્તકોના પ્રકાશન અર્થે સરદાર પટેલ યુનિવર્સિટીને દાનનિધિ સુપરત કરવા માટે હિર: ઓમ આશ્રમ, નડિયાદ પ્રતિ હું હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરું છું તેમ જ આ ગ્રંથના લેખક ન્યાયમૂર્તિ શ્રી તુકોલ તેમ જ ગુજરાતી અનુવાદક શ્રીમતી ચિત્રાબેન શુકલને પણ હ્રદયપૂર્વક આભાર માનું છું. સપ્ટેમ્બર, ૧૯૭૮ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આર. એમ. પટેલ કુલપતિ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ‘Compendium of Jainism · જૈન ધર્મ પરનો વ્યવસ્થિત ગ્રંથ છે. પ્રકરણોનાં શીર્ષકો પર દષ્ટિપાત કરતાં જ, વિદ્વાન લેખકે આ પુસ્તકમાં ચલા વિષયોના વિશાળ ક્ષેત્રને ખ્યાલ આવશે. જૈન ધર્મ એક પ્રાચીન ધર્મ છે. જૈન ધર્મના અભ્યાસના પ્રારંભમાં તેની પ્રાચીનતા વિષે ખોટા ખ્યાલો પ્રવર્તતા હતા. પણ ભારતીય અને પ્રાચ્ય વિદ્યાઓના વિદ્વાનોએ હાથ ધરેલ અભ્યાસ આગળ વધતાં આ બધા ખ્યા દૂર થયા છે. શ્વભ, પાર્શ્વ, મહાવીર જેવી વિભૂતિઓ–જેમના જીવનવૃત્તાન્તની સંક્ષિપ્ત રેખા અહીં આપી છે–એ આ ભૂમિની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી છે. મહાવીરની ઉત્તરકાલીન જૈન ધર્મની સ્થિતિ, ખાસ કરીને દક્ષિણમાં એને ફેલાવે, અને પાછળથી, જૈન ધર્મના વિભિન્ન સંપ્રદાયો, ભારતના ધર્મના ઇતિહાસમાં એક આકર્ષક પ્રકરણ બની રહે છે. દિવ્યતા અને પૂજા, વિશ્વ અને તેનાં ઘટકતો, સચેતન જગત અને તેની વિગતો વિષેના જૈન ધર્મના ખ્યાલ ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરનારાઓ માટે સવિશેષ ધ્યાનને પાત્ર છે. કર્મ, દ્રવ્યને એક સૂક્ષ્મ પ્રકાર છે. આત્મા સાથેના સંસર્ગથી તે પોતાની જાતે પ્રવૃત્ત થાય છે અને મનુષ્યના આધ્યાત્મિક ભવિષ્ય પર તેની અસર પડે છે. તે એક અનિવાર્ય નૈતિક કાનૂન તરીકે કામ કરે છે અને બધાં જ જીવિત પ્રાણીઓના ભાગ્યમાં દેવની દરમ્યાનગીરીને માટે કોઈ અવકાશ રહેતો નથી. દરેકને પોતાના વિચાર, વચન અને કર્મનું ફળ મળે જ છે. તત્ત્વ અથવા પદાર્થો અને ગુણસ્થાને (આધ્યાત્મિક પ્રગતિની અવસ્થાઓ) જેવા પાયાના સિદ્ધાંતે આત્મા અને કર્મના સંબંધ યોજે છે. કર્મના બંધનમાંથી આત્માને મુક્ત થવા માટે આધાર છે સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. જૈન ધર્મને “નીતિમય વાસ્તવવાદ' કહ્યો છે તે યથાર્થ છે. તે સદાચાર પર ખૂબ ભાર મૂકે છે–સામાન્યજન માટે એક પ્રકારનો સદાચાર છે તે સાધુજન માટે બીજા પ્રકારને. બીજા પ્રકારના સદાચાર કરતાં પ્રથમ પ્રકારને સદાચાર ઓછો કઠોર છે. સાધુ મહાવ્રતોનું માનસિક રીતે પણ પાલન કરે છે. સમાધિ અને અપરિગ્રહમાં મગ્ન રહી, તે આધ્યાત્મિક જીવન જીવે છે. કોઈ પણ પ્રકારની Page #11 -------------------------------------------------------------------------- ________________ [ viii] આસકિતથી મુકત મનુષ્ય મૃત્યુની સમીપ સ્વેચ્છાએ જાય છે. મૃત્યુથી તે ભયભીત થતું નથી, કારણ કે આત્મા અમર છે એવું તે જાણતા હોય છે. આવા ઉચ્ચ નૈતિક આદર્શો સાથે જૈન ધર્મ ભારતની પરંપરા અને સંસ્કૃતિને જુદી જુદી રીતે સમૃદ્ધ કર્યા છે. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહના સિદ્ધાંતોની આજે, પહેલાં કદી ન હતી એટલી જરૂર છે, કારણ કે વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય પ્રગતિએ સર્જેલા ઘણા નૈતિક અને આધ્યાત્મિક પ્રશ્નો માનવતાની સામે પડ્યા છે. જૈન ધર્મ વિષે ઘણાં પુસ્તકો છે, પણ પ્રસ્તુત પુસ્તકની પોતાની વિશિષ્ટતાઓ છે. જુદા જુદા વિષયો પરની લેખકની ચર્ચાઓ પ્રમાણભૂત છે અને આ ચર્ચાઓનું, ધર્મગ્રંથોમાંથી ઉદ્ભૂત શ્લોકો તેમજ સૂત્રો અને તે પરની ટીકાઓ દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. જૈન ધર્મને પરિભાષારહિત પરિવેશમાં સમજવા માગતા વિવેકી વાચકોના આવકારને તે પાત્ર છે. જૈન ધર્મ માત્ર ધર્મ કે સુવ્યવસ્થિત દર્શન નથી. સંસારનાં બંધનો જેમણે ત્યજી દીધાં છે એવા અનેક સામાન્ય જનો તેમજ સંતોને આધ્યાત્મિક શાંતિ આપતી એ એક જીવનપ્રણાલી છે. - જસ્ટીસ તુકોલમાં અંગ્રેજીના પ્રાધ્યાપકની સુસંસ્કૃત અભિવ્યક્તિ, પ્રતિષ્ઠિત એડવોકેટની દઢ તર્કશકિત, અનુભવી ન્યાયાધીશની સંતુલિત રજૂઆત અને સત્ય અને વાસ્તવિકતાના જાગૃત અન્વેષકનાં બૌદ્ધિક ઊંડાણને સમન્વય થયો છે. તેઓ પવિત્ર શ્રાવક હોવા ઉપરાંત જૈન ધર્મના ગાઢ અને જાગૃત અભ્યાસી રહ્યા છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસ અને ઊંડી સમજના પરિપાકરૂપ આ પુસ્તકમાં જસ્ટીસ તુકોલના આ બધા ગુણ દેખાઈ આવે છે. જ્ઞાન, નય, ઈશ્વર, સૃષ્ટિ અને અનેકાતવાદ જેવા કેટલાક જૈન સિદ્ધાંત તેમણે બહુ સુબોધ શૈલીમાં સમજાવ્યા છે. તેમની પૂર્વેના અભ્યાસીઓના ઘણા ખોટા ખ્યાલો તેમણે દૂર કર્યા છે અને તે સિદ્ધાંતોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા છે. જસ્ટીસ તુકોલના વિવરણ કાળજીભર્યો અભ્યાસ, હિંદુ તત્ત્વદર્શનની શાખાઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા, ભારતની ચિતનપદ્ધતિ અને જીવનનાં ઘણાં ક્ષેત્રોને પ્રભાવિત કરતા જૈન ધર્મની સાચી સમજ આપશે. એ. એન. ઉપાધે મહેસુર વિશ્વવિદ્યાલય માનસ ગંગોત્રી, હૈસુર-૬ ૨૨મી મે, ૧૯૭૫. Page #12 -------------------------------------------------------------------------- ________________ લેખકીય ૧૯૭૩ના નવેમ્બરમાં મે સાનંદાશ્ચર્ય અનુભવ્યું. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ઉપકુલપતિ ડૉ. રમેશ એસ. મહેતાએ જૈન દર્શન વિશે પુસ્તક લખવાનું ઉત્તરદાયિત્વ હું સ્વીકારી શકે કે કેમ, તે વિષે પુછાવતે સૌજન્યભર્યો પત્ર મને લખ્યો હતો. વિશ્વના પ્રમુખ ધર્મો વિષેનાં પુસ્તકોનું પ્રકાશન કરતાં ટ્રસ્ટની સલાહકાર સમિતિએ મારું નામ સૂચવ્યું હોવાથી તેમણે મને પત્ર લખ્યો હતે. પુસ્તક લખવાનું ઉત્તરદાયિત્વ મેં સ્વીકાર્યું. મારા માનવા મુજબ ટ્રસ્ટને મુખ્ય હેતુ “ભિન્ન ભિન્ન પંથને અનુસરતા લોકોમાં ઉદારતા વધારવાનો” હતો. તેથી, જૈનધર્મની પ્રાચીનતા તેમજ તેના કેટલાક મૂળભૂત સિદ્ધાંતે વિશેના કેટલાક ખોટા ખ્યાલો દૂર કરવા ઉપરાંત, દિગંબર તેમજ શ્વેતાંબર બંને પંથોને સ્વીકાર્ય એવા આધારભૂત ધર્મગ્રંથના સંદર્ભમાં જૈન ધર્મના વિવિધ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાને મેં પ્રયાસ કર્યો છે. દરેક પ્રકરણમાં વિચારાયેલ વિષય પર પ્રસ્તુત મૂળ શ્લોકોને, ભાવને હાનિ ન પહેચે એ રીતે, મુકત અનુવાદ કર્યો છે. દરેક વિષય પર સુસંગત, યથાર્થ અને સ્પષ્ટ વિચાર કરવાનો પ્રયાસ કર્યો છે. આ મહાન અને અતિપ્રાચીન ધર્મના સિદ્ધાંતના સર્વને, બને તેટલા તટસ્થભાવે, અતિશયોક્તિ વગર, રજૂ કરવા હું પ્રયત્નશીલ રહ્યો છું, જેથી તેના તત્ત્વજ્ઞાનને યથાર્થ અને સુનિશ્ચિતરૂપે સમજી શકાય. સિદ્ધાંતોની રજૂઆતમાં પ્રમાણભૂત રહેવાનું, મારું, આરંભથી અંત સુધી લક્ય રહયું છે. આ કાર્યમાં હું કેટલે અંશે સફળ થયો છે તે વાચકેએ નક્કી કરવાનું છે. વર્તમાન યુગના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦મે વર્ષે આ પુસ્તકનું પ્રકાશન થાય છે તે પણ એક સુખદ યોગ છે. સૌ પ્રથમ, આ પુસ્તક લખવાની તક આપવા માટે પ્રકાશન સમિતિના ટ્રસ્ટીઓને અને વિદ્યાપીઠના ભૂતપૂર્વ ઉપકુલપતિ શ્રી રમેશ એસ. મહેતાનો હું આભાર માનું છું. ડૉ. એ. એન. ઉપાધ્ય, એમ. એ. ડી. લિટ, અધ્યક્ષ, જૈનોલોજી અને પ્રાકૃત વિભાગ, કર્ણાટક યુનિવર્સિટી, પ્રત્યે પણ હું મારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રસિદ્ધ સંશોધક વિદ્વાન છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ [ x ] પ્રાચ્યવિદ્યાના વિવિધ સામયિકોમાં તેમણે લગભગ સો જેટલા મૌલિક, વિદ્વત્તાપૂર્ણ સંશોધનલેખોનું પ્રકાશન કર્યું છે. તેમણે પચ્ચીસથી પણ વધુ પ્રાચીન ધર્મગ્રંથોનું સંપાદન કરી તેમને પ્રગટ કર્યા છે. આ સંપાદને વિવિધ હસ્તપ્રતોનાં તુલનાત્મક અધ્યયન અને પ્રખર વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓથી યુકત છે. ૧૯૭૪માં બેલ્જિયમના ભુવન ખાતે ભરાયેલી ધર્મ અને શાંતિ માટેની વિશ્વપરિષદમાં તે જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય ભારતીય પ્રણિધિ હતા. પોતાના પ્રવૃત્તિમય, વ્યસ્ત કાર્યભારની વચ્ચેથી, આ હસ્તપ્રતને જોઈ જવાની, આ પુસ્તકનું યોગ્ય શીર્ષક *Compendium of Jainism ‘ સુચવવાની, તેમજ બીજાં ઘણાં ઉપયોગી સૂચન કરવા માટે સમય ફાળવવાની સુજનતા તેમણે દાખવી છે. આ પુસ્તકને સુંદર અને ઉદાર પ્રસ્તાવના આપીને તેમણે શોભાવ્યું છે. મારા જયેષ્ઠ પુત્ર શ્રી બાહુબલિ તુકોલ, બી. ઈ. (ઓનર્સ)ને પણ, આ પુસ્તકની હસ્તપ્રતના સ્વચ્છ અને સુયોગ્ય ટાઈપિંગમાં ઊંડો રસ લેવા માટે, મારે નિર્દેશ કરવો જોઈએ. બીજા સંપ્રદાયો પ્રત્યે સન્માન અને વિશાળ દષ્ટિકોણ રાખી, તેમને ઉદારભાવે સમજવાનો ઉપદેશ આપતા અનેકાન્તવાદનું પ્રતિપાદન કરતા જૈનધર્મના મૂળ સિદ્ધાંતથી આ પુસ્તક વાચકોને માહિતગાર કરશે તે હું ઘણો કૃતકૃત્ય થઈશ. ટી. કે. તુકેલા બેંગ્લર ૧૧. ૨૨મી મે, ૧૯૭૫. Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન નં. પ્રકરણ ૧. જૈન ધમ અને તેની પ્રાચીનતા ૧–૧૯ જૈન ધર્મ અને તેની પ્રાચીનતા (૧), જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ (૪) જૈન ધર્મ હિંદુધર્મની શાખા છે ? (૭) વેદ તેમજ બીજા સંદર્ભો (૯) વેદોના સમય (૧૧), મેાહોદરો અને હરપ્પા (૧૨) આલેખા (૧૪) પરદેશી વિદ્રાના (૧૫) ભારતીય વિદ્રાના (૧૫), ન્યાયાધીશોના અભિપ્રાય (૧૭), ઉપસંહાર (૧૮) પ્રકરણ ૨. તીકરા અને ભગવાન મહાવીર ૨૦-૩૫ તીર્થંકરો અને ભગવાન મહાવીર (૨૦), ૠષભ (૨૧), મુનિસુવ્રત (૨૫), અરિષ્ટનેમિ અથવા નેમિનાથ (૨૬), પાર્શ્વનાથ (૨૭), ભગવાન મહાવીર (૨૯), ગણધરો (૩૪). પ્રકરણ ૩. મહાવીર પછીના સમય અને વિચ્છિન્ન સ’પ્રટ્ઠાયા ૩૬–૪૫ મહાવીર પછીના સમય અને વિચ્છિન્ન સંપ્રદાયા (૩૬) દિગંબર (૪૦), દિગંબરોના પેટા સંઘો (૪૦), શ્વેતાંબરોના પેટા સંઘા (૪૧) યાપનીય સંઘ (૪૪). પ્રકરણ ૪. ઈશ્વર અને પૂજા વિષેના વિચારો ઈશ્વર અને પૂજા વિષેના વિચારો (૪૬) પૂજા વિષેના વિચારો (૫૧). પ્રકરણ ૫. વિશ્વ ૪૬-૫૬ પ્રકરણ ૬. જીવ અથવા જીવ વિષેના સિદ્ધાંત પ્રકરણ ૭. 'ના સિદ્ધાંત ૭-૫ કર્મના સિદ્ધાંત (૭૯) આઠ પ્રકારનાં કર્મો (૮૨) ઘાતિ કર્મ (૮૩) જ્ઞાનાવરણીય કર્મ (૮૩) દર્શનાવરણીય (૮૪), અન્તરાય (૮૫), મોહનીય (૮૬), નાકષાય (૮૮), અઘાતીય કર્મ (૮૮) આયુષ્કર્મ (૮૯), નામકર્મ (૯૦), ગોત્રકર્મ (૯૨), વેદનીય કર્મ (૯૩) ૫૭-૬૪ ૫-૭૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ [ si] પ્રકરણ ૮. લેશ્યાને સિદ્ધાંત ૯૬–૧૦૩ પ્રકરણ ૯. સાત તો (કર્મસિદ્ધાંત ચાલુ) ૧૦૪-૧૧૬ સાત તો (૧૦૪), આસવ અથવા કર્મપ્રવાહ (૧૦૫) બંધ (૧૦૬) સંવર (૧૦૯) નિર્જરા (૧૧૩), મેક્ષ (૧૧૫). પ્રકરણ ૧૦ નવ પદાર્થો ૧૧૭–૧૨૧ પ્રકરણ ૧૧. ગુણસ્થાને અથવા જીવની આધ્યાત્મિક ઉન્નતિની ચૌદ કેટિઓ ૧૨૨-૧૩૪ ગુણસ્થાન (૧૨૨), મિથ્યાત્વ (૧૨૩), સાસજીવન (પતન) (૧૨૪), સમ્યક મિથ્યાષ્ટિ (૧૨૫), અવિરતસમ્યકત્વ (૧૨૫), દેશવિરત (આંશિક વ્રત) (૧૨૬), પ્રમતવિરત (૧૨૭), અપ્રમત્તવિરત (૧૨૮), અપૂર્વકરણ (૧૨૮), અનિવૃત્તિકરણ (૧૨૯), સૂક્ષ્મસંપરાય (૧૨૯) ઉપશાંતમૂહ (૧૨૯) ક્ષીણમેહ (૧૩૦) સોગ કેવલી (૧૩૦) અગ કેવલી (૧૩૧). પ્રકરણ ૧૨. રત્નત્રય ૧૩૫-૧૯ રત્નત્રય (૧૩૫), સમ્યક્ દર્શન (૧૩૭), સમ્યક્ જ્ઞાન (૧૪૨), સમ્યક્ ચારિત્ર (૧૪૭) પ્રકરણ ૧૩. જૈન નીતિશાસ્ત્ર અથવા જીવનપદ્ધતિ ૧૫૦–૧૭૭ જૈન નીતિશાસ્ત્ર (૧૫૦) શ્રાવક ધર્મ (૧૫૨) અહિસા (૧૫૩) સત્ય (૧૫૮) અચૌર્ય (૧૬૧) બ્રહ્મચર્ય (૬૨) અપરિગ્રહ (૧૬૪) અષ્ટમૂલગુણ (૧૬૬), ગુણવતે (૧૬૭), દિવ્રત (૧૬૮), અનર્થદણ્ડવ્રત (૧૬૮), ભેગેપભેગપરિમાણવ્રત (૧૭૦), શિક્ષાવ્રત (૧૭૧) દેશાવકાશિક (૧૭૧) સામાયિક (૧૭૨), પષધોવાસ (૧૭૪) વૈયાવૃત્ય (૧૭૫). પ્રકરણ ૧૪. અગિયાર પ્રતિમાઓ અથવા ગૃહસ્થનાં જીવનના ૧૭૮-૧૮૩ અગિયાર પ્રતિમાઓ (૧૭૮) દર્શનપ્રતિમા (૧૭૮) વ્રતપ્રતિમા (૧૭૯), સામાયિકપ્રતિમા (૧૭૯), પિષધોપવાસપ્રતિમા (૧૭૯), સચિત્તયાગપ્રતિમા (૧૭૯), રાત્રિભેજનત્યાગપ્રતિમા (૧૮૦) બ્રહ્મચર્યપ્રતિમા (૧૮૦) આરંભત્યાગપ્રતિમા (૧૮૦) પરિગ્રહત્યાગ (૧૮૧) અનુમતિત્યાગ (૧૮૧) ઉદ્દિષ્ટ ત્યાગપ્રતિમા (૧૮૨) Page #16 -------------------------------------------------------------------------- ________________ [ xiii ] પ્રકરણ ૧૫. દશ ધર્મ ૧૮૪–૧૯૬ દશ ધર્મ (૧૮૪) ઉત્તમ ક્ષમા (૧૮૫), ઉત્તમ માર્દવ (૧૮૬), ઉત્તમ આર્જવ (૧૮૮), ઉત્તમ સત્ય (૧૮૮) ઉત્તમ શૌચ (૧૮૯) ઉત્તમ સંયમ (૧૯૦) ઉત્તમ ત૫ (૧૯૨), ઉત્તમ ત્યાગ (૧૯૩) ઉત્તમ અકિંચન્ય (૧૯૪), ઉત્તમ બ્રહ્મચર્ય (૧૯૫). પ્રકરણ ૧૬ સાધુઓના નીતિનિયમ ૧૯૭–૨૧૦ પ્રકરણ ૧૭. સલ્લેખના ૨૧૧-૨૧૬ પ્રકરણ ૧૮. મોક્ષમાર્ગ ૨૧૭-૨૩૦ પ્રકરણ ૧૯. અનેકાન્તવાદ (સ્યાદ્વાદ) ર૩૧-૨૪૬ અનેકાન્તવાદ (૨૩૧), નયવાદ (૨૩૪), સ્યાદ્વાદ (૨૩૭) પ્રકરણ ૨૦. જૈન ધર્મ અને આધુનિક વિચાર ૨૭-૨૬૦ સંદર્ભસૂચિ Page #17 -------------------------------------------------------------------------- ________________ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ જૈન ધર્મ અને તેની પ્રાચીનતા મનુષ્યના ચિંતનને ઇતિહાસ દર્શાવે છે કે મનુષ્ય સતત સત્ય અને સુખને શોધતો રહ્યો છે. દુઃખ અને વિટંબણાઓથી તે બચવા માંગે છે. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી તેના સુખ અને દુઃખની સમસ્યાઓનો ઉકેલ એના, સમાજના અથવા વધુ વિશાળ દષ્ટિએ જોતાં, જગતના સંદર્ભમાં હોવો ઘટે. મનુષ્યને એક આત્મા છે અને એક દેહ છે. સુખ કે દુઃખ આનંદ કે આપત્તિની કોઈ પણ અનુભૂતિમાં, આત્મા અથવા દેહ અથવા તે બંનેની સાથે સંબંધ ધરાવે છે. વળી, આ ઉપરાંત વિશ્વ પણ છે. મનુષ્ય અને વિશ્વનો સંબંધ વિજ્ઞાન અને ધર્મ બંનેને વિષય છે અને બંનેનું એક સાધારણ લક્ષ્ય છે—સત્યની શોધ. પ્રકૃતિની ઘટનાઓમાં રહેલી વ્યવસ્થાને શોધવાનું કામ વિજ્ઞાનનું છે. પુરાણ કે રહસ્યવાદને આશ્રય લીધા વગર, પ્રાકૃતિક ઘટનાઓમાં રહેલા નિયમોને તારવવા અને વિશ્લેષણ દ્વારા તેમને સમજાવવા તે કોશિષ કરે છે. બાહા જગતના ક્ષેત્રમાં વિજ્ઞાનની સિદ્ધિઓ તાજુબ કરી દે એવી નોંધપાત્ર છે, પણ સત્ અને જીવનના મર્મને લગતા પ્રશ્નો તેના ક્ષેત્રની બહાર છે. મનુષ્ય અને વિશ્વ, મનુષ્ય અને તેનું કર્તવ્ય, તેનું જીવનધ્યેય, અને ધ્યેયપ્રાપ્તિનો માર્ગ – આ બધાને લગતા પ્રશ્નોને ઉત્તર આપવા દરેક ધર્મ પ્રયાસ કર્યો છે. ઉપદેશ અને ઉદાહરણ દ્વારા આ પ્રશ્નને ઉત્તર વખતોવખત ઘણા સંત અને ઋષિઓએ આપ્યો છે. તેમણે જે કાંઈ કહ્યું કે કર્યું તેની તવારીખ રચાઈ ગઈ અને તે તેમના ધર્મોના પંથ બની ગયા. એક જ મુદ્દા પર તેમની માન્યતાઓ ભિન્ન ભિન્ન હતી, અને આ મુદ્દો હતો ઈશ્વરનું અસ્તિત્વ, તેના ગુણ અને તેનાં કાર્યો. વિશ્વ પરમેશ્વરનું સર્જન છે એવું જૈન ધર્મ સ્વીકારતો નથી. વિશ્વ જીવ અને અજીવનું બનેલું છેઆ બંને નિત્ય, અસુષ્ટ, સહ-અસ્તિત્વ ધરાવતા અને સ્વતંત્ર છે. અજીવ પાંચ પ્રકારના છે; પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાલ અને Page #19 -------------------------------------------------------------------------- ________________ .. આકાશ. જીવ જ્ઞાન અને દર્શનના ગુણા ધરાવે છે, રૂપરહિત છે, કર્તા છે, કર્મફળના ભાકતા છે, અને ઊર્ધ્વગતિ ધરાવે છે. તે સંસારમાં વસે છે અને પૂર્ણાવસ્થામાં સિદ્ધ છે. જીવ અમર છે જ્યારે દ્રવ્ય અવિનાશી છે. સૃષ્ટિના કારણ તરીકે વેદાન્તી માત્ર બ્રહ્મને જ સ્વીકારે છે. જૈન ધર્મ માને છે કે વનસ્પતિ અને ધૂળના કણ, શીતળ જળ, અગ્નિ અને પવન-દરેકને જીવ છે. આ વૈજ્ઞાનિક વર્ગીકરણનાં મૂળ વેદોમાં કે હિંદુઓએ પવિત્ર માનેલા બીજા ધર્મગ્રંથામાં મળતાં નથી. ઉપનિષદો આત્માનાં એકત્વ અને તેનાં સર્વોપરિ અસ્તિત્વ પર ભાર મૂકે છે તેા બુદ્ધ તત્ત્વવિદ્યાના પ્રશ્નામાં બહુ પડતા નથી અને તેમને અવ્યકત કહે છે. આત્મા અને દેહ, જગતનાં સ્વરૂપ કે મૃત્યુ પછી જીવનનાં અસ્તિત્વ કે અભાવ જેવા પ્રશ્નાના વિધેયાત્મક કે નકારાત્મક જવાબ આપવા તેઓ માંગતા નથી અને આવા વિષયો પર ચિંતન કરવાની તેઓ ના કહે છે. જૈન ધર્મના ઈશ્વરજ્ઞાનના ખ્યાલા સ્પષ્ટ અને બુદ્ધિયુક્ત છે. પૂર્ણ આનંદ કે જ્ઞાન વગેરે મૂળ ધર્મ જેણે પ્રાપ્ત કર્યા છે એવા મુક્ત આત્માને જૈન ધર્મ ઈશ્વર માને છે. ઈશ્વર વ્યક્તિ કે સૃષ્ટિ પર અંકુશ ધરાવતા નથી. સંપૂર્ણતાને આદર્શ ઈશ્વરત્વ છે. તે કોઈને કૃપા કે સુખનું દાન આપી નથી શકતા તેમ કોઈનાં સુખદુ:ખને નાશ પણ કરી શકતા નથી. હિન્દુધર્મ એક એવા ઈશ્વરને માન્ય રાખે છે જે સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક છે. પ્રત્યેક મનુષ્યની પૂર્ણત્વ અથવા ઈશ્વરત્વ પામવાની શક્તિના સિદ્ધાંત સાથે સુસંગત રીતે જૈન ધર્મના નીતિના સિદ્ધાંતો એવી આચારસંહિતા નિયત કરે છે, જે, જીવનના મૂળમાં અહિંસા સ્થાપીને વ્યક્તિને આદર્શ માનવ બનાવવા માંગે છે. જગતના પ્રત્યેક પ્રાણીના કલ્યાણને લક્ષમાં રાખી તે વિશ્વવ્યાપી પ્રેમને ઉપદેશે છે. સ્વાર્થ, લાભ, ક્રોધ અને માન જેવા આવેગે જ આપણી દુર્દશા અને દુ:ખનાં કારણરૂપ છે. કોઈ પણ ભાગે તેમના પરિહાર કરવાના છે અને નિ:સ્વાર્થતા, દાન, કરુણા, ક્ષમા તેમજ જીવને ઉન્નત કરે અને સમાજમાં બીજાંને સુખ આપે એવા ગુણાથી તેમને પરાજય કરવાના છે. ગૃહસ્થ જીવનમાં અગિયાર પ્રતિમાઓમાં ક્રમશ: નૈતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ પ્રાપ્ત કરવાને માર્ગ બતાવીને અંતે કૌટુંબિક જીવન સાથેનાં સઘળાં બંધને તોડી નાંખવાનાં હોય છે. આત્માને માટે તે ચૌદ ગુણસ્થાના ( આધ્યાત્મિક ઉન્નતિની અવસ્થા ) સ્વીકારે છે અને ગૃહસ્થની અગિયાર અવસ્થાને પાંચમા ગુણસ્થાનમાં સમાવેશ કરે છે. પાંચ અણુવ્રતાનું રોજના જીવનક્રમમાં પાલન કરવાનું હોય છે: અહિંસા, સત્ય, અસ્તેય, Page #20 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય અને સીમિત પરિગ્રહ. આ વ્રત વ્યકિતનું કલ્યાણ તો કરે જ છે પણ તેમની પાછળ સામાજિક કલ્યાણનો ઉન્નત આશય પણ રહેલો જ છે. તેવી જ રીતે ધર્મગ્રંથનું દૈનિક અધ્યયન, દાન, અને પૂજાના નિયમો સામાન્ય જનને વિશુદ્ધ અને વિચાર તેમજ આચરણમાં નિર્મળ રહેવામાં મદદરૂપ થાય છે. સાધુઓ અને સાધ્વીઓ માટેના નીતિનિયમો હજી વધારે કઠોર છે અને માનવજીવનના દરેક પાસાંને આવરી લેનારાં છે. ધાર્મિક આદર્શ માટેની નિષ્ઠાને વિકાસ, તેમજ વિચાર, વાણી અને કર્મની વિશુદ્ધિ પ્રાપ્ત કરવાં એ જૈન ધર્મના ક્રિયાકાંડનું લક્ષ્ય છે. મનુષ્યને ધર્મપરાયણ જીવન ગાળવામાં અને સર્વજ્ઞ તીર્થકરોએ ચીંધેલા પૂર્ણત્વના ધ્યેયના સાક્ષાત્કારમાં મદદરૂપ થવાને તેને ઉદ્દેશ છે. જૈન ધર્મ જિનો અથવા તીર્થકરોએ દર્શાવેલી જીવનપદ્ધતિ છે. આ ધર્મ પોતાના અનુયાયીઓને કર્મનો ક્ષય કરી પરમ સુખની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે. સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ રત્નત્રય મુક્તિ અથવા મોક્ષને માર્ગ બની રહે છે. આ ત્રણ ભેગાં હોય તે જ પૂર્ણત્વની પરાકાષ્ઠાએ પહોંચી શકાય. પ્રવર્તમાન સમયચક્રમાં થઈ ગએલા અને ઈશ્વરત્વ પ્રાપ્ત કરી ચુકેલા ચોવીસ તીર્થં કોનું એ જીવનસંગીત છે. જૈન પરંપરા પ્રમાણે પ્રથમ તીર્થકર ઋષભદેવ છે અને છેલ્લા મહાવીર છે. “જૈનોના ચોવીસ તીર્થકરોની પરંપરામાં પ્રથમ તીર્થંકર ઋષભે અહિંસાધર્મ પ્રદર્શિત કર્યો. આમાં છેલ્લા મહાવીર હતા અને તેઓ બુદ્ધના અગ્રજ સમકાલીન હતા. જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં વધુ પ્રાચીન છે, ઈ. પૂ. ૫૯૯ થી ૧૨૭માં થઈ ગએલા મહાવીર જૈન ધર્મના સ્થાપક નથી અને તેમનાથી અઢીસો વર્ષ પૂર્વે થઈ ગએલા પાર્થ પણ ઐતિહાસિક વ્યકિત હતા એવું હવે સ્વીકારાયું છે. સ્થળે ઉપદેશેલો અહિંસાધર્મ આર્યોના ભારતમાં થએલાં આગમન પહેલાંને ધર્મ હોય અને તે સમયમાં પ્રવર્તતી સંસ્કૃતિ હોય એ શક્ય છે.” ભારતના પ્રાચીન ઇતિહાસ અને દર્શનના ક્ષેત્રોમાં થએલાં નવીન સંશોધન ઘણાં આગળ વધ્યાં છે છતાં કેટલાક વિદ્વાન એવાં વિધાન કરે છે કે જૈન ધર્મ વૈદિક બ્રાહ્મણ ધર્મની એક શાખા છે અને જૈન ધર્મના અનુયાયીઓ, બૌદ્ધોની જેમ, હિંદુ ધર્મના વિરોધીઓ છે. આર્નોલ્ડ ટોયલ્બી જેવો પ્રતિષ્ઠિત ઇતિહાસકાર પણ એવો દાવો કરે છે કે મહાવીર “જૈન ધર્મના સ્થાપક' છે; જેનોને તેઓ “લુપ્ત થએલા સમાન સમાજોના અવશેષરૂપ” કહે છે. તેઓ આગળ Page #21 -------------------------------------------------------------------------- ________________ નોંધે છે: “તેવી જ રીતે, ભારતના જેને અને સિલોન, બ્રહ્મદેશ તેમજ સિયામના હીનયાન પંથના બૌદ્ધો, મૌર્ય સામ્રાજ્યમાં વિકસતા ભારતીય સમાજના અવશેષરૂપ છે એવું જોઈ શકાય છે.” આ મત ભૂલભરેલ ન ગણીએ તે પણ તે અપૂરતી સામગ્રીને આધારે ઘડાયો છે એ તે દેખીતું જ છે. હવે પછીનાં પૃષ્ઠો દર્શાવશે કે જૈન ધર્મ કોઈ બીજા ધર્મમાંથી ઉગી નીકળ્યો નથી તેમજ “અવશેષરૂપ” શબ્દોથી સુચવાયો છે તેવો પુરાણ, અપ્રચલિત ધર્મ પણ નથી. સંખ્યાની દૃષ્ટિએ જેને ઓછા છે તે સાચું છે પણ ભારતનાં દર્શન, સાહિત્ય, કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિની સમૃદ્ધિમાં તેઓ હમેશાં નેધપાત્ર પ્રદાન કરતા રહ્યા છે. ધર્મના અભ્યાસીને માટે જૈન ધર્મ મહત્ત્વને છે, કારણ કે એ ધર્મનાં મૂળ ઘણા પ્રાચીન સમયમાં છે. આપણે જાણીએ છીએ કે જૈનના ધાર્મિક ગ્રંથે પ્રાચીન છે અને આપણે જેને શાસ્ત્રીય સંસ્કૃત કહીએ છીએ તેના કરતાં તે બેશક વધુ પ્રાચીન છે જ. હવે પછીનાં પૃષ્ઠોમાં દર્શાવેલી, નવીન સંશોધકોએ પ્રકાશમાં આણેલી ઘણી વિગતો ટોયલ્બીની ધ્યાન બહાર રહી ગઈ લાગે છે. શ્રીમતી સીલેર સ્ટીવન્સન એ મત ધરાવે છે કે ઈ. પૂ. છઠ્ઠા સૈકામાં, લગભગ એક જ સમયે બૌદ્ધ અને જૈન ધર્મને ઉદય થયો હશે. આ સમય એવો હતો કે જ્યારે નાનાં રાજ્યો વચ્ચે સતત ચાલુ રહેતાં યુદ્ધોએ સામાન્ય પ્રજાનું જીવન યાતનાઓ અને અત્યાચારોથી ત્રાસભર્યું બનાવી દીધું હશે. આવા શોકપૂર્ણ જગતમાં પુનર્જન્મ પામવાના ભયમાંથી છુટકારો મેળવવા કોઈ પણ માણસ ઈચ્છે. પોતાની પાસેથી ઝુંટવી લેવાય તેવી બધી વસ્તુઓનો ત્યાગ કરી, સ્વેચ્છાએ બધા પરિગ્રહો અને બધી લાગણીઓનો પરિહાર કરી, રાજા કે કીસ્મતની લોલુપ દૃષ્ટિમાંથી બચી જવાની કોઈ પણ વ્યકિત ઈચ્છા રાખે જ. આવા મતો વધારે ટાંકવાની જરૂર નથી. પણ આમાંથી જૈન ધર્મની પ્રાચીનતા અંગે આ ત્રણ પ્રશ્ન ઊભા થાય છે : (૧) જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા છે? (૨) જૈન ધર્મ હિંદુ ધર્મની શાખા છે? (૩) વૈદિક ધર્મ કરતાં તે વધુ પ્રાચીન છે? જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બંને ધર્મો એક જ સમયે ઉભવ પામ્યા એ શ્રીમતી સ્ટીવન્સનને મત યોગ્ય નથી. એમના પુસ્તકની પ્રસ્તાવના લખનાર જ્યો પી. ટેલર પણ શ્રીમતી સ્ટીવન્સનને વિરોધ કરે છે. તેઓ કહે છેઃ “જૈન ધર્મ વિષેના Page #22 -------------------------------------------------------------------------- ________________ આપણાં જ્ઞાનમાં છેલ્લાં ત્રીસ વર્ષોમાં વિદ્વાનોનાં એક નાનાં જૂથે ઘણો વધારે કર્યો છે. આ વિદ્વાનોમાં સ્વ. હેફાથ, પ્રો. બૂલર, પ્રો. યાકોબી અને ડૉ. હર્નેલ મુખ્ય છે. લાંબા વખત સુધી એવું મનાયું હતું કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મને એક પેટા સંપ્રદાય છે. પણ ઉપર નિદેશેલા પ્રાચ્યવિદ્યાવિદોનાં સંશોધનને પરિણામે, આ મત હવે પડતો મુકાયો છે અને એવું સ્વીકારાયું છે કે જૈન ધર્મ ભારતની સૌથી પ્રાચીન ધર્મવ્યવસ્થા છે. એટલે, બૌદ્ધ ધર્મની માત્ર ભિન્ન શાખા હોવાને બદલે, બે વિધર્મોમાં જૈન ધર્મ વધુ જૂનો છે અને હવે સુનિશ્ચિત છે કે મહાવીર, બુદ્ધના સમકાલીન હોવા છતાં, બુદ્ધનાં મૃત્યુ કરતાં લગભગ પચાસ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા” આ અભિપ્રાય બાજુએ રાખીએ તો પણ, બૌદ્ધ ઇતિહાસ અને સાહિત્ય એવું સ્થાપિત કરે છે કે જગતનો ત્યાગ કર્યા પછી કેટલાક સમય માટે બુદ્ધ જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વના સંપ્રદાયના અનુયાયી થયા હતા. બૌદ્ધ સાહિત્યમાં મહાવીરને નિગ્રંથ નાતપુર તરીકે વર્ણવવામાં આવ્યા છે. મામ નિવાથ માં મહાવીરને અનુસરતા સાધુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ સાધુએ એવું કહેતા કે તેમના ગુરૂ સર્વજ્ઞ છે અને તેમણે તેમના (સાધુઓના) પૂર્વજન્મની વિગતો તેમની આગળ કહી હતી. બુદ્ધ પોતે પોતાના શિષ્યોને, પોતે નગ્ન ગયા, પોતાની હથેળીમાં ભેજન કર્યું અને આહારના વિવિધ નિયમોનું પાલન કર્યું તે વાત વર્ણવી છે. એમને પ્રથમ આચાર જૈનોના રિવાજ સાથે તદ્દન મળતા આવે છે. પ્રથમ બુદ્ધના અનુયાયી, પરંતુ શારીરિક અને માનસિક કર્મોના તુલનાત્મક ગુરૂત્વ વિષે બુદ્ધ સાથે મતભેદ થતાં અંતે જૈનધર્મને અંગીકાર કરતા ઉપાલિને નિર્દેશ પણ આ પુસ્તકમાં છે. ઘMા બૌદ્ધધર્મનું બાઈબલ છે. પાલીમાં લખાએલા ધર્મગ્રંથ ગિરિમાં બુદ્ધને મૂળ ઉપદેશ છે. આ ગ્રંથના જુદા જુદા ભાગોમાંથી ઉધૂત કરેલા શ્લોકોને સંગ્રહ તે જ ધમ્મપદ. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને શ્રમણ સંસ્કૃતિના પ્રવાહો છે અને સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણ શબ્દોની નવી વ્યાખ્યા આપવા પ્રયાસ કરે છે. આ વ્યાખ્યા અનુસાર બ્રાહ્મણત્વ વંશપરંપરા દ્વારા પ્રાપ્ત નથી થતું પરંતુ વ્યકિતના સદ્ગુણો પર આધાર રાખે છે. (જુઓ ૬ ૩૯૩). ક્ષભ, મહાવીર અને બુદ્ધ શ્રમણ સંસ્કૃતિ ધરાવનાર અને સદ્ગણોને કારણે બ્રાહ્મણ હતા. ધમ્મપદના ૪૨૨મા શ્લોકમાં એ જ કહ્યું છે : उसभं पवरं वीरं महेसिं विजितारिणं ।। अनेज नहातकं बुद्धं तमहं ब्रूमि ब्राह्मणम् ॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ “સર્વશ્રેષ્ઠ ષભ, વિજયવંત અને મહર્ષિ વીર (મહાવીર) અને તૃષ્ણારહિત અને વિશુદ્ધ બુદ્ધને હું બ્રાહ્મણ કહું છું.” આ ઉપરાંત, બંને ધર્મોની તત્ત્વવિદ્યા તેમજ દર્શનશાસ્ત્રની વિભાવનાઓ પણ ભિન્ન છે. જૈનોને સર્વાત્મવાદ વધારે પ્રાચીન છે. બૌદ્ધ ધર્મ પ્રત્યેક વસ્તુને ક્ષણિક માને છે તે જૈન ધર્મ જીવ તેમજ અજીવને નિત્ય માને છે. બૌદ્ધ ધર્મ અનુસાર, એક જન્મ અને બીજા જન્મમાં વ્યક્તિનું સાતત્ય રહેતું નથી. વિશ્વ ક્ષણિક અને આત્મરહિત છે. આત્મા અમર નથી. એક જન્મથી બીજા જન્મ દરમિયાન નવું જીવન ઉદ્ભવે છે અને તે હકીકતોની પરંપરાને એક ભાગ હોય છે. જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એવું દર્શાવતા ઘણા સંદર્ભે શ્રી જ્યોતિ પ્રસાદ જેને ટાંક્યા છે. પ્રૉ. હરમાન યાકોબીએ જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા છે એવા સાધારણ રીતે પ્રવર્તતા પરંતુ બેટા ખ્યાલનો નિર્દેશ કર્યો છે, અને બધી ખોટી શંકાઓને દૂર કરી છે. “જેને બ્રાહ્મણેતર હોવાથી તેમણે વધારે પ્રચલિત ધારણાઓ અને વધારે આદિમ તેમજ અપરિષ્કૃત સ્વરૂપની માન્યતાઓ વિષે વિચાર્યું છે, દા. ત. સર્વાત્મવાદ. બૌદ્ધ ધર્મના તત્ત્વવિદ્યાના સિદ્ધાંતો સર્વથા ભિન્ન છે... પૂર્ણ અને શાશ્વત એવી કોઈ સત્તા નથી. બીજા શબ્દોમાં કહીએ તે સર્વ કાંઈ ક્ષણિક છે. દર્શનશાસ્ત્રની વિચારણામાં મૂળ ભેદ હોવા છતાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બ્રાહ્મણ ધર્મના ક્ષેત્રની બહાર હોવાથી, બાહ્ય રૂપરેખામાં સમાનતાને ભાસ કરાવે છે. આને કારણે કેટલીક વખત ભારતીય લેખકો પણ તેમાં ગુંચવણ કરી બેસે છે. આથી જૈન સાહિત્યના અપૂરતા ખંડો દ્વારા જૈન ધર્મને પરિચય પામેલા કેટલાક યુરોપીય વિદ્વાનોએ માની લીધું કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા છે, અને તેઓ આવું માને તેમાં બહુ નવાઈ પામવા જેવું નથી. પણ તેમની માન્યતા ખોટી છે એવું હવે પુરવાર થઈ ચુકયું છે.. બૌદ્ધોના પ્રમાણભૂત લેખાતા ધર્મગ્રંથે તેમના પ્રતિસ્પધી સંપ્રદાય તરીકે જૈન ધર્મના નિર્દેશ કરે છે, પ્રાચીન “નિર્ગત’ (સંસ્કૃત નિ –પ્રાકૃત નિરંથ) શબ્દનો પણ ઉપયોગ કરે છે, બુદ્ધના સમયમાં તેમના નેતા, નાતપુત્ત મહાવીરને પણ નિર્દેશ કરે છે (જેનેના છેલ્લા તીર્થકરને નાત અથવા નાતપુત્ત પણ કહે છે). જૈન પરંપરાની જેમ, તેઓ પણ પાવાને મહાવીરનું મૃત્યુસ્થળ માને છે. મહાવીર બુદ્ધના સમકાલીન હતા અને પાવામાં મહાવીરનું મૃત્યુ થયું ત્યારે બુદ્ધ જીવતા હોવાથી, મહાવીર તે બેમાં વધુ મોટી હેય એ સંભવિત છે. પરંતુ મહાવીર, બુદ્ધની જેમ, પોતાના સંપ્રદાયના સ્થાપક ન હતા. જેન ધર્મ તેમને પોતાના તીર્થ કર તરીકે સન્માને છે પણ જૈન ધર્મના તેઓ સર્જક ન હતા. બૌધ્ધ પરંપરા સર્વાનુમતે માને છે કે Page #24 -------------------------------------------------------------------------- ________________ બોધિવૃક્ષ નીચે બુદ્ધ સ્વયંસ્કુરણાથી પોતાના ધર્મના મૂળ સિદ્ધાંતનું અન્વેષણ કર્યું હતું. બુદ્ધની પિતાની કૃતિઓમાં પણ આમ જ દેખાય છે. તેમના અનુયાયીઓને તેમને પ્રથમ ઉપદેશ, તેમણે પછીથી પ્રતિપાદિત કરેલાં સિદ્ધાંતોની જેમ, યાદ રાખવાનો હતો. જેના પ્રમાણભૂત ધર્મગ્રંથોમાં મહાવીર વિષે આવી કોઈ પરંપરા જળવાઈ નથી.. આમ એમના પોતાના જ સંપ્રદાયની પરંપરામાં પહેલેથી જ મહાવીર પહેલાં સ્થપાએલા ધર્મને અનુસરતા દર્શાવાયા છે. એથી વધુ કાંઈ હોત, તેઓ જો જૈન ધર્મના સ્થાપક હોત, તો તીર્થકરોનું સન્માન કરવા સદા ય આતુર એવી પરંપરાએ તેમના સન્માનના હકને દબાવી દીધા ન હત... પણ નિ:શંક તેઓ જૈનોના છેલ્લા તીર્થકર છે. તેમના પૂર્વવતી પાર્થ હતા. પાર્થનું અવસાન મહાવીરના અવસાનના ૨૫૦ વર્ષ પૂર્વે થયું હતું.” જૈન ધર્મ હિંદુ ધર્મની શાખા છે? કેટલાક પશ્ચિમના વિદ્વાનેએ એવું પ્રતિપાદિત કર્યું છે કે હિંદુ ધર્મ સામેના બળવાને પરિણામે જૈન ધર્મને ઉદ્ભવ થયો. શ્રીમતી સ્ટીવન્સનનું વિધાન છે: “હમેશાં એ યાદ રાખવું ઘટે કે જૈન ધર્મ બ્રાહ્મણ ધર્મનું બંડખર સંતાન હેવા છતાં છે તો સંતાન જ. હજી જૈનો બ્રાહ્મણ ધર્મની ઘણી પ્રમુખ માન્યતાઓ ધરાવે છે. બંને ધર્મના મૂળ સિદ્ધાંતમાંથી પોતાના મતને સમર્થન આપવાને બદલે તેઓ આટલું કહીને સંતોષ માને છે: “તેમની ઘણી પૂજાવિધિ હિંદુ પૂજાવિધિ સાથે સામ્ય ધરાવે છે. અને તેમના ગોર, હજી બ્રાહ્મણો જ હોય છે. જો કે મંદિરના પૂજારીઓ બ્રાહ્મણો હોતા નથી.” કેટલાક ભારતીય વિદ્વાનો આ મતની સાથે સંમત થાય છે અને કહે છે કે જેને હિંદુ ધર્મના વિરોધીઓ છે અને તેમને ધર્મ વૈદિક હિંદુ ધર્મની એક શાખા છે. શ્રી. બી. એન. લુનિયા એ મત ધરાવે છે કે “ઈ. પૂ. છઠા સૈકામાં આખા જગતમાં માનવમન બૌદ્ધિક રીતે અત્યંત સતેજ બન્યાં હતાં, ભારતના હિંદુઓ પિતાની પ્રાચીન દાર્શનિક માન્યતાઓથી અસંતુષ્ટ હતા; તેમને સરળ પૂજાવિધિ જોઈતી હતી અને જૈન ધર્મ બ્રાહ્મણ ધર્મની સુધારક પ્રવૃત્તિરૂપે આવ્યો હતો.” પ્રચલિત માન્યતા એવી છે કે હિંદુઓના પશુમાર્ગની વિરૂદ્ધ જેમણે બંડ કર્યું તેમનો ધર્મ તે જૈન ધર્મ. બંને ધર્મોના દાર્શનિક અને તત્ત્વવિદ્યાના વિચારોના મૂળ ભેદોને આધારે આ પ્રશ્ન ઉકેલવાને છે. દિવ્ય ઉત્પત્તિ ધરાવતા મનાતા વેદમાં મુખ્યત્વે ત્રણ દેવોની Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ કરતા શ્લોકો મળે છે. સૂર્ય, ઈન્દ્ર અને અગ્નિ. આ ત્રણ વૈદિક સમયના પ્રમુખ દેવતાઓ છે. વરુણ સૃષ્ટિની વ્યવસ્થાના સંરક્ષક, સર્વવ્યાપી અને લોકોને તેમના પાપની સજા કરનારા દેવ મનાતા હતા-પૂજાવિધિમાં યજ્ઞ અત્યંત મહત્ત્વનો હતો. દેવની કૃપા મેળવવા તેમને સંતુષ્ટ કરવા એ યજ્ઞનો પ્રધાન હેતુ હતા. પાછળથી, બ્રાહ્મણોના સમયમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવ્યા. ઉપનિષદોના સમય દરમ્યાન પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત પ્રચલિત થયા. પુનર્જન્મમાંથી મુકિત મેળવવા માટે આત્માને બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરવો જોઈએ એવું મનાયું. મનુષ્ય જ્યારે બ્રહ્મની અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે હર્ષ અને શોકમાંથી મુકત બને છે. ઉપનિષદોના સાહિત્યમાં સર્વત્ર વ્યકિતના અને સમષ્ટિના આત્માનું એકય, પુન: પુનઃ, જુદી જુદી રીતે દર્શાવાયું છે. સમષ્ટિના આત્માના ઐકયનાં સ્વરૂપ અને લક્ષણોનાં જુદાં જુદાં અર્થઘટન કરવામાં આવ્યાં છે. ઉપનિષદોને પ્રધાન વિષય “તરવસ’–‘તું (વ્યકિત) તે (સમષ્ટિ) છે” એવો છે. હિન્દુ ધર્મના આ મૂળ સિદ્ધાંત અને જૈન ધર્મ વચ્ચે ઘણું ઓછું સામ્ય છે. શ્રીમતી એન. આર. ગુસેવાએ બંને ધર્મની ભિન્નતાના મુદ્દા નોંધ્યા છે: “વૈદિક બ્રાહ્મણ ધર્મથી જૈન ધર્મ ઓછામાં ઓછા આઠ મુદ્દાઓથી જુદો પડે છે. આ મુદ્દાઓ એટલા બધા વજુદવાળા છે કે તે જૈન ધર્મને બ્રાહ્મણ ધર્મનો સંપ્રદાય કે બીજી કોઈ પ્રકારની ઉપજ માનવાની કોઈ શકયતાને પુષ્ટ કરતા નથી. આ મુદ્દાઓ આ પ્રમાણે ગણાવી શકાય : જૈન ધર્મ (૧) વેદોની પવિત્રતાને સ્વીકાર કરતો નથી. (૨) દેવ પૂજાના મુખ્ય લક્ષ્ય છે એ સિદ્ધાંતને તે પ્રતિવાદ કરે છે. (૩) હિંસક યજ્ઞો તેમ જ બ્રાહ્મણ ધર્મના ઘણાં ક્રિયાકાંડોને અસ્વીકાર કરે છે. (૪) બ્રાહ્મણ સમાજની વર્ણવ્યવસ્થાને સ્વીકાર કરતા નથી. (૫) બીજાના જીવનની રક્ષા કરવાનો આદેશ આપે છે. (૬) સાધુ ધર્મને આદેશ આપે છે. (૭) અનુષ્ઠાન વખતે નગ્ન રહેવાનો આદેશ આપે છે. (૮) સ્ત્રીઓને સાધુવૃત્તિ તેમજ ધર્મગ્રંથોના વાચન વગેરેની છુટ આપે છે.” હું ઉમેરવાની રજા લઉં કે સૃષ્ટિ પરમેશ્વરે સર્જી કે પરમેશ્વર સૃષ્ટિને રક્ષક છે એવું જૈન ધર્મ માનતા નથી તો પણ આ બંને ધર્મો અને બૌદ્ધ ધર્મમાં ત્રણ તો સમાન છે : (૧) જીવના પુનર્જન્મની માન્યતા (૨) કર્મનો સિદ્ધાંત જેના અનુસાર દરેકે પોતાનાં કર્મનાં ફળ ભોગવવાનાં હોય છે. (૩) મુકિત અથવા મોક્ષ પ્રાપ્તિની શક્યતામાં માન્યતા. આ ત્રણ તો બ્રાહ્મણ ધર્મો વેદવિરોધી ધર્મોમાંથી લીધાં અને આનો અર્થ એવો થયો કે આર્યો આ તત્ત્વોને જૈન ધર્મમાં લાવે એવી સંભાવના નહીંવત્ છે. national Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપર જે કાંઈ કહેવાયું તે પરથી સ્પષ્ટ થશે કે જૈન ધર્મના સિદ્ધાંતા હિંદુ ધર્મથી મૂળભૂત રીતે ભિન્ન છે તેથી જૈન ધર્મ હિંદુ ધર્મની શાખા ન હ।ઈ શકે. તે પછી પ્રશ્ન ઊભા થાય છે કે જૈન ધર્મ હિંદુ ધર્મ કરતાં વધુ જૂના છે? વેઢ તેમજ બીજા સÒ ઋગ્વેદ, યજુર્વેદ અને પુરાણામાં જૈન તીર્થંકરો, શ્રમણા, અર્હતા અને તેમના સિદ્ધાંતાના ઉલ્લેખ છે. શ્રી સુબ્બય્યા શાસ્રીએ પોતાની કુંડામની પ્રસ્તાવનામાં આ બધા ઉલ્લેખામાંથી ઘણા ઉલ્લેખાનાં ટાંચા આપ્યાં છે. એ ગ્રંથના ૧૦ થી ૧૨ પાનાં પરના કેટલાક ઉલ્લેખા નીચે આપ્યા છે. જૈન પરંપરા અનુસાર ઋષભદેવને ઘણા પુત્રો હતા, જેમાંના બેનાં નામ ભરત અને બાહુબલિ હતાં. સૌથી મોટા પુત્ર ભરતના નામ પરથી આ દેશનું નામ ભારત પડયું. આચાર્ય જિનસેનના મહાપુરાળમાં જેનેની આ પરંપરાનું વર્ણન છે. વિષ્ણુપુરાણનું વર્ણન આને સમર્થન આપે છે: 66 ભરત ઋષભનો પુત્ર હતા. સેા પુત્રોમાં એ સૌથી મોટા હતા. એના નામ પરથી આ ભૂમિ ભારતને નામે ઓળખાય છે.” ऋषभात् भरतो जज्ञे जयेष्ठः पुत्रः शताग्रजः । ततश्च भारतं वर्षमेतल्लोकेषु નીયતે ।। ( વિષ્ણુપુરાળ ) ટ ભાગવતપુરાણના પાંચમા સ્કંધના પાંચમા અધ્યાયમાં કહ્યું છે: भगवान् ऋषभदेवः उपशमशीलानां उपरतकर्मणां महामुनीनां भक्तिज्ञानवैराग्य - लक्षणं परमहंसधर्मं उपशिक्षमाणः स्वतनयज्येष्ठं भरतं धरतीपालनाय अभिषिच्य स्वयं उर्वरितशरीरमात्रपरिग्रहः परिवव्राज । .. ( भागवतपुराण स्कंध ५ अध्याय ५ ) ભગવાન ઋષભ, જે ધર્મમાં પારંગત હતા, અને ભક્તિ તેમજ શમના ચિહ્નથી સાધુવૃત્તિ તરફ ઢળેલા હતા, તેમણે પૃથ્વી પર રાજ્ય કરવા પોતાના પુત્ર ભરતના સિંહાસન પર રાજ્યાભિષેક કર્યો અને પોતે જગતમાંથી સંન્યસ્ત લીધું.” ભગવાન ઋષભદેવના પુત્ર ભરતના નામ પરથી હિંદુસ્તાન ‘ભારત ’ના તેમણે એવું કારણે 6 9 ભારત નામે ઓળખાયું એ માન્યતાના બીજા વિદ્રાનાએ વિરોધ કર્યો છે. પ્રતિપાદન કર્યું છે કે દુષ્યન્ત અને શકુન્તલાના પુત્ર ભરતને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નામ ભરત પડયું. દુષ્યન્ત પછીના સમયમાં થયા અને કાલિદાસનાં ‘શાકુન્તલ ’ નાટક પરથી વિખ્યાત થયા તે નિર્વિવાદ છે. વેદમાં બીજા એક તીર્થંકર અરિષ્ટનેમિના ઉલ્લેખ છે: वामदेवशान्त्यर्थमनुविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहा ॥ अर्हन् बिर्भाष॒ साय॑कानि॒ धन्वार्हनिष्कं यजनं विश्वरूपम् । I अर्हन्निदं दयसे विश्वम भवन वा ओजीयो रुद्र त्वदस्ति ॥ ऋग्वेद, २.३३.१० એ જ વેદના પ્રથમ અષ્ટકના છટ્ઠા અધ્યાય અને ૧૬મા વર્ગમાં બીજો ઉલ્લેખ છે. वि॒िश्ववे॑दाः स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु.... યજુર્વેદમાં ઋષભ, સુપાર્શ્વ અને નેમિનાથ એવા ત્રણ તીર્થંકરોના ૨૫ અને ૯૨મા અધ્યાયમાં ઉલ્લેખ છે : ॐ नमो अर्हतो ऋषभो, ॐ ऋषभः पुरुहूतमध्वरं यतीषु नग्नं परममाह संस्तुतं वरं शत्रुं जयंतं पशुरिन्द्रमाहुरिति स्वाहा । ॐ त्रातारमिन्द्रं ऋषभं वदन्ति अमृतारमिन्द्र हवे सुगतं सुपारिश्वमाहुरिति स्वाहा, ॐ नग्नं सुधीरं दिग्वाससं ह्यगर्भ सनातनं उपैमि वीरं पुरुषं महन्तमादित्यवर्णं तमसः परस्तात् स्वाहा ॥ यजुर्वेद अध्याय २५ श्रुति १६ અહીં પહેલા, સાતમા અને બાવીસમા તીર્થ કરોને ઉલ્લેખ છે તે દેખીતું છે. આ ઉલ્લેખાને ડૉ. રાધાકૃષ્ણન યથાર્થ માને છે અને નોંધે છે: “ જૈન પરંપરા પોતાના ધર્મનું મૂળ ઋષભદેવમાં આરોપે છે. તેઓ ઘણી સદીઓ પૂર્વે થઈ ગયા. ઠેઠ ઈ. પૂ. પહેલા સૈકામાં એવા લોકોના ઉલ્લેખા મળી આવે છે જે પ્રથમ તીર્થંકર ઋષભદેવને ભજતા હતા. વર્ધમાન અને પાર્શ્વનાથ પહેલાં પણ જૈન ધર્મ પ્રવર્તતા હતા તે વાત નિર્વિવાદ છે. યજુર્વેદ ઋષભ, અજીત અને અરિષ્ટનેમિ એ ત્રણ તીર્થ કરોના નામેાના ઉલ્લેખ ધરાવે છે. ભાગવતપુરાણ ઋષભદેવ જૈન ધર્મના સ્થાપક હતા તે મતને સમર્થન આપે છે.” Page #28 -------------------------------------------------------------------------- ________________ મનુસ્મૃતિમાં પણ પ્રથમ તીર્થંકરનો ઉલ્લેખ મળે છે: અષ્ટમો મળ્યાં તુ નામેતા કહw:. दर्शयन् कर्म वीराणां सुरासुरनमस्कृतः । नीतित्रयस्य कर्ता यो, युगादौ प्रथमो जिनः ।। (મનુસ્મૃતિ ) યુગના પ્રારંભમાં મરુદેવીએ નાભિથી પ્રથમ જિનને જન્મ આપ્યો, જે વીરકાર્યો કરતો હતો, જેને દેવો અને દાનવે નમસ્કાર કરતા હતા, અને જે ત્રણ પ્રકારની નીતિઓનો ઘડનારો હતો.” આવું જ વર્ણન ભાગવતપુરાણમાં પણ મળે છે. તેમાંના શ્લોકો માત્ર ઉપરોક્ત પરંપરાને જ સમર્થન નથી આપતા પરંતુ શ્લભે પોતાના પુત્રોને જે સલાહ આપી હતી તેની પણ વિગતો આપે છે અને તે જૈન ધર્મના સિદ્ધાંતને અનુરૂપ છે. અહં તો અને તીર્થકરોના ઉપરોકત ઉલ્લેખ દર્શાવે છે કે આ વિભૂતિઓ વેદકાળ પૂર્વે થઈ ગઈ, તેમજ તેમણે ઉપદેશેલો ધર્મ વેદધર્મ પૂર્વેને હતો. જેનોની પોતાની માન્યતા અનુસાર જૈન ધર્મ નિત્ય છે અને અનેક તીર્થકરોએ, અનંત સમયના પ્રત્યેક યુગમાં ફરી ફરીને તેને પ્રકાશિત કર્યો છે. ધર્મના અભ્યાસીને માટે જૈન ધર્મ મહત્ત્વનો છે કારણકે તેના મૂળ ઘણા પ્રાચીન સમયમાં છે. આ મૂળ, ધર્મ અને તત્ત્વવિદ્યાના ચિંતનની એવી આદિ પ્રણાલિકાઓમાં છે, જેમાંથી ભારતનાં સૌથી પ્રાચીન દર્શને – સાંખ્ય અને યોગ તેમજ બૌદ્ધ ધર્મનો ઉદ્દભવ થયો. આ દર્શનોનાં સૈદ્ધાંતિક નિરાશાવાદને તેમજ તેના વ્યાવહારિક આદર્શ— મોક્ષને-જૈન ધર્મ સ્વીકારે છે.” વેદને સમય વેદોની રચનાના સમય અંગે ઠીક ઠીક મતભેદો પ્રવર્તે છે. “ દના સૂકતોની રચનાના તેમજ સંગ્રહના સમયની કોઈ માહિતી મળતી નથી. કેટલાક પુરાવાઓ એવા છે જેને આધારે કાંઈક ચોકસાઈપૂર્વક સુચવી શકાય કે ઈ. પૂ. પંદર સૈકાઓ પૂર્વે આ સૂકતો પ્રચલિત હતાં અને અત્યારે પ્રાપ્ત થતી સંગ્રહવ્યવસ્થા જ કાંઈક અંશે તે વખતે પણ હતી.” ઈ. પૂ. ત્રણ હજારથી એક હજાર વર્ષો જેટલા લાંબા સમયગાળામાં વેદે રચાયા હશે.” ટિળક ઈ. પૂ. ૧૫ સૈકા સુધી વેદોના રચનાકાળને ખેંચે છે, જ્યારે પછીના ઇતિહાસકારો માને છે કે વેદો ઈ. પૂ. બીજા અને પહેલા સહસ્ત્રાબ્દના પ્રથમ અર્ધભાગમાં રચાયા. Page #29 -------------------------------------------------------------------------- ________________ વદિક સૂકતોને સંગ્રહ કરવાની પ્રક્રિયા ક્રમશ: થઈ હશે અને આર્યો ભારતમાં આવ્યા ત્યાં સુધી ઘણી સદીઓ સુધી આ કામ પહોંચ્યું હશે. ઘણા વિદ્વાનોએ સ્વીકાર્યું છે કે શ્વેદ ઈ. પૂ. ૨૫૦૦ થી મોડો નહીં રચાયો હોય. મોહ કરે અને હરપ્પા સિંધુ સંસ્કૃતિનાં સ્વરૂપ અને પ્રાચીનતા વિષે ઘણા વિદ્વાનોએ સંશોધન કર્યા છે. પંજાબમાં રાવી નદીના ડાબા તટ પર આવેલાં બે નગરોમાંથી એકનાં સ્થળને હરપ્પા એવું નામ અપાયું છે અને તેની સંસ્કૃતિને પુરાતત્ત્વવિદો હરપ્પા સંસ્કૃતિ તરીકે ઓળખે છે. સિંધુ નદીના જમણા તટ પર આવેલાં બીજાં શહેરના સ્થળનું નામ મેહજો દર છે. સિંધુ નદીનાં મુખથી આ સ્થળ લગભગ ૨૫૦ માઈલ દૂર છે. મોહન્જો દરો વિષેનાં સર જહોન માર્શલના ચિરસ્મરણીય લખાણમાં છ મુદ્રાઓનો ઉલ્લેખ છે. તેમને પ્લેટ ૧૨ અને પ્લેટ ૧૧૮ નામે ઓળખી છે. આ મુદ્રાઓને અભ્યાસ કરી, શ્રી ચંદાએ ૧૯૩૨ના ઓગસ્ટના “મેડને રિવ્યુ'માં પિતાના લેખમાં આ પ્રમાણે જણાવ્યું છે. આ મુદ્રામાં ઊભેલા દેવતાઓ યોગના કાયોત્સર્ગ નામના આસનમાં છે. આ આસન જૈન યોગીઓનું વિશિષ્ટ આસન છે અને તેને નમૂને મથુરા સંગ્રહસ્થાનમાં ક્ષભદેવની વિખ્યાત પ્રતિમામાં જોવા મળે છે. શ્લભનો અર્થ સાંઢ છે, અને સાંઢ જિનનું પ્રતીક છે. પ્લેટ ii (161)ની f, g h નંબરે ધરાવતી મુદ્રાઓ ઊભેલી સ્થિતિમાં દેવતાને અને તેની આગળ સાંઢને બતાવે છે એ પણ એક વિલક્ષણતા છે. એ ત્રચ્છભના પુરોગામી હોઈ શકે? જો તેમ હોય, તો શૈવ ધર્મની જેમ જૈન ધર્મ પણ પ્રાચીનતમ ધર્મોમાંનું એક છે, અને સિંધુ નદીની તેમજ તેની ઉત્તરવર્તી ભારતીય સંસ્કૃતિની વચ્ચેનો ગાળે પૂરે છે. અને આ બધા એક સાંસ્કૃતિક ઉત્ક્રાંતિના તબક્કા બની રહે છે.” મોહન્જો દરોમાંથી મળેલી બીજી એક મુદ્રામાં વૃક્ષની શાખાઓની વચ્ચે ઊભેલી એક નગ્ન દેવની આકૃતિ અંકિત થઈ છે. - આ આકૃતિઓ બેશક જૈન ધર્મની પરંપરા અને સંસ્કૃતિને સમર્થન આપે છે. આચાર્ય તુલસી માને છે કે મેહન્જો દરોની મુદ્રામાં કેટલીક આકૃતિઓ યોગાસનમાં અંકિત કરવામાં આવી છે. યોગાસન જેની શોધ છે, આર્યોના આગમન પહેલાં ભારતમાં તે ઘણું જાણીતું હતું અને હિંદુ સાધુઓએ ઘણા સમય પછી એ ગ્રહણ કર્યું. પ્રો. પ્રાણનાથ વિદ્યાલંકાર કહે છે કે સિંધુની ૪૪૯ નંબરની મુદ્રા, મારા ધારવા પ્રમાણે જિનેશ્વર અથવા જિનેશ (જિન ઈ. ઈન્સર:) એવી વાચના ધરાવે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પુરાતત્વવિદોએ શોધેલી મુદ્રામાંથી કેટલીક પર સ્વસ્તિકનાં ચિહ્ન છે. આનો ઉલ્લેખ કરતાં શ્રીમતી ગુસેવા નોંધે છે : “જૈન ધર્મનાં પ્રતીકોમાં પણ આવાં ચિહને છે. સાતમા તીર્થંકર સુપાર્શ્વનું ચિહન સ્વસ્તિક છે. (જેને માને છે કે મહાવીર પહેલાં ત્રેવીસ તીર્થંકર થઈ ગયા.) મધ્ય ભાગમાં ૧૮માં તીર્થકરનું ચિહન છે. જેને હસ્તપ્રતમાં અને જૈન મંદિરોનાં અલંકરણમાં આ ચિલ્ડ્રન હમેશાં અંકિત કરવામાં આવ્યું હોય છે.” ઉલ્બનનો પરથી જાણવા મળે છે કે આર્યોના હુમલાઓ પહેલાં સુંદર અને સુવ્યવસ્થિત નગરરચના હતી. સંશોધકે સર્વાનુમતે સ્વીકારે છે કે આ નગર જેમણે રચ્યો હશે તે પ્રજાની સંસ્કૃતિ અને પરંપરા ઈ. પૂ. ૪૦૦૦ની આસપાસનાં વર્ષોની છે અને આર્યસંસ્કૃતિ કરતાં આ સંસ્કૃતિ ચઢિયાતી છે. છે. ચક્રવર્તી યુદ્ધ માટેનાં શસ્ત્રોના અભાવ તરફ ખાસ ધ્યાન દોરે છે અને નિર્ણય કરે છે કે સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ, સ્પષ્ટપણે જૈન સંસ્કૃતિના મધ્યબિંદુરૂપ અહિંસાના સિદ્ધાંત પર રચાએલી હતી. બીજા વિદ્વાનોનાં અનુમાન સાથે તેઓ સંમત થાય છે. આ અનુમાન આ પ્રમાણે છે : “મેહજો દરો અને હરપ્પાનાં ઉખ્ખનનમાંથી મળી આવેલી યોગીની અને સાંઢની આકૃતિઓને, ભગવાન શ્લભની સાથે ગાઢ સંબંધ સ્થાપી શકાય. ક્ષભના અહિંસા સંપ્રદાયમાં સિંધુની ખીણમાં વસતા લોકો માનતા હતા. પ્રજાના જે વર્ગોએ આર્યોને વિરોધ કર્યો હતો તેમના ઉપર વિજય મેળવ્યા પછી, આર્યો પંજાબ અને ગંગાના મેદાનના પશ્ચિમ ભાગમાં વસ્યા હતા. ત્યાંના રહેવાસીઓને તેઓ દસ્યુ કહેતા અને તેમને તેમણે એકદમ પૂર્વમાં અને વિંધ્યાચળની બીજી બાજુના પ્રદેશમાં હાંકી કાઢયા. પશુયજ્ઞ દ્વારા જુદા જુદા દેવની પૂજા કરવાની પદ્ધતિ તેમણે દાખલ કરી અને વર્ણવ્યવસ્થા દ્વારા સમાજની રચનામાં પરિવર્તન કર્યું. વર્ણવ્યવસ્થાએ દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. પણ લોકોના સુમેળ અને સંગઠન માટે આ પ્રથા હાનિકારક હતી. અહિંસા સંપ્રદાયના અનુયાયીઓએ પશુયજ્ઞ અને વર્ણવ્યવસ્થા બનેને સર્વથા અસ્વીકાર કર્યો. શ્રીમતી ગુસેવા માને છે કે આ સિદ્ધાંત ઉપરાંત આત્મવિદ્યાનો દાર્શનિક વિચાર ક્ષત્રિયોએ આપ્યું હતું. તેઓ નોંધે છે: “પ્રાચીન ભારતીય સાહિત્યમાં બહોળા પ્રમાણમાં રજુ થએલી પરંપરા પ્રમાણે આત્મવિદ્યાને વિચાર ગંગાની પૂર્વના તટપ્રદેશમાં ફેલાયો હતે (જૈનધર્મ ત્યાં જ ઘડાયો હતો). આ પ્રદેશના Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ક્ષત્રિય રાજાઓને ઉપદેશ સાંભળવા બ્રાહ્મણ. પણ આવતા. જૈન ધર્મના ઉદ્ગમની પ્રાચીનતા વિશેના ઉલ્લેખ પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ મળે છે. એવો ઉલ્લેખ પણ મળે છે કે વાલે એટલે કે અનાર્ય ક્ષત્રિયો અને સાધુઓએ વેદથી ભિન્ન શિક્ષણ સ્થાપવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો.” વેદોમાં આત્મવિદ્યાના કોઈ ઉલ્લેખ નથી પણ પાછળથી અસ્તિત્વમાં આવેલાં ઉપનિષદોએ બ્રહ્મવિદ્યા અથવા આત્મવિદ્યાનું પ્રતિપાદન કર્યું તે યાદ રાખવું જોઈએ. આલેખો ઇતિહાસમાં સિદ્ધ થએલું છે કે પ્રાચીન બિહાર અને તેની આસપાસના પ્રદેશના ઘણા રાજ્યકર્તાઓ જૈન ધર્મના આશ્રયદાતાઓ અથવા અનુયાયી હતા. લિચ્છવીઓને રાજા ચેટક જૈન હતા અને તેણે પોતાની બહેનનાં લગ્ન સિદ્ધાર્થ સાથે કર્યા. આ લગ્નથી થયેલું સંતાન તે મહાવીર. નંદવંશના કેટલાક સભ્યો જૈન હતા. ચંદ્રગુપ્ત મૌર્ય પણ જૈન હતા અને તે ભદ્રબાહુની સાથે દક્ષિણમાં ગયો હતો. પાર્શ્વના સમયથી કલિંગ પ્રદેશમાં જૈનોની વસતી હતી. તેથી આ ભાગમાં જૈન ધર્મના કોઈક અવશેષો હોય તે તે ઘણું સ્વાભાવિક છે. મથુરા નજીકનાં ઉખનને જૈન મૂતિકલાના મહત્ત્વના પુરાવા આપે છે. ૧૮ માં તીર્થંકર પાસે સંવત્ ૭૮ ને આલેખ છે. શ્રી દીવાકર, રાવબહાદુર ગૌરીશંકર હરિશંકર ઝાએ ઉકેલેલા આલેખનો ઉલ્લેખ કરે છે. અજમેરની નજીકના બદલી ગામ પાસેથી તે મળી આવ્યો હતો. તે ૮૪ વીર નિર્વાણનો સમય એટલે કે ઈ. પૂ. ૪૪૩ના સમયને તેમજ રાજસ્થાનમાં જૈન ધર્મ પ્રવર્તતા હોવાનો ઉલ્લેખ કરે છે. ફયુરરે શોધેલ ઈ. સ. ૧૦૦નો આલેખ ઋષભદેવની પૂજા માટે અપાયેલાં ભૂમિનાં દાનનો ઉલ્લેખ કરે છે. ડૅ. હીરાલાલ મથુરા નજીક મળી આવેલા સ્તૂપ પરના આલેખનો ઉલ્લેખ કરે છે. એમાં જણાવ્યા પ્રમાણે અરિહંતની પૂજા માટે ફાગુયસ નામના નૃત્યકારની પૂજા માટે આયાગપટ તૈયાર કરાવ્યો હતો. અક્ષરોનાં સ્વરૂપ ઉપરથી વિન્સેન્ટ સ્મિથ આ આલેખને ઈ. પૂ. ૧૫૦ના સમયમાં લખાયો હોવાનું માને છે. શ્રી દીવાકર અપભ્રંશમાં લખાએલા, ઉદયગિરિની ટેકરીઓ ઉપરના હાથીગુફા આલેખનો ઉલ્લેખ કરે છે અને માને છે કે આ આલેખ જૈનધર્મની પ્રાચીનતા વિષે મહત્ત્વની માહિતી આપે છે. આ આલેખના પ્રારંભમાં પરંપરાગત જૈન પદ્ધતિ પ્રમાણે અરહંત અને સિદ્ધોની સ્તુતિ કરવામાં આવી છે. વળી તે દર્શાવે છે કે કલિંગનો રાજા ખારવેલ જૈન હત અને ખંડગિરિ ટેકરીઓ ઉપર તેણે ઘણી ગુફાઓ કરાવી હતી. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ખારવેલના આલેખમાં ઋષભદેવની મૂર્તિને નિદે શ છે. તે પરથી પુરવાર થાય છે કે મહાવીરના સમયમાં કે તેની પહેલાં ક્ષભદેવની પૂજા થતી હતી. આ ઐતિહાસિક વિગતે, ઋષભ જૈનોના તીર્થ કર હોવાની વાતને સમર્થન આપે છે. પરદેશી વિદ્વાને જૈન ધર્મની પ્રાચીનતા વિષે ઉપર જે કાંઈ કહેવાયું તેને ઘણા પરદેશના અને ભારતના વિદ્વાને સમર્થન આપે છે. જૈન ધર્મની પ્રાચીનતા વિષે ડૉ. હરમાન યાકોબીના લેખમાંથી મેં પહેલાં ટાંચણો આપ્યાં છે. તેઓ લખે છે : “લોકોના સારા એવા વર્ગે નોંધેલી પરંપરાને ખોટી ગણી નકારવા માટે કોઈ તર્કસંગત ભૂમિકા નથી. જૈન ધર્મની પ્રાચીનતા સાથે સંકળાએલા બધા પ્રસંગે અને હકીકત એટલી બધી વખત અને એટલી વાસ્તવિક રીતે નોંધાયાં છે કે તેમને નકારવાં શક્ય ન ગણાય. સિવાય કે જૈન ધર્મની પ્રાચીનતામાં સંદેહ ઉઠાવનારા વિદ્વાને બળવત્તર પુરાવાઓ રજુ કરે.” ડૉ. ફયુરર અને પ્રૉ. એલ. ડી. બાર્નેટ એવું સ્વીકારે છે કે રરમાં તીર્થકર ભગવાન નેમિનાથ ઐતિહાસિક વ્યક્તિ હતા. હિંદુ પુરાણોની પ્રાચીનતાનો ઉલ્લેખ કરી એ. એ. મેકડોનાલ્ડ કહે છે કે જૈન ધર્મની પ્રાચીનતા બ્રાહ્મણ ધર્મના ઉભવકાળ કરતાં પણ વધુ પાછળ જાય છે. મેજર જન. જે. જી. આર. ફાઁગ પણ આવા જ નિર્ણય પર આવે છે. “ભારતના ઉપરના સમગ્ર ભાગમાં પ્રાચીન અને અત્યંત સુવ્યવસ્થિત, દાર્શનિક, નીતિમય અને પ્રખર સાધુત્વનાં લક્ષણો ધરાવતે એક ધર્મ–જૈન ધર્મ–અસ્તિત્વમાં આવ્યો. આ ધર્મમાંથી બ્રાહ્મણ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ સાધુત્વનાં લક્ષણો આવ્યાં. આ ગંગા કે સરસ્વતી સુધી પહોંચે તેથી બહુ પહેલાં જૈનોને બાવીસ વિખ્યાત સંતે અથવા તીર્થકરોનો ઉપદેશ મળી ગયો હતો. ઈ. પૂ. ૮મા કે ૯મા સૈકામાં થઈ ગએલા ૨૩મા તીર્થંકર પાર્શ્વના પહેલાં આમ થયું હતું.” ભારતીય વિદ્વાને ભારતીય વિદ્વાનોના અભિપ્રાયો આ નિર્ણયને સમર્થન આપે છે. આ વિષે ડૉ. એસ. રાધાકૃષ્ણનનો મત મેં પહેલાં આપ્યો છે. પ્રો. ચક્રવર્તી લખે છે : “વૈદિક સાહિત્યના વિવિધ વિકાસક્રમોનો નિષ્પક્ષપાત અભ્યાસ દર્શાવશે કે બે સમાંતર વિચારધારાઓ હતી અને તેમની વચ્ચે ઘર્ષણ થયા કરતું હતું. એક અહિંસાના નિયમ માટે દઢ આગ્રહ રાખતી હતી અને બીજી યજ્ઞના અનુષ્ઠાન Page #33 -------------------------------------------------------------------------- ________________ માટે આગ્રહ સેવતી હતી. ક્ષભે ઉપદેશેલા અહિંસાને સિદ્ધાંત ઘણુંખરું આર્યોના ભારતમાં આગમન પૂર્વેને હતો અને તે સમયમાં તે જ પ્રચલિત હતે.” જૈન ધર્મના ઇતિહાસ વિષે લખતાં પ્રૉ. હીરાલાલ લગભગ આવો જ મત પ્રદર્શિત કરે છે. “જેનો પિતાના ધર્મ માટે પ્રાચીનતાને દાવો કરે છે. તેમના સર્વપ્રથમ ઉપદેશક શ્લભદેવ હતા અને વિષ્ણુપુરાણ તેમજ ભાગવતપુરાણમાં તેઓ અત્યંત પ્રાચીનકાળમાં થઈ ગયાના ઉલ્લેખો મળે છે. પ્રાચીન બ્રાહ્મણ સાહિત્યમાં વેદોનાં પ્રામાણ્ય તેમજ પશુયજ્ઞની પ્રથાને પ્રખર વિરોધ કરતા એક ધર્મના ઉલ્લેખો મળે છે. જૈન પરંપરા પ્રમાણે મહાભારતના યુદ્ધ વખતે જૈન ધર્મના અગ્રણી નેમિનાથ હતા. તેઓ કૃષ્ણની જેમ યાદવકુળના હોવાનું મનાય છે અને તેમને બાવીસમાં તીર્થકર માનવામાં આવ્યા છે. વારાણસીમાં જન્મેલા તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના સમયમાં એટલે કે ઈ. પૂ. આઠમા સૈકામાં આ ધર્મ સવિશેષ દૃઢ બન્યો.” જૈન ધર્મ તેમજ પ્રાકૃત સાહિત્યના પ્રખર વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્ધ ઉપરના નિર્ણયને ટેકો આપે છે: “વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં, ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર વગેરે તીર્થક જગતના સૌથી મોટા રહસ્યવાદીઓ છે. ભાગવતમાં આપેલી ક્ષભદેવ વિષેની માહિતી જૈન પરંપરામાં નોંધાએલી વિગતો સાથે મુખ્યત્વે મળતી આવે છે તે નોંધવું રસપ્રદ થઈ પડશે.” બીજા ભારતીય વિદ્વાન પણ જૈન ધર્મની પ્રાચીનતાને માને છે. ડૉ. વિદ્યાભૂષણને અભિપ્રાય એવો છે કે “જૈન ધર્મના મૂળ સૃષ્ટિના પ્રારંભ સુધી જાય છે. જૈન તત્ત્વજ્ઞાન, વેદાંત અને બીજાં દર્શન કરતાં વધારે પ્રાચીન છે એવું વિધાન કરતાં હું અચકાતો નથી.” જ્યોતિ પ્રસાદ ડૉ. એન. એન. બસુને મત ટાંકે છે: “ઘણુંખરૂં લખવાની કળા પહેલવહેલી ક્ષભદેવે શોધી. બ્રહ્મવિદ્યાને ફેલાવવા માટે તેમણે બ્રાહ્મી લિપિ શોધી હોય એવું લાગે છે અને તેથી જ તેઓ આઠમા અવતાર તરીકે જાણીતા થયા. રાજા નાભિરાજની રાણી મરુદેવીને પેટે તેઓ જન્મ્યા હતા. અને ભાગવતમાં ૨૨ અવતારમાંથી તેમને આઠમા અવતાર માનવામાં આવ્યા છે. સર્વોદય નેતા વિનોબા ભાવેને અભિપ્રાય છે: “મહાવીર સ્વામી ૨૪મા તીર્થકર મનાયા છે. તેમની પૂર્વે હજારો વર્ષ પહેલાં જૈન ધર્મને ઉદ્ભવ થયો હશે ક્વેદમાં ભગવાનની પ્રાર્થનામાં એક ઠેકાણે કહ્યું છે : “મન રૂદ્ર વિરવું .” “હે અર્ધન, તમે આ જગત પર કરુણા દર્શાવો છો.” આમાં “અઢું” અને “રા' બે શબ્દો જેનેને પ્રિય છે. જૈન ધર્મ હિંદુ ધર્મ જેટલો જ પ્રાચીન હોઈ શકે તે વિષે હું સંમત થાઉં છું.” પ્રૉ. જી. સત્યનારાયણ મૂર્તિને મત વધુ સ્પષ્ટ છે: “જૈનધર્મ પ્રાચીન ચિંતન Page #34 -------------------------------------------------------------------------- ________________ પદ્ધતિની મૌલિક ઉપજ છે. વિખ્યાત યુરોપીય વિદ્વાનોના વિરુદ્ધ અભિપ્રાય છતાં એ નોંધવું ઘટે કે ધર્મની બધી જ ભવ્યતા તેમજ ધર્મથી નિરપેક્ષ કે સાપેક્ષ સાહિત્યની પૂર્ણતા સાથે જૈન ધર્મ અતિપ્રાચીન પરંપરામાંથી ઉતરી આવ્યો છે. જૈન ધર્મને એને પોતાને વિશિષ્ટ ઇતિહાસ છે. આ ઇતિહાસના ઘણા અસ્પષ્ટ ભાગો પર પ્રત્યેક વર્ષે ભારતમાં અને ભારત બહાર ઘણા સંશોધકોના પ્રયાસને કારણે નવો પ્રકાશ પડયાં કરે છે. જૈન ધર્મના ઇતિહાસના ઉમે ઘણા છે અને વિચિત્ર લાગે પરંતુ આ ઉદ્દગમનો પણ ઇતિહાસ છે. મારી પોતાની માન્યતા એવી છે કે જૈન ધર્મ દ્રવિડ લોકોનો ધર્મ છે અને દ્રવિડ લોકો આર્યોની પહેલાંના હિંદના રહેવાસી હતા. ન્યાયાધીશેને અભિપ્રાય આ વિષય પર ન્યાયાધીશોના નિર્ણયને ટાંકવાથી શ્રેષ્ઠ ઉપસંહાર થશે એવું મને લાગે છે. મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર સી. વી. કુમારસ્વામી શાસ્ત્રીઅરે આ પ્રમાણે મત આપ્યો: “નવીન સંશોધનેએ પુરવાર કર્યું છે કે જેને હિન્દુ ધર્મના વિરોધીઓ ન હતા પરંતુ હિંદુ કાનૂન અને રુઢિ પર પ્રમાણભૂત મનાએલી સ્મૃતિઓ અને ટીકાઓ કરતાં જૈન ધર્મની ઉત્પત્તિ અને ઇતિહાસ ઘણાં વધારે પ્રાચીન છે. જૈનોના છેલ્લા તીર્થકર મહાવીર બુદ્ધના સમકાલીન હતા અને આશરે ઈ. પૂ. ૩૨૭ની આજુબાજુ મૃત્યુ પામ્યા. પૂર્વે થઈ ગએલા ઘણા તીર્થકરોને જૈન ધર્મ ઉલ્લેખ કરે છે. ખ્રિસ્ત પહેલાં કેટલાક સૈકાઓ અગાઉ જૈન ધર્મ સ્વતંત્ર ધર્મ તરીકે વિકસ્યો હતો એ વિશે ભાગ્યે જ કોઈ શંકા ઉઠાવશે. હિંદુ ધર્મની આધારશિલા ગણાતા વેદનાં પ્રામાણ્યને જૈન ધર્મ સ્વીકારતા નથી. વળી હિંદુઓ જેને મહત્ત્વની ગણે એવી ઘણી વિધિઓની મહત્તાને તે અવગણે છે. જૈન ધર્મના પિતાના કાયદાના ગ્રંથો છે અને તેમાં ભદ્રબાહુની સંહિતા મહત્વની છે. જેનોના મહાન આચાર્ય હેમચન્દ્રની વર્ધમાનનીતિ અને અનીતિ પણ જૈન કાયદા વિશેના ગ્રંથો છે.” બોમ્બે હાઈકોર્ટના જસ્ટીસ રાંગણેકરે જૈન ધર્મની પ્રાચીનતા વિષે આવો જ મત વ્યકત કર્યો છે: “નવીન ઐતિહાસિક સંશોધનોએ પુરવાર કર્યું છે કે જૈન ધર્મ આ દેશમાં બ્રાહ્મણ ધર્મ અસ્તિત્વમાં આવ્યો કે તેણે વર્ચસ્વ જમાવ્યું તે પહેલાં પ્રવર્તતો હતો અને આ સાચું છે. વળી જેનો મૂળ હિંદુઓ હતા અને પાછળથી તેમણે જૈન ધર્મને અંગીકાર કર્યો તે ખોટું છે. આ પ્રદેશમાં હિંદુઓનું પ્રમાણ બહોળું છે અને તેમની સાથેના દીર્ધા સંપર્કને કારણે જૈનેએ તેમના Page #35 -------------------------------------------------------------------------- ________________ ઘણા રિવાજો અપનાવ્યા છે અને બ્રાહ્મણ ધર્મની, હિંદુઓ વડે ચુસ્તપણે પળાતી વિધિઓ પણ તેમણે ગ્રહણ કરી છે તે સાચું છે.” આ ફકરાની આગળના ફકરાને અંતે તેમણે કહ્યું છે: “જેને વેદોને ધર્મગ્રંથ તરીકે સ્વીકારતા નથી અને શ્રાદ્ધક્રિયા તેમજ મૃતાત્માની મુકિત માટે નૈવેદ્ય ધરાવવાની ક્રિયા તેમજ અંત્યેષ્ટિક્રિયા અંગેના બ્રાહ્મણ ધર્મના સિદ્ધાંતનું ખંડન કરે છે તે સાચું છે. ઔરસ કે દત્તક પુત્ર, પિતાનું પારલૌકિક કલ્યાણ કરે છે એવી કોઈ માન્યતા નથી. બ્રાહ્મણ ધર્મ કરતાં, મૃત્યુ અંગેના તેમના આચાર ભિન્ન છે. મૃતદેહનું દહન કે દફન કર્યા પછી તેઓ કોઈ અંત્યેષ્ટિક્રિયા કરતા નથી.” હિંદુ કાનૂન પરના લેખક જૈન ધર્મની પ્રાચીનતા વિષે કોઈ ઉલ્લેખ કરતા નથી. જૈન સિદ્ધાંત અને જેન કાયદાઓનું નિરૂપણ કરતાં મુલ્લા કહે છે: “ખ્રિસ્તની પૂર્વે કેટલાક સૈકાઓ અગાઉ જૈન ધર્મ વિકસ્યો. જૈન ધર્મ ઘણા તીર્થકરોને ઉલ્લેખ કરે છે. મહાવીર તીર્થકરોમાં છેલ્લા હતા. તેઓ બુદ્ધના સમકાલીન હતા અને ઈ. પૂ. પ૨૭માં મૃત્યુ પામ્યા. હિંદુ ધર્મની આધારશિલારૂપ વેદોનાં પ્રામાણ્યને જૈન ધર્મ અસ્વીકાર કરે છે. અને હિંદુ ધર્મમાં મહત્ત્વની ગણાતી ઘણી વિધિની ક્ષમતાની તેઓ અવગણના કરે છે.” જેનોનાં વિશિષ્ટ રિવાજો કે રૂઢિઓ માટે પુરાવાનો અભાવ હોય ત્યારે જેનોને સામાન્ય હિંદુ કાયદાઓ લાગુ પાડવામાં આવે છે.” મૈનેએ પોતાનાં કથનને જુદા જુદા વિષયોમાં જેનોને લાગુ પડતા કાયદાઓ પૂરતું મર્યાદિત રાખ્યું છે તેથી એમને બહુ નવું કહેવાનું નથી. તેમનો મત એવો છે કે જેને જો કે સામાન્ય રીતે હિંદુ કાનૂનોને અનુસરે છે પણ તેઓ વેદોની દિવ્ય ઉત્પત્તિ માન્ય રાખતા નથી, શ્રાદ્ધવિધિ કરતા નથી અને મૃત વ્યક્તિ પાછળ કોઈ ક્રિયા કરતા નથી. ઉપસંહાર આધુનિક સંશોધકોનાં સંશાધનોની કાળજીપૂર્વક સમીક્ષા કરતાં નિશ્ચયપૂર્વક કહી શકાય કે જૈન ધર્મ મૌલિક ધર્મ છે અને ધર્મ તેમજ તત્ત્વવિદ્યાની આદિમ ચિંતનધારાના સમયમાં આર્યોના આગમન પહેલાંના સમયમાં તેનો ઉદ્ભવકાળ ગણી શકાય. હરપ્પા અને મોહન્જોદરોના અન્વેષણોમાં જે મૂર્તિઓ, મુદ્રાઓ વગેરે મળ્યાં છે તેમાં ષભ અને સાંઢ એટલે કે પ્રથમ તીર્થકર અને તેનું પ્રતીક, Page #36 -------------------------------------------------------------------------- ________________ સાતમા તીર્થંકર સુપાર્શ્વનું પ્રતીક સ્વસ્તિક, અને એક મુદ્રા, જેના પરની લિપિમાં જિનેશ્વર એવા અક્ષરો અંકિત થયા છે. એટલું મળ્યું છે. આ બધાને જૈન ધર્મનું પ્રતિનિધિત્વ ધરાવનારા નમૂના ગણી શકાય. જૈન ધર્મ વેદોનાં પ્રામાણ્યને સ્વીકારતા નથી અને વૈદિક ધર્મની પ્રત્યેક શાખા કરતાં એના મૂળ સિદ્ધાંતાનું સ્વરૂપ ભિન્ન છે. ઋગ્વેદ અને યજુર્વેદમાં ઋષભ, સુપાર્શ્વ અને નેમિનાથ એમ અનુક્રમે પહેલા, સાતમા અને બાવીસમા તીર્થ કરોના ઉલ્લેખ છે. આ ધર્મ વેદોની પૂર્વેના સમયના છે અને આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં તે વિકાસ પામ્યા હતા. ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ર તીથંકરા અને ભગવાન મહાવીર કાળ અનંત છે. જૈન પરંપરા પ્રમાણે તે દ્રવ્ય છે અને તેના વિભાગ કલ્પ અથવા ચક્રો કહેવાય છે. પ્રત્યેક ચક્રના બે ભાગ હોય છે : અવપણી અને ઉત્સર્પિણી. અવસર્પિણીમાં સુખ અને શુભ સ્થિતિ ઘટતાં જાય છે જયારે ઉત્સર્પિણીમાં પવિત્રતા, સત્ય અને શુભ સ્થિતિ ક્રમે ક્રમે વધતાં જાય છે. પ્રત્યેક સૂંપણીના છ યુગા હાય છે, તેમની મુદત અસમાન હોય છે, અને દરેકનાં પાતાનાં વિશિષ્ટ લક્ષણા હોય છેઃ (૧) સુષમાસુષમા અથવા શુભતમ યુગ. (૨) સુષમા અથવા શુભ યુગ. (૩) સુષમાદુ:ષમાં અથવા શુભ અને થેડા અશુભના યુગ. (૪) દુ:ષમાસુષમા અથવા અશુભ અને થોડા શુભના યુગ. (૫) દુ:ષમાં અથવા દુ:ખના યુગ. (૬) દુ:ષમાદુ:ષમા અથવા અશુભતમ યુગ. ઉત્સર્પિણીના યુગોના આવાં જ નામ છે પણ તેમના ક્રમ ઊલટો હોય છે તેથી તેના આરંભ દુ:ષમાદુ:ષમાથી થાય છે. આમ અવસર્પિણીના પ્રથમ ત્રણ અને ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ સુખના યુગ હોય છે. સંસ્કૃતિની પ્રારંભિક અવસ્થામાં મનુષ્યને કળાનું જ્ઞાન ન હતું તેમ કૃષિ જેવા વ્યવસાયોનું પણ જ્ઞાન ન હતું. આહાર માટે તે ફળ અને કંદમૂળ ઉપર આધાર રાખતો હતો અને વસ્ત્રો માટે વૃક્ષાનાં પાન અને છાલ ઉપર. મનુષ્યની ઇચ્છા કે જરુરિયાતો પૂરી પાડતાં હોવાથી વૃક્ષેા કલ્પવૃક્ષ કહેવાતાં. આધુનિક સંશાધનાએ પ્રગટ કર્યું છે કે કૃષિ કે તેના ઉપકરણા શોધાયાં ત્યાં સુધી મનુષ્ય વૃક્ષાનાં ફળ અને મૂળ ઉપર આધાર રાખતો હતો, પરંપરા આ સંશાધના સાથે સુસંગત છે. વિકાસ હંમેશાં ક્રમે ક્રમે થાય છે. આ સમય દરમ્યાન એક પછી એક ચૌદ કુલકરો અથવા મનુનો આવિર્ભાવ થયો. નવાં કલાકારીગીરીની શેાધથી તેમ જ જીવન જીવવાની કળામાં વ્યવસ્થા અને નવા સુધારા દાખલ કરીને આ ચતુર પુરુષોએ જગતમાં પ્રગતિકારક પરિવર્તન આણ્યાં. પ્રતિક્રુતિ, સન્મતિ, ક્ષેમંકર, ક્ષેમભ, સીમંકર, સીમંધર, વિમલવાહન, ચક્ષુમાન, યશસ્વાન, અભિચંદ્ર, Page #38 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રાભ, મરુદ્દવ, પ્રસેનજિત અને નાભિ -- આ ચૌદ મનુઓ છે અને તેમણે માનવજાતિનું ઘણું કલ્યાણ કર્યું. તેમણે સગવડભરી જિંદગીના માર્ગ તૈયાર કર્યો એટલું જ નહીં પણ નીતિ અને શુભ ભાવનાના પાયાના નિયમે પણ માનવજાતિને શીખવ્યા. ષભ છેલ્લા મનુ – નાભિની પત્નીનું નામ મરુદેવી હતું અને તેણે ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. જૈન પરંપરા સર્વાનુમતે ઋષભને પ્રથમ તીર્થંકર તરકે માન્ય રાખે છે. સમન્તભદ્ર કહે છે : येन प्रणीतं पृथु धर्मतीर्थम् ૨૧ ज्येष्ठं जनाः प्राप्य जयन्ति दुःखम् । “કોષ્ઠ ધર્મના સિધ્ધાંતાને જેણે ઘડયા તે તીર્થંકર. આ ધર્મની સહાયથી લોકો દુ:ખ ઉપર વિજય મેળવે છે.” " કામુકતા, લાભ જેવા શત્રુઓ પર જેણે વિજય મેળવ્યા છે તે અરિહંત કહેવાય છે. તેનાં ઘાતિકર્મ તેમ જ અઘાતિકર્મનો ક્ષય થયો છે. તેનું બીજું નામ અર્હત છે અને તેના અર્થ ‘સન્માનને યોગ્ય’ એવા થાય છે. યુરોપીય વિદ્વાને એ ‘તીર્થંકર ’શબ્દના અર્થ ‘પવિત્ર આચાર્ય, ' ‘માક્ષમાર્ગનાં વિદા દૂર કરનાર’ ‘સંસાર સાગરને પાર કરાવનાર નાવિક' એવા કર્યો છે. ષભનું રાજચિહ્ન સાંઢ હતું. એમણે લાકોને શેરડી (ઈન્નુ) ઉગાડતાં શીખવ્યું તેથી તેમના વંશ ‘ઈક્ષ્વાકુવંશ’ને નામે ઓળખાયા. તેમણે લોકોને ઢોર પાળવાનું અને જમીન ખેડવામાં બળદોના ઉપયોગ કરવાનું શીખવ્યું. તેમણે અહિંસા અને સત્યના માર્ગને સ્થાપ્યો અને તેને અનુસર્યા. તેમણે વ્યવસાય પ્રમાણે સમાજના ત્રણ વર્ગા પાડયા : કૃષિકારો, વેપારી અને ક્ષત્રિયો. છેલ્લા વર્ગમાં સમાજનું રક્ષણ કરી શકે અને સમાજમાં વ્યવસ્થા જાળવી શકે એવા સશક્ત માણસા હતા. તેમણે ઘણાં વર્ષો સુધી રાજ્ય કર્યું. તેમને ઘણા પુત્રો હતા પણ તે સૌમાં ભરત અને બાહુબિલ વધારે જાણીતા છે. તેમનું જીવન અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું. ખરૂ જોતાં, ઋષભે શિષ્ટ જીવનના પાયા નાંખ્યા અને મનુષ્યોને શીખવ્યું કે પરસ્પર સહકાર આપવાથી બંને પક્ષે લાભ થાય છે. તેમણે પુરુષોને ૭૨ કળાઓ શીખવી અને સ્ત્રીઓને ૬૪ લલિતકળાઓ શીખવી, જેમાં લેખનકળા, ચિત્રકળા, સંગીત વગેરેનો સમાવેશ થાય છે. પણ એમના સાંસારિક શિક્ષણમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ સૌથી મહત્વનું શિક્ષણ અનાજ ઉગાડવાનું અને વાસણો બનાવવાનું હતું. પ્રે. થર વેન્ડલ એમને માટે સાચું જ કહે છે કે તેઓ “કૃષિ અને સંસ્કારના જનક હતા. આ બંનેની સૌથી મોટી સિદ્ધિ આત્માની ઓળખ છે જે જીવનની પવિત્રતાના અને અહિંસાના આવિષ્કારના મૂળમાં રહેલી છે.” જેનેનાં મહાપુરાણ અને પદ્મપુરાણમાં આપેલી તેમનાં જીવનની વિગતોને ભાગવત અને શિવપુરાણ જેવાં હિન્દુ પુરાણો સમર્થન આપે છે. ક્ષભના શાસનમાં પ્રજા સુખી અને સાર્થક જીવન ગાળતી હતી. એવામાં એક અત્યંત મહત્ત્વની ઘટના બની. એક વખત તેઓ તેમના દરબારમાં બેઠા હતા એવામાં નીલાંજના નામની એક નર્તકીને નૃત્ય કરવા માટે હાજર કરવામાં આવી. સંગીત સાથે તેણે નૃત્ય આરંભ્ય. તેનું લાલિત્યમય નૃત્ય જ્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યારે એકાએક તે ઢગલો થઈને પડી અને મૃત્યુ પામી. આ પ્રસંગ જીવનની અનિશ્ચિતતા અને ક્ષણભંગુરતાની ખાત્રી કરાવવા માટે પૂરતો હતો. તેમણે જગતનો ત્યાગ કરવા નિશ્ચય કર્યો. શ્વભે પોતાના ઉત્તરાધિકારી તરીકે ભારતનો રાજ્યાભિષેક કર્યો. પોતાના રાજ્યને તેમણે બાહુબલિ અને બીજા પુત્રો વચ્ચે વહેંચી દીધું. ભારતના યાદગાર શાસનને કારણે હિંદ ભારતવર્ષ ને નામે વિખ્યાત બન્યું. પિતાની પાસે જે કાંઈ હતું તેને ત્યાગ કરીને તેમણે શ્રમણધર્મ અંગીકાર કર્યો. તેઓ કૈલાસપર્વત ઉપર ગયા અને નગ્ન મુનિ થઈને તપ કરવા લાગ્યા. તેમણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું અને અહિંસા, પ્રેમ અને સત્યના ધર્મને ઉપદેશ આપ્યો. તેમના ૬૪ ગણધરો અથવા પટ્ટશિષ્યોએ તેમના ઉપદેશને અર્થ શ્રેતાઓને સમજાવ્યો. ભરતને નાનો ભાઈ વૃષભસેન તીર્થકરના આધ્યાત્મિક સંદેશને પ્રથમ વાહક બન્યો. લાંબા ઉપવાસ પછી જેમને ત્યાં તેમણે ભેજન સ્વીકાર્યું તે સેમપ્રભ અને શ્રેયાંસ પણ તેમના પટ્ટશિષ્યો બન્યા. તેમની સૌથી મોટી પુત્રી બ્રાહ્મીએ સૌ પ્રથમ શ્રમણધર્મ સ્વીકાર્યો અને તે સાધ્વી બની. તેના પછી તેમની બીજી પુત્રી સુન્દરીએ પણ સાધ્વધર્મને અંગીકાર કર્યો. પરંપરા પ્રમાણે ક્ષભદેવે પોતાની પુત્રીઓને શિક્ષણ આપવા માટે લિપિ શેાધી અને તેથી તે લિપિ બ્રાહ્મી લિપિને નામે ઓળખાય છે. વિષ્ણુપુરાણ અને વાયુપુરાણમાં પણ કહ્યું છે કે ક્ષભદેવે અહિંસાનો ઉપદેશ આપ્યો. આ ઉપરથી પુરવાર થાય છે કે એ તીર્થકર પ્રત્યે હિન્દુઓ પણ સન્માનની ભાવના રાખતા હતા. જિનધર્મ તરીકે જાણીતા બનેલા પોતાના ધર્મનો ઉપદેશ આપ્યા પછી તેઓ હિમાલયના કૈલાસ પર્વત પર ગયા. અને અઘાતિ કર્મોને Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ક્ષય કર્યા પછી તેઓ નિર્વાણ પામ્યા. માઘ માસના કૃષ્ણપક્ષની ચૌદસને દિવસે તેઓ નિર્વાણ પામ્યા હતા. હરપ્પા અને મહોદરોનાં ઉખનનેમાંથી કાયોત્સર્ગ સ્થિતિમાં નગ્ન સાધુઓની મૂતિઓ તેમ જ સાંઢના પ્રતીક સહિતની મુદ્રાઓ મળી હોવાનો ઉલ્લેખ પહેલાં થઈ ગયો છે. આવી ઘણી ઉપલબ્ધિઓ ઉપરથી વિદ્વાનોએ અટકળ કરી છે કે સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિની પૂર્વેની હતી અને અહિંસા સંપ્રદાય તેમાં પ્રચલિત હતું. આ ઉપલબ્ધિઓમાં યુદ્ધનાં શસ્ત્રોનો અભાવ છે તે ઉપરથી વિદ્વાને જણાવે છે કે તે વખતે યુદ્ધો થતાં નહીં હોય અને રાજ્યવહીવટ અહિંસાના સિદ્ધાંત પર રચાયો હશે. પુરાતત્તવની શોધખોળ અને બીજા પુરાવાઓ ધીરે ધીરે જૈન ધર્મની પ્રાચીનતાને અનુમોદન આપતા જાય છે તે સારું છે. પ્રવર્તમાન સમયચક્ર દરમ્યાન ચોવીસ તીર્થકરો થઈ ગયા. તેમનાં નામ અને બીજી કેટલીક વિગતે નીચે મુજબ છે : નામ પિતા માતા જન્મસ્થળ પ્રતીક નાભિરાજ મરુદેવી અયોધ્યા સાંઢ હાથી ૧. શ્લભ અથવા આદિનાથ ૨. અજિતનાથ ૩. સંભવનાથ ૪. અભિનંદનનાથ પ. સુમતિનાથ અશ્વ જિતશત્રુ જિતારિ. સંવર મેઘપ્રભ વિજ્યાદેવી અયોધ્યા સેના શ્રાવસ્તી સિદ્ધાર્થ અયોધ્યા સુમંગલા અયોધ્યા (મંગલા) સુષિમા કૌશામ્બી કપિ કચ ૬. પદ્મપ્રભ ૨કતકમળ ૭. સુપાર્શ્વનાથ પૃથિવી કાશી સ્કૃતિક ધરણ (શ્રીધર) સુપ્રતિષ્ઠ (પ્રતિષ્ઠ) મહાસેન સુગ્રીવ દઢરથ ૮. ચન્દ્રપ્રભ ૯. પુષ્પદન્ત ૧૦. શીતલનાથ લક્ષ્મણા રામા સુનંદા કાકચ્છી ચંદ્રપુરી અર્ધચન્દ્ર મકર ભદ્રિકાપુરી કલ્પવૃક્ષ (ભઢિલ્લા) (શ્રીવન્સ) સિંહપુરી ગેડે ૧૧. શ્રેયાંસનાથ વિષ્ણુ વિશુદ્ધિ (વિષ્ણા) Page #41 -------------------------------------------------------------------------- ________________ નામ પિતા માતા જન્મસ્થળ પ્રતીક ૧૨. વાસુપૂજય ૧૩. વિમલનાથ વરાહ ૧૪. અનંતનાથ રીંછ ૧૫. ધર્મનાથ ૧૬. શાંતિનાથ ૧૭. કુન્થનાથ ૧૮. અરનાથ ૧૯. મલ્લિનાથ વાસુપૂજય વિજયા ચમ્પાપુરી મહિષ (જયા) કૃતવર્મન સુરમ્યા કોમ્પિલ્ય (શ્યામા) સિંહસેન સર્વવશો અયોધ્યા (બાજ) ભાનુ સુવ્રતા રત્નપુરી વજદંડ વિશ્વસેન અચિરા હસ્તિનાપુર મૃગ સૂર્ય (સૂર) શ્રીદેવી હસ્તિનાપુર બકરો સુદર્શન મિત્રાદેવી હસ્તિનાપુર મત્સ્ય રક્ષિતા મિથિલાપુરી જળકુંભ (પ્રભાવતી) (મથુરા) સુમિત્ર પદ્માવતી કુશાગ્રનગર કાચબો. રાજગૃહ વિજય વપ્રા (વિપ્રા) મિથિલાપુરી નીલકમલ (મથુરા) સમુદ્ર- સિવાદેવી શૌરિપુર શંખ વિજય અથવા દ્વારિકા અશ્વસેન વામાં કાશી સિદ્ધાર્થ પ્રિયકારિણી કુંપુર સિંહ. (ત્રિશલા) ૨૦. મુનિસુવ્રત ૨૧. નમિનાથ ૨૨. નેમિનાથ સ ૨૩. પાર્શ્વનાથ ૨૪. મહાવીર અથવા વર્ધમાન શ્વભ, વાસુપૂજય, નેમિનાથ અને મહાવીર સિવાય બીજા બધા તીર્થ કરીએ બિહારમાં સમેદપર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યું. ઉપલા ચારે કૈલાસપર્વત, ચંપાપુરી, ગિરનાર અને પાવાપુરી પર નિર્વાણ મેળવ્યું. (જે. એલ. જેનીના “Outlines of Jainism'ના પ્રથમ પ્રકરણને અંતે આપેલા કોઠામાંથી ઉદ્ધત). મહાપુરાણમાં તીર્થકરોના માતાપિતા, સગર્ભાવસ્થામાં માતાને આવેલાં સ્વપ્નો, ગર્ભ-કલ્યાણ, જન્મ-કલ્યાણ, રાજ્યારોહણકલ્યાણ, દીક્ષા-કલ્યાણ અને Page #42 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષ-કલ્યાણ ખૂબ વિગતવાર વર્ણવાયાં છે. ઇન્દ્ર વગેરે દેવે આ દરેક ઉત્સવ વખતે હાજર રહીને ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લેતા હતા. દરેક તીર્થંકર પૂર્વજન્મમાં માણસ કે પશુ હતા. અને દરેકના છેલ્લા જન્મ મનુષ્યજન્મ હતો, જેમાં નિર્વાણ પામી તેઓ ‘જિન’ થયા હતા. પ્રથમ તીર્થંકરની ઊંચાઈ આશ્ચર્યજનક હતી અને તે લાખા વર્ષો પર્યંત જીવ્યા હતા ૨૫ પ્રત્યેક તીર્થંકરની માતાને આવેલાં સ્વપ્નો પુરાણામાં ઉમેરવામાં આવ્યાં હશે. આ સ્વપ્ના દ્વારા માતાપિતાને એવું સુચવવાના આશય હશે કે તેમને જિન થવા સર્જાએલા પુત્ર થશે અને તેથી તેમણે અત્યંત વિશુદ્ધ અને પવિત્ર જીવન ગાળવું ઘણું જરૂરી છે. પંચકલ્યાણપૂજાને નામે ઓળખાતા પાંચ પૂજા અને ઉત્સવના પ્રસંગે! જનતામાં જાગૃતિ ઉત્પન્ન કરવા અને જનતાને નવા તીર્થંકરના આગમનની જાણ કરવા જરૂરી હતા. ઊંચાઈ તેમ જ જીવનકાળનાં વર્ણના દ્વારા દરેક જિને પ્રાપ્ત કરેલ શારીરિક અને આધ્યાત્મિક પરાકાષ્ઠાનો પ્રભાવ અનુયાયીઓ પર પાડવાના ઉદ્દેશ હશે. કવિ પોતાના મનમાં આશ્ચર્યજનક બળ અને શક્તિની કલ્પના કરતા હોય અને પેાતાનાં કાવ્યનાં વર્ણનમાં પ્રત્યેક જિન પર તે આરોપિત કરતા હોય તે અસંભવિત નથી. ભવાવલી અથવા પૂર્વજન્મના અને મૃત્યુના ઇતિહાસ દ્વારા કર્મના સિદ્ધાંતની અટળતાનું ભારપૂર્વક પ્રતિપાદન કરવાનો આશય હશે. આ સિદ્ધાંત, વ્યકિત ગમે તેટલા ઉચ્ચ સ્થાને વિરાજતી હાય, તો પણ તેને લાગુ પડે જ છે. દરેક તીર્થંકરના જીવનનો ઇતિહાસ વર્ણવવા અશક્ય છે. વળી ઘણા તીર્થકરોની ઐતિહાસિકતા હજી પુરાણકથાઓમાં ઢંકાએલી છે. બધા જ તીર્થ કરો માત્ર પુરાણામાં જ વર્ણવાયેલા છે એવું માનવું વધારે પડતું છે કારણ કે તેમનામાંથી ઓછામાં ઓછા ત્રણની ઐતિહાસિકતા હવે માન્ય રખાઈ છે. પચાસેક વર્ષ પહેલાં ઘણા વિદ્રાનોએ એવું ખાટું વિધાન કર્યું હતું કે મહાવીર જૈન ધર્મના સ્થાપક હતા. તીર્થંકરોમાંથી જે ઐતિહાસિક મનાયા છે અથવા જેમની આજુબાજુ ઐતિહાસિક વાતાવરણ છે તેમના જ હું ઉલ્લેખ કરીશ. મુનિસુવ્રત મુનિસુવ્રત વીસમા તીર્થંકર છે. તેમને જન્મ વૈશાખ વદ બીજને દિવસે થયા હોવાનું મનાય છે. તે રાજગુહ અથવા કુશાગ્રનગરમાં જન્મ્યા હતા. તેમના પિતાનુ નામ સુમતિરાજ અને માતાનું નામ પદ્માવતી હતું. તેમનું Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રતીક કાચબો હતું. ફાગણ વદ બારસને દિવસે તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ડૉ. કામતાપ્રસાદે વેદમાં (૨, ૩, ૨૭–૩૨) કૂર્મ ઐષિ અને એના ઉપદેશનું વિધાન હોવાનો ઉલ્લેખ કર્યો છે તે આ તીર્થકર છે એવું કહી શકાય. તેઓ કૂર્મપુરાણને પણ ઉલ્લેખ કરે છે. આ સિવાય બીજા પુરાવા નથી. અરિષ્ટનેમિ અથવા નેમિનાથ આગળ ઉલ્લેખ થઈ ગયો છે તે પ્રમાણે સ્વેદમાં અરિષ્ટનેમિ વિષે ઉલ્લેખ છે. તેઓને જન્મ ફાગણ સુદ બીજને દિવસે મથુરામાં થયો હતો. તેમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ સિવદેવી હતું. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ, સમુદ્રવિજયના નાના ભાઈ હતા. તેઓ યદુવંશના ક્ષત્રિય હતા. જૈન પુરાણ અનુસાર, રાજા ઉગ્રસેનને રાજમતી નામની પુત્રી હતી. નેમિનાથના લગ્ન રાજમતી સાથે નક્કી થયાં હતાં. જ્યારે વરયાત્રામાં તેઓ શ્વશુરના ગૃહ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે કેટલાંક પ્રાણીઓને આર્તનાદ સાંભળ્યો, અને કેટલાંક પ્રાણીઓને થાંભલે બાંધેલાં જોયાં. પૂછપરછ કરતાં તેમને ખબર પડી કે લગ્નસમારંભમાં આવેલા અતિથિના ભજન માટે આ પ્રાણીઓને વધ કરવાનું હતું. તેમનું હૃદય કરુણાથી દ્રવી ગયું. તેમણે પોતાને રથ પાછો ફેરવ્યો. શ્રીકૃષ્ણ અને બીજાં સંબંધીઓની વિનવણી છતાં તેમણે જગતને ત્યાગ કરી શ્રમણધર્મ સ્વીકાર્યો. રાજમતીને જ્યારે આ પ્રસંગની જાણ થઈ ત્યારે તેણે પણ રાજવીજીવનનો ત્યાગ કર્યો અને તે સાધ્વી થઈ. તેમણે મગધમાં તેમ જ પલ્લવ વગેરે સ્થળોએ કરુણા, સંયમ અને ત્યાગને ઉપદેશ આપ્યો. પછી તેઓ ગિરનાર ગયા અને ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી નિર્વાણ પામ્યા. વેદમાં અરિષ્ટનેમિના નામનો ઉલ્લેખ છે તે વાત પહેલાં થઈ ગઈ છે. આ તીર્થકરની ઐતિહાસિકતા વિશે ડૉ. રાધાકૃષ્ણનને કોઈ શંકા નથી તે પણ કહેવાઈ ગયું છે. ડૉ. પ્રાણનાથની ઈ. પૂ. ૧૧૪૦ની, બેબિલોનના રાજા નેબુત્સનઝર પહેલાંના તામ્રપત્ર પરનાં દાનપત્રની વાચના પ્રસિદ્ધ થઈ છે. તેમણે એવું કહ્યું છે કે ભગવાન નેમિનાથને પ્રણામ કરવા રાજા રેવતપર્વત ઉપર આવ્યા હતા. મથુરામાં થએલાં પુરાતત્ત્વનાં અન્વેષણોને આધારે ડૉ. ફયુરરે જાહેર કર્યું છે કે નેમિનાથ ઐતિહાસિક વ્યક્તિ હતા. ડૉ. કામતાપ્રસાદનું વિધાન છે કે ઈન્ડો-સિધિયન સમયના કેટલાક આલેખે આ તીર્થકરને સ્પષ્ટ નિર્દેશ કરે છે. મહાભારતનાં આદિપર્વમાં કહ્યું છે કે મહાભારતનું યુદ્ધ કલિયુગના પ્રારંભ વખતે થયું હતું અને કલિયુગનો પ્રારંભ ઈ. પૂ. ૩૧૦૧ થી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૭ થ. નેમિનાથ શ્રીકૃષ્ણના સમકાલીન અને પિતરાઈ હતા અને તેમણે યુદ્ધમાં ભાગ લીધે ન હતો. જૈન પુરાણ પ્રમાણે પાના જન્મ પહેલાં ૨૭૫૦ વર્ષ પૂર્વે નેમિનાથ નિર્વાણ પામ્યા હતા. મહાભારતના યુદ્ધને આધારે કરેલી ગણતરી અને આ ગણતરી લગભગ મળતી આવે છે. બીજા આધારભૂત પુરાવાઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નેમિનાથની ઐતિહાસિકતાનું સમર્થન કરવા માટે આ પુરાવાઓ ભૂલભરેલા નહીં ગણાય. આના સંદર્ભમાં એપ્રિલ, ૧૯૬૬ના Journal of the Royal Asiatic Society Hi uslud uzej એન. આર. વિલિયમ્સનું “Before Mahavira' નામનું શોધપત્ર નોંધપાત્ર છે. શ્રી વિલિયમ્સના અભિપ્રાય પ્રમાણે પરંપરાગત સંતચારિત્ર્યલેખનની પૂર્વભૂમિકામાંથી પાર્શ્વ જેટલું જ નેમિનું ચિત્ર સ્પષ્ટ થાય છે. પાશ્વનાથ નેમિનાથ પછી ૨૩મા તીર્થ કર ભગવાન પાર્શ્વ આવે છે. તેમનો જન્મ વારાણસીમાં થયો હતો. તે વખતે કાશી પર એમના પિતા વિશ્વસેનનું શાસન હતું. તેમની માતાનું નામ બ્રાહ્મી હતું. ઈ. પૂ. ૧૦૩૯ વર્ષના પિષ માસના કૃષ્ણપક્ષની અગિયારસને દિવસે એમનો જન્મ થયો હતો. પરંપરા પ્રમાણે ભગવાન નેમિનાથ નિર્વાણ પામ્યા તેના ર૭૫૦ વર્ષ પછી તેમને જન્મ થયો હતા. તેઓ ઉગ્ર વંશના અને કાશ્યપ શેત્રના હતા. તેમનું રાજચિહ્ન ફણીધર નાગનું હતું. તેઓ પ્રખર સુધારક હતા અને ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા. બાળપણથી તેઓ અત્યંત દયાળુ હતા. દરેક મહાપુરુષની સાથે તેમના પરાક્રમ કે દિવ્ય સ્વરૂપને સુચવતા પ્રસંગો સાંકળી લેવાનું ઘણું સામાન્ય છે. કહેવાય છે કે એક વખત રાજકુમાર વનમાં જતા હતા ત્યારે તેમણે એક સાધુને જોયા. આ સાધુ તેમના માતામહ મહીપાલ હતા. પોતાની રાણીનું મૃત્યુ થતાં મહીપાલ જગતનો ત્યાગ કરીને તપશ્ચર્યા માટે વનમાં ગયા હતા. તે વખતે તેઓ પાંચ અગ્નિની વચ્ચે ઉગ્ર તપ કરતા હતા. આ તપની અસર પાર્થ ઉપર પણ થઈ. અગ્નિમાં બળતણ નાખવા માટે મહીપાલે ઝાડ કાપવા માંડયું. પોતાની માનસિક શકિતથી કુમાર પાર્શ્વનાથે જાણી લીધું હતું કે જે ઝાડ મહીપાલ કાપતા હતા તે ઝાડની ડાળીમાં બે જીવતા સાપ હતા. તેમણે મહીપાલને કહ્યું કે ઝાડમાં સાપ અને સાપણ હોવાથી ઝાડ ન કાપશો. વળી તેમણે એમ પણ કહ્યું Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કે આ જાતના તપથી આધ્યાત્મિક ઉન્નતિ સધાતી નથી. તેમની સલાહ પર ધ્યાન આપ્યા વગર, વિના વિચાર્યું, મહીપાલે ઝાડ કાપવું ચાલુ રાખ્યું. પોતે કાપેલા ઝાડમાંથી બે સાપ નીકળતા જોઈ તેઓ વ્યાકુળ થઈ ગયા. સર્પો દુ:ખથી કણસતા હતા અને મરણાસન હતા. કુમાર પાર્શ્વનાથને તેમની દયા આવી અને તેમના પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને તેમણે મોટેથી તેમની આગળ પંચનમોકારનું ઉચ્ચારણ કર્યું. આ પવિત્ર મંત્ર સાંભળતાં સર્પોનું મૃત્યુ થયું. તેમણે નાગલેકમાં ધરણેન્દ્ર અને રાણી પદ્માવતી તરીકે જન્મ લીધો. પાર્શ્વનાથનાં ઘણાં મંદિરોમાં આ યક્ષ-યક્ષિણીની મૂર્તિ હોય છે. રાજકુમાર ત્રીસ વર્ષના થયા ત્યારે તેમણે સાંભળ્યું કે સાકેતપુરના રાજા દેવસેન ભગવાન ક્ષભદેવની પંચકલ્યાણપૂજા ઉજવતા હતા. તેઓ ત્યાં ગયા ત્યારે તેમને, ભગવાને શા માટે જગતને ત્યાગ કર્યો હતો તેની ખબર પડી. તેમને લાગ્યું કે જીવન ક્ષણભંગુર છે, અને ધર્મને નામે હિંસા પ્રવર્તે છે. તેમણે સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચયથી તેમના માતાપિતાને ઘણો શોક થયો. માતાપિતાને તેમણે જીવનનાં અનિષ્ટ અને સાધુધર્મની મહત્તા સમજાવ્યાં. તેઓ વનમાં ગયા. ત્યાં જઈને તેમણે બધાં આભરણ અને વસ્ત્રોને ઉતારી નાંખ્યાં. પિતાને હાથે તેમણે કેશ દૂર કર્યા અને તેઓ શ્રમણ ધર્મના બધા નિયમો પાળવા લાગ્યા. તેમણે ઉપવાસ કર્યા અને તપ કર્યું. તેમને મન:પર્યાય (બીજાના વિચાર જાણવાનું) જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ પ્રેમ અને પવિત્રતાથી દેદીપ્યમાન લાગતા હતા. એવું કહેવાય છે કે તેઓ જ્યારે ઊંડા ધ્યાનમાં મગ્ન હતા ત્યારે શમ્બરદેવે (જે આગલા જન્મમાં મહીપાલ હતા) તેમનાં પર દરેક પ્રકારનાં દુ:ખે વરસાવ્યાં. પેલા બે નાગ–ધરણેન્દ્ર અને પદ્માવતી–ને આની ખબર પડતાં તેમણે ભગવાન પર પોતાની ફેણ પ્રસારી. જે કાંઈ થતું હતું તેમાં પણ ભગવાન તો નિર્વિકાર જ હતા. ભગવાન પાર્શ્વનાથની મૂર્તિમાં મસ્તક પર છત્રની જેમ નાગની ફેણ પ્રસરેલી હોય છે તે નેધવા જેવું છે. તેમનું પ્રતીક નાગ છે. અવિચળ રહીને પાર્શ્વનાથે પોતાનું તપ ચાલુ રાખ્યું. તેમના પિતાની જાત પર ખૂબ અંકુશ હતે. છેવટે તેઓ શુકલ ધ્યાનમાં મગ્ન થયા અને ચૈત્ર વદ ચોથને દિવસે તેમણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું. પછી તેમણે જિનેના સંદેશને ઉપદેશ દેવે શરૂ કર્યો અને લોકોને અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહના વ્રત પાળવાને અનુરોધ કર્યો. તેઓ કાશી, કેસલ, મગધ, કલિંગ, અને પાંચાલ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વગેરે સ્થળોએ ગયા. તેમની ઉંમર ૬૦ વર્ષ અને ૯ મહિનાની થઈ ત્યાં સુધી તેમણે ઉપદેશ આપ્યો. પછી તેઓ સમ્મદગિરિ તરફ ગયા અને ધ્યાનમાં મગ્ન થયા. તેઓ જ્યારે ૧૦૦ વર્ષના થયા ત્યારે, ઈ. પૂ. ૯૩૯ વર્ષના શ્રાવણ વદ ૭મે દિવસે તેમણે નિર્વાણ લીધું. આગલા ૧૯ તીર્થકરોએ નિર્વાણ લેવાથી પવિત્ર એવે સમ્મદગિરિ, પાર્શ્વનાથના નામ પરથી પાર્શ્વનાથ ટેકરીને નામે ઓળખાવા લાગ્યા. આજે એ જેને માટેનું સૌથી વધારે પવિત્ર યાત્રાસ્થળ મનાય છે. ડૉ. યાકોબીના જણાવ્યા પ્રમાણે પાનાથ ઐતિહાસિક વ્યક્તિ હતા એ હવે નિર્વિવાદ છે. ઓરિસ્સાના ખંડગિરિ અને ઉદયગિરિની ગુફાઓમાં તેમનાં જીવનનાં દશ્યો કંડારાયેલાં છે. મથુરામાં મળી આવેલો ઈન્ડો–સીધીઅન સમયને આલેખ તેમની પ્રાચીનતા સ્થાપિત કરે છે. ડૉ. ઝીમરે નોંધ્યું છે : “ખભા પરથી બે નાગ ડોકિયાં કરતાં હોય એવી પાર્શ્વનાથની જૈન પ્રતિમાઓ વધારે નોંધવા લાયક છે. આ ઉપરથી એવું ધારી શકાય કે પ્રાચીન મેસોપોટેમિયાની કલા સાથે આપણો કાંઈક સંબંધ હતો. આના ઉપરથી જૈન સંપ્રદાયમાં ભેળવવામાં આવેલાં પ્રતીકોની અત્યંત પ્રાચીનતા પણ સુચવાય છે.” પુરોગામીઓએ ઉપદેશેલા ધર્મ કરતાં પાર્શ્વનાથે ઉપદેશેલ ધર્મ વધુ વ્યાપક હતે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નોંધાયેલી, પાર્શ્વના અનુયાયી કેશી અને વર્ધમાનના અનુયાયી ગૌતમ વચ્ચેની વાતચીત પરથી એવું લાગે છે કે સમ્યમ્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી રત્નત્રય પહેલાથી જ જૈન ધર્મના ભાગરૂપે હતાં. પા ચાર અવતને ઉપદેશ કર્યો. એમની માન્યતા એવી હતી કે અપરિગ્રહમાં બ્રહ્મચર્યનો સમાવેશ થઈ જાય. પાર્વે સાધુઓને એક ઉત્તરીય અને એક અધોવસ્ત્ર એમ બે વસ્ત્રો ધારણ કરવાની છૂટ આપી હતી. ગૌતમ સમજાવે છે કે તીર્થકરે ધર્મના નિયમોના પાલના જે જરૂરી હતું તે નક્કી કર્યું. એમ લાગે છે કે વસ્ત્રના પ્રશ્નને બહુ મહત્વને ગણવામાં આવતો ન હતો કારણ કે અંતરની શુદ્ધિ વધારે મહત્ત્વની હતી. આગલા તીર્થકરોએ સામાયિક અને સંયમનો આદેશ આપ્યો હતો. શ્રમણથી થએલા વ્રતભંગ માટે પ્રતિક્રમણ કરવાનો આદેશ હતે. તે ઉપરાંત પા આધ્યાત્મિક ઉન્નતિ માટે મિથ્યા આચારો અને કર્મકાંડ નિરર્થક છે એવું લોકોને સમજાવી, આત્મસાક્ષાત્કાર માટે પૂર્ણ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની જરૂર પર ભાર મૂક્યો. ભગવાન મહાવીર ચોવીસ તીર્થકરોમાં મહાવીર છેલ્લા છે. તેઓ જૈન ધર્મના સ્થાપક ન હતા તે વાત હવે નિર્વિવાદ છે, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઈ. પૂ. ૫૯૯ના ચૈત્ર સુદ તેરસને દિવસે મહાવીરના જન્મ થયા હતા. વૈશાલીના જ્ઞાતુ કુળમાં જન્મેલા એમના પિતા સિદ્ધાર્થ કુણ્ડપુરના રાજા હતા. લિચ્છવી વંશના રાજા ચેતકની પુત્રી ત્રિશલા તેની માતા હતી અને તેનું બીજું નામ પ્રિયકર્ણી હતું. બીજી માન્યતા પ્રમાણે તે ચેતકની બહેન હતી. માતાપિતા ભગવાત પાર્શ્વનાથના અનુયાયી હતાં. બાળકનું નામ પહેલાં તે વીર એવું રાખવામાં આવ્યું પણ એના જન્મ પછી રાજ્ય વધારે સમૃદ્ધ થવા લાગ્યું તેથી તેને ‘વર્ધમાન ’પણ કહેવા લાગ્યા. કેટલાક ધર્મગ્રંથામાં તેમને જ્ઞાતપુત્ર કહ્યા છે. બૌદ્ધ સાહિત્યમાં તે ' નાતપુત્ત ’ કહેવાય છે. પરંપરા પ્રમાણે જન્મથી તેમને મતિજ્ઞાન, ઇન્દ્રિયગમ્ય જ્ઞાન ), શ્રુતજ્ઞાન ( પવિત્ર વિદ્યાઓનું જ્ઞાન) અને મન:પર્યાય જ્ઞાન (અતીન્દ્રિય જ્ઞાન ) મળ્યાં હતાં. આમ, જન્મથી જ તેઓ બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિ ધરાવતા હતા. આવી શક્તિ મહાન ધર્મગુરુઓની પરિચાયક હોય છે. તેમને રાજપુત્રને યાગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. તેઓ તેજસ્વી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. એવું કહેવાય છે કે વિજય અને સંજય નામના બે ઋષિએ તેમને વિષે જાણ્યું ત્યારે તેઓ તેમની મહત્તા વિષે સંદેહ કરવા લાગ્યા. તેઓ તેમને મળવા ગયા. પણ જયારે તેમણે તેમને પ્રત્યક્ષ જોયા ત્યારે તેમના બધા સંદેહા દૂર થઈ ગયા. તેથી તેઓ તેમને ‘સન્મતિ ’ કહેતા. રાજકુળમાં જન્મ્યા છતાં સત્તા કે ધનને તેમને મોહ ન હતો. પેાતાના જેટલી મહત્તા, સુષુપ્ત રીતે પ્રત્યેક જીવમાં પડેલી હાય છે એવું તે જાણતા હતા. પ્રાણીમાત્ર પ્રત્યે એમનું વર્તન કરુણા અને પ્રેમથી ભરેલું હતું. ભૌતિક સુખસગવડોનું તેમને આકર્ષણ ન હતું. સંયમ તેમને જીવનમાર્ગ હતા. તેમના સ્વભાવ મધુર હતા અને કોઈના તરફ તેમને કટુતા ન હતી. તેમની આસપાસ ગૂંથાએલી બે વાતો ઘણી પ્રચલિત છે અને તેથી ટૂંકમાં કહીએ તો અસ્થાને નહીં ગણાય. તે મહેલમાં હતા ત્યારે તેમણે લોકોને ભયભીત થઈ આમતેમ દોડતા જોયા. બહાર આવતાં તેમણે જોયું કે રાજાને હાથી ઉન્મત્ત થઈને આમતેમ દોડતા હતા, અને લોકો તેનાથી ડરતા હતા. તે તરત દોડવા, હાથીને સૂંઢથી પકડયો અને ક્ષણમાત્રમાં તેને શાંત પાડી દીધા. તેમના અદ્ભુત સાહસ અને સંયમની નગરજનોએ ખૂબ પ્રશંસા કરી. તેવી જ રીતે એક વખત મિત્રો સાથે બાગમાં ફરતા હતા ત્યારે એક ભયંકર નાગ આવી પહોંચ્યા અને મિત્રો તેને જોઈને ખૂબ ગભરાઈ ગયા. બીજાઓએ ભાગી જવાના પ્રયત્ન કર્યો પણ મહાવીર શાંત ઊભા રહ્યા અને નાગ જ્યારે નજીક આવ્યા ત્યારે તેમણે નાગને પકડયો અને તેની ફેણ ઉપર નૃત્ય કર્યું. આ જોઈ મિત્રો Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રીકૃષ્ણ માટે પણ આવી જ વાત કહેવાય છે. તેમનાં આવાં બહાદુરીભર્યા કામને લીધે જ તેમનું નામ મહાવીર પડયું એમ કહેવાય છે. આવા શુરવીર અને સર્વગુણસંપન્ન મહાવીર યુવાન બન્યા. તેઓ લગભગ એકવીસ વર્ષના થયા ત્યારે માતાપિતાએ તેમનું લગ્ન કરવાનો વિચાર કર્યો. આ વિષે દિગંબર અને શ્વેતાંબરોમાં મતભેદ છે. દિગંબરો માને છે કે મહાવીરે લગ્નની ના પાડી કારણ કે મહાવીર આધ્યાત્મિકતા તરફ ઢળેલા હતા, તેથી લગ્નને આધ્યાત્મિક ઉન્નતિમાં બાધક માનતા હતા. શ્વેતાંબરો મહાવીરચરિત વર્ણવતાં કહે છે કે કલિગ દેશની રાજપુત્રી યશોદાની સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમને એક પુત્રી હતી અને તેને જામાલ સાથે પરણાવવામાં આવી હતી. જામાલ કેટલાક સમય સુધી મહાવીરના શિષ્ય હતા પણ પાછળથી જુદા પડ્યા. બંને સંપ્રદાય પ્રમાણે ત્રીસ વર્ષની વયે મહાવીરે સાધુ ધર્મ સ્વીકાર્યો. તે સમયે તેમનાં માતાપિતા મૃત્યુ પામ્યાં હતાં. પોતાની સર્વ સંપત્તિનું દાન કરી એઓ વનમાં ગયા. ત્યાં તેમણે પોતાનાં વસ્ત્રો દૂર કર્યા અને પોતાને હાથે ખેંચીને વાળ પણ દૂર ર્યા. પોતાને ઘણોખરો સમય તેઓ ગુફાઓ, પર્વતશિખરો કે ટેકરીઓ પર તપ કરવામાં ગાળતા. ઘણી વખત ભરવાડો અને બીજી અજ્ઞાની લોકોની તરફથી તેમને અનેક જાતનાં અપમાન અને હાડમારી સહેવાં પડતાં. કહેવાય છે કે એક વખત તે ધ્યાનમગ્ન હતા ત્યારે એક ખેડૂત પિતાનાં ઢોર તેમને ભળાવીને જમવા માટે ગામમાં ગયો. પાછાં ફરતાં તેણે ઢોર ન જોયાં. ઢોર ગુમ થવા માટે તેણે ભગવાનને જ જવાબદાર ગણ્યા. ખેડૂતે ભગવાનને માર્યા પણ તે અવિચળ અને હસતા જ રહ્યા. આ જોઈ તેને પોતાની મુર્ખાઈનું ભાન થયું અને તેણે ક્ષમા માગી. દિવસ સુધી ધ્યાનમગ્ન રહેવાને કારણે તેઓ ઉપવાસ કરતા. મન અને વાણી પર તેમને પૂર અંકુશ હતો. જીવને શરીરથી મુકત બનાવવા માટે તેઓ આત્મશુદ્ધિને અત્યંત જરૂરી માનતા. સામાજિક મોભાને તેઓ મહત્ત્વ ન આપતા અને ઊંચનીચના ભેદને તેઓ ગણતા નહીં. એક વખત તેમણે વૃષભદત્ત નામના ધનિકની દાસી પરંતુ અંતર અને આચારમાં શુદ્ધ એવી ચંદના પાસેથી ભિક્ષા લીધી હતી. કેટલાય ધનિક માણસે તેમને ભિક્ષા આપવા આતુર હતા, ત્યારે તેમણે ચંદના પાસેથી ભિક્ષા લીધી. આમ એમણે જન્મ અને ભાને કારણે ઊભા થયેલા ભેદભાવોને પોતાના આચરણ દ્વારા દૂર કરવાને પ્રયત્ન કર્યો. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જીવનનાં બાર વર્ષે તેમણે તપસ્યા અને ઊંડાં ચિંતનમાં ગાળ્યાં. તેઓ ભિકાગ્રામ (હાલનું બિહાર રાજ્યનું ઝરિયા) ગયા અને જુવાલુકા નદીને કિનારે સાલવૃક્ષ નીચે બેઠા. તેઓ શુકલધ્યાનમાં મગ્ન થયા અને દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મેહનીય અને આના એવા ચાર પ્રકારનાં કર્મોને ક્ષય કર્યો. તેમણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું. વૈશાખ સુદ દશમને દિવસે તેમણે પરમ જ્ઞાન મેળવ્યું. જ્યારે ભગવાન મહાવીર જિન અને અર્વત બન્યા ત્યારે તેઓ કેવલી, સર્વજ્ઞ થયા. જગતની, દેવની, મનુષ્યોની અને દાનવોની બધી અવસ્થાઓને તેમણે જોઈ અને જાણી. આ સર્વને ઉદ્ભવ અને અંત, તે મનુષ્ય, પ્રાણી, દેવ કે નરકવાસી થશે તે, તેમના વિચારો, કર્મો, ઇચ્છા, આહાર, દરેક પ્રાણીનાં ખુલ્લાં કે અપ્રગટ કાર્યો–આ બધું અહંતથી અજાયું ન હતું. તેઓ કોઈ પણ ક્ષણે મનુષ્ય કે બીજું પ્રાણી જે કાંઈ વિચારતાં, બોલતાં કે કરતાં તે બધું જાણતા. ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એવું જાણતાં જ માનવસમુદાય તેમની પૂજા માટે ઉમટ્યો. આ લોકોમાં વેદવિદ્યાનો પ્રકાંડ પંડિત ગૌતમ ઇન્દ્રભૂતિ પણ હતો, રાજગૃહ નજીક વિપુલાચલની ટેકરી ઉપર તેમણે પ્રથમ ઉપદેશ આપ્યો. શ્વેતાંબરોની માન્યતા એવી છે કે પ્રથમ ઉપદેશ પાવાનગર નજીક અપાયો હતો. તેઓએ ત્યાં એક મંદિર પણ બાંધ્યું. પ્રથમ ઉપદેશ સાંભળતાં ઇન્દ્રભૂતિ ગૌતમના બધા સંશયો વિખરાઈ ગયા અને તેમને નવું જ્ઞાન મળ્યું. તેમણે અને તેમના અનુયાયીઓએ જેમાં તેમના ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિને સમાવેશ થયો હતો, દીક્ષા લેવા ઇચ્છયું અને તેમને દીક્ષા મળી. ઇન્દ્રભૂતિ ગણધર પ્રથમ ગણધર બન્યા. મગધના આધ્યાત્મિક ચિતનમાં આ પ્રસંગ ઘણો ક્રાન્તિકારી હતો. મહાવીરે અહિંસા, સત્ય, સંયમ, આત્મજ્ઞાન, આત્મસન્માન મનુષ્યને મુકિત આપે છે એવો ઉપદેશ આપવા માંડ્યો. બાર વર્ષ સુધી અંતર્મુખ બનીને ઉગ્ર તપસ્યા અને મુશ્કેલીઓ વેઠીને તેમણે જેનો સાક્ષાત્કાર કર્યો હતો તેનો તેમણે લોકોને ઉપદેશ કર્યો. જ્ઞાતિ કે ધર્મના બાધ વિના લોકોના ટોળેટોળાં તેમને ઉપદેશ સાંભળવા ઉમટવા લાગ્યાં. જે સભામાં એમણે ઉપદેશ આપ્યો તેને જૈન મત પ્રમાણે સમવસરણ (સમાનતા અને સમત્વનો આશ્રય) કહે છે. વૈશાલી, રાજગૃહ, મિથિલા અને શ્રાવસ્તી જેવાં સ્થળોએ તેમણે ચાતુર્માસ (માસાના ચાર મહિના) ગાળ્યા. આધ્યાત્મિક જ્ઞાનનાં તરસ્યાં હજારો માનવીએ Page #50 -------------------------------------------------------------------------- ________________ તેમને આશ્રયે આવવા લાગ્યા. છેલ્લા ચાતુર્માસ તેમણે પાવાપુરીમાં ગાળ્યા. ધ્યાનમગ્ન સ્થિતિમાં પ્રભાત પહેલાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમના અઘાતિ કર્મના ક્ષય થયા. ઈ. પૂ. ૫૨૭ના અશ્વિનમાસની અમાસના દિવસે તેઓ નિર્વાણ પામ્યા. જન્મ, જરા અને મૃત્યુના બંધનમાંથી તે મુક્ત થયા. તેઓ પૂર્ણપણે મેાક્ષ મેળવી મુક્ત બન્યા. કાશી, કોસલ અને વૈશાલીના રાજાઓએ આ પ્રસંગ –એકમના દિવસ--ખૂબ દીપક પ્રગટાવીને ઉજવ્યો. તેમણે કહ્યું : ‘ બુદ્ધિના પ્રકાશ ગયા છે. આપણે ભૌતિક અજવાળું કરીએ.' આજ સુધી આ દિવસને ઉત્સવદિન માનવામાં આવે છેઅને આ પર્વ દીપાવલિ પર્વ મનાય છે. ૩૩ મહાવીરે ઉપદેશેલા ધર્મ નવેશ નથી. તેમની પૂર્વે થએલા જિનાએ આ ધર્મના ઉપદેશ કર્યો હતા અને આત્માની મહત્તાના સિદ્ધાંત પ્રચલિત કર્યો હતો. વિશ્વનાં બે મૂળતત્ત્વા છે : જીવ અને અજીવ. પહેલેથી જ તેઓ એકબીજા સાથે સંકળાએલાં છે. મન, વચન અને દેહની પ્રવૃત્તિઓ જીવને કર્મ સાથે સાંકળે છે. તપસ્યા, ધર્મના સિદ્ધાંતાના પાલન અને ધ્યાનથી આ અટકાવી શકાય અને મુક્ત થઈ શકાય. માણસ પોતે જ પોતાનાં ભાવિને સર્જે છે. અનંત શ્રાદ્ધા, જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ એ તેનું ધ્યેય છે. એ ધ્યેય સિદ્ધ કર્યાથી કર્મના બંધનામાંથી મુક્ત થઈ શકાય છે. અહિંસા અને સત્યના ધર્મો આપણા દેશના તેમ જ આ ધર્મનું પાલન કરતા બીજા દેશાના ભાગ્યવિધાયક બન્યા છે. આપણા સ્વાતંત્ર્યસંગ્રામ વખતે આ ધર્મનું પાલન કરીને આપણે પુરવાર કર્યું હતું કે આ ધર્મો નિર્બળના નહીં પરંતુ શુરવીરનાં શસ્રો છે. મહાવીરે આ ઉપદેશા લેાકભાષામાં આપ્યા. આ ઉપદેશાને બાર વિભાગેામાં વહેંચીને મહાવીરના શિષ્યોએ તેમને હ્રાવા (બાર ધર્મગ્રંથો ) એવું નામ આપ્યું છે. મહાવીરના ઉપદેશ ભાવિહોણા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે જીવન અર્થપૂર્ણ છે અને પવિત્ર ધ્યેય રાખીને જીવન જીવવામાં આવે, તો જ તે સફળ થાય. આ સંદેશ પવિત્રતા અને પ્રેમપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપે છે. મહાવીરે બ્રહ્મચર્યને સ્વતંત્ર વ્રત ગણ્યું એટલે વ્રત પાંચ થયાં: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેમણે સંઘ રચ્યા. આ સંઘ સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો (ગૃહસ્થ પુરુષો) અને શ્રાવિકાઓના બનેલા હતા. ઉપલાં પાંચ વ્રતાને સાધુઓ અને સાધ્વીઓ માટે તેમણે મહાવ્રતા (મેટાં ગ્રા) કહ્યાં. જૈ.—૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આ જ વ્રતા સામાન્ય સ્ત્રીપુરુષો માટે અણુવ્રત અથવા નાનાં વ્રત હતાં. મહાવ્રતોમાં વ્રત લેનારે વ્રતાનું પાલન ખૂબ કઠોરતાપૂર્વક અને સૂક્ષ્મ રીતે કરવાનું હતું અને દરેક વ્રતનાં પાલનમાં દરેક પ્રકારે ખૂબ કાળજી અને સાવધાની રાખવાનાં હતાં. સામાન્ય સ્ત્રીપુરુષો માટે તેમણે ૧૧ પ્રતિમાઓ તૈયાર કરી. આમાં આરંભ સમ્યક્ દર્શનથી કરી અંતે ઓછામાં ઓછાં વસ્ત્રો પહેરવાની સ્થિતિએ પહોંચવાનું હતું. વ્રતભંગનુ અનિષ્ટ દૂર કરવા દરેક ભૂલ માટેના સાચા હૃદયને પશ્ચાત્તાપ ખૂબ અસર કરે છે એવું પણ તેમણે ભારપૂર્વક કહ્યું. નવાં કર્મોના પ્રવાહને અટકાવવા માટે તપસ્યા અને વ્રતોનું નિયમિત પાલન અનિવાર્ય છે એવું પણ તેમણે ઉપદેશ્યું. ગણો આ વિષયની સમાપ્તિ કરતાં પહેલાં ગણધરોના ઉલ્લેખ કરવા જોઈએ. સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યા પછી મહાવીરે જે ઉપદેશ આપવા માંડયો હતેા તેનું અર્થઘટન ગણધરોએ કર્યું હતું. સૌ પ્રથમ આ કાર્ય ઇન્દ્રભૂતિ ગૌતમે કર્યું. ગૌતમ વેદવિદ્યામાં પારંગત બ્રાહ્મણ હતા. તત્ત્વવિદ્યાના કેટલાક સિદ્ધાંતોનાં અર્થઘટન વિષે તેમને સંદેહ હતો. ભગવાનની સર્વજ્ઞતા વિષે જાણ્યા પછી છ દ્રવ્યો, પાંચ અસ્તિકાયો અને સાત સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવા તેઓ તેમની પાસે ગયા. જીવ, કર્મના અર્થ અને કર્મને કારણે કેવી રીતે જુદી જુદી જાતના પુનર્જન્મના ઉદ્ભવ થાય છે તે મહાવી૨ે તેમને સમજાવ્યું. આ જ્ઞાન મળ્યા પછી ઇન્દ્રભૂતિએ પેાતાના પાંચસો શિષ્યો સાથે શ્રમણધર્મના અંગીકાર કર્યો. તે પછી ઇન્દ્રભૂતિના બે ભાઈઓ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ મણધર્મ પ્રત્યે આકર્ષાયા અને તેમણે પેાતાના શિષ્યો સાથે આ ધર્મની દીક્ષા લીધી. અગ્નિભૂતિ અને વાયુભૂતિ પણ વેદમાર્ગના પ્રકાંડ પંડિત હતા અને તેમના સંશયા પણ દૂર થયા હતા. આ ત્રણ ભાઈઓ ઉપરાંત બીજા પણ આઠ બ્રાહ્મણ અને ક્ષત્રિય પંડિતાએ મહાવીરના ઉપદેશ પ્રત્યે આકર્ષાઈને પેાતાના શિષ્યો સાથે મહાવીરને ધર્મ અંગીકાર કર્યો હતા. તેમનાં નામ સુધર્મ, મૌર્યપુત્ર, મૌન્દા, પુત્ર, મૈત્રેય, અકંપન, અચેલક અને પ્રભાસ હતાં. આ સૌ ગણધરોમાં ઇન્દ્રભૂતિ ગૌતમ સૌથી વધુ વિચારવંત હતા. વિષયનુ પ્રતિપાદન કરવાની તેમની શક્તિ પણ યુક્તિસંગત હતી તેથી તેઓ પ્રથમ ગણધર થયા. મહાવીરના ઉપદેશનું તેમણે અર્થઘટન કર્યું અને તેને લખીને તૈયાર પણ કર્યો. Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩૫ જ્ઞાતિ કે ધર્મથી નિરપેક્ષ રહીને પાંચ વ્રત, મુકિતમાર્ગ, આત્મસંયમ અને આત્મજ્ઞાનને ઉપદેશ આપતા મહાવીરે અનેક સ્થળોએ ભ્રમણ કર્યું. શ્રેણિક અને મગધના અજાતશત્રુ, વૈશાલીના ચેટક અને શ્રાવસ્તીના પ્રસેનજિત જેવા અનેક રાજાઓ તેમનો ઉપદેશ સાંભળવા આવતા. તેઓ તેમના અનુયાયી બન્યા. અગિયાર ગણધરોમાંથી ગૌતમ અને સુધર્મ મહાવીર પછી જીવ્યા. બાકીના ગણધરોએ રાજગૃહમાં જુદે જુદે સમયે સલ્લેખનાનું વ્રત લીધું અને મોક્ષ મેળવ્યો. મહાવીરના નિર્વાણ પછી ઇન્દ્રભૂતિ ગૌતમ લગભગ બાર વર્ષ સુધી જીવ્યા અને તેમણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું. તેમના પછી સુધમ ધર્મના અગ્રણી બન્યા અને તેમને પણ સર્વજ્ઞત્વ મળ્યું. તેમના પછી કોઈને સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થઈ ન હતી. ઈ. પૂ. ૪૦૩માં જબુસ્વામીએ મુક્તિ મેળવી તે પછી જૈનમાર્ગનું નેતૃત્વ પ્રભવે લીધું. ઈ. પૂ. ૩૯૭માં તેમનું મૃત્યુ થયું. તેમના સમય દરમ્યાન ઓસવાળ જૈન અને શ્રીમાળી જૈન એવા બે વિભાગો પડયા. જબુસ્વામીના સમય સુધી દિગંબર અને શ્વેતાંબર પરંપરાઓ એકમત હતી તે નોંધવું ઘટે. તેમના પછી શ્વેતાંબર પરંપરા પ્રભવ, સ્વયંભવ, યશોભદ્ર, સંભૂતિવિજય અને ભદ્રબાહુ એવાં નામ આપે છે જયારે દિગંબર પરંપરા વિષ્ણુ, નંદી, અપરાજિત, ગવર્ધન અને ભદ્રબાહુ એવાં નામ આપે છે. આ બધા શ્રુતકેવલી હતા. તેમના ત્રણ પુરોગામીઓની પેઠે તેમણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું ન હતું. મૌર્ય વંશના ચંદ્રગુપ્તના ગુરુ ભદ્રબાહુ હતા. ભીષણ દુકાળની આગાહી કરીને તેઓ બાર હજાર શિષ્યો સાથે દક્ષિણમાં ચાલ્યા ગયા હતા તે એક મોટી ઐતિહાસિક ઘટના છે. ચંદ્રગુપ્ત પણ પોતાના ગુરૂ સાથે ગયો હતો. શ્રવણ બેનગેલા અને બીજાં સ્થળોના આલેખ ભારતના દક્ષિણ ભાગમાં જૈન ધર્મના ફેલાવાની સાક્ષી પૂરે છે. ઈ. પૂ. ૨૯૭માં રાજ્યને ત્યાગ કરીને ચંદ્રગુપ્ત જૈન સાધુ બન્યો અને સહલેખના વ્રત ધારણ કરીને બાર વર્ષ પછી શ્રવણ બળગેલામાં તેનું મૃત્યુ થયું. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ મહાવીર પછીને સમય અને વિચ્છિન્ન સંપ્રદાયે કોઈ પણ જ્યોતિર્ધરના કાર્યને આગળ ધપાવવું અત્યંત મુશ્કેલ છે. પહેલાં કહેવાઈ ગયું છે કે ઇન્દ્રભૂતિ ગૌતમને અને તેમના બે ભાઈઓને શ્રમધર્મની દીક્ષા આપવામાં આવી હતી અને ગૌતમ પ્રથમ ગણધર બન્યા હતા. અગિયાર ગણધરોમાંથી માત્ર ઇન્દ્રભૂતિ અને સુધર્મ જ તેમના સ્વામી પછી જીવ્યા. મહાવીર ૧૪૦૦૦ સાધુઓ, ૩૬૦૦૦ સાધ્વીઓ, ૧૫૯૦૦૦ શ્રાવકો અને ૩૧૮૦૦ શ્રાવિકાઓના બનેલા શ્રેષ્ઠ સંઘના નેતા હતા. ગુરુના નિર્વાણ પછી બાર વર્ષે ઇન્દ્રભૂતિને મુકિત મળી. તેમના પછી આઠ વર્ષો સુધર્મને મળી. જબુસ્વામી સુધર્મના શિષ્ય હતા. મહાવીરના નિર્વાણ પછી ચેસઠ વર્ષે તેમણે નિર્વાણ મેળવ્યું. સુધર્મની મોક્ષ પ્રાપ્તિ પછીની છઠ્ઠી પેઢીએ ભદ્રબાહુ અને શૂલભદ્ર બે સમકાલીન આચાર્યો થઈ ગયા. તીર્થકરે ઉપદેશેલા સિદ્ધાંતો અંગે તેમના અનુગામીવર્ગમાં મતભેદ થાય તે સ્વાભાવિક છે. મહાવીરના જીવનકાળ દરમ્યાન જ મકખલિ ગોશાલ અને જમાલિને મહાવીર સાથે મતભેદ થયો હતો, અને તેઓ તેમનાથી છુટા પડ્યા હતા. ગોશાલકે આજીવક સંપ્રદાય શરૂ કર્યો અને જમાલિએ બહુરત નામનો નવો પંથ સ્થાપ્યો. બૌદ્ધ સાહિત્ય પરથી એવું લાગે છે કે મહાવીરના અનુગામી શ્રમણો વચ્ચે તકરાર ચાલ્યાં કરતી હતી. ઘનાથના અહેવાલો પરથી એવું લાગે છે કે મહાવીરે પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતોની યથાર્થતા કે શ્રેષ્ઠતા વિષે આ તકરારો થતી. કેટલીક વખત કડવા શબ્દોની આપલે થતી તેમજ હુમલાઓ પણ થતા. આ તકરારોએ નવા સંપ્રદાયો જન્માવ્યા એવું કહેવું મુશ્કેલ છે. પાર્શ્વના જીવનકાળ દરમ્યાન કેટલાક સાધુઓ ટૂંકું અધોવસ્ત્ર પહેરતા પણ તેમને પોતાના સ્વામી કે અનુગામી સાથે કોઈ મતભેદ ન હતા. વિચ્છિન્ન સંપ્રદાયના ઉદ્દભવ અંગે જુદા જુદા અહેવાલો મળે છે. તેને લગતી કેટલીક કિવદંતીઓ પણ છે. ઈ. પૂ. ૨૯૮માં ૧૨૦૦૦ સાધુઓ સાથે ભદ્રબાહુ દક્ષિણમાં સ્થળાંતર કરી ગયા તે જૈન ધર્મના ઇતિહાસમાં સીમાચિહન છે. કર્ણાટકના શ્રવણબેળગોલાને Page #54 -------------------------------------------------------------------------- ________________ આ બનાવને ઉલ્લેખ કરે છે. આ આલેખને ' ઈ. સ. ૬૦૦ના પ્રથમ આલેખ પ્રસ્તુત ભાગ અહીં ટાંકયો છે. જ્યારે સહસ્ર તેજસ્વી કિરણાથી પ્રકાશતા, પેાતાના ગુણ વડે સજ્જનરૂપી કમળાને વિકસાવતા, શ્રેષ્ઠ ગુણાના નિવાસરૂપી શ્રેષ્ઠ જીનધર્મસરોવરના પાષક, તેમજ જેમના ઉદય જગતના ઉદ્ધાર કરવા થયો હતો એવા મહાવીરરૂપી સૂર્યના અસ્ત થયો ત્યારે પૂજ્ય સર્વશ્રેષ્ઠ ગણધર મુનિ ગૌતમ, તેમના શિષ્ય લાહાચાર્ય, જમ્મુ, વિષ્ણુદેવ, અપરાજિત, ગેાવર્ધન, ભદ્રબાહુ, વિશાખ, પ્રોષ્ઠિલ, કૃત્તિકાર્ય, જયનામ, સિદ્ધાર્થ, ધૃતિષેણ, બુદ્ધિલ અને બીજા આચાર્યોથી ઉજજવળ બનેલી પરંપરામાં ભદ્રબાહુસ્વામી, જે આઠ પ્રકારનાં શકુનાનાં સ્વરૂપથી પરિચિત હતા, તેમણે ઉજયનીમાં, બાર વર્ષની આપત્તિ આવી પડશે એવું ભવિષ્ય ભાખ્યું ત્યારે સકળ સંઘ ઉત્તરમાંથી દક્ષિણમાં આવ્યો અને ધીરે ધીરે એવા દેશમાં પહોંચ્યો જ્યાં સુખી લાકોથી ભરેલાં હજારો ગામ હતાં.” પરંપરા પ્રમાણે સમ્રાટ ચંદ્રગુપ્તે રાજ્યત્યાગ કર્યો અને શ્રુતકેવલીની સાથે ગયા. ચંદ્રગિરિ ટેકરી પરના બે આલેખા ( નં. ૧૭ અને ૧૮) અને શ્રીરંગપટ્ટમ નજીક મળેલા બીજા બે આલેખા ભદ્રબાહુ અને ચન્દ્રગુપ્ત બંનેને શ્રમણ તરીકે ઓળખાવે છે. ચિદાનંદ કવિએ ઈ. સ. ૧૬૮૦માં રચેલી ‘મુનિવંશાભ્યુદય ’ નામની કન્નડ કૃતિ પણ ભદ્રબાહુ અને ચન્દ્રગુપ્ત સાથે આવ્યા તે વાતને સમર્થન આપે છે. ૩૭ વિદ્રાનાને સંશય છે. આર. << આ બનાવની ઐતિહાસિકતા વિષે ઘણા નરસિંહાચાર્ય ડૉ. લેનમાનને એવું કહેતા ટાંકે છે કે દક્ષિણમાં થયેલું સ્થળાંતર ‘દિગંબર પંથના પ્રારંભ' છે. જૈન ગુરુઓની પદાવલિઓની સમીક્ષા કર્યા પછી ડૉ. હાર્નેલ કહે છે. ભદ્રબાહુ પહેલાં જૈન સમાજ અવિભક્ત હતો. તેમના સમયથી દિગંબરો શ્વેતાંબરોથી જુદા પડયા. અવિભકત જૈન સમાજનું મૂળ સ્થાન બિહાર હતુ. તેમાં કારમે! દુકાળ પડવાથી ભદ્રબાહુએ દક્ષિણમાં સ્થળાંતર કર્યું, અને તેથી દિગંબરો જુદા પડયા.” આર. નરસિંહાચાર્યના અભિપ્રાય એવા છે કે “કામચલાઉ પરિકલ્પના તરીકે, ભવિષ્યનું સંશાધન વિરૂદ્ધ અભિપ્રાય ન આપે ત્યાં સુધી જૈન પરંપરા સ્વીકારી શકાય ”. એસ. આર. શર્મા લખે છે કે “ સ્વ. ડૉ. વી. એ. સ્મિથને ચન્દ્રગુપ્ત મૌર્ય ભદ્રબાહુ (છેલ્લા જૈન શ્રુતકેવલી )ની સાથે ઔંસુર ગયા અને ત્યાં સલ્લેખનાથી મૃત્યુ પામ્યા એવી પરંપરા શકય છે એવા નિર્ણય, ઝાઝી ગરબડ વિના સ્વીકારી લેવા જોઈએ.” નવીન સંશાધનાએ હજી વિરૂદ્ધ પુરાવાઓ રજુ કર્યા નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્વેતાંબર પરંપરા સંઘના વિભાગ માટે બે બયાન રજુ કરે છે. (૧) ભદ્રભાહ નેપાળ ગયા અને ત્યાં ધ્યાનમગ્ન થયા. એમની અનુપસ્થિતિ દરમ્યાન, સ્થૂલભદ્ર બધા અનુયાયીઓની પરિષદ બોલાવી અને દ્વાદશાંગો રજુ કર્યા. દિગંબરોએ એ ધર્મગ્રંથોનું પ્રામાણ્ય ન સ્વીકાર્યું કારણ કે તેઓ માનતા હતા કે મૂળ ધર્મગ્રંથો ઘણા વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા હતા. (૨) શિવભૂતિ નામે સાધુ હતું. દીક્ષા પહેલાં તે એક રાજસેવક હતા. તેણે શ્રમણધર્મ સ્વીકાર્યો ત્યારે રાજાએ તેને કેટલાંક સુંદર વસ્ત્રો ભેગો એક કાંબળો પણ આપ્યો. વસ્ત્રોના પરિગ્રહમાં સંપત્તિ પ્રત્યેની આસક્તિ આવી જતી હોવાથી ગુરુએ આ વસ્ત્રોને ત્યાગ કરવાનું કહ્યું. શિવભદ્દે તેમ કરવાની ના પાડતાં ગુરુ ગુસ્સે થયા, અને તેમણે જાતે વસ્ત્રો ફાડી નાખ્યાં. શિવભૂતિ ગુસ્સે થયા, ગુરુથી છૂટા પડયા અને તેમણે શ્વેતાંબરોને નવો સંપ્રદાય શરૂ કર્યો. - આમાંના એક પણ બયાનને ઐતિહાસિક સમર્થન નથી. મને એવું લાગે છે કે આ વિભાગો ધીમે ધીમે પડ્યા હશે અને પછી કોઈક સમયે તેમણે નિશ્ચિત રૂપ પ્રાપ્ત કર્યું હશે. શ્રુતકેવલી ભદ્રબાહુ દક્ષિણમાં ગયા પછી સ્થૂલભદ્ર અને તેમના શિષ્યો ઉત્તરમાં રહ્યા. ગ્રીક ઇતિહાસકારોએ નગ્ન તત્ત્વવેત્તાઓનો ઉલ્લેખ કર્યો છે તે પરથી એલેકઝાન્ડરે (ઈ. સ. પૂ. ૨૨૭–૨૨૬માં) ભારત પર હુમલો કર્યો ત્યારે ઉત્તરમાં દિગંબરો જ હતા તે વિષે કોઈ સંશય નથી. પાના સમય દરમ્યાન અધોવસ્ત્ર પહેરતા સાધુઓ હશે એવું લાગે છે પણ મહાવીર પોતે જ નગ્ન સંપ્રદાયને વળગી રહ્યા હતા તેથી એમના સમયમાં અધોવસ્ત્ર પહેરવાના રિવાજને બહુ મહત્ત્વ ન મળ્યું. પંડિત બેચરદાસ, જે શ્વેતાંબર જૈન છે તેઓ એવો અભિપ્રાય વ્યકત કરે છે કે જખ્ખસ્વામીના નિર્વાણ પછી જ આચારમાં શિથિલતા આવી હશે. મહાવીરે ઘડેલા કઠોર નિયમોથી છુટા પડવાની વૃત્તિ આવી હશે અને ભાગલાનું વિષવૃક્ષ વધવા લાગ્યું હશે. શરીરના અંગે ઢાંકવા માટે સાધુઓએ વેત વસ્ત્રોનો ઉપયોગ શરૂ કર્યો. વળી તેઓ કેટલાંક લાકડાનાં પાત્રો પણ રાખવા લાગ્યા. તીર્થકરોની પ્રતિમાઓને સુવર્ણનાં તેમજ હીરાજડિત આભૂષણોથી અલંકૃત કરવાની પ્રથા શરૂ થઈ. એસ. ગેપાલન એવું માને છે કે ઈ. સ. ૮૩માં આ વિભાગો કાયમી બની ગયા. હરમાન યાકોબી એવો અભિપ્રાય આપે છે કે અર્ધફલકોને સંપ્રદાય ઈ. સ. ૮૦માં વેતાંબર પંથ તરીકે વિકાસ પામ્યો. તેઓ નોંધે છે : “જૈન ધર્મનું વિભાજન ક્રમશ: થયું. એકબીજાથી ઘણે દૂર રહેલા વિભાગે પિતાપિતાને વિકાસ કર્યો જતા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ હતા; ઈ. સ.ની પહેલી સદીમાં તેમને પોતાની ભિન્ન માન્યતાઓનો ખ્યાલ આવ્યો. પણ આ ભેદ થોડો હતો અને ધાર્મિક પરિગ્રહને લગતે હતો.” જે. એલ. જેની પણ આવો જ મત ધરાવે છે. “શ્વેતાંબર – શ્વેતવસ્ત્ર ધારણ કરનાર અને દિગંબર – દિશારૂપી વસ્ત્ર ધારણ કરનારા એટલે કે નગ્ન એવા બે સંપ્રદાયોમાં જૈન ધર્મનું વિભાજન, તેમની બંનેની સાક્ષી પ્રમાણે, મહાવીર પછી ૬૦૯ વર્ષે, એટલે કે ઈ. સ. ૮૦માં થયું પણ વિભાજનનાં બીજ પહેલી પરિષદમાં નંખાયાં હતાં.” એ. એલ. બશામાં પોતાનો મત આ રીતે રજુ કરે છે: “સ્થળાંતરને પરિણામે, સાધુઓના આચાર અંગે જૈન ધર્મમાં બે મોટા વિભાગો પડી ગયા. સ્થળાંતર કરી જનારા જૈનના અગ્રણી, સંઘના વડા ભદ્રબાહુએ, મહાવીરે આપેલો નગ્નતાને નિયમ ચાલુ રાખવા અનુરોધ કર્યો. ઉત્તરમાં જ રહેલા સાધુઓના અગ્રણી સ્થૂલભદ્ર દુષ્કાળની વિટંબણાઓ અને મુશ્કેલીઓને કારણે પોતાના અનુયાયીઓને શ્વેત વસ્ત્ર પહેરવાની છુટ આપી. આને કારણે જૈનેના શ્વેતાંબર અને દિગંબર એવા બે ભાગ પડ્યા. ઈસવી સનના પહેલા સૈકામાં આ વિભાગો કાયમી બન્યા.” શ્રીમતી સ્ટીવન્સન પણ કહે છે કે ઈ. સ. ૭૯ અથવા ૮૨માં આ વિભાગો કાયમી થયા. બંને સંપ્રદાયોમાં મૂળ કોઈ ભેદ ન હોવા છતાં આજ સુધી આ વિભાગો ચાલુ છે. બંને સંપ્રદાયોના ગૌણ ભેદો આ પ્રમાણે છે: (૧) શ્વેતાંબર સાધુઓ શ્વેત વસ્ત્રો પહેરે છે. તેમની પ્રતિમાઓ સુવર્ણ અને હીરાના અલંકારોથી અલંકૃત હોય છે. આ પ્રતિમાની આંખો કાચની હોય છે. પ્રતિમા રેશમી વસ્ત્રો ધારણ કરતી હોય છે. આદર્શ દિગંબર સાધુઓ અને તેમના તીર્થકરોની પ્રતિમાઓ નગ્ન હોય છે. (૨) દિગંબરો માને છે કે શારીરિક સ્થિતિ અને સામાજિક દરજ્જો ઉતરતી કક્ષાનો હોવાથી સ્ત્રીઓ મેક્ષ મેળવી ન શકે. શ્વેતાંબરો આથી વિરૂદ્ધ મત ધરાવે છે. (૩) આગળ નોંધાયું છે તે પ્રમાણે દિગંબરોની માન્યતા અનુસાર મહાવીર અપરિણીત હતા. છે તાંબર માને છે કે તેઓ પરિણીત હતા અને તેમને એક પુત્રી હતી. (૪) શ્વ તાંબરો દ્વાદશાંગે અને બીજા ધર્મગ્રંથનાં પ્રામાણ્ય અને પવિત્રતાને સ્વીકારે છે. દિગંબરો માને છે કે મૂળ અને સાચા ગ્રંથે લાંબા સમયથી લુપ્ત થઈ ગયા છે. (૫) શ્વેતાંબરો માને છે કે સર્વજ્ઞ કે મુકત કેવલીએ આહાર કરતા હતા. દિગંબરે આવું માનતા નથી. (૬) શ્વેતાંબરો માને છે કે સત્તરમાં તીર્થકર મલ્લિનાથ, મહિલા Page #57 -------------------------------------------------------------------------- ________________ નામે સ્ત્રી હતાં. દિગંબરો માને છે કે તેઓ પુરુષ હતા. (૭) શ્વેતાંબર સાધુઓ જુદાં જુદાં ઘરમાંથી ખાવાનું વહોરે છે જ્યારે દિગંબર સાધુઓ પિતાને સંકલ્પ પૂર્ણ કરે તેવાં એક ઘરમાંથી જ ખાવાનું લે છે અને ઊભા રહીને ખાય છે. દિગંબર આ પંથના આદર્શ સાધુઓ નગ્ન હોય છે. જમીન કે લાકડાની ફરસ પર બેસતાં પહેલાં તેઓ કોઈ જંતુ હોય તે તેને હળવેથી દૂર કરવા માટે મયૂરપિચ્છનો એક નાનો ગુચ્છા રાખે છે. તેઓ પાણી ભરવા માટે લાકડાનું કમંડલુ પણ રાખે છે અને શૌચ જાય ત્યારે તેને સાથે રાખે છે. તેઓ માત્ર એક જ વખત ભેજન કરે છે અને બે હાથની અંજલિ તે જ તેમની થાળી હોય છે. તેમને ઉદ્યાને કે એકાંત ગૃહોમાં રહેવાનો આદેશ છે પણ તેઓ ગામડાં અને ગામમાં રહેવા લાગ્યા છે. આવાં પરિવર્તન તરફ ગુણભદ્ર પિતાની નારાજી બતાવી છે. કેટલાક સાધુએ મંદિરોમાં રહેવા માંડયું ત્યાં સુધી શિથિલતા ચાલ્યા કરી. પણ શ્વેતાંબરોની જેમ આ એક નિયમિત રિવાજ થયો ન હતો. દિગંબરોમાં પણ કેટલાક સંઘો અથવા વર્ગો વિકસ્યા લાગે છે. શ્રવણબળગલાના કેટલાક આલેખામાંથી મળી આવતા ઉલેખ પ્રમાણે મૂલ સંઘ પ્રચલિત હશે એવું લાગે છે. ઈન્દ્રનંદિના સમય દરમ્યાન વીર, અપરાજિતસેન, ભદ્રસિહ, ચન્દ્ર વગેરે સંઘે ધીરે ધીરે અસ્તિત્વમાં આવ્યા હતા. અહંદુબલિના સમયમાં તેમને માન્ય રાખવામાં આવ્યા. વિક્રમ સંવત્ ૭૫૩માં કુમારસેન મુનિએ કાષ્ઠસંઘ સ્થાપ્યો. તેમણે મોરનાં પીંછાંને બદલે ઢોરની પુંછડીના વાળનો રજોણો વાપરવો શરૂ કર્યો. સ્ત્રીઓને તેમણે સાધ્વધર્મની દીક્ષા આપવા માંડી અને તેમની પાસે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવડાવવા માંડી. બસે વર્ષ પછી મથુરામાં મથુરાસંઘ નામનો સંઘ સ્થપાયો. આ સંઘના સાધુઓએ રજોણો તદન કાઢી જ નાંખ્યો. વજસૂરિએ દ્રવિડસંઘ સ્થાપ્યો. તેમના આચારમાં શિથિલતા હતી પણ તેઓ મંદિરની મરામત કરાવતા અને મંદિર માટે ભૂમિ વગેરેનું દાન લેતા. દિગબરના પેટા સંઘ દિગંબરોના ત્રણ પેટા સંઘે છે : (૧) તેરાપંથ (૨) બિસપંથ (૩) તારણપંથ. દક્ષિણ ભારતમાં પાંચમ, ચતુર્થ, બોગર, સેતવાલ જેવાં નાના સંઘ પણ છે પણ આ સંઘો તેમના વ્યવસાયને કારણે અસ્તિત્વમાં આવ્યા હોય એવું લાગે છે. કોઈ ગ્રંથ કે ઐતિહાસિક મૂલ્ય ધરાવતી નોંધમાં તેમને ઉલ્લેખ નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧, તે રાહપંથ જૈન મઠોના ઉપરીઓ ભટ્ટારક કહેવાતા. તેઓ તેમના પદ ઉપરાંત સંપત્તિ અને બીજી કેટલીક સામગ્રી મેળવતા. સંઘના એક વિભાગે તેમની રહેવાની રીત સામે વાંધો ઉઠાવ્યો હોય અને તેમના પ્રત્યે આદર દર્શાવવાનું કે તેમને પ્રણામ કરવાનું બંધ કર્યું હોય એમ લાગે છે. અઢારમી સદીના સમયમાં આ ગ્રાના રહેવાસી બનારસીદાસે આ વિરોધનું સુકાન સંભાળ્યું હોય એવું લાગે છે. આ જૂથ તેરાપંથીને નામે ઓળખાયું. તેના અનુયાયીઓ ભટ્ટારકને માન આપતા નથી. પ્રતિમાઓને શણગારવાને પણ તેઓ વિરોધ કરે છે. તેઓ પૂજામાં પુષ્પ અને કેસરને નિષેધ કરે છે. આ જૂથે ભારતના દરેક ભાગમાં ફેલાયું હતું. ૨. બીસપંથ ભટ્ટારકના ટેકેદારો પોતાને બીસપંથી કહે છે. તેઓ નગ્ન પ્રતિમાની પૂજા કરવાની રૂઢિગત પ્રણાલિકાને અનુસરે છે. પૂજામાં પુષ્પ અને અગરબત્તીને ઉપયોગ કરે છે અને ફળ વગેરેનાં નૈવેદ્ય ધરે છે. આ જૂથો શાંતિપૂર્વક રહે છે. તેમની વચ્ચે કોઈ તકરાર નથી. તેઓ દિગંબરોના ધર્મગ્રંથોને સ્વીકારે છે. ૩. તારણપંથ પહેલાંના ગ્વાલિયર રાજ્યના મલ્હારગઢમાં મૃત્યુ પામેલા તારણતરણસ્વામી આ પંથના પ્રણેતા હતા. તેમના સમાધિસ્થળને તેમના અનુયાયીઓ યાત્રાસ્થળ ગણે છે. તેઓ મૂર્તિપૂજાનો વિરોધ કરે છે. તેઓ મંદિરો બાંધે છે પણ પ્રતિમાને સ્થાને ધર્મગ્રંથો રાખે છે. પૂજામાં તે ફળ કે ફૂલ જેવી ચીજોને ઉપયોગ કરતા નથી. દિગંબરોના ધર્મગ્રંથો ઉપરાંત તેઓ તેમના આચાર્યો લખેલાં પુસ્તકોની પણ પૂજા કરે છે. તેમની મોટા ભાગની વસતી મધ્ય પ્રદેશમાં છે. શ્વેતાંબરેના પિતા સાથે તાંબરોના ત્રણ પેટા સંઘો છે: મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી. શ્વેતાંબર સાધુઓને ઉલ્લેખ પહેલાં થઈ ગયો છે. શ્વેત વસ્ત્રો ધારણ કરવા ઉપરાંત તેઓ મૂલ્યવાન રેશમી વસ્ત્રો, આભૂષણ અને હીરાથી શોભતી પ્રતિમાની પૂજા કરે છે. આ સાધુઓ મંદિરમાં રહેવા લાગ્યા અને દ્રવ્ય વગેરેને સંગ્રહ કરવા લાગ્યા. સ્ત્રીઓએ આણેલાં ભજન અને બીજી સ્વાદિષ્ટ વસ્તુઓને તેઓ સ્વીકાર Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કરે છે અને પૂજામાં સુગંધી દ્રવ્યો તેમ જ ધૂપના ઉપયોગ કરે છે. તેઓ ગીત ગાય છે અને જ્યાતિષને આધારે ભવિષ્યકથન કરે છે. તેમનામાં ઉપકેશગચ્છ, ખરતરગચ્છ, તપાગચ્છ જેવા અનેક સંઘ છે. ચૈત્યવાસી ( મંદિરમાં રહેનારા ) આ પેટાસંઘની ઉત્પત્તિના ચાક્કસ સમય માટે મતભેદ છે, પણ ઈસવી સનની ચોથી સદીના પ્રારંભમાં તેનો ઉદ્ભવ થયો હશે. કલ્યાણવિજયજીના મત એવા છે કે આ પંથના ઉદ્ભવ ઈ. સ. ૩૫૫ પહેલાં થયા હશે. આ સંઘના અનુયાયીઓએ વિહારોમાં રહેવાનું છોડી દીધું અને તેમના ચારિત્ર્યમાં શિથિલતા વધવા લાગી. તેઓ મંદિરોમાં રહેવા લાગ્યા. સમય જતાં તેમની સંખ્યા વધી. તેમની દલીલ છે કે વર્તમાન સમયમાં સાધુઓએ મંદિરમાં રહેવુ જોઈએ. હરિભદ્રસૂરિએ આ રિવાજની ટીકા કરી છે અને તેમના અત્તર, પુષ્પ અને ફળના ઉપયોગ સામે તેમ જ બેત્રણ વખત ખાવા સામે, તેલ ચાળીને સ્નાન કરવા સામે, બાળકોને શિષ્ય બનાવવા માટે ખરીદવા સામે, મંત્ર અને તેના અનુષ્ઠાન સામે, ધર્મગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણેનું આચરણ કરતા સાધુઓ પાસે લાકોને જતા અટકાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. જિનવલ્લભ, જિનદત્ત અને પછીના બીજા સાધુઓએ પણ આવા સાધુઓની ટીકા કરી છે. લગભગ ઈ. સ. ૭૪૫માં કે તેની આજુબાજુ અણહિલપુરના ચાવડા રાજાએ શીલગુણસૂરિના કહેવાથી ચૈત્યવાસી સિવાયના સાધુઓના નગરપ્રવેશ અટકાવતા હુકમ કાઢયો. સને ૧૦૧૩માં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિએ રાજા દુર્લભદેવના દરબારમાં જુદા જુદા પંથના ધર્મગ્રંથો વિષેની ચર્ચામાં આ પંથના સાધુઓનો પરાજય કર્યા ત્યારે આ હુકમ બદલાયા. તે પછી ચૈત્યવાસીઓનું બળ ઘટયું. પેાતાને ‘તિ ’ અથવા શ્રીપૂજ્ય ' કહેવડાવતા શ્વેતાંબર આ પંથના છે. પાતાને ‘ સંવેગી ’ કહેવડાવે છે. તેઓ વનમાં વસતા સાધુઓના અનુયાયી 6 જે સ્થાનક્વાસી અત્યારે ગુજરાત રાજ્યમાં, પહેલાંના શિરોહી રાજ્યના અરહતનાડા નામના ગામમાં ઈ. સ. ૧૪૧૫માં જન્મેલા લાંકાશાહે આ સંપ્રદાય સ્થાપ્યા હતા. તે સવાળ કુટુંબમાં જન્મ્યા હતા. પચ્ચીસ વર્ષની ઉંમરે તેઓ અમદાવાદ ગયા. ત્યાં મેાહમ્મદશાહનું શાસન હતું. હીરાના વેપારના સોદામાં સુલતાનને લાંકાશાહના પરિચય થયો. લાંકાશાહની કુશળતાથી શાહ બહુ પ્રસન્ન થયા અને જે તિજોરીમાં પોતાનાં બધાં ઘરેણાં રાખતા તેના રક્ષક તરીકે શાહે તેમને નીમ્યા. ઝેરથી છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મેહમ્મદશાહનું મૃત્યુ થયું ત્યારે તેઓ ઘણા દુ:ખી થયા અને નોકરી છોડી દીધી. તેમના અક્ષરોથી ખુશ થઈને જ્ઞાનશ્રી નામના મુનિએ ધર્મગ્રંથોની નકલ કરવાનું કામ તેમને સોંપ્યું. તેમણે ઘણા ધર્મગ્રંથોની નકલ કરી. આ કામ કરતાં એક એક નકલ તેઓ પોતાને માટે પણ રાખતા. વખત જતાં તેમને લાગ્યું કે મૂર્તિની પૂજા કરવાની જે રીતે તે સમયે પ્રચલિત હતી તે ધર્મગ્રંથને અનુસરતી ન હતી. તેથી તેમણે જૈન ધર્મમાં સુધારો કરવા ધાર્યો. તેમનાં વ્યાખ્યાને સાંભળવા અમદાવાદમાં જે લોકો આવતા તેમના પર આ વ્યાખ્યાનોનો બહુ પ્રભાવ પડયો અને તેમણે કાશાહને પિતાનું નેતૃત્વ લેવા વિનંતિ કરી. પોતે ગૃહસ્થ હોવાથી આવું નેતૃત્વ લેવાની લીંકાશાહે ના પાડી. જ્ઞાનશ્રીમુનિએ તેમને સાધુધર્મની દીક્ષા આપી તે પછી લોકાગચ્છનો ઉદ્ભવ થયો. બીજું બયાન એવું છે કે એક મુસ્લિમને શિકાર કરતો જોઈને દુ:ખ અને કરુણાથી તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેમણે શાહની સેવા છોડી દીધી. આ વિચારધારાના અનુયાયીઓ “ટુંડિયા’ કહેવાતા. તેઓ સ્થાનકવાસી પણ કહેવાતા કારણકે તેઓ પોતાની ધર્મક્રિયાઓ “સ્થાનક' – જે પ્રાર્થના ખંડ જેવા છે – તેમાં કરે છે. આ પંથના અનુયાયીઓ ગુજરાત, મારવાડ, કાઠિયાવાડ વગેરેમાં વધારે પ્રમાણમાં મળે છે. તેઓ પોતાને વેતાંબર પંથના ગણાવે છે. પણ ધાર્મિક ક્રિયાનાં અનુષ્ઠાનમાં સ્થાનકવાસી શ્વેતાંબરોથી જુદા પડે છે. સ્થાનકવાસીઓ મંદિર બાંધતા નથી, મૂર્તિપૂજામાં માનતા નથી અને યાત્રાધામોમાં પણ માનતા નથી. તેઓ પોતાના મુખ પર સફેદ પટ્ટી બાંધે છે. લોકાશાહની માફક તેઓ ધર્મગ્રંથોમાંથી માત્ર અગિયાર ધર્મગ્રંથોની પ્રમાણિકતા સ્વીકારે છે. લગભગ અઢારમી સદીમાં સત્યવિજય મુનિએ શ્વેતાંબર સાધુઓને પીળાં વસ્ત્ર પહેરવાનું કહ્યું જેથી તેઓ સ્થાનકવાસીઓથી જુદા પડે. એ રિવાજ આજ સુધી ચાલુ છે. અ-મૂર્તિપૂજક તેરાપંથીઓ આ પેટાસંપ્રદાય આચાર્ય ભિક્ષુ અથવા ભિકમઋષિએ મારવાડમાં સ્થાપ્યો હતો. અત્યારના રાજસ્થાન પરંતુ પહેલાંના જોધપુરના કાંટલિયામાં લગભગ ઈ. સ. ૧૮૬૦માં તેઓ જમ્યા હતા અને ઈ. સ. ૧૮૮૫ (સંવત ૧૮૦૩)માં તેમણે સાધુધર્મની દીક્ષા લીધી. ધર્મનું મૂળ અહિંસા હોવા છતાં આપણે આપણાં દૈનિક જીવનમાં હિંસા આચરીને ધર્મને બદલે અધર્મનું આચરણ કરીએ છીએ, એવી દલીલને આધારે તેમણે આ પંથ સ્થાપ્યો. મુનિના અગ્રણીને Page #61 -------------------------------------------------------------------------- ________________ સંઘના સૌ સભ્યો માન આપે છે અને દૈનિક જીવનમાં પણ તેમના આદેશનું સૌ પાલન કરે છે. તેમના આચાર પ્રમાણે ગુરુને તેમણે દરરોજ પ્રણામ કરવાના હોય છે. કલકત્તા અને બીજાં શહેરોમાં આ સંપ્રદાયનાં ઘણા અનુયાયીઓ હોવા છતાં ભારતના પશ્ચિમ ભાગમાં આવા અનુયાયીઓની સંખ્યા વધુ છે. યાપનીય સંઘ દિગંબર અને શ્વેતાંબર ઉપરાંત યાપનીય સંઘ નામનો એક પ્રાચીન સંઘ પણ છે. તેને ગૌણ સંઘ પણ કહે છે. આ માર્ગની સ્થાપના શ્રીલશ નામના વેતાંબર સાધુએ ઈ. સ. ૧૪૮માં કરી. સંઘના બે વિભાગો પડયા પછી ૭૦ વર્ષે આ સંઘ સ્થપાયો હોવાથી આ માર્ગ બંને માર્ગોના સમન્વયરૂપ હોય એવું લાગે છે. આ પંથને ઉદ્ભવ ઉત્તર કર્ણાટકમાં થયો લાગે છે. કનડપ્રદેશના શિલાલેખમાં યાપનીયોને ઉલ્લેખ વારંવાર આવે છે. આનાથી ઊલટું, બીજા પ્રદેશમાં કયાંય આવો ઉલ્લેખ મળતો ન હોવાથી, પાપની માત્ર કર્ણાટકના જૈન ધર્મમાં જ હતા એવું કહી શકાય. લગભગ પાંચમી સદીથી ચૌદમી સુધી તેમનું બળ ઉત્તરોત્તર વધતું ગયું. તેમણે પિતાના સંઘો રચ્યા અને કર્ણાટકના ઘણા ભાગોમાંથી રાજાઓએ તેમને ઉત્તેજન આપ્યું. પ્રજાના પણ ઘણા વર્ગોને ટેકો તેમને મળ્યો. યાપનીય સાધુઓનું મુખ્ય સ્થાન બેલગામ જિલ્લાના સૌનદત્તી તાલુકાના હસર અને મનેલી ગામોમાં છે. આ નવા માર્ગે ઘણે ઉદાર દૃષ્ટિકોણ અપનાવ્યો હોય એવું લાગે છે. તેના સ્થાપકોએ સુધારાવાદી વલણ અપનાવ્યું, પણ કેટલાંક મહત્તવનાં દિગંબરોનાં તેમ જ શ્વેતાંબરોનાં લક્ષણોને તેમણે જાળવી રાખ્યાં. આ પંથના સાધુઓ નગ્ન રહેતા. તેઓ મયૂરપિચ્છને રજો લઈ ફરતા અને હાથમાં ભેજન કરતા. તેઓ નગ્ન પ્રતિમાઓની પૂજા કરતા અને પ્રણામ કરતા ભક્તોને સંઘર્મવૃદ્ધિરતું (સાચા ધર્મની વૃદ્ધિ થાઓ)’ એ આશીર્વાદ આપતા. સ્ત્રીઓ પણ મોક્ષ મેળવી શકે અને કેવલીઓ તેમની પાસેથી ભોજન વહોરી શકે એવી શ્વેતાંબર માન્યતા તેમણે સ્વીકારી. પાલ્યકીતિને નામે ઓળખાતા વૈયાકરણ શાકટાયન આ પંથને હતો. પાલ્યકીતિએ રચેલાં પુસ્તકો તેમના અનુયાયીઓ વાંચતા. Aવેતાંબર પરંપરા પર આધારિત કેટલાક ધર્મગ્રંથે તેઓ સ્વીકારતા. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ યાપનીયો ઘણા ઉદારમતવાદી લાગે છે. તેઓ એમ માને છે કે બીજા સિદ્ધાંતમાં માનનારાઓ, તેમ જ ગૃહસ્થો પણ મોક્ષ મેળવી શકે છે. આવી ઉદાર અને વિશ્વાસ ઉત્પન્ન કરે એવી માન્યતાઓને કારણે જ્યાં જતા ત્યાં આ સાધુઓનું ઉષ્માભર્યું સ્વાગત થતું. આવી જ સમાઈ જવાની વૃત્તિ અને અનુકૂળ થઈને રહેવાની આવડતને કારણે યક્ષીપંથ પ્રચલિત થયો. દક્ષિણ ભારતના જૈન પુરોહિતોએ દેવની પૂજાવિધિ અને ક્રિયાકાંડમાં ઘણા નવા પ્રયોગો પ્રચલિત કર્યા. થાપનીય અને તેમના મતને સમાજના રૂઢિચુસ્ત વર્ગોએ વિરોધ કર્યો. તેમની લોકપ્રિયતાનાં ઘણાં કારણો હતાં. ધાર્મિક સિદ્ધાંતમાં વળવાની વૃત્તિ, સામાન્ય જમાં છૂટથી હરવુંફરવું, બીજા સંપ્રદાયોને છેડી છુટછાટ આપવી, યક્ષ અને યક્ષિણીની પ્રથા દાખલ કરવી, રાજા અને પ્રજા પાસેથી મળતી ઉદાર મદદમાંથી ધાર્મિક સંસ્થાઓ સ્થાપવી અને સ્ત્રીઓને સાધ્વધર્મમાં પ્રવેશ કરવા ઉત્તેજન આપવું–આવાં કારણોથી આ સંઘ લોકપ્રિય બન્યો. સિદ્ધાંતની લોકપ્રિયતા અને પ્રજાજીવન પર સાધુઓ અને સાધ્વીઓની આટલી પકડ હોવા છતાં આ નવો માર્ગ કયારે અદશ્ય થયો તે કહેવું મુશ્કેલ છે. પંદરમી સદીના અંત સુધી તે પ્રચલિત હશે એવું બેલગામ જિલ્લાના કાગવાડા પાસે મળેલા વિક્રમ સંવત ૧૪૫૧ના આલેખોમાંથી આ સંપ્રદાયના બે સાધુ–ધર્મકીર્તિ અને નાગચન્દ્રના મૃત્યુને ઉલ્લેખ થયો છે તે પરથી પુરવાર થાય છે. Life of Bahubali'માં રતનનન્દી આચાર્યો તેમ જ બીજાં કેટલાંક પુસ્તકોમાં અર્ધફલક પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રતનનંદીનું કહેવું છે કે સંપ્રદાયના સાધુઓ વસ્ત્રના ટુકડાથી તેમની નગ્નતાને ઢાંકતા. આ ઉપરથી એવું અનુમાન થઈ શકે કે જૈન સમાજના શ્વેતાંબર સંપ્રદાયને પૂરો વિકાસ થયો તે પહેલાં આ સંઘ પ્રચલિત હશે. પંથોની સંખ્યા ગમે તેટલી હોય, પણ તીર્થ કરો અને તેમણે ઉપદેશેલા સિદ્ધાંતને બધા જ પંથે માન્ય રાખે છે. મતભેદો માત્ર ઉપરઉપરના જ છે. જૈનધર્મનાં નીતિશાસ્ત્ર, તત્ત્વવિદ્યા કે ઈશ્વરજ્ઞાનના સ્વરૂપ અંગે મતભેદ છે, અંતસ્તત્ત્વ અંગે કોઈ મતભેદ નથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ઈશ્વર અને પૂજા વિષેના વિચારે ઘણી વખત જૈન ધર્મની ટીકા કરતાં લોકો તેને નાસ્તિક ધર્મ કહે છે. હિંદુ આસ્તિક દર્શનેમાં માનતા વિવેચકો પોતાના આ મત માટે ત્રણ કારણ આપે છે : જેને ઈશ્વરમાં માનતા નથી; તેઓ વેદના પ્રમાણમાં માનતા નથી; તેઓ પારલૌકિક જીવનમાં માનતા નથી. તીર્થકરોના આદેશ, વૈદિક વિધિઓ, કર્મકાંડો, થશે અને વૈદિક ધર્મમાં પુજાતા અનેકાનેક દેવોની વિરુદ્ધ હોવાથી, જૈન વેદનાં પ્રામાણ્યને સ્વીકારતા નથી તે તો સ્વીકારવું જ રહ્યું. નાસ્તિક' શબ્દનું અર્થઘટન જુદી જુદી રીતે કરવામાં આવે છે. “અતિ નાપ્તિ મતીતિ' એવાં પાણિનિનાં સૂત્રને એ અર્થ કરવામાં આવ્યો છે કે પરલોક અથવા મૃત્યુ પછીના જીવનને જે સ્વીકારતો નથી તે નાસ્તિક છે. ન્યાયકોશ પ્રમાણે ઈશ્વરના અસ્તિત્વને જે માનતું નથી તે નાસ્તિક છે. મનુએ કહ્યું છે કે વેદોની મહત્તાની જે નિંદા કરે છે તે નાસ્તિક છે (નાસ્તિો વેનિ:). નાસ્તિકતાની ભાવનામાં વેદોના સ્વીકારની વાત આવતી નથી. “વ્યુત્પત્તિ અને રૂઢિ બંને પ્રમાણે નાસ્તિકતા મૂળમાં એક નકારાત્મક ભાવના છે અને ઈશ્વરવિષયક સ્વીકારાત્મક માન્યતાઓના વિરોધની અભિવ્યકિત છે. આસ્તિકવાદ એટલે એવી માન્યતા કે ઇન્દ્રિયગ્રાહ્ય અથવા કલ્પના કે તર્ક દ્વારા અનુમેય, બ્રહ્માંડની બધી હસ્તીઓ પોતાની ઉત્પત્તિ તેમજ સ્થિતિ ટકાવવા માટે જે અનંત, નિત્ય, ચૈતન્યમય, સર્જનાત્મક અને ક્રિયાશીલ ઇચ્છાશકિતના કાર્ય પર આધાર રાખે છે, તે તત્ત્વમાં માન્યતા. પોતાની ઉચ્ચતર અવસ્થામાં આ સ્વયંભૂ સત્ પોતાનાં સત્ત્વ અને સ્વરૂપનો પોતાનાં બુદ્ધિસંપન્ન પ્રાણીઓના વિચાર અને આદર્શોમાં ઉત્તરોત્તર આવિર્ભાવ કરે છે અને તેમની સાથે વ્યકિતગત સંબંધ રાખે છે. પૂર્વાવસ્થામાં આસ્તિકવાદ ઈશ્વરને પ્રત્યેક પરિમિત અને પરતંત્ર હસ્તીઓનાં કારણ અને ભૂમિકારૂપે સ્વીકારે છે પણ આગળ વધતાં તે ઈશ્વરને સર્વવ્યાપી, સર્જક અને સર્વોપરી તેમજ પિતાને આવિર્ભાવ કરતાં તવરૂપે નિહાળે છે.” મને એવું લાગે છે કે જુદા જુદા ધર્મસ્થાપકોના ઈશ્વર વિશેના વિચારોની જેમ, “આસ્તિકવાદ” શબ્દના અર્થમાં પરિવર્તન થતાં ગયાં હશે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર વિષેને સૌથી સામાન્ય ખ્યાલ એ છે કે તે સર્વશ્રેષ્ઠ છે, તેણે જગતનું સર્જન કર્યું છે અને જગત પર તેનું શાસન છે. બધાં પ્રાણીઓનું ભાવિ તેના હાથમાં છે, અને દરેક મનુષ્યનાં સત્કૃત્ય કે દુષ્કૃત્ય અનુસાર તે તેમને સારો બદલ આપે છે અથવા દંડ દે છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ કહ્યાં છે: यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति । तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥ २१ ॥ स तया श्रद्धया युक्तस्तस्याराधनभीहते । लभते च ततः कामान्मयैव विहितान्हि तान् ॥ २२ ॥ “મારો ભક્ત શ્રદ્ધાપૂર્વક ઈશ્વરના જે સ્વરૂપને પૂજવા ઇચ્છે છે તે સ્વરૂપમાં હું તેને અચળ શ્રદ્ધા આપું છું. આ શ્રદ્ધાથી યુક્ત થઈને તે દેવની આરાધના કરે છે અને પિતાનું ઇચ્છિત મેળવે છે. હું જ એ ઇચ્છાઓને પૂર્ણ કરું છું.” ઇશ્વરના ભ્રષ્ટાત્વના ગુણ અંગે સ્વામી વિવેકાનંદે કહ્યું છે : “આ સુષ્ટિ કોણે રચી? પ્રભુએ. અંગ્રેજી શબ્દ “God' દ્વારા હું શું કહેવા ધારું છું? સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં જે રીતે એ શબ્દનો પ્રયોગ થાય છે તેના કરતાં ઘણું ભિન્ન–અંગ્રેજીમાં એને માટે બીજો યોગ્ય શબ્દ નથી. એને બદલે હું સંસ્કૃત શબ્દ–“બ્રહ્મ’ને પ્રયોગ કરીશ. આ બધા આવિર્ભાવાનું કારણ તે જ છે. તે નિત્ય છે, નિત્યશુદ્ધ, નિત્યબુદ્ધ, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, પરમકૃપાળુ, સર્વવ્યાપી, નિરાકાર, અખંડ છે. તે આ વિશ્વને સર્જે છે.” સંસ્કૃતિના આદિકાળમાં અગ્નિ, વાયુ, વરસાદ જેવા પ્રકૃતિનાં પ્રબળ તોને જ મનુષ્ય ઈશ્વર માનતે. પ્રકૃતિનાં અજેય સ્વરૂપનો વિચાર કરતાં તે વિસ્મય પામતો હશે. તેનાં ઘણાં સ્વરૂપોની કલ્પના કરી તેમને તે પૂજાને પાત્ર ગણતો હશે અને વિવિધ પ્રકારનાં નૈવેદ્ય ધરી, તેમજ પશુયજ્ઞ કરી, તે તેમને પ્રસન્ન કરવા ઇચ્છતા હશે. પ્રાચીન યહૂદી ધર્મ યહોવાહને વિશ્વની અષ્ટા માને છે અને આદમ તેમજ ઈવને પ્રથમ માનવો ગણે છે. આનો ઉલ્લેખ કરતાં ઇંગ્લંડના ભૂતપૂર્વ રાજકવિ રૉબર્ટ બ્રિજીસે લખ્યું છે : “મારા પિતાના વિશેની મારી પોતાની વિચારણા પ્રત્યે મને વિસ્મય ઉપર્યું. મારી વિચારણા પ્રમાણે માણસ પ્રભુની કલ્પનામાં સર્જાયો હતો. મને હજી એવું સમજાયું ન હતું કે મનુષ્યની કલ્પનામાં પ્રભુ સર્જાયા છે. મને એ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પણ સમજાયું ન હતું કે આ બંને સત્યો એક છે–આ કોઈ વાણીનું છળ કે ઉપહાસ નથી પણ ગંભીર સત્ય છે કારણ કે મનુષ્યની બુદ્ધિ આગળ વધે તેમ તેમ ઈશ્વર વિષેના તેના વિચારો પણ આગળ વધે છે, વધુ વિશાળ અને વધુ યોગ્ય બને છે. છેવટે બુદ્ધિ, આવેગ, પ્રેમનું તર્કયુક્ત સમાધાન કરી પૃથ્વી પર ખ્રિસ્તની શાંતિ ઉતારે છે. (પરમેશ્વર આવું જ આપ.).” જગતના જુદા જુદા ધર્મોના ઈશ્વર વિશેના વિચારો તપાસીએ તો આપણને જરૂર જાણવા મળશે કે પુરાણો અને પૌરાણિક કથાઓમાં ઈશ્વરનાં જે સ્વરૂપની ધારણા છે, તે સ્વરૂપ અનેક છે. આ ધારણા પ્રમાણે ભકતની પૂજા કે નૈવેદ્યથી તુષ્ટ થાય, તો ભગવાન તેમનાં અનિષ્ટોને ટાળે છે. હિંદુઓમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટીને વિચાર પ્રચલિત છે. વિષ્ણુ કે મહેશના ભકતો પોતાના દેવને જ પૂજાને પાત્ર ગણી બીજા દેવને ગૌણ ગણે છે. વિષ્ણુના દશ અવતારોની, તેઓ નિર્બળની રક્ષા કરે છે તેની અને દુષ્ટોના સકંજામાંથી ભકતોને બચાવી લે છે તેવી ઘણી વાર્તાઓ આપણે ત્યાં છે. સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી દેવીઓ છે. શિવ વિશે પણ અનેક પુરાણકથાઓ છે. ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરે જરા ઉતરતી કક્ષાના દેવો છે. વિશ્વના પાલન કે રક્ષણમાં તેમનાં કાર્યો ઉલ્લેખ કરવો અત્યારે જરૂરી નથી. વિશ્વની સૃષ્ટિ કોઈ દેવ કે દેવેએ કરી એવું જૈન ધર્મ માનતો નથી. વિશ્વ નિત્ય અને અસુષ્ટ છે. એનાં જુદાં જુદાં સ્વરૂપ હોઈ શકે અને તે સ્વરૂપ તથા લક્ષણોનાં સંધટન–વિઘટન પણ થઈ શકે. તે છ દ્રવ્યોનું બનેલું છે : જીવ, પુદ્ગલ, કાળ, આકાશ, ગતિ અને સ્થિરતાના સહાયક એટલે કે ધર્મ અને અધર્મ. વિશ્વ આ બધાં દ્રવ્યોનું સંયોજન છે. જીવ ચૈતન્ય ધરાવે છે જ્યારે પુદગલ તે ધરાવતું નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે આ ઘણું સુસંગત છે. જીવ રૂપરહિત છે અને પ્રકૃતિથી મુક્ત છે. જીવોની સંખ્યા અનંત છે. જૈનને ઈશ્વર માટેને મત એવો છે કે ઈશ્વર શુદ્ધ જીવ છે અને તે અનંત ધર્મ, જ્ઞાન, આનંદ અને શકિત ધરાવે છે. પ્રત્યેક જીવમાં આ ગુણો હોય છે જ પરંતુ દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર પ્રકારનાં કર્મોને કારણે જીવના આ સ્વાભાવિક ગુણોનો ક્ષય થયો હોય છે અથવા તેમની ઉપર આવરણ આવેલું હોય છે. પ્રથમ પ્રકારના કર્મને ક્ષય થવાથી પૂર્ણ દર્શન પ્રાપ્ત થાય છે જ્યારે બીજા પ્રકારનાં કર્મોનો ક્ષય થવાથી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. બાકીનાં બે પ્રકારનાં કર્મોને ક્ષય થવાથી અનંત આનંદ અને શકિત મળે છે. આ ચાર ગુણો કેઈના આપવાથી આવતા નથી પરંતુ તેઓ જીવના પિતાના Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ્વભાવમાં રહેલા છે. જૈન દાર્શનિકો આવા જીવને અહંત કહે છે જ્યારે લોકો તેને ઈશ્વર, સર્વજ્ઞ, વીતરાગ, પરમાત્મા, જિન વગેરે નામોએ ઓળખે છે. તેણે બધા આવેગ અને આસકિતઓને જીતી લીધાં હોય છે. સંસારનાં દુઃખ અને આપત્તિઓમાંથી તેણે મોક્ષમાર્ગ બતાવ્યો હોય છે તેથી તેને આપ્ત અથવા તીર્થંકર પણ કહે છે. ભૂખ, તરસ, ભય, દ્વેષ, આસક્તિ, માયા, ચિંતા, જરા, જવર, મૃત્યુ, શ્રમ, સ્વેદ, દર્પ, દુ:ખ, વિસ્મય, જન્મ, નિદ્રા અને શોક–આ અઢાર પ્રકારની નિર્બળતાઓમાંથી તે સંપૂર્ણ રીતે મુક્ત હોય છે જ. યથાર્થ રીતે અહંતા દેહરહિત હોય છે પણ પ્રચલિત માન્યતા પ્રમાણે દરિક દેહ ધરાવતા હોય છે અને તેમને દેહ સહસ્ત્ર સૂર્ય સમાન તેજસ્વી હોય છે. અનંત જ્ઞાન અને અનંત આનંદને કારણે આ ઈશ્વર અત્યંત તેજસ્વી હોય છે. તેને કોઈ ઇચ્છા કે કાર્ય હોતાં નથી. મનુષ્યોના વ્યવહારોમાં તે પડતો નથી તેમજ જગતની વ્યવસ્થાની જવાબદારી તેને હેતી નથી. કોઈ પણ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તે પોતાનો સમય આપતા નથી. ઈશ્વરને અપૂર્ણ ધ્યેય, અસંતુષ્ટ વાસના કે અભિલાષ હોતાં નથી. તેથી જગતની વ્યવસ્થામાં કે તેના સર્જનમાં તેને કાંઈ કરવાનું હોતું નથી. અસૃષ્ટિ અને નિત્ય જગતને અષ્ટા, શાસક કે નિયામક હોઈ શકે નહીં તે દૃષ્ટિબિંદુની સાથે અહંત અથવા ઈશ્વરને ખ્યાલ અત્યંત સુસંગત છે. સૃષ્ટિનું સર્જન કરવા માગતા ઈશ્વર માટે ઇચ્છા જરૂરી છે અને ઇચ્છા એટલે અપૂર્ણતા. આ વિષય પર એ. બી. લઠેએ એક આચાર્યને તર્ક આ પ્રમાણે ટાંક્યો છે : “ઈશ્વરે જો સૃષ્ટિનું સર્જન કર્યું, તો સર્જન પહેલાં તે ક્યાં હતો? જો તે આકાશમાં ન હતો તેણે વિશ્વને ક્યાં મૂકયું? રૂપ અને દ્રવ્યરહિત ઈશ્વર દ્રવ્યરૂપ વિશ્વને કેવી રીતે સર્જી શકે? જો દ્રવ્યને પહેલેથી અસ્તિત્વ ધરાવતું માનવામાં આવે તે તેને અસૃષ્ટ કેમ ન માનવું? જો અષ્ટા અસુષ્ટ હોય તે વિશ્વને પિતાને જાતે જ અસ્તિત્વ ધરાવતું કેમ ન માનવું? ઈશ્વર સ્વતઃપૂર્ણ છે. જો તેમ હોય તે તેને જગતનું સર્જન કરવાની જરૂર નથી. જો તે સ્વત:પૂર્ણ ન હોય તે સામાન્ય કંભારની જેમ પોતાના કાર્યમાં તે અસમર્થ થશે, કારણ કે પૂર્વધારણા પ્રમાણે પૂર્ણ જીવ જ તેનું સર્જન કરી શકે. જો ઈશ્વરે પોતાની લીલાથી જગતનું સર્જન કર્યું હોય, તો ઈશ્વર બાલિશ કહેવાશે. ઈશ્વર જ કૃપાળુ હોય અને પિતાની કૃપાથી તેણે વિશ્વનું સર્જન કર્યું હોય, તો સુખની સાથોસાથ તેણે દુઃખને કેમ ઉત્પન કર્યું?” Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ટૂંકમાં, જગત એક ચૈતન્યમય, જ્ઞાનમય ઈશ્વર વડે સર્જાયું એવી તૈયાયિકોની માન્યતા જૈનોને સ્વીકાર્ય નથી. ઈશ્વર સર્વવ્યાપી છે એવું તે સ્વીકારતા નથી કારણ કે જો તે સર્વત્ર હોય તો તે બધી વસ્તુને પોતાનામાં સમાવી લેશે, અને તેની બહાર કાંઈ રહેશે નહીં. વિશ્વને સમજાવવા માટે તે ઈશ્વરને જરૂરી ગણતા નથી. પ્રત્યેક જીવ દિવ્ય છે અને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે એવા હોય છે. જૈન દર્શનમાં ઈશ્વરના વિચાર એટલે મનુષ્યની દિવ્યતા, સ્થિર દર્શન, યથાર્થ ગ્રહણ, પૂર્ણજ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર્યથી આ દિવ્યતા પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્ય સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે; તેનાં કર્મ અને કર્મફળની વચ્ચે કોઈની દરમ્યાનગીરી ચાલી શકતી નથી. આ પ્રકારનું દર્શન નિર્બળ મનને સ્વીકાર્ય હોતું નથી. સ્ત્રી કે પુરુષો દુ:ખમાં આવી પડે ત્યારે એવી કોઈ દિવ્ય શકિતની મદદ માંગે છે જે તેમને મુશ્કેલીમાં સહાય કરે અને તેમનાં દુ:ખાને હળવાં કરે. તેઓ કૃપા અને અનુગ્રહની યાચના કરે છે પણ તેઓ ભૂલી જાય છે કે તે પોતે જ પેાતાનાં ભાગ્યવિધાતા હાય છે અને તેમનાં સુખ કે દુઃખ તેમણે પાતે જ સર્જેલાં છે. કદાચ આવાં માણસાનાં આશ્વાસન માટે જ પાછળથી યક્ષ અને યક્ષિણીના પંથ નીકળ્યો હશે. હીરાલાલ જૈનના મત પ્રમાણે જૈનાએ પોતાનાં મંદિરોમાં યક્ષ, નાગ અને બીજાં દેવદેવીને તીર્થંકરોનાં રક્ષક તરીકે સ્થાન આપ્યું કારણ કે તેઓ તેમને માટે મંદિરો બાંધતા અનાર્યની ભાવનાનું સન્માન કરવા માંગતા હતા. એક વખત ભારતમાં યક્ષ સંપ્રદાય પ્રચલિત થયા પછી યક્ષી અને બીજાં સ્વરૂપોના સંપ્રદાય પણ ફેલાયો. તેઓ કુલદેવતા હતાં. લાકોએ જૈન જીવનસરણી ગ્રહણ કરી પછી તેઓ પોતાની સાથે આ કુલદેવતાના વિચાર પણ લાવ્યા. જૈન આચાર્યોએ જૈન દેવામાં તેમને ગૌણ સ્થાન આપ્યું અને ક્રિયાકાંડામાં પણ તેમને સ્થાન મળ્યું. જૈન પુરાણામાં યક્ષ અને યક્ષિણીઓના ઉલ્લેખ આવે છે. ધરણેન્દ્ર અને પદ્માવતીને તીર્થંકર પાર્શ્વનાથની સાથે સાંકળવામાં આવ્યાં છે. તીર્થ કરોનું ધ્યાનભંગ કરવા ક્રૂર હુમલા કરતા દુશ્મનોથી તેમણે રક્ષણ કર્યું એવું કહેવાય છે. ઇચ્છા પૂર્ણ થાય તા કોઈ વસ્તુ ધરાવવાની માનતા રાખીને તેમની પૂજા કરવામાં આવે છે, તાન્ત્રિક તેમ જ માન્ત્રિક કર્મકાંડથી જૈન ધર્મ અનભિજ્ઞ છે. પણ ઇચ્છા પૂર્ણ કરે એવાં દેવદેવીઓથી ભરેલા હિંદુધર્મની અસરમાંથી સ્રીપુરુષોને દૂર રાખવા આવાં દેવદેવીઓની પૂજા વિચારવામાં આવી હશે. ટી. જી. કલઘાટગી કહે છે : “ તાન્ત્રિક વિધિઓ સાથેના જવાલામાલિનીના પંથ આ જાતની પૂજાના બીજો એક પ્રકાર ગણી શકાય. આ સંપ્રદાયના પ્રવર્તક, પોન્નૂરના હેમાચાર્ય હાઈ Page #68 -------------------------------------------------------------------------- ________________ શકે. તે વખતની પ્રચલિત માન્યતા પ્રમાણે મંત્રવિદ્યા પરનું પ્રભુત્વ ઉચ્ચપદનું લક્ષણ ગણાતું. જૈન આચાર્યોના દાવા હતા કે તેઓ પ્રખર મન્ત્રવાદીઓ હતા. જૈન ધર્મને હિંદુ સંપ્રદાયોની સ્પર્ધા કરવાની હતી. પ્રચલિત પૂજાવિધિના સંપર્કમાં રહીને, સામાન્ય માણસાને જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત કરવા આ જાતની પૂજા દાખલ કરવામાં આવી હશે.' ૫૧ જૈન તત્ત્વવિદ્યા પ્રમાણે અસ્તિત્વની ચાર દશામાંની એક દશા દેવગતિ છે. આ ગતિમાં પેાતાનાં સત્કર્મોને કારણે ભવનવાસી, વ્યંતરવાસી, જ્યોતિષ્ઠ કે કલ્પવાસી બનીને દેવતિ પામ્યાથી જીવ સ્વર્ગમાં વસી શકે. આ દેવાને જન્મ અને પુનર્જન્મ લેવા પડે છે. તેઓ બીજા જીવાને વરદાન આપી શકતા નથી. મનુષ્ય કરતાં તે એક ઉચ્ચતર કક્ષાના હોય છે પણ જન્મ મૃત્યુના ચક્રમાંથી સંપૂર્ણ મેાક્ષ મેળવવા માટે તેમણે મનુષ્ય તરીકે જન્મ લેવા પડે છે. તેમના નિવાસ સ્વર્ગલાકમાં નિશ્ચિત થયા હોય છે. ત્યાં પુણ્યના ક્ષય થાય ત્યાં સુધી તેમણે પુણ્યનાં ફળ ભાગવવાનાં હોય છે. તેમના જીવનકાળ અથવા પદને આધારે તેમનામાં દરજ્જા હોય છે. જૈનધર્મ મનુષ્યની દિવ્યતામાં માને છે. ઈશ્વરત્વ એટલે પ્રત્યેક જીવમાં રહેલી વિશુદ્ધિ અને પૂર્ણત્વની પ્રાપ્તિ. તીર્થંકરોએ સર્વજ્ઞત્વ અને પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું હોય છે. પૂજા વિષેના વિચારો જૈના તીર્થંકરોને શા માટે પૂજે છે? તેઓ તીર્થંકરોને પૂજે છે કારણ કે તીર્થ કરો પૂર્ણત્વ અને સર્વજ્ઞત્વ પામીને મુકત જીવા બન્યા હોય છે. તીર્થંકરો મર્ત્ય હતા. તેમણે વધારે ઉચ્ચ સ્થિતિની આકાંક્ષા રાખી નથી હોતી પણ અંતદૃષ્ટિ કેળવી હોય છે. તેમણે જૈન ધર્મ અને સંસ્કૃતિના પ્રકાશ ફેલાવ્યા છે. તેમણે જીવનનાં શાશ્વત સત્યાના ઉપદેશ આપ્યો, તે સત્યોને અનુસર્યા અને સંસારનાં વિઘ્ને પાર કરવામાં લાખો લોકોને સહાય કરી. તેમણે પેાતાના જીવની દિવ્યતાના સાક્ષાત્કાર કર્યો હાય છે. તીર્થંકરોની પૂજામાં આત્મસાક્ષાત્કારના પંથે જવાના ધ્યેયના ઉપદેશની પૂજા છે. જૈને વરદાન માંગતા નથી કારણ કે તીર્થંકર વરદાન આપી શકે નહીં. દિવ્યકૃપા જેવું કાંઈ હોતું નથી. પાતાના જીવને ઉન્નત કરીને દિવ્યતા કેળવવાની હોય છે. સત્તાના સિધ્ધાંતાને સૂત્રાત્મક રીતે રજુ કરતા પેાતાના ધર્મગ્રંથ તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વામીએ પ્રારંભના શ્લેાકમાં જ પૂજાના હેતુ વિષે લખ્યું છે: Page #69 -------------------------------------------------------------------------- ________________ मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ॥ “મોક્ષમાર્ગ તરફ લઈ જનારા, કર્મરૂપી પર્વતને ભાંગનારા સમસ્ત તત્ત્વના જાણકાર એવા ભગવાનને હું નમું છું જેથી તેમના ગુણ પ્રાપ્ત થઈ શકે.” અહીં પૂજાનો હેતુ કૃપા માંગવાનો નથી, પણ એવી માનસિક સ્થિતિ કેળવવાનો છે જેથી પોતાનામાં ભગવાનના સમસ્ત ગુણો કેળવાય. ભક્ત એક શિષ્યની અવસ્થામાં છે અને મોક્ષ માટે નવો પ્રકાશ અને માર્ગદર્શન માંગે છે. પૂજ્યપાદે પોતાના ગ્રંથમાં ઉપલા લોકોનું પ્રતિપાદન કરતાં ઉદાહરણ આપ્યું છે : “કોઈ ડાહ્યો માણસ પોતાને માટે શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ કરવા ઇચ્છે છે, તે મુમુક્ષુ છે. ભવ્ય જીવોના મનને શાંતિ આપવા માટે સમર્થ, એકાંતસ્થિત, પ્રસન્ન સાધુની પાસે તે જાય છે. સાધુઓના સમૂહની વચ્ચે સાક્ષાત્ મોક્ષમાર્ગ જેવા, બોલ્યા વગર, સ્વરૂપમાત્રથી માર્ગ દર્શાવતા આચાર્યને તે જુએ છે. તર્ક અને ધર્મગ્રંથોમાં પ્રવીણ, શ્રેષ્ઠ પુરુષોના સન્માનને પાત્ર, બધા જીવોને કલ્યાણમય એવો ઉપદેશ આપવાનું જેનું મુખ્યકાર્ય છે અને કોષ્ઠ પુરુષોના સન્માનને જે પાત્ર છે એવા નિર્વિકાર, મહાન સંત પાસે જઈને પ્રણામપૂર્વક શિષ્ય પૂછે છે: “પ્રભુ, જીવ માટે શું હિતકારક છે?” સંત કહે છે: “મેક્ષ”. વળી તે સંતને પૂછે છે : “મોક્ષનું સ્વરૂપ કેવું છે અને તેને મેળવવાનો માર્ગ કયો છે?” સંત જવાબ આપે છે: “કર્મદ્રવ્ય અને દેહની બધી અશુદ્ધિઓ દૂર થતાં જીવની એક અત્યંત જુદી સ્થિતિની પ્રાપ્તિ તે મોક્ષ. દુઃખ અને યાતનાઓથી મુક્ત એવા જીવના જ્ઞાન અને આનંદ જેવા સુષુપ્ત ગુણથી તે વિશિષ્ટ છે.” તીર્થકો તેમજ ધર્મગ્રંથના આદેશનું સ્મરણ કરીને માર્ગદર્શન મેળવવું એ પૂજાને હેતુ છે. મન અને વિચાર વિશુદ્ધ હોય તો જ આ શકય બને છે. પૂજા એટલે જીવના સાચા સ્વરૂપનું જ્ઞાન. દરેક ધર્મમાં દૈનિક પ્રાર્થનાને આદેશ છે. પ્રાર્થનાને મર્મ ભકતના માનસિક અભિગમને સુચક છે. આખી પ્રાર્થના આ પ્રમાણે છે: ॐ णमो अरिहन्ताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं । Page #70 -------------------------------------------------------------------------- ________________ “અહંતને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયને નમસ્કાર, જગતના સર્વ સાધુઓને નમસ્કાર.” આ મંત્રને “પાંચણમોકારમંત્ર' કહે છે કારણ કે તેમાં આપણા ભકિતભાવભર્યા પ્રણિપાતને પાત્ર એવા પાંચ સર્વકોષ્ઠ છે, એટલે કે પાંચ પરમેષ્ઠીઓની પ્રાર્થના છે. આ પ્રણામ કેટલાં વ્યાપક છે તે જોઈ શકાશે. આમાં કશું કોઈ અમુક સંપ્રદાય પૂરતું મર્યાદિત નથી. કોઈ પણ વિશિષ્ટ દેવ કે આચાર્ય કરતાં આમાં સગુણ અને પુણ્ય પર વધુ ધ્યાન અપાયું છે. સંગ્રહ નામના પિતાના પુસ્તકના ૫૦-૫૪ શ્લોકોમાં નેમિચન્દ્ર આ પ્રત્યેક પરમેષ્ઠી કયા સદ્ગુણો અને આદર્શોના પ્રતિનિધિરૂપ છે તે સમજાવ્યું છે. ઈશ્વર વિષેના વિચારનું નિરૂપણ કરતાં અહંતના ગુણોનું નિરૂપણ પણ મેં કર્યું છે. તે એક શુભ દેહમાં રહેલ વિશુદ્ધ જીવ છે, અનંત ધર્મ, આનંદ, જ્ઞાન, અને શકિત ધરાવે છે અને તેનાં ચાર પ્રકારનાં કર્મોનો ક્ષય થયો હોય છે. ખરું જોતાં અહંત દેહરહિત હોય છે પણ પ્રચલિત વિચાર પ્રમાણે તે તેજસ્વી દેહ ધરાવતા હોવાનું કહેવાય છે. સિદ્ધનું ધ્યાન એટલે આઠ પ્રકારનાં કર્મથી પ્રાપ્ત થતા દેહ વિનાના જીવનું ધ્યાન; તે લોક અને અલોકનો દૃષ્ટા તેમજ જ્ઞાતા છે અને વિશ્વના સર્વોચ્ચ સ્થળ પર વસે છે. સિદ્ધો દેહરહિત હોય છે તેથી ઇન્દ્રિયગ્રાહ્ય હતા નથી. તેમને છાયામય આકાર માનવાકૃતિ જેવો હોય છે. લોકાકાશના જે શિખર પર તે વસે છે, તેને સિદ્ધશિલા કહે છે. જૈન ધર્મ પ્રમાણે લોકાકાશ કે અલકાકાશની ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની પ્રત્યેક વસ્તુનું સિદ્ધને જ્ઞાન હોય છે. કેટલીક ચમત્કારિક શકિત ધરાવતા સામાન્ય સાધુઓ કરતાં સિદ્ધો સાવ જુદા પ્રકારના હોય છે. પ્રાર્થનામાં જે આચાર્યને નમસ્કાર કર્યા છે તે આચાર્ય પાંચ પ્રકારના આચારોનું પાલન કરે છે. આ પાંચ આચાલે છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. દેહથી ભિન્ન હોવાને કારણે પરમ ચૈતન્યમય જીવ જ ધ્યાન ધરવા પાત્ર છે એવી શ્રદ્ધા કેળવવી તે દર્શનાચાર, જીવ વિશુદ્ધ અને પૂર્ણ છે અને રાગ, દ્વેષ, ભ્રમથી તદ્દન અલિપ્ત છે એવાં જ્ઞાનનો વિકાસ કરવો તે જ્ઞાનાચાર. સર્વ પ્રકારની આસકિત અને બીજાં બાધક તોથી મુકત રહીને, મન, જીવના સ્વરૂપ પર પ્રશાંત સ્થિર ચિંતન કરી શકે Page #71 -------------------------------------------------------------------------- ________________ એવી વર્તણૂક ઘડવી તેને ચારિત્રાચાર કહે છે. જીવ પોતાનું સાચું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તે માટે વિવિધ પ્રકારની તપસ્યા અને આકરાં વ્રત પાળવા તે તપાચાર. પિતામાં જ અંહિત, સુષુપ્ત બળને એવી રીતે વિકસાવવું જેથી આત્મસાક્ષાત્કારમાં જીવને કોઈ પ્રકારનું વિદન ન રહે. આને વીર્યાચાર કહે છે. જે આચાર્ય આ ગુણોનો ઉપદેશ આપે છે અને સ્વયં આ ગુણો પ્રમાણે આચરણ કરે છે તે સન્માન અને આદરને પાત્ર છે. રત્નત્રય ધરાવતા અને ધર્મસિદ્ધાંતના ઉપદેશમાં નિરંતર મગ્ન રહેતા ગુરુને આચાર્ય કહે છે. પોતાના ઉપદેશ દ્વારા ધર્મના આચાર અને અનુસરણ માટે લોકોને પ્રેરણા આપતા હોવાથી ઉપાધ્યાયને સન્માનપાત્ર ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. વિચાર અને આચારની શુદ્ધિ સાથે પૂર્ણ દર્શન અને જ્ઞાન સહિત મોક્ષમાર્ગે જનારને સાધુ કહે છે. તે તપસ્યા કરે છે અને મોક્ષપ્રાપ્તિને અનુરૂપ કાર્યોમાં રત રહે છે. આ પાંચ પરમેષ્ઠીઓને રોજ વંદન કરી માન આપવાનું હોય છે. તેઓ એવા ગુણો ધરાવે છે, જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી માનસિક શાંતિ મળે છે, સદાચારનું ઘડતર થાય છે અને જીવના સાચા સ્વરૂપનું સાચું જ્ઞાન મળે છે. ધ્યાનની પહેલી દશામાં આચરણની સ્થિરતા પ્રાપ્ત કરવાની હોય છે જયારે બીજી દશામાં જીવના સાચા સ્વરૂપના ચિતનમાં એકાગ્રતા આવે છે. સાંસારિક પરિગ્રહની તૃષ્ણા કે આસકિતમાંથી મન મુકત થાય છે. ભ્રમ, દ્વેષ, ક્રોધ, ધિક્કાર, માન, અને લાભ જેવી દુર્બળતા દૂર થાય છે અને મન પૂર્ણ સમત્વને પ્રાપ્ત કરે છે. ધ્યાનની તૈયારીની આ પ્રાથમિક દશા છે. તે પછી બાહ્ય પદાર્થો પરત્વેનાં મન, વાણી અને કર્મના વ્યાપારો પર પૂર્ણ સંયમ મેળવી બધી શક્તિઓને અંતર્મુખ કરીને જીવના સ્વરૂપનું ધ્યાન ધરવાનું હોય છે. જેને ધ્યાન ધરવાની ઇચ્છા હોય તેણે ધર્મગ્રંથનાં જ્ઞાન, વિવિધ પ્રકારનાં વ્રતોનાં પાલન અને તપશ્ચર્યા દ્વારા પૂર્વતૈયારી કરવાની હોય છે. જૈન ધર્મની પૂજા તેમ જ પ્રાર્થનાનું આ સાચું સ્વરૂપ છે. પાંચ પરમેષ્ઠીઓના ગુણોને ધર્મગ્રંથને નિયમિત અભ્યાસ વગર જાણવા અશકય છે. ધર્મગ્રંથોનું જ્ઞાન આપણી ધાર્મિક શ્રદ્ધાને બળ આપે છે અને જીવમાં રહેલી આંતરિક સુષુપ્ત શક્તિઓનું ભાન કરાવે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રાર્થના અને પૂજાનાં વિશિષ્ટ લક્ષણાને જે. એલ. જૈનીએ ટૂંકમાં નોંધ્યાં છે. ચાર મુદ્દાઓ નોંધવા જેવા છે : (૧) જૈન ધર્મનું કઠોર વલણ. પૂજા અને સન્માનને પાત્ર સર્વ જીવોની પૂજા તેમ જ પ્રાર્થના કરવાની છે — પછી તે જીવ ગમે તે સ્થળ કે ગમે તે સમયના હોય. આ પૂજા સંપૂર્ણ રીતે અવૈયક્તિક હોય છે. (૨) કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિની નહીં પણ ગુણસમૂહની પ્રાર્થના કરવાની હાય છે. (૩) જૈનં સાક્ષાત્ ધ્યેય અર્હત છે. તેણે જગતના ત્યાગ કર્યો હોય છે. સત્યનું અન્વેષણ કરવા ઇચ્છતી વ્યક્તિ, આયાસ કર્યા વગર તેની પ્રાપ્તિ કરી શકતી નથી. (૪) જૈન મંત્ર ‘ૐ’ પાંચ ધ્વનિઓના બનેલા છે. અ, અ, આ, ઉ, અને મ. આ પાંચે ધ્વનિઓ અનુક્રમે અર્હત્, અશરીર એટલે કે દેહરહિત સિદ્ધો, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ –– ના પ્રતિકરૂપ છે. ૧૧ પ્રાર્થના અને પૂજાના માધ્યમ દ્વારા આપણે આપણા ધ્યેય માટે સન્માન અને પ્રેમ વ્યક્ત કરીએ છીએ, એટલું જ નહીં પણ આ પ્રાર્થના અને પૂજા આત્મસાક્ષાત્કારમાં મનને પરમ આનંદમય, ઉત્સાહપૂર્ણ સ્થિતિ પર લાવે છે. અંતમાં એટલું ઉમેરવું જોઈએ કે ઈશ્વર માટેના આદર્શમય વિચાર છતાં જૈન સંતા અને કવિઓએ પોતાના અનુયાયીઓને બીજા ધર્મ પ્રત્યે સહિષ્ણુ બનતાં શીખવ્યું છે. તેમના અનેકાન્તવાદના સિદ્ધાંતે કદાચ તેમને વિશ્વબંધુત્વના દૃષ્ટિકોણ આપ્યો. આ કારણે જ તેઓ બીજાનું દૃષ્ટિબિંદુ સમજી શકતા હશે. અહીં એક જૈન સંતના શ્લોક ટાંકયા છે જેના સાર એવા છે કે તમે કયા નામે ઈશ્વરને બાલાવશે! તે અગત્યનું નથી, કારણ કે બધા જ ધર્મમાં ઈશ્વર વિશુદ્ધિ, કરુણા અને દિવ્યતાના ગુણ ધરાવતા હોય છે. विष्णुर्वा त्रिपुरान्तको भवतु वा ब्रह्मा सुरेन्द्रोऽथवा भानुर्वा शशलाञ्छनोऽथ भगवान्बुद्धोऽपि सिद्धोऽथवा । रागद्वेषविषातिदोष रहितः सत्त्वानुकम्पोद्यतः यः सर्वैः सह संस्कृतो गुणगणैस्तस्मै नमः सर्वदा || ૫૫ “રાગ, દ્વેષ જેવા મનુષ્યના મનને વિષની જેમ આવરી લેતા દોષોથી જે મુક્ત છે, જે કરુણાપૂર્ણ છે અને સર્વ ગુણાથી સંપૂર્ણ છે તે વિષ્ણુ, શિવ, બ્રહ્મા, ઇન્દ્ર, સૂર્ય, ચન્દ્ર, કે બુદ્ધ ગમે તે હા તેને મારાં પ્રણામ છે.” જે. એલ. જૈની પોતાના પુસ્તકમાં ઈશ્વર વિષેના વિચારોના સંક્ષેપ સાદા પણ જુસ્સાદાર શબ્દોમાં કરે છે. તેમના એક ફકરો અત્રે ટાંકવાની રજા લઉં છું. બીજા કોઈ પણ સંપ્રદાય કરતાં જૈન ધર્મ મનુષ્યને સંપૂર્ણ ધાર્મિક "" Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતા આપે છે. આપણે કરેલાં કર્મ અને તેનાં ફળ વચ્ચે કોઈ આવી શકતું નથી. એક વખત આરંભ થતાં, કર્મ આપણા પર પ્રભુત્વ જમાવી બેસે છે. અને ફળ્યા વગર રહેતાં નથી. મનુષ્ય ઘણે સ્વતંત્ર છે પણ તેનાં કર્તવ્યો પણ એટલાં જ છે. તે ફાવે તેમ રહી શકે છે પણ તેનાં કર્મ અટળ છે અને તે કર્મોનાં પરિણામમાંથી છટકી શકે નહીં. આ સિદ્ધાંત જૈન ધર્મને ખ્રિસ્તી, ઈસ્લામ અને હિંદુ ધર્મ જેવા ધર્મોથી જુદો પાડે છે. કોઈ ઈશ્વર, કોઈ પયગંબર કે ઈશ્વરનો કોઈ પ્રતિનિધિ કે પ્રીતિપાત્ર મનુષ્યજીવનમાં દરમ્યાનગીરી કરી શકે નહીં. એકમાત્ર મનુષ્ય જ પોતાનાં તમામ કર્મો માટે જવાબદાર છે. અંતમાં, સર્જક કે સંરક્ષકરૂપે ઈશ્વરના અસ્તિત્વમાં જૈન ધર્મ માનતો નથી. પૂર્ણત્વ પામેલો જીવ જ પરમેશ્વર છે. અનંત ચૈતન્ય, જ્ઞાન, શક્તિ અને આનંદ, જે સંપૂર્ણતાનાં લક્ષણો છે તે પ્રત્યેક જીવમાં સુષુપ્તરૂપે રહેલાં જ છે. ભૌતિક જગતમાં આ લક્ષણો કર્મના આવરણથી ઢંકાએલાં છે. પૂર્ણતાના આદર્શરૂપ તીર્થકરેએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્રને જે અનુસરે છે તે પોતાનાં સુષુપ્ત બળને સાક્ષાત્કાર કરી દિવ્યતા મેળવી શકે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ વિશ્વ વિશ્વનાં જન્મ કે ઉત્પત્તિ અંગે અનેક ચિંતન થયાં છે. વિશ્વની ઉત્પત્તિ કેવી રીતે થઈ? વિશ્વ કોના આધારે રહેલું છે? કોઈક ઋષિએ કહયું કે વિશ્વ શેષનાગની ફેણ પર રહેલું છે. સર્જનકાર્ય વિષે હિંદુ ધર્મમાં ઘણી ધારણા છે. સાંખ્ય દર્શન એવું માને છે કે ભ્રષ્ટાએ પ્રકૃતિને ઉપયોગ કર્યો. સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ, પછી તે જડ હોય કે ચેતન, પરમેશ્વરમાંથી જ ઉત્પન્ન થયો, એવી વેદાન્તદર્શનની માન્યતા છે. આ દર્શન પ્રમાણે સૃષ્ટિનો હેતુ બ્રહ્મની લીલા છે. સૃષ્ટિને સમજાવવા માટે હિન્દુ ધર્મ ત્રિપુટીને વિચાર પ્રસ્તુત કર્યો–સૃષ્ટિના સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ અને સંહારક શિવ છે. ડૉ. એસ. રાધાકૃષ્ણન કહે છે કે “ઉપનિષદોના મત પ્રમાણે સૃષ્ટિનો હેતુ એવા જીવો ઉત્પન્ન કરવાનો છે જેમનાં મન અને વિજ્ઞાન આનંદ તરફ લઈ જાય” સૃષ્ટિની ઉત્પત્તિ કે અંત અંગેના ચિંતનને બુદ્ધ મહત્ત્વ નથી આપ્યું. તેમણે વિશ્વને ક્ષણિક અને સતત પરિવર્તનશીલ માન્યું છે. કોઈ પણ પદાર્થ શાશ્વત નથી. પદાર્થને શાશ્વત ગણવો તે અજ્ઞાન છે. તત્ત્વવિદ્યાના ચિંતનને તેમણે નિરર્થક ગયાં. બુદ્ધ સત્યનું અન્વેષણ કરવા માટે શિષ્યોને તર્ક પર આધાર રાખવા કહ્યું અને શબ્દપ્રમાણનો સ્વીકાર ન કરવા કહ્યું. ખ્રિસ્તીઓ એવું માને છે કે વિશ્વ ઈશ્વરે સર્યું. તેમની સરળ પ્રાર્થનામાં આ મત સારી રીતે વ્યક્ત થયો છે : “હે પ્રભુ! સ્વર્ગ, પૃથ્વી, સાગર અને તેમાં જે કાંઈ છે તે તે રચ્યું.” ખ્રિસ્તના મત પ્રમાણે ઈશ્વર સ્વર્ગ અને પૃથ્વીને સ્વામી છે.” “શુભ કે અશુભ પર તે સૂર્યને પ્રકાશ આપતે રાખે છે અને ન્યાયી કે અન્યાયી બધા પર વરસાદ વરસાવે છે.” આ જ દેવી પિતા “પક્ષીઓને ખવડાવે છે અને ખેતરોને ઘાસનાં વસ્ત્રો પહેરાવે છે.” સંત પૉલ કહે છે, “એને કારણે જ આપણે જીવીએ છીએ, હરીએ ફરીએ છીએ અને એને આધારે જ આપણું અસ્તિત્વ છે.” એટલે ખ્રિસ્તી મત પ્રમાણે વિશ્વ કે તેમાં જે કાંઈ હોય તે બધાને સર્જક ઈશ્વર છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કુરાનમાં વિશ્વની સૃષ્ટિ અંગેની મુસ્લિમ માન્યતા Genesisની વાત પર આધારિત છે. ઈશ્વર અથવા અલ્લાએ બે દિવસમાં પૃથ્વી બનાવી અને તેના પર ઊંચા પહાડો મૂક્યા. તેણે આશિષ આપી અને ચાર દિવસમાં સૌને ઇચ્છા પ્રમાણે ભેજન આપ્યું. સ્વર્ગની સૃષ્ટિ તેણે બે દિવસમાં પૂરી કરી. જૈન વિશ્વવિદ્યા વિશ્વને છ દ્રવ્યોનું બનેલું માને છે. વિશ્વ સત્ય છે અને જીવ તેમજ અજીવનું બનેલું છે. વિશ્વ ગતિશીલ છે. તે સ્થિર નથી. તે સતત પરિવર્તનશીલ છે અને વિકાર કે ક્ષય અનુભવે છે. આ વિચારના મૂળમાં રહેલા સિદ્ધાંત સાચા અને વૈજ્ઞાનિક છે. ન્યૂટનના સમયથી ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંત બદલાયા કરે છે. આ ક્ષેત્રમાં એટલાં બધાં નોંધપાત્ર પરિવર્તનો થયાં છે કે સામાન્ય વિચારક સાપેક્ષવાદના સિદ્ધાંતની ગુંચવણથી જ મુંઝાઈ જાય. સાપેક્ષવાદે દળ, કાળ અને આકાશ અંગેના મૂળ વિચારોમાં ક્રાંતિ આણી. વિશ્વનાં રહસ્યો પામવા માટે તેણે એક નવી દષ્ટિ આપી છે. જેન આચાર્યોએ દ્રવ્યના જીવ અને અજીવ અથવા જડ અને ચેતન એવા બે મોટા ભાગ પાડ્યા છે. અજીવના તેમણે પાંચ વિભાગો પાડ્યા : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જીવ સત્ય છે અને તેનું મુખ્ય લક્ષણ ચૈતન્ય છે. તેને રૂપ નથી. તે ઉપયોગનો ગુણ ધરાવે છે. ઉપયોગનો ગુણ જ્ઞાન અને દર્શનનો બનેલો છે. જીવ બધાં કાર્યોને કર્તા છે. તે દેહ જેટલું પરિમાણ ધરાવે છે. નાના કે મોટાં સૌ કોઈના દેહનું પરિમાણ કર્મના પરિણામરૂપ હોય છે. માતાના ગર્ભમાં જીવ અત્યંત સૂક્ષ્મ પરિમાણમાં હોય છે. તેમાંથી બહાર આવે ત્યારે તે મોટું પરિમાણ ધારણ કરે છે અને પાર્થિવ જીવન પૂરું થતાં તે સંકુચિત થાય છે અને નવાં બીજ રૂપે પુનર્જીવિત થાય છે. આ પરથી નક્કી થાય છે કે જીવનું પરિમાણ નિશ્ચિત હોઈ ન શકે. આધુનિક વિજ્ઞાન જીવનને જીવદ્રવ્ય કે જીવિત કોષ સાથે એકરૂપ માને છે. બાહ્યબળની અસરથી જીવદ્રવ્ય સંકુચિત થવાને ગુણ ધરાવે છે તે જાણીતું છે. કર્મદ્રવ્યને કારણે જીવ સુખ, દુ:ખ, જીવન અને મૃત્યુ અનુભવે છે. પુદ્ગલ શબ્દ જૈન દર્શનને વિશિષ્ટ શબ્દ છે. તેને અર્થ છે દ્રવ્ય અને શકિત. પુદ્ગલને આકાર અને રૂપ હોય છે અને તે સ્પર્શ, સ્વાદ, દાણ અને વર્ણના ગુણો ધરાવે છે પુદ્ગલના વિકારો હોય છે અને આ વિકારો છે ધ્વનિ, સંયોજન, સૂક્ષ્મતા, સ્થૂળતા, આકૃતિ, વિભાજન, અંધકાર, મૂર્તત્વ, પ્રકાશ અને ઉષ્ણતા. પુદ્ગલ શબ્દ વ્યાપક છે અને તેમાં દરેક પ્રકારનાં દ્રવ્યોનો સમાવેશ Page #76 -------------------------------------------------------------------------- ________________ થાય છે: ઘન, પ્રવાહી, વાયુ, કાર્યશક્તિ અને સૂક્ષ્મ કર્મદ્રવ્ય વગેરેનો સમાવેશ પુદ્ગલમાં થાય છે. આઈન્સ્ટાઈને પુરવાર કર્યું છે કે કાર્યશક્તિ દળ ધરાવે છે પણ આકાર ધરાવતી નથી. જૈન ચિંતકોએ કાર્યશક્તિને દ્રવ્ય ગણીને તેના સ્કંધ, અણુ, પરમાણુ એવા વિભાગા પાડયા છે જે અનુક્રમે અણુ (molecule), પરમાણુ (atom) અને વિઘુદણુ (electron) જેવા છે. વિદુદાણુ અને ધનાણુના સંયોજનથી વિવિધ પ્રકારનાં દ્રવ્યો થાય છે. અણુઓની સ્નિગ્ધતા અને ક્ષતાનાં જુદાં જુદાં પ્રમાણાને કારણે આવું થાય છે. ૫૯ વિશ્વ અનંત જીવાથી ભરેલું છે. આ જીવા કયાં તો સંસારી હાય છે અથવા મુક્ત હોય છે. સંસારી જીવામાં જગતનાં બધાં જ પ્રાણીઓ આવી જાય છે. તે સૂક્ષ્મ કર્મદ્રવ્યથી યુક્ત હોય છે. ઇન્દ્રિયોની સંખ્યા અનુસાર પ્રાણીઓના વિભાગ પાડયા છે. સ્પર્શ, સ્વાદ, ધ્રાણ, દર્શન અને શ્રવણની પાંચ ઇન્દ્રિયો છે. માત્ર સ્પર્શેન્દ્રિય ધરાવતાં પ્રાણીઓમાં વનસ્પતિ હોય છે. બે કે ત્રણ ઇન્દ્રિયો ધરાવતા જીવાનાં ઉદાહરણરૂપે કૃમિ, કીડા, માખી વગેરે છે. કરોડરજ્જુ ધરાવતાં પ્રાણીઓ પાંચ ઇન્દ્રિયો ધરાવતાં હોય છે. તેમનાં સમનસ્ક (મનસહિત) અને અમનસ્ક (મનરહિત ) એવા ભાગ પાડવામાં આવ્યા છે. સમનસ્ક પ્રાણીઓ બુદ્ધિયુક્ત છે જ્યારે મન વિનાના તિર્યંચા બુદ્ધિરહિત હાય છે. બુદ્ધિયુક્ત પ્રાણીઓમાં મનુષ્યો, નારકી અને દેવા એવા પ્રકારો પડે છે. તે ઉપરાંત પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ—આ ચાર તત્ત્વોથી અનુપ્રાણિત થએલા જીવા પણ હોય છે, એટલે કે તેમના દેહ પૃથ્વી, જળ, વાયુ કે અગ્નિના અણુથી બનેલા હોય છે. આ બધાં તત્ત્વોથી યુકત જીવા સૂક્ષ્મ કે સ્થૂળ હાય છે. સૂક્ષ્મ જીવા અદૃશ્ય હોય છે. વનસ્પતિવર્ગમાં પણ સૂક્ષ્મ પ્રકારો હોય છે. સૂક્ષ્મ વનસ્પતિને નિાદ કહેવામાં આવે છે. તેઓ અનેક જીવોના બનેલા એક નાના ગુચ્છના બનેલા હોય છે. તેમની શ્વસનક્રિયા અને પોષણક્રિયા એક સાથે થતી હોય છે અને તે તીવ્ર દુ:ખ અનુભવતા હોય છે. અનેક નિગાદથી એક ગેાલિકા બને છે અને તેમનાથી વિશ્વના અવકાશ, ભૂકાથી ભરેલી પેટીની જેમ ભરેલા હોય છે. નિગેાદ, નિર્વાણપ્રાપ્ત જીવાથી ઉદ્ભવેલા અવકાશને જીવાથી ભરી દે છે. અનાદિકાળથી વર્તમાનકાળ સુધી જે જીવા નિર્વાણ પામ્યા, તેમને કારણે ઉત્પન્ન થએલી શૂન્યતાને ભરી દેવા એક નિગોદના અત્યંત સૂક્ષ્મ ભાગ પૂરા છે. આ પરથી પુરવાર થાય છે કે સંસાર જીવાથી શૂન્ય કદી નહીં થાય. આવા જીવોની સંખ્યા અનંત હોવાથી, અનંત જીવામુક્ત થાય તોપણ જીવોના ભંડાર અક્ષય રહેવાના છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અત્રે એ કહેવું જોઈએ કે મુક્ત જીવા કર્યું છે એવા જીવા, સૃષ્ટિની ટોચ ઉપર, ઉપર એટલે કે જેમણે પૂર્ણત્વ પ્રાપ્ત અત્યંત શુદ્ધ દશામાં વસે છે. ધર્મ એવું દ્રવ્ય છે કે જે જંગમ પુદ્ગલ અને જીવને ગતિમાં સહાય આપે છે. અહીં હાલતી માછલીની ગતિમાં સહાય કરતાં જળનું ઉદાહરણ આપી શકાય. અધર્મ સ્થિર જીવા અને પુદ્ગલને સ્થિતિમાં સહાયક થાય છે. અહીં મુસાફરને થાભવામાં સહાય કરતી (વૃક્ષની) છાયાનું ઉદાહરણ આપી શકાય. તે સ્થિતિનું માધ્યમ છે. આ બંને અમૂર્ત, અ-પરમાણુરૂપ અને સતત માધ્યમ છે તેમજ સમસ્ત લેાકાકાશમાં વ્યાપ્ત છે. જો કે વ્યવહારની સરળતા ખાતર તેને પ્રદેશ ( Space-points—આકાશના અત્યંત નાના ભાગ )ના બનેલા માનવામાં આવે છે. તેઓ ‘સત્'ના ગુણા ધરાવે છે, એટલે કે તેઓ પરિવર્તનશીલ છે-પરિવર્તનનું ચક્ર અનુભવે છે. નવાં રૂપો અદશ્ય થતાં જાય છે, જૂનાં રૂપા દેખાતાં જાય છે. અને ચક્ર પૂરું થતાં મૂળરૂપ પાછું આવે છે. “ધર્મ અને અધર્મ આકાશ મારફત વિશ્વના છેડા સુધી વ્યાપેલાં છે. સ્વરૂપે તેઓ અત્યંત અભૌતિક અને બંધારણમાં અ-પરમાણુરૂપ અને અ-પૃથક્ છે. તેમનામાં પુદ્ગલના ધર્મ હોતા નથી તેમજ તેઓ આકાશ-પ્રદેશનાં પણ બનેલાં નથી. ધર્મ અને અધર્મના સિદ્ધાંતા અત્યંત સરળ છે. તે આકાશીય છે છતાં આકાશીય નથી. તેઓ અમૂર્ત અને અરૂપ હોય છે. તેઓ હળવાં નથી તેમ ભારે પણ નથી. તેઓ ઇન્દ્રિયગ્રાહ્ય નથી. તેમના કાર્ય દ્વારા જ તે અનુમેય છે. જૈન ધર્મની વિશિષ્ટતારૂપ આ બંને દ્રવ્યો—ધર્મ અને અધર્મ—નાં આવાં લક્ષણા છે. ધર્મ અને અધર્મ ક્રિયાશીલ પરિબળા નથી પરંતુ નિષ્ક્રિય માધ્યમે છે. જી. આર. જૈનનું માનવું છે કે ગતિના માધ્યમનું આધુનિક સામ્ય ‘થર’ છે. આજદિન સુધી ઈથર કોયડારૂપ રહ્યું છે. તેમના મત પ્રમાણે સ્થિરતાના માધ્યમનું વૈજ્ઞાનિક સામ્ય એવું ‘ક્ષેત્ર' છે, જેની મારફત વિશ્વની એકતા જાળવી રાખનારાં બળા કાર્ય કરે છે. આ માધ્યમ વગર જીવ અને અણુઓની સામંજસ્યભરી વ્યવસ્થા રહેશે નહીં. સર્વત્ર અવ્યવસ્થા પ્રવર્તશે અને વિશ્વનું અસ્તિત્વ જ શકય નહીં બને. ક્ષેત્ર ઇથરના જેવું છે કારણ કે તે પણ અભૌતિક, અદૃશ્ય, અ-પરમાણુરૂપ, સતત અને નિષ્ક્રિય માધ્યમ છે પણ તેનું કાર્ય સાવ વિરોધી છે. વિશ્વના પ્રત્યેક ભાગમાં આ બંને માધ્યમા એકબીજાને ભેદે છે પણ એકબીજાનાં કાર્યમાં દરમ્યાનગીરી કરતાં નથી. તેઓ અંતે કહે છે: “ વિશ્વની ઉત્ક્રાંતિના સિધ્ધાંતો ઘડવામાં બધાં ભારતીય દર્શનાએ ઘણા શ્રમ ઉઠાવ્યો છે પણ ગતિ અને Page #78 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતાના મહત્વના સિધ્ધાંતે વિષે જેનો સિવાય બીજા કોઈએ વિચાર કર્યો નથી તે ખાસ નોંધવું જોઈએ. આ બંને સિવાય સ્થિર વિશ્વની રચના અશક્ય અને અપૂર્ણ છે.” જેને ઈશ્વરને જગતના સર્જક માનતા નથી. આની સાથે સુસંગત રહીને તેમણે પોતાને વિશ્વને વિચાર ઘડયો છે. જૈન ચિંતકોના મત પ્રમાણે આકાશ શુદ્ધ અવકાશ હોઈ શકે અને તે બીજા પદાર્થોને અવકાશ આપે છે. તેને રૂપ નથી અને વિશ્વના બધા પદાર્થો તેમાં રહે છે. તે નિત્ય અને વ્યાપક છે. તે સૂક્ષ્મ દ્રવ્ય છે અને બીજાં દ્રવ્યોને બાધક નથી. આકાશના બે પ્રકારો છે. લોકાકાશ અને અલકાકાશ. જૈન તત્ત્વવિદ્યા પ્રમાણે લેક એકલે વિશ્વ. તેના ત્રણ વિભાગો છે: ઊધ્વલક અથવા સૌથી ઉપરનું જગત, મધ્યલોક અથવા વચ્ચેનું જગત અને અધલક અથવા નીચેનું જગત. ઊર્ધ્વલોકમાં દેવો વસે છે, મધ્યલોકમાં મનુષ્યો અને બીજાં પ્રાણીઓ વસે છે. અધલોક એટલે નરક જેમાં નારકી જીવો વસે છે. એક ઉપર એક રહેલાં આ ત્રણ જગતને વીંટળાઈ વાયુનાં ત્રણ આવરણો અથવા પડળો છે. સૌથી અંદરનું પડ ભેજવાળું છે, વચલું ઘન છે અને બહારનું વિરલિત છે. આ ત્રણ પડનાં આવરણની અંદર લોકાકાશ છે. તે અદશ્ય દ્રવ્ય છે અને બીજાં દ્રવ્યોને પોતાનામાં અવકાશ આપી રહેવા દે છે અને તેને વિસ્તાર લોક – વિશ્વ – જેટલો છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ લોકાકાશમાં રહેલાં છે. લોકાકાશની ઉપર અનંત અલકાકાશ વિસ્તરેલું છે. તે શુદ્ધ અવકાશ છે. તેમાં સજીવ કે નિર્જીવ કોઈ પદાર્થો હોતા નથી. ધર્મ અને અધર્મ, ગતિ અને સ્થિતિના સિદ્ધાંત અહીં હોતા નથી. તે નિત્ય, અનંત, રૂપરહિત અને માત્ર સર્વજ્ઞ વડે જ ગ્રાહ્ય છે. છઠું દ્રવ્ય કાળ છે. પ્રચલિત દૃષ્ટિકોણ અનુસાર કાળ બીજાં દ્રવ્યોમાં ફેરફાર કરે છે અને દ્રવ્યોમાંના ફેરફાર ઉપરથી તેને જાણી શકાય છે. કાળ પોતે પરિવર્તનનું કારણ નથી પણ પોતે વસ્તુઓના ફેરફારમાં આડકતરી સહાય કરે છે. પ્રચલિત માન્યતા પ્રમાણે કાળ વર્ષો, મહિનાઓ, દિવસે, કલાક, મિનિટો વગેરેને બને છે. તેને કારણે આપણે વસ્તુને નવી કે જાની કહીએ છીએ, તે વસ્તુમાં દેખાતા ફેરફારને કારણે આપણે તેને નવી કે જૂની ગણીએ છીએ. કાળ નિત્ય અને અનંત છે. તે રૂપરહિત છે. વસ્તુએ અનુભવેલાં પરિવર્તન ઉપરથી સમયનું Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ અનુમાન કરી શકાય. ઉદાહરણ તરીકે, કાચા ચોખાને વાસણમાં તે બફાય ત્યાં સુધી મૂકીએ, તે તેમાં થયેલાં પરિવર્તન પરથી કાળ જાણી શકાય. વિશ્વ કાળનાં સૂક્ષ્મ પરમાણુઓથી ભરેલું છે. આ પરમાણુએ અદશ્ય, અગણિત, નિષ્ક્રિય અને રૂપરહિત છે. આ પરમાણુઓ છુટાં રહે છે. છ દ્રવ્યોમાંથી, કાળ સિવાયના પ્રત્યેકને અસ્તિકાય કહે છે. અતિ એટલે હેવું અને કાય એટલે શરીર. એટલે કે આમાંના પ્રત્યેકને ઘણા પ્રદેશ હોય છે. પ્રદેશ એટલે દ્રવ્યનાં એક અવિભાજ્ય પરમાણુ વડે રોકાતો આકાશનો એક ભાગ. લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં અગણિત અણુ કે પરમાણુ હોઈ શકે, કારણ કે આકાશને ધર્મ બધાં દ્રવ્યોને સ્થાન આપવાનો છે. કાળ પોતાની જાતે રહે છે અને સતત રહેવાની ક્રિયામાં વસ્તુને સહાય કરે છે. મહાન ફ્રેન્ચ દાર્શનિક બર્ગસને કહ્યું છે કે વિશ્વની ઉત્ક્રાંતિમાં કાળ એક શકિતશાળી તત્ત્વ છે. તેઓ એવો અભિપ્રાય ધરાવે છે કે કાળનાં તત્ત્વ વગર પરિવર્તન અને રૂપાંતરો શક્ય નથી. જૈન લેખકોને પણ આવો જ મત છે. વિશ્વના અસ્તિત્વના દૃષ્ટિકોણથી કાળનાં બે ચક્રોમાં વિભાગ કરવામાં આવ્યા છે : (૧) ઉત્સર્પિણી કાળ અથવા તો ઉપર જતું ચક્ર, જ્ઞાન, આયુષ્ય, સુખ વગેરેને વિકાસ તેમજ પ્રગતિ આ કાળચક્રના ધર્મો છે. (૨) અવસર્પિણી કાળ અથવા નીચે ઉતરતું ચક્ર. આ સમયચક્ર દરમ્યાન જ્ઞાન, આયુષ્ય, સુખ વગેરેમાં અવનતિ અને હ્રાસ થાય છે. પ્રત્યેક સમયચક્રના છ વિભાગો હોય છે. ઉત્સર્પિણી કાળ દુઃષમદુષમાથી (અત્યંત દુ:ખી કાળથી) શરૂ થાય છે. તે પછી દુઃષમા (દુ:ખમય), દુઃષમ-સુષમા (સુખમિશ્ર દુ:ખમય), સુષમદુઃષમા (દુઃખ મિશ્ર સુખમય), સુષમા (સુખમય) અને સુષમસુષમા (સૌથી વધારે સુખમય) એવા આરાઓ આવે છે. અવસર્પિણી કાળમાં કમ ઊલટો હોય છે. તેને પ્રારંભ અત્યંત સુખમય સમયથી થાય છે અને છેવટે અત્યંત દુઃખમય સમય આવે છે. આ બતાવે છે કે નિત્ય અને અવિનાશી દ્રવ્યોની દશામાં આ બે સમયચક્રોમાં પરિવર્તન આવે છે. કાળના આ વિભાગે સમસ્ત વિશ્વને લાગુ નથી પડતા પરંતુ ઐરાવતક્ષેત્ર અને ભારતના આર્યખંડને જ લાગુ પડે છે. * વિશ્વ (લોક)ને આકાર પગ પહોળા રાખીને, કેડે હાથ રાખી ઊભેલા પુરુષ જેવો છે. બાજુ પરથી જોઈએ તે એક અડધા મૃદંગ ઉપર બીજ આખું મૃદંગ ગોઠવ્યું હોય, તેવું છે. તે પિલું નથી પણ નક્કર છે અને ત્રિોની વિશિષ્ટ ભાષામાં, જાણે ધ્વજોથી ભરેલું હોય, તેવું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ વિશ્વનું પરિમાણ રજજુની પરિભાષામાં આપવામાં આવ્યું છે. તેને સમજાવવું મુશ્કેલ છે. વિશ્વની ઊંચાઈ ચૌદ રજજુ છે. તળિયેથી પૂર્વ-પશ્ચિમની પહોળાઈ સાત રજજુ છે. મધ્યભાગની પહોળાઈ એક રજજુ છે. ઉત્તરોત્તર પહોળું થતાં તે ઉપલા મધ્યભાગમાં પાંચ રજજુ પહોળું હોય છે અને તેની ટોચ ઉપરની પહોળાઈ એક રજજુ જેટલી હોય છે. તેની ઉત્તરદક્ષિણ જાડાઈ સાત રજજુ હોય છે. વિશ્વની ટોચ ઉપર સિદ્ધક્ષેત્ર આવેલું છે. તેને સિદ્ધશિલા પણ કહે છે અને તે મુક્ત જીવોનું નિવાસસ્થાન છે. તેને આકાર ઉઘાડેલી છત્રી, ઘુમ્મટ કે ઉંધા પ્યાલા જેવો છે. તેના મધ્યભાગની પહોળાઈ આઠ યોજન છે. તે સ્વયં પ્રકાશિત છે. મુક્ત જીવો તેમાં શાશ્વત આનંદમાં વસે છે. કર્મથી મુક્ત થઈ, જીવ સૃષ્ટિના છેડા સુધી ઉપરની તરફ જાય છે. ગતિનો સિધ્ધાંત પૂરો થવાથી મુકત જીવો હંમેશને માટે અહીં સ્થિર થાય છે. તેઓ શુદ્ધ જીવરૂપે, સાચા, નિત્ય, સર્વજ્ઞ અને સર્વશકિતમાન ઈશ્વરત્વમાં વસે છે. સિદ્ધશિલા લોક અને અલોકની વચ્ચેનું સ્થાન છે. લોકમાં રહેલાં છ દ્રવ્યો અલોકમાં હોતાં નથી. સંક્ષેપમાં કહેતાં, બંધારણ અને સ્વભાવ બંનેમાં અલોક, લોકના અભાવરૂપે છે. જેન ખગોળવેત્તાઓનું માનવું છે કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય તેની આજુબાજુ ઘુમે છે. ટૉલેમીને મત પણ આવો જ હતો. કૉપનકસે આનાથી વિરૂદ્ધ અભિપ્રાય આપ્યો. એના મત પ્રમાણે પૃથ્વી ઘૂમે છે અને સૂર્ય સ્થિર છે. પ્રૉ. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પહેલાં ટૉલેમીને મત અશકય અને બાલિશ લાગતું હતું. હવે એવું જાહેર થયું છે કે સૂર્યની આસપાસ પૃથ્વીના ભ્રમણની વાત, ગણિતની સગવડ ખાતર છે. જી. આર. જૈને, હેમ્બર્ગ યુનિવર્સિટીના ડૉ. શુબ્રગના, ૧૯૨૮ના જાન્યુઆરીની ૩૦મીએ દિલ્હી ખાતે આપેલા વ્યાખ્યાનમાંથી આ પ્રમાણે ટાંકયું છે : “વિશ્વના બંધારણનું જેને પૂર્ણ જ્ઞાન છે તેઓ જૈન ચિંતનના તર્ક અને સુસંગતિની તારીફ કર્યા વિના નહીં રહે. સુપરિષ્કૃત વિશ્વવિજ્ઞાનના વિચારોની સાથોસાથ તેમાં ખગોળ અને ગણિતનું પણ ઊંચું ધોરણ વ્યક્ત થાય છે.” “ભારતીય ખગોળશાસ્ત્રને ઇતિહાસ, “સૂર્ય-પ્રજ્ઞપ્તિ’ વગર અધૂરો છે.” પૃથ્વીના સામાન્ય આકાર વિષે લખતાં ઈઝાક એસિમોવ નોંધે છે : “ગ્રીકોના સમય પહેલાં બધાંએ ધારી લીધું હતું કે પૃથ્વી સપાટ છે. એવું Page #81 -------------------------------------------------------------------------- ________________ લાગે છે પણ ખરૂં. ફકત પર્વત અને ખીણની સપાટી અનિયમિત છે. આનાથી ભિન્ન મત ધરાવતા કોઈ ગ્રીકનું નામ આપણી પાસે આવ્યું નથી, અને તેના ચિંતનની કોઈ નેધ રહી નથી. સામાન્ય બુદ્ધિને ગમે તેટલું અનુકૂળ લાગે પણ પૃથ્વીને સપાટ માની લેવાથી ગંભીર દાર્શનિક મુશ્કેલી આવશે એવું ગ્રીક માનતા લાગે છે.” વિજ્ઞાનની શોધખોળે આપણા જ્ઞાનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પ્રકૃતિને પૂર્ણરૂપે અને સાચા સ્વરૂપે સમજવામાં મનુષ્ય કદી સફળ થયો નથી. વખતોવખત નવા વાદોનું પ્રતિપાદન કરવામાં આવે છે. તત્ત્વવિદ્યાના મોટા પ્રશ્નને છેવટને ઉકેલ કયારે આવશે તે કોઈ જાણતું નથી. ટૂંકમાં, આપણે જોઈ શકીશું કે વિશ્વ વિષેને જૈન ધર્મને દૃષ્ટિકોણ વિધેયાત્મક છે. તે જીવને તેમ જ અજીવના પ્રકારરૂપે ગણવામાં આવેલા પાંચ દ્રવ્યોને સત્ય અને નિત્ય માને છે. પ્રત્યેક પદાર્થ, વિકાર અને ક્ષયને પાત્ર હોવા છતાં પોતાની સત્તા જાળવી રાખે છે. પરિવર્તન પામવા છતાં પદાર્થની સત્તા ચાલુ જ રહે છે. ઉમાસ્વામીએ અવિસ્મરણીય શબ્દોમાં દર્શાવ્યું છે કે છે દ્રવ્યો ‘સત્’ હોવા છતાં, આ ‘સત્', ઉન્માદ (જન્મ), વ્યય (અસ્તિત્વની બહાર જવું) અને ધૌવ્ય (નિત્યતા)નાં લક્ષણો ધરાવે છે. ધ્રૌવ્ય એટલે પદાર્થનું અવિનાશીપણું. યાકોબીએ પહેલાં જૈન ધર્મના સિદ્ધાંતમાં કોઈ પ્રધાન વિચાર ન હોવાની ટીકા કરી, પણ પાછળથી એમણે પોતાનો મત સુધાર્યો હતે: “જૈન દર્શનને હવે હું જુદા સ્વરૂપે જોતાં શીખ્યો છું. જૈન ધર્મ પાસે પોતાની વિશિષ્ટ તત્ત્વવિદ્યાનો આધાર છે અને તેને કારણે બ્રાહ્મણ અને બૌદ્ધ બંને પ્રતિસ્પર્ધી દર્શનેથી તેણે અલગ, વિશિષ્ટ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.” યાકોબી જેવા પ્રખર વિદ્રાને પહેલાં જૈન તત્ત્વવિદ્યાના ટીકાકાર હતા છતાં પાછળથી તેમણે જૈન ચિતનમાં સંવાદીપણું જોયું તે પરથી આપણને ખાતરી થાય છે કે જૈન દર્શન પ્રત્યે પૂર્વગ્રહરહિત અભિગમ રાખવામાં આવે, તે જૈન તત્ત્વવિદ્યાને યોગ્ય રૂપે સમજી શકાય. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ જીવ અથવા જીવ વિષેનો સિદ્ધાંત તત્ત્વવિદ્યામાં, દર્શનના જુદા જુદા યુગ અને અવસ્થાઓથી મનુષ્ય આત્મા અને અનાત્માનું નિરીક્ષણ કરતો આવ્યો છે. એમાંના ગમે તે એકમાં તે દેવત્વનું આરોપણ કરતો આવ્યો છે અથવા બે વચ્ચે સમાધાન શોધતે આવ્યો છે. તેણે વેદાનતીઓનાં બ્રહ્મ જેવાં એક તત્ત્વની કલ્પના કરી કે ભૌતિકવાદીઓની જેમ પદાર્થની કલ્પના કરી, કે સાંખ્યની માફક બે તત્ત્વોની કલ્પના કરી. જૈન ધર્મ સામાન્ય બુદ્ધિને આધારે આ પ્રશ્નો ઉકેલ કરે છે. તેના સત્યની પ્રતીતિ દરેક જણ પોતાની જાતે કરી શકે છે. - આગળ આપણે જોયું તે પ્રમાણે જૈન વિચારકો જીવ અને અજીવ એવા સ્વતંત્ર પ્રકારોમાં વિશ્વનું વિભાજન કરે છે. આ બંને દ્રવ્યો નિત્ય, અસુષ્ટ અને સહ-અસ્તિત્વ ધરાવતા છે. આ વિભાજન તર્કયુક્ત, સંપૂર્ણ અને નિર્વિવાદ છે. દરેક ધર્મનો સૂર એક જ છે : ‘તને પિતાને જાણ.’ તેથી આત્મદર્શનને જીવનનું લક્ષ્ય બનાવવા આદેશ આપતાં પ્રત્યેક દર્શનને મુખ્ય વિષય છે આત્મા. કોઈક તેને પુરુષ પણ કહે છે. બધાં જ હિંદુ દર્શને આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે, પણ દરેકની તે વિષેની ધારણા ભિન્ન ભિન્ન છે. કેટલાક (નૈયાયિકો અને પ્રાભાકર મીમાંસકો) માને છે કે આત્મા પોતે સંવેદી (consciousness) છે પણ જ્ઞાન ક્રિયા અને અનુભવને આધાર છે. બીજા કેટલાક (સાંખ્યવાદીઓ, ભાટ્ટ મીમાંસકો અને વેદાંતીઓ) માને છે કે આત્મા પોતે જ જ્ઞાનમય છે. કેટલાક તેને સ્વભાવથી પાપ તેમજ દુ:ખથી મુક્ત માને છે. જ્યારે બીજા માને છે કે તે આનંદમય અને શુદ્ધ છે. નીચેના મુદ્દાઓ વિશે બધા એકમત છે: આત્મા, દેહ, મન કે ઇન્દ્રિયો નથી. દેહ, મન, અને ઇન્દ્રિયો ભૌતિક છે. આત્મા નિત્ય છે. તે દુ:ખ અને પાપથી મુક્ત છે પણ દેહમાં વસતો હોવાને કારણે, તેમ જ મન અને ઇન્દ્રિયો સાથેના સંબંધને કારણે તે વિચાર, કાર્ય, અને અનુભૂતિ કરે છે. જન્મ અને મૃત્યુ સાથે આત્માનું આવેષ્ટન અનાદિ છે, પણ આત્મા મોક્ષ પામે ત્યારે આ આવેષ્ટનનો અંત આવે છે. બધા જીવો સ્વભાવે એક સરખા છે પણ કર્મને કારણે તેમનામાં ભિન્નતા છે. આત્મા બ્રહ્મમય બને તે સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ છે. એક વાકય વારંવાર ટાંકવામાં આવે છે: “gવાદ્રિતીય'. Page #83 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મ અને આત્માનાં ઐકયને સિદ્ધાંત વેદાંતદર્શનનાં મૂળમાં છે અને પ્રાચીન ઉપનિષદમાં આ ભાવ વ્યકત થયા છે. શંકરાચાર્યે એવું પ્રતિપાદન કર્યું કે બ્રહ્મ પરમ સત્ય છે. વિશ્વની રચના વિવર્તને આધારે થઈ છે એટલે કે સને, તે જે નથી તેમાં આભાસ થાય છે જ. બ્રહ્મ, જગતમાં એક માત્ર સત્ય છે. આ અંદુત દર્શન છે. સાંખ્યદર્શન દૂતવાદને પુરસ્કાર કરે છે. પ્રકૃતિ અને પુરુષ એવાં બે તનું તે પ્રતિપાદન કરે છે. આ બંને એકબીજાથી સ્વતંત્ર અને સત્ય છે. પુરુષ ચૈતન્યમય છે અને તેની સંખ્યા અનંત છે. જગતના બધા દશ્ય પદાર્થો પ્રકૃતિમાંથી ઉદ્ભવે છે. તે ઉપરાંત બુદ્ધિ, અહંકાર અને મન જેવા સૂક્ષ્મ પદાર્થો પણ તેમાંથી જ ઉદભવે છે. પ્રકૃતિ, સત્વ, રજસ્ અને તમસ ની બનેલી છે. આ ત્રણ ગુણનાં જુદાં જુદાં પ્રકારનાં સંયોજનોને કારણે જગતમાં પરિવર્તન થાય છે એવું કહી શકાય. વિશિષ્ટદૂત અંતવાદનું પ્રતિપાદન કરે છે. તેનાં દર્શન પ્રમાણે બ્રહ્મ અથવા સત્ અંત નથી પણ એક મિશ્ર પ્રકારની એકતા છે, જેમાં એકતા અને ભિન્નતા બંનેનું સંયોજન છે. શંકર કેવલાદ્દતમાં માને છે, જેમાં ભિન્નતાને લોપ થયો હોય છે, જ્યારે રામાનુજના મતે ભિન્નતા માત્ર મનની રચના–માયા-નથી; રામાનુજના મતમાં ભિન્નતાને સત્તા ધરાવતાં તત્ત્વ સાથે સાંકળી દેવામાં આવી છે. આ પ્રકારની વિશિષ્ટ એકતામાં છેવટે ત્રણ તો છે : અચિત્, ચિત્ અને ઈશ્વર. આ ત્રણ તવો અનુક્રમે જડ પદાર્થો, જીવો અને પરમેશ્વરને સૂચવે છે. એક બાજુ ઈશ્વર અને બીજી બાજુ ચિત્ અને અચિના સંબંધ, દ્રવ્ય અને તેના ધર્મ જેવા છે. સત્ આમ સમ્મિશ્ર સ્વરૂપનું છે જે એક બ્રહ્માંડ અને તેના પર આધાર રાખનારાં-જગત અને જીવોનું બનેલું છે. વૈશેષિક દર્શન અનેક આત્માઓને અને જગતની સત્તાને માન્ય રાખે છે. સંવેદન, સંકલ્પ અને વિચારને આત્માનાં કાર્યો માનવામાં આવ્યાં છે. આ ભેદો બહુ મહત્ત્વના નથી. મુકિત પછીનાં આત્માનાં સ્વરૂપ વિષે તેમના વિચારો જુદા જુદા છે. જૈન દાર્શનિકોએ જીવનાં લક્ષણો બે દૃષ્ટિથી જોયાં છે : (૧) વ્યવહારનય અને (૨) નિશ્ચયનય. વ્યવહારનય એટલે પ્રચલિત દષ્ટિબિંદુ. મનુષ્ય પિતે જે રીતે પદાર્થોને જુએ કે જાણે તેને આ દષ્ટિબિંદુ આવરી લે છે. સામાન્ય રીતે લોકો જે સમજે તે જ આ દૃષ્ટિબિંદુમાં આવે (વહૃારો ગોવિતમ્). નિશ્ચયનય એટલે સત્યનું દૃષ્ટિબિંદુ, યથાર્થ દષ્ટિબિંદુ. યથાર્થ અભિવ્યક્તિ અને Page #84 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ વર્ણન એ તેનાં લક્ષણા છે. પ્રચલિત વ્યવહારમાં ધ્યાન બહાર રહ્યાં હોય એવાં સત્યોનું આમાં વર્ણન હોય છે. દા. ત. આપણે શાહીના ખડિયાનું વર્ણન કરીએ તેા તે ધાતુ, કાચ, કે માટીના બન્યો છે તે કહેવું પડે અને શાહી રાતી, ભૂરી કે કાળી છે તે પણ કહેવું પડે. 85 આ જગતમાં આપણે એકલા જીવને કયાંય જોતાં નથી. જીવ, અજીવ સાથે હંમેશાં સંયુક્ત હોય છે. સામાન્ય વ્યવહારમાં જીવ એટલે આત્મા. સામાન્ય મનુષ્ય, અજ્ઞાનને કારણે પાતાના દેહને આત્મા માને છે અને પોતાના બધા વિચારો અને ધ્યાનને દેહના સુખ પર કેન્દ્રિત કરે છે. જીવનાં લક્ષણા વિષેનું અજ્ઞાન આપણાં દુ:ખોનું મૂળ કારણ છે. જૈન તત્ત્વદર્શન પ્રમાણે જીવ, અસૃષ્ટ અને અવિનાશી છે. ઉપર નોંધ્યા પ્રમાણે સૃષ્ટિ જીવ અને અજીવ, એવાં બે દ્રવ્યોની બનેલી છે. જીવનું મુખ્ય લક્ષણ ચૈતન્ય છે, જે જીવનનું લક્ષણ છે. સાવધાનપણુ–સતર્કપણું એ તેના સ્વભાવ છે કારણ કે તેના સિવાય, તે સંકલ્પશક્તિ ધરાવી ન શકે. કોઈ પણ પ્રકારનાં જ્ઞાન માટે તે જરૂરી છે. પ્રચલિત માન્યતા પ્રમાણે જીવ ચાર પ્રાણ ધરાવે છે. બળ અથવા શકિત, ઇન્દ્રિયા, આયુ અથવા જીવન અને આન-પ્રાણ એટલે કે શ્વસનક્રિયા. આ ચાર પ્રાણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય, ત્રણે કાળમાં તેની પાસે હાય છે. ઇન્દ્રિયો પાંચ છે: દર્શન, શ્રાવણ, સ્પર્શ, સ્વાદ અને પ્રાણ. બળ ત્રણ પ્રકારનું છે: શરીરનું, વાણીનું અને મનનું. લાકમાન્યતા પ્રમાણે આ ત્રણ જીવંત વ્યકિતઓના જીવનની નિશાની છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આ બધા ચૈતન્યના આવિર્ભાવે છે. પારિભાષિક રીતે ચૈતન્યને ઉપયોગ’ કહે છે. તેના બે પ્રકારના આવિર્ભાવા હાય છે : દર્શન અને જ્ઞાન, દર્શન અને જ્ઞાનમાં ફેર એ છે કે દર્શનમાં વિષયની બધી વિગતો ગ્રાહ્ય બનતી નથી. જયારે જ્ઞાનમાં આ બધી વિગતાનું ગ્રહણ કરી શકાય છે. જૈન દર્શનમાં વખતાવખત આવતી આ બે સંજ્ઞા વચ્ચેના ભેદ સ્પષ્ટ સમજી લેવા જોઈએ. જ્ઞાનપ્રાપ્તિની ક્રિયામાં દર્શન એક અનિશ્ચિત દશા છે. ઇન્દ્રિય અને તેના વિષયના સંસર્ગથી જ્ઞાનની પ્રક્રિયા શરૂ થાય છે અને પહેલાં તે ચૈતન્યને જાગૃત કરે છે. આ દશામાં માત્ર વિષયની ઉપસ્થિતિની જ ખબર પડે છે અને પરિણામે વિષયના અનિશ્ચિત અને અસ્પષ્ટ ખ્યાલ જ આવે છે. વિષયની વધુ માહિતી મળતી નથી તેથી વિષય અમુક વર્ગ કે અમુક પ્રકારના છે એવું સમજાતું નથી. મનુષ્યમનમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સ્વભાવથી જ રહેલી પૃથક્કરણની ક્રિયાને કારણે ઇન્દ્રિયગ્રહણમાંથી ઇન્દ્રિયજ્ઞાનમાં પરિવર્તન થાય છે. ઇન્દ્રિય સામે ઉપસ્થિત થયેલા વિષયની અસ્પષ્ટ સભાનતાને સ્થાને તેના વર્ગનાં લક્ષણોનું નિશ્ચિત જ્ઞાન થાય છે. વિષયને બીજા વિષયોમાંથી ભિન્ન તારવી શકાય છે અને એના દ્વારા જ્ઞાનને વિસ્તાર વધે છે. આ વિશે મતભેદ છે. હેમચંદ્રના મત પ્રમાણે દર્શન એટલે વિષયનું એવું જ્ઞાન જેમાં વિશિષ્ટ નિશ્ચય આવતો નથી. ઇન્દ્રિય અને વિષયનો સંસર્ગ થતાં જ તે અસ્તિત્વમાં આવે છે. તેમના મત પ્રમાણે દર્શનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે. જે અસ્તિત્વ ધરાવતું જ નથી તે ઉત્પન્ન થતું જ નથી અને જે અસ્તિત્વ ધરાવે છે તે સંપૂર્ણપણે નાશ પામતું જ નથી. આમ દર્શનનું એના પછીની અવસ્થા-જ્ઞાનમાં રૂપાંતર થાય છે. દર્શન એ જ્ઞાનની પ્રથમ અવસ્થા છે. તે અવસ્થા કોઈ પણ જાતની વિગતો વગરની હોય, અથવા અનિશ્ચિત બોધની બનેલી હોય. જ્ઞાનમાં વિગતોને બોધ હોય છે. દર્શન ચાર પ્રકારનાં હોય છે: ચક્ષુ, અચલુ, અવધિ અને કેવલ. આનો અર્થ એ થયો કે ચાર પ્રકારના બોધ હોય છે: ચાક્ષુષ, અચાક્ષુષ, અતીન્દ્રિય અને પૂર્ણ. આંખથી થતે બોધ તે ચાક્ષુષ દર્શન કહેવાય છે. મન, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા થતો બેધ તે અચક્ષુ દર્શન. અવધિ દર્શન એટલે જીવ પાસેથી થતે સીધો બોધ. આધુનિક માનસિક સંશોધનોએ દર્શાવ્યું છે કે ઇન્દ્રિય અને મન વગર પણ બોધ થઈ શકે. અતીન્દ્રિય જ્ઞાન (clairvoyance), દૂરસંવેદી જ્ઞાન, અતીન્દ્રિય શ્રવણ વગેરે, અતીન્દ્રિય દર્શન હોવાની યથાર્થતા પુરવાર કરે છે. જે વ્યકિતઓ આ શક્તિ ધરાવતી હોય છે, તેઓ તેમની ઇન્દ્રિયોના વ્યાપાર વગર બીજાના મનના ગુપ્ત વિચાર જાણી શકે છે. તેઓને સ્થળ કે સમયની દષ્ટિએ દૂરની ઘટનાઓને પણ બોધ થાય છે. મેકડુગલ, એચ. એચ. પ્રાઇસ અને બીજા આધુનિક મનોવૈજ્ઞાનિકોએ એવું માન્ય રાખ્યું છે કે દૂરસંવેદી જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન વગેરે માટેની પ્રાચીન માન્યતાઓ સાચી છે અને મનુષ્ય એક એવી મહાન બેધશક્તિ ધરાવી શકે છે, જેના વડે ઇન્દ્રિયદ્રારા અપ્રાપ્ય એવી ઘણી વિગતો મળી શકે છે. કેવલ દર્શન અથવા તો પૂર્ણ દર્શનમાં વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણે કાળની ઘટનાઓને બોધ થાય છે. જ્ઞાનના આઠ પ્રકાર છે: (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યાયજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૬) કુમતિ અથવા અજ્ઞાન Page #86 -------------------------------------------------------------------------- ________________ (૭) કુશ્રુત અને (૮) વિભંગાવધિ અથવા અવધિનું અજ્ઞાન. છેલ્લાં ત્રણ તે પ્રથમ ત્રણનાં અયથાર્થ જ્ઞાન છે. નેમિચન્દ્ર પેાતાના પ્રખ્યાર્થસંપ્રદુ માં જ્ઞાનને દર્શન પછી મૂકે છે. ઉમાસ્વામી જ્ઞાનને પહેલું અને દર્શનને પછી મૂકે છે. તત્ત્વાર્થસૂત્ર પરની ટીકામાં પૂજ્યપાદે જોવી સમજુતી આપી છે કે દર્શન કરતાં જ્ઞાન ઉત્કૃષ્ટ છે. ૬૯ મતિજ્ઞાન એટલે ઇન્દ્રિયો દ્રારા પ્રાપ્ત થએલું જ્ઞાન. મનની ક્રિયા દ્રારા થએલાં જ્ઞાનને પણ અહીં જ સમાવેશ થઈ જાય છે. શ્રુતજ્ઞાન એટલે ધર્મગ્રથાના વાચન અથવા શ્રવણથી થતું જ્ઞાન. એને શબ્દજ્ઞાન કહી શકાય. મતિજ્ઞાન, જે શાબ્દજ્ઞાન નથી, તેનાથી તે ભિન્ન છે. ધર્મગ્ર ંથાના જ્ઞાન માટે ભદ્રબાહુ બુદ્ધિના આઠ ગુણા જરૂરી માને છે : (૧) સાંભળવાની ઇચ્છા (૨) વારંવાર પ્રશ્ન (૩) સાવધાનપણે શ્રવણ (૪) ગ્રહણ ( ૫ ) પરિપૃચ્છા ( ૬ ) વિશ્વાસ ( ૭ ) ધારણા ( ૮ ) યથાર્થ આચરણ. જે કાંઈ લખાયું હોય તેને સમજવાની શક્તિ તે જ્ઞાન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ફેર એ છે કે મતિજ્ઞાનમાં ભાષા કે પ્રતીક જેવાં ઉપકરણાની જરૂર પડતી નથી જયારે શ્રુતજ્ઞાનમાં, ધર્મગ્રંથો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન માત્ર વાંચવા કે સાંભળવા પૂરતું સીમિત ન રહેતાં, વ્યક્તિની શક્તિ અનુસાર ચિંતન અને કાર્યમાં પરિણમે છે. ત્રીજા પ્રકારનું જ્ઞાન અવધિજ્ઞાન એટલે કે અલૈંદ્રિય જ્ઞાન છે. આ જ્ઞાન જીવ સીધું જ, ઇન્દ્રિયો કે મનની સહાય વગર મેળવે છે. સંમેાહનની અસર હોય તેવી દશામાં મેળવેલાં જ્ઞાનને અવધિજ્ઞાનનું ઉદાહરણ ગણી શકાય. જૈન ધર્મ પ્રમાણે જીવ એની પૂર્ણ વિશુદ્ધ અવસ્થામાં બધું જાણી શકે છે અને એમાં સ્થળ કે કાળની કોઈ અપેક્ષા રહેતી નથી. આ જ્ઞાન આકાર અથવા રૂપ ધરાવતી વસ્તુઓનું જ્ઞાન છે અને એને સ્વયંસ્ફુરણાથી જાણી શકાય છે. જુદાં જુદાં માણસાની સ્વયંસ્ફુરણાનાં ક્ષેત્ર અને સ્થાયિત્વ જુદાં જુદાં હોય છે અને આવી સ્વયંસ્ફુરણાનું કારણ તેમનાં પુણ્યો છે. શ્રેષ્ઠ પ્રકારનું અવધિજ્ઞાન ધરાવતી વ્યક્તિ, રૂપ ધરાવતી કોઈ પણ વસ્તુની સ્વયંસ્ફુરણા મેળવી શકે છે. સ્થળની દૃષ્ટિએ એની સ્વયંસ્ફુરણા અગણિત આકાશપ્રદેશાથી વ્યાપ્ત આકાશ પર વિસ્તરી શકે છે. સમયની દૃષ્ટિએ, ભૂત, અને ભવિષ્યકાળાનાં અનેક સમયચક્રને ભેદી શકે છે. તે અગણિત વસ્તુને જાણી શકે છે. મન:પર્યાયજ્ઞાન એટલે બીજાના વિચારોનું જ્ઞાન. તેને Telepathy કહી શકાય. મનુષ્યલાક તેની સીમા હોય છે. તે પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે અને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઉંચા પ્રકારના વિકાસ પામેલાં મનુષ્યોને તે પ્રાપ્ત થાય છે (એટલે કે અનગારગૃહવિહીન સાધુને પ્રાપ્ત થાય છે). પૂજ્યપાદ દેવનંદી તેની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: “મન સાથેના સંયેાગને કારણે, બીજાના મનના વિષય પણ મન કહેવાય છે અને તે વિષયનું પર્યાય એટલે કે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન.” તે મતિજ્ઞાન નથી કારણ કે મન એક નિષ્ક્રિય ભૂમિકારૂપે હોય છે અને આવાં જ્ઞાનમાં મનના કોઈ રીતને હિસ્સા હોતા નથી. પોતાનાં કે બીજાનાં મન દ્રારા (મન સાથેના સંયોગ દ્વારા ) તે રચાયું હોય છે પણ તે વિનાશ સાથે ઉપશમનની શક્તિ દ્વારા થએલું હોય છે. ‘આકાશમાં ચાંદો જુઓ' એવા રૂઢિપ્રયોગમાં આકાશ દ્વારા ચંદ્ર બતાવ્યા હાય તેવું જ અહીં છે. મન:પર્યાયજ્ઞાન બે પ્રકારનું હોય છે : જુમતિ અને વિપુલમતિ. ઋજુમતિજ્ઞાન પાતાની કે બીજાની લાગણીઓ અને વિચારોના સંદર્ભમાં છે જ્યારે વિપુલમતિજ્ઞાન એટલે વર્તમાનકાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળનું બીજાનાં વિચારો અને લાગણીઓનું જ્ઞાન. દૂરસંવેદન ઢાંકતાં કર્મના આવરણના વિનાશ સાથે ઉપશમ થતાં જીવની અવસ્થા શુદ્ધ થાય છે. દૂરસંવેદીપણાની શ્રેષ્ઠતાને આધાર શુદ્ધિ અને પતનના અભાવના વિસ્તાર પર છે. વિષય, સ્થળ, કાળ, સ્વરૂપ અને સ્થિતિના સંદર્ભમાં જુમતિજ્ઞાન કરતાં વિપુલમતિજ્ઞાન વધુ શુદ્ધ છે. શુદ્ધિ, સ્થળ, શાતા અને જ્ઞેયને કારણે અતીંદ્રિય જ્ઞાન ( clairvoyance ) અને દૂરસંવેદીજ્ઞાન (Telepathy) જુદાં પડે છે. દૂરસંવેદીશાન ઉપર કહેલા બધા મુદ્દાઓમાં વધુ શુદ્ધ છે. ઊંચું ચારિત્ર્ય ધરાવતા અને સાતમી પૂર્ણ વ્રતની—અવસ્થામાંથી બારમી—ભ્રમના ક્ષય—ની અવસ્થાએ પહોંચેલા સાધુ ને આવું જ્ઞાન થાય છે. સાધુઓમાં પણ જેની ઉત્તરોત્તર આધ્યાત્મિક પ્રગતિ થતી હોય તેમને જ આ જ્ઞાન મળે છે. દેવા, નારકીઓ, મનુષ્યો અને પશુઓ અર્તીદ્રિય જ્ઞાન મેળવી શકે છે. બે જ્ઞાન વચ્ચેના તફાવતના આધાર, તે જ્ઞાન ધરાવનારાના તફાવત પર છે. પશ્ચિમમાં પણ મેકડુગલ જેવા મનોવૈજ્ઞાનિકોએ અતીદ્રિયજ્ઞાન, દૂરસંવેદીજ્ઞાન, પૂર્વાબાધ અને માધ્યમદ્રારા પ્રાપ્ત થતાં જ્ઞાન જેવાં ઇન્દ્રિયાતીત જ્ઞાનને સાચાં માન્યાં છે તે નોંધતાં આનંદ થાય છે. પ્રૉ. એચ. એચ. પ્રાઈસ કહે છે કે · અહીંદ્રિય જ્ઞાન અને દૂરસંવેદિતા માટેના પુરાવા વિપુલ પ્રમાણમાં મળે છે.’ અતીંદ્રિય ગ્રહણ વિષે ડૉ. હાઈને ઘણું કામ કર્યું છે. તેઓ કહે છે કે અતીંદ્રિય જ્ઞાન અને દૂરસંવેદીજ્ઞાન જેવાં ઇન્દ્રિયાતીત દર્શના સાચાં છે. તેમનાં ઉદાહરણરૂપે ઘણા વૃત્તાન્ત રજુ કરી શકાય. આવાં શાન ઇન્દ્રિયગ્રાહ્ય હોતાં નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન એટલે સર્વજ્ઞત્વ. શુદ્ધ અને મુકત અવસ્થામાં રહેલો જીવ જ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી શકે. તે દરેક રીતે, દરેક આકારનાં દ્રવ્યોનું દર્શન કરી શકે છે. ઉમાસ્વામીએ કહ્યું છે કે સર્વજ્ઞત્વ એક સાથે બધાં દ્રવ્યો અને તેમની બધી સ્થતિઓ સુધી વિસ્તરેલું છે. અત્યાર સુધી ગણાવેલાં અને વર્ણવેલાં વિવિધ પ્રકારનાં જ્ઞાને, જ્ઞાનની ઉત્તરોત્તર પ્રગતિ દર્શાવે છે. સર્વજ્ઞત્વ અંતિમ કક્ષાનું જ્ઞાન છે. આ અવસ્થામાં કર્મનાં દરેક પ્રકારનાં આવરણમાંથી જ્ઞાન મુક્ત થયું હોય છે. સર્વજ્ઞ જીવનું દર્શન ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થએલું હોતું નથી તેથી તે ઇન્દ્રિયાતીત વિષયોનું ગ્રહણ કરી શકે છે. તે ઉત્તરોત્તર ઉત્પન્ન થતું નથી પણ એકસાથે ઉત્પન્ન થાય છે તેથી એકસાથે અને એક જ સમયે તે વિશ્વના બધા જ વિષયોનું દર્શન કરી શકે છે કારણ કે તે સ્થળ અને સમયથી પર છે. સર્વજ્ઞ જીવ શુદ્ધ અને પૂર્ણ છે તેથી ઇન્દ્રિયો અને મનની અપૂર્ણતાઓથી તે દૂષિત થતું નથી. સર્વજ્ઞ ભૂતકાળ અને ભવિષ્યકાળનું દર્શન વર્તમાનકાળમાં નહીં પરંતુ ભૂત અને ભવિષ્ય તરીકે કરે છે. આથી ભ્રમને કોઈ પ્રશ્ન ઊભો થતું નથી. સર્વજ્ઞ ભૂતકાળની સત્તાને ભૂતકાળની અને ભવિષ્યકાળની સત્તાને ભવિષ્યકાળમાં અસ્તિત્વ ધરાવતી જાણે છે. કર્મનાં આવરણના સંપૂર્ણ ક્ષયને કારણે સર્વજ્ઞનું દર્શન બાહ્ય ઇન્દ્રિયો કે મનના માધ્યમ વિના, જીવે કરેલું સીધું દર્શન છે. અયથાર્થ અથવા વિકૃત જ્ઞાન ત્રણ પ્રકારનું હોય છે. મતિ, શ્રત અને અવધિનું અજ્ઞાન. ખેટા અભિગમ, ખોટાં વલણ કે બેટા વિવેકને પરિણામે અયથાર્થ જ્ઞાન થાય છે. અયથાર્થ જ્ઞાનનું કારણ અયથાર્થ માન્યતા છે. યથાર્થ જ્ઞાન માટે વિવેકશક્તિ જરૂરી છે. ચિંતનની અસ્પષ્ટતાને કારણે અયથાર્થ જ્ઞાન થાય છે. ખોટી માન્યતાને કારણે વસ્તુઓ પર ખોટા ગુણધર્મો આરોપિત કરવામાં આવે છે. ખોટી માન્યતાને કારણે વ્યક્ત થએલો મત સત્ય કરતાં કાલ્પનિક વધુ હોય છે. આમાંનાં એક કે વધુ કારણોને લીધે ખાટું મતિજ્ઞાન, ખોટું શ્રુતજ્ઞાન કે બેટું અવધિજ્ઞાન થાય છે. બીજા એક દષ્ટિબિંદુ પ્રમાણે જ્ઞાનના બે પ્રકાર છે: પ્રત્યક્ષ અને પરોક્ષ. આ બંને પ્રકારનાં જ્ઞાનને તફાવત તેમના માધ્યમ પર આધાર રાખે છે. ઇન્દ્રિય અને મન દ્વારા પ્રાપ્ત થએલું જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન. જૈન ચિંતકોના મત પ્રમાણે મન ઇન્દ્રિય નથી. તે અતીન્દ્રીય છે. ઇન્દ્રિયોનું સ્થાન શરીરના વિવિધ ભાગોમાં છે જ્યારે મનને શરીર સાથે કોઈ સંબંધ નથી. તે બોધને માટેનું આંતરિક Page #89 -------------------------------------------------------------------------- ________________ હર કરણ છે અને સુખ કે દુ:ખ જેવી સ્થિતિના બોધ કરવામાં જીવને સહાય કરે છે. આ દૃષ્ટિએ જોતાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાનના પ્રકારો બને છે કારણ કે આ બંનેમાં જ્ઞાન, ઇન્દ્રિય અને મનના માધ્યમ દ્રારા આવે છે. બાકીનાં ત્રણ એટલે કે અવધિ, મન:પર્યાય અને કેવલ, સીધાં અથવા માધ્યમરહિત જ્ઞાન છે. જૈન મનેાવિજ્ઞાન મતિજ્ઞાનના ચાર ક્રમા માને છે. (૧) અવગ્રહ— પહેલી દષ્ટિ. (૨) ઈહા—ચિંતન, જાણવાની ઇચ્છા (૩) અપાય—નિર્ણય. (૪) ધારણા—ચાલુ રાખવું. અવગ્રહથી કોઈ પણ વસ્તુ વિષેનું ભાન અને બેધ ઉત્પન્ન થાય છે. તે બાધ અનિશ્ચિત હોય છે અને વસ્તુના સામાન્ય ધર્મના બાધ કરે છે. આ સામાન્ય ભાન પછી ઈહા આવે છે. વસ્તુનાં વિશિષ્ટ લક્ષણા સમજવા માટે વિશિષ્ટ ભાન તરફ આપણી જાણવાની ઇચ્છા આગળ વધે છે. દા. ત. આપણે એક અવાજ સાંભળીએ છીએ પણ એનું સ્વરૂપ જાણતાં નથી. અહીં આપણને માત્ર અવાજના પરિચય થાય છે. ઈહામાં આપણે મહદંશે અવાજના સ્વરૂપના બાધ કરી શકીએ છીએ. અવગ્રહમાં વસ્તુના એક ભાગ જ ઓળખાય છે જ્યારે બાકીના બાધ ઈહામાં થાય છે, અને તેમાં વિશિષ્ટ લક્ષણાના સ્પષ્ટ નિશ્ચય કરવાના પ્રયાસ હોય છે. તર્ક પર આધાર રાખીને સત્યના નિશ્ચય કરવા માટે પ્રયત્નશીલ માનસિક અવસ્થા તે ઈહા. સત્યના નિશ્ચય અને મિથ્યાને દૂર કરવું તે અપાય. તે વસ્તુના નિશ્ચિત બાધ આપે છે તેમાં વસ્તુમાં રહેલા ગુણાના બાધ થાય છે અને વસ્તુમાં ન રહેલા ગુણ દૂર થઈ જાય છે. અપાય પછી ધારણા આવે છે કારણ કે એમાં કેટલાક સમય માટે વિષયનું ગ્રહણ દૃઢ થાય છે. તેને કોઈ પણ રીતે સ્મૃતિ ન કહી શકાય. ધારણાનાં સ્વરૂપ વિષે જે કાંઈ કહેવાયું તે પરથી એ સ્પષ્ટ થાય છે કે જૈન મનોવિજ્ઞાન સ્મૃતિને એક પ્રકારનો બાધ ગણે છે. મનના અથવા ઇન્દ્રિયના સંસ્કારો ચાલુ રાખીને સ્મૃતિ તેની પુનરુત્પત્તિ કરે છે. પૂર્વે અનુભૂત વસ્તુનું તેમાં કલ્પન (image) હાય છે. તે મતિજ્ઞાનના એક ભાગ છે. નિશ્ચયનય પ્રમાણે જીવ શુદ્ધદર્શન અને શુદ્ધ જ્ઞાન છે. ઉપર જોયા પ્રમાણે નિશ્ચયનય અનુસાર દર્શનના ચાર અને જ્ઞાનના આઠ પ્રકાર છે. જૈન ધર્મ પ્રત્યેક વસ્તુને ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી તપાસે છે. કોઈ જાતનું હઠપૂર્વકનું વિધાન કરતા નથી. ન્યાય દર્શન ગુણ અને ગુણીનું ઐકય માન્ય રાખતું નથી જ્યારે જૈન ધર્મ તે માન્ય રાખે છે. પંચાસ્તિાય માં સ્પષ્ટ કહ્યું છે કે દર્શન અને જ્ઞાન જીવ સાથે ઐકય ધરાવે છે અને જીવથી છુટાં હોઈ શકે નહીં. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પૂર્વ કહેવાઈ ગયું છે કે સામાન્ય રીતે જગતમાં આપણે જીવને કોઈ આકારમાં જોઈએ છીએ, પરંતુ નિશ્ચયનય પ્રમાણે જીવને રૂપ નથી. તેને વર્ણ સ્વાદ, દાણ કે સ્પર્શ નથી. સ્વભાવે જીવ અદશ્ય છે. પુગલ અથવા કર્મદ્રવ્યના સંયોગને કારણે તે દશ્ય બને છે. જીવ જ્યારે પુગલના બંધનમાં હોય, ત્યારે જ આપણે તેને રૂ૫, સ્પર્શ, સ્વાદ, ઘાણ અને વર્ણ ધરાવતે જોઈએ છીએ. કર્મદ્રવ્યના બંધનમાં રહેલા અને પુનર્જન્મ અનુભવતા જીવ સંસારી જીવ કહેવાય છે. જીવ કર્મફળને ભોક્તા હોય છે. જીવ રૂપરહિત છે પણ મૂર્ત હોય ત્યારે તે દેહ જેટલો જ વિસ્તાર ધરાવે છે. તે ઊર્ધ્વગતિ ધરાવે છે. જીવ નાના કે મોટા દેહમાં હોઈ શકે. વેદાન્તીઓ આ મતની ટીકા કરે છે. તેઓ માને છે કે એક જ જીવ માખીના શરીરમાં પણ હોય અને હાથીના શરીરમાં પણ હોય. આ શક્ય નથી. પિતાના મતના સમર્થનમાં જૈને દીવાનું ઉદાહરણ આપે છે. દીવાને નાના પાત્રમાં મૂકવામાં આવે કે મોટા ખંડમાં મૂકવામાં આવે તે પણ પોતાના પ્રકાશથી તે આખું સ્થળ ભરી દે છે. જે દેહમાં પોતે રહ્યો હોય તે દેહના પરિમાણ પ્રમાણે જીવ સંકોચાય છે કે વિસ્તાર પામે છે. આ વ્યવહારનય છે. નિશ્ચયનય પ્રમાણે લોકાકાશના અગણિત પ્રદેશમાં જીવ રહે છે. ઊર્ધ્વ ગતિ ધરાવવામાં તેનાં લક્ષણ વિષે પંચાસ્તિકમાં કહેવાયું છે કે જ્યારે જીવ કર્મની અશુદ્ધિમાંથી મુક્ત થાય છે ત્યારે લોકના છેડા તરફ ઊર્ધ્વ ગતિ કરે છે. સિદ્ધશિલાની ચર્ચા વખતે આ મુદ્દાનો વિચાર થઈ ગયો છે. સંસારી જીવોના બે વર્ગો પાડવામાં આવ્યા છે : સમનસ્ક અને અમનસ્ક. મન દ્રવ્યરૂપ છે અથવા ભાવરૂપ છે. જૈન ચિંતકોના મત પ્રમાણે મન અતિન્દ્રીય છે. બીજી ઇન્દ્રિયો બાહ્ય છે જ્યારે મન આંતર છે. મન કઈ પણ વિષયના સીધા સંસર્ગમાં આવતું નથી. તે ઇન્દ્રિય વડે ગ્રહણ કરાએલા વિષયને બોધ કરે છે. દ્રવ્યરૂપ મને પુદ્ગલના અણુઓનું, મનના આકારમાં થએલું રૂપાંતર છે. ભાવરૂપ મન જીવની શુદ્ધિનું પરિણામ છે. મન ધરાવતાં પ્રાણીઓ ઈષ્ટ અને અનિષ્ટનો વિવેક કરવાની શક્તિ ધરાવે છે. સંસારી જીવેના બે વર્ગો છે : ત્રસ (ચલ અથવા ગતિશીલ) અને સ્થાવર (અગતિશીલ). આ ભેદ કર્મફળ પર આધાર રાખે છે, ગતિ ધરાવવા કે ન ધરાવવા પર આધાર રાખતા નથી. માત્ર એક જ ઇન્દ્રિય ધરાવતા–માત્ર સ્પર્શની જ ઇન્દ્રિય ધરાવતા સ્થાવર જીવો અનેક પ્રકારના છે, જ્યારે ત્રાસ જીવોના વર્ગીકરણનો આધાર તેમની ઇન્દ્રિયોની સંખ્યા પર છે. તેઓ બે, ત્રણ, Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ચાર કે પાંચ ઇન્દ્રિય ધરાવતા હોય છે, પાંચ ઇન્દ્રિય ધરાવતા જીવોના બે વર્ગો છે : સમનસ્ક અને અમનસ્ક. એક જ ઇન્દ્રિય ધરાવતા જીવો બાદર (ધૂળ) અથવા સૂક્ષ્મ હોય છે. આ બંને પ્રકારના બીજા બે પ્રકારો છે : પર્યાપ્ત—વિકાસ પામી શકે એવા અને અપર્યાપ્ત–વિકાસ ન પામી શકે એવા. વ્યસંઘના બારમા શ્લોકમાં સંક્ષેપમાં જીવના ચૌદ પ્રકારે જણાવ્યા છે. જૈન દર્શનમાં તેને “જીવસમાસ' કહે છે. જોકતાર (નીવવાદ) જેવા ગ્રંથોમાં હજી વધારે વર્ગો જણાવ્યા છે. જંતુના દ્રવ્યકોષથી માંડીને પૂર્ણવિકસિત માનવ સુધી અગણિત જીવો આ વિશ્વમાં રહેલા છે. અત્યારે જાણીતું છે તે પ્રમાણે દ્રવ્યકોષને સાંભળવાને કાન નથી, જોવાને આંખ નથી, સુંઘવાને માટે નાક નથી અને સ્વાદ અનુભવવા માટે જીભ નથી. તેને માત્ર સ્પર્શેન્દ્રિય છે. મનુષ્ય પૂર્ણવિકસિત પાંચ ઇન્દ્રિય ધરાવે છે. તે એક વધારે ઉચ્ચ પ્રકારની, દૃષ્ટિથી અગોચર એવી એક વધુ ઇન્દ્રિય–મન–પણ ધરાવે છે. જૈન ધર્મ પ્રમાણે મન, “મને વર્ગણ’ નામના સૂક્ષ્મ દ્રવ્યનું બનેલું છે. તેનો આકાર, હૃદયની નજીક, આઠ પાંખડીવાળાં કમળ જેવો છે. છે. ટ્રાઉડ અને યુદ્ધ સમયના વિખ્યાત શલ્ય ચિકિત્સકો મન માનસિક ક્રિયા ને આધાર હોવા વિશે શંકાશીલ છે. યુદ્ધ સમયની શલ્યક્રિયા વખતે, મગજને દૂર કરવામાં આવ્યું છતાં માનસિક શકિતઓને કોઈ હાનિ પહોંચી ન હતી. એક જ ઇન્દ્રિય ધરાવતા સ્થાવર જીવો, બાદર (ધૂળ) અથવા સૂક્ષ્મ હોઈ શકે. વળી તે પર્યાપ્ત કે અપર્યાપ્ત પણ હોઈ શકે. આ જીવો પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, તેમજ વનસ્પતિકાય હોઈ શકે. આ જીવોનાં નામ, તેમના નામકર્મના ફળને આધારે પડેલાં હોય છે. તેઓ ચાર જીવનશકિતઓ ધરાવે છે : સ્પર્શેન્દ્રિય, શારીરિક બળ અથવા કાર્યશક્તિ, શ્વસનક્રિયા અને જીવનકાળ. પૃથ્વીકાય જીવોને દેહ પૃથ્વીને બનેલો છે. બીજા શબ્દોમાં, તે જીવ પૃથ્વીદેહમાં જીવે છે. આવું જ જળકાય જીવોનું પણ છે. પૃથ્વીકાયનાં ઉદાહરણ ખાણની કપચી, હીરો કે કેલો, પથ્થરો, ધાતુઓ, સિદૂર, હળદર વગેરે છે. પાણી, ઝાકળ, બરફ, ધુમ્મસ વગેરે જળકાય જીવોનાં ઉદાહરણ છે. જવાળા, વીજળી, ઉલ્કા વગેરે અગ્નિકાય જીવોનાં ઉદાહરણ છે. શ્વાસમાં આવતાં નાનાં જંતુ વાયુકાય જીવો છે. પાંચ વર્ગ વનસ્પતિકાય જીવોને બનેલો છે. તે વ્યકિતગત જીવ ધરાવતા હોય છે અથવા સમૂહ-જી હેય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સૂમ, એક ઇન્દ્રિય ધરાવતા જીવોને આપણી ઇન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી. આવા જીવો વિશ્વમાં સર્વત્ર હોય છે અને બધાં દ્રવ્યને ભેદીને રહે છે. તેઓ કોઈને હરકત પહોંચડતા નથી, તેમ કોઈ તેમને હરકત પહોંચાડતું નથી. કેટલાક વિકાસ માટે અસમર્થ હોય છે. નિગોદ અથવા વનસ્પતિજીવોમાં ઘણું વૈવિધ્ય હોય છે. છોડ, વૃક્ષો, ઝાડવાં, ઘાસ, શાક, ભાતભાતના પાક, લસણ, કાંદા, ફળ, ફૂલ વગેરે. પ્રયોગો દ્વારા શ્રી જગદીશચંદ્ર બોઝે દર્શાવ્યું છે કે વનસ્પતિને જીવ હોય છે અને તે અનુભૂતિની શકિત ધરાવે છે. આધુનિક પ્રયોગોએ દર્શાવ્યું છે કે પાક અને છોડના વિકાસ ઉપર સંગીતની ઘણી સારી અસર થાય છે. આપણને દૃષ્ટિગોચર થતાં બધાં નિગોદ ધૂળ હોય છે અથવા એવું બને કે વનસ્પતિને નિગદને એક પ્રકાર ગણવામાં આવ્યો છે. સૂક્ષ્મ નિગોદ વિશ્વમાં સર્વત્ર છે અને અદશ્ય છે. તેઓ જળકાય, અગ્નિકાય કે વાયુકાય જીવોથી ભિન્ન છે. કેટલીક વનસ્પતિને એક જીવ અને એક દેહ હોય છે. કેટલીક વનસ્પતિને ઘણા જીવ અને એક દેહ હોય છે. તેમને નિત્યનિગોદ કહેવામાં આવે છે. ઘણાખરા વનસ્પતિકાય જીવો પર્યાપ્ત હોય છે કારણ કે ખોરાક, પાણી વગેરે મળતાં તેમનું સંવર્ધન કે વિકાસ શકય બને છે. તેઓ ગતિની શકિત ધરાવતાં ન હોવાથી સ્થાવર છે. બે ઇન્દ્રિયોવાળાં પ્રાણીઓ સ્પર્શ અને દાણની શકિત ધરાવે છે. કીડા, છીપલાં, શંખ, જળ, આ પ્રકારના જીવ છે. ત્રણ ઇન્દ્રિયો ધરાવતા જીવો સ્પર્શ, દાણ અને દર્શનની ઇન્દ્રિયો ધરાવે છે. માંકડ, જ કીડી અને કુદાં તેનાં ઉદાહરણ રૂપે છે. ચાર ઇન્દ્રિય ધરાવતા જીવો સ્વાદ, પ્રાણ, દર્શન અને શ્રવણની ઇન્દ્રિય ધરાવે છે, તેમનાં ઉદાહરણરૂપે મધમાખી, માખી અને મચ્છર છે. પાંચ ઇન્દ્રિય ધરાવતા જીવોના ઘણા પ્રકાર હોય છે. તેમના ત્રણ વર્ગો હોય છે : (૧) જળમાં રહેતા જીવો, જેવા કે માછલી, મગર, વહેલ વગેરે. (૨) ભૂમિ પર રહેતા જીવો, જેવા કે ગાય, હાથી, ભેંસ વગેરે. (૩) હવામાં રહેતા જીવો, જેવા કે પક્ષીઓ ચામાચીડીયાં વગેરે. મનુષ્યના બે વર્ગો પાડવામાં આવ્યા છે : પૂર્ણવિકસિત અને અપૂર્ણવિકસિત અથવા અશક્ત. માનસિક અને શારીરિક બંને રીતે વિકાસ પામેલા જીવ જ જીવની સ્વભાવગત શકિત પ્રાપ્ત કરી શકે છે, તેમ જ પુનર્જન્મનાં ચક્રમાંથી મુકિત મેળવવાની આકાંક્ષા રાખી શકે છે. જેમની ઇન્દ્રિયો અને માનસિક શકિતઓ પૂર્ણવિકસિત હોય છે તેમનાં જ મન અને કાર્ય તંદુરસ્ત તેમ જ સમતોલ હોય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મનુષ્ય મન ધરાવે છે. મનનું કાર્ય શુભની પ્રાપ્તિના અને અશુભના નિવારણના ઉપાયો શોધવાનું છે. મન ધરાવતાં પ્રાણીઓને ‘સંશી ’ પણ કહેવામાં આવે છે. . સ્વર્ગના અને નરકના જીવાને જન્મ વિશિષ્ટ શય્યામાં તત્કાળ થતા હોય છે. તત્ત્વાર્થસૂત્ર માં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પરના જીવાના જન્મના ત્રણ પ્રકારો છે. (૧) ગર્ભનાળ સાથેનાં બાળકો (૨) સેવાઈને જન્મ લેતાં, ઈંડાં, મરઘીનાં બચ્ચાં વગેરે. (૩) નાળ વગરનાં — સિંહનાં બચ્ચાં, હરણનાં બચ્ચાં વગેરે. આ ત્રણ પ્રકારના જન્મે ગર્ભાશયમાંથી થએલા હોય છે. સ્વર્ગના જીવા પેટીરૂપી શય્યામાં જન્મેલા છે જયારે નારકી જીવા નરકની છતના છિદ્રોમાંથી લટકતી કોથળીમાં જન્મેલા હોય છે. સ્વર્ગના જીવા અથવા દેવાની આવી સ્થિતિ અને આવા જન્મ તેમનાં પુણ્યાને કારણે હોય છે. તે હંમેશાં આનંદમાં હોય છે અને “ વૈકિયિક શરીર ” કહેવાતુ પ્રકાશિત શરીર ધરાવે છે. તે શરીર પ્રવાહી હોય છે તેથી દેવા પોતાની ઇચ્છામાં આવે તેવું રૂપ લઈ શકે છે. તેમના દેહને માંસ, હાડકાં, કે લેાહી હોતાં નથી પરિણામે તેમના દેહમાંથી વાસ મારતા કોઈ ઉત્સર્ગ બહાર આવતા નથી. તેમના દેહ તેજસ્વી હાય છે. કુદરતી રીતે જ દેશને આઠ સ્વર્ગીય પ્રાપ્તિ થઈ હોય છે. ( ૧) અણિમા—શરીરને સંકોચવાની કે નાનું બનાવવાની શક્તિ (૨) મહિમા— શરીરને ગમે તે પરિમાણમાં વિસ્તારવાની શક્તિ (૩) લઘિમા—શરીરને હળવું બનાવવાની શક્તિ (૪) ગરિમા—શરીરને ભારે બનાવવાની શક્તિ (૫) સકામરૂપિત્વ— એટલે એક જ સમયે કોઈ પણ એક કે અનેક દેહાના આકાર ધારણ કરવાની શક્તિ (૬) વાસિતા—બીજાને તાબે કરવાની શક્તિ (૭) ઈશિતા—બીજા પર અધિકતા બતાવવાની શક્તિ ( ૮ ) પ્રકામ્ય—પોતાની ઇચ્છા મુજબ વર્તન કરવાની શક્તિ. કર્મના ઉદયને પરિણામે સ્વર્ગમાં જન્મ થતાં દેવા મુક્તપણે વિહાર કરે છે અને અંતરિક્ષના પર્વત કે સાગર જેવા વિવિધ ભાગેામાં આનંદ કરે છે. તેમને ભવ્યતા, શાભા અને અદ્ભુત શક્તિ મળેલી હોય છે. તેમની પદવી અને જીવનકાળ અંગે વિભિન્ન મતો છે. તત્ત્વાર્થસૂત્રના ચોથા પ્રકરણમાં ઉમાસ્વામીએ સ્વર્ગના જીવા વષે વિગતવાર ચર્ચા કરી છે. સ્વર્ગના જીવા ચાર પ્રકારના હોય છે: (૧) ભવનવાસી અથવા સ્થાનિક (૨) વ્યંતર અથવા ભ્રમણશીલ (૩) જ્યોતિષ્ક અથવા તારાકાર (૪) Page #94 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક અથવા સ્વર્ગીય. ભવનવાસીના દસ, અંતરના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિકના ચાર વર્ગો છે. તેમનામાં ઉચ્ચનીચ કક્ષાએ છે. ભવનવાસી દેવા અને બીજા કેટલાક જાતીય સુખ અનુભવે છે કારણ કે તેઓ વેદના અને અસ્વસ્થતા પ્રેરે તેવાં કાર્યોથી પ્રવૃત્ત થતા હેાય છે. બીજાઓ મધુર સંગીત, સ્મિત, જયશબ્દો અને દેવીઓએ ધારણ કરેલા અલંકારોના રણકારથી આનંદ મેળવે છે. ભવનવાસી દેવે પ્રાસાદોમાં વસે છે, જ્યારે વ્યંતર દેવેશ અગણિત સમુદ્રો અને ટાપુના પ્રદેશમાં વસે છે. જ્યોતિષ્ઠ દેવામાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહો, નક્ષત્રો અને તારાઓ આવે છે. તે તેજસ્વી હેાવાથી તેમને જ્યાતિષ્ક કહેવામાં આવે છે. આ દેવા અવકાશમાં વિસ્તરેલા છે. અવકાશની જાડાઈ ૧૧૦ યોજન છે. અવકાશ ભેજવાળા વાતાવરણ સુધી, અગણિત ટાપુઓ અને દ્રીપા સુધી વિસ્તરેલા છે. વૈમાનિક દેવા એટલે વિમાનનું પુણ્ય ધરાવતા દેવા. તેઓ ઇન્દ્રક, શ્રેણી અને પુષ્પકડંડક નામના ત્રણ પ્રકારના વિમાનામાં વસે છે. એક ઉપર એક એમ ૧૬ સ્વર્ગલાક આવેલા છે. ઉપર વસતા વૈમાનિકો તેમની નીચે વસતા વૈમાનિકોથી જીવનકાળ, શક્તિ તેજ, વિચારશુદ્ધિ, ઇન્દ્રિયોની શક્તિ, દૂરસંવેદીપણાંની મર્યાદા અને સુખમાં ચઢિયાતા હોય છે. આનું કારણ કર્મ છે. વધારે ઉંચેના સ્વર્ગલાકના જીવમાં અભિમાન અને બીજા આવેગા ઓછા પ્રમાણમાં હાય છે. બધા દેવાની લેશ્મા ભિન્ન ભિન્ન હોય છે. ૭૭ હવે નરકમાં વસતા નારકી જીવા વિષે જોઈએ. આ પ્રદેશ, એકની નીચે બીજો, એમ કરતાં સાત છે. તેમની આજુબાજુ ભેજવાળુ વાતાવરણ છે જેને ગાઢ હવાના ટેકો હાય છે, અને એ હવા પાતે પાતળી હવા પર આધાર રાખતી હોય છે. આ પ્રત્યેક પ્રદેશને રત્ન જેવું તેજ (રત્નપ્રભા), કાંકરાના જેવા રંગ (શર્કરાપ્રભા), રેતીના રંગ (વાલુકાપ્રભા) માટી અથવા કાદવના રંગ (પંકપ્રભા), ધુમાડાનો રંગ (મપ્રભા), અંધકારના રંગ (તમ:પ્રભા) અને ગાઢ અંધકારના રંગ (મહાતમ:પ્રભા) હોય છે. આ પ્રદેશ ત્રણ પ્રકારની હવા અને અવકાશથી વીંટળાએલા હોય છે. આ પ્રદેશના અનિષ્ટ સ્વરૂપને કારણે, નારકી જીવાના સંયોગમાં આવતી બધી વસ્તુ અણગમા, દુ:ખ અને સંતાપ ઉપજાવે એવી હોય છે. આ જીવાના વિચારો અશુદ્ધ અને ધૃણાજનક હોય છે. તેમની પરિસ્થિતિ અને દેહા દુ:ખથી ખદબદતાં હોય છે; અને જેમ જેમ નીચે ઉતરતાં જઈએ તેમ તેમ દુ:ખ વધતું જાય છે. તેમના દેહ કઢંગા, ધૃણા અને જુગુપ્સા ઉત્પન્ન કરે એવા હોય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તેમને દેખાવ અનાકર્ષક અને ભયંકર હોય છે. તેમની દેહાકૃતિ ધૃણાજનક હોય છે. પ્રથમ ચાર પ્રદેશોના જીવો અત્યંત ગરમીથી પીડાતા હોય છે. નીચેના ચાર પ્રદેશોના જીવો અત્યંત ઠંડીથી પીડાતા હોય છે. તેમની સુખ માટેની પ્રત્યેક પ્રવૃત્તિ અસહ્ય વેદના અને દુ:ખમાં પરિણમે છે અને જેમાં નીચેના પ્રદેશમાં જઈએ તેમ તેનું પ્રમાણ વધતું જાય છે. કર્મને પરિણામે નારકી જીવ યાતના અને પરિતાપ સાથે જ જન્મેલા હોય છે. આ જીવો જેમ એકબીજાની નજીક આવતા જાય તેમ તેમની શત્રુતા વધે છે, અને પૂર્વસ્મૃતિ તેમના એકબીજા પ્રત્યેના ધિક્કાર અને શત્રુતામાં વધારો કરે છે. જાતજાતના હથિયારોથી તેઓ એકબીજા પર હુમલો કર્યા કરે છે અને એકબીજાના દુ:ખમાં વધારો કરે છે. આસુરી કર્મને ઉદય થવાને કારણે તેઓ દુષ્ટતામાં પ્રવૃત્ત રહીને બીજાને અસહ્ય દુ:ખ આપ્યાં કરે છે. “બીજાને પીગળેલું લોઢું પાઈને, તપાવીને લાલ કરેલા થાંભલા સાથે બાથ ભરાવરાવીને અને કાંટાળાં વૃક્ષો પર ઉતરાવી અને ચઢાવીને તેઓ દુઃખ આપ્યાં કરે છે. તેઓ બીજાંને હથોડાથી મારે છે, કુહાડા અને ચપ્પથી કાપે છે, તેમના પર ઉકળતું તેલ રેડે છે, અને ઘાણીમાં પીલે છે. તેમને વિવિધ પ્રકારની શારીરિક યાતનાઓ સહન કરવાની હોય છે તેથી તેઓ વહેલા મૃત્યુ પામી શકતા નથી અને તેમને જીવનકાળ ટુંકાવી શકાતું નથી” ઉપરની ચર્ચા જીવે કઈ કઈ ગતિઓમાંથી પસાર થવાનું છે તેને ખ્યાલ આપે છે. આ ગતિએ માનવી, સ્વર્ગીય, તિર્યંચ અને નારકી હોઈ શકે. જીવ અનેક પ્રકારના દેહ અને દશામાં આવી પડે છે. જુદા જુદા જીવોના દેહ, ઇન્દ્રિય અને મનમાં સ્પષ્ટ ભેદ હોય છે. તેમ છતાં આખું વર્ગીકરણ, માત્ર શરીરના પ્રકાર પર આધારિત છે. છેવટે પ્રશ્ન એ ઊભો થાય છે કે વિશ્વમાં જીવની આ મુસાફરીઓમાં પરિવર્તને શાને કારણે આવ્યા કરે છે? પુનર્જન્મનું કારણ માત્ર સંયોગ છે કે સુસંગત અને સમજી શકાય એવું કોઈ કાનૂન છે? સ્વભાવથી શુદ્ધ અને પૂર્ણ જીવો માટે જન્મની શૃંખલા કે બંધને તોડવાનું અને ફરીથી પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનું શક્ય છે? આ મહત્ત્વના પ્રશ્નોના જવાબ જૈન ધર્મે આપ્યા છે. જીવનું આ બંધન કેવી રીતે આવી પડે છે તે જોઈશું અને પછી એ બંધનમાંથી મુક્ત થવાની રીતનો અભ્યાસ કરીશું. Page #96 -------------------------------------------------------------------------- ________________ tr આપણાં કર્મ હજી આપણી સાથે આવ્યાં કરે છે; આપણે જેવું આચરણ કર્યું છે તેને પરિણામે અત્યારે આપણે જે છીએ તે છીએ.” પ્રકરણ ૭ કર્મોના સિદ્ધાંત -જ્યાર્જ ઇલિયટ બીજાં હિન્દુ દર્શન કરતાં જૈન ધર્મમાં કર્મના સિદ્ધાંત વધુ મહત્ત્વના છે. સુખ કે દુ:ખનું કોઈ દેખીતું કારણ હોતું નથી તે સૌના અનુભવની વાત છે. સજ્જના દુ:ખ અનુભવતા હોય છે અને દુર્જના જરા પણ મુશ્કેલી વગર આગળ વધે છે અને મેાજ ઉડાવતા દેખાય છે. ઉજજવળ કારકિર્દી અને ઊંચી શૈક્ષણિક ગુણવત્તાવાળી વ્યક્તિ નીચે સબડે છે તેમ જ પવિત્ર ચારિત્ર્ય ધરાવતા મનુષ્યો મુશ્કેલી વેઠે છે અને દુ:ખ ભાગવે છે. આ બધી અસમાનતાઓનું કારણ સામાન્ય રીતે નસીબ અથવા દૈવને ગણવામાં આવે છે. બીજા કહે છે : “કોઈ દિવ્ય તત્ત્વ આપણું ભાવિ ઘડે છે, આપણી તેની આગળ કોઈ વિસાત નથી.” શું મનુષ્યો સાવ અસહાય પ્રાણી છે અને તેમને કોઈ જાણ્યાં કે અજાણ્યાં તત્ત્વને આધીન કરી દેવામાં આવ્યાં છે? કર્મના સિદ્ધાંત, જન્મ અને મૃત્યુ, સુખ અને દુ:ખ, શારીરિક અને માનસિક અસમાનતા અને જીવાના ઉચ્ચાવચ પ્રકારને બુદ્ધિપૂર્વક અને સંતાષજનક રીતે સમજાવે છે. એ જ તેની મહત્તા છે. જૈન ધર્મના પાયાના સિદ્ધાંત છે કે પ્રત્યેક જીવ ચેતન છે, અને દર્શન અને જ્ઞાનરૂપી ‘ઉપયોગ ' ધરાવે છે; તેને આકાર નથી, પણ તે બધાં કાર્યાના કર્તા છે; જે શરીરમાં પેાતાના નિવાસ હોય તે શરીરનાં પરિમાણ જેટલે પેાતાના વિસ્તાર કરવાની તેનામાં શક્તિ છે; તે કર્મફળના ભાકતા છે અને તેને પરિવર્તનશીલ સંસારમાં મૂકવામાં આવ્યા છે; તેની વૃત્તિ ઊર્ધ્વગતિ કરવાની હોય છે અને પૂર્ણત્વની દશા પ્રાપ્ત થતાં તે સિદ્ધ બને છે. વ્યવહારનય પ્રમાણે તેને ચાર પ્રાણ છે : ઇન્દ્રિય, બળ, જીવનકાળ અને શ્વસનક્રિયા. યથાર્થનય પ્રમાણે જીવ અને ચૈતન્ય એકરૂપ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જીવનાં જો આ લક્ષણા છે તે જીવ સંસારમાં ફેરા ફરે છે, સુખદુ:ખ અનુભવે છે, તેનું કારણ શું? ઉન્નતિ કરતા હોય છે. મોટા ભાગના જીવો તે અનભિજ્ઞ હાય છે અને આકાર તેમ જ દેહ ધારણ લપટાય છે, જન્મ-મૃત્યુના જગતમાં બહુ ઓછા જીવા પેાતાના સાચા સ્વરૂપથી કરીને રહે છે. આ બધી સમસ્યાઓનું કારણ એક જ છે—કર્મદ્રવ્યની પ્રવૃત્તિ. એને કારણે જ જીવના સ્વાભાવિક ગુણા પર આવરણ આવી જાય છે અને ગુણાની શક્તિ કુંઠિત થઈ જાય છે. જૈન ધર્મ એવી પૂર્વધારણા સાથે ચાલે છે કે અનંત કાળથી જીવ કર્મદ્રવ્યને વળગેલા છે. ધર્મનું પહેલું કાર્ય એ છે કે કર્મના પ્રવાહ ક્ષીણ કરવા, જીવ સાથેના તેના સંબંધ શમાવી દેવા અને મેાક્ષમાર્ગ બતાવવા તેમ જ જીવ જે રીતે પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે તે રીત બતાવવી. કર્મના સ્વભાવ કેવા છે? સામાન્ય ભાષામાં કર્મ એટલે કાર્ય અથવા કામ. કેટલીક વખત તેના અર્થ, ‘ધર્મગ્રંથાએ નિયોજેલાં ધાર્મિક કર્મકાંડ ' એવા પણ થાય છે. જૈન ધર્મમાં એ પુદ્ગલનું એક સ્વરૂપ છે. તે નિષ્ક્રિય, નિર્જીવ, અણુરૂપ અને સૂક્ષ્મ છે. આપણી કોઈ પણ ઇન્દ્રિય તેને ગ્રહણ કરી શકતી નથી. અત્યંત સૂક્ષ્મ, સૌથી વધુ આવર્ધનશક્તિ ધરાવતા સૂક્ષ્મદર્શક યંત્ર વડે પણ તેને જોઈ શકાતું નથી. કોઈ રસાયણશાસ્ત્રી કે ભૌતિકશાસ્ત્રી તેને ઓળખી શકતા નથી કે તેનું પૃથક્કરણ કરી શકતા નથી, અને કરવા જાય, તે ગુંચવાઈ જાય છે. ધ્વનિ, પ્રકાશ કે વિદ્યુતના તરંગો કરતાં કે આધુનિક વિજ્ઞાને કલ્પેલાં વિદ્યુદણુ કરતાં પણ તે લાખાગણું સૂક્ષ્મ અને બારીક છે. આપણને તે દરેક બાજુએથી હમેશાં ઘેરનું રહે છે અને અવકાશમાં તેમ જ વાતાવરણમાં પણ તે વ્યાપેલું હોય છે. એ જ વિશ્વની ગતિનું કારણ છે. સૃષ્ટિની બધી ઘટના કર્મના પરિણામના જ આવિર્ભાવ છે. કર્મના જીવ સાથેને સંબંધ શી રીતે અસ્તિત્વમાં આવે છે? જીવના આંદાલનને ‘યોગ ’કહેવામાં આવે છે. આ ‘યોગ’ અથવા પ્રવૃત્તિ દેહ, વાણી કે વિચારને કારણે હોઈ શકે. શરીરની પ્રવૃત્તિને કારણે કે વાણીની ઇન્દ્રિયોનાં અણુઓની પ્રવૃત્તિને દારણે કે મનને રચતાં આણુઓની પ્રવૃત્તિને કારણે જીવમાં આંદોલના ઉત્પન્ન થાય છે. જેવી રીતે ઝરણાંઓ દ્વારા પાણી સરોવરમાં વહે છે તેવી રીતે યોગ અથવા પ્રવૃત્તિના માધ્યમ દ્વારા કર્મદ્રવ્ય જીવમાં વહે છે. તેથી પ્રવૃત્તિ, જે કર્મના પ્રવાહનું કારણ છે તેને આશ્રવ કહેવામાં આવે છે. વિચારની પ્રવૃત્તિને ભાવકર્મ કહેવામાં આવે છે જ્યારે જીવમાં વહેતાં અને તેને બંધનમાં Page #98 -------------------------------------------------------------------------- ________________ નાખતાં દ્રવ્યોને દ્રવ્યકર્મ કહેવામાં આવે છે. જીવ શુદ્ધ અને પૂર્ણ છે પણ કર્મદ્રવ્યના કાના પ્રવાહ તેના સ્વાભાવિક ગુણાને ઝંખવી નાંખે છે—જેમ સૂર્યના પ્રકાશને ધૂળના ગાટ કે ઘેરાં વાદળાં ઝંખવી નાંખે છે તેમ. કોઈ પૂછી શકે કે જીવ તો અમૂર્ત છે, તે મૂર્ત કણાથી શી રીતે ઝંખવાય? અનુભવ આપણને કહે છે કે સ્વચ્છતા, સંયમ અને સુસંગત વાણી જેવા મનુષ્યના ઘણા ગુણા કેફી ઔષધા કે પીણાંને કારણે ઢંકાઈ જાય છે. અહીં પણ એવું જ છે. ૮૧ પ્રવૃત્તિ શુભ કે અશુભ હાય, તેના અનુસાર, કર્મ, પુણ્ય કે પાપના પ્રવાહને ઉત્પન્ન કરે છે. પ્રવૃત્તિ પાછળ રહેલા આશય, અને તેનાં પરિણામ બંનેની ગણતરી થાય છે. કોઈને ઈજા પહોંચાડવી, ચોરી કરવી, એ બધી અશુભ શારીરિક પ્રવૃત્તિ છે. તેવી જ રીતે કઠોર વાણી, અસત્યભાષણ, વગેરે વચનની અશુભ પ્રવૃત્તિઓ છે. શત્રુતા, ધિક્કાર, ઇર્ષ્યા, એ બધી મનની અશુભ પ્રવૃત્તિઓ છે. જીવને વિશુદ્ધ કરે કે સુખ આપે તે પુણ્ય. દુ:ખ, આપત્તિ, અસ્વસ્થતા વગેરેનું કારણ પાપ છે. કર્મા બીજા દૃષ્ટિબિંદુથી પણ જુદાં પડે છે- પ્રકૃતિ અને પરિણામમાં તેઓ ભિન્ન હોઈ શકે. તેમની અસરની ગહનતા (અનુભાગ) અથવા તેમના જથ્થા (પ્રદેશ)માં ભિન્નતા હોઈ શકે. આ બધું પ્રવૃત્તિના સ્વભાવ પર, અને પ્રવૃત્તિમાં પ્રેરતા સંજોગા અને કારણા પર પણ આધાર રાખે છે. પ્રવૃત્તિ નિર્બળ કે પ્રબળ હોય, તે પ્રમાણે આમ્રવનું સ્વરૂપ બદલાય છે. આંતર અને બાહ્ય સંજોગા ભેગા થઈને પ્રવૃત્તિને પ્રબળ કે નિર્બળ બનાવે છે. કેટલીક વખત કાર્યો ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. કેટલાંક કાર્યો બેદરકારીપૂર્વક થાય છે. ધારો કે એક માણસ બદલા લેવાની ઇચ્છાથી બીજાને મારી નાંખે છે. આ કાર્ય જાણીબુઝીને કરવામાં આવ્યું તેથી ઉદ્ભવેલા આવેગની ઘનતા પ્રબળ છે. બીજી બાજુ, કોઈ કીડી પર થઈને ચાલતા હોય અને અજાણતાં કીડીને મારી નાંખ, તેની પાછળના ઈરાદા મારી નાંખવાના હોતા નથી. ક્રોધ, ગર્વ, કપટ અને લાભ એવા ચાર કષાયાથી પ્રેરાઈને મનુષ્ય કાર્ય કરે કે ન કરે તેને કારણે પણ કર્મપ્રવાહની ભિન્નતા ઉદ્ભવે છે. પાંચ ઇન્દ્રિયો અને ચાર કષાયો ઉપરાંત પાંચ પ્રકારનાં વ્રતો ન લેવાથી પણ કર્મપ્રવાહ ઉત્પન્ન થાય છે. હિંસા, અસત્યભાષણ, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને આસક્તિ આ પાંચેયને કારણે દેહ, વચન, અને મનની પ્રવૃત્તિઓ ઉદ્ભવે છે. પરિણામે કર્મપ્રવાહ ઉત્પન્ન થાય છે, જે જન્મ-મૃત્યુનાં ચક્રનું કારણ છે. જૈ.—૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના કર્મો અનંતકાળથી જીવ કર્મ સાથે બંધાયેલ છે. તે ઉપરાંત, પ્રત્યેક ક્ષણે નવાં કર્મદ્રવ્યના પ્રવાહમાં તે ખેંચાતો હોય છે તે હવે સ્પષ્ટ થયું હશે. સંસારના અનેક જીવોમાં પ્રત્યેક જીવ, પિતાની આધ્યાત્મિક સ્થિતિ તેમ જ પ્રવૃત્તિ અનુસાર કર્મને આધીન છે, તેથી જીવના “ગ” કે કષાયોના વિકાર માટે જૂનાં કર્મો સહાયક કારણો છે. શુદ્ધ હોવા છતાં, જીવ, ઉપર જણાવેલી વિવિધ પ્રવૃત્તિઓને કારણે કર્મદ્રવ્યનાં અણુઓથી પ્રભાવિત થાય છે અને પરિણામે મિથ્યા દર્શન, અજ્ઞાન, કષાય વગેરે ઉત્પન્ન થાય છે. જેવી રીતે કર્મદ્રવ્યને કારણે જીવ વિચારપ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે તેવી જ રીતે, કર્મદ્રવ્યનાં અણુઓને કારણે, આ પ્રવૃત્તિઓનાં ફળ પણ તે અનુભવે છે. આવી રીતે વિવિધ પ્રકારનાં વિદનકારક કમેં જીવના સાચા સ્વરૂપને અસ્પષ્ટ બનાવે છે અને જીવના સાચા ગુણોના સાક્ષાત્કારના કાર્યને મુશ્કેલ બનાવે છે. જીવના ચાર મહાન ગુણે – જીવ સત્ય છે એવું અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત શકિત અને અનંત આનંદ–ને અસ્પષ્ટ કરનારા અને પરિણામે તેમના સાક્ષાત્કારને બાધક એવાં કર્મો અનુક્રમે દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, અંતરાય અને મોહનીય કર્મો કહેવાય છે. પ્રથમ પ્રકારનું કર્મ દર્શનગુણને અસ્પષ્ટ કરે છે, બીજું જ્ઞાનને અસ્પષ્ટ કરે છે, ત્રીજું જીવની શક્તિ ઘટાડે છે અને તેની સફળતામાં બાધક નીવડે છે તો ચોથું ભ્રમ ઉત્પન્ન કરે છે, જેથી જીવ સાચું સુખ કર્યું અને મેહ કયો તે જાણી શકતો નથી. આ ચાર પ્રકારનાં કર્મ જીવના ચાર મહાન ગુણોને ઝાંખા પાડતાં હોવાથી તેમને ઘાતનીય કર્મ કહેવામાં આવે છે. બાકીનાં ચાર પ્રકારનાં કર્મો જીવના ગુણોનો નાશ નથી કરતાં પણ તેના સાંસારિક અસ્તિત્વ પર અસર કરે છે. તે આ પ્રકારનાં છે: આયુષ્કર્મ, નામકર્મ, ગોત્રકર્મ, અને વેદનીયકર્મ. પહેલા પ્રકારનું કર્મ જીવનના સમય તેમ જ અસ્તિત્વની બીજી સ્થિતિઓને નક્કી કરે છે. બીજા પ્રકારનું કર્મ શરીર, ઊંચાઈ, વર્ણ, પરિમાણ વગેરે નક્કી કરે છે. ત્રીજા પ્રકારનું કર્મ વ્યક્તિનાં કુટુંબ, રાષ્ટ્રીયતા વગેરે નક્કી કરે છે અને ચોથા પ્રકારનું કર્મ સાંસારિક જીવનનાં એનાં સુખ અને દુઃખ નક્કી કરે છે. આ કર્મો જીવના મહત્ત્વના ગુણોને પ્રભાવિત કરતા નથી તેથી તેમને અઘાતીય અથવા અ–વિનાશકારક કર્મો કહે છે. આમ કર્મોના આઠ પ્રકાર હોય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ થાતિકમ આ કર્મોનું કારણ શું છે તે જાણવું જરૂરી છે, જેથી આવા કર્મોના સંગ્રહને વ્યકિત રોકી શકે અને તેમાંથી મુકત થવા પ્રયત્નશીલ રહી શકે. ઉમાસ્વામીએ જ્ઞાનાવરણીય કર્મની ચર્ચા પહેલી કરી છે તેથી હું પણ એની ચર્ચા પહેલી કરીશ. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનની નિંદા, અથવા જ્ઞાન માટેને ધિક્કાર, બીજાથી જ્ઞાનને છુપાવવું, ઈષ્યને કારણે જ્ઞાનને અપમાનિત કરવું અથવા પ્રાપ્ત ન કરવું, બીજાં જ્ઞાન પ્રાપ્ત કરતાં હોય ત્યારે વિદન કે રુકાવટ ઉત્પન્ન કરવાં, સાચા જ્ઞાનની અવગણના કરવી, સાચા જ્ઞાનને તુચ્છ ગણવું–આ બધું કર્મપ્રવાહને ઉત્પન્ન કરે છે. અને એ કર્મપ્રવાહ જ્ઞાન અને દર્શનને અસ્પષ્ટ કરે છે. દર્શન જ્ઞાનની પહેલાં આવે છે તેથી આચાર્યું સૂત્રના અંતભાગમાં જ્ઞાન અને દર્શન બંને શબ્દો મૂકયા છે. જ્ઞાન પાંચ પ્રકારનું છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. મતિજ્ઞાન ઇન્દ્રિયો દ્વારા મેળવાય છે જ્યારે શ્રુતજ્ઞાન ધર્મગ્રંથના અધ્યયનથી, તેમનાં વાચન કે શ્રવણથી પ્રાપ્ત થઈ શકે છે. અવધિજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન છે, જેને કારણે જ્ઞાતા દૂર બનતા પ્રસંગોને બોધ કરી શકે છે. આ બનાવો ભૂત, ભવિષ્ય કે વર્તમાનકાળના હોઈ શકે. તેને clairvoyance પણ કહે છે. મન:પર્યાય જ્ઞાન એટલે Telepathic જ્ઞાન. કેવલ જ્ઞાન એટલે સર્વજ્ઞત્વ, જેની પ્રાપ્તિ માત્ર મુક્ત આત્માઓ જ કરી શકે. સૂત્રમાં નિર્દેશેલાં વિવિધ પ્રકારનાં કર્મો જીવના જ્ઞાનને વિદનરૂપ થઈ પડે કે તેને અસ્પષ્ટ બનાવે તેવા કર્મોના પ્રવાહને ઉત્પન્ન કરે છે. આચારના સ્વાભાવિક નિયમ કે માનસિક વૃત્તિઓનું તેઓ ઉલ્લંઘન કરે છે. સાચું જ્ઞાન વ્યક્તિને નમ્ર બનાવે છે. જ્ઞાન અનંત છે એવું જો સમજાય તો અહંકાર ઓછો થવો જોઈએ પણ કેટલાક લોકો એવું માને છે કે પોતે બધું જાણે છે. તેઓ બીજી પ્રતિષ્ઠિત વ્યકિતઓના જ્ઞાનની ઈર્ષ્યા કરે છે. અહીં જ્ઞાન એટલે સાચું જ્ઞાન, મોક્ષનો માર્ગ બતાવે તેવું જ્ઞાન. બીજાની નિંદા કરી, મિથ્યા અભિમાન ધરી કોઈએ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવું જોઈએ નહીં. કેટલાક પોતાનું જ્ઞાન છુપાવે છે અને માત્સર્યને કારણે બીજાને શીખવવાની ના પાડે છે. કેટલાક આચાર્યો બીજાએ જે શીખવ્યું હોય, તે પ્રત્યે ઉદાસીન રહે છે અથવા તેની અવગણના Page #101 -------------------------------------------------------------------------- ________________ કરે છે. બીજાએ શીખવ્યું હોય તેની કેટલાક અવજ્ઞા (ઉપપત) કરે છે અથવા તેને તુચ્છ ગણે છે. પહેલામાં સન્માનનો અભાવ છે, તો બીજામાં સાચા જ્ઞાનને Mટું કહી તુચ્છકારી દીધું હોય છે. આ બધી મનની વિકૃતિઓ છે. આવી વિકૃત માનસિક પ્રવૃત્તિઓ એવાં કર્મો ઉત્પન્ન કરે છે જે જ્ઞાન અને દર્શન બંનેને અવરોધે છે. પ્રથમ બે પ્રકારનાં જ્ઞાનને અસ્પષ્ટ કરતાં કર્મોના પ્રકાર ઉપર ચર્ચાઈ ગયા છે. બાકીનાં ત્રણ પ્રકારનાં જ્ઞાન જીવના આંતરિક બળના આવિર્ભાવ પર આધાર રાખે છે. મનુષ્ય ભવ્ય છે કે અભવ્ય તેના પર આવિર્ભાવની શકયતાનો આધાર હોય છે. જે મનુષ્ય સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર ધરાવતો હોય તે ભવ્ય છે. જયાં સુધી આ ગુણોને આવિષ્કાર ન થયો હોય અથવા જયાં સુધી વ્યક્તિ અભવ્ય હોય, ત્યાં સુધી ત્રણ પ્રકારનાં જ્ઞાન ગુપ્ત રહે છે અને એક પણ પ્રકારના જ્ઞાનને આવિષ્કાર થતું નથી. અભવ્ય મનુષ્ય મોક્ષ માટે નિર્ણાયો હોતે નથી. દર્શનાવરણીય આ પ્રકારનાં કર્મનાં કારણો આ પ્રમાણે છે: ધર્મગ્રંથ, સાધુસંઘ, સાચા ધર્મ, કે સ્વર્ગના જીવો અને સર્વજ્ઞ પર દોષનું આરોપણ કરવું અથવા નિર્બળતાઓ આરોપિત કરવી. વાણી અને મનની આવી પ્રવૃત્તિઓથી દર્શનાવરણીય કર્મોના પ્રવાહને ઉદ્ભવ થાય છે. સર્વજ્ઞો પૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે અને ગણધરો કે તેમના શિષ્યોએ આપેલા જ્ઞાનને આધારે ધર્મગ્રંથો રચાએલા હોય છે. સાધુઓના સંઘના ઉપરી આચાર્ય હોય છે. સાચો ધર્મ મનુષ્યને કર્મોનો ક્ષય કરવામાં અને સંસારમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં દર્શન એટલે ધર્મગ્રંથોમાં જે કાંઈ કહેવાયું છે તે સાચું માનવાની માન્યતા અથવા આસ્થા અથવા કેટલીક વ્યકિતઓ બેટી હોય જ નહીં એવી માન્યતા જ્ઞાનમાં, મનની શુદ્ધિમાં અને ચારિત્ર્યમાં અમુક માણસો ચઢિયાતા છે એવી દઢ માન્યતા રાખવી, મહાપુરુષોને તુચ્છ માની લેવા અને હોય નહીં ત્યાં તેમના દોષ કલ્પી લેવા તેને અવર્ણવાદ કહે છે. | દર્શનાવરણીય કર્મના નવ વિભાગો છે: ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય, કેવલ દર્શનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલ, પ્રચલપ્રચલ અને ત્યાનગૃધ્ધિ. ચક્ષુ દર્શનાવરણીય એટલે એવું કર્મ જે ચક્ષુરિન્દ્રિય દ્વારા થતા બોધને અસ્પષ્ટ કરે છે. ચાક્ષુષ દર્શનની સ્વાભાવિક સ્થિતિમાં અંતરાયરૂપ થતી મનની કે શરીરની સુદિ આને કારણે થાય છે. અચ, Page #102 -------------------------------------------------------------------------- ________________ દર્શનાવરણીય એટલે એવું કર્મ જે અચક્ષુદર્શનાને અસ્પષ્ટ કરે. અચક્ષુ એટલે આંખ સિવાયની ઇન્દ્રિયે! એટલે કે ચામડી, જીભ, નાક, કાન, જેના દ્વારા વ્યકિત સ્પર્શ, સ્વાદ, ધ્રાણ અને ધ્વનિનો બાધ મેળવે છે. જ્યાં સુધી બધી ઇન્દ્રિયો યથાર્થ રીતે કાર્ય કરતી હોય છે, ત્યાં સુધી તેમના દ્વારા થતા બાધ યથાયાગ્ય હોય છે. કેટલાક માણસેાની એક કે બે ઈન્દ્રિયામાં કોઈક દોષ હોય છે અને પરિણામે આવી. ઈન્દ્રિયો દ્વારા બાધ થતા નથી. ચક્ષુ અને અચક્ષુદર્શનને બાહ્ય જગતના ઈન્દ્રિયાનુભવો સાથે સ્પષ્ટ સંબંધ હોય છે. ૫ અવધિ દર્શનાવરણીય, અવિધ જ્ઞાનાવરણીયની જેમ, એવા પ્રકારનું કર્મ છે જે જીવના સ્થળ કે સમયથી નિરપેક્ષ અલૈંદ્રિય બેાધને અવરોધે છે. સામાન્ય અજ્ઞાન, સત્ય માટેનું મિથ્યા દર્શન, કષાયો અને ભ્રમ પૂર્ણ દર્શનની શક્તિને રોકે છે. કેવલ દર્શનાવરણીય કર્મને કારણે આવું થાય છે. દર્શનની શક્તિને રોકે એવી મન અને શરીરની સ્થિતિને ઉત્પન્ન કરતાં દર્શનાવરણીય કર્મના પ્રકારો આ પ્રમાણે છે: નિદ્રા, નિદ્રાનિદ્રા, બેઠાંબેઠાં ઉંઘવું ( પ્રચલ ) જેને ઝોકું ખાવું કહે છે, મેટું ઝોકું (પ્રચલપ્રચલ ), શરીરની કોઈ ચેષ્ટા સાથે ઉંઘમાં ચાલવું (ત્યાનગૃધ્ધિ ). આને નિદ્રાભ્રમણ (somnambulism) – ઉંઘમાં જ કોઈ દુષ્ટ પ્રવૃત્તિ આચરવી — એવું કહે છે. શરીર અને મનની આ બધી એવી સ્થિતિઓ છે જે દર્શનની શક્તિને અવરોધે છે. - - અન્તરાય ત્રીજું ઘાતનીય કર્મ તે અંતરાય કર્મ છે. જીવના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ કરે એવાં કલ્યાણમય કાર્યો કરવામાં આ પ્રકારનું કર્મ, માનસિક સંઘર્ષો ઉત્પન્ન કરીને એક જાતની અનિશ્ચિતતા ઉભી કરે છે. અંતરાય કર્યાં પાંચ પ્રકારનું છે : (૧) દાન ( ૨ ) લાભ (૩) ભાગ (૪) ઉપભાગ અને ( ૫ ) વીર્ય આ પાંચને અન્તરાય કર્મ અવરોધે છે. આ પાંચ પ્રકારનાં અવરોધક કર્મા પુણ્ય કે મુક્તિના કમેર્યા કરવામાંથી વ્યક્તિને અવરોધે છે. પહેલાંના ઉદાહરણરૂપે આપણે ઘણા માણસોનો અનુભવ લઈ શકીએ. તેઓ દાનમાં કાંઈક દ્રવ્ય આપવા ઇચ્છતા હાય પણ કોઈક લાગણી કે વિચાર તેમને આ ઇચ્છાના અમલ કરતાં રોકે છે. મન નિશ્ચય કરી શકતું નથી અને તેની ઢીલને પરિણામે દાન કરવાના નિર્ણય પડતો મુકવા પડે છે. બીજું કર્મ તેમને પોતે કરેલા લાભ કે નફાને ભાગવતાં રોકે છે. ત્રીજા અને ચેાથા પ્રકારનાં કર્મો સ્થાવર કે જંગમ માલમિલકતના ઉપભાગને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ રોકે છે. માણસ પાસે આ વસ્તુઓ હોય છે અને તે આ વસ્તુઓના ઉપયોગ તેમ જ ઉપભાગ કરવા પણ ઇચ્છતા હોય છે. પણ આ કર્મ ઉપભાગમાં અવરોધક થાય છે. ઘણી વાર એવુ બને છે કે માણસે વસ્તુ ભેગી કરી હોય પણ કોઈ અજ્ઞાત કારણ તેને સંગ્રહેલી વસ્તુના ઉપભાગ કરવા દેતું નથી. તેમાં આ પ્રકારનું કર્મ જ કારણભૂત હોય છે. પાંચમું કારણ જીવના શુભ અને કલ્યાણકારક પ્રાપ્તિના પ્રયાસાને અટકાવે છે. આ રૂકાવટ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં હોઈ શકે તેમ સાંસારિક સફળતા પ્રાપ્ત કરવામાં પણ હાઈ શકે. માહનીય બીજાના માર્ગમાં વિના કે રૂકાવટો ઉભી કરવી તે અન્તરાય કર્મનું કારણ હાય છે. દાન કે ઉદારતાનાં કૃત્યોમાં, જાહેર કલ્યાણનાં કાર્યોમાં, બીજાને મુશ્કેલીમાં સહાયરૂપ થવાનાં જાહેર ઉપયોગિતાનાં કાર્યો કરવામાં વિદના ઉત્પન્ન કરવાથી અંતરાય કર્મોના આાવ ઉદ્ભવે છે. શુભ કાર્ય કે શુભ વાણીને અવરોધે એવી પ્રવૃત્તિથી, આ કર્મનું ફળ મળે છે. ચોથા પ્રકારનું ઘાતિકર્મ તે મેાહનીયકર્મ. આ કાર્ય વિવેકશક્તિને રોકીને જુદી જુદી વસ્તુઓ પ્રત્યેના અભિગમમાં મેહ કે ભ્રમ ઉત્પન્ન કરે છે. આ પ્રકારનાં કર્મા ૨૮ પ્રકારના છે. દર્શનાવરણીયના ત્રણ પેટા પ્રકારો, કષાયો અને નાકષાયાને ઉત્પન્ન કરે તેમ જ તેનાથી ઉત્પન્ન થાય એવાં ચારિત્ર~મેાહનીયકર્મના બે પેટા પ્રકારો અને કષાયા અને નાકષાયોના પેટા પ્રકારો જે અનુક્રમે સેાળ અને નવ છે. આ કર્મની પ્રવૃત્તિને કારણે મનુષ્ય જીવના સાચા સ્વરૂપથી અજાણ રહી જાય છે. તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય મિથ્યા અને વિકૃત બને છે. મેાહનીય કર્મના બે મુખ્ય વર્ગો છે. દર્શનમેાહનીય અને ચારિત્રમાહનીય. બધું મળીને માહનીય કર્મના અઠ્ઠાવીસ ભેદ હોય છે. દર્શનમાહનીય કર્મ ત્રણ પ્રકારનાં હોય છે: પહેલા પ્રકાર છે મિથ્યાત્વ, અથવા ખોટી માન્યતા. જીવના સાચા સ્વરૂપ વિષે, તીર્થંકરોએ ઉપદેશેલા સિધ્ધાંતો વિષે અને સંતાએ રચેલા ધર્મગ્રંથોની યથાર્થતા વિષે ખોટી માન્યતા હોઈ શકે. બીજા પ્રકારમાં એવું માનસિક વલણ હોય છે જેમાં સમ્યક્ અને મિથ્યા માન્યતાઓનું મિશ્રાણ થયેલું હોય છે અને બે વચ્ચેના ભેદ પારખી શકાતા નથી. આને સમ્યગ્મિથ્યાત્વ—મિશ્રા કહે છે. છેલ્લું સમ્યકત્વપ્રકૃતિ છે. આ એવી અવસ્થા છે જેમાં સમ્યક્ માન્યતા પર થોડું મિથ્યાત્વનું પડ આવી ગયું હોય છે. પરિણામે શંકાશીલ માનસ પ્રવર્તતું હોય છે. સમ્યક્ માન્યતાની દૃઢતા અહીં જરા ડગમગતી હોય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમેહનીયકર્મ અથવા સમ્યક ચારિત્ર મેહનીયના અઠ્ઠાવીસ પ્રકારો છે પ્રથમ પ્રકારનાં કર્મને ઉદય થતાં, સર્વજ્ઞાએ દર્શાવેલા માર્ગથી વ્યક્તિ વિમુખ થાય છે અને સત્યના સાચા સ્વરૂપ પ્રત્યે ઉદાસીન રહે છે. પોતાને માટે શું લાભદાયક છે અને શું નથી તેને વિવેક કરવા સમર્થ બને છે. આવી જાતનું વલણ વિકૃત હોય છે. સાચી અને સગુણી વિચારપ્રવૃત્તિ દ્વારા જો તેનું નિયમન કરવામાં આવે, તે સમ્યક દર્શનને અવરોધ થતો નથી. જો વિકૃત વલણ શુદ્ધ સ્થિતિ સાથે મિશ્ર થઈ જાય તો બીજો પ્રકાર અસ્તિત્વમાં આવે છે. આ ત્રણ પ્રકારનાં મોહનીય કર્મોની અસરને જૈન લોકો, કોદરા નામનું અનાજ ખાવાથી થતી અસર સાથે સરખાવે છે. સરખા તૈયાર થયા વિનાના કોદરા ખાવામાં આવે તો એવાં ચક્કર ચઢે છે કે ખાનાર ખૂબ ગભરાઈ જાય છે. મિથ્યાત્વની અસર આવી હોય છે. કોદરાનાં છોડાંને છડીને કદરા ખાવામાં આવે તે અસર ઓછી ભયજનક હોય છે અને મિશ્ર કર્મની અસરને મળતી આવે છે. જો કોદરા સારી રીતે સાફ કરવામાં આવે, તો તે હેજસાજ અસ્વસ્થતા ઉપજાવે છે જેને સભ્યત્વની અસર સાથે સરખાવી શકાય. ચારિત્ર મોહનીય કર્મના પચ્ચીસ પ્રકારે છે. આ પુસ્તકમાં તેમનું વિગતવાર નિરૂપણ કરવું મુશ્કેલ છે. મુખ્યત્વે કષાયો ચાર છે : ક્રોધ, માન, માયા અને લેભ. આ દરેકના ચાર પેટા પ્રકારો છે અને તેમની અસર ચારિત્ર પર થાય તે અનંત સંસારચક્રમાં ફેરા ફરવા પડે છે. એ ચાર પેટા પ્રકારે આ પ્રમાણે છે : અનંતાનુવંઘી અથવા આખા જીવનપર્યત જે કર્મની અસર રહેતી હોય તે, પ્રત્યાનાવર–કોઈ પણ કષાયની ન રોકી શકાય એવી લાગણી; પ્રત્યાહ્યાનાવરા અથવા રોકી શકાય અને અંકુશમાં રાખી શકાય એવા કષાયો. સવન અથવા ભભૂકતા, પરંતુ આત્મનિગ્રહથી અંકુશમાં આવી શકતા કપાયો. બીજા કર્મની મુદત એક વર્ષની, ત્રીજાની ચાર મહિના અને ચોથાની પંદર દિવસની હોય છે. કષાયોનું પ્રાબલ્ય ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે છે. ક્રોધના ચાર પ્રકારે, પથ્થર પર, માટીમાં, ધૂળમાં અને પાણીમાં દોરેલી રેખાઓ જેવા છે. પથ્થર પર દોરેલી રેખા દૂર કરતાં ઘણો શ્રમ પડે છે. માટી, ધૂળ અને પાણીની રેખાઓ દૂર કરવામાં શ્રમનું પ્રમાણ ઓછું થતું જાય છે. તેવી રીતે, અનંતાનુબંધી કર્મ, ક્રોધની અસર મહાપ્રયાસે અને ઘણાં બળથી રોકી શકાય છે, જ્યારે બાકીના ત્રણ પ્રકારના ક્રોધનું બળ ઓછું હોય છે. પરિણામે તે પ્રકારના ક્રોધનો ઝડપથી નાશ થઈ શકે છે. મનની કક્ષા પથ્થરના થાંભલા, હાડકાં, લાકડાના ટુકડા અને ઝાડની કુંપળ જેવી છે. અનુક્રમે દઢતા આ ચારેમાં ઓછી Page #105 -------------------------------------------------------------------------- ________________ ८८ થતી જાય છે. માયાના પેટા પ્રકારોને વાંસના મૂળ, ઘેટાંના શિંગડાં, ગોમૂત્ર અને લાકડાની સાટી સાથે સરખાવી શકાય. પૂર્વપૂર્વ કરતાં ઉત્તરોત્તરની વક્રતા વધુ ઝડપથી દૂર થઈ શકશે. ( ગામૂત્રની વાંકીચૂંકી રેખા પવન અને હવાથી અદૃશ્ય થઈ જાય છે). લેાભની કક્ષાનું ઉદાહરણ વસ્ત્ર પર પડેલા રાતા રંગ, થોડો કચરો, અને હળદરના ડાઘ છે. આ ત્રણ જો વસ્તુ પર પડયા હોય, તા રાતા રંગને ભાગ્યે જ દૂર કરી શકાય, કચરાને દૂર કરતાં ઘેાડી મુશ્કેલી પડે અને હળદરના ડાઘને સહેલાઈથી દૂર કરી શકાય. નાકષાય છ નાકષાય આ પ્રમાણે છે : (૧) હાસ્ય (૨) રતિ-અયેાગ્ય અને પક્ષપાત ભરી રૂચિ (૩) અરતિ—અયેાગ્ય અને પૂર્વગ્રહ-યુક્ત અણગમા (૪) શાક (પ) ભય (૬) જુગુપ્સા. આ છ નાકષાયો ચારિત્રમેાહનીય છે કારણ કે તેમના સંબંધમાં આવેલા જીવ સમ્યક્ ચારિત્રનું પાલન કરી શકતા નથી. સુખ કે દુ:ખની આ લાગણીઓની લાંબી અસર હોતી નથી તેથી વેદનીય કર્મને નાકષાયોથી ભિન્ન માનવાં. આ જાતનું કર્મ મિથ્યા દર્શન ઉત્પન્ન કરે છે અને ગૃહસ્થ કે સાધુના આત્મિક વિકાસને રૂંધે છે. નાકષાયો અથવા અર્ધકષાયો નવ છે : હાસ્ય, રતિ, અરિત, શાક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ ( સ્ત્રીઓ માટેની ઇચ્છા), પુંવેદ ( પુરુષો માટેની ઇચ્છા ), નપુંસકવેદ (નપુંસક માટેની ઇચ્છા). આ બધાંને કારણે વિવિધ પ્રકારનાં કર્મા ઉદ્ભવે છે. સંયમ દ્વારા તેમને રોકી શકાય. આ બધી લાગણીઓના અનુભવ વિચાર અને આચારની સમતુલાને ઉથલાવે છે. કષાયોની તીવ્રતા ઉપર કર્મના સમય આધાર રાખે છે. જ્યારે કષાય કે નાકષાયને કારણે કોઈ પણ પ્રવૃત્તિ થાય છે, ત્યારે ચારિત્રમેાહનીય કર્માના પ્રવાહ ચાલુ થાય છે. કેટલાક લોકો બીજાના સમ્યક્ દર્શનની હાંસી ઉડાવે છે અને દુ:ખમાં આવી પડેલાં માણસાના ઉપહાસ કરે છે. કેટલીક વખત હાસ્ય નિરૂદ્દેશ હોય છે. શિથિલ ચારિત્ર્યવાળાં સ્ત્રી કે પુરુષ સાથેના સંબંધ દુ:ખ અને શાક ઉત્પન્ન કરે છે. બીજાની ઘૃણા કરવી, તેમની સાથે ધિક્કારપૂર્વક વર્તન કરવું, વિરુદ્ધ જાતિ પ્રત્યે ગાઢ આસક્તિ રાખવી—આ બધાં કારણેાથી જીવ દૂષિત થાય છે અને નવાં કર્મ આચરે છે. અઘાતીય ક આ કર્માં ચાર પ્રકારનાં છે : આયુ, નામ, ગાત્ર, અને વેદનીય. આ ચારેય પ્રકાર, માનવ, સ્વર્ગના જીવા, નારકી જીવા અને તિર્યંચ એમ ચાર પ્રકારની ગતિમાં જન્મેલા જીવા સાથે સંકળાએલાં છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ક નારકી, તિર્યંચ, માનવ અને સ્વર્ગીય એવી ચાર ગતિ આયુષ્કર્મને કારણે થાય છે. જે કર્મ વ્યક્તિની અમુક ગતિમાં રહેવાની સમયમર્યાદા નક્કી કરે છે તેને નારકીય આયુષ્કર્મ, તિર્યંચ આયુષ્કર્મ, મનુષ્ય આયુષ્કર્મ અને દેવ આયુષ્કર્મ કહે છે. આ કર્મને આધારે, વ્યક્તિની પાતાની ગતિમાં જીવનમર્યાદા નક્કી થાય છે. કર્મની મુદત પૂરી થતાં પ્રાણી મૃત્યુ પામે છે. આમ પ્રાણીના જન્મ અને મૃત્યુ માટે આ કર્મ જવાબદાર છે. ઉમાસ્વામીએ વિવિધ ગતિમાં જીવાના કર્મપ્રવાહનાં કારણેા સમજાવ્યાં છે. અત્યંત દુ:ખ આપવાથી કે અત્યંત આસક્તિ રાખવાથી એવા કર્મપ્રવાહ ઉત્પન્ન થાય છે, જે નારકીય ગતિમાં લઈ જાય છે. સૂત્રમાં ગરમ અને પ્રતિપ્રદ્ એવા બે શબ્દો છે. આરમ એટલે જીવાને દુ:ખ અને સંતાપ આપવાં અને પ્રતિવ્રતૢ એટલે વિશ્વના વિવિધ પદાર્થો પ્રત્યે અત્યંત આસક્તિ રાખવી. હિંસાથી કે ઈજા કરીને અત્યંત દુ:ખ પહોંચાડવાથી નરકમાં જન્મ આપે એવા કર્મપ્રવાહ ઉત્પન્ન થાય છે. ભૌતિક પરિગ્રહોની આસક્તિને કારણે સતત ક્રૂર કર્મ કરવાથી કે બીજાની મિલકત આંચકી લેવાથી આ પ્રકારના આયુષ્કર્મના ઉદ્દ્ભવ થાય છે. ૮૯ • માયાને કારણે તિર્યંચ કે વનસ્પતિકાય જીવાની ગતિ આપે એવાં આયુષ્કર્મના પ્રવાહ ઉત્પન્ન થાય છે. જીવનું માયાવૃત્તિયુક્ત વર્તન ચારિત્રમેાહનીય કર્મને પરિણામે હાય છે અને તેને કારણે તિર્યંચામાં ગતિ થાય છે. વિકૃત વલણ રાખી ધર્મના ઉપદેશ કરવા, ઔચિત્ય અને શુભ ચારિત્ર્યના અભાવ, બીજાને છેતરવાની ઇચ્છા, જીવની કપાત કે કર્બર લેશ્યા, અને મૃત્યુ દરમ્યાન શાકભરી એકાગ્રતા—આ બધી માયાપૂર્ણ વર્તણૂક, તિર્થંગિંતમાં લઈ જતાં આયુષ્કર્મને ઉત્પન્ન કરે છે. થોડી હિંસા, થોડી આસક્તિ અને સ્વાભાવિક મૃદુતા, મનુષ્યજન્મ આપતા આયષ્કર્મનાં કારણ છે. નમ્રતા, મૃદુતા, શ્રેષ્ઠ આચરણ, થોડા કષાય, મૃત્યુ વખતે દુ:ખભર્યા વલણના અભાવ, મનુષ્યગતિ આપતા આયુષ્કર્મ માટે જવાબદાર છે. બીજા શબ્દોમાં, કરુણા, કૃપા, પ્રેમ, સ્નેહ, આર્જવ અને સત્ય જેવાં લક્ષણા આ પ્રકારનાં આયુષ્કર્મનાં લક્ષણ છે. સમ્યક્ દર્શન, આસક્તિ પર અંકુશ, શિથિલતામિશ્ર આત્મનિગ્રહ, સ્વૈચ્છિક કર્મત્યાગ, વિકૃત દર્શનથી યુક્ત તપસ્યા, દેવગતિમાં જન્મ આપે એવાં Page #107 -------------------------------------------------------------------------- ________________ આયુષ્કર્મના કારણરૂપ છે. આત્મનિગ્રહ ચારિત્ર અને વિચારની શુદ્ધિની ચાવી છે. ઘણી વખત એવું થાય છે કે મન અને વાણીને અત્યંત સંયમ ધરાવનાર લોકો પણ નિર્ણય ન કરી શકવાથી અસ્વસ્થ હોય છે. મિથ્યા દર્શનને કારણે લોકો ઉગ્ર તપસ્યા કરે છે. વળી તે ઉપરાંત સમ્યક દર્શનને અલગ નિર્દેશ હોવાથી એમ લાગે છે કે તે પણ દેવગતિમાં જન્મ આપનારા આયુષ્કર્મનું કારણ હોઈ શકે. બે સૂત્રો વચ્ચે સમાધાન કરવાનો એક માત્ર માર્ગ એ છે કે જે જીવો સમ્યક્ દર્શન ધરાવે છે તેઓ ખોડખાંપણરહિત હોય છે જ્યારે આવું દર્શન ન ધરાવતા દેવેને ખેડખાંપણ હોઈ શકે. હકીકતમાં જીવના સાચા સ્વરૂપને બોધ ન થાય અને સાંસારિક વિષયો સાથે સંબંધ તૂટે નહીં ત્યાં સુધી સમ્યક્ દર્શન પ્રાપ્ત થાય નહીં. નામકર્મ આ જાતનું કર્મ જીવ જે દેહમાં મૂર્ત થશે તે દેહનાં લક્ષણો નક્કી કરશે. આપણે જોયું છે કે જીવ ચાર ગતિઓમાંથી ગમે તે એક ગતિમાં જન્મ લઈ શકે. સ્વાભાવિક રીતે જ દેહનાં સ્વરૂપ, પ્રમાણ, રંગ, ઉંચાઈ વગેરે ભિન્ન ભિન્ન હોય છે. નામકર્મના પ્રથમ બે વર્ગો પડે છે : પતિ અથવા ભૌતિક ગુણો અને વિકતિ અથવા અભૌતિક ગુણ. ( નવીન જીવવિદ્યાના સિદ્ધાંતનું પૂર્વાનુમાન કરતા હોવાથી નામકર્મને સિદ્ધાંત અત્યંત રસપ્રદ છે. તેના ૯૩ વર્ગો પાડવામાં આવ્યા છે. નવીન જીવવિદ્યા જીવંત વસ્તુના ઉદ્ગમ અને વિકાસને સમજાવવાનો પ્રયાસ કરે છે. તેમ કરતાં તે ઉન્સેચકો અને જનીન અતિસૂક્ષ્મ તત્ત્વોની અભિધારણ કરે છે, જેના પર સેન્દ્રિય પદાર્થને વિકાસ આધારિત છે. તેવી જ રીતે હજારો વર્ષો પૂર્વે જૈન ચિંતકોએ સ્થાપેલ નામકર્મને સિદ્ધાંત, જીવંત તત્ત્વોના એક પ્રકાર અને બીજા પ્રકાર વચ્ચેના ભેદ, શરીરના હાડકાંના સાંધાઓની જુદી જુદી રીત, પૃષ્ઠવંશીય અને અપૃષ્ઠવંશીય દેહોની રચના વચ્ચે ભેદ, શરીરની સંવેદનશીલ ઇન્દ્રિયોની રચના – આ બધા જીવવૈજ્ઞાનિક પ્રશ્નોને સમજાવવા પ્રયત્ન કરે છે. શરીરની ઇન્દ્રિયો પૂર્ણવિકસિત અને ક્રિયાત્મક રીતે સમર્થ હોય તેમજ અપૂર્ણવિકસિત અને ક્રિયાત્મક રીતે અસમર્થ પણ હોય. આ બધું વિવિધ પ્રકારનાં નામકર્મ પર આધાર રાખે છે. નામકર્મ પ્રત્યેક વ્યકિતની દેહરચનાનાં નિયામક પણ હોય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ જેને કારણે પ્રાણી બીજી ગતિમાં જન્મે છે તે નામકર્મની વધુ વિગતે આ પ્રમાણે છે. “નામ-કર્મ'માં ગતિ, વર્ગ, દેહ, મુખ્ય અને ગૌણ ભાગની રચના, સંયોજન, અણુઓનું આંતર સંયોજન, બાંધો, સાંધા, સ્પર્શ, સ્વાદ, દાણ, વર્ણ, મૃત્યુ પછીની ગતિ, આત્મહત્યા, બીજા દ્વારા વધ, શીતોષ્ણ પ્રભા, શ્વસનક્રિયા, ગતિ, વ્યકિતગત દેહ, જંગમ પ્રાણી, સૌમ્યતા, સુરીલો અવાજ, આકારસૌષ્ઠવ, સૂક્ષમ દેહ, (ઇન્દ્રિયોનો) પૂર્ણ વિકાસ, મજબુતાઈ, તેજોમય દેહ, ભવ્યતા અને પ્રતિષ્ઠા, આ બધાનું ઉંધુ (વ્યકિતગત દેહથી માંડીને) તેમજ તીર્થ કરવ–આ બધું આવી જાય છે. આ ગણતરી અદ્ભુત રીતે વ્યાપક છે કારણ કે તે બધી જ ગતિઓ અને પ્રાણીઓના વર્ગોને આવરી લે છે. માત્ર સ્પર્શેન્દ્રિય ધરાવતાં, સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિયો ધરાવતાં, સ્પર્શ, સ્વાદ અને દાણની ઇન્દ્રિયો ધરાવતાં, સ્પર્શ, સ્વાદ, પ્રાણ, દર્શન અને શ્રવણની ઇન્દ્રિયો ધરાવતાં–આ બધાં પ્રાણીઓના જીવોના જન્મ તેમનાં નામકર્મ અનુસાર છે. શરીર નામકર્મ પાંચ પ્રકારનાં હોય છે. શરીર પાંચ પ્રકારનાં હોય છે : (૧) સૌર દેહ અથવા સ્થૂળ શરીર, જે મનુષ્યો અને પશુઓ ધરાવે છે. (૨) વૈયિકા અથવા રૂપાંતર કરી શકે એવા દેહ. તે સૂક્ષ્મ અને બારીક દ્રવ્યોનાં બનેલાં છે. તેમના આકાર અને ઊંચાઈનું રૂપાન્તર થઈ શકે છે. દા. ત. દેવો અને નારકીય જીવો (૩) આહાર અથવા સૂક્ષ્મ દેહ. જેણે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેમ જ જે પૂર્ણવિકસિત ગૂઢ આત્મશક્તિ ધરાવે છે તેવા પૂર્ણ, જૈન સાધુના મસ્તકમાંથી નીકળે છે અને વાતાવરણમાં પસાર થઈ પ્રભુના પગ આગળ પ્રકાશે છે, જ્યાં તેની શંકા દૂર થાય છે. (૪) તેના શરીર અથવા પ્રભામંડળ સાથેને દેહ, અથવા વિદ્યુત અને ચુંબકત્વની શક્તિ ધરાવતે દેહ. (૫) Jર્મળ શરીર અથવા કર્મનાં પરમાણુથી બનેલો દેહ. વિવિધ પ્રકારના દેહના કારણરૂપ નામકર્મનો ઉદ્દભવ ઉમાસ્વામીએ સમજાવ્યું છે. તેમના મત પ્રમાણે કપટભરેલી પ્રવૃત્તિઓ અને છળ એવા પ્રકારના કર્મપ્રવાહ ઉત્પન્ન કરે છે જેને કારણે અશુભ દેહ પ્રાપ્ત થાય છે. કુટિલતા એટલે વક્રતા–સરળ માર્ગ છોડી દેવો તે, વિકૃત અને આર્જવરહિત પ્રવૃત્તિ કરવી છે. બીજાને છેતરવાં તે પણ વક્રતાનું બીજું રૂપ છે. બંને પ્રકારની પ્રવૃત્તિઓ વિચિત્ર પ્રકારનાં માનસિક આંદલને ઊભાં કરે છે. આ પ્રવૃત્તિઓ જો સફળ થાય તો બીજાને હાનિકારક નીવડે છે. બંને અયોગ્ય પ્રવૃત્તિઓ છે તેથી અશુભ દેહરચના આપે તેવાં કર્મોને ઉત્પન્ન કરે છે. કુટિલતા અને છળ જેમ વધારે તેમ કર્મનું સ્વરૂપ વધુ ગાઢ. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આથી ઊલટું, ઋજુ પ્રવૃત્તિ, પ્રામાણિકતા અને નિષ્કપટ સ્વભાવ, શુભ દેહ આપતાં નામકર્મોના પ્રવાહને ઉદ્ભવ કરે છે. પ્રમાણિક અને માનવતા ધરાવતા મનુષ્યોને સદ્ગણી મનુષ્યો પ્રત્યે આદર હોય છે. તેઓ પવિત્ર અને નિર્મળ સંતનું સન્માન કરે છે. આવા મનુષ્યોને સાંસારિક જીવનનાં દુઃખેને ખ્યાલ હોય છે તેથી તેઓ આચારવિચારમાં ખૂબ કાળજી રાખે છે. શુભ દેહ આપતાં કર્મોના નિર્દેશ ઉપરાંત, ત્રણે જગત પર વિજય અપાવે એવાં નામકર્મોના પ્રવાહના કારણરૂપ વિચાર અને આચારની પણ વિગતવાર ગણતરી કરવામાં આવી છે. આવાં કર્મોથી ત્રણે ભુવનમાં વિજય મળે છે. ઉમાસ્વામીના મત પ્રમાણે તીર્થકર નામકર્મને પ્રવાહ સેળ પ્રકારનાં વ્રતના પાલનથી ઉદ્ભવે છેઃ ભકિતયુક્ત શુદ્ધ સમ્યગ દર્શન, કોઈ પણ જાતના અતિચાર વિનાનું વ્રત અને અનુવ્રતનું પાલન, જ્ઞાનની અવિરત શોધ, સંસારચક્રને સતત ભય, દાન, યથાશકિત તપશ્ચર્યા, સાધુઓનાં સમત્વને માટે પ્રતિકૂળ એવાં વિદોનું નિવારણ, દુ:ખ કે અનિષ્ટ દૂર કરીને પુણ્યશાળી જનની શુકૂષા, સર્વજ્ઞ ભગવાન આચાર્યો અને ઉપાધ્યાયો તેમ જ ધર્મગ્રંથો પ્રત્યે ભકિત, છ દૈનિક કર્તવ્યોનું પાલન, સર્વજ્ઞના આદેશને પ્રચાર અને પોતાના બાંધ પ્રત્યે પ્રેમ. આત્માને મુકિત અપાવે એવું સમગ્ર નીતિશાસ્ત્ર અને આધ્યાત્મિક ક્રિયાઓને આ આખું ક્ષેત્ર આવરી લે છે. નામકર્મના વિવિધ પ્રકાર હોય છે. મસ્તક, છાતી, પીઠ, હાથ, પેટ અને પગ જેવા શરીરના વિવિધ ભાગો સાથે તે સંબંધ ધરાવે છે. ઉપનામ કર્મ પાંચ ઈન્દ્રિયો અને મુખ્ય ભાગ સાથે સંકળાયું છે. કપાળ, ખાપરી, તાળવું, ગાલ, દાઢી, દાંત, હોઠ વગેરેનો આકાર પાનામકર્મના પ્રવાહને કારણે છે. નામકર્મનાં જુદાં જુદાં સ્વરૂપ સ્નાયુ, બાંધો, અંગેના આકાર, અને પ્રમાણ, શરીરના રંગ, સ્પર્શના પ્રકાર, અને સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. એકવીસ પ્રકારનાં પ્રતિનામકર્મો દેહના પ્રકાર અને વિશિષ્ટતાઓ સાથે સંબંધ ધરાવે છે. ગોત્રકર્મ ગોટાકર્મ ત્રીજા પ્રકારનું અઘાતિ કર્મ છે. તેને કારણે કુળને મોભે, રાષ્ટ્રીયતા વગેરે નકકી થાય છે. આધુનિક જીવવૈજ્ઞાનિકો આનુવંશિકતાના સિધ્ધાંતને મનુષ્યની તેમ જ પ્રાણીઓની જીંદગીમાં કામ કરતો બતાવે છે. મા અથવા પદ નક્કી કરતાં કર્મો બે પ્રકારનાં છે: (૧) ઉચ્ચ પદ નક્કી કરતાં કર્મ અને Page #110 -------------------------------------------------------------------------- ________________ (૨) નીચ પદ નક્કી કરતાં કર્મ, પહેલાં પ્રકારનાં કર્મને કારણે મનુષ્ય ખાનદાન, પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લે છે. બીજા પ્રકારનાં કર્મને લીધે તે એવા નીચ કુટુંબમાં જન્મે છે, જેને કદી પ્રતિષ્ઠા ન મળે. ઉમાસ્વામી કહે છે કે પરનિંદા, સ્વપ્રશંસા, બીજાના સદ્ગણોની વિસ્મૃતિ, પિતાનામાં ન હોય એવા સદ્ગણોની જાહેરાત એવા કર્મપ્રવાહને ઉત્પન્ન કરે છે, જેને કારણે નીચે કુળમાં જન્મ થાય છે. ઘણા લોકો એવા હોય છે જે બીજાના સદ્ગણ પ્રત્યે આંખમીંચામણાં કરે છે. તેઓ પોતે સદ્ગણોનાં પુતળાં હોય એવી ડંફાસ હાંકે છે અને પોતાની અનુચિત પ્રશંસા કરે છે. પરનિંદા એ દુર્ગુણ છે. મિથ્યાભિમાન પણ એવો જ દુર્ગુણ છે. બીજી બાજુ, વિનય, નમ્રતા, બીજાના સગુણોની કદર, વગેરે ગુણો એવો કર્મપ્રવાહ ઉત્પન્ન કરે છે જેને કારણે મોભાદાર કુટુંબમાં જન્મ થાય છે. ગુણીજનોને પ્રણામ કરવામાં નમ્રતા છે. વિદ્યા, ધન અને ઐશ્વર્ય હોવા છતાં વિનય, અહંકાર અને ક્રોધનો અભાવ સૂચવે છે. વેદનીય કામ ચોથા પ્રકારના અઘાતિકર્મને વેદનીય કર્મ કહે છે. તેને કારણે વ્યક્તિને સુખદ કે દુઃખદ અનુભવો થાય છે. સુખ અને દુઃખદ અનુભવો ઉપજાવનારાં કર્મો વેદનીય કર્મોના પેટા પ્રકાર છે. વેદનીય કર્મ બે પ્રકારનાં છે: સતાવેનીય અને અસાતા નય. સત્તાનીજ કર્મ એવા કર્મપ્રવાહનું પરિણામ છે જે દેવ, મનુષ્યો અને પશુઓના શરીર તેમ જ મનમાં આનંદદાયક અને સુખી અનુભવે ઉત્પન્ન કરે છે. આ કર્મપ્રવાહને ઉત્પન કરતી પ્રવૃત્તિઓ, ઉમાસ્વામીના કહેવા પ્રમાણે, આટલી છેઃ બધાં જ પ્રાણીઓ પ્રત્યે, અને ખાસ કરીને પૂજ્ય વ્યક્તિ પ્રત્યે કરુણા, દાન, આસકિત સહિતનું સાધુત્વ (સંયમ અને અસંયમનું મિશ્રણ), વિના પ્રયાસે પણ અનિચ્છાએ કર્મત્યાગ, સમ્યક્ જ્ઞાન પર આધારિત ન હોય એવી તપશ્ચર્યા, ચિંતન, સમત્વ, અને નિર્લોભ. બધાં જ પ્રાણીઓ પિતપોતાનાં કર્મ અનુસાર જુદી જુદી ગતિમાં જન્મે છે. તેમનામાંના કેટલાંકને જીવના સાચા સ્વરૂપનો બોધ હોય છે. તેઓ વ્રત, તપશ્ચર્યા અને કરુણા પ્રેરિત કાર્યોમાં રત હેય છે. તેઓ સાંસારિક આસકિત ઓછી કરી નાંખે છે અને ઉદાર હાથે બીજાને મદદ કરે છે. બીજાની વેદના પ્રત્યે તેઓ સહાનુભૂતિ વ્યકત કરે છે, અને તેમની વેદના હળવી કરવાના પ્રયાસ કરે છે. અનિચ્છનીય પ્રવૃત્તિઓથી તેઓ દૂર રહે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મન અને ચારિત્ર્યની આવી પ્રવૃત્તિઓ એવા કર્મપ્રવાહને જન્મ આપે છે જેને પરિણામે સુખદ લાગણીઓ ઉત્પન્ન થાય છે. સાતવેદનીય કર્મો દુખદ લાગણીઓનાં કારણ છે. પોતાનાં કે બીજાનાં કે બંનેના વેદના, શોક, વિલાપ, ઈજા અને પ્રલાપ આ કર્મોનાં કારણરૂપ છે. સંતાપ અને દુ:ખના આ બધા અનુભવો ક્રોધ, લોભ વગેરે કક્ષાના પરિણામ રૂપ હોય છે. અસંયમ, વ્યકિત કે તેની સંપત્તિને નુકસાન, અનૈતિક કાર્યો, વાણીથી સહેવો પડતો અપયશ, અનિષ્ટ અથવા બીનજરૂરી ચીજો માટેની પ્રબળ ઇચ્છાને કારણે તેઓ ખિનતાને ભાવ ઉત્પન્ન કરે છે. કષાય ન હોય ત્યાં વેદના હોતી નથી. ભાવિક લોકો ઘણી તપશ્ચર્યા કરે છે પણ તેમને વેદના થતી નથી, કારણ કે તેમણે સ્વેચ્છાએ આત્મશુદ્ધિ માટેની ક્રિયાઓ સ્વીકારી હોય છે. આ ક્રિયાઓ પાછળ અનિષ્ટ આશય હોતો નથી. મન શાંત અને સમતોલ હોય છે. શલ્ય ચિકિત્સક દુ:ખ આપે છે પણ તેને હેતુ દર્દીને દર્દમુકત કરવાનું છે જેથી એ દુ:ખમુક્ત થાય અને વધુ વેદના ન અનુભવે આ આઠ પ્રકારના કર્મો જીવની શુદ્ધિને દુષિત કરે છે, અને તેની બધી અથવા થોડી આંતરિક ગુણવત્તાઓને મલિન કરે છે. આ કર્મો બહારનાં પરિબળો છે. જીવના માર્ગની દિશાને તે બદલી દે છે અને સાંસારિક જીવનની જંજાળમાં તેને ખેંચે છે. અજ્ઞાન, વેદના, નિર્બળતા, આ જ કર્મોને કારણે છે. સ્થિતિની અસમાનતા પણ તેમને કારણે જ છે. આપણા પોતાનાં મન, વચન અને દેહ તેમના પ્રવાહના કારણરૂપ છે. કર્મનો સિદ્ધાંત દેવવાદ નથી. એ કાર્યકારણને કાનુન છે. નતિક કાર્યકારણભાવને આ કાનૂન બતાવે છે કે આપણી ખુશનસીબી કે કમનસીબી આપણે જ સર્જી છે. કોઈ માણસનાં સુખ કે દુઃખ તેનાં પોતાનાં જ કાર્ય, વાણી અને વિચારના પરિણામરૂપ હોય છે. પસંદગીના તત્ત્વની ઉપેક્ષા કરીએ તો જ દૈવવાદ આવે છે. દૂધથી શરીરને સારી અસર થશે એવું બરાબર જાણ્યાં છતાં કોઈ માણસને દારૂ પીવાની ઇચ્છા થઈ આવે, અને એ દારૂ પીવો પસંદ કરે એવું બને પણ ખરૂં. ઇચ્છા માણસને ફરજ નથી પાડતી. દૂધ છોડીને દારૂ પીવાની માણસની પસંદગીનું એ નિમિત્તકારણ હોય છે. દૂધ પસંદ કરવાની શક્તિ તો તેની પાસે હતી જ. આટલું જો યાદ રાખીએ તે પોતે કરેલા કાર્યમાં દૈવવાદ કામ કરતો નહીં દેખાય. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૫ વળી એ પણ સ્પષ્ટ થશે કે કારણતાને આ નિયમ યાંત્રિક નથી કારણ કે તેનું મહત્ત્વનું કારણ ચૈતન્ય છે. જીવન એક લાંબે પ્રવાસ છે. પ્રાણી આગળ વળે જાય છે. પિતાની મુસાફરી સગવડભરી રાખવી હોય, અકસ્માતથી બચવું હેય, તે સંયમની બ્રેક લગાવવી જોઈએ. કષાયો, ટ્રેનને પાટા પરથી ગબડાવી દે એવાં પરિબળો છે. પણ સાચા માર્ગનું જ્ઞાન, અને સમ્યક દર્શનના પ્રભાવમાં શ્રદ્ધા, માણસને ધારેલે રસ્તે પહોંચાડે છે. પ્રત્યેક પ્રાણી પોતાની ગતિમાં દેહ, જીવનમર્યાદા, રંગ, પરિસ્થિતિ અને બીજાં લક્ષણ સાથે જન્મ લે છે. આ બધું કરેલાં કર્મોને આભારી છે. જેના તીર્થકરોએ પૃથક્કરણ કરીને આ કારણે કયાં છે તે બતાવ્યું છે. પ્રત્યેક પ્રાણી, પિતે જે કાંઈ લઈને જન્મ્યો છે તેનું કારણ પોતે જ છે. કર્મો અકુદરતી આવરણો છે જે જીવના સ્વાભાવિક ગુણોને મલિન કરે છે. મુક્તિનો માર્ગ બતાવે તે ધર્મનું કાર્ય છે. જેઓ અશુદ્ધ કે અસ્વચ્છ સ્થિતિમાં જન્મ્યાં છે તેમણે આ અસ્વચ્છતામાંથી કેમ મુકત થવું અને જીવના અનંત ગુણોને વિકાસ કેમ કરવો તે જાણવું જ જોઈએ. જીવની પ્રગતિને રૂંધતી અશુદ્ધિઓ માણસ કેવી રીતે દૂર કરી શકે તે હવે જોઈશું અને જૈન ધર્મ પ્રમાણે આ ધ્યેયની પ્રાપ્તિ શી રીતે થઈ શકે તે પણ જોઈશું. Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ લેશ્યાના સિધ્ધાંત કર્મનાં બીજા લક્ષણાનું નિરુપણ કરતાં પહેલાં, કર્મસિધ્ધાંત સાથે ગાઢ રીતે સંકળાએલા એક બીજો સિધ્ધાંત સમજવા જરૂરી છે. આ સિધ્ધાંત તે લેશ્યાના સિધ્ધાંત. જૈન ચિંતકોના વિચાર પ્રમાણે, વિશ્વમાં અગણિત જીવા છે. આ બધા જીવા પૂર્ણ જ્ઞાન, આનંદ જેવા સ્વાભાવિક ગુણા ધરાવે છે. કર્મદ્રવ્યનાં સૂક્ષ્મ, બારીક, અણુસ્વરૂપો વળગેલાં હાવાથી જીવા ભિન્ન લાગે છે. તેજસ્વી અને આનંદમય જીવ, શરીર, મન અને વાણીની પ્રવૃત્તિઓ અને કાયાથી આવેષ્ટિત થઈને દૂષિત બને છે. કષાયો અને પ્રવૃત્તિઓનાં આંદોલનોથી, બંધનનાં સ્વરૂપ અને દ્રવ્યના નિશ્ચય થાય છે. જીવે કરેલાં કર્મોના સંગ્રહ, તેના પર, આંખોથી ન દેખી શકાય તેવી સર્વોપરિ રંગની છાયાને પ્રેરિત કરે છે. આને યા કહે છે. લેશ્યાઓ છ છે: કૃષ્ણ, નીલ, કાપાત (રાખાડી), પીત, રક્ત, અને શ્વેત, અથવા શુકલ. નીતિની દૃષ્ટિએ પણ તેના વિશિષ્ટ અર્થ થાય છે. લેશ્યાના રંગ ઉપરથી તેને ધરાવતા મનુષ્યનું ચારિત્ર્ય સુચવાય છે. પ્રથમ ત્રણ રંગા દુષ્ટ ચારિત્ર્ય સુચવે છે અને છેલ્લા ત્રણ રંગા શુભ ચારિત્ર્ય સુચવે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રથમ ત્રણ દુષ્ટ ભાવાનાં પરિણામ રૂપ છે તે છેલ્લી ત્રણ શુભ ભાવેાના પરિણામરૂપ છે. . કર્મનું નિરૂપણ કરતા લગભગ બધા જ દાર્શનિકોએલેશ્યાના વિષયના વિસ્તારપૂર્વક નિર્દેશ કર્યો છે. દ્રવ્યરૂપ અથવા દ્રવ્ય સાથે મિશ્ર પ્રત્યેક પદાર્થ, કોઈને કોઈ પ્રકારના સ્પર્શ સ્વાદ, વાસ કે વર્ણ ધરાવે છે. આમાં આપણું મન કે મનની પ્રવૃત્તિ પણ અપવાદરૂપ નથી. આ બંને દ્રવ્યરૂપ છે અને તેમના રંગ પણ બદલાય છે. ‘કાળા મનના માણસ” ‘ક્રોધથી રાતા થયેલા,’ ‘ભયથી ફિક્કો પડેલા’ ઇર્ષ્યાથી લીલા થયેલા' આવા શબ્દપ્રયોગા બહુ જાણીતા છે. આપણા વિચારો અને લાગણીને રંગ સાથે બહુ ગાઢ સંબંધ હોય છે. ઘણા તા વિચારરંગા છે એવું કહી શકાય, પરંતુ મુખ્ય રંગા કાળા, ભુરા, રાખાડી, પીળા, ગુલાબી અથવા રાતા અને સફેદ ાય છે મૃદુ કે કઠોર કષાયથી ભાવિત થએલ, . Page #114 -------------------------------------------------------------------------- ________________ જીવના આંદોલનો તે વેશ્યા. તેઓ સ્વભાવમાં રહેલી લોભ વગેરેની કોટિએના ઉદાહરણરૂપ છે. આ રંગોની છાયાઓ સર્વોપરી છે પણ ભૌતિક નથી. નેમિચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તીએ કહ્યું છે કે વેશ્યાના ગુણોને જેઓ જાણે છે તેમના મત પ્રમાણે ભાવલેશ્યા જીવને રંજિત કરે છે. જીવ તેને પોતાની ગણી લે છે અને પરિણામે પુણ્ય અથવા પાપને ઉદ્ભવ થાય છે. વર્ણ અથવા રંગ, દ્રવ્યની સ્થિતિ છે. જીવ પોતે આકાર, સ્વાદ, ગંધ, રંગ અને સ્પર્શ વગરને છે. રંગ દ્રવ્યનું મહત્ત્વનું અને વિશિષ્ટ લક્ષણ છે. ચૈતન્ય જીવનું લક્ષણ છે. ચિંતનપ્રવૃત્તિઓને કારણે તેમાં રૂપાંતરો થયાં કરે છે. આ રૂપાંતરો પણ આકાર અને રંગ વિનાનાં હોય છે. જ્યારે દેહ, મન અને વચનની પ્રવૃત્તિઓ તેમજ કષાયો આંદોલનો ઉત્પન્ન કરે છે ત્યારે એક કર્મપ્રવાહ જીવમાં જાય છે અને બંધન ઉત્પન્ન કરે છે. કર્મની પ્રવૃત્તિને કારણે આ આંદોલનની પ્રવૃત્તિ રંજિત થાય છે. આપણે જોયું કે આંદોલનક્રિયાઓથી માત્ર કર્મદ્રવ્યનું સ્વરૂપ જ નહીં પરંતુ કર્મના અણુઓની સંખ્યા પણ નક્કી થાય છે. આ અણુઓ જીવને બંધનમાં નાખે છે. કક્ષાની તીવ્રતા પરથી બંધનની મુદત અને ફળનાં સ્વરૂપનો નિર્ણય થાય છે. ઉપર કહ્યું તે પ્રમાણે વેશ્યા છ પ્રકારની છે. sw, નીરુ, વાવોલ, તેના (પીળી), પદ્મ (રાતી) અને પણ રૂપાંતરની દૃષ્ટિએ જોતાં રગે અગણિત રહે છે. વેશ્યા બે પ્રકારની હોય છે : મારા અને ત્રણ . મારા વિચારની પ્રવૃત્તિને રંગ છે. દ્રવ્ય નામકર્મને કારણે ઉત્પન્ન થાય છે. જુદી જુદી ગતિના જીવોના જુદા જુદા રંગ હોય છે. નારકી જીવ કાળા હોય છે જ્યારે બીજા જીવોને છમાંનો કોઈક રંગ હોય છે. ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રદેશના જીવોને અનુક્રમે સૂર્ય જેવ, ચંદ્ર જેવો અને લીલો રંગ હોય છે. જલકાય, અગ્નિકાય અને વાયુકાય જીવોને વેત, પીત અને અવર્ણનીય રંગોના દેહે હેય છે. વિશ્વના અગણિત આકાશપ્રદેશમાં કષાયોનાં ઉદયસ્થાને હોય છે. દુષ્ટ કષાયોનાં રંગ શ્યામ, નીલ અને રાખડી હોય છે જયારે શુભ વિચારોના રંગે પીત, ગુલાબી અને શ્વેત હોય છે. દુષ્ટ વિચારોના રંગો ઘેરા, વધુ ઘેરા કે અતિઘેરા હોય છે. તેવી જ રીતે શુભ વિચારોના રંગ આછા, વધુ આછા અને સૌથી આછા હોય છે. શુભ કે અશુભ વિચારપ્રવૃત્તિ કે કષાયોના ઘટાડા કે વધારા પ્રમાણે રંગેનાં રૂપાંતર થયાં કરે છે. દુ:ખમાં વધારો થતાં લેશ્યા રાખડી, નીલ કે શ્યામમાં રૂપાંતરિત થાય છે. જીવની શુદ્ધિ કે શુભ ચિંતન વધતાં પીત, પદ્મ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અને શ્વેત રંગામાં પ્રગતિ થાય છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે સૌથી દુષ્ટ અથવા અશુભ વિચારપ્રવૃત્તિ કાળી છે જયારે સૌથી શુદ્ધ અને શુભ વિચારપ્રવૃત્તિ શ્વેત છે. તે પણ, લેશ્યા, રંગો કરતાં પણ રંગોની પરિભાષામાં વૃત્તિની તીવ્રતાની કોટિના વધારે પરિચય આપે છે. નેમિચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તીએ મનની પ્રવૃત્તિ પ્રમાણે ઉદ્ભવેલી લેશ્યાઓને સમજાવવા બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. છ મુસાફરો અરણ્યમાં ભુલા પડે છે અને ફળોથી લચી પડતાં એક વૃક્ષને જુએ છે. સ્વાભાવિક રીતે જ તેમને ફળ ખાવાની ઇચ્છા હોય છે. એક માણસ આખું ઝાડ ઉખેડીને ફળ ખાવા માંગે છે. તેની લેશ્મા કાળી છે. બીજો માણસ ઝાડનું થડ કાપીને ફળ ખાવા માંગે છે. તેની લેશ્યા નીલ છે. ત્રીજા ડાળીઓ કાપીને ફળ ખાવા ઇચ્છે છે. તે કાપાતલેશ્યા ધરાવે છે. આ ત્રણે ઝાડને નુકસાન કરીને એનાં ફળ ખાવા ઇચ્છે છે, જો કે દરેકના નુકસાનની કક્ષા જુદી જુદી છે. બાકીની ત્રણ વ્યક્તિએ વધારે સારી જાતની છે. તે ઝાડના ભાગોના નાશ કર્યા વગર પોતાના હેતુ સિદ્ધ કરવા માંગે છે. ચેાથે! માણસ ઝાડની જે ડુંખ ઉપર ફળ છે તે ડુંખ જ કાપીને ફળ ખાવા ઇચ્છે છે. તે પીત લેશ્યાવાળા છે. પાંચમાને માત્ર ફળ જ ખાવું છે. તેની પદ્મલેશ્યા છે. છેલ્લાને તો માત્ર પાકેલાં જ ફળ ખાવાં છે. વૃક્ષને કોઈ નુકસાન પહોંચાડવાની તેની ઇચ્છા નથી. તેથી તે શ્વેત અથવા શુકલલેશ્યા ધરાવતા શ્રેષ્ઠ પુરુષ છે. આ વિવિધ લેશ્યાઓ મનની આંતરપ્રવૃત્તિની પરિચાયક છે. લેશ્યાઓ સૂચવે છે કે ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રત્યેક વ્યક્તિએ યોજેલા ઉપાયો, વ્યક્તિના માનસિક અને નૈતિક લક્ષણા અનુસાર ભિન્ન ભિન્ન છે. કૃષ્ણ લેશ્યા ધરાવતા મનુષ્ય ક્રોધી, દુશ્મનાવટથી ભરેલા, દુષ્ટ, ઉગ્ર, છ પ્રકારનાં પ્રાણીઓને નુકસાન કરવાનાં પરિણામેાની ઉપેક્ષા કરનારો, પવિત્રતા અને કરુણા વિનાના, સંયમહીન, સિદ્ધાંતહીન, જડ, સામાન્ય બુદ્ધિ વિનાના, ચતુરાઈ વિનાના, ઇન્દ્રિયસુખામાં આસક્ત, અભિમાની, માયાવાદી, આળસુ, તોફાની અને મીંઢા હશે. નીલ લેશ્યાવાળા મનુષ્ય અત્યંત નિદ્રાળુ અને માયાવાદી, અજ્ઞાન, ઉદ્ધત, દુષ્ટ, પ્રમાદી, દુન્યવી પરિગ્રહો અને સમૃદ્ધિના અત્યંત લાભી, પાપકર્મામાં પ્રવૃત્ત અને ઝટ ઉશ્કેરાઈ જાય એવા હોય છે. કાપાત લેશ્યાવાળી વ્યક્તિ સ્વભાવે ગુસ્સાખાર, બીજા વિષે માઠું બોલતી, બડાઈખાર, મુશ્કેલીઓ ઊભી કરે એવી, વિષણ, ભયંકર, શત્રુતાભરી, બીજાનું અપમાન કરનારી, કપટી, નીચ, નાસ્તિક, બીજાના લાભ કે નુકસાનની ઉપેક્ષા કરનારી, યુદ્ધભૂમિ પર મૃત્યુ પામવાની ઇચ્છા રાખતી, ખુશામતખાર અને વગર વિચાર્યું કામ કરનારી હોય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના, શુભ પ્રકૃતિ ધરાવતા મનુષ્યની વેશ્યા ભિન્ન ભિન્ન હોય છે. પીત વેશ્યા ધરાવતો મનુષ્ય શું કરવું, શું ન કરવું તે જાણતો હોય છે. તે કર્તવ્યનિષ્ઠ, સ્થિર, ઉપભોગ માટે શું અયોગ્ય તે સમજનારો, ચાર કષાયોથી યુક્ત, સંયમી, નિષ્પક્ષપાતી, દયાળુ, દાની, શાંત અને મૃદુ હોય છે. ગુલાબી અથવા રાતી વેશ્યા ધરાવતી વ્યકિત હજી વધુ મૃદુ ગુણો ધરાવતી હોય છે અને દાની, માયાળુ, પરોપકારી, બીજાનું કલ્યાણ ઇચ્છનારી, નમ્ર, સ્થિર, શિષ્ટ, સંયમી, ક્ષમાશીલ, સંતે અને આચાર્યો પ્રત્યે નિષ્ઠાવાળી, અને સત્ય માટે પ્રયત્નશીલ હોય છે. શુકલ લેગ્યા ધરાવતી વ્યકિત નિષ્પક્ષપાતી, ધર્મ અને સત્યનાં ધ્યાનમાં મગ્ન, ઉપભેગની સ્પૃહારહિત, સમિતિ અને ગુપ્તિનું પાલન કરનારી ઇન્દ્રિયોને નિગ્રહ કરનારી, પ્રશાંત, કષાયરહિત અને સાંસારિક સુખ પ્રત્યે નિઃસ્પૃહ હોય છે. મન તેમ જ વિચારની શુદ્ધિનાં પરિવર્તન સાથે આ લેગ્યાઓ બદલાય છે. આ પરિવર્તન છ લેગ્યામાં ૨૬ પ્રકારનાં પરિવર્તન આણે છે ઉપર જે કાંઈ કહેવાઈ ગયું તે પરથી સ્પષ્ટ થયું હશે કે વેશ્યાઓ જુદાં જુદાં કર્મોના પ્રભાવથી ઉત્પન્ન થએલી જુદી જુદી સ્થિતિઓ જ છે. તેઓ જીવના સ્વભાવ પર નહીં પરંતુ જીવનાં સહકારી કર્મો પર આધારિત છે. એટલે કે સૂકમ કર્મ-દ્રવ્ય લશ્યાને ઉત્પન્ન કરે છે તેથી વેશ્યાને રંગ, સ્વાદ, ગંધ, સ્પર્શ, કોટિ, સ્વભાવ, પ્રકાર, સમયમર્યાદા, પરિણામ વગેરે હોય છે. કૃષ્ણ, નીલ, કપોત, પા, પીત અને શુકલ લેયાઓને અનુક્રમે પાણીથી ભરેલા મેઘ, નીલ આકાશ, કબૂતરના કંઠ, સિંદૂર, હળદર અને વહેતાં પાણી જેવા રંગે હોય છે, તેમના સ્વાદ અનુક્રમે લીંબોળીથી કડ, ત્રિકૂટ કરતાં પણ વધુ તૂરો, કાચી કેરી કરતાં વધુ ખાટો, પાકી કેરી કરતાં વધુ મધુર, મધ કરતાં અનેક ગણો વધુ મીઠો, અને દૂધ કરતાં અનેક ગણો ચઢિયાત હોય છે. પ્રથમ ત્રણ દુષ્ટ વેશ્યાઓની ગંધ ગાય, કૂતરા અને સર્પના મૃત દેહ કરતાં અનેકગણી વધુ દુષ્ટ અને ત્રણ શુભ લેશ્યાઓની ગંધ ચોળી નાંખેલાં સુવાસિત પુષ્પ, કે અત્તરથી અનેકગણી વધુ સુખદ હોય છે. પ્રથમ ત્રણ દુષ્ટ લેશ્યાઓનો સ્પર્શ કરવત કે ગાયની જીભ કરતાં અનેકગણો અનિષ્ટ હોય છે જ્યારે છેલ્લી ત્રણનો સ્પર્શ સુતર, માખણ કે શિરીષ પુષ્પ કરતાં પણ અનેક ગણો વધુ સુખદ હોય છે. કષાય અને પ્રવૃત્તિની તીવ્રતા પ્રમાણે વેશ્યાઓ બદલાય છે તેથી તેમની હાજરી અને રંગની કોટિ પ્રત્યેક વ્યક્તિના આત્મિક વિકાસ પર અવલંબન રાખે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ છે. પ્રારંભમાં મિથ્યાદર્શન ધરાવતી વ્યકિતની લશ્યા જો તેના કષાયો મૃદુ હોય તે પ્રારંભમાં શુકલ હોઈ શકે. જ્યારે સમ્યક દર્શનની ચોથી કક્ષા ધરાવતી વ્યક્તિ, જો તીવ્ર કષાયોથી પ્રવૃત્ત થતી હોય તો કૃષ્ણ વેશ્યા ધરાવી શકે. આઠથી તેર સુધીની આત્મિક વિકાસની અવસ્થા જેણે પ્રાપ્ત કરી હોય, તે વ્યક્તિ શુકલ લેશ્યા ધરાવતી હોય છે. ૧૪મી અવસ્થામાં આંદોલન હોતાં નથી તેથી લેગ્યા પણ હોતી નથી. કર્મફળને કારણે અપૂર્ણ મનોવૃત્તિઓ ઉત્પન્ન થાય છે તેથી એવું નક્કી કરી શકાય કે કર્મત્યાગ કરવાથી લશ્યામાં પરિવર્તન આવવું જ જોઈએ. તેથી ધર્મગ્રંથો એવું વિધાન કરે છે કે સર્વજ્ઞ, તેમ જ જેમના કષાયો શમી ગયા હોય, કે જેમના કષાયોને વિનાશ થયો હોય, તેમની આસપાસ શુકલ લેડ્યા હોય. પ્રચલિત દૃષ્ટિકોણ–વ્યવહાર નય–પ્રમાણે સર્વજ્ઞને રંગ શ્વેત છે. પણ ખરું જોતાં સર્વજ્ઞમાં ક્રિયાનો અભાવ હોય છે તેથી તેમને રંગ હોતો નથી. વિભિન્ન ગતિઓમાં જીવનાં રૂપાંતરોનાં કારણરૂપ ચૌદ માર્ગણસ્થાનોનું નિરૂપણ કરતાં, ‘પદ્ધ નામ'ના પહેલા ભાગમાં જીવનાં રૂપાંતરોની લેશ્યાના દષ્ટિબિંદુથી સમીક્ષા કરવામાં આવી છે. કષાયથી પ્રવૃત્ત થયેલા યોગને કારણે જીવો છ પ્રકારની લેગ્યા ધરાવે છે. કષાયો તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ કે મંદ મંદતર મંદતમ હોય તેના પરથી લેગ્યાની કોટિનો નિર્ણય થઈ શકે છે. વેશ્યાનો અભાવ હોય એવી સ્થિતિને અલેશ્યા કહે છે. લેગ્યા ઉપરથી જીવની નૈતિક અને આત્મિક સ્થિતિ જાણવી શક્ય બને છે. પ્રથમ ત્રણ લેશ્યાઓને પાપની નિશાની માનવામાં આવે છે અને છેલ્લી ત્રણને શુભ માનવામાં આવે છે. કષાય અને વેશ્યાના વિષયનું જૈન ચિંતકોએ અત્યંત કાળજી અને બુદ્ધિપૂર્વક અધ્યયન કર્યું છે તે આ ઉપરથી સ્પષ્ટ થાય છે. કષાય અને પ્રવૃત્તિઓ (યોગ) નું પારસ્પરિક કાર્ય કર્મદ્રવ્યને આકર્ષે છે અને તેને કારણે જીવ ભિન્ન ભિન્ન વેશ્યાઓ ધારણ કરે છે તે અંગે વિગતવાર ચર્ચા થઈ ગઈ છે. માનસિક પ્રવૃત્તિઓની ગહનતા સાથે ગંધ, સ્વાદ, સ્પર્શ અને રંગનું રૂપાંતર કેવી રીતે થાય તે સાદાં ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. જૈન ધર્મના ચિંતકોનું મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આ એક મહત્ત્વનું પ્રદાન છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે લાગણીઓની પ્રક્રિયાની તીવ્રતા કે મંદતાને કારણે રંગમાં પરિવર્તન થાય છે. શુદ્ધ સ્થિતિમાં જીવ કર્મથી મુક્ત છે. કષાય અને યોગથી પ્રવૃત્ત થયેલાં કર્મદ્રવ્યની પકડ ખરેખર આશ્ચર્યકારક અને અગમ્ય હોય છે. આ સિદ્ધાંતનું જ્ઞાન જીવનાં શુદ્ધ સ્વરૂપને સારી રીતે સમજાવશે અને અશુભ કર્મોની હાનિકારક Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અસરને પણ સ્પષ્ટ કરશે. કુંદકુંદનું વિધાન છે કે વ્યવહાર નય પ્રમાણે વેશ્યાઓ, જીવ આધ્યાત્મિકતાની કક્ષાએ પહોંચે ત્યાં સુધી જીવમાં પ્રવેશે છે. જે જીવો સંસારચક્રમાંથી મુક્ત થયા હોય છે તેઓ લેશ્યાથી મુકત હોય છે. વિવિધ પ્રકારનાં ધ્યાન ધરવામાં આ સિદ્ધાંત કેટલો મહત્ત્વનું છે તે જિનભદ્ર નોંધ્યું છે. યોગ પરના બીજા ચિંતકોની જેમ, તે પણ ચાર પ્રકારનાં ધ્યાન છે એવું કહે છે; કાર્ત, રૌદ્ર, ઘર્વે અને . આ ચારમાંથી દરેક પ્રકારનું ધ્યાન ધરતી વ્યકિતના નૈતિક અને આધ્યાત્મિક ગુણો કેવા હોય, તે તેમણે પોતાની ચર્ચામાં જણાવ્યું છે. ધ્યાન ધરવા ઇચ્છતી વ્યકિતએ મનને એક વિષય પર એકાગ્ર કરીને તેને ચિત્તને વિક્ષુબ્ધ કરે તેવા બધા વિષયમાંથી પાછું ખેંચવાનું છે. એકાગ્રતા માનસિક પ્રક્રિયા છે. તેને વિક્ષુબ્ધ કરે તેવી બધી પ્રવૃત્તિઓને દૂર કરવાની છે. ઘણા લોકોનાં મન સાંસારિક દુ:ખથી ભરેલાં હોય છે. કેટલાકનાં ઉદ્દેશો અને વૃત્તિઓ દુષ્ટ, વેરીલાં અને નુકસાનકારક હોય છે. આવા મનુષ્યોની વેશ્યા કૃષ્ણ, નીલ, કે કાપત હશે. માત્ર તેમની તીવ્રતામાં ફેર હશે. તેમની પ્રવૃત્તિઓ ભ્રમ, આસકિત, માત્સર્ય અને વિકૃતિથી ભરપૂર હશે. રૌદ્ર ધ્યાનમાં મગ્ન વ્યકિતની વેશ્યાઓ વત્તેઓછે અંશે અધિકતાદર્શક હશે. છેલ્લા બે પ્રકારનાં ધ્યાનમાં મગ્ન વ્યક્તિના વિચારો શુભ હશે અને ક્રમશઃ આધ્યાત્મિક માર્ગે આગળ વધતાં તેમનાં મન આત્મસાક્ષાત્કાર કે જીવના સાચા સ્વરૂપનાં જ્ઞાન સુધી પહોંચશે. શુકલ ધ્યાનમાં મનની સ્થિરતા, ભમનો અભાવ, વિવેક, દેહ તેમજ સાંસારિક વિષય પ્રત્યે અનાસકિત હોય છે. સ્વાભાવિક રીતે જ આ કક્ષાએ પહોંચેલી વ્યક્તિની લેણ્યા શુકલ હશે. મેખલી ગોશાલના સિદ્ધાંતને અનુસરતા આજીવક પણ કર્મસિદ્ધાંત અને લેશ્યાના સિદ્ધાંતને માન્ય રાખે છે આ સિદ્ધાંતનું અર્થઘટન ગોશાલકે વિશિષ્ટ રીતે કર્યું. તેના મત પ્રમાણે બૌધ્ધો અથવા બૌધ્ધ ભિક્ષુઓ નીલ ગ્લેશ્યા ધરાવતા હતા. કારણ કે તેમનામાંના કેટલાકને સગવડભર્યું જીવન જોઈતું હતું અને તેથી તેઓ સુખને આદેશ આપતા હતા. નિઝ્મથેની વેશ્યા રાતી માનવામાં આવતી હતી કારણ કે તેમણે સગવડોને ત્યાગ કર્યો હતે. પણ તેમને આજીવકો કરતાં ઉતરતી શ્રેણીના માનવામાં આવ્યા હતા, કારણ કે તેઓ અધોવસ્ત્ર ધારણ કરતા હતા. તેણે પોતાના સામાન્ય અનુયાયીઓને પીત વેશ્યાના, જ્યારે પોતાના દઢ અનુયાયીઓને શ્વેત વેશ્યા ધરાવતા માન્યા. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ બૌધ્ધ ધર્મ પણ કર્મનું વર્ગીકરણ રંગની પરિભાષામાં કરે છે: કૃષ્ણ, શ્વેત, શ્યામ અને વેતનું મિશ્રણ, અને શ્યામ પણ નહીં અને તે પણ નહીં. તેઓ કર્મને સૂક્ષ્મ પરમાણુનું બનેલું સૂક્ષ્મ દ્રવ્ય માનતા નથી. યોગ દર્શને પણ તે જ વર્ગીકરણ સ્વીકાર્યું છે. દાસગુપ્તનું સુચન છે કે યોગદર્શનમાં કૃષ્ણ અને શ્વેત કર્મને વિચાર ઘણુંખરું જૈનદર્શનમાંથી લેવામાં આવ્યો હશે. જીવ પોતે લેશ્યાથી રંજિત થાય છે એવું જૈનધર્મનું પ્રતિપાદન નથી. લેશ્યાને પહેલો સંબંધ કર્યદ્રવ્ય સાથે છે. જીવ પરનું તેનું પ્રતિબિબ શ્વેત સ્ફટિક પર પડતાં રંગીન પુછ્યું કે રંગીન પદાર્થ જેવું છે. ઈશ્વરવાદીઓએ પણ કષાય અને મનની પ્રવૃત્તિઓના સંબંધમાં રંગનો સિધ્ધાંત સ્થાપિત કર્યો છે. તેમના મત પ્રમાણે મત્સ્ય દેહ ત્રણ પ્રકારના હોય છે : ભૌતિક, સૂક્ષ્મ અને માનસિક. ભિન્ન ભિન્ન મનુષ્યોના સૂક્ષ્મ દેહનો વિકાસ અત્યંત જુદો હોય છે. આ દેહ જ સુખ અને દુઃખને અનુભવ કરાવે છે. કષાય, ઇચ્છા અને ભાવથી પ્રેરાઈને આ દેહ જ કાર્યમાં પ્રેરિત થાય છે. અને એ દેહની અંદર જ દર્શન, શ્રવણ, સ્વાદ, દાણ અને સ્પર્શની ઇન્દ્રિયનાં કેન્દ્રો આવેલાં છે. જો આવેગ, ઇચ્છા અને ભાવ, હલકા પ્રકારનાં, વિષયાસકત અને પાશવી હોય, તો તેનું દ્રવ્ય બરછટ, તેનાં આંદોલનો પ્રમાણમાં ધીમાં અને રંગ શ્યામ અને અનાકર્ષક બદામી, ઘેરો કાળો, ઘેરો લીલે અને તેમનાં મિશ્રણરૂપ હોય છે, અને વખતોવખત તેમાં લોહી જેવા રાતા રંગના ઝબકારાનો પ્રકાશ હોય છે. સૂક્ષ્મ શરીરના રંગોનાં વર્ણનચિત્રો કલાકારોએ દોર્યા હોવાનું કહેવાય છે અને તે અતીન્દ્રિય જ્ઞાનના અન્વેષકોનાં વર્ણન પ્રમાણે દર્યા હોય છે. તે રંગોને આ પ્રમાણે સમજવામાં આવ્યા છે: રતાશ પડતો બદામી રંગ વિષય પ્રત્યેની આસક્તિ અને લોભ સૂચવે છે. લીલાશ પડતા રાખેડી રંગ માયા અને કપટ સૂચવે છે. બદામી રંગ સ્વાર્થ સૂચવે છે. મસ્તકની ડાબી બાજુ પર રાતો રંગ ક્રોધ સૂચવે છે. મસ્તકની આજુબાજુ પીળો રંગ બુધ્ધિ સૂચવે છે. મસ્તક ઉપર ભૂરાશ પડત રાખોડી રંગ આદિમ ધાર્મિક લાગણી સૂચવે છે. ઘેરા ગુલાબી રંગની છાંટ પ્રેમને પ્રારંભ સૂચવે છે. વિકાસ થતો જાય તેમ તેમ દ્રવ્ય વધારે સૂક્ષ્મ, રંગ વધારે સ્વચ્છ, સ્પષ્ટ અને વધુ તેજસ્વી થતા જાય છે. વધુ વિકસિત સૂક્ષ્મ શરીરમાં લીલો રંગ સહાનુભૂતિ અને સમાવેશની વૃત્તિ સૂચવે છે. ગુલાબી રંગ પ્રેમ, ભૂરો રંગ ધાર્મિક લાગણી, પીળો રંગ બુધ્ધિ અને મસ્તકની ઉપર જાંબલી રંગ આધ્યાત્મિકતા સૂચવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ લેશ્યાના સિધ્ધાંતનું મનોવિજ્ઞાન, અને ખાસ કરીને પરામનોવિજ્ઞાનની પરિભાષામાં અર્થઘટન કરી શકાય. ભાવલેશ્યાનું મનોવૈજ્ઞાનિક મહત્વ છે. જીવની આજુબાજુ યોગ અને માનસિક પ્રવૃત્તિઓને કારણે ઉત્પન્ન થતી આભા તે ભાવલેશ્યા. તે મનની પ્રક્રિયા પર આધાર રાખે છે. પહેલા છ રંગે માનસિક સ્થિતિઓ અને પ્રસંગોમાંથી ઉદ્ભવતા કર્મપ્રવાહના પરિણામરૂપ છે. પ્રત્યેક વિક્ષુબ્ધ મન:સ્થિતિ ભૌતિક તેમજ માનસિક અસર લાવે છે. યોગ્ય પૃથક્કરણ અને અન્વેષણ દ્વારા એવું બતાવવું શક્ય છે કે પ્રત્યેક માનસિક પ્રપંચ અસ્તિત્વ ધરાવે છે અને તેનું અન્વેષણ પણ કરી શકાય છે. એક અછડતો નિર્દેશ કરી લઉં. કેટલાક વિદ્વાને એ અભિપ્રાય ધરાવે છે કે મહાવીરે વેશ્યાનો સિધ્ધાંત ગોશાલક પાસેથી લીધો. આ મતમાં બહુ વજુદ નથી. કર્મનો સિધ્ધાંત જૈન ધર્મનો એક સુસંગત ભાગ છે. જૈનોએ તેને વૈજ્ઞાનિક આધારે વિકસાવ્યો છે અને તે જ વેશ્યાસિદ્ધાંતના મૂળમાં છે. સાધુવ્રતમાં માનનારા કેટલાક સાધારણ વિચારોનો એ વારસે જૈન ધર્મમાં ઉતરી આવ્યો છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ (કર્મસિદ્ધાંત ચાલુ) સાત ત અમેરિકન કવિ વૅલ્ટ વ્હીટમેન, પિતાનાં “Starting from Paumanok' નામનાં કાવ્યમાં લખે છે : “કોઈ મને આત્માને જોવાનું કહેતું હતું? તમારો પિતાને આકાર અને ચહેરો જુઓ. બીજા લોકોને, પદાર્થોને, પશુઓને જુએ. વૃક્ષને, વહેતી નદીને, ખડકોને અને રેતીને જુઓ.” જેને કારણે જીવો વિવિધ ગતિમાં જન્મ લે છે, તે કર્મના સિદ્ધાંતમાં તેઓ માનતા લાગે છે. બીજા ઘણા ધમની જેમ, કર્મનો સિદ્ધાંત જૈન ધર્મના પાયાના સિદ્ધાંત છે. પણ આપણા મૂળ સ્ત્રોતો અને તેમનું જ્ઞાન બધાને સમાવેશ કરવામાં આવે તો કહી શકાય કે જૈન ધર્મે કર્મના ભૌતિક સ્વરૂપનો વિચાર જેટલો ભારપૂર્વક કર્યો છે, એટલો બીજો કોઈએ કર્યો નથી. આ સિદ્ધાંતનો વિકાસ, સૂક્ષ્મતાભરી વિગત સાથે, કાળજીપૂર્વકનાં વર્ગીકરણ સાથે અને યથાર્થ વિધાન સાથે કરવામાં આવ્યો છે. આ વિચાર અત્યંત વાસ્તવદર્શી છે અને અત્યંત વ્યવસ્થિત તેમજ આધુનિક વિચારસરણીને અનુરૂપ છે. જોકતસારમાં સંક્ષિપ્ત, અને ઘવા, અને નાઘવઝા પરની વિસ્તૃત ટીકાઓમાં આ વિગતે જોઈ શકાય છે. જૈન તત્ત્વવિદ્યા પ્રમાણે વિશ્વ શાશ્વત, અસુષ્ટ અને સ્વતંત્ર એવા બે વર્ગો – જીવ અને અજીવમાં વહેંચાયું છે તે આપણે જોઈ ગયા છીએ. જીવ અને અજીવને સાંકળતી કડી તે કર્મ. જીવનાં લક્ષણો અને તેને સૂક્ષ્મ દ્રવ્ય વળગેલું રહે છે તે આપણે જોઈ ગયા. કર્મનાં સ્વરૂપ અને પ્રકારે આગલાં પ્રકરણને વિષય હતો. સાત તો ઉમાસ્વામીએ સમ્યક દર્શનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : “તત્ત્વોનાં સાચાં સ્વરૂપમાં દઢ માન્યતા”. આંતરિક વલણ અને જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા સમ્યક દર્શનને ઉદય થાય છે. (૧) નીવ (૨) નીવ (૩) સાસ્ત્રવ (૪) વંઘ (૫) સંવર (૬) નિર્નર અને (૭) મોક્ષ આ સાત તો છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ આસલ અથવા ક પ્રવાહ જીવ અને અજીવ એ બે સિદ્ધાંતાના સાચાં લક્ષણાનું નિરૂપણ આગલાં પ્રકરણામાં થઈ ગયું. હવે આપણે આાવ નામનાં ત્રીજાં તત્ત્વની ચર્ચા કરીશું. આમ્રવ એટવે એવી પ્રક્રિયા જેના દ્વારા કર્મદ્રવ્ય જીવમાં પ્રવેશ કરે છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ જૈન ધર્મમાં આસવ એટલે જીવમાં દ્રવ્યના પ્રવાહ. જો કે બૌદ્ધો આવા જ શબ્દ ‘ આસવ ’ પાલિમાં પ્રયોજે છે અને એને કલેશ ( પાપ, આવેગ, ભ્રષ્ટતા )ના પર્યાય માને છે. દેહ, મન અને વાણીની પ્રવૃત્તિઓમાંથી આાવ ઉત્પન્ન થાય છે. જૈનાના પ્રયોગ વ્યુત્પત્તિ અનુસાર થતા અર્થની વધુ નજીક છે અને વધુ મૌલિક પણ છે. ૧૦૫ આાવ બે પ્રકારના છે. માવાસ્રવ અને દ્રવ્યાન્નવ. ભાવાાવ વિચારોની પ્રવૃત્તિ સાથે સંકળાએલા છે. દ્રવ્યાાવ કર્મદ્રવ્યના પેાતાના પ્રવાહ સાથે સંકળાએલા છે. ભાવાાવનું કારણ અશુદ્ધ આસક્તિ જેવી પાંચ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે. આની સરખામણી, વહાણ નદીમાં ચાલતું હોય તે વખતે છિદ્ર વાટે તેમાં પાણી પેસે તેની સાથે કરી શકાય. દ્રવ્યામ્રવ એટલે અશુદ્ધ વિચારપ્રવૃત્તિ દ્વારા ગ્રહણ કરેલું દ્રવ્ય, જે જીવને વળગેલું રહે છે. ભાવાાવનું પાંચ પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે: મિથ્યાત્વ, વિરતિ (સંયમના અભાવ ), પ્રમા ( બેદરકારી ), યોગ ( પ્રવૃત્તિઓ ) અને હ્રષાય. આ દરેક ભાવાાવના પેટાવિભાગેા છે: મિથ્યાત્વના પાંચ પ્રકાર છે : ઝાન્ત, વિપરીત, વિનય, સંશય અને ગજ્ઞાન. ાંતમિથ્યાત્વ એટલે એવા પ્રકારનું ખાટું દર્શન, જેને બીજા કોઈ સાથેની ચકાસણી વિના, કે યથાર્થતાની ખાતરી કે પરીક્ષા કર્યા વિના સાચું માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓને આપણે સાચી માનીને સ્વીકારી લઈએ છીએ કારણ કે કુટુંબમાં કે સમાજમાં તે પ્રચલિત હોય છે. બીજા પ્રકારનું મિથ્યાત્વ એટલે કે વિકૃત અથવા સરખાપણુ ધરાવતી બીજી માન્યતાઓની સાથેાસાથ સાચી માનીને સ્વીકારી લીધેલી માન્યતા. માન્યતા ખોટી છે એવું જાણ્યા પછી પણ તેને પકડી રાખવી તે વિનયમિથ્યાત્વ. માન્યતાના સત્ય વિષે મન જ્યારે શંકાશીલ બને અથવા કોઈ પણ વ્યક્તિ સિદ્ધાંતની યથાર્થતામાં સંશય ગુમાવે, ત્યારે સંશય મિથ્યાત્વ કહેવાય. છેલ્લા પ્રકારનું ભાવારાવ કર્મ શ્રાદ્ધાના અભાવ વિશેના અજ્ઞાનમાં છે. આ નિર્બળતાથી પીડાતી વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકતી નથી અથવા કોઈ પ્રકારના નિશ્ચિત નિર્ણયા લઈ શકતી નથી, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અવિરતિના પણ પાંચ પ્રકારો છે : ના, અનૈત (અસત્ય), વીર્થ (ચેરી) વ્રજ (અસંયમ) અને પરિક્ષા (બિનજરૂરી વસ્તુ પાસે રાખવાની ઇચ્છા). આ પાંચ અવિરતિને અવ્રત ગણવામાં આવે છે. પ્રમાદના પણ પાંચ પ્રકારો છે : વિથ એટલે કે વ્યક્તિ, રાજ્ય, સંસ્થા રાજા, સ્ત્રી વગેરે વિશે નિંદનીય વાતો કરવી. કષાય ચાર પ્રકારના હોય છે : સ્રોધ, માન, માયા અને સ્ત્રોમ. પાંચ ઇન્દ્રિયો, વિવિધ પ્રકારનાં બેદરકારીભર્યા કાર્યો, નિદ્રા જ્યાં અસ્વાભાવિક હોય, ત્યાં બેદરકારીભરી ભૂલનું કારણ થઈ શકે. રાગ એ પાંચમા પ્રકારનો પ્રમાદ છે. જુદા જુદા સાંસારિક પદાર્થો તરફની આસક્તિ રાગમાં પરિણમે છે. યોગ એટલે દેહ, મન અને વાણીની પ્રવૃત્તિ. તે સત્ય, અસત્ય અને મિશ્ર હોઈ શકે. કષાયોમાં ક્રોધ, માન, માયા અને લોભને સમાવેશ થાય છે. તેઓ મૃદુ, ગહન કે વધારે હોય તે પ્રમાણે તેમના પણ ભાગ પડે છે. આગલા પ્રકરણમાં નેકષાયને નિર્દેશ થઈ ગયો છે. કુન્દકુન્દ્રાચાર્યે સમયસાર ના પાંચમા પ્રકરણમાં કર્મના આમ્રવનાં આવાં જ કારણોને નિર્દેશ કર્યો છે. મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ, જીવના ગુણોને દૂષિત કરતા કર્મદ્રવ્યના પ્રવાહના કારણરૂપ છે. સમ્યક્ જ્ઞાન કે સમ્યક્ દર્શન ન ધરાવતા મનુષ્યમાં આવા કપાયો અને માનસિક સ્થિતિ પ્રવર્તે છે. મન કે વચનની અશુદ્ધ કે મિથ્યા પ્રવૃત્તિને કારણે આસવને આરંભ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રયથી અંકુશમાં લેવામાં ન આવે તે કષાયો પ્રેરક પરિબળ હોય છે. આસ્રવ જીવને શી રીતે બાંધે છે? આની પ્રક્રિયા સમજાવવા માટે એક માણસનું ઉદાહરણ આપવામાં આવે છે. આ માણસનું શરીર તેલથી પૂરું લીંપાઈ ગયું હોય છે અને તે પવનવાળી જગ્યામાં ઊભો હોય છે. આવા માણસને ધૂળના ૨જકણો ચોંટે તે બહુ સ્વાભાવિક છે. તેવી જ રીતે વિવિધ પ્રકારની મનની પ્રવૃત્તિઓને કારણે જીવ જ્યારે નિર્બળ બની ગયો હોય છે, ત્યારે તે કર્મદ્રવ્યના પરમાણુઓને પ્રવેશ કરવા અવકાશ આપે છે. ભાવાચવ અથવા મનની પ્રવૃત્તિઓ, Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ દ્રવ્યાસૂવ અથવા દ્રવ્યપ્રવાહના સીધાં કારણરૂપ હોય છે અને આ પ્રક્રિયા અફર હોય છે. જે શૈતન્યમય મન:સ્થિતિ કર્મને જીવ સાથે બાંધે છે તેને મરવવંધ કહે છે જ્યારે કર્મપ્રદેશ અને જીવ એકબીજાને ભેદે તેને દ્રવ્યવંધ કહે છે. ઉપર દર્શાવેલાં રાગદૂષ જેવાં કારણોથી જીવ ઉત્તેજિત થયો હોય. તે વખતે એક ચૈતન્યમય મન:સ્થિતિ કર્મને જીવ સાથે બાંધે છે. બંધના બે પ્રકાર છે: માવવંદ અને વંઘ. ભાવબંધ એટલે ઉશ્કેરાટ, કષાય, મિથ્યા દર્શન વગેરેને કારણે ઉત્પન્ન થતી મનની પ્રવૃત્તિઓ સાથે જીવનું મળવું. વર્ધમાનપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે રાગદ્રષ જેવા તન્યનાં રૂપાંતરો, જેને કારણે કર્મ જીવ સાથે બંધાયું છે. તેને ભાવબંધ કહે છે. કર્મદ્રવ્યના અરસપરસ ભેદાએલા અણુઓ અને જીવના સંયોગથી ઉત્પન્ન થતો બંધ તે દ્રવ્યબંધ. બંધ એટલે ઘણા પ્રદેશોમાં રહેલાં દ્રવ્યનું જીવ દ્વારા થનું આત્મીકરણ. જીવની પ્રવૃત્તિમાં જુદાં જુદાં આંદોલન થતાં હોવાથી કર્મના અણુઓ પ્રવેશ કરે છે અને જીવના પ્રદેશ સાથે રહે છે. તેઓ પ્રતિપળે પ્રત્યેક જીવ પાસે અગણિત સંખ્યામાં આવે છે. ઉમાસ્વામી પહેલાં કહે છે કે મિથ્યાવાદ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, બંધનનાં કારણે છે. કષાયમાં પ્રવૃત્ત થએલો જીવ, કર્મમાં પરિવર્તિત થવા યોગ્ય દ્રવ્યનાં આણુઓને આકર્ષે છે, ત્યારે બંધને ઉદ્ભવ થાય છે. આ શ્લોક ઉપર ટીકા કરતાં પૂજ્યપાદ કહે છે: “જેવી રીતે જઠરાગ્નિ પિતાને અનુકૂળ આહારને સમાવી લે છે તેવી રીતે જીવ, કષાયોના મૃદુ ઉગ્ર કે સામાન્ય સ્વભાવને અનુરૂપ કર્મના સમય અને ફળને આકર્ષે છે.”. મિથ્યાવાદ વગેરેની શકિતને કારણે જીવ પ્રત્યેક સ્થિતિમાં સતત પ્રવૃત્તિશીલ રહેતા જીવે રોકેલા આકાશ પ્રદેશોને આવરી લેતા સૂક્ષ્મ દ્રવ્યના અસંખ્ય આકાશપ્રદેશોને આકર્ષે છે. દ્રવ્યને તે કર્મદ્રવ્યમાં રૂપાંતરિત કરે છે અને જીવના આકાશપ્રદેશોને ભેદીને તેની સાથે સંયોજાય છે. આ બંધ છે. જવ, પુષ્પ, ફળ વગેરેના રસને એક પાત્રમાં મિશ્ર કરવાથી માદક આસવ તૈયાર થાય છે તેવી રીતે જીવ જેટલા જ વ્યાપક દ્રવ્યનું, કમંદ્રવ્યમાં, યોગ અને કષાયોને કારણે રૂપાંતર થાય છે. પ્રકૃતિ (સ્વભાવ), fથતિ (સમયમર્યાદા), અનુમાન (ગહનતા) અને (આકાશપ્રદેશોનું દળ) અનુસાર કર્મના બંધ ચાર પ્રકારના હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે આઠ પ્રકારનાં કર્મોને નિર્દેશ થઈ ગયો છે. આ કર્મો જીવના ચાર ગુણોને અસ્પષ્ટ કરી દે છે તે પણ કહેવાયું છે. આ કર્મો જ વિદને વગેરે ઉત્પન્ન કરી, જીવનની ચાર પ્રકારની સ્થિતિ સર્જે છે, તેથી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્વાભાવિક રીતે જ આઠે ય કર્મોનાં સ્વરૂપમાં ભેદ હોય છે. પરિણામે બંધના પણ વિવિધ પ્રકારો હોઈ શકે. બંધને બીજો પ્રકાર છે સ્થિતિ અથવા પ્રત્યેક કર્મની સમયમર્યાદા. બંધની સમયમર્યાદા કર્મની સમયમર્યાદા જેટલી જ વિસ્તૃત હોવી જોઈએ. બંધની સમયમર્યાદા, તેને દૂર કરવા માટે લાગતા સમય પર આધાર રાખે છે. બંધની સમયમર્યાદા અને તેની ગહનતા કષાયોની ગહનતા પર આધાર રાખે છે. કષાયો જેમ વધુ પ્રબળ, તેમ બંધની સમયમર્યાદા અને ફળ પણ વધારે. અશુભ કર્મોમાં આ પ્રમાણે હોય છે; શુભ કર્મોમાં ફળની ગહનતા ઓછી હોય છે. અશુભ કર્મોની ગહનતા વધુ તેમ તેની વેદના પણ વધુ, ભલે પછી તે અકથ્ય મુદત સુધી સહન કરવાની હોય. આ સમયમર્યાદાને “સાગરોપમ વર્ષની પરિભાષામાં માપવામાં આવે છે. ઓછામાં ઓછી સમયમર્યાદા મુહૂર્તના (૪૮ મિનિટના) એકમની હોઈ શકે. ગહનતાની કક્ષાના ચાર વર્ગો પડે છે. શુભકર્મનાં ફળોની ગહનતા વધુ હોય, તો તેને ઉપભોગ પણ વધારે સમય માટે હોય. બંધના સ્વરૂપનો વિચાર કરતાં અનુભાગને નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. અશુભ કર્મોમાં પરિણામ રૂપ વેદના અને શુભ કર્મોના પરિણામરૂપ ઉપભેગ મૃદુ, વધુ કે ગહન હોઈ શકે, અને તેનો આધાર કર્મને ઉત્પન કરતા કષાયો અને યોગ ઉપર રહે છે. કર્મપ્રવૃત્તિનાં ઊંડાણની કક્ષા પ્રમાણે બંધમાં વૈવિધ્ય આવે છે. અનુભાગ માટેની ધારણા એવી છે કે અનંત સંખ્યામાં તેના અવિભાજ્ય ભાગો પાડી શકાય. આ પ્રત્યેક ભાગનું વધુ વિભાજન શક્ય હેતું નથી. આવો પ્રત્યેક અવિભાજ્ય ભાગ મારિ છેઃ' કહેવાય છે. સમગ્ર કર્મદ્રવ્યનો, ઓછામાં ઓછી ગહનતા ધરાવતો એક અણુ પણ આવા અગણિત પરિચ્છેદોની અગણિત સંખ્યા ધરાવે છે. બંધને એ પ્રકાર તે પ્રદેશ અથવા કર્મોથી ભેદાતા આકાશના અણુઓ. જીવ અને કર્મના સંયોગથી બંધ ઉત્પન્ન થાય છે તેથી આપણે પ્રદેશની વાત કરીએ છીએ. જ્યારે જીવમાં કર્મને અવિરત પ્રવાહ વહેતો હોય છે ત્યારે જીવ દ્રવ્યને આકર્ષે છે અને દ્રવ્ય જીવની જગ્યાને રોકી લે છે. બંધની હદ જીવમાં રકાએલી જગ્યા જેટલી હોવાથી બંધને પ્રદેશબંધ કરવામાં આવે છે. સૃષ્ટિનો અવકાશ કર્યદ્રવ્યથી ભરેલો છે અને જીવ, કષાયની પ્રવૃત્તિથી ખેંચાય એટલી સંખ્યાના અણુઓને જ આકર્ષે છે. આકર્ષાયેલાં દ્રવ્યના પરિણામના આઠ મુખ્ય ભાગ હોઈ શકે કારણ કે કર્મના આઠ પ્રકારો છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સંવર સંવર એટલે નવાં કર્મોના આરુવામાંથી વિરામ. કર્મથી મુકત થવાની જીવની પ્રકિયામાં એ પહેલું મહત્ત્વનું પગથિયું છે. સંવર, આસવથી તદ્દન વિરૂદ્ધ છે. જીવમાં કર્મનો પ્રવેશ થતા રોકે છે તેથી તેને સંવર કહેવામાં આવે છે. ઉમાસ્વામીએ તેની સ્પષ્ટ વ્યાખ્યા આપી છે : “આસવનો અવરોધ અથવા વિરામ તે સંવર.” આત્માની મુકિતને તે અગ્રદૂત છે અને નવાં કર્મોના પ્રવેશને તે રોકે છે. ભાવાસવ અને દ્રવ્યાવ જેવી રીતે આસવના બે પ્રકાર છે, તેવી રીતે સંવરના પણ બે પ્રકાર છે. માવસંવર અને વ્યવર. રાગદ્વેષથી મનુષ્ય મુક્ત થાય ત્યારે કર્મને પ્રવાહ અથવા આસ્રવ અટકી જાય છે. દેહ, મન અને વચનની પ્રવૃત્તિ તેમજ કષાય, કર્મોના આસવના કારણરૂપ હોવાથી સંવરની પ્રાપ્તિ માત્ર આસવને અટકાવવાથી થાય છે. ભાવસંવરના ઘણા પ્રકારો છે : વ્રત, સમિતિ (કાળજી), (સંયમ), ઘર્ષ, અનુષા (ચિતન), વરસની (મુશ્કેલીઓ પર વિજ્ય) અને વારિત્ર, આગળ આપેલી ઉપમા ચાલુ રાખીએ, તો વહાણના છિદ્ર વાટે પ્રવેશેલું પાણી અટકાવવું હોય, તો છિદ્ર પૂરવું જોઈએ. બારીમાંથી પવન આવતો હોય તે બારી બંધ કરવી જોઈએ. આ સામાન્ય બુદ્ધિ પ્રમાણે સૂઝતો ઉપાય છે. આ જ સિદ્ધાંત નવાં કર્મોના આચવના વિરામમાં લાગુ પડે છે. આમ્રવને રોકવો હોય, તે તેને ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓ રોકવી જોઈએ. કષાયો જો કારણરૂપ હય, તો તેમને પણ શમાવવા જોઈએ. ઘણાંખરાં કર્મોનું કારણ મિથ્યાદર્શન હોય છે. જ્યારે કોઈ પણ વ્યકિત મેહમાં કે કષાયોમાં સપડાયેલી હોય, ત્યારે જીવ માટે શું ઈષ્ટ છે તે તે જાણતી નથી. આવી વ્યકિત સાંસારિક આસકિતમાં રચીપચી રહે છે અને જાતજાતની આપત્તિઓથી ચિંતિત રહે છે. મન, વચન અને દેહને શુદ્ધ કરવાથી આ જાતના બંધનના પાશને રોકી શકાય છે કારણ કે મન, વચન અને દેહ જ કર્મના આસવને ઉદ્ભવ કરતી વિવિધ પ્રવૃત્તિઓને જન્મ આપે છે. તેવી રીતે સમ્યક દર્શન અને સંયમ દ્વારા કષાયોને શમાવી શકાય છે. આમ, કર્મના આસવોને ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓને નિરાસ કરીને, કષાય ઉપર વિજ્ય મેળવીને, સંવરનાં સાધને પ્રાપ્ત કરવાનાં હોય છે. વ્ર Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પાંચ છે : હંસા, સત્ય, અસ્તેય, બ્રર્ય અને સાજિ. બૌદ્ધધર્મના નીતિશાસ્ત્ર પ્રમાણે આચારના આ નિયમને “પંચશીલ' કહેવામાં આવે છે. આ વ્રતનું પાલન પાંચ ઇન્દ્રિયોની ઘણી અશુભ પ્રવૃત્તિઓને અટકાવશે અને કષાયોના ઉદયને રોકશે. સમિતિ પાંચ પ્રકારની છે. તેઓ આચાર અને વર્તનમાં કાળજી અને સંયમ રાખવાનો આદેશ આપે છે. રૂ સમિતિ એટલે ચાલતી વખતે કાળજી રાખજ્વ. મનુષ્યો અને પશુઓ જે રસ્તે ચાલતાં હોય, તે જ રસ્તે જવું જોઈએ. આ રસ્તાને ઉપયોગ એવી રીતે થવો જોઈએ કે કીડી કે બીજાં જંતુઓને કોઈ પણ જાતનું નુકસાન કે હાનિ ન પહોંચે. માવા સમિતિ એટલે બોલવામાં કાળજી રાખવી. વાણી નમ્ર, મિત અને કલ્યાણકારક હોવી જોઈએ. કઠોરતા, ઉદ્ધતાઇ, કરડાકી અને કડવાશ વગેરેને આપણે જ્યારે બીજા સાથે વાત કરતાં હોઈએ ત્યારે દૂર રાખવાં જોઈએ. gષણ સમિતિ એટલે ભિક્ષા લેવામાં કાળજી રાખવી, જેથી ચારિત્રના નિયમોનું ખંડન ન થાય. મારા નિક્ષેપ–ધર્મના આચરણ માટેની ચીજો લેવામાં અને રાખવામાં કાળજી રાખવી. જે સ્થાન પર આ વસ્તુઓ રાખવાની હોય તે સ્થાનની પરીક્ષા કરવી જોઈએ. છેલ્લી સ તિ છે. મળમૂત્રનો ત્યાગ કરવાની કે બીજા ઉત્સર્ગો માટેની ભૂમિ પસંદ કરવામાં કાળજી રાખવાની હોય છે. આ સ્થાન એવું હોવું જોઈએ જેમાં ઘણા લોકોની અવરજવર ન હોય, તેમ જ તે જીવજંતુ રહિત હોવું જોઈએ. ગુણિ એટલે દેહ, મન અને વાણીના વ્યાપારમાં અંકુશ. ચાલતાં કે શરીરની કોઈ પણ હિલચાલ કરતાં ખૂબ કાળજી રાખવાની હોય છે. તેને કાયગુપ્તિ કહેવામાં આવે છે. વાગુપ્તિ એટલે જીભ પર અંકુશ રાખવે છે. બીજાની લાગણી દુભાય એવા શબ્દો ન બોલાય તે માટે વાણી પર અંકુશ રાખવો જોઈએ. ત્રીજી મનગુપ્તિ છે, જેમાં મન પર સંયમ રાખવાનો છે. અનિષ્ટ કે હાનિકારક વિષયમાં મનને ભટકવા દેવું જોઈએ નહીં. ધર્મમાં આચારના દશ ગુણો અથવા નિયમોનું પાલન કરવાનું હોય છે. ધર્મ' શબ્દના સામાન્ય અર્થથી જુદા તારવવા માટે “ઉત્તમ’ એવું વિશેષણ પ્રત્યેક ગુણને આપવું અનિવાર્ય છે. એટલે કે આ ગુણોનાં વધારે ઉત્કૃષ્ટ સ્વરૂપે અહીં અભિપ્રેત છે. તે આ પ્રમાણે છે : ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્તવ, ઉત્તમ ગાર્નવ, ઉત્તમ સત્ય, ઉત્તમ વ, ઉત્તમ સંયમ, ઉત્તમ તા, ઉત્તમ ત્યા, ઉત્તમ આવવા અને ઉત્તમ વ્રાર્થ. આ દશ આચારના નિયમો મનને શુદ્ધ કરે છે, Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સંયમને કેળવે છે, અને આધ્યાત્મિક દૃષ્ટિનો વિકાસ કરે છે. આ દરેક પ્રકારને ધર્મ ઇચ્છનીય છે, અને વિચાર તેમજ આચારમાં તેનું સૌથી વધારે પાલન કરવાનું છે. અહીં એ કહેવું જરૂરી છે કે શ્રેષ્ઠ તપ બે પ્રકારનું છે. સામ્યતર અને વાર્દિ. બાહ્ય તપમાં ઉપવાસ, આહારનું નિયમન, એકાંત આસન અથવા શયન અને બીજી શારીરિક તપશ્ચર્યા આવે છે. આત્યંતર તપમાં પશ્ચાત્તાપ, પૂજા, ધર્મગ્રંથોનું અધ્યયન, સાંસારિક વિષયોના વિચારનો ત્યાગ અને ધ્યાન આવી જાય છે. આ દશ ગુણો અત્યંત મહત્ત્વના હોવાથી પાછળથી તેમને વિશે વિસ્તારપૂર્વક કહેવામાં આવશે. અનુપ્રેક્ષાના બાર પ્રકારો છે: (૧) અનિત્યાનુપ્રેક્ષ- જગતની પ્રત્યેક વસ્તુ ક્ષણભંગુર છે એવો વિચાર કરવો. (૨) સારાનુપ્રેક્ષ- જીવના સાચા જ્ઞાન સિવાય જગતની કોઈ વસ્તુ આશ્રય કે શાંતિ આપી શકે નહીં એવું ચિંતન (૩) સંસારાકુરક્ષા એટલે સંસારચક્ર અનંત છે એવું ચિંતન (૪) gવવાનુ એટલે જગતમાં મનુષ્ય એકલે છે અને તે જ પોતાના ભાગ્યને ઘડનારો છે એ વિચાર (૫) સ્વાનુBક્ષા એટલે જીવ, અજીવ એટલે કે દેહ કરતાં ભિન્ન છે. એવો વિચાર (૬) અશુત્તિવાનુ ક્ષા એટલે શુદ્ધ જીવ સિવાય જગતના સઘળા પદાર્થો અશુદ્ધ છે એવો વિચાર (૭) શાસ્ત્રાનુસT એટલે કર્મના આસવનો વિચાર (૮) સંવરાજુલા એટલે કર્મપ્રવાહને રોકવાનો વિચાર (૯) નિર્બરાના એટલે ઉપસ્થિત થએલાં કર્મમાંથી મુક્તિ મેળવવાના ઉપાયોનો વિચાર (૧૦) ઢોસાનુક્ષા એટલે વિશ્વ અને તેમાં રહેલા પદાર્થોના સાચા સ્વરૂપને વિચાર (૧૧) વોfબહુમાનુજ્ઞા એટલે જગતમાં મોક્ષમાર્ગનું જ્ઞાન મેળવવું અત્યંત મુશ્કેલ છે એવો વિચાર. (૧૨) ધનુષ્યક્ષા એટલે સાચા ધર્મ અને તેના મહત્ત્વના સિદ્ધાંતોનો વિચાર. frઢગય એટલે બાવીસ પ્રકારની મુશ્કેલીઓ પર વિજય મેળવવો. તેમને આ પ્રમાણે ગણાવી શકાય. (૧) સુધારાના એટલે ભૂખનાં દુ:ખ ઉપર વિજય (૨) ઉપસાધ્વરિતા એટલે તરસના દુ:ખ ઉપર વિજય. (૩) શીતરિસરંગા-ઠંડીની અસરથી થતાં દુ:ખ પર વિજય (૪) ૩curifસંહના એટલે ગરમીને લીધે થતાં દુઃખો પર વિજય (૫) વંશમારિસના એટલે મછર, માંકડ વગેરે કરડવાથી થતાં દુઃખ (ધ્યાનમાં ભંગ પડવો વગેરે) પર વિજય. (૬) નાનપરિસઢનય એટલે નગ્નતાને કારણે ઉત્પન્ન થતી શરમની લાગણી ઉપર વિર્ય (૭) તિરસરંગા એટલે અરુચિ કે અસંતોષની લાગણી પર Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વિજય (૮) ત્રારિસના એટલે સ્ત્રી કે તેના હાવભાવ વગેરેનાં દર્શનથી ઉપજતી ચિત્તની વિબ્ધિ ઉપર વિજય (૯) રરિસના પગે ચાલવાથી ઉપજતાં થાક, દુ:ખ વગેરે પર વિજય (૧૦) નિષgrifરસના એટલે ધ્યાન માટે નિશ્ચિત સ્થળ પરથી ખસવાની ઇચ્છા પર કે તેને કારણે થતી અગવડથી ઉપજતાં દુ:ખ ઉપર વિજય (૧૧) રાચ્ચારસના એટલે ખુલ્લી જમીન પર સુવાથી થતી કષ્ટની લાગણી પર વિજય (૧૨) મોરારિસના એટલે બીજાનાં વર્તનથી ઉપજતી ક્રોધ વગેરેની લાગણી પર જય (૧૩) વાઘારિસના એટલે બીજાથી થતી અવગણનાને પરિણામે ઉપજતી મુશ્કેલી પર જય (૧૪) થાક્યા રસના કોઈપણ વસ્તુની અનિવાર્ય જરૂર હોય ત્યારે બીજા પાસે માંગવાની ઇચ્છા પર જય (૧૫) સામરિસના એટલે કે ભિક્ષા માંગતાં તે ન મળે તો થતા અસંતોષ પર જય (૧૬) રજપરિસર્ણય – રોગથી થતાં કષ્ટ ઉપર વિજય (૧૭) તુરિસન્નય એટલે કાંટા કે ઘાસ ખુંચવાથી થતાં કષ્ટ ઉપર જય (૧૮) રિફંગર એટલે પિતાના દેહની અસ્વચ્છતા જોઈને થતા તિરસ્કાર કે અસંતોષના ભાવ પર વિજય (૧૯) સવારપરિસટ્ટા એટલે પ્રશંસા કે સન્માન મેળવવાની લાગણી પર વિજય (૨૦) પ્રજ્ઞાારિસન – જ્ઞાનથી થતા અભિમાન પર જ્ય (૨૧) અજ્ઞાનપરિસઢગથ એટલે પોતાના જ અજ્ઞાનથી અનુભવાતી નિરાશા અને શરમની લાગણી પર વિજય (૨૨) અવનપરિસ એટલે તપશ્ચર્યા કરીને શુદ્ધ જીવન ગાળ્યા પછી પોતાનો આદર્શ સિદ્ધ ન થાય તેનાથી થતી નિષ્ફળતાની લાગણી પર જય. આમ બાવીસ પ્રકારની મુશ્કેલીઓ પર વિજય મેળવવામાં આવે તે સમત્વ મળે અને દૈનિક જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવતાં શોક અને દુ:ખની અસરમાંથી મુક્ત રહી શકાય. ભાવસંવરને સાતમો ઉપાય છે સમ્યફ ચારિત્ર. ચારિત્રના પાંચ પ્રકાર છે : (૧) સામાયિક પાંચ વ્રતનાં પાલન અને જીવમાં લીન થવાથી પ્રાપ્ત થતું સમત્વ (૨) છેવોuથાન બેદરકારી કે અસાવધાનીથી થએલા દોષ માટે પશ્ચાત્તાપ કરી ચારિત્રનું સમત્વ પ્રાપ્ત કરવું (૩) વરાવિશુદ્ધિ પ્રાણીઓની અહિંસામાંથી પ્રાપ્ત થતી વિશુદ્ધિ (૪) સૂમસંય લોભ સિવાયના બધા કષાયોથી રહિત ચારિત્ર (૫) કથાસ્થત બધા કષાયનું શમન થવાથી કપાયરહિત આચરણ. જે પ્રાણીઓ વિકાસના ૧૧ થી ૧૪મા ક્રમ સુધી પહોંચ્યા હોય તેઓ આ પ્રકારનું ચારિત્ર પ્રાપ્ત કરે છે. ઉપર જે કાંઈ કહેવાયું તે પરથી સ્પષ્ટ થયું હશે કે જુદી જુદી રીતે આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત થાય ત્યારે જ સંવરની પ્રાપ્તિ થાય છે. યોગ અને Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કષાયથી પુનર્જન્મ પ્રાપ્ત થાય છે, અને એ બંનેને અંત આવવાથી ભાવસંવર પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિઓ પરનો અંકુશ અને કષાયો પર વિજય મેળવવાથી કર્મદ્રવ્યને પ્રવાહ અટકે છે એટલે કે દ્રવ્યસંવર પ્રાપ્ત થાય છે. બધા અનિષ્ટનું મૂળ મિથ્યા દર્શન અને કષાયોને ઉદય છે. એને કારણે અનંત સંસારચક્ર અને સંયમનો અભાવ પ્રવર્તે છે. આધ્યાત્મિક વિકાસની ઉચ્ચ કક્ષાઓને તેઓ અવરોધ કરે છે. દેહ, મન અને વાણીની પ્રવૃત્તિઓના નિગ્રહથી સંવર પ્રાપ્ત થાય છે. ફરવા, ખાવા, બેસવા, સુવા જેવી સ્વાભાવિક પ્રવૃત્તિઓમાં પણ નિયમન હોવું જોઈએ જેથી સૂક્ષ્મ જીવોને હાનિ થાય નહીં. દશ ગુણનું નિયમિત અને સૂક્ષ્મ પાલન વિચાર અને આચારની શુદ્ધિ માટેની આંતરિક સભાનતા જાગૃત કરે છે. ઉપર જણાવેલી વિવિધ પ્રકારની અનુપ્રેક્ષાઓ માનસિક અને આત્મિક ગુણોની પરાકાષ્ઠા કેળવાય તે માટે મદદરૂપ થાય છે. તેઓ જીવના અને ભૌતિક જગતની ક્ષણભંગુરતાના સાચા જ્ઞાન માટેનાં વિશાળ ક્ષેત્રો ખુલ્લાં કરે છે. ભ્રમ દૂર કરી, અંગત તેમજ ભૌતિક દરેક પ્રકારની આસકિતમાંથી આપણને તે મુકત કરે છે. સાંસારિક જીવનની આપત્તિઓને વિચાર કરવાથી આપણે સત્યને અસત્યથી જુદું તારવી શકીએ છીએ. આ ક્ષણિક જગતમાં દશ ધર્મો જ આપણા સાચા માર્ગદર્શકે, અને પથપ્રવર્તક છે. જીવ દેહથી ભિન્ન છે એ વિચાર કરવાથી આપણને ખાત્રી થાય છે કે દેહ માત્ર અશુદ્ધિ ઓનો સંગ્રહ છે. ધર્મનું સતત અનુષ્ઠાન અને ધર્મમાં ઉપદેશાવેલા નિયમોનું પાલન, નવાં કર્મોની આડે આવે છે. આપણી શ્રદ્ધા અડગ રહે તે માટે પરિસ સહેવા જ જોઈએ. વિવિધ પ્રકારના પરિસહોને જેઓ સમત્વપૂર્વક જીતી લે છે તેઓ સત્ય અને અહિંસામાંથી ડગશે નહીં. નવાં કર્મોને આશ્રવ રોકવા માટે આંતર અને બાહ્ય તપનું પાલન અત્યંત જરૂરી છે. પશ્ચાત્તાપ, ચિંતન, સાધુઓ અને ચતુર્વિધ સંઘના સભ્યોની સેવા તેમ જ ધર્મગ્રંથનું અધ્યયન અને સંન્યાસઆ બધાં દ્વારા અંતરની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. નિજ નવાં કર્મોને આસ્રવ જયારે બંધ થાય છે ત્યારે એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે. જે કર્મો જીવમાં પ્રવેશી ચુકયાં છે તે કર્મોનું શું? જે પ્રક્રિયાથી આ કર્મોનો ક્ષય કરવામાં આવે છે તેને નિર્જરા કહેવામાં આવે છે. એક રીતે જોઈએ તે નિર્જરા એટલે કર્મોને ક્ષય. કર્મનાં ફળરૂપે સુખદુ:ખ ભોગવી જે.-૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ લીધા પછી માનિર્બરાના ઉદ્ભવ થાય છે. તપશ્ચર્યાને કારણે પણ તે ઉદ્ભવી શકે. કર્મદ્રવ્યના પોતાના નાશને દ્રવ્યનિર્ઝા કહેવામાં આવે છે. કર્મફળ સકામ અથવા અકામ હોઈ શકે. ચાર પ્રકારની ગતિના જીવાનાં કર્મના, તેના પરિપાકરૂપ સુખદુ:ખના, સમયમર્યાદા પ્રમાણે ઉપભાગ થઈ ગયા પછી, ક્ષય થઈ જાય છે. પોતાના પ્રયાસથી કર્મ સાથેના સંબંધ તાડી કર્મ પર વિજય મેળવવા તે બીજા પ્રકારની નિર્જરા છે. ઉમાસ્વામીએ કહ્યું છે કે કર્મ સાથેના સંબંધ તપશ્ચર્યા કે ઉગ્ર વ્રતો દ્રારા પણ તૂટી શકે. કેટલાંક સૂત્રોમાં તેમણે સંવર અને નિર્જરાના ભેગા વિચાર પણ કર્યો છે, કારણ કે તે બંનેને એક જ પ્રકારનાં તપ, વિજય, નિયમન, અને ધાર્મિક વિધિ અનુકૂળ થઈ પડે છે. સાધુઓ અને આધ્યાત્મિક વિકાસ પામેલા મનુષ્યો વિવિધ પ્રકારનાં તપ અને ધાર્મિક વિધિએ આચરે છે, અને તેને પરિણામે ફળના ઉપભાગ થતાં પહેલાં જ કર્મ અદશ્ય થાય છે. ફળના ઉપભાગ થયા સિવાય પણ નિર્જરાના ઉદ્ભવ થતા હોવાથી નિર્જરાને અવિવાનિર્જરા કહેવામાં આવે છે. બીજા ટિંબંદુથી જોતાં, આયાસ અને તપશ્ચર્યાથી કર્મનો ક્ષય કરવામાં આવે ત્યારે નિર્જરાને સામનિર્ગરા કહેવામાં આવે છે. કેટલાંક કર્માના ઉપભાગના સમય નિશ્ચિત હોય છે. એ સમય પૂરો થયા પછી, કર્મના સુખદુ:ખ ભાગવાઈ ગયાં પછી કર્માના તેમની જાતે જ ક્ષય થાય છે. આને વિવાનિર્ગરા કહે છે. ઉપભાગ કે ક્ષય દ્વારા કર્મફળના સંયોગ તૂટી ગયા પછી જીવ પોતાની શુદ્ધિ પુનઃ પ્રાપ્ત કરે છે. કુન્દકુન્દ્રાચાર્યે પંચાસ્તિાયના શ્લોક ૧૪૪ થી ૧૪૬માં આ વિષયની ચર્ચા કરી છે. તેમના મત પ્રમાણે જે વ્યક્તિએ ઘણી તપશ્ચર્યા કરી હોય છે અને પેાતાનાં કાર્યોની શુદ્ધિ માટે ઘણા નિયમેાનું પાલન કર્યું હોય છે તે પાતાનાં ઘણાં કર્મોને દૂર કરી શકશે. તપશ્ચર્યા આંતર પણ હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે. જે વ્યક્તિ જીવનાં સાચાં સ્વરૂપને અને સાંસારિક વસ્તુઓ પ્રત્યેની નિરર્થકતાને સમજે છે તેને સમ્યજ્ઞાન મળે છે. પેાતાના વિચાર અને આચારની શુદ્ધિ દ્વારા તે કર્મના નાશ કરવા સમર્થ થાય છે. સંપૂર્ણ એકાગ્રતાથી જે જીવનું ચિંતન કરે છે, તે જ પેાતાનાં કર્મોને દૂર કરી શકે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કર્મોને દૂર કરવામાં સમ્યક્ દર્શનનાં મહત્ત્વ પર કુંદકુંદે ખૂબ ભાર મૂક્યો છે. સમ્યક દર્શન સાંસારિક વસ્તુઓની ક્ષણભંગુરતાનું જ્ઞાન કરાવે છે અને કષાયોની પ્રવૃત્તિને અંકુશમાં રાખે છે; નવી આસક્તિઓ ઉત્પન્ન કરી તે ગુંચવણ ઊભી કરતું નથી. આવું દર્શન ધરાવતા માણસની વિચારપ્રવૃત્તિઓ શુદ્ધ હોય છે અને તે કર્મનું નવું બંધન રચવાની વૃત્તિ ધરાવતો હોતો નથી સમ્યક્ દર્શનમાં જીવ વિષેની સાચી દષ્ટિ આવી જાય છે. કર્મના વિનાશક અને હાનિકારક સ્વરૂપને તે સારી પેઠે જાણતા હોય છે તેથી સમ્યક દર્શનમાંથી ઉત્પન્ન થતાં સમ્યકત્વનાં આંદોલન દ્વારા કર્મોને પ્રતીકાર થાય છે. માઠાં કે સારાં કર્મબંધનોને કારણે સુખ કે દુ:ખ ઉત્પન્ન થાય છે એવું તે જાણતો હોય છે. તે હંમેશાં જાગૃત રહે છે અને જીવન શુદ્ધ સ્વરૂપ વિષે સભાન રહે છે. જીવનું સ્વરૂપ શુદ્ધ જ્ઞાનમય છે અને સાચો માર્ગ તે મુક્તિમાર્ગ હોય છે એવું તત્ત્વદર્શન તેણે કર્યું હોય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ જેને નથી થઈ તે વ્યક્તિ અજ્ઞાન, વિકૃત મનવાળી અને જીવના સાચા સ્વરૂપ વિશે નિર્ણય કરવા અસમર્થ રહેવાની અને તેથી જ તે સાંસારિક વિષયોને લગતી વિચારપ્રવૃત્તિએમાં જ મગ્ન રહેવાની. સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું છે તે વ્યક્તિ પોતાના સમ્યક્ દર્શનથી સંતુષ્ટ રહે છે અને તેને કારણે તેને શાંતિ અને સુખ મળે છે. માત્ર મિથ્યાવાદી અને અજ્ઞાની મનુષ્ય જ ઇન્દ્રિયનુપ્તિમાં રાચે છે અને પરિણામે તેના કષાયો તૃપ્ત થાય તેવા ભૌતિક પરિગ્રહ સંગ્રહ કરે છે. સમ્યક્ દર્શન જેને પ્રાપ્ત થયું હોય છે તે મનુષ્ય સાત પ્રકારના ભયથી મુક્ત હોય છે : જીવનને ભય, પુનર્જન્મનો ભય, અસહાયતાને ભય, પરિગ્રહ ગુમાવવાનો ભય, દુ:ખનો ભય, અકસ્માતનો ભય, મૃત્યુનો ભય. સમ્યક દર્શન ધરાવતી વ્યક્તિ પોતાની માન્યતામાં દઢ અને વિચારમાં અડગ હોય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અનાસક્તિથી જે બળ ઉત્પન્ન થાય છે તેને કારણે પૂર્વાવસ્થામાં જ કર્મો નષ્ટ થઈ જાય છે. જીવમાં લીન થવાના પ્રયાસને પરિણામે ભાવનિર્જરા પ્રાપ્ત થાય છે અને ભાવનિર્જરાને કારણે દ્રવ્યનિર્જરા પ્રાપ્ત થાય છે. મેક્ષ સાતમું તત્ત્વ તે ક્ષતત્ત્વ છે. બંધનનું કારણ ન હોવાથી તેમ જ જીવથી કર્મ દૂર થયાં હોવાથી, કર્મોને સંપૂર્ણ ક્ષય થાય છે, અને જીવ મુકત થાય છે. કર્મના સિદ્ધાંતના નિરૂપણ વખતે આપણે જોયું છે કે કર્મો આઠ પ્રકારનાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ હોય છે: ચાર ઘાતકર્મ અને ચાર અઘાતિકર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતિકને ક્ષય થવાથી જીવને ભાવમોક્ષ મળે છે. જીવ જ્યારે અયોગી નામના છેલ્લા વિકાસક્રમમાં હોય છે ત્યારે ચાર પ્રકારનાં અઘાતિકર્મોને ક્ષય થાય છે. સર્વ કર્મોને સમગ્રપણે ક્ષય થતાં સંપૂર્ણ મુકિત મળે છે. જૈન ચિંતકોના મત પ્રમાણે આખી સૃષ્ટિ જીવ અને અજીવની બનેલી છે. જીવ શુદ્ધ, અનંત જ્ઞાનથી પરિપૂર્ણ અને આનંદમય છે પણ અનાદિકાળથી તે કર્મ સાથે સંયુકત છે. જીવને કર્મ, જે એક બારીક, સૂક્ષ્મ દ્રવ્ય છે, તેનું બંધન દેહ, મન અને વાણીની પ્રવૃત્તિથી થાય છે. આ પ્રવૃત્તિઓ અને કષાયોને કારણે જીવ જુદાં જુદાં પ્રકારનાં કર્મો સાથે બંધાય છે, તેને વિવિધ ગતિઓ પ્રાપ્ત થાય છે અને જન્મમરણના અનેક ચક્રોની વેદના તે સહે છે. જીવ પોતાના ભવિષ્યને ઘડનારો છે. કર્મસંયોગનાં કારણ, અને મુકિત મેળવવાનાં સાધનોનું નિરુપણ વૈજ્ઞાનિક સ્પષ્ટતાથી કરવામાં આવ્યું છે. કર્મથી જીવની સંપૂર્ણ મુકિતની પ્રાપ્તિ તે મોક્ષ મોક્ષ પ્રત્યેક જીવનું ધ્યેય હોવાથી એ વિષયનું બીજા પ્રકરણમાં સ્વતંત્ર નિરૂપણ કર્યું છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ નવ પદાર્થો જેન તત્ત્વવિદ્યાનો મૂળ સિદ્ધાંત એ છે કે જીવ અને અજીવ એટલે કે ચેતન અને અચેતન એવાં બે દ્રવ્યોનું બનેલું વિશ્વ સત્ય છે. ભારપૂર્વક આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. “અજીવ’ એક વ્યાપક સંજ્ઞા છે અને પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અને કાળ એ તેના પેટા વિભાગે છે. જીવ અને અજીવ સાત તત્ત્વોનાં મૂળમાં છે. સાત તેની સંપૂર્ણ સમજ, સમ્યકજ્ઞાન અને સમ્યગ દર્શન માટે અત્યંત જરૂરી છે. અનાદિકાળથી જીવ કર્મ સાથે સંયુકત થએલો હોવાથી જીવનું સાચું જ્ઞાન, મુકિતની પ્રક્રિયા અને જેને સાક્ષાત્કાર કરવાનો છે તે અંતિમ ધ્યેયનું સ્વરૂપ, એ બધાનું જ્ઞાન, મેક્ષપ્રાપ્તિ કરી શકાય એવા જીવન માટે અનિવાર્ય છે. ઘણા જીવો એક જન્મમાંથી બીજા જન્મમાં ભટકયાં કરે છે. કારણ કે તેઓ જીવ અને અજીવને ભૂલથી એક માની લે છે. આને કારણે આજુબાજુની વસ્તુઓ અને વ્યકિતઓ સાથે અનેક ભ્રમભરેલી આસક્તિ થાય છે. - મિથ્યાજ્ઞાનથી ઉદ્ભ્રાંત બનેલ મનુષ્ય બધા ભૌતિક પદાર્થો પોતાના હવાને દાવો કરે છે અને જીવના સાચા સ્વરૂપને ભુલી જાય છે. જીવના વિશુદ્ધ ગુણો અસ્પષ્ટ બની જાય છે. જીવમાં કર્મદ્રવ્યના આસવ તેમજ તેના બંધ વિશેની ચર્ચા જૈન દર્શનનાં સાત તમાં થઈ ગઈ છે. આ સાત તત્ત્વોમાં જો પાપ અને પુણ્ય ઉમેરવામાં આવે તે નવ પદાર્થો થાય છે. કુન્દકુન્દ કહયું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ–એમ નવ પદાર્થો છે. પદાર્થ માટે યોગ્ય પર્યાય શેધ મુશ્કેલ છે પણ શ્રીમતી સ્ટીવન્સન નવ પદાર્થોને મૂળ સત્યના નવ વર્ગો એવું નામ આપે છે. સાત તનું નિરૂપણ કરતાં શુભ અને અશુભ વિચારો કર્મના ઉત્પાદક છે એ ઉલ્લેખ થઈ ગયો. પુણ્ય અને પાપ બને એવા પ્રકારનાં કર્મો છે, જે અનુક્રમે શુભ અને અશુભ વિચારોથી ઉત્પન્ન થાય છે. શુભ વિચારો અથવા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તે શુભ મનવૃત્તિની પ્રવૃત્તિથી પુણ્ય ઉત્પન્ન થાય છે. વિવિધ પ્રકારના ભ્રમ, ક્રોધ અને ધિક્કારમાંથી પાપ ઉદ્ભવે છે. તેઓ શુભ અને અશુભ કર્મોને જન્મ આપે છે. પુણ્ય મનના શુભ વિચારોનું પરિણામ છે જ્યારે પાપ અશુભ વિચારોનું પરિણામ છે. બંને પ્રકારના વિચારો, સ્વભાવે પુદ્ગલ હોવાથી, કર્મનું સ્વરૂપ ધારણ કરે છે. આ કર્મના ફળને પ્રવાહ જીવમાં વહી અને ઇન્દ્રિયો દ્વારા સુખ કે દુ:ખ રૂપે અનુભવાય છે. જીવને આકાર નથી પરંતુ કર્મની સ્નિગ્ધતા કે શુષ્કતાને કારણે જીવને બાંધતાં કર્મદ્રવ્યમાં પાપ અને પુણ્ય સમાઈ જાય છે. આ રીતે શુભ અને અશુભ કર્મોને બંધ શરૂ થાય છે. દરેક પ્રકારનું કર્મ બે જાતનું છે : ભાવકર્મ અને દ્રવ્યકર્મ. પાપ અને પુણ્યકર્મના પણ બે પ્રકારો છે. વિચારપ્રવૃત્તિઓ જ્યારે પ્રેમ, કરુણા અને શુદ્ધિથી ભરેલો હોય છે, ત્યારે પુણ્યકર્મને આસવ શરૂ થાય છે. અહંત, સિધ્ધ, અને સંતો પ્રત્યે જેઓ આદરભાવ અને ભકિતભાવ ધરાવે છે તેમજ જે આચાર્યને માન આપે છે તેમને યોગ્ય પ્રકારને સ્નેહ થશે. તરસ્યાં, ભૂખ્યાં, સંતપ્ત, અને દુઃખીને માટે જે સહાનુભૂતિ ધરાવે છે, તેને દયાળુ કહેવો જોઈએ. આ પ્રકારની વિચારપ્રવૃત્તિઓ પુણ્યમાં પરિણમે છે. ક્રોધ, માન, મેહ અને લેભને કારણે મન અસ્વસ્થ થાય છે અને અશુભ કર્મોનાં કારણે ઉત્પન્ન થાય છે. કપટભરી મુખમુદ્રા ધરાવતા, વિષયાસકત અને પરનિદા કરનારાં મનુષ્યો પાપ કરે છે. વિષયાસકિત, દુઃખી અને શુધ્ધ મનોવૃત્તિ તેમજ દુષ્ટ વલણને કારણે છ પ્રકારની વેશ્યાઓ રચાય છે. પુણ્ય અને પાપના સિધ્ધાંત માન્ય રાખતા બીજા ધર્મોની જેમ, જનધર્મના નીતિનિયમો એવું વિધાન કરે છે કે પોતાના કે બીજાના કલ્યાણને અનુરૂપ વિચાર અને આચાર પુણ્યકારક હોય છે જ્યારે નીતિના નિયમોનું જે ઉલ્લંઘન કરે છે તેમના વિચાર અને આચાર પાપમાં પરિણમે છે. પુણ્યની વ્યાખ્યા એવી આપવામાં આવી છે કે તે જીવને શુધ્ધ કરે છે અથવા જીવની શુધ્ધિ પ્રત્યે ઉન્મુખ છે. સ્વભાવે તે કર્મ (પુગલ) છે. ભૌતિક જગતમાં સુખ અને આનંદમાં પરિણમવાને કારણે, આધ્યાત્મિક પ્રગતિ કરવા માટેનું તે એક અનુકૂળ સાધન છે. નીતિપરાયણ વિચારો અને આચરણ સમ્યક Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ દર્શન, આત્મનિગ્રહ અને આંતરશકિતને સહાયક થાય છે. સંપત્તિ, સત્તા અને તંદુરસ્તી જેવી સાંસારિક પ્રાપ્તિ પુણ્યનાં ફળરૂપ હોય છે. પુણ્ય જ મનને ધર્મને વળગી રહેતાં શીખવે છે. પાંચ વ્રતનાં પાલન, તપશ્ચર્યા અને બીજી ધર્મક્રિયાઓથી ભાવપુણ્ય અને દ્રવ્યપુણ્યની પ્રાપ્તિ થાય છે. વિવિધ પ્રકારનાં દાન પણ પુણ્યને ઉપકારક હોય છે. ગૃહસ્થનાં દૈનિક કર્તવ્યોમાં દાનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. દાન, ભજન, ઔષધ, ઉપકરણો અને આશ્રયનું દાન કરવાને ધર્મગ્રંથને આદેશ છે. દાન આપતી વખતે દાતાનાં દેહ, મન અને વચન શુધ્ધ હોવાં જોઈએ. દાન ગ્રહણ કરનાર વ્યકિતની પાત્રતા પણ તેણે ધ્યાનમાં લેવી જોઈએ. તેની મનોવૃત્તિ નારાજી, વિષાદ કે સંતાપ રહિત હોવી જોઈએ. મન પ્રસનન અને સાંસારિક સુખ માટેનો કોઈ બદલે લેવાની ઇચ્છા વગરનું હોવું જોઈએ. ઉપકરણો એટલે સાધુઓ માટે વસ્ત્રો અને શ્રમણો માટે મયૂરપિચ્છના રજોણા. આ ચાર દાન ઉપરાંત વિદ્યાદાન, નિરાધારને આશ્રયનું દાન, વગેરે પણ થઈ શકે. પોતાની સંપત્તિ જિનપ્રતિમાઓ તૈયાર કરાવવામાં, મંદિરના બાંધકામમાં યોગ્ય વ્યકિતને ધર્મગ્રંથનું વિતરણ અને ધર્મસંસ્થાના સભ્યો તેમજ સામાન્ય જનેને ભિક્ષા આપવામાં ખચાય તેને વિશિષ્ટ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મુનિ સુશીલકુમારે નવ પ્રકારનાં પુણ્ય ગણાવ્યાં છે. ખાદ્ય, પેય (તરસ્યાંને પાણી), આશ્રય, શય્યા, વસ્ત્ર વગેરેનાં દાન, શુભ વિચાર, મધુર વાણી, બીજાને મદદ કરવી અને વંદન. દાન આપવામાં અને બીજાને મદદ કરવામાં જૈન દર્શનના અનુયાયીઓ અને જૈન સાધુઓને પ્રથમ પસંદગી આપવી જોઈએ. પુણ્યનાં ફળ વિવિધ પ્રકારનાં હોય છેઃ ઊંચી ગતિમાં જન્મ, પ્રતિષ્ઠિત કુળમાં જન્મ, ઇચ્છાઓનો અભાવ, દરેક પ્રકારના દ્રવ્યપરિગ્રહોને અભાવ, સુંદર અને નિરોગી દેહ, તેમજ પ્રભાવશાળી વ્યક્તિત્વ, કોઈ પણ પ્રકારના રોગમાંથી મુકિત, અને આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે એવો જન્મઆ બધાં પુણ્યનાં ફળ છે. પોતાના વિચાર, વાણી અને વર્તનને કારણે પિતાને જે દુઃખ સહન કરવું પડે તેને પાપ કહે છે. દરેક સચેતન પ્રાણી પિતાનાં પાપનું ફળ અનુભવે છે. (પાપની) પ્રવૃત્તિઓ તેર પ્રકારની હોય છે. (૧) પિતાના હેતુ માટે (૨) પિતાના અંગત સ્વાર્થ વગર (૩) વધ કરીને (૪) અકસ્માતથી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ (૫) દષ્ટિદેષથી (૬) જુઠું બોલીને (૭) જે નથી અપાયું તે લઈને (૮) માયાથી (૯) અભિમાનથી (૧૦) પોતાના મિત્રો સાથેનાં દુષ્ટ વર્તનથી (૧૧) છેતરપીંડીથી (૧૨) લોભથી (૧૩) અને ધાર્મિક ક્રિયાઓથી પાપની પ્રવૃત્તિ થઈ શકે છે. ઉપર કહેલી પ્રવૃત્તિઓ ઉપરાંત સંપત્તિનો સંગ્રહ કરવાની અને જાળવી રાખવાની લાલસા, લોભથી જે કાંઈ મેળવ્યું હોય તેનું રક્ષણ કરવામાં મગ્ન રહેવું, બીજા પ્રત્યે શત્રુતા અને ધિક્કારમાં, વિષયાસક્તિ અને જાતીય આનંદ માટેની તૃષ્ણા, તકરાર, ટંટા કે યુદ્ધમાં રત રહેવું, બીજાની નિદા કરવી કે દૂષણો જોવાં, ઉશ્કેરાઈ જવું અને મિથ્યાવાદ–આ બધું પણ અશુભ કર્મોને આકર્ષે છે. પાંચમાંથી કોઈ પણ વ્રતનો ભંગ, અને કષાયથી પ્રેરાએલું કોઈ પણ વર્તન પાપમાં પરિણમે છે. અશુભ કર્મની મુદત કષાયોની ગહનતા પર આધાર રાખે છે. પા૫ જીવના ગુણોને મલિન કરી નાંખે છે અને બીજા જન્મમાં પણ મન અને શરીરની વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. પ્રથમ બાર પ્રકારની પ્રવૃત્તિઓ સ્પષ્ટ છે. તેરમા પ્રકારની પ્રવૃત્તિ ધાર્મિક જીવન સાથે સંકળાયેલી છે. આત્મકલ્યાણ માટે આમનિગ્રહ કરતે સાધુ જીવહિંસા ન થાય તે માટે કાળજીથી ચાલે છે, વાણીમાં મૃદુતા રાખે છે, ધાર્મિક ક્રિયાઓ કાળજીપૂર્વક કરે છે, અને પવિત્ર જીવન ગાળે છે. તે બધાં અનિષ્ટોથી પિતાનું રક્ષણ કરે છે, પાપ કરતું નથી અને એવા કર્મો કરે છે જેને પાછળથી ક્ષય થાય છે. પરિગ્રહો અને પ્રવૃત્તિઓથી દૂર રહેવાથી, નીતિપરાયણ રહેવાથી, સારૂં ચારિત્ર્ય અને આચાર રાખ્યાથી, બીજાને દુઃખ આપે એવી હિંસા અને હિંસક કૃત્યોથી દૂર રહેવાથી પુણ્ય મળે છે. સાધુઓ અને આ બધાં વ્રતનું પાલન કરતી વ્યક્તિઓ આ વર્ગમાં આવે છે. દનિક જીવનમાં લોકોને પુણ્ય ગમે છે કારણ કે તેને પરિણામે આનંદ અને સાંસારિક સુખો મળે છે. લોકો પાપને ધિક્કારે છે કારણ કે તે દુઃખનું મૂળ છે. ખરું જોતાં આનંદ અને સાંસારિક સુખ આવકારપાત્ર નથી કારણ કે ઇન્દ્રિયતૃપ્તિની પ્રત્યેક ક્ષણ સુખપગની તૃષ્ણા વધારે છે. સોનાની બેડીનું બંધન, લોખંડની બેડીનાં બંધન જેટલું જ પ્રતિબંધક છે. તેવી જ રીતે સારાં કે માઠાં કાર્યો, જીવને બંધનમાં નાંખે છે. નિશ્ચયનય પ્રમાણે પાપ અને પુણ્ય જીવને સંસારચક્રમાં ધકેલે છે – ગતિ કે સુખદુ:ખની પરિસ્થિતિ ગમે તે હોય. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સમ્યક્ દર્શન ધરાવતા પુરુષે કોઈ પણ પ્રકારનાં કર્માના સંગ્રહ કરતાં અટકવું જોઈએ અને જીવના સાચા ગુણાનું ચિંતન કરી મોક્ષમાર્ગ તરફ જ દૃષ્ટિ રાખવી જોઈએ. આધ્યાત્મિક વિકાસની નીચલી કક્ષામાં મન અને ઇન્દ્રિયા સુખ તરફ આકર્ષાશે અને પુણ્યની પ્રાપ્તિ માટે સત્કર્મો કરવા તરફ પ્રેરાશે છતાં તીર્થંકરોની અવિરત ભક્તિ, ધર્મગ્રંથોનું અધ્યયન, આત્મનિરીક્ષણ, દુષ્કૃત્યો માટેના પશ્ચાત્તાપ વગેરે મનને આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ દેરશે. મુમુક્ષુ વ્યક્તિએ જાણવું જોઈએ કે સારાં કે નરસાં-બંને પ્રકારનાં કાર્યો જીવને બંધનમાં નાંખે તેવાં ક ઉત્પન્ન કરશે. તેથી સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાનનો આશરો લઈ, અનાસક્તિ કેળવવી જોઈએ અને કર્મપ્રવૃત્તિમાંથી મુક્ત થવું જોઈએ. નવ તત્ત્વાના સાચા આદેશના સ્પષ્ટ જ્ઞાનનું મહત્ત્વ એ છે કે તે મેાક્ષમાર્ગ માટે વ્યકિતને તૈયાર કરે છે. જીવના સાચા સ્વરૂપનું સ્વાભાવિક જ્ઞાન મેળવવાથી તેમજ પુણ્ય અને પાપ બંને જીવને કેટલાં નુકસાનકારક છે તે જાણવાથી વ્યકિત તેમની (પાપ—પુણ્યની) અસરમાંથી મુકત થશે અને જીવના ઉચ્ચતર ચિંતન તરફ અભિમુખ થશે. કાર્યકારણના આ નિયમમાં દૃઢ આસ્થા રાખવાથી રાગ, દ્વેષ, માયા, માન જેવા કષાયોને શમાવવા માટે વ્યકિત સમર્થ બનશે. સમ્યક્ જ્ઞાન આ સમજણ ઉપર આધાર રાખે છે અને સમ્યક્ દર્શન આ સત્યો પ્રત્યેની આસ્થા ઉપર આધાર રાખે છે. મિથ્યા અથવા વિકૃત જ્ઞાન ઉન્માર્ગે દોરવે છે અને માક્ષમાર્ગથી દૂર ઘસડે છે. આ નવ તત્ત્વો વ્યકિત પોતે જે કાંઈ છે અને જે થવાની છે તે માટે પોતે જ જવાબદાર છે એવું સ્થાપિત કરે છે. આધ્યાત્મિક વિકાસ એક સભાન અને વિચારશીલ પ્રક્રિયા છે અને અટળ નિષ્ઠાપૂર્વક તેને માટે પ્રયાસ કરવાના છે. નવ પદાર્થો પર વિચાર કરતી કોઈ પણ વ્યકિતને તેની મહત્તાના ખ્યાલ આવે છે. કર્મ પ્રત્યેની આસકિત વિશુદ્ધ જીવને સંસારચક્રની યાતનામાં કેવી રીતે ઘસડે છે તેમજ મુકિતમાર્ગને અનુસરવાથી સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાન નવાં કર્મોના સંગ્રહને કેવી રીતે રોકે છે તે પણ તે જાણી શકે છે. નવ પદાર્થો જીવનની સમસ્યાઓને ઉકેલે છે અને બતાવે છે કે પૂર્ણત્વપ્રાપ્તિના ઉપાય વ્યકિતની પેાતાની પાસે જ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ગુણસ્થાના અથવા જીવની આધ્યાત્મિક ઉન્નતિની ચૌદ કાટિઆ આપણા મહાપ્રયાસનું સર્વોચ્ચ ધ્યેય, આધ્યાત્મિક પ્રાપ્તિ, વ્યક્તિનાં સત્ત્વની પ્રાપ્તિ છે. કોઈ પણ ભાગે એ પ્રાપ્તિ માટે પ્રયાસ થવા જોઈએ, કોઈ પણ ભાગે એ પ્રાપ્તિ થવી જોઈએ અને કોઈ પણ ભોગે એ નિશ્ચિત હોવી જોઈએ ”. —રાટ બ્રિજીસ 46 બધાં નીતિશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોનું ધ્યેય, આધ્યાત્મિક પૂર્ણત્વની પ્રાપ્તિમાં વ્યક્તિને સહાયરૂપ થવાનું છે. આ મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવામાં વ્યક્તિને શું બાધારૂપ નીવડે તે જાણવું મહત્ત્વનું છે. પ્રત્યેક જીવ, શુદ્ધ અને નિર્મળ હાવા છતાં મિથ્યાદર્શન, શિથિલ આત્મનિગ્રહ અને કષાયથી પ્રેરાએલી દેહ, મન અને વચનની પ્રવૃત્તિઓથી, કર્મના આસ્ત્રવને કારણે દૂષિત બને છે. આ રીતે ઉત્પન્ન થતી કાર્યશક્તિ, જીવને અશુદ્ધ બનાવે છે અને દરેક પ્રકારે જીવને નિર્બળ બનાવે છે. કર્મની શૃંખલા, પુણ્યને પરિણામે સાનાની હાય કે પાપને પરિણામે લાખંડની હાય, પણ તેને ભાંગી શકાય છે. જીવનાં જૂનાં કર્મોને માત્ર દૂર કરવાથી જ નહીં પણ નવાં કર્મના આાવ રૂંધવાથી પણ આમ કરી શકાય છે. જૈનધર્મે ઉપદેશેલું નૈતિક અને આધ્યાત્મિક અનુશાસન ક્રમિક કેળવણી માંગી લે છે. આ કેળવણી ક્રમે ક્રમે લેવાની હોય છે. તેથી દાર્શનિકોએ મુક્તિના માર્ગનું ચૌદ ક્રમામાં વિભાજન કર્યું છે. પ્રત્યેકક્રમ વિકાસની એક વિશિષ્ટ અવસ્થા, સ્થિતિ કે કોટિ સૂચવે છે. આ સ્થિતિ કર્મના પરિત્યાગ, નિષ્ક્રિયતા કે અંશત: નિષ્ક્રિયતા કે કર્મના અર્ધપરિત્યાગથી, પ્રાપ્ત થાય છે અને કર્મની પ્રવૃત્તિઓ અંકુશમાં રાખ્યાથી જે ગુણા કે લક્ષણા પ્રાપ્ત થાય છે તે પણ આ ક્રમવિકાસના કારણરૂપ હોઈ શકે. ચૌદ ગુણસ્થાના ધ્યેય તરફના ક્રમિક વિકાસને અનુરૂપ પ્રાપ્ત થતા ધર્મો અને લક્ષણાનું વર્ગીકરણ કરે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ગુણસ્થાનાના ક્રમ તર્કયુક્ત છે— કાલક્રમાનુસાર નથી. પ્રત્યેક વ્યક્તિ દીઠ એના ક્રમ બદલાય છે. અત્યંત ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી જીવનું પુનઃ પતન થઈ શકે અને ત્યાં સુધીમાં સાધી શકાએલા વિકાસ પૂર્ણત: કે અંશત: નષ્ટ થઈ શકે. એક જ કક્ષામાં સ્થિતિ ઘણી ઓછી ક્ષણા સુધી હાઈ શકે. સવારમાં કોઈ મેાટી ઊંચાઈ પર હાઈ શકે, બપારે ગબડી શકે અને સાંજે ફરી પાછા ચઢી પણ શકે. આ આંતર અને આધ્યાત્મિક પ્રક્રિયા છે અને બાહ્ય દેખાવમાં તે દૃષ્ટિગાચર થતી નથી. ગુણસ્થાનાના ક્રમની જુદી જુદી શકયતાઓ જે પ્રક્રિયા દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેના પર આધાર રાખે છે. જે બે માર્ગો દ્વારા કર્મના ક્ષય થાય તે બે માર્ગો પર પણ આધાર રાખે છે. કર્મદ્રવ્યના ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ થવાને કારણે જીવની જે આત્મિક ગતિ થાય છે તેને ગુણસ્થાન કહે છે. અવિદ્યાને કારણે જુદી જુદી કક્ષાની સમજદારી ધરાવતા કેટલાય જીવા હોય છે, તે તે આપણા અનુભવની વાત છે. કેટલાક જીવાને કર્મના બંધના ખંખેરવાં જોઈએ એ વાતની ખબર હોય છે જયારે કેટલાકને તે વાતનું સ્પષ્ટ ભાન હોતું નથી; જીવ પાતે, પેાતાની પ્રગતિમાં જે કોઈ અવરોધક બળા છે તેનાથી સભાન બને ત્યારે જાગૃતિ આવી ગણાય. ત્રણ વસ્તુના ઉપશમ અથવા તો પરિત્યાગ કરવાના છે: કર્મના જથ્થા, તેની ગહનતા, અને તેની સમયમર્યાદા, પૂરતા આધ્યાત્મિક પ્રયાસ થાય ત્યારે જ કર્મના આ લક્ષણના ઉપશમ થએલા ગણાય. શોન્મતસારના ગીયાકના નવમા અને દશમા શ્ર્લાકમાં આધ્યાત્મિક વિકાસના ચૌદ ક્રમેા બતાવ્યા છે, જે આ પ્રમાણે છે : (૧) મિથ્યાત્વ (૨) સસાવન (૩) મિશ્ર (૪) અવિરતસમ્યક્ત્વ (૫) દેશવિરત (૬) પ્રમત્તવિરત (૭) અપ્રમત્તવિરત (૮) અપૂર્વરળ (૯) નિવૃત્તિનરળ (૧૦) સૂક્ષ્મસંવાય (૧૧) ૩વશાંતમોદ્ (૧૨) ક્ષોળમોર્ (૧૩) સથોનવીગિન (૧૪) યોગ વી આ પ્રમાણેના ગુણસ્થાનાના ક્રમ છે. છેલ્લી કોટિ પછી જીવ મુક્ત થાય છે. ઉત્તરોત્તર વિકાસક્રમની પ્રમુખ વિચારપ્રવૃત્તિને આધારે ચૌદ ગુણસ્થાનાનાં નામ અપાયાં છે. આપણે એ જ ક્રમમાં એમને જોઈશું. ૧. મિથ્યાત્વ ભ્રાંતિકારક અથવા મેાહનીય કર્મોને કારણે આ કોટિએ જીવ મિથ્યાદર્શનથી પ્રભાવિત થએલા હોય છે. આ કોટિ મિથ્યા દર્શનની હેાય છે. આવી વ્યક્તિ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સાચા માર્ગમાં માનતી નથી તેમજ સત્યમાં અને સત્યનાં તેમજ સૌજન્યનાં મૂલ્યોમાં માનતી નથી. વળી તે મિથ્યા દર્શનને વળગી રહે છે. સાચું અથવા સમ્યક્ દર્શન તેને અરુચિકર લાગે છે. આવી વ્યક્તિ સાત તત્ત્વામાં પણ માનતી નથી. તેથી તેનું દર્શન એકપક્ષી, વિકૃત, શંકાશીલ, મિથ્યા અને વિવેકરહિત હોય છે. આ કક્ષાએ જીવનું જ્ઞાન અજ્ઞાનથી અભિભૂત થયેલું હોય છે. જૈન ધર્મ તર્ક અને બુદ્ધિ ઉપર આધાર રાખે છે. ઉપર કહેલી પાંચ મનની સ્થિતિમાં એક યા બીજી માન્યતા રહેલી છે. કેટલાક લોકો મિથ્યા આચારોમાં અને અંધશ્રદ્ધાળુ માન્યતાઓમાં રાચે છે. જીવ જ્યારે આવી મિથ્યા માન્યતામાં પરોવાએલા હોય છે ત્યારે માણસ વિકૃત બને છે. કષાયાના પુનઃ પુન: આગમનને કારણે શ્રદ્ધા લુપ્ત થઈ ગઈ હોય છે. સાચી દૃષ્ટિના આવિર્ભાવ માટે તેના ઉપશમ જરૂરી છે. સત્યની એને કોઈ કિંમત હોતી નથી. જિનાએ આદેશેલા મહાન સિદ્ધાંતામાં મિથ્યા દર્શન ધરાવતી વ્યક્તિ માનતી નથી. આ કક્ષાએ દર્શનાવરણીય કર્મોને કારણે આધ્યાત્મિક અંધાપા પ્રવર્તતા હેાય છે. મિથ્યા અથવા વિકૃત દર્શન ધરાવતી વ્યક્તિ અંધજન જેવી છે, કારણ કે બેમાંથી કોઈને સારૂ અને ઇષ્ટ શુ તેમજ નરસું અને અનિષ્ટ શું તે જોવાની દૃષ્ટિ હોતી નથી. ૨. સાસાવન ( પતન) પતન એટલે સમ્યક્ દર્શનમાંથી પતન. અનંતાનુબંધી કષાયોને કારણે સમ્યક્ દર્શનનો ક્ષય થયા હોય છે, ત્યારે જીવ સમ્યક્ દર્શનના શિખર પરથી અથવા તો ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાએથી પડે છે અને મિથ્યા દર્શનના અરણ્યમાં ભૂલા પડે છે. આને સત્તાવન કહેવામાં આવે છે. આ કક્ષાને સાસાવનસન્ય વૃષ્ટિ કહેવામાં આવે છે, અને તેમાં સમ્યક્ દર્શનની કક્ષાએથી પતન થએલું હોય છે. ઉપદેશ કે સાચી સમજ મળે તો સમ્યક્ દર્શનની કક્ષાએ પહોંચી શકાય; પણ કષાય અને મિથ્યા વિચારપ્રવૃત્તિઓથી જો માણસ ઘેરાઈ જાય, તો પોતે નિસરણીના જે ઉપલા પગથિયા ઉપર ચઢયો હાય છે, ત્યાંથી પડે છે. આ પતન દરમ્યાન જીવને સમ્યક્ કે મિથ્યા, કોઈ પણ પ્રકારનું દર્શન હોતું નથી. આ કક્ષાએ જીવ ઔયિક ભાવ ધરાવે છે. આ કક્ષા ક્ષણિક છે પરંતુ મેાહનીય કર્મોના ક્ષય થવાથી વિકાસના પ્રારંભ થવાના જ હાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ 3. सम्यक मिथ्यादृष्टि આ કક્ષાએ મનુષ્ય સમ્યક્ અને મિથ્યા બંને દર્શન ધરાવે છે. અનિર્ણયાત્મક અને ડામાડોળ મન:સ્થિતિને કારણે આવી સ્થિતિને ઉદય થાય છે. આ મન:સ્થિતિમાં મન સમ્યક્ દર્શન અને મિથ્યા દર્શન વચ્ચે ઝોલાં ખાતું હોય છે, અને તેને કારણે આ સ્થિતિના ઉદય થાય છે. આ કક્ષામાં આવેલા મનુષ્ય સમ્યક્ દર્શનને વળગી રહેતા નથી તેમ મિથ્યાદર્શનને ત્યજી પણ નથી દેતા. આ સ્થિતિ પણ ક્ષણભંગુર છે. ઉપાધ્યાય પાસેથી મેળવેલાં નવાં જ્ઞાનને કારણે કે પુણ્યને કારણે સમ્યક્ દર્શનનું પુનરુત્થાન થાય તો વ્યક્તિ વધારે ઉચ્ચ કક્ષાએ પહોંચી શકે છે અથવા તેા મિથ્યાદર્શનની કક્ષાએ પાછી ફરી પણ શકે છે. ૧૨૫ આ ત્રણ પ્રાથમિક કક્ષામાં ઘાતિકર્મ હજુ પ્રવર્તતું હાય છે પણ તેનું પ્રમાણ જુદું જુદુ હાય છે. સમ્યક્ જ્ઞાનના હજી ક્ષય થયા હોતા નથી પણ તે મિથ્યા દર્શનથી ઘેરાએલું હોય છે; જેમ શેરડીના રસ અને દહીં બે ભેગાં થયાં હોય, ત્યારે તેમને છુટાં પાડી શકાતાં નથી તેમ મિશ્ર વિચારપ્રવૃત્તિના બે ભાગ પાડી શકાતા નથી. આ મિા કક્ષા ડામાડોળ અશુદ્ધ, અને અસ્થિર હોય છે. પરંતુ તેને કારણે કર્મના ક્ષય થાય છે. મિશ્ર કક્ષામાં આયુષ્કર્મનું બંધન હોતું નથી. કારણ કે આયુષ્કર્મ જીવને બાંધતું હોવાથી મૃત્યુ થાય છે અને જીવ જ્યારે જન્મ્યો હોય છે તે જ સમયે અમુક ગતિમાં પુનર્જન્મ તા બંધાઈ જ ગયા હોય છે. ४. अविरतसम्यक्त्व આ કક્ષામાં જીવ સમ્યક્ દર્શન, તેમજ સત્ય અને અસત્યનું જ્ઞાન ધરાવતા હોય છે. પણ અપ્રત્યાખ્યાનાવરણ કાયને કારણે (અંશત: વ્રતપાલન અટકાવતા કાયાને લીધે) તે વ્રતનું પાલન કરવા સમર્થ હોતો નથી. આ કક્ષાએ સમ્યક્ જ્ઞાન ત્રણ પ્રકારનું હાય છે : (૧) ઉપશમસમ્યક્ત્વ. ચાર પ્રકારના કાયાથી ઉત્પન્ન થએલી ભ્રામક માન્યતાઓ અને મિથ્યા દર્શનને કારણે જીવમાં તેના ઉપશમસમ્યકત્વના) ઉદય થાય છે. આ પહેલાં જીવને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયું હોતું નથી. કર્મને પરિણામે જે સમ્યજ્ઞાન ભ્રાંતિમય બની ગયું હતું તે હવે જાગૃત થાય છે, એવું પણ બને કે જીવને સમ્યક્ દર્શન હોય જ અને પ્રથમ ત્રણ કક્ષાઓમાં દર્શાવેલાં દર્શન માટે જવાબદાર એવાં કર્મોનો ક્ષય થવાથી તે આગળ પ્રગતિ પણ કરે. વળી એવું પણ બને કે એક અંતર્મુહૂર્ત માટે જીવ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ત્રણ નીચલી કક્ષામાં લપસી પડે. જો પતન ન થાય તો જીવ બીજા પ્રકારના સમ્યક દર્શન તરફ પ્રગતિ કરી શકે. (૨) આ સ્થિતિને ક્ષયોરામખ્યત્વ કહે છે. આ કક્ષાએ સમ્યક્દર્શનની પ્રવૃત્તિ પર ત્રીજાં ગુણસ્થાનની જેમ, મિથ્યા દર્શનનું થોડું આવરણ આવી ગયું હોય છે. ચાર કષાયોને લગભગ ક્ષય થયો હોય છે અને થોડે અંશે તેમનો ઉપશમ પણ થયો હોય છે. (૩) ક્ષવિખ્યત્વ–ચાર પ્રકારના કષાયો અને મેહનીય કર્મોને નાશ થયો હોવાથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. આ શ્રેષ્ઠ પ્રકારનું સમ્યક દર્શન છે. જે જીવ આવું સમ્યક્ દર્શન પ્રાપ્ત કરે છે તેની પ્રગતિ થાય છે. આ કક્ષાએ જીવને મોક્ષમાર્ગમાં શ્રદ્ધા હોય છે. કર્મથી જીવ સંપૂર્ણ રીતે મુક્ત હોય છે પણ આત્મનિગ્રહના બધા નિયમોનું પાલન કરી મોક્ષમાર્ગ માટે પ્રયત્ન કરવા તે સમર્થ બનતો નથી. જૈન ધર્મગ્રંથોએ પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતમાં તે માને છે પણ કેટલીક વખત અજ્ઞાની ગુરુઓના બેટા આદેશથી પ્રભાવિત થાય છે. યોગ્ય ગુરુ પાસેથી ધર્મસિદ્ધાંતનું સંતોષકારક વિવરણ મેળવવાથી તે મિથ્યા દર્શનમાંથી પાછો ફરે છે. આ કક્ષાએ વ્યકિત સમ્યકત્વ ધરાવે છે પણ તેને અત્યંત અનુરૂપ હોય એવું વર્તન દાખવી શકાતું નથી. ઇન્દ્રિય સંયમ (વિષયાસતિ પર અંકુશ) અને પ્રાણસંયમ ( જીવોને હિંસા પહોંચાડવામાં સંયમ)ના વ્રતોથી તે પોતાના જાતને બદ્ધ કરતા નથી. તે દયાળુ, શાંત, સાંસારિક જીવનથી ત્રાસેલો અને સત્યશીલ હોય છે. કોઈ એને ઉત્તેજિત ન કરે તે એ કોઈને ઈજા કરતો નથી. ક્રોધ, માન, માયા અને લેભ જેવા પ્રબળ કષાયો પર તે અંકુશ મેળવી શક્યો હોય છે. બહુ ઓછી માયામાં તે આ કષાયોની અસર હેઠળ હોય છે પણ સમ્યકત્વમાં તે શ્રદ્ધા ધરાવતો હોય છે. ૫. સૈવિરત (આંશિક વ્રત) આગલી કક્ષા કરતાં, આ કક્ષામાં આવેલો મનુષ્ય વધારે પ્રમાણમાં સંયમ કેળવી શકો હોય છે. આ અવસ્થાને દેશવિરતિ કહે છે કારણ કે પ્રત્યાખ્યાનાવરણ કષાયોની પ્રવૃત્તિને કારણે પૂર્ણ સંયમનો અહીં અભાવ હોય છે. કષાયોને કારણે, જીવને બંધનમાં નાંખતાં કર્મોને કેટલેક અંશે વિનાશ અને કેટલેક અંશે ઉપશમ થયો હોય છે. થોડી માત્રામાં જ વ્રતને રોકે એવાં કષાયોને રચતાં ફર્મદ્રવ્યનો અહીં ઉદય થયે હેય છે. આ કક્ષાએ મનુષ્ય ઉચિત આધ્યાત્મિક Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ વલણ ધરાવે છે અને વધુ વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. સંપૂર્ણ સંયમને અભાવ હોવાથી, તે સમ્યક ચારિત્રના નિયમોનું માત્ર આંશિક રીતે પાલન કરે છે. આ કક્ષામાં આધ્યાત્મિક પ્રગતિ ઉપરાંત ચારિત્ર એટલે કે ધર્મગ્રંથોએ આદેશેલા નિયમોના પાલન પર ભાર મૂકવામાં આવ્યો હોય છે. અગિયાર પ્રતિમાઓને સમાવેશ અહીં જ થઈ જાય છે. પોતે સમ્યક દર્શન ધરાવતા હોવાથી મનુષ્ય કષાયો પર અંકુશ રાખે છે અને બીનજરૂરી પાપ કરતા નથી. જંગમ જીવોની તે હિંસા કરતો નથી અને સ્થાવર જીવોની પણ તે વિના કારણે હિંસા કરતો નથી. તે જિનનો પૂર્ણ ભક્ત હોય છે અને વ્રત ધરાવતો (વિરત) પણ હોય છે અને વ્રત ન ધરાવતા (અવિરત) પણ હોય છે. એ જો જંગમ જીવોની હિંસા કરે, તે જીનશાસનમાં તેને શ્રદ્ધા નથી એવું ગણાય. १. प्रमत्तविरत આ કક્ષાએ મનુષ્ય સમ્યક દર્શન ધરાવે છે અને ચારિત્રના બધા નિયમો પાળવા તે પ્રયત્નશીલ રહે છે, જો કે તેની વિચારપ્રવૃત્તિ લગભગ બધા કર્મદ્રવ્યને ક્ષય અને ઉપશમ કરી ચુકી હોય છે, છતાં ક્ષય થવામાંથી બાકી રહેલાં અલ્પ કર્મદ્રવ્ય તેમજ ગૌણ કષાયોની (નેકષાયોની) પ્રવૃત્તિને કારણે વ્રતનું સંપૂર્ણ પાલન કરવામાંથી એ અટકી જાય છે. સંજવલન કષાય એટલે એવા કષાયો જે પૂર્ણત્વ મેળવવામાંથી પૂર્ણ સમ્યક ચારિત્રને અવરોધે છે. આ કષાયો તે ક્રોધ, માન, માયા અને લોભ. આવા જ અવરોધક નોકષાય પણ છે. નોકષાય નવ છે : હાસ્ય, રતિ, અરતિ, સોયા, મય, નાણા, ત્રીવેર, પુષવે અને નપુંસવે. આવા કષાયોનો સંપૂર્ણ ક્ષય બાકી હોવાથી વ્રતપાલનમાં બેદરકારી અથવા અપૂર્ણતા રહે છે. તેથી આ વ્રતને “વ્રત (વિરત) માં પ્રમાદ (બેદરકારી) એવું નામ આપવામાં આવ્યું છે. વ્રત પાલન માટેનો સંયમ જાળવવા વ્યક્તિ પ્રયત્નશીલ હોય છે પણ સાંસારિક વિષયોની આસકિતને સંપૂર્ણ ત્યાગ ન થયો હોવાથી તૃષ્ણા અને આવેગોને કારણે વિદનો નડયાં કરતાં હોય છે. વાસ્તવિક રીતે આ સાધુની અવસ્થા છે. સૌથી નીચી કક્ષામાં સાધુ જે અઠાવીસ મૂળ ગુણો ધરાવતો હોય છે તે બધા ગુણો આ કક્ષાનો સાધુ ધરાવે છે. અધ્યાપન, ધર્મગ્રંથોનો ઉપદેશ, પુસ્તકોનું વાંચન અને લેખન જેવાં પોતાનાં કર્તવ્યો તે કરતે હોય છે અને શિષ્યોન આચાર અને શિસ્તનું પણ તે ધ્યાન રાખતા હોય છે. સ્ત્રી, ભોજન, રાજનીતિ, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રાજા, કષાયોના નિગ્રહ, નિદ્રા અને આસકિતની વાતોને કારણે એટલે કે સ્નેહ અને મોહને કારણે પ્રમાદ ઉત્પન્ન થઈ શકે છે. આ કક્ષાના મુનિનું ચારિત્ર, તે અપ્રમત હોવાને કારણે નોંધપાત્ર હોય છે. ७. अप्रमत्तविरत આધ્યાત્મિક વિકાસની આ કક્ષાએ પહોચેલો જીવ છઠ્ઠી કક્ષાની અપૂર્ણતાઓથી મુકત હોય છે. તે આધ્યાત્મિક ધ્યાનમાં મગ્ન હોય છે. સમ્યક ચારિત્રનો અવરોધ કરતાં કર્મો અને સંજવલન કષાયોને ઉપશમ થાય છે ત્યારે અપ્રમાદને ઉદય થાય છે અને જીવ અપ્રમત્તસંયત કક્ષાએ પહોંચે છે. તે ધ્યાનમાં મગ્ન રહે છે પણ તે વધુ ઊંચે આવી શકતા નથી કારણ કે તેનાં કર્મ વગેરેનો સંપૂર્ણ ક્ષય થયો હતો નથી. સાતમા ગુણસ્થાન પર અટકી જવાની કક્ષા એક અંતર્મુહૂર્ત સુધી ચાલી શકે અને છઠા ગુણસ્થાન પર પતન પણ થાય. ઉપર ચઢવાની બીજી શ્રેણીમાં જીવની વિચારપ્રવૃત્તિની શુદ્ધિ પ્રત્યેક ક્ષણે વધે છે અને તે ઉપલી કક્ષાની શુદ્ધિ સુધી આગળ વધી શકે. આધ્યાત્મિક વિકાસની આ એક મહત્ત્વની અવસ્થા છે. અહીંથી આગળ જતાં વિકાસના બે માર્ગો હોય છે. એક માર્ગમાં કર્મો અને કષાયોને માત્ર ઉપશમ થયો હોય છે (૩પરાજિ ) જ્યારે બીજો માર્ગ પણ છે જેમાં કર્મોનો નાશ થયો હોય છે. બધા આસક્તિઓના વિરામને કારણે તેમજ દેહ પર સંપૂર્ણ અંકુશ હોવાને કારણે જીવ બળ પ્રાપ્ત કરે છે. પૂર્ણ આત્મનિગ્રહ પ્રાપ્ત થયો હોવાથી, વ્રતના પાલનમાં જરા પણ બેદરકારી હોતી નથી તેમ કોઈ જાતને અતિચાર પણ થતું હોતું નથી. ८. अपूर्वकरण આ કક્ષાને સંપૂર્વ કહે છે કારણ કે જીવના આધ્યાત્મિક વિકાસને કારણે પહેલાં ન પ્રાપ્ત થઈ હોય એવી વિચારપ્રવૃત્તિની પ્રાપ્તિ થાય છે. આ વિકાસની કક્ષાએ પહોંચેલા બધા જ જીવો વિચારની શુદ્ધિમાં એક સરખા હોતા નથી કારણ કે તેઓ ભિન્ન ભિન્ન સમયે આ કક્ષાએ પહોંચ્યા હોય છે. નવી વિચારપ્રવૃત્તિઓ ચારિત્રમેહનીય કર્મોના ક્ષય કે ઉપશમ સાથે જ સંકળાએલી હોય છે. આ જીવો નિદ્રા અને પ્રચલનાં કર્મદ્રવ્યોથી મુકત હોય છે, અને તેથી ચારિત્રમોહનીય કર્મોને ઉપશમ કરવા માટે સમર્થ હોય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ આયુષ્કર્મ હજી પ્રવર્તતું હોય છે. કવિચત્ ઉદય પામતા કષાયની પ્રવૃત્તિને શમાવવામાં કે તેમને ક્ષય કરવામાં જીવને આનંદ આવતો હોય છે. આ શુદ્ધ ધ્યાનની કક્ષા છે. તેને શુકલ ધ્યાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં જીવ અપૂર્વ માનસિક બળ પ્રાપ્ત કરે છે અને કર્મના નાશમાં પણ આ જ બળ તેને મદદરૂપ થઈ પડે છે, આ બળ જીવે પહેલાં કદી પણ પ્રાપ્ત કર્યું નથી હોતું. ઉપશમણિ અથવા ક્ષેપકોણિના જીવાને આ બળ પ્રાપ્ય હોય છે. આ અવસ્થામાં ચારિત્ર પૂર્ણ હોય છે. જીવ પાતાની જાતને પવિત્ર ધ્યાનમાં મગ્ન રાખી શકે છે. ८. अनिवृत्तिकरण ૯. ૧૨૯ આ કક્ષાએ જીવ વધારે વિકસિત વિચારપ્રવૃત્તિ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક વખતે માત્ર એક જ વિચારપ્રવૃત્તિ કામ કરે છે. એકાગ્રતા શુદ્ધ અને પૂર્ણ હાવાથી વિચારો પાવકવાળાની જેમ કામ કરતા હોય છે, અને કર્મરૂપી વનના નાશ કરતા હોય છે. વિચારપ્રવૃત્તિના વિકાસ અને એની વિશુદ્ધિ એક જ પ્રકારનાં હાય છે. કષાયાના એકવીસ પેટાવિભાગાના તેમ જ ચારિત્રમેાહનીય કર્માના જીવ ઉપશમ અથવા ક્ષય કરે છે. આને પરિણામે સ્થૂળ ઈચ્છાઓ અને લાગણીઓ અભિભૂત થાય છે. આ અવસ્થા જેણે પ્રાપ્ત કરી હોય છે તે વ્યક્તિ પોતે જે કાંઈ જોયું હાય, સાંભળ્યું હોય કે ખાધું હોય તેના ઉપભાગની ઇચ્છા પર વિજય મેળવે છે. જીવનાં સાચાં સ્વરૂપનું તે ધ્યાન ધરે છે. ૧૦. સૂક્ષ્મસંવરાય પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય, ચાર પ્રકારનાં દર્શનાવરણીય, અને પાંચ પ્રકારનાં અન્તરાયકર્માના થેાડા ભ્રમની આ કક્ષા છે. ધ્યાન દ્રારા અત્યંત સૂક્ષ્મ કર્માના પણ ઉપશમ કે ક્ષય કરવાનું બળ જીવને પ્રાપ્ત થાય છે. મેક્ષપ્રાપ્તિની સૂક્ષ્મ ઈચ્છા હજી ચાલુ હોય છે. જીવની આધ્યાત્મિક પ્રગતિ થઈ હોવા છતાં પણ હજી શરીરને માટે અભાનપણે આસક્તિ રહે છે. લાભ—કષાયની જરા છાંટ અહીં હોય છે. વિચારોની પ્રવૃત્તિ ઉપશમ અથવા ક્ષપકોણિની હોય છે. ૧૧. સુપરશાંતમોદ આ કક્ષાએ શુદ્ધ વિચારપ્રવૃત્તિને કારણે મેહ અથવા કષાયોનું શમન થયું હોય છે. શિયાળાની ઋતુમાં તળાવનાં પાણી સ્વચ્છ હોય છે કારણ કે 18.-4 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ બધો કાદવ તળિયે જમા થઈ ગયો હોય છે. તેવું જ આ અવસ્થામાં છે. ઊર્ધ્વગમન કરતા જીવે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી હોય છે. ક્ષપકશ્રેણિ જેણે પ્રાપ્ત કરી હોય તે જીવે આ શ્રેણિ પસાર કરવાની જરૂર રહેતી નથી. કર્મોને ઉપશમ થયો હોય પણ ક્ષય ન થયો હોય એવી અવસ્થામાં જીવ હોવાથી કષાયો ફરી જાગૃત થાય એવી નીચી કક્ષામાં જીવ ઉતરી જાય એ ઘણું સંભવિત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો મોહનીય કર્મોના અંકુશને કારણે પ્રાપ્ત થએલી માનસિક સ્થિતિ બદલાઈ જાય અને ફરી કર્મો કરવા જીવને પ્રવૃત્ત કરે એ સંભવિત હોય છે. આ અવસ્થામાં જીવ છદ્મસ્થ એટલે મેહનીય કર્મ સિવાયનાં બીજાં કર્મોની અસરથી ઘેરાએલો હોય છે. આસકિત પણ અંકુશમાં આવેલી હોય છે. કર્મો અંકુશમાં આવેલાં હોવાથી જીવ આનંદ અનુભવે છે. અને તેથી આ અવસ્થામાં તે વધુમાં વધુ એક અંતમુહૂર્ત સુધી રહે છે. હજી સુધી મેહનીય કમેને સંપૂર્ણ ક્ષય થયો તે નથી તેથી તે પ્રકારનાં કર્મોને ક્ષય કરવા તે બળ મેળવે છે. ૧૨. લીગનો આ અવસ્થામાં પરિગ્રહરહિત સંતે (નિર્ગથે) પોતાનાં બધાં મેહનીય કર્મોને નાશ કર્યો હોવો જોઈએ. સ્ફટિકમણિના પાત્રમાં રહેલાં પાણીની જેમ તેના વિચારો શુદ્ધ હોય છે. જીવ જ્યારે આ અવસ્થાએ પહોંચ્યો હોય છે ત્યારે વિચારપ્રવૃત્તિ દેહને શુદ્ધ કરે છે અને તેને અત્યંત સુંદર રૂપમાં (પરમ ઔદરિકરૂપમાં) ફેરવી દે છે તેમ જ બીજાં ઘાતિકર્મને (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોનો) ક્ષય કરે છે. મોહનીય કર્મોનો નાશ થઈ ચુક્યો હોય છે. આ અવસ્થામાં કષાયો નષ્ટ થયા હોય છે. આ અવસ્થા અને આગલી અવસ્થામાં ફેર એ છે કે આગલી અવસ્થામાં જીવ ઉપશમની શ્રેણિમાં હોય છે તો આ અવસ્થામાં ક્ષપકશ્રેણિ પર હોય છે. તે એક અંતર્મુહર્ત માટે ત્યાં રહે છે અને પછી ઘાતિકને વિનાશ થાય તે રીતે આગળ વધે છે. ૧૩, સોવણી આગલી દશામાંથી જીવ સર્વજ્ઞની દશામાં આગળ વધે છે પણ હજી તેણે ઘાતિકને ક્ષય કરવાનું હોય છે તેથી એ કેવલી છે પણ ક્રિયા સાથે (સયોગ) છે. દેહ, મન અને વાણીની પ્રવૃત્તિઓ હજી ચાલુ રહે છે. જીવ અહીં અહંત બને છે; વાદળાંમાંથી મુકત બનેલા સૂર્યની જેમ જીવ તેજસ્વી Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ બને છે અને તેને સૃષ્ટિનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અજ્ઞાનનો નાશ થયો હોય છે. ઘાતિ કર્મને નાશ થયો હોવાથી, નવ શુદ્ધ વિચારપ્રવૃત્તિઓ પ્રાપ્ત થવાથી પરમાત્મદશાએ પહોંચ્યો હોય છે. નવ કેવલ લબ્ધિઓ આ પ્રકારની હોય છે: (૧) ક્ષયિક જ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મોને નાશ થવાને કારણે શુદ્ધ અથવા પૂર્ણ જ્ઞાન (૨) ક્ષય વન એટલે દર્શનાવરણીય કર્મોને ક્ષય થવાને કારણે પૂર્ણ દર્શન (૩) ક્ષચિવ દ્વાન એટલે દાનાતરાયકર્મને નાશ થવાને કારણે પૂર્ણ દાન (૪) ક્ષધિ સ્ટમ એટલે લાભાન્તરાય કર્મને નાશ થવાને કારણે પૂર્ણ લાભ (૫) ક્ષચિ ભોગ એટલે મોજાન્તરય કર્મના નાશને કારણે ઉપભોગ થઈ શકે એવી વસ્તુઓને પૂર્ણ ભાગ (૬) ક્ષશિવ સમો એટલે ઉપભોગાન્તરાય કર્મના નાશને કારણે ઉપભેગ કરી શકાય એવી વસ્તુઓનો ઉપભેગ (૭) ક્ષય વીર્થ એટલે વીતરાય કર્મનો ક્ષય થવાને કારણે પૂર્ણ બળ (૮) ક્ષય સમ્પર્વ એટલે દર્શનમેહના વિનાશને કારણે પૂર્ણ સમ્યકત્વ (૯) ક્ષય રાત્રિ એટલે ચારિત્ર્યમહના નાશને કારણે સંપૂર્ણ ચારિત્ર. પહેલાં કહ્યું છે તે પ્રમાણે આધ્યાત્મિક પૂર્ણતાની આ કોટિમાં દેહ, મન અને ઇન્દ્રિયો સાથે સંબંધ ચાલુ છે. બધાં પ્રાણીઓને ધર્મને ઉપદેશ આપતે અહંત પરમેષ્ઠી સયોગ કેવલીનું ઉદાહરણ છે. ૧૪. ગોવરી દેહ, મન અને વાણીના યોગ–(પ્રવૃત્તિઓ)-ફેંકાઈ ગયા હોવાથી, પવિત્ર દેહના આંદોલનોનો અંત આવે એવી આ મેક્ષની અવસ્થા છે. સર્વોપરી પૂર્ણતાની આ સિદ્ધાવસ્થા છે. આ કક્ષાએ સર્વજ્ઞ ભગવાને પોતાને વળગી રહેલા આસ્ત્ર પૂર્ણ રીતે રોકી લીધા હોય છે અને આંદોલનક્રિયાનો નાશ કર્યો હોય છે. જીવ આઠ પ્રકારનાં કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત હોય છે અને શાશ્વત આનંદમય અવસ્થાને પ્રાપ્ત કરે છે. પૂર્ણ મુકત થઈને જિન સૃષ્ટિને શિખરે પહોંચે છે. એના નિવાસને સિદ્ધશિલા કહે છે. મુક્ત જીવે ત્યાં શુદ્ધિ અને શાંતિમાં જીવે છે. સામાન્ય વાચકોને, અજ્ઞાનની અવસ્થામાંથી પૂર્ણત્વની અવસ્થા સુધીના આધ્યાત્મિક વિકાસની તર્કસંગત પદ્ધતિને ફરી એક વાર ટૂંકમાં જોઈ જઈશું તે રસપ્રદ થઈ પડશે. આ વિશાળ વિશ્વમાં અનંત જીવો છે; તેમનામાંના કેટલાક ઇન્દ્રિયગોચર હેતા નથી. અત્યારે પૂરતું તે જીવના બે ભાગ પડે છે. (૧) ભવ્ય Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨. જીવો, જેમનામાં સુષુપ્ત ગુણેની જાગૃતિ છે અને (૨) અભવ્ય જીવે, જેમનામાં આવી જાગૃતિ નથી. ગુણસ્થાનની વ્યવસ્થા કૃત્રિમ નથી પરંતુ વૈજ્ઞાનિક છે. મુકિતનું મુખ્ય કારણ દેહ, મન, અને વાણીની પ્રવૃત્તિઓનું દમન અને આંતર તપ છે. સ્વાભાવિક રીતે જ ઉત્ક્રાંતિને પંથ અજ્ઞાન કે મિથ્યા દર્શનની અવસ્થાથી શરૂ થાય છે. આ પ્રથમ અવસ્થામાં મનુષ્ય વિકૃત અને અંધશ્રદ્ધાળુ માન્યતાઓમાં ફસાએલ રહે છે. જીવ દેહથી ભિન્ન છે એવા સત્યથી તે અજાણ છે અને માને છે કે દેહના આનંદ કે ભૌતિક પરિગ્રહ જીવનના ધ્યેય અને ઉદ્દેશ છે. બીજી અવસ્થા ખરું જોતાં વિકાસની અવસ્થા નથી. કર્મને કારણે ઊંચી અવસ્થામાંથી ટ્યુત થએલા જીવને રોકાઈ જવાની આ જગ્યા છે, અથવા તે મિથ્યાત્વમાં રહેલા જીવને સમ્યકત્વની હેજ, અસ્પષ્ટ ઝાંખી થાય છે. ત્રીજી અવસ્થા સમ્યકત્વ અને મિથ્યાત્વ વચ્ચેની ડામાડોળ સ્થિતિ છે. મનને સમ્યક દર્શનની ઝાંખી થઈ હોય છે પરંતુ લાંબા સમય સુધી તે સમ્યકત્વને વળગી રહેતો નથી. તે સમ્યક અને મિથ્યા દર્શને વચ્ચે ઝોલાં ખાય છે. ચોથી અવસ્થામાં મનુષ્ય સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય છે. આ નિઃશંક વિકાસની અવસ્થા છે કારણ કે મનુષ્ય સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વિશે સભાન થતું જાય છે. તેણે સંયમ પ્રાપ્ત કર્યો હોતા નથી કારણ કે કષાયો અને દર્શનાવરણીય કર્મોને ઉપશમ, વિયોગ કે ક્ષય થયો હોતા નથી. આમ પ્રથમ ચાર કક્ષાએમાં મનુષ્ય મિથ્યાત્વમાંથી સમ્યકત્વ તરફ જઈને વિકાસ સાધે છે પણ તેનામાં સંયમ હોતો નથી. પાંચમીથી સાતમી કોટિ સુધીની ત્રણ કક્ષાઓ પૂર્ણ સંયમની ઉત્ક્રાંતિ અને વિકાસ માટેની છે. ચોથાં ગુણસ્થાનમાં સમ્યક્ દર્શન પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય પોતાના કપાયા પર પ્રભુત્વ મેળવવા પ્રયાસ શરૂ કરે છે, અને અંશત: સંયમ મેળવે છે. આ આંશિક સંયમ સાથે તે આગળ વધે છે, અને પૂર્ણ સંયમ મેળવવા તે પ્રયાસ શરૂ કરે છે પણ પ્રમાદને કારણે તેના પ્રયાસ નિષ્ફળ જાય છે. કષાય અને લાગણીઓથી તે કાંઈક રંજિત થાય છે અને આધ્યાત્મિક સ્થિરતાની દશામાં રહે છે. ૭માં ગુણસ્થાનની સ્થિતિ સંયમ મેળવવાની સફળતાની સૂચક છે. આગલી અવસ્થાઓની આધ્યાત્મિક સ્થિરતા તેની પાસે ટકી શકતી નથી. દેહની અપૂર્ણતાઓ પર વિજય મેળવવાનું આધ્યાત્મિક બળ હવે તે ધરાવતો થાય છે. કર્મોનો વિનાશ કે શમન કરવાની શક્તિ પર આગળનો Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ વિકાસ આધાર રાખે છે. કર્મના શમનથી પ્રાપ્ત થએલી ઉચ્ચતા, કર્મના ક્ષયથી પ્રાપ્ત થએલી ઉચ્ચતા કરતાં ઉતરતી શ્રેણીની છે. આઠમી કક્ષા જીવની વધુ શુદ્ધિ માટેના શુદ્ધ ધ્યાનના પ્રારંભની પરિચાયક છે. કર્મોને હવે ત્યાગ અને ઉપશમ થઈ ગયો છે અને જીવની શુદ્ધિને કારણે કર્મની ગહનતા અને સમયમર્યાદા ઘટયાં હોય છે. નવાં કર્મોને આસવ મર્યાદિત થયો હોય છે. આમ હોવાથી આ કક્ષામાં જીવ અત્યંત શુદ્ધ હોય છે. એના પછી નવમી કક્ષામાં આવતાં મનુષ્ય સ્થૂળ લાગણીઓ તેમજ ઇચ્છાઓ પર વિજય મેળવવા પ્રયાસ કરે છે. સફળતા મેળવીને તે વધુ ઊંચે ચઢે છે. અહીં તેને લેભ અને શરીરની અસંપ્રજ્ઞાત આસકિત છોડવાં પડે છે; આ દશમું ગુણસ્થાન છે. અગિયારમાં ગુણસ્થાનમાં કર્મોને ઉપશમ કરી તેમના પર મનુષ્ય વિજય મેળવે છે. જેવી રીતે દબાવી દીધેલો શત્રુ પાછો ઊભું થાય એવી સંભાવના રહે છે, તેવી રીતે કષાયો અને ભાવોને ફરી પાછો ઉદય થાય અને દશમાં ગુણસ્થાન પર પાછું વળવું પડે એવી સંભાવના રહે છે. ૧૨ મું ગુણસ્થાન કષાયોના પૂર્ણ વિનાશની કક્ષા છે. જીવ જયારે તેમાં ગુણસ્થાને પહોંચે છે, ત્યારે બધાં ઘાતિકર્મોનો નાશ કરી તેણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું હોવું જોઈએ. છેલ્લું અથવા ચૌદમું ગુણસ્થાન, અઘાતિકર્મોને પણ નાશ કરી, જીવ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે મળે છે. ગૃહસ્થ આધ્યાત્મિક પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પાંચમાં ગુણસ્થાને પહોંચેલે હોય છે અને સંસારના આંશિક ત્યાગનું ધ્યાન ધરતો હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર – આ ત્રણ રત્ન એવાં છે જેનો પૂર્ણ સાક્ષાત્કાર વ્યક્તિને મોક્ષમાર્ગમાં સહાયક થાય છે. પ્રવાસની આગલી કક્ષાઓમાં નિશ્ચિત મિથ્યા દર્શનમાંથી સમ્યક્ દર્શનમાં પરિવર્તન થયું હતું. પછીનાં ગુણસ્થાનો સમ્યક ચારિત્રને માર્ગે પ્રગતિ કરનારાં હોય છે. આઠમાં અને નવમાં ગુણસ્થાને વધુ ધ્યાન અને પરિણામે જ્ઞાનની પ્રગતિની અવસ્થા છે. પણ સિધ્ધોના આદેશોને અનુસરવા અને નિસરણીના ઊંચેનાં પગથિયાં ચઢવા માટે એ યાદ રાખવું જરૂરી છે કે સંપૂર્ણ ચારિત્ર એટલે ઇચ્છારહિત મનઃસ્થિતિની પ્રાપ્તિ- એથી કાંઈ વધારે પણ નહીં અને છું પણ નહીં. તૃષ્ણામાંથી નીપજતાં દરેક લક્ષણોને સંપૂર્ણ ત્યાગ થાય, ત્યારે જ તે મન:સ્થિતિ પ્રાપ્ત થાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ લક્ષણો નીચેને કોઠો ચૌદ ગુણસ્થાનનાં મુખ્ય લક્ષણો દર્શાવે છે. શ્રી સી. આર. જેની પાસેથી તે સાભાર સ્વીકાર્યો છે. ક્રમ. ગુણસ્થાનનું નામ ૧. મિથ્યાત્વ ઘોર અજ્ઞાન ૨. નાસાન લુપ્ત થતું દર્શન એટલે કે ચોથથી પહેલાં ગુણસ્થાન પર લપસતી વખતે હોય તેવી મનની સ્થિતિ. ૩. મિશ્ર મિશ્ર સમ્યક દર્શન અને મિથ્યા દર્શન. ४. अविरतसम्यग्दृष्टि તપશ્ચર્યા વિનાનું સમ્યક્ દર્શન. ૫. વિરત સમ્યક ચારિત્રને પ્રારંભ. ૬. પ્રમત્ત આહારક શરીરની રચના અને વ્રતોનું પાલન, પરંતુ પ્રમાદ સહિત. મુનિ તરીકેના જીવનની આ પહેલી અવસ્થા છે. ૭. અપ્રમત્ત પ્રમાદને લેપ અને સ્વાભાવિક આનંદની આંશિક પ્રાપ્તિ. ८. अपूर्वकरण મનની શુધ્ધિને કારણે નવી વિચારપ્રવૃત્તિઓ; વિદનકારક તત્ત્વોનું અપસારણ. ४. अनिवृत्ति વધુ આગળ વધેલી મનની પ્રવૃતિઓ. ૧૦. સૂકમ થોડા લોભ પર અંકુશ મેળવવો બાકી. उपशांतमोह બાકી રહેલા લોભને ત્યાગ. क्षीणमोह લોભને સંપૂર્ણ ત્યાગ, પરિણામે તૃષ્ણારહિત સ્થિતિ અને પૂર્ણ સમ્યક ચારિત્ર. ૧૩. સોવિશ્રી સર્વજ્ઞત્વ, સમ્યફ જ્ઞાનનું પૂર્ણત્વ. જીવ ન્યુકિતની અવસ્થાનો સાક્ષાત્કાર. આ અવસ્થામાં તીર્થકરોને રહસ્યોદ્ઘાટન થાય. ૧૪. સોની ત્રણ યોગ”ને અંત. આના પછી નિર્વાણ પ્રાપ્ત થાય. Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ રત્નત્રય મનુષ્યો મિથ્યા દર્શનની અવસ્થામાં જન્મ્યાં હોય છે અને તેમનો જીવનપ્રવાસ મિથ્યા દર્શનથી જ શરૂ થાય છે. મિથ્યા દર્શન મનુષ્યને સૌથી મોટો શત્રુ છે. કારણ કે જીવનમાં સાચાં સ્વરૂપને સમજવામાં તે મનુષ્યને રોકે છે અને તેને એમ માનવા પ્રેરે છે કે દેહ, અને તેની સાથે સંકળાએલી આ ભૌતિક જગતની વસ્તુઓ સાચી છે, તેમજ સુખસગવડ ભરેલી જિંદગીને માટે વસ્તુઓનો સંગ્રહ કરવામાં જ સુખ છે. આવું જીવન સંયમરહિત, નિયમરહિત અને વ્રતરહિત હોય છે. સંયમી જીવન જીવવાની વૃત્તિ થાય, ત્યારે પણ જીવનને સુમાર્ગે વાળતાં વ્રતનું જ્ઞાન એની સમજ બહાર હોય છે. આપણી મુસાફરીના પંથમાં મોટા શત્રુઓ હુમલો કરવા તૈયાર બેઠા હોય છે. કષાયો આપણા સૌથી મોટા શત્રુઓ છે, કારણ કે આપણી આધ્યાત્મિક સમૃદ્ધિને હરી લઈને તેઓ આપણને દીન બનાવે છે. દેહ, મન અને વાણીની પ્રવૃત્તિઓ અનેક બાધાઓથી ભરેલી છે અને કર્મના ભારને વધારે છે. જીવની વિશુદ્ધિઓ વિશે જેને આછું પણ જ્ઞાન હોય છે, તે તેનાં સ્વરૂપ વિષે વધુ જાણવા પ્રેરાશે અને પોતાનાં જીવનધ્યેયને સિદ્ધ કરવા ઉત્સુક બનશે. પ્રત્યેક દર્શનનું મધ્યબિંદુ પરમાત્મા છે. તેનાં જુદાં જુદાં નામો અને જુદાં જુદાં લક્ષણો વર્ણવાયાં છે. ઉપર કહ્યા પ્રમાણે જૈન ધર્મ, ઈશ્વરને સુષ્ટિનો સર્જક માનતા નથી. ઈશ્વર એક આદર્શ, વિશુદ્ધ, પૂર્ણ જીવ છે અને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત શક્તિ અને આનંદ તેના ધર્મો છે. પૂર્ણત્વ અને સર્વજ્ઞત્વની એ એક કક્ષા છે. વિશ્વમાં જીવની અપૂર્ણતા, કર્મદ્રવ્ય સાથેના તેના સંયોગને કારણે છે. આપણાં હર્ષશોક, મિત્ર અને શત્રુ, સ્વજને અને મિત્રો, આપણું સમસ્ત સાંસારિક જીવન, આપણી બધી જ કરણી આપણા પોતાના જ કષાય તેમ જ દેહ, મન, વાણીની પ્રવૃત્તિઓ (ગ)થી આપણે જે કર્મ કર્યા હતાં તેનું જ ફળ છે. વિશુદ્ધિ અને પૂર્ણત્વની કક્ષા આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? પ્રત્યેક દર્શનશાખા, મોક્ષમાર્ગનું વર્ણન કરતાં પોતાને જે મહત્વનું લાગે તે લક્ષણનું ભારપૂર્વક Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રતિપાદન કરે છે. કોઈકે શ્રદ્ધા અને ભક્તિના માર્ગનું પ્રતિપાદન કર્યું, તે કોઈકે જ્ઞાનને જ સર્વશ્રેષ્ઠ માની તે પર ભાર મૂકો. ત્રીજી શાખાએ કાર્ય અથવા આચાર પર ભાર મૂકે. આ વિષયને જૈન ધર્મ બે દષ્ટિબિંદુઓથી જુએ છે: (૧) વ્યવહારનય એટલે કે વ્યાવહારિક દૃષ્ટિબિંદુ અને નિશ્ચયનય અથવા સત્ય દષ્ટિબિંદુ. સત્યની પરિભાષા સમજવી આપણામાંના ઘણાખરા માટે અત્યંત મુશ્કેલ છે. તેને સમજવા માટે, આપણે જેનાથી ટેવાયાં છીએ તે વ્યાવહારિક દષ્ટિબિંદુથી પ્રચલિત અભિવ્યકિતનો તેમજ અનુભવ કે પદાર્થોનાં સામ્યને આશ્રય લઈશું. પરમ સત્યનું પ્રતિપાદન કરવું તે આપણાં સમજ અને અનુભવની ઉપરવટ હોય છે. ઉમાસ્વામીએ એક અત્યંત સુંદર સૂત્રમાં કહ્યું છે: “સમ્પર્શનવિજ્ઞાનવારિત્રાળ મોક્ષમr :–” “સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર-ત્રણ મળીને મોક્ષમાર્ગ બને છે.” સૂત્રમાંને “સમ્યક’ શબ્દ માત્ર ‘દર્શન'નું જ નહીં પણ “જ્ઞાન” અને “ચારિત્ર'નું પણ વિશેષણ છે. આ ત્રણને જૈન ચિંતકો “રત્નત્રય' કહે છે. કુંદકુંદાચાર્યની કૃતિઓ, ખાસ કરીને નિયમસાર વિગતવાર તેનું નિરૂપણ કરે છે. આચાર્ય અમૃતચન્દ્રનાં પુરુષાર્થસિદ્ગવાય નામનાં પુસ્તકને વિષય પણ રત્નત્રય જ છે. પ્રત્યેક જૈન ધર્મગ્રંથ આ વિષયનું નિરૂપણ કરે છે કારણ કે તે જ મેક્ષમાર્ગને સાર છે. તે એમ પણ સ્પષ્ટ કરે છે કે જેઓ આ માર્ગનાં સામર્થ્યમાં શ્રદ્ધા રાખતા નથી, તેમને માટે પ્રગતિની કોઈ આશા નથી. જ્ઞાન કરતાં દર્શનને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું તે વિશે બે શબ્દો કહેવા જરૂરી છે. કોઈ એવી દલીલ કરી શકે કે દર્શન કરતાં જ્ઞાન પહેલું આવવું જોઈએ, કારણ કે જ્ઞાન વિનાનું દર્શન અંધશ્રદ્ધા છે. સાચી શ્રદ્ધાના મૂળમાં જ્ઞાન હોવું જ જોઈએ. જીવમાં એક સાથે દર્શન અને જ્ઞાનનો ઉદય થઈ શકે. પણ દર્શન પ્રથમ આવે છે કારણ કે જ્ઞાનપ્રાપ્તિની ઇચ્છાને ઉદય દર્શનમાંથી જ થાય છે. દઢ શ્રદ્ધા જ્ઞાન સાધનાની પ્રોત્સાહક છે. દર્શનમાં મનુષ્યની માનસિક સમતુલાને ક્ષુબ્ધ કરે તેવાં ભ્રામક તર અને શંકાઓના નિરાસ કરવાની ઇચ્છા આવી જ જાય છે. જ્ઞાનપ્રાપ્તિને તે સાર્થક બનાવે છે, તેને માર્ગ બતાવે છે અને ચારિત્રયને ઘડે છે. નિશ્ચયનયના દૃષ્ટિબિંદુથી જોતાં આપણે સ્વીકારવું પડશે કે સર્વજ્ઞ જીવ પોતે બધા ગુણો ધરાવે છે. આ વિશુદ્ધ અને પૂર્ણ જીવ કર્મબંધનોથી મુક્ત છે અને ભૌતિક દ્રવ્યની અશુદ્ધિઓ તેને સ્પર્શતી નથી. જીવ આનંદમય Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ છે અને બધી આંદોલનક્રિયાથી મુક્ત છે. જીવ પોતે જ સમ્યક જ્ઞાન છે. મનુષ્યનાં સાચાં જ્ઞાન અને ચારિત્ર જીવમાં જ કેન્દ્રિત થયાં છે. આવો જીવ ચિંતન અને સમાધિનું મધ્યબિંદુ છે. શુદ્ધ જીવ સર્વજ્ઞ છે અને તેથી વિશ્વનાં રહસ્યને તેમજ જીવનનાં નિયામક મૂળતત્ત્વને પામી શકે છે. સર્વજ્ઞ તીર્થકરોએ જે કાંઈ પ્રતિપાદિત કર્યું તેના પર બધા ધર્મગ્રંથો આધારિત છે. આ ધર્મગ્રંથોને જીવન અને ચારિત્રના પાયામાં રાખવામાં ન આવે ત્યાં સુધી સાચું સુખ મળતું નથી. આથી જ કહયું છે કે નિશ્ચયનય પ્રમાણે ત્રણ રને શુદ્ધ જીવમાં જ કેન્દ્રિત થયાં છે. વ્યવહારમાં રાજાની સેવા કરી જે વ્યકિત ધન પ્રાપ્ત કરવા ઇચ્છે, તેણે રાજામાં શ્રદ્ધા રાખવી જ જોઈએ, તેનાં સત્તા અને સંપત્તિને જાણવાં જોઈએ અને સમગ્ર સેવાકાળ દરમ્યાન એવું વર્તન રાખવું જોઈએ, જે તેનું સાંસારિક ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદરૂપ નીવડે. આ જ પ્રમાણે નિશ્ચયનયમાં શુદ્ધ જીવને રાજા જાણવો. તેનામાં પૂર્ણત્વના બધા ગુણો મૂર્ણ થએલા માનવા અને તેનાં સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરી તેનું જ ચિંતન કરવું. વ્યાવહારિક દૃષ્ટિકોણ પ્રમાણે દેહધારી જીવે રત્નત્રયને માર્ગે ચાલવું જોઈએ. જેથી સૂક્ષ્મ કર્મદ્રવ્યને બનેલો દેહ પૂર્ણત્વપ્રાપ્તિમાં વિદનરૂપ ન થાય. સમ્યક દર્શન સૌપ્રથમ સમ્યકત્વનો અર્થ સમજવો અત્યંત જરૂરી છે. આચાર્ય સમતભદ્ર તેની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : “ તના અર્થમાં, અહં તમાં, ધર્મગ્રંથમાં, ત્રણ પ્રકારના અંધવિશ્વાસથી અને આઠ પ્રકારના માનથી મુકત એવા સંતેમાં શ્રદ્ધા”. જૈન ધર્મના વિચાર પ્રમાણે ઈશ્વર એટલે શુદ્ધ, પૂર્ણ જીવ જે અનંત જ્ઞાનને કારણે સર્વજ્ઞ છે તેમજ આનંદમય છે. ઉમાસ્વામીએ સમ્યક દર્શનની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે “દ્રવ્યોનાં સાચા સ્વરૂપમાં શ્રદ્ધા” (તસ્વાર્થશ્રદ્ધાનું સગવનમ્). નવ પદાર્થોમાં ગાઢ શ્રદ્ધાને સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પૂર્વાવશ્યકતા માની છે. વીતરાગ અથવા જિનમાં, ધર્મગ્રંથોમાં, નવ તત્તમાં, અને આચાર્યમાં રહેલી શ્રદ્ધા, શંકા અને અજ્ઞાનથી મુક્ત હોવી જોઈએ. સાંસારિક જીવમાં માત્ર સમનસ્ક અને કપાયરહિત મનુષ્યોમાં જ સમ્યક દર્શનને ઉદય થાય છે. કેટલાક Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જીવને અને દેહને એકરૂપ માને છે, અને સમાજમાં પ્રવર્તતી મિથ્યા માન્યતાને દૂર કરી શકતા નથી. સામાન્ય મન ત્રણ પ્રકારના અંધવિશ્વાસથી ભ્રાંત થયું હોય છે; બેટા, દેવામાં શ્રદ્ધા (હેવમૂઢતા), સ્થાનની પવિત્રતા વિષે મિથ્યા દર્શન (ત્રોવમૂઢતા) અને શંકાસ્પદ સાધુએમાં મિથ્યા માન્યતા (વાવમૂઢતા). પ્રથમ પ્રકારના અંધવિશ્વાસમાં એવું માનવામાં આવે છે કે વિનાશક અને આવેગપૂર્ણ શકિતઓ ધરાવતાં દેવદેવીઓ તેમનાં ભકતોની ઇચ્છા પૂર્ણ કરી, તેમના પર કૃપા કરે છે. બીજા પ્રકારની અંધશ્રદ્ધા ધરાવતા લોકો કેટલીક નદીઓમાં સ્નાન કરે છે, પર્વતના શિખર પરથી કૂદી પડે છે અને અગ્નિમાં પ્રવેશે છે. આ બધું તેઓ પોતાને કે પોતાના સગાંસંબંધીઓને પુણ્ય મળે તે માટે કરે છે. ત્રીજા પ્રકારની અંધશ્રદ્ધા ધરાવતા લોકો ખોટા સાધુઓને પૂજે છે, તેમનું સન્માન કરે છે અને એવી આશા રાખે છે કે તેઓ કાંઈક કૃપા કરશે, કારણ કે તેમની પાસે જાદુઈ કે ભેદી શક્તિ છે. જો કે સાધુઓ અંગત સ્વાર્થ અથવા પ્રદર્શન માટે આ શકિતઓ બતાવતા હોય છે. આવા અંધવિશ્વાસથી મન મુક્ત રહેવું જોઈએ. કારણ કે અંધશ્રદ્ધા કે સંશયથી મુકત મનમાં જ સમ્યક્ દર્શનનો ઉદય અને વિકાસ થઈ શકે. ત્રણ પ્રકારનાં મૂઢત્વ ઉપરાંત, આઠ પ્રકારનાં માન હોય છે. (૧) કુળનું અભિમાન (ગુમર) (૨) કૌટુંબિક સંબંધોનું અભિમાન (જ્ઞાતિમર) (૩) પોતાના બળનું અભિમાન (વર) (૪) સૌન્દર્યનું અભિમાન (શૌર્યમ) (૫) જ્ઞાનને મદ (જ્ઞાનમર) (૬) ધનને મદ (ઘરન) (૭) ઐશ્વર્યને મદ (માસામવ) (૮) તપને મદ (તા:મત). આમને એક, એકથી વધુ કે બધા મદ માનસિક સમતુલા ઉથલાવે તેવા, તેમ જ મનુષ્યો કે વસ્તુઓ માટે રુચિ–અરુચિ પેદા કરે એવા હોય છે. આવો મદ હોય તે મનુષ્ય નિષ્પક્ષપાત ન હોઈ શકે. આવા મદ સાથેનું જ્ઞાન વિકૃત નહીં તે દોષયુક્ત તો હોય જ. આમાંના કોઈ પણ કારણસર પિતાને માટે વધારે પડતો ઊંચો ખ્યાલ દૃષ્ટિમાં અવરોધ ઉત્પન્ન કરવા સમર્થ છે. સમ્યક દર્શનનો ઉદય થતાં પહેલાં અભિમાનનાં આ તો દૂર થવાં જ જોઈએ. સમ્યક દર્શનનાં આઠ અંગે હેય છે અને તેમને આધારે જ તેની કોષ્ઠતા પુરવાર થાય છે. (૧) ધર્મના સિદ્ધાંતનાં સત્ય તેમજ પ્રામાણિકતા વિષે સંશય ન હોવો જોઈએ. (નિઃશતા) (૨) બધું ક્ષણિક હેવાથી સાંસારિક સુખે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ માટે પ્રેમ કે રુચિ ન હોવાં જોઈએ. (નિડviાતમ્) (૩) વિવિઝિસ. દેહ, રોગ અને અશુદ્ધિઓથી ભરેલો હોવા છતાં તેના પ્રત્યે ધૃણાભર્યું વલણ રાખવાને ઈન્કાર. આવું વલણ ત્રણ રત્નોની પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે. (૪) અમૃતવૃષ્ટિ એટલે વિકૃતિ અને અંધશ્રદ્ધામાંથી મુકિત. નાસ્તિક અને મિથ્યા દર્શનમાં કોઈએ શ્રદ્ધા રાખવી જોઈએ નહીં. (૫) ૩૫ઘન – બીજાની મુર્ખાઈ કે નિર્બળતાને કારણે ધર્મની પ્રતિષ્ઠા જોખમાય ત્યારે આધ્યાત્મિક ઉન્નતિ જાળવી રાખવી અને મોક્ષમાર્ગનું ગૌરવ જાળવી રાખવું. પવિત્ર પુરુષોની પ્રશંસા કરવી પણ ધર્મ માટે પ્રયત્નશીલ મનુષ્યો ભૂલ કરે તે તેમની નિંદા ન કરવી. (૬) સ્થિતિવાળા બીજાં મનુષ્યો જ્યારે ઉન્માર્ગે જતાં હોય, ત્યારે ધાર્મિક સત્યોને ઉપદેશ આપીને કે તેનું સ્મરણ કરાવીને તેમને સમ્યક ચારિત્રના માર્ગ પર પુન:પ્રતિષ્ઠિત કરવાં. (૭) વાત્સલ્ય સહધર્મીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવા અને આધ્યાત્મિક માર્ગે જેમણે પ્રગતિ કરી છે, તેમના પ્રત્યે આદર અને ભક્તિ ધરાવવાં તેમજ સભ્યતાપૂર્વક તેમને આવકારી તેમની સગવડોનું ધ્યાન રાખવું. (૮) કમાવનાધાર્મિક ઉત્સવો અને દાનનું આયોજન કરી, ધર્મનાં મહત્ત્વનું પ્રતિપાદન કરી, લોકોને મિથ્યાચાર અને મિથ્યા દર્શનમાંથી રોકવા. જૈન ધર્મના સિદ્ધાંતો અને ધર્મગ્રંથનું મહત્ત્વ દર્શાવવા પ્રયત્ન કરવો જોઈએ. આ આઠ અંગે અથવા સમ્યક દર્શનના ભાગે મનુષ્યને સર્વજ્ઞના, સાચા ધર્મ વિષેના, અને ઉપાધ્યાયને સાચા ગુણ વિશેની શંકાઓમાંથી મુકત રાખે છે. આ અંગેનું પાલન કરનારી વ્યકિતએ ભકિતપૂર્વક આ માર્ગ પર ચાલવાનું છે અને તેમાં પતનની શકયતાઓ કયાં છે તે પણ સમજવાનું હોય છે. પોતે જાતે આધ્યાત્મિક ઉન્નતિ મેળવ્યા પછી, ઉન્માર્ગે ગએલા સહધર્મીઓને ગુસ્સે કરે એવું કશું તેણે કરવાનું હોતું નથી, પણ સલાહ અને સમજાવટથી તેમને સન્માર્ગે વાળવાના હોય છે, તેમજ નિંદાથી તેમને બચાવવાના છે. પોતાના ધર્મને અપયશ અપાવે એવું કશું તેણે કરવાનું હેતું નથી. પવિત્ર અને પુણ્યશાળી આત્માને ભકિતભાવપૂર્વક સન્માનવા જોઈએ, જેથી તેમના તેમજ તેમના આધ્યાત્મિક આચારથી પ્રભાવિત થએલા બીજાના ગુણોનું ચિંતન કરી શકાય. જિનના સિદ્ધાંતને ઉપદેશ અને ઉદાહરણ દ્રારા યથાશકિત ફેલાવવો જોઈએ. સમ્યગ દર્શનની પ્રાપ્તિમાં મન સામે કેવા સંશય આવે તે અમૃતચંદ્ર સૂરિએ દર્શાવ્યું છે. સમજવાની આપણી શકિતની મર્યાદાને કારણે સંશય ઊભા થાય છે. બીજા ધર્મો પાળતા અને બીજા ધર્મોના ગુણ ગાતા મિત્રો કે પડોશીઓ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આપણા મનમાં (આપણા ધર્મ પ્રત્યે) શંકા પ્રેરે છે. મન જ્યારે સંતપ્ત હોય, ત્યારે દુઃખ અને આપત્તિઓ આપણાં મિથ્યાત્વમાં વધારો કરે છે, કારણ કે રસ ધરાવતી વ્યકિત, ખોટાં દેવદેવીઓને પૂજા કે નૈવેદ્ય ધરાવવાથી મનુષ્યનાં દુઃખ દૂર થાય છે એવો પ્રચાર કર્યા કરે છે. કર્મના નિયમની અટળતામાં પોતાની શ્રદ્ધાની દઢતાની ચકાસણી કરવાનો આ યોગ્ય પ્રસંગ હોય છે. આપણી સમજશકિત મર્યાદિત હોવાથી, જીવનમાં ઘણી વસ્તુઓ ઉપર વિશ્વાસ રાખી આપણે તેમને સ્વીકારી લેવી પડે છે. સામાન્ય વ્યવહારમાં પણ જુદા જુદા વિષયોમાં જુદી જુદી સિદ્ધિ મેળવેલી વ્યકિતઓને આપણે જોઈએ છીએ. ધર્મ અને આધ્યાત્મિકતાને પ્રયત્નપૂર્વક અને નિષ્ઠાપૂર્વક અનુસરવાં જોઈએ. ધર્મગ્રંથમાં વર્ણવેલાં, તીર્થ કરો અને એમનાં લક્ષણો કે એવા બીજા વિષયો માની લીધા વગર આપણે ધર્મના અધ્યયનમાં પ્રગતિ કરી શકીએ નહીં આનો અર્થ એ નથી તમે પ્રશ્ન પૂછી જ ન શકે. આપણો સામાન્ય અનુભવ એવો છે કે જે વસ્તુઓ આપણી સમજ બહાર હય, તે પણ, આપણાં અધ્યયન અને વિચારની પ્રક્રિયાઓ આગળ વધતાં સ્પષ્ટ થતી જાય છે. જ્ઞાનનાં દ્વારા આપણે માટે એકાએક ખુલી જતાં નથી. ભકિતપૂર્વકનું અધ્યયન બધા સંશયો દૂર કરી, ખંતીલા જિજ્ઞાસુને જ્ઞાનને નવ પ્રકાશ આપે છે. કેટલીક વખત આચાર્ય કે વધુ જ્ઞાની વ્યકિતઓ આપણા સંશયને દૂર કરે છે. આમ પહેલાં જે અદશ્ય હતું તેને જ્ઞાનને પ્રકાશ, મનના અંધકારભર્યા ખૂણાઓને અજવાળીને દશ્ય બનાવે છે. અનેકાન્તવાદના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક વસ્તુનું આપણે વિવિધ દૃષ્ટિબિંદુઓથી પરીક્ષણ કરવું જોઈએ, અને સત્યનું અન્વેષણ કરવું જોઈએ. તત્ત્વવિદ્યાના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ દુર્બોધ હોય છે. આપણે ખુલ્લું મન રાખીને પરીક્ષા કરવી જોઈએ અને મિથ્યા સિદ્ધાંત કે ધર્મગ્રંથો પર આધાર ન રાખવો જોઈએ. બદલાની આશા રાખે એવી શ્રદ્ધા કે એવાં દર્શનને સમ્યક દર્શન ન કહી શકાય. સાચે શ્રદ્ધાળુ રાજકુળમાં જન્મ લેવાની ઇચ્છા નહીં રાખે કે સત્તા અને સંપત્તિની પ્રાપ્તિની આશા પણ નહીં રાખે. આ બધી વસ્તુઓ કર્મફળરૂપે મળે છે. ભૂખ, દરિદ્રતા, રોગ, ગંદકી, જેવી સ્વાભાવિક વસ્તુઓ તરફ ધૃણા ન સેવવી જાઈએ. જીવની દિવ્યતામાં દઢ શ્રદ્ધા રાખવી જોઈએ. કષાયોને અવકાશ આપ્યા વગર, દશ ગુણો આચરવાથી સમ્યકત્વને વિકાસ થાય છે. આ દશ ગુણો આ પ્રમાણે છે : ક્ષમા, મૃદુતા, ઋજુતા, શુદ્ધિ, સત્ય, સંયમ, તપ, દાન, અના Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ સક્તિ અને બ્રહ્મચર્ય. આપણે પ્રયત્ન આત્મસુધારણા માટે હોવો જોઈએ. બીજાની નિંદા કરવી કે છિદ્રો જોવાં તે માનસિક તંદુરસ્તીની નિશાની નથી તેમ સાચી વૃત્તિ સાથે સુસંગત પણ નથી. કષાયો ઉપર વિજય મેળવીને અને વધુ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે પ્રામાણિક માર્ગથી વિમુખ થતાં અટકી શકીએ. જૈનધર્મ અનુસાર સમ્યકત્વ નીતિશાસ્ત્રને પાયો છે. શ્વેતાંબરોના મતે સૌથી વધુ પ્રાચીન આગમ એવા ઉત્તરાધ્યયનસૂત્રમાં સમ્યકત્વ શી રીતે પ્રાપ્ત કરી શકાય અને શી રીતે કેળવી શકાય તે વિષે સંક્ષેપમાં સૂચન કર્યું છે. સમ્યક્ત્વનાં પ્રાપ્તિસ્થાન દશ છે: (૧) નિ એટલે કે જીવનાં સ્વરૂપને અને સાંસારિક જીવનમાં તેની સાથે સંકળાએલા સિદ્ધાંતને સમજવા માટે મનને સહજ પ્રયાસ. (૨) કવેશ (૩) આજ્ઞા (ધર્મશાસ્ત્રને ઉપદેશ) (૪) સૂત્ર અંગે અને બીજા પવિત્ર ગ્રંથોનું અધ્યયન (૫) વીર (જે જાણીતું છે તેના પરથી તર્કશુદ્ધ અનુમાન કરી જાણવું) (૬) ઉમામ (પવિત્ર વિદ્યાનો અર્થ સમજવો) (૭) વિસ્તાર (વિસ્તૃત અધ્યયન) (૮) fક્રયા ચારિત્ર્યના નિયમોનું પાલન (૯) સંક્ષેપ અને (૧૦) ઘર્મ. આ જ વાત કાંઈક વધારે વિગતવાર અને થોડા સુધારા સાથે ગુણભદ્ર કહી છે. સમ્યક્ દર્શનને તેમણે બે પ્રકારનું ગણાવ્યું છે : નિસગ અને વિરમગ. પહેલું સ્વયંભૂ અને સ્વયંપ્રેરિત હોય છે જ્યારે બીજે ઉપદેશ, અધ્યયન અને માર્ગદર્શન દ્વારા પ્રાપ્ત થાય છે. કમને ઉપશમ કરવાની જરૂર છે અને કષાય પર વિજ્ય મેળવવાની જરૂર છે તે વિષે ઉપર કહેવાઈ ગયું છે. તે પછી સમ્યક દર્શનનાં દશ પ્રાપ્તિસ્થાન તેઓ ગણાવે છે : (૧) માજ્ઞા એટલે કે કષાયરહિત સંતોને ઉપદેશ. (૨) મા એટલે ક્ષણિક સંબંધો અને આસકિતઓથી મુકત એવા શાશ્વત, શાંતિમય મોક્ષમાર્ગમાં શ્રદ્ધા. આ પ્રકારની શ્રદ્ધા મેહનીય કર્મોના નાશમાંથી ઉદય પામે છે. (૩) ઉદ્દેશ એટલે પૂર્વે થઈ ગએલા સંતોના ઉપદેશથી તેમજ સમ્યક જ્ઞાનથી પૂર્ણ ધર્મગ્રંથરૂપી સાગરમાંથી પ્રાપ્ત થએલી સૂકિતમાંથી ઉદય પામતી શ્રદ્ધા. (૪) સૂત્ર શ્રદ્ધાનું બીજું ઉત્પત્તિસ્થાન છે. સાધુઓ માટે નક્કી થએલા આચાર અને ધાર્મિક અનુશાસન પ્રમાણેના સાધુઓના નિયમોનું અધ્યયન કરતાં નવાં જ્ઞાન અને સમજણ ઉત્પન્ન થાય છે. (૫) વીર એટલે દ્રવ્યો અને પદાર્થોનાં જ્ઞાનમાંથી ઉત્પન્ન થતી શ્રદ્ધા. દ્રવ્યો કે પદાર્થોનું જ્ઞાન મેળવવું અઘરું છે પણ ધીરજપૂર્વક પ્રયત્ન કરવાથી અને વિકૃત શ્રદ્ધાનું ઉપશમન થવાથી આ જ્ઞાન મેળવી શકાય છે. (૬) સંક્ષેપ એટલે સ્તુત્ય વ્યક્તિઓમાં શ્રદ્ધા. સિદ્ધાંતે અત્યંત સંક્ષિપ્ત રીતે રજૂ કરવામાં આવ્યા હોય, તે પણ તેમાં શ્રદ્ધા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ થાય જ છે. (૭) વિસ્તાર—બાર અંગેનાં કાળજીભર્યા અધ્યયનથી પ્રાપ્ત થતી શ્રદ્ધા. આ બાર અંગેમાં પ્રાચીન પવિત્ર વિદ્યા હોય છે. (૮) મર્થ—ધર્મગ્રંથેના સિદ્ધાંતને સાચો અર્થ કરી, તેમાં શ્રદ્ધા રાખવી. માત્ર શબ્દો પર વધારે પડતો ભાર ન મૂકવો. (૯) અવઢ–અંગે અને બીજા ધાર્મિક ગ્રંથનાં અધ્યયનથી પ્રાપ્ત થતી શ્રદ્ધા. (૧૦) ઘરમાવઢ–તીર્થકરોને જેનું દર્શન થયું છે એવાં સત્યમાં શ્રદ્ધા. ઉપર જે કાંઈ કહેવાયું છે તે પરથી સ્પષ્ટ થયું છે કે સંવેગ (ધર્મ પ્રત્યે (પ્રેમ), નિર્વેદ (સાંસારિક સુખો પ્રત્યે અલિપ્તતા), અને જાણીને કે પ્રમાદથી થએલા આચારના નિયમોના અતિચાર માટે પિતાની ટીકા કરવાની વૃત્તિ–આ સૌ સમ્યકત્વનાં લક્ષણો છે. સમ્યકત્વ ધરાવતી વ્યક્તિએ પોતાના આધ્યાત્મિક ગુરુ પાસે પોતાના દોષ કબુલ કરી પશ્ચાત્તાપ કરવો જોઈએ, અને પોતાના કષાયોના ઉપશમ માટે જાગૃત પ્રયત્ન કરવો જોઈએ. તેને પંચપરમેષ્ઠીઓ પ્રત્યે ભકિતભાવ હોવો જોઈએ, અને સગુણી વ્યકિતઓ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. સર્વ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા તો હોવી જ જોઈએ. આમ સમ્યક દર્શનનાં મૂળ આધ્યાત્મિકતામાં છે. સત્યનાં જ્ઞાન માટે વસ્તુઓનાં સાચાં સ્વરૂપ વિષે ઊંડું જ્ઞાન તે સમ્યકત્વ. આવું ઊંડું જ્ઞાન ધરાવતી વ્યકિત કોઈ પણ ભોગે યથાર્થ સત્યને જાણવા કૃતનિશ્ચયી હોય છે. જૈન ધર્મ માત્ર નીતિશાસ્ત્ર અને તવવિઘાને બનેલો નથી. એક પણ અપવાદ વિના બધા જૈન દાર્શનિકોએ, મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે કોઈ પણ આચાર શરૂ કરતાં પહેલાં સમ્યક દર્શનને અચૂક પ્રાપ્ત કરવા માટે ભારપૂર્વક કહ્યું છે, તે દર્શાવે છે કે જૈન ધર્મ એટલે અધ્યાત્મવિદ્યા. સમંતભદ્ર કહ્યું છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ જેણે કરી છે, તે ભલે નીચ કુળમાં જન્મ્યો હોય, પણ ગણધરો પણ તેને દેવ જેવો ગણશે. સમ્યક દર્શનને આધાર ન હોય, તો જ્ઞાન અને ચારિત્રનાં ઉદય, સ્થિરતા, વિકાસ અને પૂર્ણતા શકય નથી. સભ્ય જ્ઞાન સમ્યક દર્શનને કારણે આપણે જીવ અને દ્રવ્યને કેટલેક અંશે સમજી શકીએ છીએ, સમ્યક દર્શનને કારણે જ આપણે આપણા વિચારો અને પૂજાને જિને પર એકાગ્ર કરી શકીએ છીએ અને ધર્મગ્રંથનાં અધ્યયનમાં ઉદ્યમપૂર્વક પ્રવૃત્ત થઈએ છીએ. ધર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા પ્રાપ્ત થતાં, જ્ઞાનપ્રાપ્તિ માટેની પૂર્વભૂમિકા તૈયાર થએલી ગણાય. વળી તેને કારણે જ વિચારો વિશુદ્ધ બને છે Page #160 -------------------------------------------------------------------------- ________________ અને અભિગમ અત્યંત સન્માનભર્યા છતાં તર્કયુક્ત રહે છે. મિથ્યાત્વ, સમ્યક્ જ્ઞાનનું અવરોધક છે. ૧૪૩ સમન્તભદ્રે જ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: “વસ્તુનાં પૂર્ણ અને સાચાં સ્વરૂપને યથાવત્, સંશય, વિકૃતિ કે અતિશયોક્તિ વિનાના બાધ તે જ્ઞાન.” જે બાધ આંશિક, અતિશયોકિતપૂર્ણ, વિકૃત કે સંશયયુક્ત હોય તે મિથ્યાજ્ઞાન છે. નેમિચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તી એવા મત ધરાવે છે કે પૂર્ણ જ્ઞાન એટલે જીવ અને દ્રવ્યનાં સાચાં સ્વરૂપનો, સંશય, વિમેહ અને વિભ્રમ રહિત, પૂર્ણ બાધ. જૈન દાર્શનિકોએ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચાર પ્રમાણા ગણાવ્યાં છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. યથાર્થનય પ્રમાણે જ્ઞાન, એ જીવને સ્વાભાવિક ગુણ છે. જીવ જ્ઞાતા છે અને જ્ઞાનના મુખ્ય સ્રોત પણ છે. જ્ઞાન પૂર્ણ છે પરંતુ કર્મના આવરણને કારણે તેની પ્રગાઢતા અને તેનાં તેજને સાક્ષાત્કાર થઈ શકતા નથી. મિથ્યાત્વ અથવા મિથ્યા દર્શનનો જેમાં અભાવ હોય, તે જ પૂર્ણ જ્ઞાન. મિથ્યાત્વ સમજ અને વૃત્તિ બંનેને વિકૃત કરતું હોવાથી, સમ્યક્ જ્ઞાનનું વિરોધી છે. કુન્દકુન્દના મત એવા છે કે જીવનું જ્ઞાન તે જ સાચું જ્ઞાન. આ જ વસ્તુને નકારાત્મક રીતે રજૂ કરતાં તે કહે છે કે જ્ઞાન એટલે ધર્મગ્રંથો, શબ્દ, રૂપ, રંગ, વાસ, સ્વાદ, સ્પર્શ, કર્મ કે દ્રવ્યોમાંનું કાંઈ પણ નહીં. આનું કારણ એ છે કે આ બધાં દ્રવ્યનાં લક્ષણા છે અને જીવનાં સ્વરૂપ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. જીવ જ્ઞાતા છે, જ્ઞાન છે, અને તેથી જ્ઞાતાથી જ્ઞાન ભિન્ન નથી. આ જ્ઞાન તે જ સમ્યક્ દર્શન. ' સમ્યક્ દર્શન એ સમ્યક્ જ્ઞાનનું પગથિયું છે. તેથી જ બધા જૈન ચિંતકોએ મનમાંથી મિથ્યા દર્શનને દૂર કરવા માટે વારંવાર કહ્યું છે. મિથ્યાત્વ કાંઈક અંશે વેદાન્તની ‘અવિદ્યા’નું, સાંખ્યદર્શનના અવિવેક'નું અને બૌદ્ધ દર્શનની ‘માયા’નું સ્મરણ કરાવે છે. જૈન ધર્મ વારંવાર કહે છે કે મિથ્યાત્વને દૂર કર્યા વગર સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ શકય નથી. જીવ વિષે વિચાર કરતાં આપણે વ્યવહાર નય અનુસાર જ્ઞાનના પ્રકારો જોયા હતા. જ્ઞાન સ્વમવજ્ઞાન (કુદરતી) અને વિમાવજ્ઞાન (અકુદરતી) એમ બે પ્રકારનું હોઈ શકે. સ્વભાવજ્ઞાન પૂર્ણ છે અને તેની પ્રાપ્તિમાં કોઈ પણ બાહ્ય વસ્તુની જરૂર પડતી નથી. જ્ઞાનાવરણીય કર્મની પ્રવૃત્તિને લીધે લોકોને સ્વભાવજ્ઞાન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ થતું નથી. બાહ્ય અથવા બીજી કોઈ રીતે પ્રાપ્ત થએલું જ્ઞાન તે વિભાવજ્ઞાન ગણાશે. વિભાવજ્ઞાન બે પ્રકારનું છે : તે સાચું જ્ઞાન હોઈ શકે અથવા મિથ્યાજ્ઞાન હોઈ શકે. આમ જ્ઞાનના આઠ પ્રકાર છે જેને વિષે થોડું પહેલાં કહેવાઈ ગયું છે. પ્રકરણ બીજાંમાં દર્શાવ્યા પ્રમાણે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોના સંદર્ભમાં જ્ઞાન પાંચ પ્રકારનું છે. પાંચ ઇન્દ્રિયો અથવા મન દ્વારા પ્રાપ્ત થએલું જ્ઞાન તે મતિજ્ઞાન. જ્યારે ધર્મગ્રંથો દ્વારા પ્રાપ્ત થએલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાન, અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ પૂરતું મર્યાદિત છે તે શ્રુતજ્ઞાન, વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળની સઘળી ઘટનાઓને આવરી લે છે. ધર્મગ્રંથોમાં આ ઘટનાઓનું પ્રતિપાદન થયું જ હોય છે. અવધિજ્ઞાન એટલે દૂરના ભૂતકાળનું જ્ઞાન. જેમણે વિચારોની શુદ્ધિ પ્રાપ્ત કરી હોય અને તપશ્ચર્યા દ્વારા પોતાની માનસિક શકિતઓને વિકાસ સાધ્યો હોય, તેને જ આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્વર્ગના અને નારકી જીવો પણ આ જ્ઞાન ધરાવે છે. ચોથા પ્રકારનું જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન એટલે બીજાના વિચારોનું જ્ઞાન. પોતાની જાતને જેમણે વશ કરી હોય તેઓ આ પ્રકારનું જ્ઞાન ધરાવે છે. છેલ્લું જ્ઞાન તે કેવલજ્ઞાન. આ જ્ઞાનનો ઉદય તીર્થકરો અથવા પૂર્ણ જીવોમાં જ થાય છે. મોક્ષમાર્ગ માટે સૌથી વધારે મહત્ત્વનું અને અત્યંત જરૂરી હોય, તે તે કેવલજ્ઞાન છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં, ધર્મગ્રંથોનું અધ્યયન કરીને અને તેના સિદ્ધાંતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને જૈન દર્શનને પચાવવું જોઈએ. જીવની પ્રગતિ કરાવે એ પ્રત્યેક સિદ્ધાંત યથાર્થ અને પૂર્ણ રીતે સમજે જોઈએ અને બધા ખોટા ખ્યાલ તેમ જ સંશયો દૂર કરવા જોઈએ. આવું જ્ઞાન જ આપણા વિચારો અને વાણીનું પ્રેરક બળ હોવું જોઈએ. પૂર્ણ જ્ઞાન જીવના સ્વભાવમાં જ છે પણ જ્ઞાનાવરણીય કર્મને લીધે તે અસ્પષ્ટ થયું છે. કર્મોના ઉપશમ કે ક્ષય દ્વારા જ આંશિક કે પૂર્ણ સમ્યક્ જ્ઞાન મેળવી શકાય. સમ્યગ દર્શન થાય તે જ સમયે સમ્યક જ્ઞાન થતું હોવા છતાં બંનેનાં ઉદય અને પ્રગતિને બાધક કર્મો જુદાં જુદાં છે. બંને પ્રકારનાં કર્મોની પાછળ મિથ્યાત્વ છે પણ દર્શનાવરણીય કર્મ, સમ્યક દર્શનને અસ્પષ્ટ કરતું આવરણ છે. સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શન શી રીતે પ્રાપ્ત થઈ શકે તે વિષે આગળ ચર્ચા થઈ ગઈ છે. સમ્યકત્વ સમ્યક જ્ઞાનને પ્રાણ છે. જ્ઞાનવરણીય કર્મને જેટલા પ્રમાણમાં ક્ષય થતું જાય, તેટલા પ્રમાણમાં સમ્યકજ્ઞાનનાં પરિમાણ અને તેજસ્વિતા વધે છે. કર્મને સંપૂર્ણ ક્ષય થતાં, સર્વજ્ઞત્વનું તેજસ્વી જ્ઞાન થાય છે. બધાં વાદળાં Page #162 -------------------------------------------------------------------------- ________________ દૂર થાય ત્યારે જ સૂર્ય પૂરા તેજ સાથે પ્રકાશી ઊઠે, તેવી રીતે સ્વાભાવિક જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મરૂપી વાદળાં વિખરાતાં, જીવમાં સર્વજ્ઞત્વરૂપ ધારણ કરે છે. સમ્યક્ જ્ઞાન જેટલું જ સમ્યક્ દર્શન પણ જીવનું સ્વાભાવિક લક્ષણ છે. સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન પર આધાર રાખતું હોવા છતાં, જ્ઞાન અને દર્શન વચ્ચેના કાર્યકારણસંબંધ સ્પષ્ટ છે કારણ કે બુદ્ધિભરી શ્રદ્ધા બૌદ્ધિક પૂછપરછ કે અન્વેષણની અપેક્ષા રાખે જ છે. આમ જ્ઞાન અને દર્શન બંને પરસ્પરના આધાર છે. ૧૪૫ ઇન્દ્રિયો અને મન, જ્ઞાનની પ્રાપ્તિ માટેનાં માધ્યમ છે તેા નૈતિક અને આધ્યાત્મિક જ્ઞાન આત્મસાત્ કરવા માટે ધર્મગ્રંથા અત્યંત મહત્ત્વના છે. તેમનું નિષ્ઠાપૂર્વકનું અધ્યયન માત્ર આપણા દૃષ્ટિકોણ અને ચારિત્રને જ ઘડતું નથી પણ આખાં જીવનને સાર્થક બનાવવા અને નિશ્ચિત માર્ગે લઈ જવા માટે મનને સુયોગ્ય રીતે તૈયાર કરે છે. બાર અંગા અને સૂત્રો ધર્મગ્રંથામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પરંતુ તેમનાં પ્રામાણ્ય વિષે દિગંબરો અને શ્વેતાંબરોમાં મતભેદ છે. તે ઉપરાંત ઘણા પ્રતિષ્ઠિત આચાર્યએ અમૂલ્ય સાહિત્યનું વિપુલ સર્જન કરીને જૈન ધર્મનાં આધ્યાત્મિક વારસાને સમૃદ્ધ કર્યો છે. સામાન્ય માણસેાને સમજાય એવી સાદી શૈલીમાં આ ધર્મગ્રંથ જૈન દર્શનનાં સમગ્ર તત્ત્વોને આવરી લે છે. જૈન ધર્મના આદેશ છે કે સમ્યક્ દર્શન પ્રાપ્ત થતાં જ ઉગ્ર તપ અને સાધના દ્વારા શ્રેષ્ઠ જ્ઞાન-સર્વજ્ઞત્વને પ્રાપ્ત કરવા પ્રયાસ કરવા. ઘાતિકોને સંપૂર્ણ ક્ષય થાય, ત્યારે જ આ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાનના સંબંધ દીપક અને તેના પ્રકાશ જેવા છે. દીપક અને તેના પ્રકાશ સાથેસાથે હાવા છતાં પ્રકાશ થાય તે માટે તેલ અને વાટ જરૂરી છે. તેવી જ રીતે, સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થાય તે પહેલાં અખૂટ વિશુદ્ધિ અને જિજ્ઞાસારૂપી તેલ હાવાં જોઈએ. ધર્મગ્રંથો જેવાં જ્ઞાનનાં પ્રાપ્તિસ્થાના તેમ જ ઉપાધ્યાય અને સંતાનાં આખ્યાના તે વાટ છે. ભાવપૂર્વકનું અધ્યયન અને ખંત દીવા પ્રગટાવવા બરાબર છે. આ બધું હોય તે જ જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત થાય. વ્યવહાર નય અનુસાર, મૂળ તત્ત્વા જાણવા માટે સતત પ્રયત્ન કરવા જરૂરી છે; શંકાથી મન ઘેરાતું હોય, તે વધારે સારી સમજ પ્રાપ્ત કરી શંકાઓ દૂર કરવી જોઈએ. જો વિકૃતિ હોય તો તેનું મૂળ કારણ દૂર કરવું જોઈએ અને જો અસ્પષ્ટતા હોય, તેા જ્ઞાની સંતો અને આચાર્યો સાથે ચર્ચા કરી, વધુ અધ્યયન દ્વારા ચિંતન અને વિચારોને શુદ્ધ કરવાં જોઈએ. .—૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અમૃતચંદ્ર આચાર્યનું એવું સૂચન છે કે સમ્યક્ જ્ઞાનરૂપી મજબૂત ઇમારત બાંધવા આપણને આઠ સ્તંભાની જરૂર છે. એ સ્તંભા આ પ્રમાણે છેઃ (૧) ગ્રંથ – ધર્મગ્રંથાનું વાંચન. કાળજીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક આવા ગ્રંથોનું વાચન સૌ પ્રથમ જરૂરી છે. (૨) અર્થ-અર્થ સમજ્યા વગરનું યાંત્રિક વાચન નિરર્થક છે. શબ્દો, વાકયાંશા, તેમના અભિપ્રેત અર્થ વગેરેનું મહત્ત્વ સંતાષપૂર્વક સમજાય કે પચાવાય, તે જ વાચન સફળ બને છે. (૩) અભ્યાસ-વાચન અને તેના અર્થની સમજ બંને જરૂરી છે. બંને ભેગાં થાય ત્યારે જ્ઞાનની પ્રક્રિયા અને તાત્પર્ય પૂર્ણ થાય. (૪) હ્રા-અધ્યયન માટે પસંદ કરેલા સમય યોગ્ય હોવા જોઈએ. મન શાંત હોવું જોઈએ અને ચિંતા કે વ્યથાઓથી ક્ષુબ્ધ થએલું હાવું ન જોઈએ. (૫) વિનય-નમ્રતા. ધર્મગ્રંથો પ્રત્યે સન્માનભર્યું વલણ અને વિષય પ્રત્યે જિજ્ઞાસાભર્યા અભિગમ, આપણાં જ્ઞાન પ્રત્યેની નિષ્ઠાને વિકસાવવા માટે કેળવાય તે જરૂરી છે. (૬) સોવધાન—ચારિત્ર અને વર્તણૂકનું ઔચિત્ય. અધ્યયન કરતાં કઠિન શબ્દો કે પદાવલીઓ આવે, ન સમજાય એવા વિચારો અને ભાવા પણ હોય; મન આ બધાંને ગ્રહણ કરવા અનુકૂળ રહે તે જરૂરી છે. અધીરાઈભર્યા, ઉતાવળાં કે અનુચિત વર્તનને પ્રેરે એવા નિર્ણયો ન લેવા જોઈએ. (૭) નન્નુમાન—અધ્યયનમાં રસ અને સાતત્ય જળવાય તે માટે જે વિષયનું અધ્યયન કરતાં હોઈએ તેને સંપૂર્ણ રીતે સમજવાનો ઉત્સાહ પણ અનિવાર્ય છે. (૮) અનિદ્ભવ-જ્ઞાન કે તેનાં પ્રાપ્તિસ્થાને છુપાવવાં ન જોઈએ. જ્ઞાનાર્થીએ પોતાનાં મન અને વૃત્તિને ખુલ્લાં રાખવાં જોઈએ જેથી સંકુચિત વિચારો જ્ઞાનનું પૂર્ણત્વ પામવામાં તેને રોકે નહીં. આમ પવિત્ર ધર્મગ્રંથોનાં ભક્તિભાવભર્યા વાચનથી, યોગ્ય સમયે, નિયમિત રીતે, તેમના અર્થ અને રહસ્યને ઉત્સાહપૂર્વક, ઔચિત્યપૂર્વક અને ખુલ્લાં મનથી સમજવાથી સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉપસંહારમાં આપણે ઉમેરી શકીએ કે જૈન જ્ઞાનસિદ્ધાંતનું વિશિષ્ટ લક્ષણ એ છે કે ખરૂં જોતાં પ્રત્યક્ષ અને પૂર્ણ જ્ઞાનના એક જ પ્રકાર છે અને તે કેવલજ્ઞાન છે. આવું હોવાથી આ પ્રકારનાં જ્ઞાનને સર્વોપરી અને અહીંદ્રિય ગ્રહણ કહ્યું છે. ઈંદ્રિયો અને મનના વ્યાપારને જ્ઞાનમાં અવરોધક માન્યાં હોવાથી, અધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનને એક વિશિષ્ટ અર્થમાં જ પ્રત્યક્ષ ગ્રહણ કહ્યાં છે. આ વિશિષ્ટ અર્થ તે એ કે, કેવલજ્ઞાનની તૈયારી માટેની પ્રારંભિક અવસ્થાઓ રૂપે આ જ્ઞાનને ગણવામાં આવે છે. સમ્યક્ જ્ઞાનનું નિર્ણાયક તત્ત્વ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અવરોધનો અભાવ છે. અવધિ અને મન:પર્યાય જ્ઞાનમાં મન એક જ અવરોધક તત્ત્વ છે તેથી તેમને પ્રત્યક્ષજ્ઞાન આપવા માટે સમર્થ ગણ્યાં નથી. સમ્યક્ ચારિત્ર મેહમાંથી મુકત થવા માટે અને પરિણામે મનુષ્ય કોને ત્યાગ કરવો અને કોનો સાક્ષાત્કાર કરવો તે સ્પષ્ટ કરી આપે તેવાં તત્ત્વોનાં જ્ઞાનથી વ્યકિત સજજ થાય તે માટે સમ્યક્ દર્શન અને સમ્યક જ્ઞાન જરૂરી છે. આ બંનેને મેક્ષના એક પ્રધાન અને અનિવાર્ય અંગ તરીકે સમ્યક ચારિત્રની જરૂર પડે છે. કુન્દકુન્દના કહેવા પ્રમાણે વ્યવહાર નય અનુસાર સમ્યક ચારિત્ર તપશ્ચર્યાની વિધિમાં રહેલું છે જ્યારે નિશ્ચય નય અનુસાર જીવનાં સાચાં સ્વરૂપનાં ધ્યાનમાં મગ્ન રહી તપનું પાલન કરવામાં સમ્યક ચારિત્ર સમાયેલું છે. આ જ વિચાર વિસ્તાર કરતાં નેમિચન્દ્ર કહે છે કે નિશ્ચય નય પ્રમાણે દેહની અને વાણીની બાહ્ય પ્રવૃત્તિઓ પર તેમજ મનની આંતરિક પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાથી સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય છે અને તેનાથી જીવનમાં સાચા સ્વરૂપના સાક્ષાત્કારમાં બાધક તેમજ આવરણરૂપ બધી જ વસ્તુઓ દૂર થાય છે. સમ્યક્ ચારિત્ર પુનર્જન્મનાં કારણોનો નાશ કરે છે. એકાગ્રપણે ધ્યાન ધરવાથી, સંસારના કારણરૂપ અને શુદ્ધ જીવનાં સાચાં સ્વરૂપથી પર એવાં શુભ અને અશુભ કર્મોનો ક્ષય થાય છે. સુખદ કે દુઃખદ વસ્તુઓ પ્રત્યે અનાસકિત પર તેમજ મનને બીજે માર્ગે દોરે તેવાં ચિંતન પર ધ્યાનની સફળતાનો આધાર રહેલે છે. નિશ્ચય નય અનુસાર, જેણે જગતનો ત્યાગ કર્યો છે, જે મનની એકાગ્રતા ધરાવે છે અને જીવનમાં સાચા સ્વરૂપને જેણે જાણ્યું છે તે જ વ્યકિત સમ્યક ચારિત્ર દાખવી શકે. સમ્યક ચારિત્ર જીવના ગુણો સાથે સંવાદ ધરાવતું હોવું જોઈએ અને જીવનાં સ્વરૂપથી પર એવાં દૂષણો અને વિકૃતિઓથી મુકત હોવું જોઈએ. ત્રણ રત્નો ભેગાં થાય તો જ મોક્ષમાર્ગ રચાય છે. જે પોતાને જાણે છે તે જ પિતાનો સાક્ષાત્કાર કરે છે, અને ચારિત્ર, જ્ઞાન તેમજ દર્શનની પ્રતીતિ પણ તે જ કરી શકે છે. જૈન તત્ત્વચિંતકોએ સમ્યક ચારિત્ર પર ઘણે ભાર મૂકયો છે. સમ્યક જ્ઞાન સાથે અસંગત ચારિત્ર, મિથ્થા ચારિત્ર અથવા દુષ્ટ ચારિત્ર છે. રત્નત્રયની પરિપૂર્ણતાથી જ જીવને બંધનમાંથી મુકત કરી શકાય. ધર્મગ્રંથોમાં પ્રવીણ વ્યકિત જો જાતે આત્મનિગ્રહી ન હોય અને તપશ્ચર્યાનું પરિપાલન ન કરે, તો તેનું જ્ઞાન Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નિરર્થક છે. આવી વ્યકિત સુખડને ઉંચકીને જતા અને છતાં તેની સુગંધને ન માણતા ગધેડા જેવી છે. કાર્ય દ્વારા કર્મને વિનાશ કરવાનું છે. સમ્યક દર્શન અને સમ્યક્ જ્ઞાન સાથે ચારિત્રને સંવાદ સધાય તો જ તે પૂર્ણ ગણાય. સમ્યક ચારિત્ર ઈન્દ્રિય અને મનની પ્રવૃત્તિઓનું શમન કરી, આત્માની ઉન્નતિ સાધે છે. વિચારની શુદ્ધિ અને આત્મનિગ્રહ દ્વારા જ તેની પ્રાપ્તિ થાય છે. મનનાં પાપ કરતાં દેહનાં પાપ વધુ હાનિકારક હોવાથી જૈન વિચારકોએ વર્તનચારિત્રને ઘણું મહત્ત્વ આપ્યું છે, કારણ કે તેની અસર માત્ર તેના કર્તાને જ નથી થતી પણ બીજાને પણ થાય છે. કાર્ય, વાણી કે લખાણનાં રૂપમાં સંકલ્પની બાહ્ય અભિવ્યકિત તે જ ચારિત્ર. જીવ અને બીજા સાથે સંબદ્ધ હોવાથી પ્રામાણિકતા, દયા, કૃપા, અને ક્રોધ, ધિક્કાર, માન તેમજ ધૃણાને અભાવ એ તેનાં વિશિષ્ટ ચિહનો હોવાં જોઈએ. આમ જૈન નીતિશાસ્ત્ર મનુષ્યની પ્રવૃત્તિનાં વ્યકિતગત તેમજ સામાજિક પાસાંને આવરી લે છે. અહિંસા અને સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ એ સમ્યક ચારિત્રને પાયો છે. તે જીવને તેજસ્વી બનાવે છે અને વ્યકિતને આધ્યાત્મિક બળ આપે છે. મનુષ્યોનાં માનસિક ઉપસ્કરણની કક્ષાએ વિભિન્ન કોટિની હોય છે, તે સૌએ અનુભવ્યું અને જાણ્યું હોય છે. આથી સમ્યક ચારિત્રાના બે પ્રકારો માનવામાં આવ્યા છે. સવાર અને વિવાર. સકલ ચારિત્રામાં ચારિત્રના બધા નિયમોનું કઠોરતાપૂર્વક તેમજ વધુ ઉચ્ચ આધ્યાત્મિક ક્ષમતાપૂર્વક પાલન કરવાનું હોય છે. વિકલ ચારિત્રમાં આ જ રીતનું પાલન, શકય એટલી શુદ્ધિપૂર્વક તેમજ વધુ ઉદ્યમપૂર્વક કરવાનું હોય છે. આથી સકલ ચારિત્ર મુનિ માટે જ છે–એ મુનિધર્મ છે. વિકલ ચારિત્રા ગૃહસ્થ માટે છે. સમ્યફ ચારિત્રને ઉદ્દેશ મનની શાંતિ અને દૈનિક જીવનમાં સુખપ્રાપ્તિ ઉપરાંત કર્મને ક્ષય કરવાને પણ છે. તેથી ઉત્તરધ્યાનકૂટ ચારિત્રની સિધ્ધિ માટે કેટલાંક વિશાળ વર્તનને આદેશ કરે છે: (૧) સામાયિક- દરેક પાપપૂર્ણ વસ્તુને પરિહાર. આમાં પ્રત્યેક વ્યકિતએ હાનિકારક પ્રવૃતિને રોકવાની છે. આવો પરિહાર જૈન નીતિશાસ્ત્રને પ્રાણ છે અને તીર્થકરોના સંદેશમાંનો એક છે. (૨) શોપથાપન સમ્યક ચરિત્રના મર્મમાં નવા મુમુક્ષની દીક્ષા. ચારિત્રના બધા નિયમન એને માત્ર પરિચય જ નથી કરાવવાનો પણ તે નિયમો પાછળ ઉદ્દેશ પણ સમજાવવાનું હોય છે. નિયમ કે વ્રતની ઉપરછલ્લી સમજથી મન ઉન્નત થતું નથી. ચારિત્રપાલનમાં અજ્ઞાન નડતું હોય તે મન ઉજજવળ Page #166 -------------------------------------------------------------------------- ________________ બનતું નથી, અને કર્મોનો ક્ષય પણ થતા નથી. (૩) રદ્દાવિશુધ્ધિ તપશ્ચર્યાના પરિપાલનથી ઉદભવતી શુધ્ધિ. બીજા પ્રકરણમાં આપણે જોઇશું કે જૈન નીતિશાસ્ત્ર સાધુઓ તેમજ ગૃહસ્થો માટે અનેક ઉગ્ર તપશ્ચર્યા સૂચવે છે. શ્રધ્ધાપૂર્વક આવી તપશ્ચર્યા કરવાથી મન વિશુધ્ધ બને છે અને જીવ અશુભ કર્મોથી મુક્ત બને છે. (૪) સૂક્ષ્મસંપરાય એટલે આપણાં દુ:ખ અને પુનર્જન્મના કારણરૂપ ઇચ્છા અને કષાયોના હ્રાસ. વિવિધ વ્રતો અને તપશ્ચર્યાના ઉદ્દેશ ત્યાગ કે શમન દ્વારા કર્મોના ક્ષય કરવાનો છે. (૫) અક્ષયયથારન્થાત એટલે અહે તાના આદેશાનુસાર પાપવૃત્તિઓનો નાશ. સાધુઓ તેમજ સૌંસારીઓ માટે આનું વિધાન કરવામાં આવ્યું છે. ૧૪૯ અને વ્રતા, દશ ગુણા, પાંચ સમિતિ, પરિસહો, ત્રિવિધ ગુપ્તિ તપશ્ચરણ જૈન નીતિશાસ્ત્રનાં નિયમન અને વિશુધ્ધિ અંગેના સિધ્ધાંતો છે. આમાંના પ્રત્યેકની જુદી ચર્ચા કરવી જોઇએ. આત્મસાક્ષાત્કારમાં સમ્યક્ ચારિત્રનુ મહત્વ એ છે કે સમ્યક્ જ્ઞાનનું જ્યારે આધ્યામિક નિગ્રહમાં રૂપાંતર થાય ત્યારે જ મુક્તિનો માર્ગ સરળ બને છે. ત્રિરત્નનો સિધ્ધાંત સ્પષ્ટપણે દર્શાવે છે કે જૈન દાર્શનિકોએ નૈતિક અને આધ્યાત્મિક અનુશાસનનુ પાલન કરવાથી મેાક્ષ મળે છે તે વિષયનુ પૂર્ણપણે મૂલ્ય આંકયુ છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, અને સમ્યક્ ચારિત્ર— આમાંના એકનું પણ પાલન બાકીના બે વિના સાર્થક કે અસરકારક નથી; કારણ કે આધ્યાત્મિક તત્ત્વના સાક્ષાત્કારનો સિધ્ધાંત એક અમૂર્ત કલ્પના માત્ર નથી તેમ તેનું પાલન કરવું પણ સહેલું નથી. જૈને ભારપૂર્વક કહે છે કે શ્રધ્ધા વિના જ્ઞાન અને ચારિત્રની પ્રવૃત્તિ શકય નથી. આધુનિક માનસશાસ્ત્ર સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે કોઇ પણ ઇલાજમાં શ્રધ્ધા ચાવીરૂપ છે. તે પ્રમાણે આ સિધ્ધાંત સમજી શકાય એવા છે. સત્ય માટેના પ્રેમ આધ્યાત્મિક ઉન્નતિ માટેના પ્રેમ ઉત્પન્ન કરે છે અને તે પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિમાં પરિણમે છે. સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું હાવા છતાં બધી પ્રવૃત્તિઓનો અંત ન આવે, ત્યાં સુધી જીવ દેહથી છુટો થતો નથી. સંપૂર્ણ આધ્યાત્મિક સયમ પ્રાપ્ત થાય ત્યારે જ કર્મોના અંત આવે છે. મિથ્યા વૃત્તિઓ, વિકૃત જ્ઞાન, અને વિકૃત આચરણ સંસારના કારણરૂપ છે, તેથી આવરણીય કર્મોને દૂર કરીને રત્નત્રય અભિવ્યકત થાય, ત્યારે જ મેાક્ષ મળી શકે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ જૈન નીતિશાસ્ત્ર અથવા જીવનપદ્ધતિ જગતના બધા મહાન ધર્મોએ નીતિ જ મનુષ્યના આચારનું નિયમન કરતું મેટું તત્ત્વ છે એવું ભારપૂર્વક જણાવ્યું છે. નીતિનું પાલન મનુષ્યનું પોતાનું તેમજ એ જેનો સભ્ય છે તે સમાજનું પણ કલ્યાણ કરે છે. ભ્રાતૃત્વ, ન્યાય અને શાંતિ જેવાં નૈતિક મૂલ્યોને ટકાવવાં તે સમાજનું ધ્યેય છે. નીતિના આદર્શો પ્રત્યેની નિષ્ઠા એ આધુનિક સંસ્કૃતિઓનું વિશિષ્ટ લક્ષણ છે. પ્રાચીન વિચારકોએ નીતિશાસ્ત્રને તત્વવિદ્યાના તેમજ ધર્મતંત્રનાં ચિતનો એક ભાગ ગયું. પરિણામે નૈતિક સિદ્ધાંતે તેમના ધર્મના એક અંગરૂપ બની ગયા. આમ કરતાં માનવ અને વિશ્વ તેમજ માનવ અને તેનાં જીવનધ્યેયને સંબંધ કેવો હેય તેનું પણ તેમણે સૂચન કર્યું છે. સમાજમાં મનુષ્યના આચારનો વિષય નીતિશાસ્ત્રના ક્ષેત્રમાં આવી જાય છે. પરંતુ જૈન ચિંતકોએ નીતિશાસ્ત્ર અને તત્ત્વવિદ્યાના આદર્શો તેમજ વિચારોને સાથે ગુંથી દીધા છે. જૈન નીતિશાસ્ત્ર એ જૈન ધર્મનો સૌથી ઉજજવળ ભાગ છે. તે અત્યંત સરળ છે. આને કારણે કેટલાક લેખકોએ જૈન ધર્મને નીતિમય વાસ્તવવાદ તરીકે વર્ણવ્યો છે. માણસનું પોતાની જાત પ્રત્યેનું કર્તવ્ય અને સમાજ પ્રત્યે કર્તવ્ય, બંને વચ્ચે કોઈ સંઘર્ષ નથી. સમાજનું શ્રેય તેજ વ્યકિતનું શ્રેય છે. જીવની શ્રેષ્ઠ શક્તિઓને વિકાસ થવો જ જોઈએ. બીજાને પિતાનાં ઉદાહરણ, સલાહ, પ્રેત્સાહન અને સહાય દારા ઉપકારક થવાથી આવો વિકાસ સાધી શકાય છે. જૈન ધર્મ પોતાના અનુયાયીઓને પ્રથમ આદેશ એ આપે છે કે ધર્મમાં મનુષ્ય બુદ્ધિપૂર્વક અને તર્કયુક્ત શ્રદ્ધા રાખવી. આ શ્રદ્ધા સાચા પ્રકારની હોવી જોઈએ અને ઈશ્વર, ધર્મગ્રંથો કે ઉપાધ્યાય વિશેની મિથ્યા ધારણાઓથી મુક્ત હેવી જોઈએ. આ પ્રકારનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનું પ્રેરક હોય છે. દૈનિક જીવનનાં આચરણમાં તે પ્રતિબિંબિત થવું જોઈએ. યાકોબીના મત પ્રમાણે જૈન નીતિશાસ્ત્રનું ધ્યેય નિર્વાણ કે મોક્ષને સાક્ષાત્કાર કરવાનું છે. આ ધ્યેયની સિદ્ધિ માટે ચારિત્રયના નિયમોનું પાલન થવું જોઈએ, અને તેને યોગ્ય સગુણો પ્રાપ્ત થવા જોઈએ. ચારિત્ર એટલે કાર્યમાં પ્રતિબિંબિત થતી વ્યકિતની ધર્મ પ્રત્યેની Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ આસ્થા. વ્યક્તિની વર્તણૂક ઉપરથી તેને આત્મનિગ્રહ અને તેની મનવૃત્તિ જણાઈ આવે છે. એક જ વિષય કે વ્યક્તિઓ પરત્વેનું બે વ્યકિતઓનું વર્તન, ભિન્ન હોય છે કારણ કે તેમના વિકાસકાળ દરમ્યાન ઘડાયેલાં સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યો ભિન્ન ભિન્ન હોય છે. ધાર્મિક દૃષ્ટિબિંદુથી જોતાં, જૈન ધર્મ શ્રાવકો અને મુનિઓ માટે જુદા નિયમોનું વિધાન કરે છે. આ આચારોને અનુક્રમે શ્રાવકધર્મ અથવા મુનિધર્મ કહે છે. કેટલાંક વ્રત અને તપ બંને માટે સમાન છે, તેમનું સાધુઓએ શ્રાવકો કરતાં વધારે કઠોરતાથી અને ખંતથી પાલન કરવાનું છે. આનું કારણ એ છે કે ગૃહસ્થ કુટુંબનું પાલન કરવાનું હોય છે, જે સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં પતે રહેતા હોય તેને અનુકૂળ થવાનું હોય છે. સાધુને આવી મર્યાદાઓ નડતી નથી કારણ કે તેમનો એક માત્ર ઉદ્દેશ આધ્યાત્મિક માર્ગને અનુસરવાને છે, અને તેથી તેણે સર્વને ત્યાગ કર્યો હોય છે. પિતાની ઈન્દ્રિયો ઉપર પૂર્ણ અંકુશ ધરાવતો હોવાથી આ વ્રતનું તે સંપૂર્ણ પાલન કરી શકે છે. તે કષાયોનું દમન કરી શકે છે કારણ કે તે આધ્યાત્મિક નિગ્રહ અને ધાર્મિક જ્ઞાન ધરાવતો હોય છે. શ્રાવકો માટે આદેશેલાં વ્રત અને આચારોને ઉદ્દેશ આત્મશુદ્ધિ છે તેથી શ્રદ્ધા અને શકિતને આધારે આ આચારોના પાલકોનું વર્ગીકરણ કરવામાં આવે, તે સ્વાભાવિક છે. શ્રાવક એટલે સાંભળનાર અથવા શ્રદ્ધા ધરાવનાર. સ્ત્રીઓ અને પુરુષોની બુદ્ધિ અને સંકલ્પશકિત ભિન્ન ભિન્ન હોય છે તે સૌના અનુભવની વાત છે. આથી જૈન ચિંતકોએ ત્રણ પ્રકારના વિભાગો આપ્યા છે. (૧) પાક્ષિક એટલે સામાન્ય જન, જેને અહિંસા પ્રત્યે પક્ષપાત છે. તે સમ્યકત્વ ધરાવે છે અને મૂળ ગુણો તેમજ અણુવ્રતોનું પાલન કરે છે. પૂજા કરવામાં તે ઉદ્યમ ધરાવે છે. (૨) નૈષ્ઠિક–અગિયારમી પ્રતિમા સુધી પહોંચે છે. પ્રતિમા દ્વારા તે મોક્ષમાર્ગે જવા ઇચ્છે છે. પરાકાષ્ઠાએ પહોંચતાં ગૃહસ્થજીવનને ત્યાગ કરી દશ પ્રકારને સાધુધર્મ આચરે છે. ખલન થતાં તે પાક્ષિકની સ્થિતિમાં નીચે ઉતરે છે. (૩) સાધક – સલ્લેખના દ્વારા જે પિતાને માનવજન્મ પૂરો કરે છે. અને જીવને શુદ્ધ કરે છે. નૈષ્ઠિકનો અર્થ “નિષ્ઠા ધરાવતો', અથવા “ધર્મસિદ્ધાંતોમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતે', એવો પણ થાય છે. મનુષ્યના સ્વભાવની દુર્બળતામાં આ વર્ગીકરણ સુષુપ્ત રહેલું જ છે. આ વર્ગીકરણની પાછળ એવી અપેક્ષા રહેલી છે કે પોતપોતાની શક્તિ કે સમજ અનુસાર સૌ કોઈ નિયમ અને વ્રતનું પાલન કરે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ભગવાન મહાવીરના સમયમાં સમાજના ચાર જૂથેા પાડવામાં આવ્યાંઃ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. પ્રથમ બે વર્ગ માટેના નિયમો લગભગ સરખા છે. છેલ્લા બે વર્ગો માટે આવા જ નિયમે છે. વ્રત દ્વારા પ્રત્યેક વર્ગના ચારિત્રનું નિયમન કરવામાં આવતું અને સંઘના પ્રત્યેક સભ્યે નિયમનું પાલન કરવાનું રહેતું. વ્રત એટલે શું? વિચારણાપૂર્વક આચારના અમુક નિયમ પાળવાના પવિત્ર નિયમ તે વ્રત. સંતપુરુષની સલાહથી અથવા ચારિત્રના નિયમભંગમાંથી પોતાને બચાવવા માટે વ્રત લેવામાં આવે છે. તેના હેતુ મનને અંકુશમાં રાખવાના અને આધ્યાત્મિક માર્ગે જવા ચારિત્રનું ઘડતર કરવાના છે. પ્રામાણિક માગૅ પેાતાનું રક્ષણ કરી, તે દ્વારા સમાજનું રક્ષણ કરવાના તેના આશય છે. વ્રત સંકલ્પને સ્થિરતા આપે છે અને ગ્રહણ કરનારને અનિયમિત જીવનનાં અનિષ્ટ પ્રલાભનાથી બચાવે છે. તે જીવનને હેતુ આપે છે અને આચારવિચારને સુયોગ્ય માર્ગે વાળે છે. સંયમની વૃદ્ધિમાં તે સહાયકારક હોય છે અને મુક્ત જીવનનાં ભયસ્થાનામાંથી તે બચાવે છે. પ્રત્યેક વ્યક્તિ એક યા બીજી નિર્બળતા ધરાવતી હોય છે. પ્રત્યેક નિર્બળતાને ગણાવવી અને પ્રત્યેકના પ્રતિકારો નક્કી કરવા મુશ્કેલ છે. આથી આચાર અથવા નીતિના નિયમો મનુષ્યસ્વભાવનાં મૂળતત્ત્વ પર આધારિત છે. શ્રાવકધમ જૈન નીતિશાસ્ત્રને પાયો મેાક્ષ છે તે વાતનું પુનરાવર્તન કરવું બિનજરૂરી છે. સમ્યક્ ચારિત્રની નિશાની, ભ્રમરહિત, ક્રોધ, ધિક્કાર આદિ કષાયોહત વિચાર અને કાર્યમાંનું સમ્યક્ અભિશાસન છે. સમંતભદ્ર ચારિત્રની “હિંસા, અદ્ભુત, ચૌર્ય, મૈથુન, અને પરિગ્રહ—માંથી, (સમ્યક્ જ્ઞાન ધરાવતા મનુષ્યની) નિવૃત્તિ” એવી વ્યાખ્યા આપે છે. વ્યવહાર નય પ્રમાણે શુભ અને કલ્યાણમયનું અનુસરણ અને પોતાને તેમજ બીજાને જે નુકસાનકારક છે તેના પરિહાર તે ચારિત્ર. આ પાંચ વ્રતા સાધુઓ તેમજ ગૃહસ્થા બંનેને માટે છે. મર્યાદિત પ્રમાણમાં વ્રતના પરિપાલનને અણુવ્રત (નાનાં વ્રત) એવું કહે છે જ્યારે વ્રતોનાં સંપૂર્ણ પાલનને મહાવ્રત કહે છે. જેવી રીતે એક વિશિષ્ટ, ઉત્કૃષ્ટ ઔષધ રોગને દૂર કરે છે તેવી રીતે આ વ્રતોનું જાગૃતિપૂર્વક કરેલું પાલન દુ:ખાને દૂર કરે છે. મહાવ્રતા સાધુઓ માટે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ બધા જ લેખકોએ આ વ્રતે માટે નકારાત્મક વાક્યપ્રયોગ કર્યો હોવાથી ટીકાકારોએ વ્રત પાછળનાં દર્શનને નિષેધાત્મક માન્યું છે. આ સાચું નથી કારણ કે પ્રત્યેક વ્રતને નૈતિક નિષેધરૂપી નકારાત્મક પાસું છે તે નૈતિક કર્તવ્યનાં વિધાનરૂપી વિધેયાત્મક પાસું પણ છે. નિષેધના શબ્દોમાં બહુ અસરકારક વિધાન હોય છે. પ્રત્યેક નૈતિક આચાર, દશ ખ્રિસ્તી ધર્મદેશોની જેમ, નિષેધ પર જ નિર્ભર છે. પણ જૈન ધર્મમાં પ્રત્યેક અણુવ્રતને વિધેયાત્મક તેમજ નિષેધાત્મક પાસું હોય છે. અહિંસાને દયા પણ કહી શકાય કારણ કે દયા એટલે પ્રત્યેક પ્રાણી તરફ કરુણા. જૈન ધર્મ સમાજના બંધારણને કદી પડકાર્યું નથી પણ દયાભાવથી સમાજને ભરી દેવા પ્રયત્ન કર્યો છે. મનુષ્યો સ્વાર્થથી પ્રેરાતાં હોવાથી શુભ કાર્ય કરવાના ઉતરતી કક્ષાના હેતુઓ પણ બતાવ્યા છે. દરેક વ્રતને બે હેતુઓ છે : પ્રથમ પાનું આધ્યાત્મિક છે કારણ કે પ્રત્યેક વ્રતનું પાલન નવા કર્મના આસવને રોકશે. હિંસા, ચોરી, અસત્યના વિચારો પાપના કારણરૂપ હોય છે. આ વિચારો આચરણમાં મુકાય તે રાજ્ય સજા કરશે. બીજો હેતુ સામાજિક છે. પ્રત્યેક વ્રતના પાલનથી વ્યક્તિ પોતાનું સામાજિક ઋણ ચુકવશે. હિંસા અને ચોરી કરતાં અટકવું એટલે સમાજમાં શાંતિ અને સલામતી જાળવી રાખવાં. વ્રતપાલનનું આધ્યાત્મિક ફળ સંયમ અને મનની દુષ્પવૃત્તિઓનો અવરોધ છે, તે સાંસારિક ફળ માનસિક શાંતિ અને સમાજનું કલ્યાણ છે. સમcભદ્ર કહ્યું છે કે ગૃહસ્થનું આ ચારિત્ર પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોનાં પાલનમાં છે. આ વિષયમાં હું પણ એ જ ક્રમને અનુસરીશ. अहिंसा પાંચ વ્રતમાં પહેલું વ્રત અહિંસાનું છે. અહિંસા એટલે હિંસાને અભાવ. બે કે તેથી વધુ ઇન્દ્રિયો ધરાવતાં ત્રસ અથવા જીવિત પ્રાણીની, ઇરાદાપૂર્વક, બીજા મારફત કે અનુમતિ આપીને હિંસા કરવામાંથી જે અટકે છે તે અહિંસાવ્રતનું પાલન કરે છે. જેના ચિંતકોનું કહેવું છે કે અહિંસા પરમ ધર્મ છે. અમૃતચંદ્ર સૂરિ કહે છે કે આસક્તિ અને કષાયોનો અભાવ તે અહિંસા. કષાયોથી અભિભૂત થએલી વ્યકિત બીજાની નહીં તો પોતાની તો હિંસા કરે જ છે. કષાયોથી મુક્ત થઈને, પૂરતી કાળજી સાથે મનુષ્ય આચરણ કરતે હોય ત્યારે બીજાં પ્રાણીના જીવની હિંસા થાય તો તે હિંસા નથી. આવી હિંસા જો બેદરકારીથી કે કષાયોના પ્રભાવ હેઠળ થાય, ત્યારે જરૂર તે હિંસા જ હોય છે. ખરેખરી હિંસા ન થઇ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ હોય ત્યારે પણ મન હિંસા કરવાની વિરૂદ્ધ હતું કે હિંસા કરવા તત્પર હતું? મનની સ્થિતિ અને ઉદ્દેશ્ય ઉપર બધો આધાર રાખે છે. ઉમાસ્વામી હિંસાને અર્થ “કષાયોથી અભિભૂત વ્યકિત કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઈન્દ્રિયવિહીન કરે તે એવો કરે છે. જૈન ધર્મ માને છે કે જડ જીવો ચાર ઈન્દ્રિયો ધરાવે છે : સ્પર્શ, કાર્યશકિત, શ્વસનક્રિયા અને સમયમર્યાદા. આ ઉપરાંત ગતિશીલ જીવો ઉપર ગણાવી તે ઉપરાંત બીજી બે કે તેથી વધુ ઈન્દ્રિયો ધરાવે છે. તે ઈન્દ્રિયો આ પ્રમાણે હોઈ શકે: સ્વાદ, વાસ, દર્શન, શ્રવણ, વાણી. સમનસ્ક જીવોની દશ ઇન્દ્રિયો હોય છે. જડ કે ચેતન જીવને આમાંની કોઈ પણ ઈન્દ્રિયથી વિમુખ કરવામાં આવે તો હિંસા થાય. આવી હિંસા જીવને દુઃખ અને પીડા પહોંચાડે છે. કષાયોને કારણે કે પ્રમાદથી જે હિંસા કરે છે તે હિંસાને દોષ આચરે છે. કષાયોના પ્રભાવને કારણે થએલી હિંસા તે માવદિક્ષા. શારીરિક ઈજા તે દક્ષિા . અહિંસાવ્રતના પાલનમાં દઢ રહેવા માટે ઉમાસ્વામી પાંચ પ્રકારના સંયમના નિયમ આપે છે : વાણીને સંયમ, વિચારને સંયમ, ગતિનું નિયમન, વસ્તુઓને લેવામૂકવામાં કાળજી અને ખાતાં કે પીતાં પહેલાં ખાવાપીવાનાં દ્રવ્યોનું પરીક્ષણ. પોતાની જાત પર અંકુશ અત્યંત મહત્ત્વ છે. અહિંસાવ્રતના પાલનમાં બીજાની લાગણી દુભવવામાંથી અટકવાનું હોવાથી, વાણી અને વિચારને સંયમ અત્યંત અનિવાર્ય છે. સૌએ પિતાનાં હલનચલનમાં ખૂબ કાળજી રાખવાની છે કારણ કે બેદરકારીથી હલનચલન કે ગતિ કરવામાં બીજાની હિંસા થવાનો ભય રહ્યો હોય છે. તેવી જ રીતે વસ્તુઓ લેતાં કાળજી રાખવામાં ન આવે તે નાના શુદ્ર જીવોને હાનિ પહોંચે છે. વસ્તુઓ ઉંચકતાં પહેલાં પણ આવી જ કાળજી રાખવાની છે. પોતાનું ખાવાનું કે પીવાનું લેતાં પહેલાં તેને તપાસીને ખાત્રી કરવી જોઈએ કે તેમાં કોઈ જંતુ નથી. ભાવહિંસા (હિંસાને આશય) અને દ્રવ્યહિંસા (સાચેસાચ હિંસા) વચ્ચે જૈન ધર્મ ભેદ જુએ છે. આથી હિંસામાંથી અટકવા માંગતી વ્યકિતએ રાખવાની સાવચેતી માટે પાંચ પ્રકારના સંયમોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. સૂક્ષમ હિંસા અને સ્થૂળ હિંસા વચ્ચે પણ ભેદ માનવામાં આવ્યો છે. સૂક્ષ્મ હિંસામાં કોઈ પણ પ્રકારના જીવની હિંસા ઉપજાવતાં અટકવાનું છે. જ્યારે સ્થૂળ હિંસામાં બેકે તેથી વધુ ઇન્દ્રિય ધરાવતી વ્યકિતની હિંસામાંથી અટકવાનું છે. એક જ ઇન્દ્રિય ધરાવતાં છોડ, વૃક્ષ, પાક જેવા જીવોની હિંસા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ માંથી અટકવું ગૃહસ્થ માટે શકય નથી પણ બિનજરુરી હોય ત્યાં એકેન્દ્રિય કે સ્થાવર જીવોને હિંસા પહોંચાડવી ન જોઇએ. સાધુએ તે કોઈ પણ પ્રકારના જીવની હિંસા કરતાં અટકવાનું છે. વ્યવહારૂ ધર્મ તરીકે જૈન ધર્મે સામાન્ય માણસ માટે સામાન્ય રીતે શું કરવું શક્ય છે તેને વિચાર કર્યો છે. હિંસા બે પ્રકારની છે. સંવેપી (ઈરાદાપૂર્વકની) અને બારમી (વ્યવસાયાત્મક). શિકાર, પશુયજ્ઞ, આહાર કે રમત માટેની હિંસા તે ઈરાદાપૂર્વકની હિંસા છે. આમાંથી અટકી જઈએ તો કોઈને હાનિ થતી નથી. આરંભી હિંસા એટલે સામાન્ય જીવનક્રમમાં ગૃહસ્થથી થતી હિંસા તેના ત્રણ પ્રકાર છે. (૧) ૩ની (૨) મી અને (૩) વિરોધી. (૧) ઉદ્યમી : પોતાના અને કુટુંબના નિર્વાહ માટે ગૃહસ્થ કોઈક ને કોઈક વ્યવસાય પસંદ કરવાનું જ છે. જૈન ધર્મ છ વ્યવસાયની અનુમતિ આપે છે: (૧) અસિ એટલે કે તલવાર. કોઈ વ્યક્તિ રસૈનિક બની શકે અથવા તે કર્તવ્યપાલનમાં જેને તલવાર કે શસ્ત્ર વાપરવું પડે એવો અમલદાર બની શકે. (૨) મસિ એટલે શાહી. લેખનને ધંધે સ્વીકારી શકાય અથવા એવો કોઈ ધંધો લઈ શકાય અથવા કચેરીનું કામ થઇ શકે જેમાં લખવાની જરૂર પડે. (૩) કૃષિ–ખેતી. જમીન ખેડીને કૃષિ અથવા બાગાયતને લગતી પ્રવૃત્તિઓમાં જોડાઈ શકાય (૪) વાણિજ્ય અથવા વ્યાપાર. ઈરાદાપૂર્વકની હિંસા ન થતી હોય એવા વ્યાપારમાં ગૃહસ્થ જોડાઈ શકે. તે ખાટકી, કલાલ વગેરેનો વ્યવસાય સ્વીકારી ન શકે. (૫) શિલ્પ– માલસામાન ઉત્પન્ન કરવાને ધંધો તે કરી શકે (૬) વિદ્યા–સાહિત્ય, શિક્ષણ, કળા વગેરે વિદ્વત્તાભર્યા વ્યવસાયોમાં તે જોડાઈ શકે. આ ધંધાની જરૂરિયાતો પૂરી પાડવા માટે થતી હિંસાનો પરિહાર શકય નથી. (૨) ગૃહારંભી હિંસામાં ગૃહકાર્ય કે ઘરનાં કર્તવ્યો કરતાં કોઈક ને કોઈક હિંસા થાય છે જ. ઘર ચણવામાં, ભોજન તૈયાર કરવામાં, સ્નાન કે ધોવા માટે પાણીને ઉપયોગ કરવામાં, પશુપાલનમાં, બાગને તાજો રાખવામાં કે શાકભાજી ઉગાડવામાં કે કાપવામાં, કૂવો ખોદવામાં, પાક લણવામાં કે ફળ તોડવામાં હિંસા છે જ. ટૂંકમાં, ગૃહસ્થ તરીકેનાં કર્તવ્ય કરતાં જે હિંસા થાય છે તે ક્ષમ્ય છે કારણ કે તે સિવાય જીવન નિર્વાહ શકય નથી. (૩) વિરોધી હિંસા-સ્વરક્ષણ, માલમિલકતનું રક્ષણ, કુટુંબના સભ્યો કે સગાં અને મિત્રોનું રક્ષણ કરતાં હિંસાનું આચરણ થાય છે. ચોર, લૂંટારાથી, ડાકુથી કે યુદ્ધભૂમિ પર શત્રુથી રક્ષણ કરવું પડે છે. દેશની રક્ષા તે લશ્કરના સૈનિકની Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઘણી ફરજોમાંની એક છે. એકમાત્ર મર્યાદા મૂકવામાં આવી છે કે શત્રુતા કે વેરભાવથી પ્રેરાઈને અનાવશ્યક હિંસક કૃત્યો કરવા જોઈએ નહીં. હિસાથી બચવા દારૂ, માંસ, મધ અને પાંચ ઉદુમ્બર ફળ (અંજીરની જાતિનાં ફળો–જેમાં અસંખ્ય જીવો હોય, દા. ત. ગુલર, અંજીર, વડના ટેટા, પીપળાનાં ફળો) નો ત્યાગ કરવો જોઈએ. આમાંના કોઈ પણ પ્રકારનું ફળ ખાતાં અસંખ્ય નાનાં અદશ્ય જંતુઓની હિંસા થાય છે. એટલું જ નહીં પણ ફળ, જે અસંખ્ય બીથી ભરેલું છે તેમાં બીની પણ હિંસા થાય છે. મદિરા ઘણા જીવનું જન્મસ્થાન છે. તેવી જ રીતે માંસ, પશુની હત્યા કરીને અથવા મૃત પશુમાંથી મળે છે. પ્રત્યેક જીવનો વિનાશ તે દયાને વિનાશ છે. મધથી દૂર રહેવાનું છે કારણ કે તેને સંગ્રહ કરવામાં હિંસા છે. વળી તેમાં અસંખ્ય નાનાં ઈંડાં હોય છે. મદિરા, પીનારના મનને ઉન્મત્ત કરે છે. તેને આથે ચડાવીને તૈયાર કરવામાં આવતી હોવાથી જીવહિંસા અનિવાર્ય બને છે. માંસાહારીઓ વારંવાર એવી દલીલ કરે છે કે શાકભાજી, ફળ, દૂધ અને અનાજ ખાવામાં પણ હિંસા છે, તેથી માંસાહાર સામે વાંધો ન હોવો જોઈએ. શાકાહારી ભોજન ખાવામાં એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે જ પણ ચેતન જીવોની હિંસા થતી નથી. વ્યાવહારિક આવશ્યકતાઓ અનુસાર જૈન લેખકોએ, જીવના, તેમની ઇન્દ્રિયો તેમજ વિકાસ અનુસાર વર્ગો પાડ્યા છે. પશુઓના દેહમાં અસંખ્ય જડ અને ચેતન જીવે હેય છે તે વાત પ્રત્યે માંસાહારીઓની દલીલમાં દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. સૂક્ષ્મદર્શી પરીક્ષાઓથી માલૂમ પડે છે કે પ્રાણીદેહમાં ઘણા જીવોનું અસ્તિત્વ હોય છે. પશુને વધ કરવામાં કે મૃત પશુનું માંસ ખાવામાં ઘણી ઇન્દ્રિયો ધરાવતા જીવોની હિંસા કરવામાંથી કોઈ મુક્ત રહી શકતું નથી. શાકાહારી ભોજનમાં આવું નથી થતું. એ ભેજનમાં ઓછામાં ઓછી હિંસા હોય છે અને તે પણ સ્થિર, એકેન્દ્રિય જીવોની જ. દેવને નામે યજ્ઞ કરવામાં કે અતિથિઓ પ્રત્યે સન્માન દર્શાવવા પ્રાણીઓને વધ કરવાને જૈન ધર્મ નિષેધ કરે છે. બીજાને નુકસાનકારક છે એમ ગણીને સિંહ, વાઘ, સાપ જેવાં પ્રાણીઓને વધ કરવો જોઈએ નહીં. બીવડાવવામાં ન આવે કે નુકસાન પહોંચાડવામાં ન આવે તો આ પ્રાણીઓ કાંઈ હાનિ પહોંચાડતાં નથી તે સ્વીકારવું જ રહ્યું. પ્રાણીજગતમાં અનિયંત્રિત વધ નથી થતા. મનુષ્યની સરખામણીમાં પ્રાણીઓ એકબીજા પ્રત્યે માયાભર્યું વર્તન રાખી જીવે છે. વધ ત્રાસજનક છે. સૌ પ્રાણીઓ જીવવા ઇચ્છે છે, મરવા નહીં. હવે એવી શોધ થઈ છે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ કે જંગલી પ્રાણીઓને અને પક્ષીઓને પણ કોઈ હેતુ સિદ્ધ કરવાનો છે. તેથી જ સરકારે અને લોકોપકારવાદી સંસ્થાઓએ વન્ય પ્રાણીઓનાં રક્ષણ માટે ઝુંબેશ ઉપાડી છે. દુઃખ અને પીડામાં સબડતાં પ્રાણીઓને, તેમને દુઃખ અને પીડામાંથી મુક્ત થાય એમ કરીને મારી નાંખવાં એ પણ હિંસા છે. તેમને દાકતરી સહાય કે સારવાર આપવાં જોઈએ. સુખદુઃખ કર્મોનાં ફળરૂપે જ પ્રાપ્ત થાય છે. ઈજા કે રોગને કારણે દુઃખ અનુભવતાં પ્રાણીઓને જે દુઃખ થાય તેના કરતાં તેમની હત્યા કરવાથી તેમને વધારે દુઃખ થાય છે. હત્યા કરનારને તેનાં અનિષ્ટ કર્મને કારણે વધારે બંધન ઉત્પન્ન થાય છે. હત્યા મોટું પાપ છે કારણ કે સૌ જીવવા માંગે છે, મરવા નહીં. દયા સર્વ પ્રાણીઓની કલ્યાણમયી માતા છે. સમંતભદ્ર અહિસાવ્રતના પાંચ અતિચાર કહ્યા છે : છેવન, વંદન, જન, ગતિમારારોપણ અને આરિવાર. વ્રતની શુદ્ધિ પર આની અસર થાય છે કારણ કે આ પાંચમાં કોઈ પણ અતિચાર, નોકર કે પ્રાણી જેવા જીવને દુ:ખ આવે છે. છેદન એટલે કાન, નાક કે બીજા કોઈ પણ અંગને તલવાર, કુહાડી કે દાતરડાં જેવાં તીણ સાધનથી કાપવું. આ જ વસ્તુ નિરૂદ્દેશ ઝાડ કે ઝાડનાં થડને કાપવામાં પણ લાગુ પડે છે. પ્રમાદથી કે શિક્ષા કરવા માટે આવું કૃત્ય કરવામાં આવે પણ તે નિર્દય છે. બંધન એટલે મનુષ્ય કે પ્રાણીઓને પોતાના કબજામાં રાખવાં, અથવા ઢોરોને, ઘોડાને, કૂતરાઓને કે પાળેલાં પ્રાણીઓને બાંધવાં. બાંધવામાં સાપેક્ષતાનો સિદ્ધાંત લાગુ પાડવાનો છે. પોપટ કે પાંજરામાં પૂરવામાં આવતાં પક્ષીઓને પણ તે લાગુ પડે છે. નાસી ન જાય તે માટે અપરાધી મનુષ્યોને સાંકળે બાંધવાં કે દોરડાંથી તેમના હાથપગ બાંધવા તે અતિચાર છે. પીડન એટલે મનુષ્યો કે પ્રાણીઓને દોરડાં, ચાબૂક, દંડ કે લાકડીથી ટીપવાથી થતો અતિચાર. નોકોને લાત મારવી વગેરે આ અતિચારમાં જ આવી જાય છે. કાર્ય જ્યારે ક્રૂરતા કે નિર્દયતાથી થતું હોય, ત્યારે જ આ અતિચાર થાય છે. કાર્યને દૂર બનતું અટકાવવા માટે મર્મસ્થળો પર પ્રહાર ન કરવો જોઈએ તેમજ ઉમર વગેરેનો ખ્યાલ કર જોઈએ. અતિભારારોપણ એટલે બળદ, ઘોડા વગેરે પર કે તેમનાથી ખેંચાતાં વાહનો પર વધુ પડતો ભાર મૂકવો. શકિત હોય તેનાથી વધારે ભાર ઉપાડવા નોકરોને ફરજ પાડવી તે પણ એક અતિચાર છે. મનુષ્ય કે પ્રાણીની શકિત સૂચવાય તેનાથી અધિક ભાર તેમના પર મૂકવો તે આ અતિચારનો સારાંશ છે. આહારવારણ એટલે મનુષ્યો કે પ્રાણીઓને ખાતાં કે પીતાં અટકાવવાં. આરોગ્યને માટે અટકાવવામાં આવે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તે અતિચાર થતા નથી. મનુષ્યા કે પ્રાણીઓને ખાવાની કે પીવાની જરૂર હાય, ત્યારે તેમને ભૂખે મારવાથી આ અતિચાર થાય છે. અહીં એ સમજાવવું ઠીક થઈ પડશે કે અહિંસા નકારાત્મક નથી. એ દયાની બીજી બાજુ છે. હેમચન્દ્ર દયાને ‘સર્વ પ્રાણીઓની કલ્યાણમયી માતા’, ‘સંસારસાગરમાં દુ:ખમાં ભટકતાં પ્રાણીનું અમૃત' કહે છે. આવી વિધેયાત્મક અહિંસાને ‘કરુણાદાન’ અથવા ‘અભયદાન’નાં રૂપે વ્યકત કરવામાં આવી છે. બધાં પ્રાણીઓને રક્ષણ આપવામાં સમાએલી છે. સમંતભદ્ર કહે છે કે અહિંસા જગતનાં પ્રાણીઓ માટે પરબ્રહ્મ સમાન છે. (ના ભૂતાનાં નતિ विदितं ब्रह्म परमम् । ) હિંસાને પરિણામે આ લોક કે પરલાકમાં દુ:ખ કે ભર્સના મળે છે. હિંસા કરનાર હંમેશાં સંતપ્ત અને ચિંતિત રહે છે, કારણ કે તે દુશ્મનાવટથી ભરેલા રહે છે. તે દુ:ખ અને પીડા અને કેટલીક વખત બંધન પણ સહન કરે છે. તેથી દરેક જણે હિંસાથી દૂર રહેવું જોઈએ, અને બધાં પ્રાણીઓનું હિત કરવું જોઈએ. સદ્ગુણી લાકોને જોઈને રાજી થવું જોઈએ. સંતપ્ત જીવા પ્રત્યે દયા અને સહાનુભૂતિ દર્શાવવાં જોઈએ, અને ઉદ્ધત તેમજ ધૃષ્ટ માણસા પ્રત્યે સહિષ્ણુતાભર્યું વર્તન રાખવું જોઈએ. આવી જાતનું આચરણ કરતી વ્યક્તિ અહિંસા અને બીજાં વ્રતાનું પૂર્ણ પાલન કરી શકે છે. આથી, ઉમાસ્વામીના કહેવા પ્રમાણે અહિંસાના સાધકે આટલા ગુણા ધરાવવા જોઈએ : પ્રાણીઓ પ્રત્યે મૈત્રી, પ્રમેાદ, (આનંદ), કારુણ્ય, માધ્યસ્થ્ય. સામદેવ કહે છે કે બધાં પ્રાણીઓની પ્રત્યેની દયા ચિંતામણિ રત્ન જેવી અમૂલ્ય અને ચમત્કારિક છે. सत्य સત્યનું સ્વરૂપ સમજી શકાય એવું છે પણ એની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. ઉમાસ્વામી કહે છે કે ‘ પ્રશંસનીય નથી તેને બાલવું તે અસત્ય ’. આ સૂત્ર પરની ટીકામાં પૂજયપાદ કહે છે કે કોઈ પણ પ્રાણીને દુ:ખ કે પીડા પહોંચાડવાં તે પ્રશંસનીય નથી—પછી તે હકીકતના સંદર્ભમાં હોય કે ન હોય, હિંસા ઉત્પન્ન કરતા શબ્દો અસત્ય છે. સમંતભદ્ર કહે છે કે જે સ્થૂળ અસત્ય બાલતા નથી તે બીજા પાસે બોલાવતા નથી. પેાતાને કે બીજાને વિપત્તિમાં આણે એવું, ભલે સત્ય હોય, તે પણ ન બાલે તે સ્થૂળ અસત્યના પરિહાર કરે છે એવું કહી શકાય. અમૃતચન્દ્ર સત્ય વિષે નકારાત્મક અભિપ્રાય આપ્યો છે. તેમના મત પ્રમાણે શરીર, મન કે વાણીના પ્રમાદયોગથી Page #176 -------------------------------------------------------------------------- ________________ ખોટું કથન કરવું તે અસત્ય છે. અસત્ય ચાર પ્રકારનું છે: (૧) સ્થિતિ, સમય, અને સ્વરૂપના સંદર્ભમાં, વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય, તેપણ તેના અસ્તિત્વનો ઇન્કાર કરવા. (૨) વસ્તુ અસ્તિત્વ ન ધરાવતી હોય છતાં તેનાં સ્થિતિ, સમય કે સ્વરૂપના સંદર્ભમાં અસ્તિત્વનું વિધાન કરવું (૩) વસ્તુ હોય તે કરતાં જુદી રીતે રજૂ કરવી, દા. ત. ઘેાડાને ગાય કહેવી. (૪) નિંદનીય અને પાપયુક્ત વાણી બાલવી. ૧૫૯ પ્રમાદયોગથી પ્રવૃત્ત થએલી કોઈ પણ વાણી અસત્ય છે. ચુગલીભરેલી, કર્કશ, અનુચિત, નિરર્થક કે અનૈતિક વાણી ગહિત કહેવાય છે. જે વાણી બીજાને વીંધવા, કાપવા, કે મારવા માટે ઉત્તેજિત કરે અને જીવના વિનાશ કરે એવી હોય તે પાપમુક્ત છે. બીજાને અસ્વસ્થતા, દુ:ખ, શત્રુતા, શાક કે પરિતાપ પહોંચાડતી વાણી અપ્રિય કહેવાય છે. અસત્યમાં એક કે બીજા પ્રકારની હિંસા હાય છે. વાણી પાછળનો આશય મહત્ત્વના છે. જ્યારે કોઈ સંત કે આચાર્ય, દુર્ગુણા કે વાંધાજનક આદતે વિરૂદ્ધ સારી સલાહ આપે ત્યારે તે અસત્ય બાલે છે એવું ન કહેવાય--પછી ભલે તેમની વાણીથી અપરાધી વ્યક્તિ લજ્જા કે અસુખ અનુભવે. ઉમાસ્વામી કહે છે કે સત્યનું પાલન કરવા ઇચ્છતી વ્યક્તિએ ક્રોધ, લાભ કાયરતા, ભય, પરિહાસ અને નિન્દ શબ્દોના ત્યાગ કરવા જોઈએ. પ્રસંગ કે આજુબાજુના સંજોગા જોતાં, નિન્દ શબ્દોની જરૂર હોય, તો જાણીજોઇને તેમનાથી દૂર રહેવાના પ્રયાસ ન કરવો જોઈએ. સામદેવ સત્ય અને અસત્યની કોટિઓમાં ભેદ પાડે છે કારણ કે કેટલીક વખત સત્ય, અસત્ય સાથે મિશ્રા થયેલું જોવા મળે છે. રહસ્યભેદ (રહસ્ય ફોડી દેવું), નિંદા, ચુગલી, ખાટાં લખાણ અને ખાટા સાગનને સત્યના બાધક ગણ્યા છે. અતિશયોક્તિ, દોષદર્શન અને અસભ્ય વાણીથી તે દૂર રહેવાનું કહે છે અને સલાહ આપે છે કે હ ંમેશાં ઉચ્ચ અને કલ્યાણકારક વાણી બોલવી તેમજ મિતભાષી થવું. બડાઈખારીથી કે બીજાના ગુણની ઇર્ષ્યા કરવાથી પણ અજાણતાં જ, અસત્યનું આચરણ થઈ જાય છે. સત્યપાલન કરવા માંગતા સૌને સમંતભદ્ર પાંચ અતિચારોથી સાવધ રહેવાનું કહે છે: સદાચારની વાત કે તેના નિયમેા વિષે ખોટી કે જુઠી શિખામણ આપવી (પરિવાર ) તે પહેલા અતિચાર છે. આચાર કે શ્રદ્ધામાં લોકોને ગેરરસ્તે દારવવા તે ઘણા મેટો દોષ છે અને તેના પરિહાર કરવા જોઈએ. બીજાનાં રહસ્યો Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જાહેર કરી દેવાં કે ખાનગીમાં અપાએલાં વચનોનો ભંગ કરે તે પણ અસત્ય છે. પિતે સાંભળી હોય તે ખાનગી વાતે જાહેર કરી દેવી તે પણ વાંધાભરેલું છે. બીજાની નિંદા કરવી કે બીજાની નિર્બળતાની વાત કરવી તે પણ ઠીક નથી કારણ કે તેનાથી જેની નિંદા થાય તેની પ્રતિષ્ઠા ઝાંખી પડે છે. ખાટાં લખાણ કરવાં કે ખોટી સાક્ષી આપવી (વટવા ) તે સમદેવના મતે ચેથા પ્રકારનો અતિચાર છે. આમાં ખોટા હિસાબ રાખવા કે જાળવવા કે બીજા વિષે ખેટા પ્રચાર કરવા તે પણ આવી જાય છે. વિશ્વાસનો ભંગ કરવો કે પોતાને સોંપાએલી વસ્તુ પચાવી પાડવી (ચાર) તે સત્યવ્રતને પાંચમો અતિચાર છે. ઘણી વખત લોકો પોતાનાં ઘરેણાં કે રોકડ રકમ, સંજોગવશાત્ બીજાને સોંપે છે, અને આશા રાખે છે કે જરૂર પડયે તે પાછાં મેળવી શકાશે. આવી પૂરી કે થોડી પણ થાપણ પાછી વાળવાનો ઇન્કાર કરવો તે અસત્ય છે. દિગંબર તેમજ શ્વેતાંબર બેને સંપ્રદાયોને સ્વીકાર્ય એવા કેટલાક ધર્મગ્રંને ઉલ્લેખ કરી આર. વિલિયમ્સ અસત્યનાં સ્વરૂપના વર્ગો આ પ્રમાણે પાડે છે : (૧) જે છે તેનો ઇન્કાર કરવો. (૨) જે નથી તેનું વિધાન કરવું. (૩) વસ્તુને સાચા સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે રજુ કરવી (૪) નિન્દવાણી જે દુ:ખદાયક અને અપમાનજનક હોય છે તેમજ ચોરી કરવા જેવાં હાનિકારક કાર્યોની સલાહ આપે છે. હરિભદ્ર, સિધ્ધસેન ગણી, વગેરેએ દર્શાવેલા અતિચારોની તેમણે ગણના કરી છે. સંક્ષેપમાં તેમને આ પ્રમાણે ગણાવી શકાય. બરાબર વિચાર કર્યા વિના, કોઈના ઉપર તેણે ન કર્યો હોય એવા દોષનું આરોપણ કરવું, ઉપહાસમાં આક્ષેપ કરે, અમુક સંજોગોમાં પત્નીએ કહેલી ખાનગી વાત બીજાને જાહેર કરી દેવી, બીજાને દુ:ખ પહોંચે એવા શબ્દો બોલવા, બીજાની મુદ્રાઓની નકલ કરવી, અમુક સંજોગોમાં પત્નીએ કહેલી ખાનગી વાત બીજાને જાહેર કરી દેવી, કોઈએ ન કર્યું હોય એવું વિધાન તેના પર આરોપિત કરવું અને ચેષ્ટા કે ચહેરાના ભાવ ઉપરથી અનુમાન કરીને બીજાના ગુપ્ત ઈરાદાને ઈર્ષ્યા કે બીજા કોઈ હેતુથી પ્રગટ કરવો. જૈન ધર્મ અસત્યને હિંસાનું જ રૂપ માને છે. અસત્ય આ જન્મમાં કે બીજા જન્મમાં અનેક આપત્તિઓ લાવે છે. અસત્યવક્તા પોતાને જ દ્રોહ કરે છે. સત્ય હંમેશાં વિજયી નીવડે છે. તેથી દરેકે સત્યના આદર્શને વળગી રહેવું જોઈએ. અસત્યનું આચરણ કરનારે કેટલીક વખત જેલમાં જવું પડે છે. અસત્ય અપયશ અપાવે છે અને સંપત્તિને નુકસાન પણ કરે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ अचौर्य ઉમાસ્વામી ચોરીની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: “જે આપવામાં નથી આવ્યું તેને લેવું તે ચોરી છે (સત્તાવાને તૈય).' ન આપેલી વસ્તુ લેવી તે ચેરી કર્યા બરાબર છેજો આ પ્રવૃત્તિ અશુદ્ધ વિચારની પ્રેરણાથી થતી હોય તો. સમતભદ્ર ચોરી કોને ન કહેવાય તેની વ્યાપક વ્યાખ્યા આપી છે. અચૌર્યવ્રતનું પાલન ન અપાએલી વસ્તુ ન લેવામાં છે. આ વસ્તુ જમીનમાં દટાએલી હોય તે શું? તે મુદ્દો કયાં તો રહી ગયો છે અથવા ભુલાઈ ગયો છે. બીજા શબ્દોમાં, અચૌર્યવ્રતનું પાલન, માલિકે ન આપેલી સંપત્તિ લેવામાંથી અટકવામાં છે. અમૃતચંદ્ર સ્પષ્ટ કહે છે કે ચોરીમાં હિંસા આવી જાય છે કારણ કે ન આપેલી વસ્તુ લેવામાં વિચારની શુદ્ધિને તે હાનિ થાય જ છે પણ જે વ્યક્તિની સંપત્તિ લઈ લેવામાં આવી હોય, તેને પણ દુઃખ થાય છે. શેરી જો પકડાય તે કેદની સજા થાય છે. બીજાનું લઈ લેવામાં પ્રમત્તયાગ અથવા કષાયયુકત પ્રવૃત્તિ થાય છે. બીજાની સંમતિ કે જાણ વગર તેની મિલકત લઈ લેવાની ઈચ્છા જીવની આધ્યાત્મિક અવનતિ દર્શાવે છે. માલિકની પરવાનગી વગર ગૃહસ્થે ખાનગી કૂવામાંથી પાણી લેવું ન જોઈએ. જાહેર કૂવા કે રસ્તા, જનતાના ઉપયોગ માટે જ હોવાથી તેમના ઉપયોગમાં કોઈ હરકત નથી. સમદેવ કહે છે કે જેઓ અચૌર્યવ્રત લે છે તેમણે બીજાનું કાંઈ લેવું ન જોઈએ. પછી ભલે તે ઘરમાં, ફળિયામાં, પાણીમાં જંગલમાં, કે ટેકરી પર હેય. ખાણ અને ગુપ્ત ખજાનાની માલિકી રાજાની છે. પછી ભલે તેમની માલિકી જાણીતી ન હોય. આપણા દેશના આધુનિક કાયદા સાથે આ મત મળતે આવે છે. બીજ વ્રતોની જેમ, અચૌર્યવ્રતના પણ અતિચારો હોય છે. કોઈ જાતે ચોરી ન કરે પણ બીજાની, ચોરી કરવા માટે ચઢવણી કરે અથવા તેને ચોરી કરવાના રસ્તા બતાવે ત્યારે તે ચરીને પ્રોત્સાહિત કરવાને અપરાધ કરે છે. ચોરાએલી સંપત્તિ લેવી તે બીજા પ્રકારનો અતિચાર છે ( થવા). ત્રીજા પ્રકારને અતિચાર વિદ્યાને નામે ઓળખાય છે. રાજ્ય મૂકેલા અંકુશ કે પ્રતિબંધની અવગણના કરીને કોઈ વસ્તુ મેળવવા વ્યકિત છુપા સેદા કરે ત્યારે આ અતિચાર થાય છે. ભેળસેળ સશ8િ એટલે ઊંચા પ્રકારના માલ સાથે ગેરકાયદેસર રીતે તેના જેવા જ રંગ કે પદાર્થને હલકા પ્રકારનો માલ ભેળવી દેવો અને વેચવો. દા. ત. ઘી કે માખણમાં ડાલડાનું મિશ્રણ કરવું. પાંચમા પ્રકારનો અતિચાર ખોટાં તોલમાપને ઉપયોગ કરવામાં જે-૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ છે. દા. ત. બીજા પાસેથી લેતાં ભારે કાટલાં લેવાં અને પિતાની વસ્તુ વેચતાં હલકાં કાટલાં વાપરવાં. આવી શંકાસ્પદ યુક્તિપ્રયુકિતથી સોદો કરનાર વ્યકિત પ્રયત્નપૂર્વક અટકે નહીં ત્યાં સુધી અચૌર્યવ્રત પૂર્ણ કે પ્રામાણિક ગણાતું નથી. ભેળસેળ હવે એટલી સામાન્ય થઈ પડી છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ કે દવા હલકી વસતુના ભેગ વગર મેળવવાં શક્ય નથી. ભેળસેળ અને ખોટાં તોલમાપ હવે ધંધાની ચાલુ રસમ બની ગયાં છે. ब्रह्मचर्य ચોથું વ્રત તે બ્રહ્મચર્ય છે. સમંતભદ્ર કહે છે કે આ વ્રતમાં પરસ્ત્રી સાથેનાં મૈથુનથી દૂર રહેવાનું હોય છે. બીજાને આવા સંબંધ બાંધવા પ્રોત્સાહન આપવામાંથી અટકવાનું હોય છે, કારણ કે આમ અટકે નહીં તે વ્યકિત પાપ વહેરી લે છે. ઉપાધ્યાય અને બીજાની સમક્ષ જે સ્ત્રી સાથે લગ્ન થયાં હોય તેનાથી જ સંતોષ માનવાનો હોય છે. પરસ્ત્રી સાથે જાતીય સુખની ઇચ્છા રાખવી ન જોઈએ તેમજ વાસનાભરી દૃષ્ટિથી તેની સામે જોવું ન જોઈએ, બીજાં બધાં વ્રત કરતાં આ વ્રત તેનાં દ્રિવિધ સ્વરૂપમાં જદું પડે છે. પોતાની સ્ત્રીથી સંતોષ (સ્વર )નું વિધાન કરવામાં તે વિધેયાત્મક તો પરસ્ત્રી સાથેના સંબંધનો પરિહાર કરવાનું વિધાન કરવામાં (મરવારમ)માં તે નકારાત્મક છે. - અમૃતચન્દ્રસૂરિ એ ચક્કસ મત ધરાવે છે કે દરેક પ્રકારને જાતીય સંબંધ હિંસાત્મક છે. જાતીય સંબંધને તેઓ તલથી ભરેલી નળીમાં ગરમ લખંડને સળિયો રાખવા સાથે સરખાવે છે. આમ કરવાથી બધાં બી બળી જાય છે. તેવી જ રીતે પ્રત્યેક મૈથુન યોનિમાં મોટા પ્રમાણમાં, સતત જન્મતા જીવોને નાશ કરે છે. વાસનાથી પ્રેરાયેલું મૈથુન હિંસામાં પરિણમે છે. બધા જ લેખકો એ બાબતમાં સંમત છે કે ગૃહસ્થ જે તે આ વ્રતનું પાલન કરવા માંગતો હોય, તે પોતાની પત્નીથી સંતોષ માનવો જોઈએ. નોંધ:- આર. વિલિયમ્સ નોંધે છે કે તાંબરો અને દિગંબર આ વતને સરખા અતિચારો ગણાવે છે. સમંતભદ્ર ગણાવેલા અતિચારોમાં એ આવી જાય છે. તે આ પ્રમાણે છે : (૧) ચોરીથી મેળવેલા પદાર્થો લેવા (તેનાહૃતાવાર) (૨) ચોરી કરવાની પ્રેરણા આપવી (૩) શત્રુરાજ્યની હદ ઓળંગવી (વિરુઘરાાતિઝમ) (૪) ખોટાં તોલમાપ વાપરવાં (ટતુરાNIR) (૫) સારી વસ્તુને સ્થાને હલકી વસ્તુ મૂકવી ( તતHવ્યવહાર). Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સ્ત્રીને ઉપભગ સંતાપરૂપ છે કારણ કે તેને કારણે ઝંખના, ઉરોજના તેમજ દેહની ક્ષીણતાને ઉદ્ભવ થાય છે. આવો ઉપભોગ કરનારાને આવેગભર્યો આનંદ સાચો સંતોષ આપી શકતો નથી. પ્રત્યેક મૈથુનને નિન્દ ગણવા માટે બે કારણે આપવામાં આવ્યાં છે. નૈતિક દષ્ટિએ પ્રેમ અને ધિક્કારના આવેગ વધવાની સાથે જીવની શાંતિ શુબ્ધ થાય છે, અને શારીરિક દષ્ટિએ મૈથુનમાં હિંસા આવી જાય છે. આ મતનું સમર્થન કરવા હેમચન્દ્ર વાસ્યાયનના કામસૂત્રમાંથી મત ટાંકો છે. પહેલેથી જ જૈન ધર્મ વ્યભિચારના ભયથી પીડાતા રહ્યો છે. સમંતભદ્ર આ વ્રતના પાંચ અતિચારો ગણાવ્યા છે : (૧) ગૃહસ્થ બીજાનાં સંતાનના વિવાહ કરાવવા (અવિવાર). પોતાનાં બાળકોનાં લગ્ન કરાવવાની ગૃહસ્થની ફરજ છે. આ લગ્નને તે વિધિ તરીકે ગણે અને સંગની વ્યવસ્થા તરીકે ન ગણે તો તેમાં કોઈ દોષ નથી. (૨) સ્ત્રીનાં સ્તન, બગલ જેવાં શરીરનાં અંગો સાથે રમત કરવી કે તેમને પંપાળવાં (વન - શ્રીer) (૩) એન્દ્રિય ઉપભેગે પ્રત્યે અત્યધિક વૃત્તિ (fgqSitતવાર) (૪) વેશ્યાઓની વારંવાર મુલાકાત લેવી, અથવા તેમની સાથે વાર્તાલાપ કે વ્યવહાર કરે અથવા તેમનાં આકર્ષક અંગેનું નિરીક્ષણ કરવું. આ વ્રતનું જે શબ્દશ: અને ભાવમાં પાલન કરવા ઇચ્છતો હોય, તેણે સ્ત્રીઓને એકાંતમાં મળવાના, જાતીય સંબંધની કે ઇન્દ્રિયસુખની લાગણી ઉશ્કેરે એવી વાત કરવાના પ્રસંગો થનપૂર્વક ટાળવા જોઈએ. મૈથુનનું વર્ગીકરણ આપવામાં સિદ્ધસેનગણી વધુ સ્પષ્ટ છે. તેમણે મૈથુનના સચેતન અને અચેતન એવા બે પ્રકારો આપ્યા છે. પ્રથમ પ્રકારમાં પુરુષનાં સ્ત્રી (માનવ, સ્વર્ગલોક, કે પશુ)ની સાથેનાં મૈથુનને, પુરુષનાં પુરુષ સાથેનાં મૈથુનને, હસ્તમૈથુન અને સજાતીય મૈથુનનો સમાવેશ થાય છે. બીજા પ્રકારમાં સ્ત્રીનું કૃત્રિમ લિંગથી હસ્તમૈથુન અને જાતીય ઇચ્છાની તૃપ્તિ માટે સ્ત્રી (માનવ, સ્વર્ગલોકની કે પશુ) નાં માટી, લાકડાં કે પથ્થરમાંથી બનાવેલાં પુતળા સાથેની પુરુષની ચેષ્ટા આવી જાય છે. આવી ચેષ્ટા તે ચિત્રમાં આલેખેલી સ્ત્રી સાથે પણ કરે, તો પણ અતિચાર થાય. બધા જ જૈન દાર્શનિકો એકમતે માને છે કે બ્રહ્મચર્યવ્રતનો ભંગ વિવિધ પ્રકારનાં પાપમાં પરિણમે છે. તેથી જ તેઓ તેની નિંદા કરે છે. આ વ્રતના ભંગને પરિણામે શારીરિક બળ ક્ષીણ થવાથી પોતાની જાતના તો ગુનેગાર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ થવાય જ છે પરંતુ બીજા પણ વિવિધ પ્રકારનાં પાપ થાય છે. આ વ્રતના ભંગ કરવાથી સમાજના પણ અપરાધ થાય છે, કારણ કે આવા ભંગ સામાન્ય નીતિનિયમાને ક્ષુબ્ધ કરીને કૌટુંબિક જીવનની શાંતિ અને પરસ્પર વિશ્વાસના ભંગ કરાવે છે. વ્યભિચારી સ્ત્રી કે પુરુષ અનેક પ્રપંચભર્યા કામેામાં સંડોવાય છે અને પરિણામે બીજા સદ્ગુણ્ણાના નાશ થાય છે. ધર્મના સામ્રાજ્યમાં વસતે। માણસ પોતાની જાતીય ઇચ્છામાં સંયમી હાય છે તેથી પેાતાની પરિણીત પત્નીથી સંતુષ્ટ રહીને તેણે પરસ્ત્રી, સંબંધીઓની સ્ત્રીઓ કે સાધ્વીઓથી દૂર રહેવું જોઈએ. જાતીય સુખની ઇચ્છાના અગ્નિ ભભૂકતા હોય ત્યાં સુધી અધ્યયન, ધ્યાન અને સદ્ગુણી આચરણ શકય નથી. अपरिग्रह પરિગ્રહ એટલે પેાતાની માલિકીની વસ્તુ માટે મેહભરી આસકિત (મૂર્છાવરિત્ર:). જમીન, ઘર, ઢોર, સાનું, ચાંદી, રોકડ રકમ જેવી અનેક સાંસારિક વસ્તુ મેળવવાની અને એના પર માલિકી ધરાવવાની સ્રીને કે પુરુષને ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. આ ઈચ્છા અમર્યાદિત ન હોવી જોઈએ. પરિગ્રહદ્રવ્યો પ્રત્યેની આસક્તિ જ્યારે નિરંકુશ અતે નિર્મર્યાદ બની જાય છે ત્યારે મન લાભ અને ભ્રમના કષાયોથી અભિભૂત થઈ જાય છે. આવું મન સમ્યક્ દર્શન, સમ્યાન અને સમ્યક્ ચારિત્રથી વિમુખ બની જાય છે. કોઈ પણ પ્રકારના માહ કે આસક્તિ અનિષ્ટકારક છે. સંપત્તિનું રક્ષણ કરવા મનુષ્ય હિંસા અને અસત્યનો આશ્રય લે, તેવા પણ સંભવ રહે છે. પરિગ્રહની ઇચ્છા નિરંકુશ બને ત્યારે અનિષ્ટ નીવડે છે. આ પ્રકારના અનિષ્ટથી મુક્ત થવા પાતે પ્રાપ્ત કરવા જેટલી સંપત્તિ કે દ્રવ્યની સીમાના નિર્ણય કરી લેવા જોઈએ. લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્તિ અંગેની પ્રવૃત્તિ થંભાવી દેવી જોઈએ. આને ક્ન્છાપરિમાણવ્રત કહે છે. અમૃતચન્દ્રસૂરિ પરિગ્રહની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: પરિગ્રહ એટલે આસક્તિ, તે મેહ અથવા મેાહનીય કર્મના પરિણામે ઉત્પન્ન થાય છે. પરિગ્રહની બધી ભાવનાનેા ત્યાગ તે અપરિગ્રહ. પરિગ્રહ અથવા સમ્પત્તિ પ્રત્યેની આસક્તિ બે પ્રકારની હોય છે: દ્વિજ્ઞ અને અંતરજ્ઞ પ્રથમમાં માલસામાન, નોકરચાકર, પશુઓનું ધણ વગેરેની માલિકી છે. અંતરંગ પરિગ્રહ ચૌદ પ્રકારના છે : (૧) Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ મિથ્યાવા (૨) સ્ત્રીવેર (૩) પુરુષવેર (૪) નપુસંવેદ્ર (૫) હાસ્ય (૬) રતિ (૭) જત (ઉદાસીનતા અથવા નાખુશી) (૮) શો (૯) મા (૧૦) ગુણા (૧૧) શોઘ (૧૨) માન (૧૩) માયા (૧૪) જોમ. આર. વિલિયમ્સ કહે છે કે વ્રતના ઉપલક્ષ્યમાં આ બધું તદ્દન અપ્રસ્તુત છે પણ સજીવ કે નિર્જીવ પદાર્થોની બનેલી મિલકતની પ્રાપ્તિ, માલિકી, ઉપભોગ અને રક્ષામાં જીવની શુદ્ધિ પર ખૂબ અસર થાય છે, તે ભારપૂર્વક કહેવા માટે આ પ્રસ્તુત જ છે. આસક્તિમાંથી પરિગ્રહ જન્મે છે. આસકિતના પ્રકાર અને તીવ્રતા ભિન્ન ભિન્ન હોય છે. સ્ત્રી પરિચારિકા કે પુરુષ પરિચારકની માલિકી જાતીય આવેગોને ઉશ્કેરે અને પરિણામે રતિ, હાસ્ય અને શોકને પણ ઉદ્ભવ થાય. અંતરંગ આસક્તિઓમાં ગણાવેલી બીજી માનસિક અવસ્થાઓ, વિવિધ પ્રકારનાં દ્રવ્યોની પ્રાપ્તિ કે રક્ષાની ભાવનાને કારણે છે એમ કહી શકાય. લોભ, માયા અને માન, સંગ્રહ કરવાની નિરંકુશ તૂણામાંથી ઉદ્ભવે છે જ્યારે તે વસ્તુને ત્યાગ કરતાં ભય, ક્રોધ અને શોક ઉત્તેજિત થાય છે. ઘર, જમીન જેવી સ્થાવર મિલકત તેમજ સોનું, ચાંદી, સિક્કા, ઝવેરાત, વસ્ત્રો, બિછાનાં, રાચરચીલાં અને દાણા જેવી ચલિત સંપત્તિ તેમજ પુરુષ અને સ્ત્રી ને કરચાકર જેવાં સજીવ પ્રાણીઓની માલિકીમાં બહિરંગ પરિગ્રહ રહેલો છે. આ સંપત્તિ સજીવ કે નિર્જીવ હોય તે પ્રમાણે તેના ઉત્તર અને ઉત્તર એવા વિભાગો પડે છે. આ વ્રતને ઉદ્દેશ એ છે કે પ્રત્યેક ગૃહસ્થ માલિકીની વસ્તુઓ (સજીવ અને નિર્જીવ) નાં સ્વરૂપ તેમજ વિસ્તાર અંગે અંકુશો સ્વીકારવા જોઈએ, જેથી લોભ પર તેને કાબુ રહે. ત્યાગ એ જીવન જીવવાનો સાચો માર્ગ છે પણ દરેક માટે તેનું અનુસરણ શક્ય નથી. આથી પરિગ્રહ પર જાતે મર્યાદા નક્કી કરવી જરૂરી છે. પિતાની મર્યાદા નક્કી કર્યા પછી પણ વ્રતનું ઉલ્લંઘન પાંચ રીતે શક્ય છે. રત્નાલંદશાવવવારના ૬૨મા શ્લોકમાં સમંતભદ્ર આટલા અતિચારો ગણાવ્યા છે : મતિવાન, તિસંગ, ગતિવિરમય, યતિરોમ, ગતિમrtવાહન. બળદ, ઘોડા વગેરે પોતાની શક્તિ અનુસાર ભાર ઉંચકીને સુખપૂર્વક જેટલા અંતર સુધી જઈ શકે, તે કરતાં વધારે અંતર સુધી તેને લઈ જવામાં અતિવાહન નામને અતિચાર થાય છે. દ્રવ્ય કે સમય બચાવવાના લેભે આવું કરવામાં આવે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ છે. વધુ નફો મેળવવાની આશાએ વધુ અનાજ કે બીજી ચીજવસતુઓના અધિક સંગ્રહમાં અતિસંગ્રહ નામનો બીજો અતિચાર થાય છે. અછતની સ્થિતિને લાભ લેવાના ઈરાદાથી આવું લેભી કામ કરવામાં આવે છે. સ્વદેશમાં કે પરદેશમાં લોકોનો વિપુલ દ્રવ્યસંગ્રહ જોઈને ભારે નિરાશાની લાગણી અનુભવવી તેને અતિવિસ્મય નામને અતિચાર કહે છે. પોતાના વિચારોને પરિણામે કે બીજાના વિચારોની અભિવ્યકિત ઉપરથી આ વિસ્મય કે નિરાશાની લાગણી ઉપજે છે. જુદા જુદા સોદાઓમાં અત્યધિક લોભ કરવો તે અતિલોભ. બીજે ઓછી કિંમતે મળતી વસ્તુઓના વધારે ભાવ લેવામાં આ પ્રકારને અતિચાર થાય છે. છેલ્લો અતિચાર તે અતિભારવાહન એટલે કે ભારવાહક પશુઓ પાસે, ભાડા પેટે નફો ખાવાના ઉદ્દેશથી વધારે પડતો ભાર ઉપાડાવવો. માત્ર નફાના જ ઉદ્દેશથી વેપાર કરતા વેપારીઓ આ પ્રકારનો અતિચાર કરે છે. રિઝરમાદ્રિત લીધું હોય, તેમને માટે વ્રતના નિયમે ચેતવણીરૂપ છે. આવ્રત પ્રવૃત્તિના ત્રણ સિદ્ધાંતોનું આચાર્ય શ્રી તુલસીએ આધુનિક રીતે પ્રતિપાદન કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે અહિંસાવ્રતથી માત્ર અંગત પ્રશ્ન જ નહીં પણ યુદ્ધ અને શાંતિ જેવા આંતરરાષ્ટ્રીય પ્રશ્ન પણ ઉકેલ આવી શકે. જુઠાણું, કાળાબજાર, ભેળસેળ, નફાખોરી, અને શૈથિલ્ય જેવાં આધુનિક જીવનનાં દૂષણોને, માનવધર્મના સિદ્ધાંતરૂપ પાંચ વ્રતના પરિપાલનથી ઉકેલ આણી શકાશે. વ્યકિતગત નૈતિક ધોરણો ઊંચાં લાવવાથી માનવજીવનના રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય–દરેક પ્રકારના પ્રશ્નનો ઉકેલ મળી શકે એવું પૂરવાર કરવા તેમણે પુસ્તકો અને પુસ્તિકાઓ પ્રસિદ્ધ કર્યા છે. મૂડીવાદ વિરૂદ્ધ સામ્યવાદને પ્રશ્ન અપરિગ્રહવ્રતનું એગ્ય પાલન કર્યાથી ઉકલી શકે તે અહિંસાને ઉચિત રીતે સમજવાથી અને તેનાં આચરણથી મનુષ્યના હૃદયમાંથી યુદ્ધના બીજરૂપ દુષ્ટતાને ઉખેડી શકાશે. મહાત્મા ગાંધીએ કયારનું ય પુરવાર કર્યું છે કે જગતની દુર્જય સત્તા આગળ અહિંસા અને સત્ય, સિદ્ધિ મેળવી શકે છે. અષ્ટ મૂલગુણે સમંતભદ્ર કહે છે કે શ્રાવક અથવા ગૃહસ્થના મુખ્ય ગુણ એટલે પાંચ અણુવ્રત અને મદિરા, માંસ અને મધને પરિહાર. મેં આગળ ઉપર પાંચ અણુવ્રતોને સમજાવ્યાં છે અને મન, વિચાર અને આચરણની શુદ્ધિ જાળવવામાં તેમનાં મહત્ત્વની પણ ચર્ચા કરી છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ કેટલાક લેખક કહે છે કે આઠ મૂળગુણો એટલે પાંચ ઔદુમ્બર ફળ અને મદિરા, માંસ, તેમજ મધને ત્યાગ. અહિંસાવતનો વિચાર કરતાં આઠ ય વસ્તુના પરિવારની આવશ્યકતાઓ વિષે ઉલ્લેખ થઈ ગયો છે. પાંચ પ્રકારનાં ઔદુમ્બર ફળો એટલે કે દ્રાક્ષ, અંજીર, વડના ટેટા, પીપળાનાં ફળ અને પાકરના ફળમાં સાફ દેખી શકાય એવા જીવો ભરેલા હોય છે. ઘણી વખત આ જીવો મૃત હોય છે. ઉપરાંત, અત્યંત સૂક્ષ્મ, અગણિત બી પણ તેમનામાં હોય છે અને આ નાનાં જંતુથી તેમને જુદાં તારવી શકાતાં નથી. મદિરાને નિષેધ છે કારણ કે તે પીનાર વ્યકિતને ઉન્મત્ત બનાવે છે અને આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. આથાની ક્રિયામાં અગણિત જીવોનું મઘમાં રૂપાંતર થાય છે. સર્વ અનિષ્ટનું મૂળ હોવાથી મદિરાને નિઘ ગણી છે. તે મનને મોહમાં નાખે છે અને વિવેકની ભાવના પર બુરી અસર કરે છે. માણસ શરાબની પૂરી અસર હેઠળ હોય ત્યારે પોતે કરેલાં સર્વ પાપ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. સેમદેવ કહે છે કે મદિરાથી જ યાદવકુળનો વિનાશ થયો અને જુગારથી પાંડવોને વિનાશ થયો હતો. દારૂનાં એક ટીપાંમાં રૂપાંતરિત થએલા અસંખ્ય જીવો આખી સૃષ્ટિને ભરી દેવા સમર્થ હોય છે. માંસભક્ષણના નિષેધ માટેનાં કારણો પહેલાં ચર્ચાઈ ગયાં છે. પોતાનું કલ્યાણ ઇચ્છતા લોકો બીજાનું માંસ ખાઈને પોતાની તબિયત સુધારે છે તે માટે સેમદેવ આશ્ચર્ય વ્યકત કરે છે. જેમ માણસને પોતાની જિંદગી પ્રિય છે તેમ પક્ષીઓ અને પશુઓને પોતાની જિંદગી પ્રિય હોય છે. આથી પ્રાણીઓને સંહાર કરતાં અટકવું જોઈએ. મધપૂડાને દબાવીને મધ કાઢવામાં અગણિત નાના ઈંડાં અને જીવની હિંસા થાય છે તેથી મધને નિષેધ કરવામાં આવ્યો છે. અસંખ્ય અદશ્ય જીવો હોવાને કારણે માખણને પણ કેટલાક લેખકોએ નિષિદ્ધ ખાદ્ય પદાર્થોમાં ગયું છે. ગુણવ્રત સમંતભઠે ત્રણ ગુણવ્રતને ઉલ્લેખ કર્યો છે. વ્રિત, કનgવ્રત અને મોળોમોrgરિમાણવ્રત. બીજાં વ્રતોના અતિચાર, પૂરા નહીં તે આંશિક રીતે પણ ઓછા થાય, તે માટે ગૃહસ્થની પ્રવૃત્તિઓ પર લાંબા ગાળાનો અંકુશ મૂકવાને ઈરાદે આ વ્રત નક્કી થયાં છે. તેઓ આવ્રતના પાલનમાં મદદરૂપ થવા માટેનાં પૂરક વ્રત છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ १. दिग्वत દિશાઓ દશ છે : પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વોત્તર, પશ્ચિમોત્તર, દક્ષિણપૂર્વ, દક્ષિણપશ્ચિમ, ઉપર અને નીચે. જાણીતા વિષયો અંગે પ્રત્યેક દિશામાં સીમાઓ નક્કી કરવી જોઈએ અને આ સીમાનું અતિક્રમણ ન કરવાનો નિશ્ચય કરવો જોઈએ. આ પ્રમાણે નક્કી થએલી સીમા પૂરતી પ્રવૃત્તિની મર્યાદા જે સ્વીકારે છે તેઓ પોતે નક્કી કરેલી સીમાના બહારના પ્રદેશમાં અહિંસાવ્રતનું પાલન કરે છે. આ સીમાની બહારના પ્રદેશમાં દરેક વિષયમાં સંયમ રાખવા એ સમર્થ થશે. આમાંના કોઈ પણ પ્રકારનાં વ્રતોનો ભંગ થવાને સમય જ નહીં આવે. આ જાતની મર્યાદા આજીવન પાળી શકાય અથવા અમુક સમય માટે પાળી શકાય. દિશાઓની મર્યાદા નક્કી કરવામાં તે પોતાના વ્યવસાયને અને ધંધાકીય જરૂરિયાતોને લક્ષમાં રાખી શકે. આથી લાભ પર પણ મર્યાદા આવશે. આ વ્રતને અતિચાર પાંચ પ્રકારે શક્ય છે : (૧) પોતે નક્કી કરેલી દિશામાંથી ઊર્ધ્વ દિશામાં જવું. (અર્વવિપરિમા તિઝમ) ઊર્ધ્વગમન ન કરવાનું વ્રત લીધું હોય, તે મનુષ્ય વૃક્ષ કે પર્વત પર ચઢી ન શકે. હવાઈ મુસાફરી ન કરી શકે. પોતાની નિશ્ચિત મર્યાદાની ઉપરવટ ગતિ થાય તો અતિચાર થએલે ગણાય. ૨) નક્કી થએલી મર્યાદા કરતાં ભૂમિમાં વધુ ઊંડે જવું. (ઘોવિઝમાળાતિમ). ભૂમિની સપાટી પૂરતી મર્યાદા નક્કી કરી હોય, તો માણસ કુવામાં ઉતરી ન શકે તેમ જ દાણા ભરવા માટે ખોદેલા ખાડામાં કે ખાણમાં ન ઉતરી શકે. (૩) મર્યાદિત દિશાઓની ઉપર આઠ દિશાઓમાંથી કોઈ પણ દિશામાં પ્રવાસ કરે (તિર્યfવપ્રમાસિમ). નદીઓ કે પર્વત જેવી જાણીતી સીમાઓ દ્રારા મર્યાદા નક્કી કરી શકાય અથવા યોજન, માઈલ કે બીજાં પ્રમાણોની પરિભાષામાં અંતર નક્કી કરી શકાય. જાણીબુઝીને આ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, તો તે ભંગ છે. ભુલથી કે અજાણતાં થયું હોય તો તે અતિચાર છે. (૪) ચેથા પ્રકારને અતિચાર મર્યાદા લંબાવવામાં છે. (ક્ષેત્રવૃદ્ધિ)-સગવડ ખાતર કે ભુલથી મર્યાદા ઓળંગવાનો પ્રયાસ આમાં આવી જાય છે. (૫) ભુલથી મર્યાદા ઓળંગવી (મૃતિ–સતર્ધાન) २. अनर्थदण्डव्रत ગુણવતેમાંનું આ બીજું વ્રત છે. કોઈ પણ જાતનાં સમર્થન વગર મન, વાણી કે આચરણનું પાપ, પોતે નક્કી કરેલી મર્યાદાની અંદર ન કરવું તે આ વ્રતમાં આવી જાય છે. એક વખત મર્યાદા નક્કી કર્યા પછી પાપ ગણાતું Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ કોઈ પણ કાર્ય કરવું યોગ્ય નથી. ધર્મ માટે પ્રગતિકારક ન હોય એવાં દરેક કાર્યથી દૂર રહેવું જોઈએ. હિંસાને સહાયક અને હિંસાના સાધનરૂપ બધી સામગ્રીને સંગ્રહ કરવા અહીં નિષેધ છે. કૂકડા, બાજ જેવાં પક્ષીઓ કે બિલાડી, હાથી જેવાં પ્રાણીઓને પાળવાં જોઈએ નહીં તેમ વિષ, ભાલાં, હથિયાર જેવાં હિંસક ઉપકરણો રાખવાં જોઈએ નહીં. પ્રાણહારક કે હિંસક પ્રવાદ, અનિષ્ટ વિચાર, ઈજા પહોંચાડે કે જીવ લે એવી રમતોને પરિહાર કરવો જોઈએ. સમંતભદ્ર કહે છે કે અનર્થદંડ પાંચ પ્રકારના હોય છે : (૧) gોપરપશુપક્ષીઓને ઈજા પહોંચાડે કે દુઃખ આપે એવી પાપી પ્રવૃત્તિઓ, કે એવા વ્યવસાયમાં પરિણમે તે પ્રકારની સલાહ આપવી તે પાપોપદેશ. પશુઓને કે પક્ષીઓને મારવાની, અમુક જગ્યાએ બાંધવાની, તેમના પર વધારે પડતે બેજો લાદવાની, તેમનાં અંગો કાપવાની, કે પક્ષીઓ પાળવાની સલાહ આપવાથી આ પાપ થાય છે. (૨) fસાવાન–હિંસાદાન એટલે હિંસા ઉપજાવે તેવાં કુહાડી, તલવાર, ધનુષ્ય, બાણ, ભાલ, બેડી, જેવાં હથિયારો, ઝેર, અગ્નિ, સ્ફોટક દ્રવ્યો, ચાબુક, બંદુક વગેરે આપી દેવાં કે બક્ષિસ પેટે આપવાં. (૩) ગgધ્યાન–બીજા લોકો કે તેમના કુટુંબીજનનું મોત, દુ:ખ, આપત્તિ વગેરે ઇચ્છતા અનિષ્ટ વિચારો કરવા. બીજા લોકો પ્રત્યેના ધિક્કાર કે તિરસ્કારને કારણે આવું થાય છે. આવો ધિક્કાર તે પાપ છે. પરસ્ત્રી માટે વાસનાભરેલા વિચારો કરવા, બીજાનું ધન પડાવી લેવું અને બીજાની નિંદા કરતા વિચારો કર્યા કરવા તે બધું આમાં આવી જ જાય છે. (૪) કુતિ–અભ્યાસ, વેપાર, શિલ્પ, ધન, ધર્મગ્રંથે વગેરે સાથે સંબંધ ધરાવતા વિષયમાં ખોટી શ્રદ્ધા, મત્સર, ક્રોધ, ધિક્કાર અને વાસના ઉત્પન્ન કરે એવી વાત સાંભળવી કે એવી વાતનું પ્રતિપાદન કરવું તે દુઃશુતિ. હિંસા, અંધવિશ્વાસ કે વિલાસ સાથે સંકળાએલી, ખોટી માન્યતા ઉત્પન્ન કરે એવી કે પોતાની સાચી શ્રદ્ધામાં શંકાશીલતા ઉત્પન્ન કરે એવી વાતો સાંભળવી તે આ પ્રકારમાં આવી જાય છે. (૫) કમાવવ– જમીન કે પથ્થર ખોદવા, પાણી ફેંકવું, અગ્નિ સળગાવો, પવન રોકવો, ઝાડપાન કાપવાં, કે નિર્દેશ પ્રવૃત્તિઓ કરવામાં પ્રમાદચર્યા થાય છે. બિનજરૂરી મુસાફરી પણ ન કરવી જોઈએ. આર. વિલિયમ્સ નોંધે છે કે હેમચન્દ્ર પરિહાર કરવા જેવી બીજી નિર્દેશ પ્રવૃત્તિઓ પણ ઉમેરી છે : નૃત્ય, નાટક કે રંગમંચ પરની કોઈ પણ રજૂઆત જોવી, વાદ્યસંગીત પર કુતૂહલને વશ થઈ ધ્યાન આપવું, કામસૂત્રોનું અધ્યયન કરવું, જુગાર, જળક્રીડા, પુષ્પસંગ્રહ, કુકકુટ યુદ્ધ જેવું વગેરે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમંતભદ્ર અનર્થદંડવ્રતના પાંચ અતિચારો નોંધ્યા છે: (૧) એટલે કે પિતાને કે બીજાને વાસના કે મોહ પ્રેરે એવી અસભ્ય ભાષા બોલવી, તિરસ્કારયુકત હાસ્ય, કે ધૃણાયુકત અથવા તોછડી વાણીને પ્રથોગ (૨) ટર એટલે બીભત્સ વિચાર, વાણી કે ક્રોધથી પ્રેરાએલાં દુષ્કૃત્ય કરવાં (૩) મૌર્ય એટલે ઉદ્ધતાઈ કે મિથ્યાભિમાનથી બીભત્સ, નિરર્થક અને અર્થહીન વાત કરવી. (૪) ચંતિપ્રસાધન એટલે જરૂરથી વધારે વસ્તુઓને સંગ્રહ કરવો. શ્વેતાંબરોના મત પ્રમાણે આ અતિચાર સંયુwifઘરજ કહેવાય છે જેનો અર્થ કૃષિ વગેરેની દૈનિક પ્રવૃત્તિ માટેનાં ઉપકરણો કે ભાગે સાથે રાખવાં,’ એ થાય છે. અસહ્યાધિકરણ એટલે ગુસ્સો કે તિરસ્કાર પ્રેરે એવાં વાચન કે શ્લેકપઠન જેવી નિરર્થક માનસિક કે શારીરિક પ્રવૃત્તિ કરવી, માનસિક સંતુલન જોખમાવે એવી વાત કહેવી, વસ્તુઓ ઉંચકવા કે ફેંકવાની પ્રવૃત્તિ કરવી અથવા દોડવું. ३. भोगोपभोगपरिमाणवत પહેલેથી જેની મર્યાદા નક્કી થઈ છે તેવી વસ્તુઓનું તેમજ વિલાસના પદાર્થોના ઉપયોગનું નિયંત્રણ કરવું તે ભોગપભોગપરિમાણવ્રત. તેલ, સાબુ, ફલ, સેપારી, પાન, લેપ, ખાદ્ય અને પેય પદાથોને વધારે પડતે ઉપયોગ નિષિદ્ધ છે. આ વ્રતના બે પ્રકાર છે: (૧) નિયમ – નિયમ એટલે ખાદ્ય કે પેય પદાર્થના વપરાશ કે ત્યાગ માટે એક મર્યાદા નક્કી કરવી (૨) યમ – એમ એટલે બિનજરૂરી પદાર્થોના ઉપયોગ કે ઉપભેગમાંથી અટકવું. આ વ્રતમાં રોજના વપરાશની એક કે બે ચીજો અઠવાડિયાના નક્કી કરેલા દિવસોએ ઉપયોગમાં ન લેવી. દા. ત. નિશ્ચિત દિવસેએ મિષ્ટાન્ન કે વાહનનો વપરાશ ત્યાગી શકાય. આ સંકલ્પ બળ અને સંયમને વધારે છે. - આ વ્રતના પાંચ અતિચારો હોય છે. (૧) વિપવિઘતોડના એટલે કે ઔન્દ્રિય સુખરૂપી વિષ માટેના પ્રેમને ત્યજવામાં નિષ્ફળ જવું. વિષપભેગથી વિષયો માટેની તૃષ્ણા વધે છે. અને શારીરિક બળ તેમજ મનની શુદ્ધિને હાસ થાય છે તેથી તેને માટે ધિક્કાર કેળવવો જોઈએ. (૨) મનુસ્મૃતિ એટલે ઐન્દ્રિય ઉપભેગોના પૂર્વાનુભવોનું વારંવાર સ્મરણ કરવું (૩) ગતિસ્ત્ર વિષયોપભોગમાં ઉત્સાહ દાખવો અથવા વધુ પ્રમાણમાં પ્રવૃત્તિ કરવી (૪) અનુભવ એવી માનસિક અવસ્થા જેમાં કાંઈ ન હોવા છતાં માણસ વિષયો પગ વિશે ભાવપૂર્વક વિચાર કરે. સમદેવના મત પ્રમાણે ઉપર કહેલાં ત્રણ વ્રતો નૈતિક શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે અને સાંસારિક વિષયો વિશે મનની સમતુલા સ્થાપિત કરવા માટેની પ્રાથમિક Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સંયમભાવનાની જનારૂપે છે. આ વ્રત અનુસાર તેના પાલકે આહાર અને ઉપભોગ ઉપર નિયમન મૂકવાનું છે. આ વ્રત અહિંસાના મહાવ્રતનાં પૂરક છે અને બધાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સ્નેહ કેળવવાની શક્તિ આપે છે. શિક્ષાવ્રત કાર્ય, આહાર અને ઉપભેગનું નિયમન, જે ગુણવ્રતને ઉદ્દેશ છે, તે મનની શુદ્ધિ માટે અને વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ સાધવા માટે પૂરતાં નથી. જીવનને સાર્થક બનાવવા માટે પ્રામાણિકતા અને ત્યાગની પ્રવૃત્તિ સદૈવ ચાલુ રહેવી જ જોઈએ. વ્યક્તિને નૈતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ, ભાવ અને કાર્યની દષ્ટિએ પ્રગતિકારક ન થાય, ત્યાં સુધી સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રગતિ થઈ શકે નહીં. પાંચ અણુવ્રત દૈનિક જીવનનાં અનિષ્ટોનો ઉકેલ આણી મન અને કાર્યને શુદ્ધિ અર્પે છે, તો ત્રણ ગુણવ્રત કાર્ય, આહાર અને ઉપભેગમાં સંયમ ઉપદેશે છે. શિક્ષાવ્રત મનને વિશાળ બનાવે છે અને ધર્મગ્રંથોમાં રહેલાં જ્ઞાનની વૃદ્ધિ માટે નિયમિત તક આપે છે. વ્રતનું પાલન આધ્યાત્મિક કેળવણી અને અનુભવના પાઠ આપે છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના પ્રભાવમાં આપણી માન્યતાને તે દઢ કરે છે, અને સાધુ તરીકેના કઠણ જીવનની તૈયારીરૂપે તેના પાલકને શુદ્ધિભર્યું અને ત્યાગભર્યું જીવન જીવવા પ્રેરે છે. સમંતભદ્ર ચાર શિક્ષાવ્રતોને આ ક્રમમાં કહ્યાં છે : (૧) હેશવાજીરાવ (૨) સામાયિન (૩)જોષધોપવાર (૪) વૈયાવૃત્ય. જૈન યોગ ઉપરથી એવું લાગે છે કે સમંતભદ્ર અને આશાધર સિવાય બીજા બધા આચાર્યો સામાયિકને પ્રથમ શિક્ષાવ્રત તરીકે ગણાવે છે. १. देशावकाशिक આ વ્રતનું સ્વરૂપ મને દિવ્રતના બીજા પ્રકાર જેવું લાગે છે. ઉમાસ્વામી અને વસુનન્દી તેને ગુણવ્રત માને છે. આ વ્રતમાં વ્યકિતએ પોતાની પ્રવૃત્તિની હદ, ઘર, તેના એક ભાગ, ગામડાં કે શહેર સુધી નક્કી કરવાની હોય છે. આ વ્રતના પાલનનો સમય એક દિવસથી માંડીને થોડા દિવસ, એક મહિને, વધુ મહિના કે એક વર્ષ સુધીનો હોય છે. દિવ્રત અને દેશાવકાશિક વ્રત બંનેના મૂળમાં રહેલી ભાવના એવી છે કે જો કોઈ માણસ પોતાની પ્રવૃત્તિની નાની કે મોટી મર્યાદા નક્કી કરે, તે એની સ્વનિર્ણત હદની બહારના પ્રદેશમાં એની અનુપસ્થિતિને અર્થ એ કહી શકાય કે તે એ વિશાળ પ્રદેશમાં તે શ્રમણોના Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કઠોરવ્રત–મહાવ્રતનું પાલન કરે છે. સ્થળની આ મર્યાદાની ચાલુ સભાનતાને પરિણામે અણુવ્રતોનાં પાલનમાં વધુ ચોકસાઈ આવશે. અમૃતચંદ્રના મતાનુસાર, આ વ્રત અમુક સમય સુધી પાળવાનું હોય છે અને તેટલા વખત સુધી ગામ, બજાર, શેરી કે ઘરથી આગળ જવાનું હતું નથી. સમંતભદ્ર કહે છે કે જે અણુવ્રતનું પાલન કરવા ઇચ્છે છે, તેણે પ્રત્યેક દિવસે માત્ર પ્રવૃત્તિને સમય જ ઘટાડવાનો હોતો નથી, પણ તે નક્કી કરેલાં ક્ષેત્રની મર્યાદા પણ ઘટાડવાની હોય છે. સમય અને ક્ષેત્રની મર્યાદા દ્વારા અણુવ્રતના સાધકને મહાવતનાં પાલનનો લાભ પણ મળશે. આ વ્રતના પાંચ અતિચારોનો તે નિર્દેશ કરે છે : (૧) છેષણ –પોતે નક્કી કરેલી મર્યાદાની બહાર નોકર, મિત્ર કે પુત્રને કોઈ કામ સોંપવું. સાધક, બીજાને મર્યાદાની બહાર જવા કહેવાથી, જીવોને હાનિ પહોંચાડીને વ્રતનું ઉલ્લંઘન કરે છે. (૨) શબ્દ–પિતાની ઇચ્છિત વસ્તુ કરાવવાની આશાએ મર્યાદાની બહાર રહેલા લોકોનું ધ્યાન, અવાજ કરી ખેંચવું. (૩) નયન–મર્યાદાની બહાર રહેલી વસ્તુઓ બીજા પાસે મંગાવવી. (૪) gifમવ્યતિ–મર્યાદા બહાર રહેલી વ્યકિતઓ સાથે વ્યવહાર કરવા નિશાની કે ચેષ્ટાઓનો ઉપયોગ કરવો (૫) કુ ક્ષે –પથ્થર ઇંટ, કે માટીના ઢેફા જેવી મૂર્ત વસ્તુ, મર્યાદા બહાર રહેલી વ્યક્તિનું ધ્યાન ખેંચવાના હેતુથી ફેંકવી. ૨. સામાણિ. મનનું સમત્વ પ્રાપ્ત કરવાના તેમજ જીવનમાં સાચાં સ્વરૂપ પર ચિંતન એકાગ્ર કરવાના વ્યાયામ તરીકે આ વ્રતના પાલન ઉપર શ્વેતાંબર તેમજ દિગંબર બંને સમ્પ્રદાયોએ ભાર મૂકે છે. સમંતભદ્ર વ્યાખ્યા આપે છે કે “સ્થાનની મર્યાદા વગર, નિશ્ચિત સમય માટે મન, વિચાર અને કાર્યનાં પાંચ પાપ કરવામાંથી સંપૂર્ણ રીતે અટકી જવું.' તેમના મત પ્રમાણે આ વ્રત દેરાસરમાં, ઘરમાં, બાગમાં, કે મન શકિત અને સુખ અનુભવે એવી કોઈ પણ જગ્યાએ, કાયોત્સર્ગ સ્થિતિમાં ઊભા રહીને અથવા પદ્માસનમાં બેસીને કરવાનું હોય છે. આ વ્રતનું પાલન પાંચ આણુવ્રતના પાલનને પૂર્ણતા આપે છે, કારણ કે વ્યાવસાયિક કે શારીરિક દરેક પ્રકારની પ્રવૃત્તિઓથી ગૃહસ્થ તે સમયે મુક્ત હોય છે. - અમૃતચન્દ્ર કહે છે કે આ વ્રતનું પાલન, પ્રત્યેક પ્રાણી પ્રત્યેના રાગદ્વેષથી મુક્ત મન સાથે, સંપૂર્ણ સમત્વ સાથે, તવોનાં સ્વરૂપ પર ધ્યાન રાખી કરવામાં આવે તો આત્મસાક્ષાત્કાર થાય છે. સવારે અને સાંજે આ વ્રત કરવું જોઈએ, Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ જો કે બીજે વખતે પણ આ વ્રતનું પાલન કરવામાં આવે, તે તે લાભદાયક છે. વ્રતપાલનથી પ્રાપ્ત થયેલું સમત્વ, પાપમય પ્રવૃત્તિઓના પરિવારમાં પરિણમશે. સામાયિક જો નિયમિત કરવામાં આવે, તો તે મનને સમત્વ અને આત્મા પરની મનની એકાગ્રતા આપે છે. આ વ્રત કરવા ઇચ્છતી વ્યક્તિને કોઈને ભય ન હોવો જોઈએ, કોઈ સાથે તકરાર ન હોવી જોઈએ, કોઈનું દેવું ન હોવું જોઈએ, અને મનને બીજી દિશામાં વાળે એવી કોઈ ચિંતા ન હોવી જોઈએ; સાધુની જેમ તેણે પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિનું પાલન કરી, હાનિકારક વાણીને પરિહાર કરવો જોઈએ અને કોઈ પણ વસ્તુ ઉપાડતાં કે મૂકતાં પહેલાં તેણે પ્રતિલેખના (ભૂમિનું બારીક અવલોકન) અને પરિમાર્જના (સુંવાળી સાવરણી વડે જમીનને સાફ કરવાનું) ભુલવાં ન જોઇએ. થુંકવું કે લીંટ કાઢવું ન પડે તે માટે પ્રયાસ કરવો જોઈએ. તેણે જમીનને ટુકડે શોધી કાઢી, ઉપર કહ્યા પ્રમાણે તેનું અવલોકન કરી, ધીમેથી સાફ કરવો. સામાયિકમાં મગ્ન શ્રાવક સાધુ જેવો જ લાગે છે. માત્ર તેનાં વસ્ત્રો સાધુથી જુદાં હોય છે. - સેમદેવે સામાયિકને વિચાર વધારે વિસ્તૃત કરી, મૂર્તિ સાથે કે મૂર્તિ વગર અહંતની પૂજા, સરસ્વતીની સ્તુતિ દ્વારા પવિત્ર ધર્મગ્રંથોની પૂજા અને ધ્યાનને પણ સામાયિકમાં ગયાં છે. સાધકે જિનની સ્તુતિ ગાવી જોઈએ. અને આત્મધ્યાનમાં જ મગ્ન થઈ જવું જોઈએ. સમતભદ્ર અને અમૃતચંદ્ર બંને જણાવે છે કે સાધક જ્યારે પૂર્ણ કે આંશિક ઉપવાસ કરતો હોય, ત્યારે તેણે સામાયિક કરવું જોઈએ. સંસારનાં કારણોને તેણે વિચાર કરવો જોઈએ અને મોક્ષમાર્ગનું ધ્યાન ધરવું જોઈએ. સમંતભદ્ર આ વ્રતના પાંચ અતિચારો દર્શાવ્યા છે: દિગંબર તેમજ શ્વેતાંબર પરંપરાઓમાં આ અતિચારો સમાન છે. (૧) વાસ્તુળધાન સામાયિક આચરતાં કૌટુમ્બિક વાતો કરવામાં પડી જવું (૨) કાયદુwઘાનસંયમને માઠી અસર પહોંચે એવું શરીરનું હલનચલન કરવું. હરિભદ્ર કહે છે કે સાધક બેસતાં પહેલાં જમીનને તપાસીને બરાબર સાફ ન કરે તો આ વ્રતનો અતિચાર થાય છે. (૩) મનડુબ્રાધાન–સાંસારિક વિષયોની ચિતાને કારણે ધ, માયા, માન, મત્સર, ઈર્ષ્યા આદિથી મન છવાઈ જવું (૪) અનાવર સામાયિકના આચરણમાં યોગ્ય ઉત્સાહનો અભાવ. આને અનવરિતાર પણ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કહે છે. અનવસ્થિતકારણ એટલે વ્રતપાલનની વિધિ જાળવવામાં નિષ્ફળતા. (૪) અમારા એટલે પાઠ કરવાના શ્લોકોને ભુલી જવા અથવા તો એકાગ્રતાના અભાવ. આ વ્રતને હેતુ, સાંસારિક વિષયો, તેમની કાળજી, ચિંતા, રાગદ્વેષ વગેરેમાંથી અલિપ્તતા કેળવવાના, અને સૌથી વધુ તે મનનું સમત્વ તેમજ ધ્યાનને સમયે એકાગ્રતા કેળવવાનો છે. કેટલાક લેખકોએ આની સાથે પૂજા અને બીજી ક્રિયા સાંકળી લીધી છે. ૩. પોષો વાસ જૈન ધર્મો આદેશેલી તપશ્ચર્યામાં ઉપવાસ સૌથી આગળ તરી આવે છે. તેને કળા તરીકે વિકસાવી, જેનેએ તેમાં નોંધપાત્ર પ્રાવીણ્ય મેળવ્યું છે. પ્રત્યેક ચાન્દ્રમાસના બંને પક્ષાના આઠમ અને ચૌદસને દિવસે ઉપવાસ કરવાને હાય છે. દિગંબર ગ્રંથો પ્રમાણે ઉપવાસનો આરંભ ઉપવાસદિનની આગલી બપારથી થાય, અને ઉપવાસદન પછીના દિવસના બપાર સુધી રહેવા જોઈએ, એટલે કે બધું મળીને ૪૮ કલાકના ઉપવાસ હોય. ઘણા ખરા શ્વેતાંબર લેખકો ઉપવાસના સમય ઉપર કહેલી તિથિએ, ચાવીસ કલાકનો જ માને છે. આ ઉપવાસ ઘરમાં, મંદિરમાં, અથવા તે કોઈક સાધુ રહેતા હોય ત્યાં કરા શકાય. ઉપવાસના સમય દરમ્યાન ઇન્દ્રિયને આનંદ આપે તેવા વિષયોથી અલિપ્ત રહેવાનું હોય છે. ગૃહસ્થજીવનના વ્યાપારો તેમજ વેપારધંધામાં ભાગ લેવાનું પણ ત્યજી દેવાનું હોય છે. પૂજા, ધ્યાન અને ધાર્મિક ગ્રંથાના વાચનમાં ઉપવાસના દિવસ પસાર કરવા જોઈએ. સાંજ અને રાત્રી સામાયિક અને ધર્મગ્રંથના વાચનમાં પસાર થવાં જોઈએ. સમંતભદ્ર કહે છે કે ઉપવાસ એટલે ખાવાપીવા, ચાખવા અને ચાટવાના પરિહાર. ઉપવાસ કરવાના ત્રણ પ્રકારો હાય છે. ઉત્તમ ઉપવાસ ઉપર કહ્યા મુજબના પૂર્ણ ઉપવાસ હોય છે. મધ્યમ ઉપવાસમાં પાણી પીવાની અનુજ્ઞા હોય છે. જઘન્ય અથવા સૌથી ઓછા સંતોષકારક ઉપવાસમાં દિવસમાં એક વખત ખાવાનું હોય છે. શ્વેતાંબર ગ્રંથા કહે છે કે ઉપવાસના દિવસેાએ આદ્દાર (આહાર કરવા), વેમાર (શરીરની સંભાળ), મૈથુન ( જાતીય સંબંધ) અને વ્યાપાર (વ્યવસાય) પૂર્ણ કે આંશિક રીતે, શ્રાવક પેાતાની શક્તિ અનુસાર ત્યજે છે. સમંતભદ્ર આ વ્રતના પાંચ અતિચારો ગણાવ્યા છે : (૧) ચંદ્દળતિખાર --પરીક્ષણ વિના અને સંભાળપૂર્વક તપાસ્યા વિના પૂજાદ્રવ્યો લેવાં. (૨) વિસf Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭પ તિવાર–તપાસ્યા વિના પૂજાદ્રવ્યો મૂકવાં અને શરીર ફેલાવવું. (૩) સાતળાતિવાર–કાળજીપૂર્વક તપાસ્યા વિના અને જગ્યાને ધીમેથી વાળીને સાફ કર્યા વિના પિતાનું બિછાનું બિછાવવું (૪) અનવરાતિવાર એટલે ઉપવાસની વાતમાં ઉત્સાહ ન બતાવવો. (૫) રાજાર એટલે ધર્મગ્રંથનું અધ્યયન, એકાગ્રતા વગેરેના પાલનમાં વિસ્મરણ. ४. वैयावृत्य આ વ્રત અતિથિવિમા વ્રત ને નામે ઓળખાય છે. આમાં ભિક્ષાર્થે આવેલા સાધુને ભિક્ષા આપવાની હોય છે. તેમાં એના પગ દબાવવા, એની બિમારી દૂર કરવી, એનાં તપ અને ત્યાગમાં બાધક તને દૂર કરવાં, વગેરે શુશ્રુષાઓનો સમાવેશ થાય છે. આ વ્રતનું ધાર્મિક ફરજ તરીકે પાલન કરવાનું હોય છે. આ વ્રતનું બરાબર પાલન થયું કે નહીં તે નક્કી કરવા નીચેના મુદ્દાઓ ગણતરીમાં લેવા જોઈએ. (૧) પાત્ર ગ્રહણ કરનાર ત્યાગમય જીવન પસાર કરનાર અને બધાંના સન્માનને પાત્ર સાધુ હોવો જોઈએ. (૨) દાતા-આ૫નાર બાર વતાનું પાલન કરનાર, અને અગિયાર પ્રતિમાઓનાં શ્રેષ્ઠ સ્થાન તરફ ધીમે ધીમે આગળ વધનાર ગૃહસ્થ હોવો જોઈએ. (૩) રાતવ્ય દ્રવ્ય એટલે ભેજન, ઔષધ, પુસ્તકો અને રક્ષણ શુધ્ધ હોવાં જોઈએ. (૪) ટ્રાનવિધિ–દિગંબરોના મત પ્રમાણે નવ તત્ત્વોની બનેલી છેઃ દૂરથી સાધુને જોઈને, “નાડતુતિષ્ઠ' એવું કહીને તેને સત્કાર કરવો. પછી તેને ઉચ્ચ સ્થાન આપવું. પછી માનપૂર્વક તેના પગ ધોવા, ફલ, આરતી અને બીજાં પૂજાદ્રવ્યો દ્વારા તેની પૂજા અથવા અર્ચના કરવી. પ્રણામ કરવાં. મન, વાણી અને દેહની શુધ્ધિ (ત્રિયોસિદઘ) સહિત ભજનની ભિક્ષા આપવી. આપનાર શ્રધ્ધા, ભકિત, સંતોષ, ઉત્સાહ, વિવેકથીયુકત નિઃસ્વાર્થભાવે આપનારો અને ક્ષમાશીલ હોવો જોઈએ. વેતાંબરો દાન માટે પાંચ આવશ્યક તો ગણે છે: દેશ અથવા સ્થળ. તેઓ સ્થળમાં ઘઉં, ચોખા કે બીજાં અનાજ કે કઠોળ થતાં હોય તે જુએ છે. કાજી એટલે કે સમય દુષ્કાળનો છે કે સુકાળનો તે જોવું જોઈએ. શ્રધ્ધા-આપનાર મન અને શ્રધ્ધાની પવિત્રતા ધરાવતો હોવો જોઈએ. સાર–અતિથિનો આદરપૂર્વક, સાવધાનપણે સત્કાર કરવો. મ–ભજન પીરસવામાં ક્રમ. ભાત અથવા તેની કાંજી પહેલાં પીરસવામાં આવે છે. દિગંબરોમાં પ્રચલિત ચાર પ્રકારની આપવાની વસ્તુ ઉપરાંત, તાંબરે વસ્ત્ર, કાંબળા, કમંડળ, પ્યાલા વગેરે આપે છે. સાધુને ઉતારે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જઈને, પિતાને ઘેર આવવાનું તેને આમંત્રણ આપીને તેને સન્માન્ય આસન આપીને, તેમજ તેને ખાવાપીવાનાં દ્રવ્યો આપીને તે ઉપર જણાવેલી વસતુઓનું દાન કરે છે. સમંતભદ્ર કહે છે કે દાનનાં ફળરૂપે કર્મક્ષય, ધનિક, કુળવાન કુળમાં જન્મ, સૌન્દર્ય અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. શ્વેતાંબર દાન અને પુનર્જન્મ વચ્ચે કોઈ વિશિષ્ટ સંબંધ માનતા નથી. અમૃતચન્દ્ર એ અભિપ્રાય ધરાવે છે કે ભજનનું દાન કર્યાથી લાભનું દમન થાય છે અને હિસાને ત્યાગ થાય છે કારણ કે લોભ હિંસાનું જ સ્વરૂપ છે. સંપત્તિનો કેટલો ભાગ દાન ખાતે આપવો જોઈએ તેની દેવસેને ચર્ચા કરી છે. તેના મત પ્રમાણે સંપત્તિના છ ભાગ પાડવા જોઈએ: એક ભાગ ધર્મ માટે, એક ભાગ કુટુંબના ભરણપોષણ માટે, એક ભાગ માટે, એક નોકરચાકરને રાખવા માટે અને બે ભાગ પૂજાવિધિ માટે. હેમચંદ્રના મતાનુસાર, મહાશ્રાવક અથવા આદર્શ શ્રાવકે પોતાની સંપત્તિ સાત ક્ષેત્રોમાં, વિપત્તિમાં પડેલાંની દયા ખાઈને, રોકવી જોઈએ. (૧) પૂજાવિધિ પછી જૈન મૂર્તિઓની સ્થાપનામાં (૨) જૈન મંદિરો ચણાવવા તેમજ સમરાવવામાં, (૩) ધર્મગ્રંથોની નકલ કરાવીને વિદ્વાન સાધુઓમાં વહેંચવામાં, (૪) સાધુઓને ભિક્ષા આપવામાં, (૫) સાધ્વીઓને ભિક્ષા આપવામાં, (૬) રૂગ્ણાલય, વિશ્રામગૃહ વગેરેની રચના દ્વારા શ્રાવકોને દાન આપવામાં, (૭) ઉપર પ્રમાણે જ શ્રાવિકાઓને દાન કરવામાં. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જૈનસંઘના ચાર સ્તંભ છે. સમંતભદ્ર નોંધેલા વૈયાવૃત્યવ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે : (૧) સૃરિતપ્રિધાન લીલાં પાંદડાં, ફૂલ કે બીજી સચિત્ત વસ્તુઓ વડે ખોરાકને ઢાંકવો. (૨) રિતનિધાન સચિત્ત પાંદડાંઓમાં ભેજન આપવું (૩) અનવરાતિવાર ભેજન આપતાં અપમાન કરવું કે સન્માન ન કરવું (૪) ગરમ-TIતિવાર આપવાની રીત ભુલી જવી અથવા આપવાને વખતે પોતાના કામમાં મગ્ન રહેવું. (૫) માસરિત એટલે બીજા શ્રાવકો સાધુઓને ભિક્ષા આપતા હોય, ત્યારે ઈષ્ય અનુભવવી. આ પરથી જણાશે કે જેને નીતિશાસ્ત્ર અહિંસાના સિધ્ધાંત તેમજ સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમના પાયા ઉપર ચણાયો છે. સામાન્ય મનુષ્ય જૈન ધર્મમાં બુધ્ધિભરી શ્રધ્ધા રાખવી જોઈએ. રોજિદા આચારમાં અહિંસા અને સત્યના સાચા Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ આદર્શો દેખાઈ આવવા જોઈએ. વ્યવહારમાં મનુષ્ય સંપૂર્ણ સરળ હેવો જોઈએ. માત્ર આપીને જ નહીં પરંતુ સાંસારિક પરિગ્રહ તરફ અનાસક્તિ કેળવીને કામ કરવું જોઈએ. સામાન્ય મનુષ્ય તરીકેનું એનું જીવન, આત્મસાક્ષાત્કારના અંતિમ ધ્યેય તરફ લઈ જતું હોવું જોઈએ. પૂર્ણ શ્રધ્ધા અને પૂર્ણ જ્ઞાન માત્ર સૈધ્ધાંતિક રીતે જ નહીં પણ દૈનંદિન વર્તનમાં નિરંતર પ્રતિબિંબિત થવાં જોઈએ. જે-૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ અગિયાર પ્રતિમાઓ અથવા ગૃહસ્થનાં જીવનના વિકાસક્રમો આપણે જોયું કે સામાન્ય માણસને જે વ્રતોનું પાલન કરવાનું છે, તે વ્રતનો ઉદ્દેશ મન અને આચરણની શુદ્ધિ છે. પરંતુ શ્રીમતી સ્ટીવન્સને ટીકા કરી છે કે ““સારું કરવું હિતાવહ છે પણ કાંઈ ન કરવું તે વધુ વિતાવહ છે' એવા સિદ્ધાંતને જે અનુસરે છે તેમની માન્યતાને અનુરૂપ આ બાર વ્રત છે”. નીતિશાસ્ત્રને અહીં ખોટી રીતે સમજવામાં આવ્યું છે. નીતિશાસ્ત્ર અનુસાર, સામાન્ય માણસે પોતે જાતે સારા થવાનું છે, એટલું જ નહીં પણ બીજાનું પણ સારું કરવાનું જ છે. પોતાના પ્રેમ અને સ્નેહથી એણે બધાં પ્રાણીઓ સાથે એવો વર્તાવ રાખવાનો છે કે જેથી સૌને એ પ્રિય થઈ પડે. પોતાના અપરિગ્રહવ્રતથી સમાજનાં વાસ્તવિક કલ્યાણ માટે તેણે પોતાનું પ્રદાન કરવાનું છે. ચારિત્રના નિયમો વ્યવહારૂ છે અને એવી રીતે ઘડાયા છે કે તેમનાં પાલનથી વૈયક્તિક અને સામાજિક સંઘ રહે નહીં. જીવવાની રીત નિયમિત કરવાથી નીતિ અને આધ્યાત્મિકતામાં વધુ પ્રગતિ ઇચ્છતે સામાન્ય માણસ પ્રગતિ કરી શકે છે. “પ્રતિમા' શબ્દ ગૃહસ્થનાં જીવનમાં નૈતિક પ્રગતિના ક્રમ માટે વાપરવામાં આવ્યો છે. પ્રગતિના પંથે જવાથી જીવ શુદ્ધ બને છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટેની શકિત પ્રાપ્ત કરે છે. જૈન ગૃહસ્થનાં જીવનના પાયામાં અણુવ્રત હોય છે. પ્રતિમાઓ ગુણવ્રતો અને શીલવ્રત સાથે ગાઢ સંબંધ ધરાવે છે. દિગંબર અને શ્વેતાંબરોની પ્રતિમાઓની નામાવલીઓમાં થોડો ફેર છે, પણ પ્રતિમાઓની ભાવનાના તાત્પર્ય અંગે ખરું જોતાં કોઈ ભેદ નથી. પ્રતિમાઓ નિસરણીનાં અગિયાર પગથિયાં જેવી છે. પ્રગતિ ઇચ્છતા શ્રાવકે એક પછી એક પગથિયાં ચઢીને ઉપર જવાનું હોય છે એટલે કે આધ્યાત્મિકતાની શ્રેષ્ઠ ભૂમિકા પ્રાપ્ત કરવાની હોય છે. ૧. પ્રતિમા ગૃહ સાચી વૃત્તિ અપનાવી મિથ્યા માન્યતાઓથી દૂર રહેવું જોઈએ. સમ્યકત્વના બધા અતિચારોથી તેણે દૂર રહેવું જોઈએ અને દરેક પ્રકારના Page #196 -------------------------------------------------------------------------- ________________ સાંસારિક ઉપભાગા પ્રત્યેની લાલસાથી અલિપ્ત રહેવું જોઈએ. પંચ પરમેષ્ઠીને તે નિષ્ઠાવાન ભક્ત હોવા જોઈએ. જિનાએ ઉપદેશેલા સિદ્ધાંતામાં તે અડગ કાળા ધરાવતા હોવા જોઈએ. આવા ગૃહસ્થ દર્શનપ્રતિમાધારી છે. ૧૭૯ २. व्रतप्रतिमा પાંચ આણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત–એમ બાર વ્રતાનુ ગૃહસ્થે પાલન કરવું જોઈએ. કોઈ પણ વ્રતના અતિચાર ન કરવા જોઈએ. વ્રતોનું આચરણ આ ત્રણ શલ્યાથી મુક્ત હાવું જોઈએ : માયા (માહ ), મિથ્યા (વિકૃતિ), નિદાન (સાંસારિક લાભની તૃષ્ણા ). આ રીતે વ્રતનું પાલન કરે તે વ્રતી કહેવાય છે. 3. सामायिक प्रतिमा શ્રાવક ચાર દિશામાં ગાળ ફરીને નમસ્કાર કરે છે. દેહ પ્રત્યે તેને આસક્તિ હોતી નથી તેમ સાંસારિક સંપત્તિની તૃષ્ણા પણ હોતી નથી. બેમાંથી ગમે તે એક આસનમાં સ્થિર થઈને તે ધ્યાન ધરે છે અને પ્રવૃત્તિની શુદ્ધિ જાળવે છે. આ અવસ્થામાં ધર્મગ્રંથોના આદેશ અનુસાર સાધક સામાયિક કરે છે. આત્મશુદ્ધિ માટે અંતનિરીક્ષણ અને ધ્યાન કરવામાં આ પ્રતિમા રહેલી છે. સમંતભદ્ર ઉમેરે છે કે સામાયિકના આરંભ પ્રાર્થના અને જિનસ્તવનથી થાય છે અને દરરોજ ત્રણ વખત તેનું પાલન થવું જોઈએ. શ્વેતાંબરાના મત પ્રમાણે આત્મશુદ્ધિ દ્વારા આધ્યાત્મિક પ્રગતિ માટે ધ્યાન પૂરતું છે. ४. पोषधोपवासप्रतिमा આ વ્રતની વિગતોની ચર્ચા પહેલાં થઈ ગઈ છે. મહિનાના ચાર દિવસ ઉપવાસ કરવા જ જોઈએ. ઉપવાસદનના આગલા દિવસના બારથી તેની શરૂઆત થવી જોઈએ અને ઉપવાસદિન પછીના દિવસે બપારે ઉપવાસ પૂરા થવા જોઈએ. ઉપવાસ દરમ્યાન પ્રાર્થના, ધર્મગ્રંથોનું અધ્યયન, ધ્યાન અને ધર્મકથાશ્રાવણ કરવાનું હોય છે. ५. सचित्तत्यागप्रतिमा મૃદુ હૃદયના શ્રાવકે રાંધ્યા વિનાનાં મૂળ, ફળ, શાક, કંદ, લીલાં પાન, ફણગા અને બી ન ખાવાં જોઈએ. કોઈ ઉગતા છેાડને તેણે કચડી નાંખવા ન Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જોઈએ. આ બધી વસ્તુઓમાંથી તૈયાર થએલું ભોજન તેણે બીજાને પીરસવું ન જોઈએ. ટૂંકમાં, તેણે ન રાંધેલું કે પૂરતું ન રંધાયું હોય એવું ખાવાનું ત્યજી દેવું જોઈએ. શ્વેતાંબર ગ્રંથ અનુસાર પ્રતિમાઓની યાદીમાં આ વ્રત સાતમું આવે છે. ઉકાળ્યા વિનાનું પાણી અને ક્ષારયુકત પાણી નિષિદ્ધ છે. આ અવસ્થાએ પહોંચેલી વ્યકિત સચિત્તપ્રતિમધારી કહેવાય છે. આ ક્રમે પહોંચેલો સાધક કશું ખાતે કે પોતે નથી. રાત્રે તે ભજન, પાણી, નાસ્તે, પાન, સોપારી, કશું જ ખાતા નથી. આશાધર આમાં દિવસના ભાગમાં મૈથુનને પણ સમાવેશ કરે છે. ઋતુ સિવાયના, પ્રજોત્પત્તિના હેતુથી જ કરેલાં મૈથુનને પણ તે આ વ્રતમાં આવરી લે છે. શ્વેતાંબરોના મત પ્રમાણે છઠી પ્રતિમા સન્નાવર્ગનપ્રતિમા છે. તે અનુસાર શ્રાવકે પોતાની પત્ની સાથેનાં માત્ર મૈથુનનો જ પરિવાર નથી કરવાનો પણ તેને પત્ની સાથે એકલાં પડવાનો કે વાત કરવાનો પણ નિષેધ છે. ७. ब्रह्मचर्यप्रतिमा આ ક્રમે પહોંચેલા ગૃહસ્થ, મૈથુનકર્મ અશુદ્ધ માનવદેહની પ્રવૃત્તિ છે એમ માનીને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. તેની મૈથુનની ઈચ્છાઓ વિરમી ગઈ હોવી જોઈએ. તેણે પોતાની પત્ની સાથેનાં એકાંતને પણ પરિવાર કરવો જોઈએ અને મૈથુનના પૂર્વાનુભવોનું સ્મરણ ન કરવું જોઈએ. જાતીય ઇચ્છાઓને પ્રબળ બનાવે એવો આહાર તેણે લેવો ન જોઈએ. સ્ત્રીઓનું ધ્યાન ખેચે તેવાં વસ્ત્રો કે સુગંધિત દ્રવ્ય તેણે વાપરવા ન જોઈએ. અનીતિમય સ્ત્રીઓની વાર્તાઓ તેણે વાંચવી ન જોઈએ, નૃત્યપ્રયોગો જોવા ન જોઈએ, અને માનસિક શુદ્ધિને હાનિ થાય તેવાં ચિત્રો તેણે જોવાં ન જોઈએ. આ ક્રમે પહોંચેલે સાધક બ્રહ્મચર્યપ્રતિમાધારી કહેવાય. Aવેતાંબર ગ્રંથો પ્રમાણે અબ્રહ્મવર્જનપ્રતિમા ૬ઠ્ઠા ક્રમમાં છે અને જાતીય જીવન પર નિયમનો મૂકે છે. ८. आरम्भत्यागप्रतिमा કૃષિ, વાણિજ્ય, વ્યાપાર, નેકરી જેવી પ્રવૃત્તિઓને પરિહાર કરવો જોઈએ. પિતાના પરિગ્રહો પર વ્યક્તિએ મર્યાદા મૂકવી અને સાદાં જીવન માટે જેટલું જરૂરી Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ હોય, તેટલું જ પોતાને માટે રાખવું જોઈએ. જો તેને બાળકો હોય, તે સીને તેમને ભાગ સોંપી દેવો જોઈએ. પોતાની પાસે જે રહયું હોય તેમાંથી પોતાને નિર્વાહ કરવો જોઈએ અને બીજાનાં દુઃખ દૂર કરવા માટે દાન કરવું જોઈએ. પોતાના મનમાંથી આસકિતના બધા વિચારો દૂર કરી શુદ્ધ અને સંતુષ્ટ રહેવું જોઈએ. શ્વેતાંબર ગ્રંથે આજીવિકા માટે માણસો કે નોકરો દ્વારા પ્રવૃત્તિનો નિષેધ કરતા નથી. આ ક્રમે પહોંચેલો સાધક આરંભત્યાગપ્રતિમાપારી અથવા આરંભવિનિવૃત્ત શ્રાવક કહેવાય છે. ४. परिग्रहत्याग આ ક્રમે પહોંચેલા સાધકે દરેક પ્રકારની આસક્તિઓને ત્યાગ કરી, “મારૂં પિતાનું કહી શકું એવું કાંઈ નથી' એવી માન્યતાને વધારે દઢ કરવાની છે. દશ પ્રકારના સાંસારિક પરિગ્રહ તેણે દૂર કરવાના છે. જમીન, ઘર, ચાંદી, સોનું, પશુ, અનાજ, વસ્ત્ર, ઉપકરણ, દાસીઓ અને દાસ, આહાર, આશ્રય કે વસ્ત્રની તેને કોઈ ચિંતા ન હોવી જોઈએ, અને સર્વ કાંઈ કર્માનુસાર થાય છે એ વિચારે તેણે સંતુષ્ટ રહેવું જોઈએ. જરૂર પૂરતાં જ સાદાં વસ્ત્રો રાખી, એક ખંડમાં કે કોઈ એકાંત જગ્યાએ સુવું જોઈએ. જરૂરિયાતને વિચાર કરી, પિતાની જાતે લોકો તેને જે કાંઈ ખાવાનું. કપડાં કે ઔષધ આપે તે લેવાનું હોય છે. શક્ય હોય તે તેણે પોતાને સમય મંદિરમાં પસાર કરવો જોઈએ. ધર્મગ્રંથો વાંચવામાં મગ્ન રહી તેણે પૂજા કરવી જોઈએ અને બપોરે ભોજન કરવું જોઈએ. અગિયારમી અવસ્થા માટેની આ પ્રારંભિક અવસ્થા છે. આ કામ માટે શ્વેતાંબરો પ્રેણત્યાગ્રતિમા એવા શબ્દો વાપરે છે. આમાં સાધકે સાંસારિક જીવનને બેજો ત્યાગી, કરચાકર મારફત કામ કરાવવું બંધ કરવું જોઈએ. ઓછામાં ઓછી વસ્તુઓ સાથે રાખી, તે અંતિમ નિર્વાણ માટે ઇચ્છા રાખે છે. ભય, રાગ દુષ, કે માયા જેવાં કર્મનાં કારણોમાંથી મુક્ત થઈ જવા માટે તેણે પોતાની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ. બધા ભૌતિક પરિગ્રહોમાંથી મુકિત મળી હેય એ પ્રકારનું આચરણ તેણે કરવાનું છે. આ ગૃહસ્થ પરિગ્રહત્યાગપ્રતિમાધારી કહેવાય છે. ૧૦, અનુમતિયા આ ક્રમે પહોંચેલા ગૃહસ્થ વ્યાપાર, કૃષિ જેવી પ્રવૃત્તિઓ, સંપત્તિ પ્રત્યેની આસક્તિ અને કૌટુમ્બિક સંબંધો ત્યજી દેવા જોઈએ. તેને પીરસાતાં ભજન Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રત્યેની રૂચિ અરૂચિથી તે મુક્ત હોવો જોઈએ. કુટુંબના કોઈ પણ સભ્યનાં કાર્યો કે પ્રવૃત્તિઓમાં તેણે અનુમતિ કે વિરોધ દર્શાવવા ન જોઈએ. તે અનુમતિત્યાગપ્રતિમાધારી કહેવાય છે. ११. उद्दिष्टत्यागप्रतिमा આ ક્રમે ગૃહસ્થ પોતાનું ઘર ત્યજી દે છે અને વ્રતની દીક્ષા લેવા સાધુ પાસે જાય છે. સાધુની માફક તે ભિક્ષાવૃત્તિ વડે નિર્વાહ કરે છે અને કમ્મર પર માત્ર એક વસ્ત્રનો ટુકડો વીંટાળી રાખે છે. કૌટુંબિક સંબંધોનો તે પરિત્યાગ કરે છે. તે મસ્તક અને પગ ખુલ્લાં રાખે છે. ભિક્ષા માંગતાં તેણે પૂર્ણ શાંતિ જાળવવાની હોય છે. ખાસ તેને માટે જ બનાવવામાં આવેલાં ભજનનું નિમંત્રણ તેણે સ્વીકારવું ન જોઈએ. પોતાના હાથની અંજલિમાંથી ભોજન લેવું જોઈએ અને ભોજનમાં કાંઈ વાંધાજનક લાગે તે તત્ક્ષણ તે લેવું બંધ કરવું જોઈએ. શકિત અનુસાર તેણે ઉપવાસ અને તપશ્ચર્યા કરવા જોઈએ શ્વેતાંબરોના ગ્રંથો પ્રમાણે ઉદિષ્ટત્યાગ દશમી પ્રતિમા છે. અગિયારમી પ્રતિમા શ્રમણભૂતપ્રતિમા કહેવાય છે. આ પ્રતિમામાં શ્રાવક પોતાને માટે તૈયાર કરેલાં ભોજનનો પરિહાર કરે છે, ખુલ્લે પગે ફરે છે અને પિતાની જાતે વાળ ખેંચીને દૂર કરે છે અથવા મસ્તક મુંડાવેલું રાખે છે. ભિક્ષા માટેનું કમંડળ અને સાધુનો રજોણો (રજોહરણ) તેણે સાથે રાખવાનાં હોય છે. પોતાનાં સ્વજને પાસેથી પણ તે ભિક્ષા માંગી શકે છે અને સાધુ માટે ગ્રાહ્ય હોય એવું જ ભોજન લઈ શકે છે. ગૃહસ્થ માટે શિસ્તની આ ઉચ્ચતમ કક્ષા છે. તે પોતાનું ઘર ત્યજીને પોતાનું જે કાંઈ હતું તે બધું ત્યાગે છે. શ્રમણ ગુરુ પાસેથી તે વ્રત લે છે. આશ્રય માટે વન અથવા એકાંત સ્થળે જાય છે. બીજી અવસ્થામાં જતાં પહેલાં, પહેલી અવસ્થામાં વ્રતોનું કઠોર પાલન કરી તેણે મનને તૈયાર કરવાનું હોય છે. એટલે ગૃહસ્થ પ્રાપ્ત કરેલી પ્રગતિ એની માન્યતા અને શ્રદ્ધા પર આધાર રાખે છે. મનોવૈજ્ઞાનિક દષ્ટિએ, ભૌતિક આસકિતઓમાંથી એકાએક પલટો આવીને ત્યાગમય જીવન થઈ જતું નથી. અગિયાર પ્રતિમાઓમાં આવતું કઠોર માનસિક અને આધ્યાત્મિક તપશ્ચર્યાઓનું આચરણ અત્યંત વ્યવહારૂ છે અને પ્રત્યેક સાધક તેને સાક્ષાત્કાર કરી શકે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ અગિયારમી પ્રતિમાએ પહોંચેલા ગૃહસ્થના બે વર્ગો હોય છે. ક્ષુલ્લક અને ઐલક. આમાંના કોઈ, ખાસ પોતાને માટે જ બનાવેલું ભોજન લેતું નથી. સાધુધર્મની દીક્ષા લીધા વગર, ક્ષુલ્લક તે જ સ્થિતિમાં રહી શકે છે. જ્યારે ઍલક સાધુ તરીકેના અજમાયતી પદ (probation) પર હોય તેવો હોય છે. બંને ભિક્ષા માંગે છે પણ ઍલક પોતાની સાથે સાધુ ભેજન પૂરું કરે પછી ભજન લે છે. બંનેએ સાધુની સાથે જવાનું હોય છે. વૈયાવૃત્યમાં હોય તેવી જ રીતે સાધુની ભાવપૂર્વક, બધી જ સેવા કરવાની હોય છે. શુલ્લક લગેટી અને ત્રણ હાથ લાંબું અને એક હાથ પહોળું વસ્ત્ર ધારણ કરે છે જ્યારે એક માત્ર એક લંગોટી પહેરે છે. ઍલકે લચ દ્વારા વાળ દૂર કરવાના હોય છે જ્યારે ક્ષુલ્લક મસ્તક મુંડાવી શકે છે. બંનેએ મહિનાના ચાર દિવસ પિષધપવાસ કરવાના હોય છે. વરસાદમાં ટેકરીની ટોચ ઉપર કે નદીના કિનારા પર કઠોર તપશ્ચર્યા કે બીજું કોઈ વ્રત તેઓ કરી શકે નહીં. ઍલકે હાથના ખોબામાંથી ખાવાનું હોય છે. બંનેએ બેસતાં કે સુતાં જમીન સાફ કરવા માટે સુંવાળાં મોરપિચ્છ રાખવાનાં હોય છે. ક્ષુલ્લક ભેજન માટે કમંડલુનો ઉપયોગ કરે છે. ભોજન લેતાં તે બેસી શકે છે. ગૃહસ્થ માટેની છેલ્લી અવસ્થા સાધુત્વની પ્રારંભિક અવસ્થા હોય છે. ગૃહસ્થ તરીકે શિસ્તની ઉચ્ચતમ કક્ષાએ મનુષ્ય પહોંચી જાય છે અને સગાંસંબંધી સહિત સર્વને તે ત્યાગ કરે છે. લગભગ બધી જ તપશ્ચર્યા તે કરી લે છે અને સાધુધર્મની દીક્ષાની પ્રતીક્ષા કરે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અગિયાર પ્રતિમાઓ મનોવૈજ્ઞાનિક રીતે વિચારાઈ છે. એક પછી એક ક્રમબદ્ધ પગથિયાં ચઢવાનાં હોય છે પણ આગલાં પગથિયાં પર સ્થિર થયા પછી જ બીજું પગથિયું ચઢી શકાય. સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી જ ઊંચે જવું શક્ય બને છે. વધુ કઠણ વ્રતો અને આચારના નિયમ પાળવા ગૃહસ્થ તૈયાર થાય ત્યારે જ વિકાસ સાધી શકે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ દશ ધર્મ "...Virtue is an activity and lieth Not in doctrine and theory but in practice and conduct, Co-ordinating potencies into energy, The preferential imitation of right action Is THE HABIT OF VIRTUE;............" The Testament of Beauty, by Robert Bridges (Book IV Lines 623-28) વિશ્વમાં દાર્શનિક તેમ જ ધાર્મિક સિદ્ધાંતની ખોટ નથી. વિશ્વને આજે ખરી જરૂર રોજનાં જીવનમાં આ સિદ્ધાંતના પાલનની છે. પ્રત્યેક ધર્મ પુરોહિતના હાથમાં ક્રિયાકાંડ બની ગયો છે. અજ્ઞાનીઓના હાથમાં ધર્મ, અંધવિશ્વાસથી ભરેલી માન્યતાઓનો સમૂહ બની ગયો છે. આમ તેને વૈજ્ઞાનિક આધાર લુપ્ત થઈ ગયો છે. જૈન ચિંતકોએ ધર્મ જીવનપદ્ધતિ બને અને શુદ્ધ તર્ક સતત તેને ટકાવી રાખે તે જોવા કાળજીભર્યો પ્રયાસ કર્યો છે. દૈનિક જીવનમાં શ્રેષ્ઠ ગુણ ધ્યાન બહાર ન જાય, તે માટે દશ દિવસનું એક પર્વ-દશલક્ષણ પર્વ રાખવામાં આવ્યું છે. પ્રત્યેક દિવસે એકેક ગુણનું ચિંતન કરવાનું હોય છે. દિગંબરો ભાદરવા સુદ પાંચમથી આ વ્રત પાળે છે તો હવેતાંબરો આષાઢી પૂણિમાથી પર્યુષણવ્રતનું પાલન કરે છે. આ દિવસો ઉપવાસ, ચિંતન, ધર્મગ્રંથે, ખાસ કરીને વાર્થચિતનનાં ધ્યાનમાં ગાળવાના હોય છે. આ પર્વને ઉદ્દેશ મનની શુદ્ધિ અને કર્મના ઉપશમ માટેનો પ્રયાસ કરવાનો હોય છે. કર્મક્ષયના વિષયની ચર્ચા કરતી વખતે આ બધા ગુણોને સંક્ષિપ્ત નિર્દેશ કરવામાં આવ્યો છે. તત્વાર્થસૂત્રનાં નવમાં પ્રકરણનાં છઠાં સૂત્રમાં આ દશ ગુણો ગણાવવામાં આવ્યા છે. “ઉત્તપક્ષમામાáવાર્નવસૌનસંયમgrकिंचन्याब्रह्मचर्याणि धर्मः । Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, સત્ય, શુદ્ધિ, સંયમ, તપ, ત્યાગ, અનાસક્તિ અને બ્રહ્મચર્ય એટલે ધર્મ. આ દશનાં વિધાનના હેતુ મન, વિચાર અને કાર્યની પ્રવૃત્તિઓનું નિયમન કરવાના છે. તેમનું પાલન અને આચરણ સાધકના અનિષ્ટ વિચારો અને દુષ્કૃત્યો અટકાવી, જીવનને સાચી દિશામાં વાળે છે. ‘ઉત્તમ’ શબ્દ પ્રત્યેક ગુણની સાથે લેવાના છે. આ દર્શાવે છે કે આ પાલન ઉચ્ચ કોટિનું અને પૂર્ણ હોવું જોઈએ. વિશુદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ સિવાય, બીજા કોઈ સાંસારિક બદલાની અપેક્ષા ન હાવી જોઈએ. જે ક્રમમાં તેમને ઉપર ગણાવવામાં આવ્યાં છે તે જ ક્રમમાં તેની ચર્ચા કરવી ઉચિત લેખાશે. ૧૮૫ ૧. ઉત્તમ ક્ષમા ઉત્તમ ક્ષમા એ દિવ્ય ગુણ છે. બીજા લોકોનાં વર્તનને કારણે ક્રોધ ઉપજે, કે સંજોગોના બળે અપમાન કે અવગણના થાય, ત્યારે મન ક્ષુબ્ધ થઈ જાય એવું ઘણી વખત બને છે. પ્રત્યેક વ્યક્તિને એની પોતાની નિર્બળતાઓ હોય છે. કેટલીક વખત બીજાની લાગણીઓને દુ:ખ પહોંચાડવા આપણે પ્રેરાઈએ છીએ, તો કેટલીક વખત બીજા આપણી લાગણી ઘવાય એવું આચરણ કરે છે. માનસિક રીતે ક્ષુબ્ધ થયા વિના, મનની શાંતિ જાળવવામાં ડહાપણ રહેલું છે. આને ક્ષમા કહે છે. સાધુની જીવન જીવવાની રીત કે નગ્નતાને કારણે વિરૂદ્ધ થએલા લોકો સાધુને ગાળા ભાંડે, અપમાનિત કરે કે ઠપકો આપે એવા ઘણા સંજોગે ઊભા થાય છે. આ બધું તેણે શાંતિપૂર્વક સહન કરી લેવું જોઈએ, અને મનમાં વિચાર કરવો જોઈએ કે સાધુજીવનના આચારથી અજ્ઞાત હોવાને કારણે (લાકોનું) મન આવું વર્તન કરવા પ્રેરાય છે. માનસિક કે શારીરિક દુ:ખ આપે એવી વ્યક્તિઓને ક્ષમા આપવી જોઈએ. ભગવાન મહાવીરને એક વખત એના એક શિષ્યે પ્રશ્ન પૂછ્યો હતો : ‘ભગવન્! ક્ષમાથી શું પ્રાપ્ત થાય છે?' ભગવાને ઉત્તર આપ્યો, “ક્ષમાથી મનને શાંતિ અને સૌજન્યવૃત્તિ મળે છે. સૌજન્ય સર્વ પ્રાણી પ્રત્યે સ્નેહ ઉત્પન્ન કરે છે. સ્નેહવૃત્તિથી મન શુદ્ધ બને છે. શુદ્ધિથી તે ભયરહિત બને છે.” ક્રોધ જીવના પરમ શત્રુ છે. સંયમ અને અનાસક્તિ જીવના ગુણા છે. ક્રોધ આ ગુણાને નાશ કરી, જીવના ગુણને નીચે ઉતારે છે. ક્રોધથી મન બેકાબુ બને છે અને મનની સમતુલા ગુમાવી બેઠેલા માણસ શું કરશે તે કોઈ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમજી શકતું નથી. ઘણાંખરાં દુષ્કૃત્યો અને ગુના, માણસ ગુસ્સાથી અકળાએલો હોય, ત્યારે જ થાય છે. ક્રોધ માનવતાના ઝરણાંને સુકવી નાખે છે. ગુસ્સે ભરાએલો માણસ પશુ જેવું આચરણ કરી બેસે છે અને મન અને હદયના ગુણો ગુમાવી બેસે છે. ગુસ્સાભર્યા શબ્દો ઉપરથી વિકૃત મન અભિવ્યક્ત થાય છે. આવા શબ્દો બીજાને દુઃખ આપે છે અને ગુસ્સો કરનારને પાપમાં ખેંચે છે. ધીરજથી આવા શબ્દોને અંકુશમાં રાખી શકાય કારણ કે ધીરજ, ડહાપણ અને ક્ષમાનું પરિણામ છે. સંસ્કૃતમાં ક્ષમા એટલે પૃથ્વી એવો અર્થ પણ થાય છે. પૃથ્વી ધીરજથી મનુષ્યની બધી જ દુષ્પવૃત્તિઓ સાંખી લે છે. સર્વ પ્રાણીઓને તે ફળ અને રક્ષણ આપે છે. ક્રોધ ધિક્કારને જન્મ આપે છે. ધિક્કાર શત્રુતાને સર્જે છે. શત્રુતા બંને પક્ષે દુઃખની પરંપરા સર્જે છે. અહિંસાવ્રતના પાલનથી ધીરજ અને ક્ષમા પ્રાપ્ત થઈ શકે. ક્ષમા દિવ્ય ગુણ છે. ઈસુ ખ્રિસ્તને શૂળી પર ચઢાવવામાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું “તેમને ક્ષમા કરે, પિતા, તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે.” મહાત્મા ગાંધીએ પોતાનાં મૃત્યુ પહેલાં પોતાના ખૂનીને ક્ષમા આપતા શબ્દો ઉચ્ચાર્યા હતા. આમ ક્ષમા પ્રેમ ઉત્પન્ન કરે છે અને મનની શાંતિ લાવે છે. તે નવાં કર્મોના આસવને રોકે છે અને જનાં કર્મોને ફેંકી દે છે. શાંતિ અને સુખ મનુષ્યની સૌથી વધારે સુખ ઉપજાવે એવી દલત છે. ક્રોધથી તેને ગુમાવીએ તે ક્ષમાથી તેને પુન: પ્રાપ્ત કરીએ છીએ. ક્ષમા મનુષ્યનું સૌથી વધુ બળવાન કવચ છે. કર્મોને નિયમ છે કે વાવ્યું તેવું લણે. ક્રોધ અને હિંસા, યુદ્ધ અને દુ:ખનાં પ્રમુખ કારણે છે. અહિંસા અને ક્ષમા દ્વારા માણસ શાંતિ અને સુખની પુન: પ્રાપ્તિ કરી શકે. આ બંને ગુણો જીવનમાં સાચાં સ્વરૂપના આવિષ્કારો છે અને તેમનું આચરણ તે શ્રેષ્ઠ ધર્મ છે. જે સહન કરે છે, તિતિક્ષા દાખવે છે અને ક્ષમા આપે છે તે પિતાના ધર્મને જાણે છે. પાપથી તે મુક્ત રહે છે કારણ કે તેણે ધર્મને સૌથી મેટો પાઠ ગ્રહણ કર્યો છે. ૨, ઉત્તમ માવ માર્દવ એટલે વાણી અને કાર્યોમાં મૃદુતા. તે અભિમાનથી મુક્તિ અપાવે છે. માણસના હૃદયને સૌજન્યભર્યું બનાવે છે અને તેનું વલણ નરમ Page #204 -------------------------------------------------------------------------- ________________ બનાવે છે. ખરી કેળવણી અને સંસ્કાર હોય, તો જ વિનય આવે છે. સાચાં જ્ઞાન, શ્રદ્ધા અને સમજના સૌથી મોટો શત્રુ અભિમાન છે. ૧૮૭ અભિમાન આઠ પ્રકારનું છે: જ્ઞાતિનું, કુળનું, શારીરિક સૌંદર્યનું, પાતે પ્રાપ્ત કરેલાં જ્ઞાનનું, પેાતાની સંપત્તિની વિપુલતાનું, પાતે પ્રાપ્ત કરેલાં ધર્મગ્રંથાના જ્ઞાનનું, સાંસારિક લાભનું અને શારીરિક બળનું. આમાંનું એક માત્ર પણ અભિમાન વ્યક્તિના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને વિકૃત બનાવે છે. આને કારણે ઉદ્ધતાઈ કે સ્વભાવની દુષ્ટતા પણ આવે. અભિમાની માણસ અસહિષ્ણુ અને બીજાના સદ્ગુણેાથી અભિજ્ઞ હોય છે. આમાંનાં કોઈ પણ કારણસર માણસ જ્યારે ઉન્મત્ત બને છે ત્યારે તે ચાપલુસીમાં ઉતરી પડે છે અને બીજાને તુચ્છ ગણે છે. અભિમાની માણસ નિરર્થક વિવાદો કર્યા કરે છે અને પોતાની વાણી અને વર્તનની કર્કશતાથી બીંજાને પાતાનાં દુશ્મન બનાવે છે. નમ્રતા દયાનું મૂળ છે. અભિમાન દયાને સુકવી દે છે. નમ્ર સ્ત્રી કે પુરુષ જનસમૂહમાં હીરાની પેઠે શે।ભી ઊઠે છે. મહર્ષિ, સંતા અને ડાહ્યા માણસા પ્રત્યેના સન્માનમાં નમ્રતા વૃદ્ધિ કરે છે, અને બીજા લેાકોમાં પ્રશંસા અને સન્માનની ભાવના ઉત્પન્ન કરે છે. બધા દુવિચારો અને મિથ્યાજ્ઞાનને તે દૂર કરે છે અને સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની તરસ ઉત્પન્ન કરે છે. નમ્રતાને કારણે મન પૂર્વગ્રહો અને અરુચિમાંથી મુક્ત થાય છે અને વિચાર તેમજ કાર્યની શુદ્ધિ પ્રાપ્ત છે. વ્યક્તિત્વને તે ગૌરવ પ્રદાન કરે છે અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરે છે. મન અને વિચારની શુદ્ધિને દૂષિત કરે તે સર્વ કાંઈ દુષ્કર્મનું પરિણામ છે તેથી આ નિર્બળતાને પરાસ્ત કરવા સર્વ પ્રયત્નો કરવા જોઇએ અને યોગ્ય રીતે સ્વપરીક્ષણ કરી પાપકર્મ બંધ કરવું જોઈએ. નમ્રતા સમ્યક્ દર્શનના એક પ્રકાર છે. તે સમ્યક્ શાનના ઉદય કરાવે છે અને જીવનમાં સાચાં મૂલ્યોનો પ્રવેશ કરાવે છે. આવું જ્ઞાન ધરાવતી વ્યક્તિ બધી વસ્તુઓને ક્ષણભંગુર માને છે; એને પ્રતીતિ થાય છે કે જિંદગીમાં કોઈ પણ કારણે અભિમાન ધરાવવું નિરર્થક છે. સંસારના કોઈ પણ વિષય આધ્યાત્મિક કલ્યાણ કે પ્રગતિ કરી શકે તેમ નથી. લૌકિક જીવનના નિરર્થક વિષયા તરીકે અને જીવના વિકાસના પ્રતિરોધક તરીકે તે તેમને નકારશે. મનુષ્ય દરેક પ્રકારના ગર્વથી મુક્ત રહેવા પ્રયાસ કરવા જોઈએ અને ઉપચિત કર્મોના ઉપશમ માટે શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત કરવાં જોઇએ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૩. ઉત્તમ આવ સરળ વર્તણૂક પ્રત્યેક સજજનનું લક્ષણ છે. પ્રત્યેક સજ્જન વિચાર, વાણી અને કર્મમાં એકસરખા હાય છે. દુષ્ટોની બાબતમાં આથી વિરૂદ્ધ હાય છે. સુસંગત રહેવું તે ગુણ છે અને અસંગતિ તે દોષ છે. સાચા મનુષ્ય જ સાચા ધર્મ પાળી શકે છે. કારણ કે ધર્મ તેને પેાતાની જાત સાથે અને બીજા સાથે પ્રામાણિક થવાનું શીખવે છે. સરળ થવું એટલે મન, વચન અને કર્મમાં લુચ્ચાઈ, અસ્પષ્ટતા અને અપવંચનાથી દૂર રહેવું. “સરળતાથી મનુષ્ય કાર્ય, વિચાર અને વાણીમાં સાચા રહેશે અને એમ કરીને તે ધર્મ પાળશે'' એવું ભગવાન મહાવીર કહે છે. વ્યવહારમાં સરળતા તે સાંસારિક જીવનની સફળતાની ચાવી છે. તે પોતાનામાં આત્મવિશ્વાસ અને બીજામાં ભરોસા પ્રેરે છે. તે બુદ્ધિની સ્પષ્ટતા અને વિચારની શુદ્ધિ પ્રેરે છે. વિચાર અને કાર્યના હેતુને તે શુદ્ધ બનાવે છે. આવી વ્યક્તિનું મન હમેશાં શાંત હોય છે. શારીરિક અને માનસિક બિમારીનાં મૂળ કારણરૂપ ક્રોધને તે મનમાં કોઈ અવકાશ નહીં આપે. છળ અને કપટ નવાં કર્મના આાવ ઉત્પન્ન કરે છે કેમ કે તે મન અને વિચારોને મલિન કરે છે. છળ પકડાઈ જતાં અપયશ મળે છે અને પ્રતિષ્ઠાની હાનિ થાય છે. સરળ હૃદયના માણસને કોઈ સાથે તકરાર નહીં હોય. તેનું મન કષાયો અને લાભથી મુક્ત હશે. પાપને દૂર હાંકી કાઢવા તે સમર્થ થશે અને નવાં કર્મોના આવને થંભાવશે. દરેક પ્રત્યે તે મૈત્રીભર્યું વલણ દાખવશે અને કોઈને માઠું લાગે એવા પ્રસંગ ઊભા નહીં થવા દે. ૪. ઉત્તમ સત્ય ‘પાંચ અણુવ્રતા’ એવા શીર્ષકમાં સત્યના વિષયની ચર્ચા થઈ ગઈ છે. દશ મહાગુણામાં તેને પાછું સ્થાન આપવામાં આવ્યું તે દર્શાવે છે કે જૈન ધર્મ તેને ઘણું મહત્ત્વ આપે છે. રોજના વ્યવહારમાં તેના આચરણથી જીવની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાત્મા ગાંધીએ અંગત અને જાહેર જીવનના પાયામાં સત્ય અને અહિંસાને જ રાખ્યાં છે. બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવાં છે. સત્ય આપણાં અસ્તિત્વનું નિયમન કરે છે. ગાંધીજી સત્યના પરમ અન્વેષક હતા અને સત્યનું અન્વેષણ કરવા માટે નિર્ભર હતા. તેમને મન સત્ય ઈશ્વર સાથે એકરૂપ છે. ગાંધીજી કહે છે કે તમારા અંતરના અવાજ જે કહે તે સત્ય. નમ્રતા Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ રહિત વ્યક્તિને સત્યને સાક્ષાત્કાર થતો નથી. “જ્યાં સત્ય નથી, ત્યાં સાચું જ્ઞાન ન હોઈ શકે આનંદની જેમ સત્ય પણ શાશ્વત છે. સત્યમાંથી પ્રેમ, સુકુમારતા અને નમ્રતા પ્રગટે છે. સત્યના સાધકે ધૂળની રજ જેવાં નમ્ર બનવાનું છે. સત્યના પાલન સાથે એની નમ્રતા વધે છે.” સત્ય વિશુદ્ધ જીવને ગુણ છે. તે કડવાશ અને ઉદ્ધતાઈથી મુકત, તેમજ સરળ છે. મિથ્યાત્વ અને નિન્દાની નિર્બળતાથી તે પીડાતું નથી. સત્યશીલ મનુષ્ય હંમેશાં નમ્ર પણ દઢ હોય છે. પોતાની વાતમાં તે ડગમગતો નથી કારણ કે ભય અને ક્રોધથી તે મુક્ત હોય છે. સત્ય હંમેશાં વિજયી નીવડે છે. તે બીજાને વિશ્વાસ પ્રાપ્ત કરે છે. વિશ્વનાં બધાં સત્કૃત્યોને તે પાયો છે. તેના વિના વ્યકિત કે જાતિને સાચો વિકાસ શકય નથી. બીજાને હાનિકારક હોય, ત્યાં સત્યનાં ઉચ્ચારણને પરિહાર કરવો જોઈએ. સત્યને કારણે બીજાની બદનસીબીની સંભાવના હોય, તે પણ તેને પરિહાર કરવો જોઈએ. જે સાચું બોલે તેમણે મધુર શબ્દોમાં સાચું બોલવું જોઈએ જેથી બીજાને ઉશ્કેરાટ ન થાય. ઉત્તરાર્થનમૂત્રમાં ભાવ સત્ય, કરણસત્ય અને યોગસત્યનો ઉલ્લેખ છે, જેનો અર્થ અનુક્રમે “મનની પ્રામાણિકતા, ધાર્મિક આચરણની પ્રામાણિકતા અને કાર્યની પ્રામાણિકતા એવો થાય છે. વિચારની પ્રામાણિકતા અથવા સત્યનિષ્ઠા મનને વિશુદ્ધ કરે છે અને મનુષ્યને ધર્માચરણમાં પૂર્ણ સહાય દે છે. ધર્મનું પ્રામાણિક આચરણ મનુષ્યને કર્મસંગ્રહમાંથી મુક્ત કરે છે અને નવાં કર્મોના આમ્રવને બંધ કરે છે. સત્યનિષ્ઠ કાર્ય સુખ અને સ્નેહ ઉત્પન્ન કરે છે. ૫. ઉત્તમ શૌચ શુદ્ધિ માણસના મનમાંથી ઝંખના અને લોભને કાઢી નાંખે છે અને સંતોષ તેમજ સમત્વને જન્માવે છે. આંતરિક શુદ્ધિ વિનાની માત્ર દેહની શુદ્ધિ નિરર્થક છે. આંતરિક શુદ્ધિ ક્રોધ, લોભ, માન અને મોહથી ઝંખવાઈ જાય છે. સંસારનાં બધાં દુ:ખનાં મૂળરૂપ નિર્બળતાઓમાંથી મુકત થવામાં જ જીવની સાચી શુદ્ધિ સમાએલી છે. જીવ દેહ કરતાં ભિન્ન છે. ઇંદ્રિયની ઝંખના જીવની શુદ્ધિને દૂષિત કરે તે ચલાવી લેવું ન જોઈએ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મન અને વિચારની શુદ્ધિ માટે પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ જ્ઞાન અનિવાર્ય છે. તેમના વિના ઇન્દ્રિયોની, દેહની, ઉપભોગની, અસ્તિત્વની ઝંખના આપણને સાચે માર્ગેથી ગેરરસ્તે દોરે છે. આ ઝંખનાઓને અંકુશમાં ન રખાય કે તેમને ઉપશમ ન થાય, ત્યાં સુધી શુદ્ધિની સિદ્ધિ ન થાય. અહિંસા, સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય અને વિતરાગિતામાંથી યુત થવાય તે જીવ દૂષિત બને છે અને નવાં કર્મોને આશ્રવ વધુ ઝડપી બને છે એટલે આ પાંચ વ્રતોનું પાલન જીવની શુદ્ધિનું સર્વસ્વ છે. સાંસારિક ઉપભેગો માટેની વિલાસસામગ્રીઓ પ્રાપ્ત કરવા માટે જરૂરી સંપત્તિ અને બળની પ્રાપ્તિ માટે મનુષ્ય પ્રવૃત્તિશીલ રહે છે. આવું કરતાં તેણે એવી પ્રવૃત્તિઓમાં ઉતરવું પડે છે જે તેને આવેગભર્યા અને અશુદ્ધ વિચારોમાં ખેંચે છે. પોતાના સ્વાર્થી હેતુ સિદ્ધ કરવા જતાં પોતાને થતાં નુકસાનની તે ઉપેક્ષા કરે છે. તે બીજાઓને ધિક્કાર વહોરે છે અને કડવાશ સર્જે છે. જીવન એક અંધાધુંધી બની જાય છે અને આ સંઘર્ષમાં તે મનની સમતુલા ગુમાવે છે. તે બીજાંનું બુરું વિચારે છે અને બીજાં તેનું બુરું વિચારે છે. આમાંથી રક્તપાત અને પરસ્પર વૈરભાવ ઉત્પન થાય છે. આવી જીવનપદ્ધતિથી સતત દુષ્કર્મોનો આસવ પેદા થાય છે અને માનવ અસ્તિત્વનો હેતુ માર્યો જાય છે. માનવજન્મ દુર્લભ છે અને કર્મોનાં ઉપશમન માટે તેમજ જીવના સાક્ષાત્કાર માટે તકને સદુપયોગ કરવે જ જોઈએ. કોઈ પોતાનું આયુષ્ય લંબાવી શકતું નથી. મિથ્યાવાદને વળગી રહેવાથી જીવને અનેક હલકા જન્મ અને મૃત્યુના ફેરામાં સપડાવું પડે છે. માત્ર સગુણોની પ્રાપ્તિ અને જીવનધ્યેય પ્રત્યેની સતત જાગૃતિ જ તેમાંથી છુટકારો અપાવી શકે. તૃષ્ણાઓ અને ઝંખના પર વિજય મેળવ્યાથી અને આત્મસંયમ દ્વારા જીવની શુદ્ધિ પ્રાપ્ત કર્યાથી જીવનના ધ્યેયને સાક્ષાત્કાર કરી શકાય. દેહ, જીવની શુદ્ધિનું ઉપકરણ માત્ર બની શકે. ૬. ઉત્તમ સંયમ હિંસક વિચારો અને કર્મો તેમજ ઇંદ્રિયવૃપ્તિના વિચારોને પરિહાર અથવા ઍન્દ્રિય સુખની રતિ પર સંયમ તે આત્મસંયમ. આને કારણે નવાં કર્મોને આસવ બંધ થાય છે. સંયમ તે સચ્ચારિત્ર્યનો પાયો છે. આત્મસંયમ દ્વારા પોતાના પર પ્રભુત્વ અને કષાયો પર અંકુશ પ્રાપ્ત થાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ વિચાર, વાણી અને કાર્યમાં અંકુશ તે સંયમ. શુદ્ધ જીવનના અને ધર્મના તે પાયો છે. આત્મસંયમ પ્રાપ્ત કરવા દુર્લભ છે. તે ધર્મમાં શ્રદ્ધા માંગે છે અને તેમ નહીં તે નીતિમય આચરણની શ્રદ્ધા તા માંગે જ છે. આમાં જો સત્સંગ અને ઘરનાં અને નિકટનાં વર્તુળાની સુંદર નીતિમત્તાના ટેકો મળી જાય, તે આત્મસંયમની પ્રાપ્તિ સુગમ બને છે. આજે આપણે જોઈએ છીએ કે આપણે એવા સમાજમાં છીએ જ્યાં સર્વત્ર વિચાર અને આચરણનું શૈથિલ્ય પ્રવર્તે છે. જે કોઈ આત્મસંયમની હિમાયત કરે છે તે રૂઢિચુસ્ત કહેવાય છે અને ઉપહાસનું પાત્ર બને છે. એવું લાગે છે કે જીવનમૂલ્યા બદલાઈ રહ્યાં છે કારણ કે દરેકને મુક્ત જીવન ગમે છે. બીજાં લોકોનાં શાંતિમય જીવન પર અતિક્રમણ થતું અટકાવવા આત્મસંયમ જરૂરી છે, એવું ભારતીય સંસ્કૃતિ ભારપૂર્વક કહે છે તેની ના નથી. મુક્ત જીવન જીવવાની વૃત્તિ સમયસર અંકુશમાં ન આણવામાં આવે તો સુખ અને સ્થૂળ ઉપભાગના જીવન તરફ ખેંચાઈ જવાય છે. સંયમની કેળવણી અસંભવિત બને છે. ૧૯૧ આવા જીવનને આધીન થવાથી મનુષ્યત્વનું ગૌરવ અને મહત્ત્વ લુપ્ત થાય છે. આવેગભર્યા વિચારોથી મન ડહેાળાઈ જાય છે, અને પેાતાનું બળ ગુમાવી બેસે છે. પછી મનની સમતુલા અને વિશુદ્ધ વર્તાવ પુન: પ્રાપ્ત કરવાં અશકય બને છે. આવા સંજોગોના શિકાર બનેલી વ્યક્તિ પોતાનાં મનનું તેમજ અનિષ્ટ કર્મોનું શમન કરી શકશે નહીં. આવું મન અને આવાં કર્મો દુ:ખમય જીવનમાં ઉતારશે અને સંસારમાં સપડાવશે પછી ઇષ્ટ કે અનિષ્ટ કર્મોના વિનાશ માટેની એકમાત્ર તક–માનવજન્મ-ફરી પ્રાપ્ત નહીં થાય. સાંસારિક સુખો જરૂર ક્ષણિક છે પણ માણસને આ સત્યનું ભાન થાય, ત્યાં સુધીમાં તો એ ઘણી હલકી કક્ષાએ ઉતરી ગયા હશે. પ્રકાશથી આકર્ષાએલાં અને તેને આલિંગન આપતાં જંતુની પેઠે ઐન્દ્રિય ઉપભાગ પ્રત્યે આકર્ષાએલી વ્યક્તિ પાસે કાંઈ રહેતું નથી દેહ પણ નહીં અને નીતિ પણ નહીં. ઓછીવત્તી માત્રામાં સંન્યાસ તે સંયમના પ્રારંભ છે. પાતાની ભભકથી ઇન્દ્રિયોને આંજી દે એવા વિષયોથી જગત ભરેલું છે. શિથિલ જીવનના ભયસ્થાનાથી પ્રતિપળે જાગૃત રહેલી વ્યક્તિ જ પતનમાંથી પેાતાને બચાવી શકે છે. જીવનનાં ભયસ્થાનાથી સતત સાવધ રહેવાથી જ મનુષ્ય સત્યને માર્ગે જાગૃત રહી શકે છે. સંયમરહિત વ્યક્તિ પાતાને મળેલાં સદ્ભાગ્ય મનુષ્યત્વ—નું બિલદાન આપે છે અને ચળકતા કાચના ટુકડાને ખાતર જીવતરરૂપી અમૂલ્ય રત્નના ભાગ આપે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ છે. સંયમ વગર દેહ અને બુદ્ધિ અલ્પતમ માત્રામાં પણ આધ્યાત્મિક પ્રગતિ નહીં કરી શકે. વિચાર અને મન પર પૂર્ણ અંકુશ મેળવ્યા વિના સાચે ત્યાગ સિદ્ધ ન થઈ શકે એ માનવું જ જોઈશે. તપશ્ચર્યા, ઉપવાસ, અને દેહકષ્ટ, આંતરિક શુદ્ધિ વિના નકામાં છે. સમ્યક દર્શન અને સમ્યક્ જ્ઞાનમાંથી ઉત્પન્ન થએલા સમ્યક ચારિત્રના સહકારથી જ અંતરીક્ષણ અને પશ્ચાત્તાપ, જીવને વિવિધ પ્રકારનાં કર્મોમાંથી મુક્ત થવા સહાયરૂપ નીવડશે. - ૭, ઉત્તમ તપ કર્યસંગ્રહના વિનાશ માટેની તપશ્ચર્યા તે તપ. બાહ્ય તપ બાર પ્રકારનું છે અને આત્યંતર તપ છ પ્રકારનું છે. ઉમાસ્વામીના મત પ્રમાણે બાહ્ય તપ આટલાં છે : ઉપવાસ, ઓછું ખાવું, ભિક્ષા પર નિયંત્રણ, સ્વાદિષ્ટ અને બળવર્ધક ભોજન કે વાનગીઓનો પરિહાર, એકાંતવાસ અને દેહદમન. ઉપવાસથી સંયમ મેળવાય છે અને કર્મ પ્રત્યેની આસક્તિને ક્ષય થાય છે તેથી જૈન ધર્મ ઉપવાસને ઘણું મહત્વ આપે છે. ઉપવાસ દરમ્યાન ધ્યાન, ધર્મગ્રંથોનું અધ્યયન અને આધ્યાત્મિક પ્રગતિ કરવાનાં હોય છે. ભોજન પર અંકુશ તંદુરસ્તી જાળવવા માટે સારો છે એટલું જ નહીં પણ તેનાથી સંયમ, સંતોષ અને સારી ટેવો કેળવાય છે. ભિક્ષા માંગવા માટે ઘરની સંખ્યા પર નિયંત્રણ માત્ર સાધુઓને માટે જ છે. સ્વાદિષ્ટ અને બળવર્ધક આહારનો પરિત્યાગ સંયમભર્યા શાંત જીવન માટે અત્યંત જરૂરી છે. ઇન્દ્રિયોના ઉશ્કેરાટનું તે દમન કરે છે અને જાતીય સંયમનાં પાલનમાં અનુકૂળ નીવડે છે. સાધુએ શાંત સ્થળની પસંદગી કરવાની છે જેથી તે બ્રહ્મચર્યનું પાલન કરી શકે, અધ્યયન કરી શકે અને ધ્યાન ધરી શકે છે. જીવ પર ધ્યાન એકાગ્ર કરીને આસક્તિ અને ઉપભેગોથી મુક્તિ પામવા માટે જેઓ તપ કરવા માંગતાં હોય, તેમને માટે દેહદમન જરૂરી હોય છે. પશ્ચાત્તાપ માન, સેવા, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાન આંતરિક તપશ્ચર્યા છે અને તેમને હેતુ મનને કેળવવાને છે. પ્રમાદથી કે કષાયોથી પ્રભાવિત થઈને પૂર્વે કરેલાં પાપનો પસ્તાવો તે તપશ્ચર્યા. સંતે પ્રત્યે આદર અને તેમને ઉપયોગી થવાય તેવી સેવા, મનને શુદ્ધ કરવા માટેના મનોનિગ્રહો છે. ઉદ્યમપૂર્વક આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું તે બીજી આત્યંતર તપશ્ચર્યા છે. અહંકારને ભૂંસી નાંખવો તે ત્યાગ છે, જ્યારે જીવના સ્વરૂપ ઉપર બધા વિચારો એકાગ્ર કરવા તે ધ્યાન છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ તપનું પાલન આધ્યાત્મિક બળ અથવા મહત્તાની પ્રાપ્તિ માટેનું પગથિયું છે. ઍન્દ્રિય ઉપભાગામાં આસકત જીવનમાંથી જીવને પાછે ખેંચી લેવાના છે અને લૌકિક પરિગ્રહાના લાભથી અલિપ્ત રહેવાનુ છે. આ અલિપ્તતા બાહ્ય અને આત્યંતર બંને રીતે પરિપૂર્ણ હોવી જોઈએ. કર્મોના ઉપશમથી જીવ કેટલેક અંશે પ્રગતિ ન કરે ત્યાં સુધી મનુષ્યજીવન જીવવા લાયક બનતું નથી. જીવનમાં સૌથી મુશ્કેલ કાર્ય માહમાંથી મુક્તિ મેળવવાનું છે. કષાયો જીવને વિકૃત કરતા હોવાથી તપશ્ચર્યા દ્વારા જ કષાયમુક્ત બની શકાય. તપશ્ચર્યાની પરાકાષ્ઠા પ્રાપ્ત કરીને જ મહાન જીવોએ નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. દરેક વ્યક્તિએ પાતાનાથી બને તેટલું તપ કરવું જોઈએ અને આ તપ માનસિક અને આધ્યાત્મિક શકિત અનુસારનું હોવુ જોઈએ. જૈન ધર્મ તપશ્ચર્યાને સૌથી વધારે મહત્ત્વ આપે છે. બને તે જ સાચું તપ છે. તપથી જ કર્મના સંગ્રહનો ક્ષય તેમજ વિચારની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૯૩ ૮. ઉત્તમ ત્યાગ આ ગુણ કેળવવા બહુ મુશ્કેલ છે. સામાન્ય રીતે સંપત્તિ, બળ અને પદવી પરથી મનુષ્યનું માપ કાઢવામાં આવે છે. સંપત્તિની પ્રાપ્તિનાં બધાં જ સ્વરૂપો, લાભના નહીં તે। ઝંખનાના સાથે તે ધરાવે જ છે. આ સદ્ગુણ કેળવવાની સૌથી પહેલી અવસ્થામાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિની વિરૂદ્ધ દૃઢ નિશ્ચય કેળવવાના હોય છે. દાન આપવાં અને સત્કૃત્યો કરવાં તે ત્યાગનું બીજું પગથિયું છે. જૈન ધર્મના નિયમ છે કે જેમને આહાર, ભાજન, આશ્રય, ઔષધ અને જ્ઞાનની જરૂર હોય, તેમને આ વસ્તુઓનાં દાન કરવાં. આ પ્રત્યેક ગૃહસ્થની ફરજ છે. પ્રત્યેક વ્યકિતએ આ સર્વ કે આમાંનાં કેટલાંક દાના કરવાં જ જોઈએ. દાન દેનારને આશિષ મળે છે અને દાન લેનારને સુવિધા થાય છે. જે પોતાના સમય સંગ્રહ કરવામાં જ ગાળે છે, તે કષાય, લેાભ અને ઝંખનામાં ડુબેલા જ રહેવાના. જીવના કે કર્મની જાળમાંથી જીવને મુકત કરવાના તેને કદી વિચાર નહીં આવવાનો. દાનના વિચાર સરખો પણ કર્યા વિના જે સતત લાભ જ રાખ્યાં કરે છે તે અશુભ કર્મના આાવને સંઘરે છે. જીવના ગુણા સમૃદ્ધ થાય છે અને મન કંજૂસ માણસ નિંદા અને તિરસ્કારને પાત્ર બને છે. દાની માણસ સમાજમાં સન્માન પામે છે અને સંતોષપૂર્ણ જીવન જીવવા સમર્થ થાય છે. કારણ જે.—૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કે લાભ અને ભય એના મનની શાંતિને ચલિત નહીં કરે. જગત દાની માણસાનાં દાન પર નભે છે તે યાદ રાખવું જોઈએ. આપણા દેશમાં ધનવાન કરતાં દરિદ્ર લાકો વધુ છે તેથી પોતાની પાસે જે કાંઈ હોય તેમાંથી થોડું આપવું તે પ્રત્યેક વ્યક્તિની સમાજ પ્રત્યેની ફરજ છે. આ સામાજિક અને નૈતિક ત્રણને વિશાળ અને ઉદાર દાન વડે પૂર્ણ કરી દાનીએ ગર્વ કે મિથ્યાભિમાન કરવાનાં નથી. દાન લેનારની લાગણી દુભાય તેવું કાંઈ તેણે બોલવું ન જોઈએ કે તેનું કોઈ પ્રકારનું અપમાન કરવું ન જોઈએ. આપતી વખતે મન આનંદની લાગણી અનુભવતું હાવું જોઈએ. પેાતે પોતાની કોઈક વસ્તુ જતી કરી રહ્યો છે એવા લેશમાત્ર પણ ખ્યાલ માણસે કરવા જોઈએ નહીં. હકીકતમાં તે આપણે આપ્યું તે સિવાયનું કશું જ આપણુ ન હતું. આપણે આ જગત છોડી જતાં જે પાછળ મૂકતાં જઈએ છીએ તે બીજાની માલિકીનું થઈ જાય છે. પાંચ અણુવ્રતામાંનું એક વ્રત અપરિગ્રહવ્રત છે તેની ચર્ચા ઉપર થઈ છે. એ વિષય પર જે કાંઈ લખાઈ ગયું તેમાંનું ઘણુંખરૂં ત્યાગના વિષયમાં લાગુ પાડવું ઉચિત થશે. ૯. ઉત્તમ આચિન્ય જેની પાસે કાંઈ હોય નહીં તે અકિંચન કહેવાય છે. કાંઈ ન રાખવાને વિચાર તે આકિચન્ય. જગતની કોઈ વસ્તુ ઉપર આપણા અધિકાર નથી. દેહ પણ આપણા પોતાના નથી કારણ કે જીવથી તે ભિન્ન છે. ધર્મનાં આચરણ માટે શરીર ઉપકરણમાત્ર છે. તે વિનાશી છે. આત્માને પાતાનું કહેવાય એવું કાંઈ નથી. તે અનંત જ્ઞાનમય અને આનંદમય છે. શરીર, સ્વજને, જ્ઞાતિ, કુળ વગેરે દેહનાં છે તે સત્ય દરેક જણ દૃઢતાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક સમજી લે તે જ હેતુ છે. આ ગુણના અહંકારનું દમન કરવું તે સામાન્ય મનુષ્યો માટે અત્યંત કઠણ અને અશકય છે. ‘હું’, ‘મારી જાત', ‘મારૂં', ‘આપણું’– આવા વિચારો જ જીવનમાં પ્રધાન હોય છે. આવા વિચારો આપણાં દુન્યવી જીવન સાથે સંબદ્ધ છે અને ખરૂં જોતાં આપણાં કર્મનાં પરિણામરૂપ છે. મનમાં ધીરે ધીરે વિકસાવવામાં આવે, તેમજ આચરણમાં મૂકવામાં આવે, તો આકિંચન્ય સાધુત્વના શ્રેષ્ઠ માર્ગ બને છે. દિવ્યતાની પ્રાપ્તિના એ પહેલા પાઠ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૦ ૧૦, ઉત્તમ બ્રહ્મચર્ય પાંચ અણુવ્રતનું નિરૂપણ કરતાં આ વિષયની ચર્ચા થઈ ગઈ છે. એન્દ્રિય ઉપભેગેથી ગેરમાર્ગે દોરવાયા વિના આત્મા કે બ્રહ્મને સતત સાક્ષાત્કાર કરવો તે બ્રહ્મચર્ય છે. જાતીય સુખને આવેગ મનની સ્થિરતાનો નાશ કરે છે. કોઈ પણ પ્રકારને આવેગ આધ્યાત્મિક પ્રગતિ માટે ભયજનક છે. જાતીય સુખની ઝંખના, જો બેકાબુ બની જાય, તો દરેક પ્રકારનાં પાપને ઉત્પન્ન કરે છે. બીજા બધા દુર્ગુણોની જેમ તેનું આચરણ એકાંતમાં જ થાય છે. તેને છાવરી વાળવા નૈતિક અને કાનૂની દૃષ્ટિએ નિંદ્ય એવાં ઘણાં કાર્યોમાં પ્રવૃત્ત થવું પડે છે. પાપના જમાંથી છુટકારો મેળવવાનું એક માત્ર સાધન તે બ્રહ્મચર્યવ્રત. આ દશ શ્રેષ્ઠ સગુણો જૈન નીતિશાસ્ત્રનાં અંગ છે ઘણી વખત કહેવાય છે કે સગુણ તે પોતાને બદલે જ છે. એને અર્થ એટલો જ છે કે આવા ગુણ માટે કોઈ માન આપે કે ન આપે, તેને આચરવાથી અને તેને કેળવવાથી જીવ ઉન્નત થઈ, સામાજિક કલ્યાણમાં પિતાનું પ્રદાન કરશે. આ ગુણથી મનની દુષ્ટ વૃત્તિએ દબાઈ જાય છે અને વિનાશક કષાય પોતે જ વિનાશ પામે છે. જે વ્યકિતએ આવા ગુણો પ્રાપ્ત કર્યા હોય છે તે વ્યકિત જીવની આધ્યાત્મિક પ્રગતિનાં રૂપમાં પોતાને બદલે મેળવશે, અજ્ઞાન અને કાર્યોમાંથી મુક્ત થઈને સમ્યક્ દર્શનમાં દઢતા પ્રાપ્ત કરશે અને દુષ્ટતા પર વિજય મેળવશે. આ બધા ગુણો પ્રત્યેક જીવના સ્વાભાવિક લક્ષણો છે. જે સ્વાભાવિક છે તેને સમજવું જ જોઈએ અને તેને સાક્ષાત્કાર કરવો જ જોઈએ. જૈન નીતિશાસ્ત્રનો આ જ હેતુ છે. આ બધા નકારાત્મક કાનૂને નથી; છતાં પણ, જીવ અને સમાજને માટે જે કાંઈ દુષિત અને હાનિકારક છે તેને નિષેધ તેમનામાં આવી જ જાય છે. મનુષ્યની પ્રવૃત્તિની પ્રત્યેક બાજુને તેઓ આવરી લે છે અને તેનાં માર્ગદર્શન માટે અત્યંત વ્યવહારૂ નિયમો આપે છે. સાધુતા એટલે અનિષ્ટ ઉપર વિજય. આ વિચારના મૂળમાં એવી ભાવના છે કે વિશ્વ જીવ અને દ્રવ્યનું, તેમના સંયોગનું બનેલું છે. આ સંયોગો જુદાં જુદાં પ્રાણીઓનાં સ્વરૂપને ઉત્પન્ન કરે છે અને એમ આખી સૃષ્ટિ સર્જાય છે. જડ અને ચેતનનું એક બીજામાં રૂપાંતર થતું નથી. જીવ ચૈતન્યપૂર્ણ છે. કર્મબંધનમાંથી મુક્ત થઈને પૂર્ણત્વ પ્રાપ્ત કરવું તે જીવને માટે શકય છે. કર્મને નાશ થઈ શકે અને નવાં કમેને આસ્રવ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અટકી શકે. જૈન ધર્મના બધા નીતિનિયમેાના ઉદ્દેશ, સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ માટે જાગૃતિ આણવાના છે. આવાં દર્શન અને જ્ઞાનની પ્રાપ્તિથી ચારિત્રમાં જીવનાં સ્વાભાવિક સૌન્દર્યના અને સત્યના અથવા તેનાં અંતર્ગત શુભત્વના આવિષ્કાર થાય છે. દશ ગુણા જીવનપંથને અજવાળતા, કદી ન બુઝાતા દીપક જેવા છે. તેમના આચરણથી દુષ્ટતાના બધા અંધકાર દૂર થાય છે અને જીવનપ્રવાસ સરળ બને છે. બધાં પ્રાણીઓને ક્ષમા આપે। અને તમને હંમેશાં ક્ષમા મળશે. નમ્ર બને, કારણ કે એનાથી નરી આંખે જે કાંઈ દેખાય તેનાથી વધુ દેખી શકાશે. સરળ બના તો કોઈથી ડરવાના અવકાશ નહીં રહે. મન અને વિચારની શુદ્ધિ જીવને જાગૃત રાખશે. સત્યનો હંમેશાં વિજય થશે. સંયમ અભેદ્ય કવચ છે. તપશ્ચર્યા આંતરિક બળ અને જ્ઞાનની આબાદ ચાવી છે. ત્યાગ અને અનાસક્તિ વ્યક્તિને પતનની ગર્તામાંથી ઉગારી લે છે. બ્રહ્મચર્ય, જીવને જાણવાની અને કષાયેામાંથી નીચી કક્ષાના જીવનની ખીણમાં ખેંચાતા અટકાવવા માટેની તીવ્ર તમન્ના છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ સાધુઓના નીતિનિયમા મનુષ્યજન્મ દુર્લભ છે. એક વખત તે મળે પછી આપણું ધ્યેય, કર્મના ક્ષય કરી આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવાનું જ હોવું જોઈએ. આપણી સંપત્તિ, પદ કે સત્તા આપણી આગળ જે ઇન્દ્રિયોના સુખાના ઉપભાગ ધરે, તેને જીવનધ્યેય બનાવવું જોઈએ નહીં. આગલાં પ્રકરણમાં ગૃહસ્થ માટેની અગિયાર પ્રતિમાઓનું સંક્ષિપ્ત અવલાકન આપણે કર્યું તેમાં મેાક્ષમાર્ગે જવાના ક્રમાનું વિધાન છે. સંપૂર્ણ ચારિત્રના નિયમેા કઠોર અને કામ ઉપજાવે એવા છે તે સાચું પણ જો કોષ્ઠ અવસ્થાએ પહોંચી શકાય, તે તે સાધુજીવન માટેની પ્રારંભિક અવસ્થા છે. સમ્યક્ દર્શનથી પ્રભાવિત થએલી પ્રત્યેક વ્યક્તિ માટે એવા વખત આવ્યો છે અને આવશે, જ્યારે સમ્યક્ દર્શનને ગ્રહણ કર્યા વિના રહેવાશે નહીં. એ સમય ન આવે ત્યાં સુધી કોઈ જાતની ફરજ પડતી નથી. માત્ર પૂરતી શિસ્તની કેળવણી લેવાની રહે છે. --- ગૃહસ્થજીવનની અવસ્થામાંથી સાધુની અવસ્થાએ પહોંચતાં સુધીમાં સાંસારિક પ્રસંગાથી પૂર્ણ નિરાસત બનવું જોઈએ. ઇન્દ્રિયો તેમજ મન પર વિજય મેળવીને સ્વજનો સાથેનાં બંધનાથી પર થવું જોઈએ...“અંતે મનને પાંચ પ્રકારના સાધુજીવનના નિયમો, જેવા કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર — થી ભરી દઈ એ એક સંતને નમસ્કાર કરે છે. આ સંત ગૂઢ લક્ષણો ધરાવે છે, ગુણગણાથી ભરેલા છે, વિશિષ્ટ કુળના છે, આકર્ષક દેહાકૃતિ ધરાવતો હોય છે, પરિપકવ ઉંમરવાળા હોય છે. માનસિક અપકવતાથી વિમુખ છે અને બીજા સંતાથી પુજાતા તેમજ પ્રશંસાતા હેાય છે. આવા સંત પાસે તે દીક્ષાની માંગણી કરે છે.” આવી રીતે દીક્ષા મળે છે. દીક્ષિત સાધુ તરીકે તે નગ્ન થાય છે, પેાતાને હાથે પેાતાના વાળ તોડે છે, અને મહાવ્રતો તેમજ તપસ્યાના પ્રારંભ કરે છે. અંતરની શુદ્ધિ ઉપર જૈનધર્મ ખૂબ ભાર મૂકે છે, કારણ કે જીવ જો લેશમાત્ર પણ અશુદ્ધ હોય, તો તેની પ્રગતિ રૂંધાય છે. એટલે ગૃહસ્થ તરીકે જે વ્રતો અને તપશ્ચર્યા કર્યાં હોય છે, તે હવે પૂર્ણ શ્રદ્ધા સાથે અને અત્યંત દૃઢતાપૂર્વક Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કરવાનાં હોય છે. ૨૮ મૂળ ગુણ મેળવીને સાધુએ હવે તેમનું આચરણ કરવાનું હોય છે. એ ગુણ આ પ્રમાણે છે: પાંચ મહાવ્રત એટલે કે (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય, (૫) અપરિગ્રહ. પાંચ સમિતિઓ(૬) ચાલવામાં કાળજી, (૭) બોલવામાં કાળજી, (૮) ભિક્ષા માંગવામાં કાળજી, (૯) વસ્તુઓ લેવામૂકવામાં કાળજી, (૧૦) મળમૂત્રના ઉત્સર્ગ માટે જગ્યા પસંદ કરવામાં કાળજી; આ ઉપરાંત તેણે (૧૧) સ્પર્શ, (૧૨) સ્વાદ, (૧૩) ઘાણ, (૧૪) દર્શન અને (૧૫) શ્રવણની ઇન્દ્રિયોને અંકુશમાં રાખવાની હોય છે. વળી તેણે છ મહત્ત્વનાં કર્તવ્યો કરવાનાં છે: (૧૬) પશ્ચાત્તાપ, (૧૭) ત્યાગ, (૧૮) કબૂલાત, (૧૯) પ્રાયશ્ચિત્ત, (૨૦) દેહ પ્રત્યે અનાસકિત, (૨૧) નિશ્ચિત સમય સુધીનું દૈનિક ધ્યાન. આ ઉપરાંત સાત બાહ્ય આચાર પણ કરવાના હોય છે. (૨૨) વખતોવખત પિતાને હાથે માથાના વાળ દૂર કરવા, (૨૩) નગ્નતા, (૨૪) સ્નાન ન કરવું, (૨૫) દાંત સાફ ન કરવા, (૨૬) ઊભા રહીને ન ખાવું, (૨૭) દિવસમાં એક વખત ખાવું, (૨૮) ખુલ્લી જમીન પર સૂવું. આ મૂળગુણોને ભંગ ન થાય તે માટે સાધુએ સાવચેતી રાખવાની હોય છે. જો એ ભંગ કરે, તો આચાર્ય પાસે જઇને પિતાને આ ભંગ કહી પાપ કબૂલ કરવાનું હોય છે અને ઉજજવળ ક્રમનો આરંભ કરવાનો હોય છે. પ્રમાદ પરમ શત્રુ છે તેથી સાધુ તેનાથી ખૂબ સાવધ રહે છે. તેને એક પણ આસક્તિ હોતી નથી; તે જગત અને તેનાં પ્રલોભનો પ્રત્યે તદ્દન ઉદાસીન હોય છે. તેની મીટ મોક્ષ પર મંડાઈ હોય છે તેથી તેણે સતત શુદ્ધ મનોવૃત્તિ જાળવવા અને દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય કેળવવા પ્રયાસ કરવાનો છે. તેણે પોતાના ઉપદેશો અને બીજી તમામ પ્રવૃત્તિઓ આધ્યાત્મિક પ્રગતિ તરફ વાળવાનાં છે. નિર્ગથ હોવાથી હવે એ વ્યવસાયી નથી. નિર્ગથ સાધુત્વ માટેની કઠોર તપશ્ચર્યા સ્ત્રીઓ માટે હોતી નથી કારણકે પ્રકૃતિથી તેઓ તેમ કરવા અસમર્થ છે. સ્ત્રીઓ સંઘમાં જોડાઈ શકે પણ તેમનાં વ્રત વધુ મૃદુ હોય છે અને બહુ કઠોર હેતાં નથી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં વ્રતનું પાલન ગૃહસ્થ નાના પાયા પર કરે છે. હવે સાધુ તરીકે તેમનું સંપૂર્ણ પાલન કરવાનું છે. પાંચ અણુવ્રતની ચર્ચા વખતે જે અતિચાર આપણે જોયા હતા, તેમને હવે જરા પણ અવકાશ આપવાનો નથી. સ્થાવર કે જંગમ કોઈ પણ પ્રાણીને સાધુ દૈહિક હિંસા ન કરે તે હવે પૂરતું નથી. હવે આ વ્રતનું મન, વચન અને કર્મમાં પાલન કરવાનું છે. હરફરમાં, ખાવાપીવામાં અને વિચારમાં તેણે હવે સૌથી વધારે સાવધાની Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ રાખવાની છે. સત્યનું વ્રત તેને ક્રોધ, લોભ, ભય અને મોહમાંથી મુક્ત કરે છે. આથી તે જે કાંઈ બોલે છે તેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિની છાંટ સરખી પણ હોતી નથી. અસ્તેયવ્રત માત્ર ન અપાયેલી વસ્તુને ન લેવામાં જ નથી પણ ભિક્ષા માંગવામાં, અત્યંત શુદ્ધ ખાવાપીવાનું સ્વીકારવામાં, પિતાને જોઈએ તે કરતાં ઓછું લેવામાં અને વન કે એકાંત સ્થળે નિવાસ કરવામાં જાતે જ નિયંત્રણ મૂકવામાં છે. બ્રહ્મચર્યવ્રત મૈથુનના પરિવારમાં પૂરું નથી થઈ જતું. સ્ત્રી કે આવેગોને વિચાર સરખે નથી કરવાનો. વૃત્તિઓને ઉશ્કેરે એવો કોઈ આહાર પણ હવે કરવાનો નથી. સ્ત્રીને વિચાર નથી કરવાનો તેમ વાત કે ચેષ્ટા દ્વારા પોતાનામાં કે સ્ત્રીમાં વાસનાને ઉદ્ભવ થાય તે માટે કારણરૂપ પણ નથી થવાનું ભૂતકાળમાં કરેલાં મૈથુનની સ્મૃતિ થવા દેવાની નથી. માત્ર બાહ્ય વસ્તુઓ કે સંપત્તિ માટેની અનાસકિતમાં અપરિગ્રહ નથી પણ શરીર કે તેની જરૂરિયાતો પ્રત્યે પણ અનાસકિત દાખવવામાં છે. પોતાની ઇચ્છાઓનો નાશ કરવાનો છે. દેહને, ધર્મના આચરણ કે રત્નત્રયના સાક્ષાત્કાર માટેના ઉપકરણથી વધુ મહત્વ આપવાનું નથી. ગૃહસ્થમાંથી સાધુ બનેલી વ્યકિતને હવે ત્રણ જ વસ્તુઓ સાથે રાખવાની પરવાનગી છે. પુસ્તક (જ્ઞાનોપnfઘ). મયૂરપિચ્છનો રજોણે (સંભોપાલ) અને સામાન્ય રીતે લાકડાંનું જળપાત્ર (શવધિ). તે માટે પણ તેને આકર્ષણ નથી હતું. ટૂંકમાં, જડ તેમજ ચેતન સર્વ પદાર્થો પ્રત્યે તેણે સંપૂર્ણ અને સાચું અનાસક્તિનું વલણ દાખવવાનું છે. પાંચ અદ્યતની ચર્ચા કરતાં જેનાં પૂર્ણ અને વ્યાપક વિસ્તારનું સૂચન કર્યું હતું, તે પાંચ મહાવ્રત ઉપરાંત–પાંચ સમિતિનું પણ તેણે પાલન કરવાનું હોય છે. આની પાછળનો ઉદ્દેશ, મન અને ચારિત્રને એવી રીતે કેળવવાનો છે જેથી તેઓ બીજાં વ્રતને અનુરૂપ થઈ રહે. તે વ્રતે આ પ્રમાણે છે: સમિતિ–મનુષ્યો, જાનવરો અને ગાડાંઓએ ખેડેલા માર્ગે જવું. ચાલતાં ચાલતાં જમીનને કાળજીપૂર્વક જોતાં જવું જેથી કોઈ જીવની હત્યા ન થાય. માણાસમિતિમૃદુ, સન્માનસૂચક, મધુર ધાર્મિક વાણી ઉચ્ચારવી. પુષriનિતિ - ૪૨ દેશોનો પરિહાર થાય તે રીતે ભિક્ષા લેવી. આવીનસમિતિ - પૂરતી પરીક્ષા કર્યા પછી ધાર્મિક ક્રિયાઓમાં જરૂરી વસ્તુઓ લેવી કે મૂકવી. વત્સસમિતિ–મળમૂત્રના ઉત્સર્ગ માટે એકાંત જગ્યા પસંદ કરવી. યાકોબીએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આઠ માતૃકાઓ કહી છે કારણ કે કષાયોના પરાભવ માટે અને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત મહત્ત્વનો સંયમ શીખવો તે તેમને ઉદ્દેશ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમિતિઓના પાલનથી પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિયમન થાય છે, અને પ્રાણીઓની હિંસાનો પરિહાર થાય છે. આત્મનિગ્રહી સાધુનું ચાલવાનું ચાર પ્રકારે શુદ્ધ હોવું જોઈએ—કારણમાં, સમયમાં, માર્ગમાં અને પ્રયત્નમાં. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય તે કારણ છે. ચાલવાની પાછળ હેતુ હોવો જોઈએ, અને રત્નત્રયની પ્રાપ્તિને અનુરૂપ હેય એવી જ દષ્ટિએ ચાલવાની પ્રવૃત્તિ થયેલી હોવી જોઈએ. સાધુ નિરૂદ્દેશ કે બેદરકારીપૂર્વક નહીં ચાલે. એના ચાલવાને સમય દિવસ દરમ્યાન જ હોવો જોઈએ. એ જે રસ્તો પસંદ કરે છે તે રસ્તે ઘણા જણાં ગયાં હોવાં જોઈએ. એ રર ઘાસ અને બીજી વનસ્પતિથી ભરેલો ખરાબ રસ્તો ન હોવું જોઈએ. પ્રયત્ન ચાલે ત્યાં સુધી સાધુએ ચાર હાથ આગળ જોતાં જવું જોઈએ. ચાલવા પર ધ્યાન એકાગ્ર કરતાં તેણે ક્રોધ, માન, કપટ, લોભ, હાસ્ય, ભય અને નિદાન પરિહાર કરવાનું છે. તેની વાણી દોષરહિત અને સંક્ષિપ્ત હોવી જોઈએ. ભિક્ષા માટે તે બહાર જાય ત્યારે ભેજન, પોતાના ઉપયોગની ચીજો તેમજ ઉતારો માંગવામાં અને લેવામાં દોષને પરિહાર કરવો જોઈએ. ભજન અંગેને દોષ એટલે માત્ર સાધુને માટે જ રંધાએલું ભોજન, અશુદ્ધ ભજન, ઉત્સવ માટે તૈયાર કરેલું ભજન અને લાવવામાં દીવાને ઉપયોગ થયો હોય તેવું ભોજન સ્વીકારવું. મળમૂત્ર માટેની જગ્યા પસંદ કરવામાં એવી જગ્યાને પસંદગી આપવી જોઈએ જ્યાં ઘણા લોકોની અવરજવર ન હોય અથવા જ્યાં ઘણા લોકો દેખી ન શકે. એ જગ્યા તેના સંયમમાં વિદનરૂપ ન હોવી જોઈએ, ઘાસ કે પાંદડાંથી છવાએલી ન હોવી જોઈએ, અને જીવજંતુ કે બી વગરની, વિશાળ જમીન હોવી જોઈએ. આ પરથી સ્પષ્ટ થશે કે સમિતિ એટલે દરેક પ્રકારની હિલચાલમાં કાળજી અને નિયમન રાખવાં જેથી બીજા જીવોને હિંસા ન પહોંચે. દરેક પ્રકારની પ્રવૃત્તિનું દમન કરતે સંયમ તે ગુપ્તિ એવી વ્યાખ્યા આપવામાં આવી છે. (સગણોનિપટ્ટઃ શુદ્ધિ:). ગુપ્તિ ત્રણ પ્રકારની છે : મનોકુતિ, વાસુતિ અને રાયપુતિ. વિષપભેગના વનમાં મનને ભટકતું અટકાવવા માટે સંયમ તે મને ગુતિ. સાધુએ મનને સંયમમાં રાખવું જોઈએ, અને બીજાં પ્રાણીઓને દુર્ભાગ્ય પ્રાપ્ત થાય કે તેમનો વિનાશ થાય એવા વિચારો ન કરવા જોઈએ. બીજી ગુપ્તિ જુઠું બોલવામાંથી કે મિશ્ર જુઠાણાંમાંથી વાણીને સંયત કરવાનું કહે છે. સાધુએ દુષ્ટ ભાષા કે બીજાને નુકસાન થાય તેવી ભાષા ન વાપરવી જોઈએ. તેણે શાંતિ રાખવી જોઈએ, અને બીજાનું ભૂંડું ન બોલવું Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ જોઈએ. શરીરના ઉપયોગમાં ઊભા થતાં, ફરતાં, સૂતાં તેણે કાળજી રાખવી જોઈએ જેથી બીજાં પ્રાણીને દુ:ખ ન પહોંચે કે તેમને નાશ ન થાય. દુષ્ટ કાર્ય, વિચાર કે દેહપ્રવૃત્તિને કોઈ અવકાશ ન હોવો જોઈએ કારણ કે સાધુની પ્રવૃત્તિઓ પિતાનાં તેમજ બીજાના ભલા માટે હેવી જોઈએ. હવે આપણે સ્પર્શ, સ્વાદ, દાણ, દર્શન અને શ્રવણની પાંચ ઇન્દ્રિયોના સંયમની વાત કરીએ. જીવ અને ઇન્દ્રિયોની માંગણીઓ વચ્ચે સનાતન સંઘર્ષ ચાલ્યો આવે છે. જો આપણે ઇન્દ્રિય આગળ નમતું જોખીએ તો પુનર્જન્મને નોંતરીએ છીએ અને જો જીવ આગળ નમતું જોખીએ તે મુકિત તરફ પ્રયાણ કરીએ છીએ. યોગીન્દુદેવે એક કે બીજી ઇન્દ્રિય પાસેનો પરાભવ કેવો વિનાશક નીવડે છે તે ઉદાહરણે સાથે અસરકારક રીતે સમજાવ્યું છે. દીવાના પ્રકાશનાં સૌન્દર્યથી આકર્ષાએલું સુંદર પતંગિયું દીપકને ભેટીને મૃત્યુ પામે છે. શિકારીએ યોજેલા ધ્વનિથી આકર્ષાએલું હરણ શિકારીના બાણનો ભોગ બની મૃત્યુ પામે છે. શીતળ સ્પર્શની ઇચ્છા રાખતે હાથી તળાવમાં પડે છે અને બંધનમાં જકડાય છે. કમળની સુગંધથી આકર્ષાએલો ભ્રમર તેમાં કેદ પકડાય છે, અને સૂર્યાસ્ત સમયે કમળ બિડાય ત્યારે મૃત્યુ પામે છે. માછીમારે ફેકેલાં સ્વાદિષ્ટ પ્રલોભન તરફ ખેંચાએલી માછલી ખેરાકને ખેંચવા પ્રયત્ન કરે છે. આમ જુદી જુદી ઇન્દ્રિયો આત્મનિગ્રહથી વશ ન કરવામાં આવે તે માણસને મૃત્યુદાંટ વાગે મોક્ષની કોઈ આશા રહે નહીં. આથી જ સાધુએ પિતાની ઇન્દ્રિયો પર પૂરો કાબુ ધરાવવો જોઈએ. ઇન્દ્રિયોના પ્રલોભનોને વશ થવું ન જોઈએ કારણ કે એ જાણે છે કે એની એક પણ ઇન્દ્રિય જીવને મોક્ષ આપવાની નથી. સૌન્દર્ય, સંગીતધ્વનિ, સુગંધ, કે મૃદુ સ્પર્શ તેની તપશ્ચર્યા પર પ્રાધાન્ય મેળવે તે યોગ્ય નથી કારણ કે તે બધા પુદ્ગલો છે. છ આવશ્યકોનું અથવા તે જીવના આધ્યાત્મિક કલ્યાણ માટેની મહત્ત્વની ફરજોનું દરરોજ, ભૂલ્યા વિના પાલન થવું જોઈએ. તેઓ સાધુને એના જીવનધ્યેયની યાદ આપતા રહે છે અને જીવને શુદ્ધ કરે છે. કુન્દકુન્દ આચાર્યું ‘નિયમસાર” માં તેમને આ પ્રમાણે ગણાવ્યાં છે : પ્રતિમા, પ્રત્યાઘાન, आलोचना, कायोत्सर्ग, सामायिक अने परम भक्ति. ૧. પ્રતિક્રમણ એટલે પસ્તાવો. પિતાની જાતનું પૃથક્કરણ અથવા અંતનિરીક્ષણ મનનાં સમત્વ અને સમ્યક ચારિત્ર માટે જરૂરી છે. આ પછી પ્રતિક્રમણ કરવાનું હોય છે એટલે કે શાંતિમાં, વાણીની પ્રવૃત્તિઓથી મુક્ત રહીને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અને ક્રોધ, આસકિત જેવા દુષ્ટ વિચારોની પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈને પોતાના જીવનાં સ્વરૂપ પર ધ્યાન ધરવાનું છે. આને કારણે અશુધ્ધ વિચારપ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું અટકે છે અને ચારિત્રના નિયમને અતિચાર થતો અટકે છે. બધા મિથ્યા માર્ગો દૂર કરી, જિનેએ દર્શાવેલા માર્ગે તેને ચાલવાનું છે. દેહ, વાણી અને વિચારને સંયમ કેવી રીતે રાખવો તે તે શીખવે છે. દુ:ખભરેલી અનિષ્ટ પ્રવૃત્તિઓ છોડી તેણે મારા ધર્મમાર્ગ જ સ્વીકારવાનું છે. આમ સર્વ અનિષ્ટ વિચારોનો ત્યાગ કરી તે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરે છે. જીવની શ્રેષ્ઠતા તે જાણે છે અને આત્મા પર તે એકાગ્ર થઈ જાય છે. દિવસ દરમ્યાન કરેલી ભૂલો અને ચારિત્રના નિયમના અતિચારોનો તે ફરી વિચાર કરે છે અને શુધ્ધ વિચારપ્રવૃત્તિઓને શુધ્ધ જીવના સાક્ષાત્કાર પર એકાગ્ર કરે છે. ૨. પ્રત્યાખ્યાન એટલે બધા સાંસારિક વિષયોનો ત્યાગ. સર્વ કષાયોમાંથી પોતાની જાતને મુક્ત કરી, બધાં પ્રલોભનોનો સામનો કરી, પુનર્જન્મના કારણરૂપ સર્વ અશુભ વિચારોથી સાધુ દૂર રહે છે. અનિષ્ટકર્મોના પરિવાર માટે દઢ નિશ્ચય આમાં દેખાઈ આવે છે. સાચા ત્યાગમાં પિતાની સ્વાભાવિક શુધ્ધિમાં જ જીવ આશ્રય લે છે અને પિતાથી અસંબધ્ધ એવો એક પણ વિચાર તેને પીડતો નથી. આ જાતના ત્યાગમાં પોતે સર્વજ્ઞ, સર્વસત્તાધીશ અને પરમ આનંદમય છે એવો સાક્ષાત્કાર થાય છે. તે પોતે મૂર્તિમાન ચૈતન્ય બને છે. ૩. આલોચના એટલે કબૂલાત. બધાં કર્મો અને નો-કર્મથી મુક્ત થઈ ગયેલા જીવને સાક્ષાત્કાર, તેમજ જીવ, સાંસારિક દશામાં જીવ સાથે સંબંધ રાખતા અસ્વાભાવિક ગુણ અને રૂપાંતરથી મુક્ત છે એવી જાતનું ધ્યાન તે આલેચના. આલેચના ચાર પ્રકારની હોય છે : સાવના, સાસુવના, વિતરણ અને માવશુfધ. આલોચના એટલે જીવના સાક્ષાત્કાર માટે જરૂરી સમત્વ પ્રાપ્ત કરવું. આલુચના એટલે બધાં કર્મોને નાશ કરવાની શકિત મેળવવી. સમસ્ત કર્મોનો ક્ષય કરી, જીવના ગુણોની અને સમત્વની પ્રાપ્તિ કરી, જે જીવન સાક્ષાત્કાર કરે છે તેને અવિકૃતિકરણ કરે છે એવું કહેવાય છે. વાસના, માન, કપટ અને લોભને વિજય કરી, વિચારની શુધ્ધિ પ્રાપ્ત કર્યાથી ભાવશુધ્ધિ થાય. આ ચારની કબૂલાત દ્વારા સંત ખરી આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે અને કર્મનાં બંધનોથી મુકત થઈ શકે છે. પાંચ વ્રત, પાંચ પ્રકારની સમિતિઓ અને ઇન્દ્રિયનિગ્રહ તેમજ ગુપ્તિનાં પાલનમાં પ્રાયશ્ચિત્ત આવી જાય છે, પરંતુ ખરૂં પ્રાયશ્ચિત્ત મનની સઘળી Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ અશુધ્ધિઓનો ક્ષય કરી, જીવનું ચિંતન કરવામાં અને જીવના ગુણો પર ધ્યાન એકાગ્ર કરવામાં રહેલું છે. સંત પુરૂષે ક્રોધને ક્ષમાથી, અભિમાનને નમ્રતાથી, માયાને ઋજુતાથી અને લોભને સંતોષથી જીતવાં જોઈએ. દોષરહિત તપશ્ચર્યા પણ પ્રાયશ્ચિત્તનું જ એક અંગ છે. પ્રાયશ્ચિત્તને મુખ્ય હેતુ, બધાં વ્રતનાં પાલનમાં રહી ગએલા દોષોને ક્ષીણ કરવાને કે દોષનું નિવારણ કરવાનો છે કારણ કે એમ કરવાથી જ જીવને દૂષિત કરનારાં ચારિત્રમેહનીય કર્મોનો ક્ષય થાય છે. સાધુએ ગુરૂ પાસે જવું જોઈએ, અને નિખાલસભાવે પિતાનાં પાપ અને અતિચારોને એકરાર કરવો જોઈએ. પૂર્વે કરેલાં પાપ માટે ગુરુ જે કાંઈ શિક્ષા ફરમાવે તે સહર્ષ સ્વીકારી લેવી જોઈએ. કાયોત્સર્ગ એટલે નિશ્ચિત સમય માટે દેહ તરફ બાહ્ય અનાસક્તિ. કાયોત્સર્ગ વખતે શરીરનાં અંગોની કોઈ પણ હિલચાલ ન થવી જોઈએ. વિશુધ્ધ વિચાર ધરાવતી વ્યકિત નિદ્રા પર વિજય મેળવે છે. ધર્મગ્રંથોને તેને સારો અભ્યાસ હોય છે અને તે શારીરિક અને માનસિક કાર્યક્ષમતા ધરાવે છે. આવી વ્યકિત કાયોત્સર્ગ કરે છે જે આધ્યાત્મિક પંથમાં હિતકારક નીવડે છે. સામાયિકનિગ્રહ માટેનાં વ્રતમાંનું આ એક વ્રત છે અને તેનું આચરણ રોજ કરવું જોઈએ. દિવસના નિશ્ચિત કલાક એટલે કે સવારે, બપોરે અને સાંજે સંતપુરુષે આધ્યાત્મિક પ્રગતિ માટે જીવનું ધ્યાન ધરવાનું હોય છે. આ ધ્યાન એટલે જીવનમાં કે મૃત્યુમાં, લાભમાં કે ગેરલાભમાં, સુખદ કે દુ:ખદ પ્રસંગમાં, મિત્ર પ્રત્યે કે શત્રુ પ્રત્યે, સુખ કે દુઃખ પ્રત્યે પ્રસન્ન અને અવિચળ મન સ્થિતિ સતત જાળવી રાખવી. ગૃહસ્થના જીવનમાં દિનચર્યામાં સામાયિકનું સ્થાન હોય છે, પરંતુ સાધુ માટે તો બીજી બધી તપશ્ચર્યાઓનું પૂરક હોવાથી સામાયિકનું મૂલ્ય ઘણું મોટું છે. દરેક પ્રકારના અનિષ્ટ વિચારોથી તે તેને દૂર રાખે છે અને તેના મનની શાંતિમાં વૃદ્ધિ કરે છે. મનની શાંતિ દઢ સાધનાનું પીઠબળ છે. પરમભક્તિ – સ્તુતિ અને વંદનાનું મિશ્રણ છે. આમાં સાધુએ જિનેનાં આધ્યાત્મિક લક્ષણોની ભક્તિ કરવાની છે. નમસ્કાર કરીને તે સાથે જ તેના ગુણોની પ્રાર્થના કરવાની છે જેથી જીવના ગુણની સમજ વધુ સ્પષ્ટ થતી જાય અને પોતાનું જીવન વધારે આધ્યાત્મિક થતું જાય. સાધુ હવે વધુ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એનું આચરણ વધુ મનોનિગ્રહભર્યું બને છે. બીજા મૂળગુણો કેટલાક બાહ્ય નિયમનાં પાલનમાં આવી જાય છે. નગ્નતા દિગંબર સાધુઓનાં ઘણાં લક્ષણોમાંનું એક છે. શ્વેતાંબર ગ્રંથોમાં પણ નગ્નતાને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આદેશ જોવા મળે છે. પણ ટીકાકારોનું કહેવું છે કે એ જિનકલ્પી સાધુઓ માટે જ છે. શ્વેતાંબર ગ્રંથમાં નગ્નતા વિશેના નિર્દેશો હોવા છતાં વસ્ત્ર અંગેના નિયમ પણ જણાય છે પણ તેમણે તેમને બહુ મહત્ત્વ આપવાનું હોતું નથી.” આવું કહેતાં ધર્મગ્રંથોના આધારને સોગનીએ ઉલ્લેખ કર્યો છે. સંતપુરુષે સ્નાન કરવાનું હેતું નથી તેમ દાંત પણ સાફ કરવાના નથી. એણે દિવસમાં એક જ વખત, ઊભા રહીને અને તેમાં પણ ખોબામાં ભેજન લઈને જ ખાવાનું હોય છે. તેણે પિતાના કેશ પિતાને હાથે કાઢવાના હોય છે. શ્વેતાંબર સાધુ ભેજન માટે પાત્ર રાખે છે અને સૂવા માટે પાટિયું રાખે છે. સંપ્રદાય અને સ્થળ પ્રમાણે ભોજન લેવા અને ખાવાની રીતે ભિન્ન ભિન્ન હોય છે. આ મૂળ ગુણોના આચરણ ઉપરાંત ભ્રમણ કરતા સાધુને જે સંતાપ વેઠવા પડે તે બધા તેણે ધીરજપૂર્વક વેઠવાના હોય છે. આ સંતાપો વેઠવાથી કર્મોને અટકાવવામાં તે ચલાયમાન થતો નથી અને કર્મોને નાશ કરવામાં સમર્થ બને છે. આ સંતાપ અથવા પરિસહ બાવીસ છે: (૧) ઘા (૨) fugir (૩) તિ (૪) ૩૦મી (૫) વંશમશ (મચ્છર વગેરેના દંશ) (૬) ના (૭) અરતિ (૮) સ્ત્રી (૯) વય (ભ્રમણને કારણે લાગેલ થાક) (૧૦) નિષદ્યા -(ચાલુ બેસવાને કારણે થતી અસુવિધા) (૧૧) શા (સુવામાં પડતી અગવડ) (૧૨) મા (નિદા અને ઠપકો) (૧૩) aધ (ઈજા) (૧૪) વાવ (ભિક્ષા) (૧૫) કામ (ખાવાનું મેળવવામાં નિષ્ફળતા) (૧૬) રોગ (૧૭) તૃણાસ્પર્શ (ઘાસની અણી ભોંકવી) (૧૮) મેરુ (૧૯) સાર અને માન (સત્કાર અને પુરસ્કાર) (૨૦) જ્ઞાન (બુદ્ધિનું જ્ઞાન) (૨૧) અજ્ઞાન (અજ્ઞાન હોવાનું ભાન) (૨૨) ગર્શન—(શ્રદ્ધાને અભાવ.) પ્રથમ પાંચ પરિસોને સમજાવવાની કોઈ જરૂર નથી કારણકે તેમને અર્થ સ્પષ્ટ છે. નગ્નતાનાં વ્રતનાં મહત્ત્વથી અજાણ લોકો નગ્નતાને ચલાવી લેતા નથી. સાધુએ બીજા લોકોના ઉપહાસ અને ગાળોના ભોગ બનવું પડે છે. સુખ અને દુઃખ પ્રત્યે તે ઉદાસીન હોય છે. બધા પ્રકારોના વિષયોપભેગમાંથી વિરકત થવાને કારણે અસંતોષને તે જીતી લે છે. સુંદર, આકર્ષક સ્ત્રીઓને જોવાથી થતા ઉત્તેજક કે ઉશ્કેરાટભર્યા તમામ વિચારોને તેણે જીતી લેવા પડે છે. એક સ્થળેથી બીજા સ્થળે ચાલતાં જઈને દુઃખ અને અગવડ સહન કરવો પડે છે. સતત રખડપટ્ટીની બધી અસર તેણે સહન કરવી પડે છે. એકની એક સ્થિતિમાં બેસી રહેવાનું હોય તેને કારણે કષ્ટ પડે છે. આવી જ રીતે હલનચલન કર્યા વગર સખત ભૂમિ પર સૂવું પડે છે અને કેટલીક વખત તે જીવજંતુઓના Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ડંખ પણ લાગે છે. સાધુના જીવનમાં આ બધું સ્વાભાવિક હેવાથી સહન કરવું જ પડે છે. ભ્રમણ દરમ્યાન લોકો તરફથી ધિક્કાર, ઉપહાસ, ક્રોધ પણ મળે છે કારણ કે શહેર કે ગામના રસ્તા ઉપર નગ્ન સાધુ ફરે તે લોકોને પસંદ હતું નથી. કેટલીક વખત સાધુને મારવામાં આવે છે અને તેના તરફ પત્થર ફેંકવામાં આવે છે. આવું કરનારાઓના દોષ જોવાને બદલે, આ બધું પૂર્વજન્મનાં કર્મોને કારણે છે એમ માનીને તેણે સહન કરી લેવાનું હોય છે. ભિક્ષા નિયમ અનુસાર જ માંગવાની હોય છે. ભિક્ષા ન મળે તે આજીજી કરવાની નથી કે દયા કરવાનું પણ કહેવાનું નથી. તેણે માત્ર પરિણામ સહેવાનું હોય છે. માણસ હોવાથી તેને રોગ થાય કે બિમારી પણ આવે. ભટકતાં ભટકતાં કાંટા કે કાંકરા વાગે તે તેણે તે પણ સહન કરવાના છે. દેહ તરફ તેને પ્રેમ કે આસક્તિ હોવાં ન ઘટે તેથી તેણે આ બધા સંતાપ સહેવાના હોય છે. તેણે કદી સ્નાન કરવાનું હોતું નથી, માત્ર મયૂરપિચ્છના રજોણા વડે ધૂળ હોય તો તેને ખંખેરી કાઢવાની હોય છે. તેનો મુખ્ય હેતુ જીવને શુદ્ધ રાખવાનો અને મનને દરેક પ્રકારનાં દૂષણથી મુક્ત રાખવાનો હોય છે. પ્રશંસા કે અવજ્ઞા તરફ તે ઉદાસીન છે. સ્વાગતથી અંજાઈને ફલાઈ નથી જતે તેમ લોકોની ઉદાસીનતાથી તે નિરાશ નથી થતા. પિતાનાં જ્ઞાનનું તેને અભિમાન નથી હોતું તો અજ્ઞાનથી તેને નાસીપાસી ઉપજતી નથી. તેનું આખું જીવન મોક્ષમાર્ગની યાત્રા છે. તે ધર્મગ્રંથોનું અધ્યયન કરે છે, ઉપદેશ આપે છે, સ્વપરીક્ષણ કરે છે, પિતાની ભૂલને તે પશ્ચાત્તાપ કરે છે. તે સંપૂર્ણ નિરાસત જીવન ગાળે છે અને જીવની આધ્યાત્મિક પ્રગતિ માટે જ ઉત્સુક હોય છે. શાંતિથી બધાં વિદને દૂર કરી, સાંસારિક બનાવો પ્રત્યે ભવ્ય ઉદાસીનતા દાખવી, નવાં કર્મોને થંભાવવાના એક માત્ર આશયથી તે આગળ વધ્યે જાય છે અને જનાં કર્મોનો વિનાશ કરવા પ્રયાસ કરે છે. ટૂંકી દૃષ્ટિના ખ્યાલો રાખી તે જીવનાં પૂર્ણ સ્વરૂપ પરની શ્રદ્ધા ડગમગવા દેતો નથી અને શાંતિપૂર્વક, પ્રસન્નતાપૂર્વક બધાં સંકટો સહો જાય છે અને આત્મસાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થાએ પહોંચવા મથે છે. સંયમ અને આત્મજ્ઞાનથી જીવની શુદ્ધિ અને મનનાં સમત્વને તે કોઈ રીતે ક્ષુબ્ધ થવા દેતો નથી. સંતાપે તેના અંકુશ બહાર છે અને જીવની શુદ્ધિની પ્રક્રિયામાં તેમને સહન કરવાના જ છે. પિતાના સરઘર્ષ' નામના પુસ્તકમાં આશાધરે સાધુના ધર્મો વિષે નિર્દેશ કર્યો છે. તેમણે એવો નિર્દેશ કર્યો છે કે કળિયુગમાં ઘણા સાધુઓ ઘણા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ખોટા ધર્મસિદ્ધાંતોનો નિર્દેશ કરે છે. આવા ખોટા સિદ્ધાંતો શ્રેતાઓનું કોઈ કલ્યાણ કરતા નથી. તેમણે પ્રતિપાદિત કરેલી કોઈ વસ્તુ મોક્ષને માર્ગ બતાવતી નથી. તેમની વાતો કેવળ આડંબરયુક્ત હોય છે અને અનુયાયીઓની આધ્યાત્મિક પ્રગતિ કરે તેવું તેમાં કશું હોતું નથી. તેમણે “નિગ્રંથ' શબ્દ સમજાવ્યો છે. મિથ્યાત્વની વૃદ્ધિ કરે એવા સાંસારિક જીવનના વિચારોને ગ્રંથિ કહે છે. આવા વિચારોને જેણે પિતાના મનમાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢી નાંખ્યા છે તેને “નિગ્રંથ' કહેવાય છે. “નિગ્રંથે' પાંચ પ્રકારના આચાર પાળવાના છે: દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. પિતાના શિષ્યોને પણ તે આ આચારોને અનુસરવા માટે સમજાવે છે. કમબદ્ધ, સતત અધ્યાપન દ્વારા તે ધર્મગ્રંથ પર પ્રભુત્વ મેળવે છે અને નીચેના દશ વિશિષ્ટ ગુણો ધરાવે છે. બીજાનું ભલું કરવામાં અને નિશ્ચયનય તેમજ વ્યવહારનય અનુસાર સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં તે સતત મશગુલ રહે છે. આશાધરે નીચે પ્રમાણેના દશ ગુણો ગણાવ્યા છે: (૧) તેણે (નિર્ગથે) ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું પાલન કરવાનું હોય છે. મન, વચન અને કર્મ પર અંકુશ તે ગુપ્તિ અને પાંચ પ્રકારની કાળજીભરી વર્તણૂક તે સમિતિ-ચાલેલે માર્ગે ચાલવામાં, મૃદુ ભાષણમાં, ભિક્ષા માંગવાના ૪૨ દોષોને પરિહાર કરવામાં, જમીન પર વસ્તુઓ લેવામૂકવામાં અને મળમૂત્રના વિસર્જનમાં કાળજી તે સમિતિ છે. | (૨) ચાર પ્રકારના ધર્મગ્રંથનું (આમ્નાય) નું અધ્યયન અને સ્મરણ કરવાનું હોય છે: ૧) પ્રથમાનુયોગ (૨) રખાનુયોગ (૩) વાળાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ પ્રથમાનુગમાં મહાપુરાણ, હરિવંશપુરાણ, પદ્મપુરાણ વગેરે ટોસઠ મહાપુરુષોના જીવનનું નિરૂપણ કરતા અને માનવજીવન તેમ જ મોક્ષમાર્ગનાં ઉદાહરણો આપતા ધર્મગ્રંથો આવી જાય છે. કરણાનુયોગમાં વિશ્વ, લોક, તેમજ અલોક એટલે કે ઉપરનું જગત, વગેરેની વિસ્તૃત ચર્ચા કરતા ધર્મગ્રંથે આવી જાય છે. ત્રિવાર અને ઉતજોયાત્તિ વગેરે ગ્રંથો આ વિષય અને પુનર્જન્મ તેમજ ચાર પ્રકારની ગતિના જન્મની અનિશ્ચિતતા વગેરેનું નિરૂપણ કરે છે. ચરણાનુયોગ ચારિત્ર્યના સ્વરૂપ, વિકાસ અને પૂર્ણત્વનું નિરૂપણ કરે છે. આ વિષયો મૂકાવાર, રત્નારશ્રાવાવાર, પુરુષાર્થસિદ્ધશુપાય જેવા ગ્રંથમાં વર્ણવાયા છે. છેલ્લું દ્રવ્યાનુયોગ, જીવનના સિદ્ધાંતને સ્પષ્ટ રીતે સમજવા માટે ખાસ જરૂરી એવાં છ દ્રવ્યો અને નવ પદાર્થો, જે જૈનધર્મના તત્ત્વમીમાંસાના આખા ક્ષેત્રમાં છવાએલાં છે તેનું Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ નિરૂપણ કરે છે. સમયસાર, પ્રવચનસાર, વંવાતિય વગેરે ગ્રંથોમાં કુન્દકુન્દ્રાચાર્યો આ વિષયોનું નિરૂપણ કર્યું છે. જૈન ધર્મના બધા સિદ્ધાંતોનાં ગ્રહણમાં તેમજ તેનાં સંપૂર્ણ જ્ઞાનના પાયામાં આ ચાર અનુયોગેનું અધ્યયન રહેલું છે. (૩) ત્રીજો ગુણ ધીરતા અથવા શાંતિથી સહન કરવાને છે. આને કારણે ભૂખ, તરસ જેવી શારીરિક પીડાઓને હિંમતપૂર્વક સામનો કરી શકાય છે. બીજાં વ્રતો અને ધ્યાનને સરળતાપૂર્વક સમજવા માટે આ ગુણ જરૂરી છે. (૪) ચોથો ગુણ સાંસારિક જીવન અને સામાજિક પરિસ્થિતિમાં જ્ઞાન સાથે સંકળાએલો છે. આને કારણે જુદા જુદા પ્રદેશો અને જુદી જુદી આબોહવામાં વસતા લોકોને અનુરૂપ એ ઉપદેશ આપી શકાય છે. (૫) પોતાના તેમજ બીજાના ધર્મનું તેને ઊંડું જ્ઞાન હોવું જોઈએ. આને કારણે પોતાના મતનું તે બુદ્ધિપૂર્વક પ્રતિપાદન કરી શકશે અને બીજા ધર્મના વિદ્રાને આગળ પોતાને મત વિશદ રીતે રજૂ કરી શકાશે. (૬) તેની પાસે ઉચ્ચ પ્રકારની વકતૃત્વશકિત હોવી જોઈએ જેથી તે ચોકસાઈપૂર્વક અને સ્પષ્ટ રીતે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે. બીજા લોકો તેની સામે દલીલ કરે એવું પણ બને ત્યારે ધીરજ અને ઊંડા તર્કપૂર્વક તેણે તેમનાં સંશયોનું નિવારણ કરવું જોઈએ. (૭) સન્માન અને શાંતિની ભાવના ઉત્પન્ન કરતું દૌર્યયુકત સુંદર વ્યક્તિત્વ, પ્રખર વિદ્વત્તા, કષ્ટપ્રદ તપ કરવાની શક્તિ અને શિષ્ટ સમુદાયના કુલપતિ બનવાનું સામર્થ્ય હોવું જોઈએ. (૮) બધી ધર્મવિદ્યાઓનું ઊંડું જ્ઞાન અને બીજાને પ્રતીતિ થાય તે રીતે પ્રતિપાદન કરવાની શક્તિ તેનામાં હોવી જોઈએ. તે સહિષ્ણુ હેવો જોઈએ અને તેનું વર્તન અનેકાન્તવાદના સિદ્ધાંતને અનુરૂપ હોવું જોઈએ. કોઈ પણ સાંસારિક વિષય પ્રત્યે તેને આસકિત હોવી ન જોઈએ. તે દયાળુ, ક્ષમાવાન અને ત્યાગી હોવો જોઈએ, તેનું બાહ્ય વર્તન ઉદાહરણરૂપ હોવું જોઈએ, અને પ્રવૃત્તિઓ આત્મસાક્ષાત્કાર અને આધ્યાત્મિકતા તરફ વળેલી હોવી જોઈએ. વાણી તેમજ આચરણ બંને દ્વારા તે ધર્મને સંદેશ આપનાર હોવો જોઈએ. ૯) તેને ઉદ્દેશ સર્વ પ્રાણીઓને બચાવવાનો હોવો જોઈએ જેથી એ કાંઈ પણ કહે કે કરે તે દ્વારા એના શિષ્યોમાં અને બીજામાં શાંત આજ્ઞાંકિતતા પ્રેરાય, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ (૧૦) તેણે બીજામાં વિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ જેથી તેના સંસર્ગમાં આવનાર પ્રત્યેક વ્યકિત સુખ અનુભવ અને સલાહની જરૂર પડે ત્યારે નિરાંતે તેની પાસે આવવા પ્રેરાય. તેણે સંયમપૂર્વક બોલવું જોઈએ અને તેને વાર્તાલાપ મધુર હોવો જોઈએ. બીજાના પ્રશ્નો સમજવાની તેનામાં ધીરજ હોવી જોઈએ અને તેના ઉત્તર સમજદારીભર્યા તેમજ સહાનુભૂતિભર્યા હોવા જોઈએ. આશાધરે બીજા વિષયો ચર્ચા છે તેમની ચર્ચા ઉપર થઈ ગઈ છે. સાધુના જીવન અને ચારિત્રના પાયામાં સંયમ અને મન તેમજ કર્મની શુદ્ધિ હોવી જોઈએ, તે નિર્વિવાદ છે. આ સિદ્ધ કરવા માટે તેણે બાહ્ય તેમજ આંતર તપશ્ચર્યા કરવી જોઈએ. જે લેખકોએ યતિધર્મ વિશે લખ્યું છે તે બધાએ આ વિષયની ચર્ચા કરી છે. આ તપશ્ચર્યા પોતે પિતાની જાતે સ્વીકારેલી હોય છે અને દીક્ષા પછીનાં મુનિવ્રતનાં પરિણામસ્વરૂપ છે. દેહના દમન તેમજ સાંસારિક જીવનની શૃંખલાઓમાંથી સંપૂર્ણ રીતે છુટવા માટે સ્વૈચ્છિક તપશ્ચર્યા કરવાની હોય છે. ઉમાસ્વામીના કહેવા પ્રમાણે છે બાહ્ય તપ છે : અનશન ઓછા પ્રમાણમાં ખાવું (સવમૌર્ય), ભિક્ષા માટેના ઘરની સંખ્યા અને ભિક્ષા માંગવાની રીતને પહેલેથી વિચાર કરવો (વૃત્તિરસંસ્થાન), દૂધ, દહીં, તેલ જેવા રસભર્યા અને સ્વાદિષ્ટ પદાર્થોને ત્યાગ (રસારિયા), એકાંત સ્થળની પસંદગી (વિવિધ્યાસન), દેહદમન (લાયસ્ટેશ). આ તપશ્ચર્યા પાછળનો ઉદ્દેશ વધુ સંયમની પ્રાપ્તિ તેમજ આસકિતને ક્ષય કરવાને છે. ઇન્દ્રિયોના ઉપશમ માટે ઉપવાસ કરવાની રીત જાણીતી છે. બીજું તપ માત્ર ઘરની જ મર્યાદા બાંધતું નથી પરંતુ પોતે પહેલાં નક્કી કરેલી શરતે પૂર્ણ થાય, તે જ ભિક્ષા સ્વીકારવાનું વિધાન કરે છે. પહેલાં કહેવાઈ ગયું છે કે માત્ર પોતાને માટે જ તૈયાર થએલું ભોજન તેણે લેવાનું નથી. ઓછો આહાર સ્વાધ્યાય અને ઉપદેશમાં તેને જાગૃત રાખે છે. ચોથું તપ–સ્વાદિષ્ટ અને રસયુકત ભોજનનો પરિત્યાગ તેને કષાયો અને ઇન્દ્રિયની ઉત્તેજનાઓનું દમન કરવામાં સહાય કરે છે. એકાંતવાસ તેને બ્રહ્મચર્ય, ધ્યાન અને શાંતિપૂર્વકનાં એકાગ્ર અધ્યયનમાં મદદ કરે છે. છેલ્લું – દેહદમન તેને આત્મવિલોપન અને કષ્ટમય જીવન માટે તૈયાર કરે છે. આભ્યતર તપમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ચુત્ર (પરિગ્રહને ત્યાગ) તેમજ દયા – કરવાનાં હોય છે. આંતરિક તપશ્ચર્યાને ઉદ્દેશ જીવનાં સ્વરૂપ પર વધુ એકાગ્રતા અને ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનું છે. દરેક પ્રકારના પ્રમાદ અને શૈથિલ્ય વગેરેથી મન Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ મુક્ત ન બને ત્યાં સુધી સાચું ધ્યાન શક્ય નથી. બધી ભૂલ, અતિચાર, વ્રત તેમજ ચારિત્રના નિયમો ભાંગ્યાની ગુરુ આગળ ખુલ્લે દિલે અને નિખાલસ મનથી કબૂલાત કરવામાં પ્રાયશ્ચિત આવી જાય છે. કબૂલાત પછી પ્રમાદ કે બીજી કોઈ રીતે આ પ્રકારની ભૂલ કે ભંગ નહીં થાય એવા નિશ્ચય સાથે ખરો પસ્તાવો થવો જોઈએ. પસ્તાવો વાણી અને કર્મમાં જાગૃતિ કે ચપળતા પ્રેરે છે. ખરું જોતાં તે આત્મતિરસ્કારનું કાર્ય છે. કોઈ વિશિષ્ટ વિષયમાં ગુરુ કોઈ સાવચેતી લેવાનું સૂચવે તે સન્માનપૂર્વક તે સ્વીકારી લેવું જોઈએ અને આચરણ કરવું જોઈએ. આત્યંતર તપના બીજા પ્રકારમાં નમ્રતાનો વિકાસ અને જિન, ગુરુ તેમજ ધર્મગ્રંથ તરફને આદર આવી જાય છે. વિનયનાં સાંસારિક અને બાહ્ય પરિણામે વિશાળ હૃદય, મૈત્રી, સન્માન, ગુરુકૃપા, જિનોના આદેશનું પાલન, દુબુદ્ધિને પરિત્યાગ વગેરે છે જ્યારે આંતર પરિણામો સંયમ, તપશ્ચર્યા, જ્ઞાનપ્રાપ્તિ, જીવની શુદ્ધિમાં સુગમતા, કૃતજ્ઞતા, સાદાઈ, બીજાના સદ્ગણોની પ્રશંસા અને છેલ્લે એક્ષપ્રાપ્તિ છે. ત્રીજું ત૫ બીજા સાધુઓની સેવા છે, તેને આગળ ઉપર વિચાર થઈ ગયો છે. સ્વાધ્યાય એટલે જાતે અધ્યયન અને ધર્મગ્રંથોનું અધ્યયન. માત્ર ધર્મગ્રંથના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો આશય નથી પરંતુ જૈન સિદ્ધાંતોની યથાર્થતામાં વધારે દઢ શ્રદ્ધા પ્રાપ્ત કરવાનો આશય પણ છે. ત્યાગ બાહ્ય પણ હોય અને આંતર પણ હોય, અને તેમાં બધા લૌકિક પદાર્થો તેમજ અહંકાર અને કષાયને ત્યાગ પણ આવી જાય છે. મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાન અત્યંત મહત્ત્વનું છે. તે ચાર પ્રકારનું છે: આર્તધ્યાન-દુઃખ, વ્યથા અને પીડા ઉપજાવતું પૂર્વ સંબંધોનું ચિંતન. તપશ્ચર્યાના વ્રતમાં જેઓ અંશત: કેળવાયેલાં છે તેવાં વિકૃત મનનું ધ્યાન આ પ્રકારનું હોય છે. (૨) રૌદ્ર ધ્યાન – જે સાધુએનું મન કષાય, ક્રોધ, હિંસા, મિથ્યા સિદ્ધાંતનાં પ્રતિપાદન, પરનિદા અને વિષપભેગમાંથી મુક્ત નથી તેમનું ધ્યાન આ પ્રકારનું હોય છે. (૩) ધર્મધ્યાન-કર્મને નાશ કરે એવાં સાધનને, તેમજ સાંસારિક દુઃખમાંથી મુક્ત થવાનો વિચાર અને ધ્યાન (૪) શુકલધ્યાન–કોષ્ઠ પ્રકારનું ધ્યાન છે. બધા જ અમંગળ વિચારો અને અશુભ ઇચ્છાઓ દૂર થાય છે. જીવને દૂષિત કરતા કષાયોનો ક્ષય થાય છે. આ પ્રકારનું શુદ્ધ ધ્યાન કરવાથી જીવને મોક્ષ મળે છે. શુકલ ધ્યાનના ચાર પ્રકાર છે. છેલ્લા પ્રકારમાં સર્વજ્ઞ સ્થૂળ શારીરિક પ્રવૃત્તિઓમાં પોતાને સ્થાપિત કર્યા પછી વચન અને કર્મની પ્રવૃત્તિઓને સૂક્ષ્મ કરે છે. પછી શારીરિક પ્રવૃત્તિને ત્યાગ કરી તે વચન અને મનની પ્રવૃત્તિ પર એકાગ્ર થઈ, સ્થૂળ દેહપ્રવૃત્તિને સૂમ બનાવે છે. તે પછી જે.–૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ માનસિક અને વાણીની પ્રવૃત્તિઓ બંધ થાય છે. દેહની પ્રવૃત્તિ સૂક્ષ્મ જ રહે છે. છેલ્લા પ્રકારનાં શુકલ ધ્યાનમાં દેહની સૂક્ષ્મ પ્રવૃત્તિ પણ અટકી જાય છે. મનનાં, વાણીનાં, શરીરનાં આંદાલનાથી જીવ મુક્ત બને છે અને પાંચ અક્ષરો બાલ્યા પછી તરત જ દેહરહિત મેાક્ષ મેળવે છે. સાધુનું છેલ્લું વ્રત સલ્લેખના વ્રત છે. તે ગૃહસ્થ અને સાધુ બંનેનું સાધારણ વ્રત છે, અને તેથી તેની ચર્ચા જુદા પ્રકરણમાં કરી છે. સાધુના ચારિત્રના નિયમા તેમજ તપશ્ચર્યા અત્યંત કઠણ છે તે સ્પષ્ટ છે. જે માનસિક રીતે ત્યાગમય જીવન જીવવા તૈયાર હોય તેને જ દીક્ષા આપી શકાય છે. હિંદુધર્મના વર્ણાશ્રમધર્મના સિદ્ધાંતા જૈન ધર્મ નથી સ્વીકારતા તેના અર્થ એવા કરી શકાય કે કોઈ પણ ઉંમરે સાધુ થઈ શકાય. પણ અગિયાર પ્રતિમાઓ અને ચૌદ ગુણસ્થાનોના સિદ્ધાંત પુરવાર કરે છે કે જૈન તત્ત્વદર્શનની યથાર્થતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતી, આત્મા અને દ્રવ્યનું, તેમજ અહિંસા અને અપરિગ્રહનાં સર્વ લક્ષણાનું સાચું જ્ઞાન ધરાવતી, અને તપશ્ચર્યા તેમજ કષ્ટમય જીવન માટે તત્પર વ્યક્તિ જ સફળ સાધુ બની થકે. સાધુજીવન ત્યાગમય જીવન છે. નગ્નતાને કારણે, ખુલ્લી જમીન પર ખુલ્લે પગે ચાલવાને અને સૂવાને કારણે તેમાં બધી જ પીડા સહેવી પડે છે, દિવસમાં એક જ વખત નિયત કરેલા જ આહાર લેવા પડે છે, આખા સમય સ્વાધ્યાય, ઉપદેશ અને ધ્યાનમાં જ ગાળવા પડે છે. નીતિશાસ્ત્રની પરિપૂર્ણતામાં અને સાધુજીવનની આધ્યાત્મિક આવશ્યકતામાં જ મેાક્ષ સમાયું છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ સલ્લેખના ભગવાન મહાવીરે કહયું છે કે મૃત્યુ દ્વારા જીવનને અંત બે રીતે આવે છે: પોતાના સંકલ્પ દ્વારા મૃત્યુ અને પિતાની ઇચ્છા વિરૂદ્ધ મૃત્યુ. સુખ અને આનંદમાં આસકિત ધરાવતે અજ્ઞાની પુરુષ ધર્મના નિયમનું ઉલ્લંઘન કરે છે, અધર્મને આશ્લેષ આપે છે અને મૃત્યુ આવે ત્યારે ભયથી પૂજી ઊઠે છે. જીવનને સદુપયોગ કરવાની તક ગુમાવીને તે દુ:ખમાં મૃત્યુ પામે છે. પિતાની જાતને અંકુશમાં રાખતા સદ્ગણી જનો પોતાની ઇન્દ્રિયોને વશ કરી શાંતિપૂર્વક મૃત્યુને સામને કરે છે, અને કોઈનાં દુ:ખનું કારણ બનતા નથી. આવું મૃત્યુ પ્રત્યેક શ્રમણને અને કેટલાક શ્રેષ્ઠ ગૃહસ્થને મળે છે. સલ્લેખના એટલે અંત જ્યારે નજીક આવ્યો હોય, અને સાધુ કે ગૃહસ્થ માટે વૃદ્ધાવસ્થા, અસાધ્ય રોગ, કે કારમાં દુષ્કાળને કારણે ધર્માનુસાર સ્વાભાવિક જીવન જીવવું શકય ન હોય, ત્યારે સ્વૈચ્છિક રીતે મૃત્યુને ભેટવું. બધા કષાયોને તેણે ગૌણ બનાવી દેવા જોઈએ અને બધી સાંસારિક આસકિતઓને ત્યજી દેવી જોઈએ. બધી જ તપશ્ચર્યાનું પાલન કરવું જોઈએ. ક્રમશ: ભજન અને પાણી લેતાં અટકી જવું જોઈએ અને જીવનમાં સાચાં સ્વરૂપનું ધ્યાન ધરતાં, જીવ દેહથી છુટ પડે ત્યાં સુધી સુઈ રહેવું જોઈએ. આ વ્રત પાછળનો મૂળ વિચાર એ છે કે મનુષ્ય પોતાના ભાગ્ય વિધાતા છે. તેનું મૃત્યુ એવી રીતે આવવું જોઈએ કે નવાં કર્મોને આસ્રવ અટકી જાય અને જીવને હજી વળગી રહેલાં કર્મનાં બંધનોમાંથી જીવ મુક્ત થાય. પ્રત્યેક જીવ સ્વભાવે શુદ્ધ અને પૂર્ણ છે. તે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદ અને અનંત બળથી વિશિષ્ટ છે. અનાદિકાળથી તે કર્મ સાથે સંકળાએલો છે. પરિણામે જન્મ–મૃત્યુ અનુભવતાં અનેક પ્રકારનાં અસ્તિત્વોને પાત્ર છે. કર્મનાં બંધનમાંથી જીવને મુક્ત થવાને માર્ગ બતાવો તે ધર્મને પરમ હેતુ છે. જેઓ આ વ્રત લે છે તેઓ તત્કાળ આત્મનિર્ભર, આત્મનિષ્ઠ અને આત્મપ્રશાંત બની જાય છે. વ્યક્તિગત દષ્ટિબિંદુઓ અને પીડાઓથી દુ:ખી થવાનો અંત આવી જાય છે. તેઓ વાસનાની ઝંખના અને તૃષ્ણાઓની ઉપરવટ થઈ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જાય છે. નિરાશા અને શૂન્યતાની કાંચળીમાંથી તેઓ બહાર આવી જાય છે. મૃત્યુ સમયે પોતાનું વર્તન અંકુશમાં રાખવું તે સાધુત્વનું ફળ છે. આચાર્ય સમંતભદ્રે ઘણુંખરૂ બીજી સદીમાં થઈ ગયા. પોતાના રત્ન ૨૫૩ શ્રાવાવાર' નામના ગ્રંથમાં તેમણે આ વ્રતની વિસ્તૃત સમજ આપી છે. આ વ્રતને સન્યાસમરણ પણ કહે છે. આ વ્રત જે ગ્રહણ કરે તેણે વિશુદ્ધ મનથી, મિત્રતા, શત્રુતા, સંગ અને પરિગ્રહના ત્યાગ કરવા જોઈએ. પોતાના મિત્રો, સ્વજન અને સેવકોને ક્ષમા આપવી જોઈએ અને મધુર શબ્દોમાં દરેકની ક્ષમાયાચના કરવી જોઈએ. ગુરૂ આગળ નિખાલસ દિલે પોતે કરેલાં કે બીજાંને કરવા પ્રેરેલાં પાપાની, કે બીજાના પાપમાં સંમતિ આપી હોય, તેની ચર્ચા કરવી જોઈએ, અને મૃત્યુપર્યંત વ્રતનું પાલન કરવું જોઈએ. તે સમય દરમ્યાન, મનમાંથી તેણે બધા શાક, ભય, દિલગીરી, સ્નેહ, ધિક્કાર, પૂર્વગ્રહ દૂર કરી નાંખવાં જોઈએ અને ઉત્સાહ અને મનોબળ દાખવી, ધર્મજ્ઞાનરૂપી અમૃતથી મનને અત્યંત આનંદમાં રાખવું જોઈએ. તેણે ધીરે ધીરે ભાજન છોડી દેવું જોઈએ અને દૂધ, છાશ જેવા પ્રવાહી ખારાક લેવા જોઈએ. પછી તેણે દૂધ પણ છેડીને માત્ર ગરમ પાણી લેવું જોઈએ. પછી ધીરે ધીરે, પાતાની શક્તિ પ્રમાણે, ગરમ પાણી પણ લેવું બંધ કરી, અનશન ચાલુ રાખવું જોઈએ અને મનને નમેાકારમંત્રનાં ધ્યાનમાં રોકાયેલું રાખી દેહત્યાગ કરવા જોઈએ. આ વ્રતનાં પાલનના સમય દરમ્યાન પાંચ પ્રકારના અતિચારોનો તેણે પરિહાર કરવાના છે : (૧) મૃત્યુ જરા મેડું આવ્યું હોય તો સારૂ એવી ભાવના તેણે સેવવાની નથી. (૨) જલદી મૃત્યુ થાય એવી ઇચ્છા પણ સેવવાની નથી. (૩) મૃત્યુની વેદના શી રીતે સહન કરીશ એવી શંકા તેણે સેવવાની નથી. (૪) મૃત્યુ સમયે સ્વજના કે મિત્રોને યાદ કરવાના નથી. (૫) તપશ્ચર્યાનાં ફળરૂપે કોઈ ઈચ્છા રાખવાની નથી. ઉમાસ્વામીના મત પ્રમાણે સલ્લેખના વ્રત મૃત્યુ નજીક હોય ત્યારે અત્યંત રાજીખુશીથી અથવા સ્વૈચ્છિક રીતે લેવાનું હોય છે. આ વ્રત લેનાર વ્યક્તિ પોતે કરેલાં કે કરવા પ્રેરેલાં પાપાના નિખાલસ એકરારથી મનની શાંતિ મેળવી શકે છે. આચાર્ય કે ગુરૂ પાસે જવું શકય ન હોય, ત્યારે શાંતિથી બેસીને પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરીને પાતે કરેલાં કે કરાવેલાં દરેક પ્રકારનાં પાપ અને અતિચારને યાદ કરવાં જોઈએ. પાતે જો પ્રાણઘાતક કે ગંભીર રોગથી પીડાતી હોય તે શાંતિ અને સમત્વપૂર્વક બધું દુ:ખ સહન કરવું જોઈએ અને મનમાં દૃઢ માન્યતા ધરાવવી Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ જોઈએ કે રોગ પિતાનાં કર્મોને કારણે જ છે. બધા કષાયો અને માનસિક નિર્બળતાઓને તેણે દૂર કરવાં જોઈએ. આનંદદાયક અને બળદાયક ધર્મજ્ઞાનનાં અમૃતથી મનને ભરી દેવું જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ માટે ઉપયોગી હોય ત્યાં સુધી દેહનું રક્ષણ કરવું. દેહ વિનાશી છે. તે જો મૃત્યુ પામે, તે બીજો દેહ પ્રાપ્ત કરી શકાશે પણ દેહ ખાતર જો ધર્મને ભોગ અપાય, તે આધ્યાત્મિક સાક્ષાત્કારમાં મદદરૂપ થતા ધર્મની પવિત્રતા પુન: પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યાં કુદરતી કારણથી, કે રોગ અને શત્રુના હુમલા જેવી કોઈ આપત્તિાથી જીવનને અંત આવતો હોય, ત્યારે ઉપવાસ અને ધાર્મિક વ્રતનાં પરિપાલન માટે ધ્યાન ધરીને સલ્લેખનવૃત લેવું ઉચિત છે. જૈન સાધુ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકા ઉપવાસ કરવા ટેવાએલાં હોય છે તે સૌ કોઈ જાણે છે. હરમાન યાકોબી કહે છે: “તપસ્યામાં ઉપવાસ સૌથી આગળ તરી આવે છે. જૈનએ તેમનો કળા તરીકે વિકાસ કર્યો છે અને તેમાં નોંધપાત્ર પ્રવીણતા મેળવી છે.” અનશન સમય દરમ્યાન સંપૂર્ણ અનાસક્તિ અને માનસિક શાંતિ મેળવવા પ્રયાસ કરવો જોઈએ અને તે માટે ક્રોધ, લોભ, માન, પ્રેમ જેવા દરેક પ્રકારના કષાયમાંથી મનને મુક્ત રાખવું જોઈએ. એટલું જ નહીં, પણ ગુરુ પાસે પોતે કરેલાં પાપને નિખાલસ અને પૂર્ણ એકરાર કરી, પશ્ચાત્તાપ કરવો જોઈએ. આ વ્રત ગ્રહણ કરતાં પહેલાં માનસિક અને આધ્યાત્મિક સમત્વ પ્રાપ્ત કરવું જોઈએ. સાવાર સૂત્ર ત્રણ પ્રકારની સલ્લેખના સમજાવે છે : મોકલ્યાન મરણ, જંતમરા અને વામન. પ્રથમ પ્રકારનું મૃત્યુ અત્યંત સંયમી અને સુશિષ્ટ સાધુ માટે છે. દેહ, વાણી, મનથી તેણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા, કરાવવા કે કરવાની અનુમતિ આપવામાંથી અટકી જવાનું હોય છે. બીજાં પ્રકારનું મરણ વધારે મુશ્કેલ છે. તે અનુસાર સાધુએ પોતાની જગ્યાએ ખસવાનું નથી અને શરીરની બધી ગતિ અંકુશમાં રાખવાની છે. ત્રીજું મૃત્યુ એથી પણ વધુ કપરૂં છે. અત્યંત કાળજીપૂર્વક જમીન સાફ કરી, શરીરની પૂર્ણ ઉપેક્ષા કરી, દરેક રીતે દેહદમન કરી સુઈ જવાનું હોય છે. જીવન વિષે કોઈ પણ પ્રકારનો ભ્રમ રાખ્યા વિના, જીવના નિત્ય ગુણોનું ચિંતન કરી જ્ઞાનનું અન્વેષણ કરવું જોઈએ. સાધુ અથવા પવિત્ર સાધકે બાહ્ય પદાર્થો પ્રત્યે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આકર્ષણ રાખ્યા વગર જીવનને અંત પ્રાપ્ત કરવો જોઈએ. નિર્વાણપ્રાપ્તિની ત્રણ રીતમાંથી ગમે તે એક રીત શાંતિથી સ્વીકારી, મૃત્યુ સ્વીકારવું. આ વ્રતને ઉલ્લેખ કરતાં આચાર્ય કુન્દુકુન્દ કહ્યું છે કે મૃત્યુ ત્રણ પ્રકારનું છે: બાલમરણ, બાલપંડિતમરણ અને પંડિતમરણ. બાલમરણ એટલે એવી વ્યકિતનું મરણ જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે પણ પૂર્ણ આત્મનિગ્રહ પ્રાપ્ત નથી થયો. બીજા પ્રકારનું મૃત્યુ આધ્યાત્મિક પ્રગતિની પાંચમી કક્ષામાં આવેલા ગૃહસ્થનું મૃત્યુ છે. તે એક ઈન્દ્રિય ધરાવતા જીવોની હિંસામાંથી અટકી શકતે નથી અને સંયમ વિષે અનિશ્ચિત હોય છે. પંડિતમરણ એટલે પોતાના જીવ વિષે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા સાધુનું મરણ. તીર્થકર કે ગણધરનું મૃત્યુ આ પ્રકારનું છે. બધાં જ વ્રત અને તપશ્ચર્યાને પ્રધાન ઉદ્દેશ કર્મબંધમાંથી જીવને મુકત કરવાનું છે તેથી સલ્લેખનાવ્રતના હેતુઓ આ પ્રમાણે છે. કર્મો જીવના અંદરના ગુણોને મલિન કરી દે છે. મન અને દેહ શુદ્ધ રાખીને જીવને ધ્યાનપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવું જોઈએ. અનશન દેહને પવિત્ર કરે છે, તે ધ્યાન અને આત્મપરીક્ષણ જીવને શુદ્ધિ, ઉન્નતિ અને સાક્ષાત્કારમાં મદદ કરે છે. ઉપર જણાવેલાં કોઈ પણ કારણસર દેહ નાશ પામી શકે છે તેથી અધર્મપૂર્ણ જીવન જીવવા કરતાં નિશ્ચિત મૃત્યુને ક્રમ વધુ ઇચ્છવા યોગ્ય છે. વ્રત ગ્રહણ કરતાં પહેલાં સાધુ કે ગૃહસ્થ બધા કષાયોને જીતી લેવાના હોય છે. સ્નેહનાં બધાં બંધનમાંથી તેમણે સંપૂર્ણ નિરાસક્તિ કેળવી પૂર્વગ્રહ અને દુશ્ચિતનોથી મુકત થવાનું હોય છે. પોતાને માટે સર્વ કોઈ પાસે ક્ષમાયાચના કર્યા પછી તેણે બીજા સૌ પ્રત્યે પરમ ક્ષમાશીલતાભર્યું વલણ રાખવાનું હોય છે. મન આનંદ અને સમત્વથી પૂર્ણ હોવું જોઈએ. આ વ્રત સંપૂર્ણ વૈરિછક રીતે ગ્રહણ કરવાનું છે. મન કે ચારિત્રમાં કોઈ પ્રકારના દોષ કે અતિચારને અવકાશ આપવાનો નથી. ધર્મગ્રંથોના નિયમ અનુસાર સલેખના દ્વારા મૃત્યુ એટલે કર્મ, અને મન તેમજ દેહની બીજી અપૂર્ણતાઓ પર જીવન વિજય. પવિત્ર અને ધર્મમય જીવનની પરાકાષ્ઠાએ પહોંચાડતા આ એક પૂર્ણત્વને વ્યાપાર છે. ધાર્મિક લક્ષણ અને તપશ્ચર્યા હોવા છતાં પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિદ્વાનોએ આ વ્રતને આત્મહત્યા અથવા આત્મહત્યાને એક પ્રકાર કહ્યો છે. આ દૃષ્ટિકોણમાં સલ્લેખના અને આત્મહત્યા સામાજિક અને મનોવૈજ્ઞાનિક Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ રીતે ભિન્ન લક્ષણો ધરાવે છે તે ભુલાઈ ગયું છે. આત્મહત્યા કરતી વ્યકિતની મનોદશા નીચે ગણાવેલાં લક્ષણોમાંથી એક કે વધુ લક્ષણો ધરાવે છે : (૧) દ્વિધાવૃત્તિ અથવા મરવાની ઇચ્છા જે એક સાથે રહીને માનસિક સંઘર્ષ ઉપજાવે છે. (૨) નિરાશા અથવા નિરાધારપણું અને પ્રશ્ન હલ કરવાની અશકિત (૩) શારીરિક કે માનસિક થાક, કે વિફળતાની ભાવના અથવા બને (૪) ચિતા, ભાર, અવસાદ, ક્રોધ, અપરાધ કે એમાંની કેટલીક લાગણીઓથી ભરેલું મન. (૫) શ્રમિત અને અવ્યવસ્થિત મન તેમજ વ્યવસ્થા કે શાંતિ સ્થાપિત કરવાની અશકિત (૬) પરિતાપ ઉત્પન્ન કરતા સંજોગોના ઉકેલ માટે મનનું અસામ. (૭) ઉત્તેજના, વિફળતા કે અત્યંત અવસાદને કારણે જીવનમાં નીરસતા કે જીવનના ભયનો અભાવ (૯) ગુપ્ત રીતે કે એકાએક અને અપરાધ દ્વારા આણવામાં આવેલું મૃત્યુ. ફાંસીએ લટકીને, કપાઈને, વિષ ખાઈને કે બંદુકના નિશાન બનીને મૃત્યુ લાવવામાં આવે. સલ્લેખનાવત ગ્રહણ કરતો સાધુ કે ગૃહસ્થ આમાંની કોઈ પણ પ્રકારની માનસિક અપૂર્ણતા કે ભાવોની ઉત્તેજના, અવસાદ, કે વિફળતા ધરાવતું નથી. પિતે પિતાને જેમાંથી બચાવવા અસમર્થ હોય, એવા સંજોગોમાંથી ભાગી છુટવા માટે આત્મહત્યા કરવામાં આવે છે. તેમાં ઉગ્ર કે વાંધાજનક સાધનો દ્વારા તત્કાળ જીવનનો અંત આણવાનો હેતુ હોય છે. આત્મહત્યા કરનારના કુટુંબ કે સ્વજનોને આત્મહત્યા નુકસાન કરે છે. આપઘાત એકાંતમાં કરવામાં આવે છે અને તેને માટે વાંધાજનક રીતે અપનાવવામાં આવે છે. સલ્લેખના, ગુરુની પૂર્ણ અનુમતિથી, સૌ પ્રત્યે ક્ષમાપૂર્ણ અને કરુણાપૂર્ણ મન સાથે, મન સર્વ કષાયોથી મુક્ત હોય, ત્યારે ગ્રહણ કરવામાં આવે છે. મૃત્યુ અહીં ભકિત અને ધાર્મિક લાગણી જગાડે છે જ્યારે આત્મહત્યામાં મૃત્યુ સાથે ત્રાસ અને ધૃણા સંકળાએલાં હોય છે. આમ હેતુ, સંજોગ, સાધને, મૃત્યુનાં પરિણામ, બધાંની દષ્ટિએ આત્મહત્યા અને સલ્લેખના ભિન્ન છે. જૈન ચિંતકોએ આ પ્રશ્ન ઉપસ્થિત કરી સલ્લેખના આત્મહત્યા નથી એવું પુરવાર કરવા સચોટ કારણો આપ્યાં છે. અમૃતચન્દ્ર સૂરિએ એટલી ચોકસાઈપૂર્વક આત્મહત્યાની વ્યાખ્યા આપી છે કે કોઈ પણ આધુનિક ન્યાયના આલોચકની કસોટીમાં તે પાર ઉતરે : “કષાયથી પ્રવૃત્ત થઈને, શ્વાસ ગુંગળાવીને, જળ, અગ્નિ, વિષ, કે શસ્ત્ર દ્વારા જીવનને અંત આણે તે આત્મહત્યાને અપરાધ કરનાર કહેવાય”. સલ્લેખનામાં બધી ઈચ્છાઓ અને કષાયો ગૌણ બની ગયા હોય છે, સ્વૈચ્છિક અનશન દ્વારા ધીમે ધીમે શરીરને ક્ષીણ થવા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ દેવામાં આવે છે. મન આનંદમય અને શાંતિમય હોવાથી શારીરિક પીડા થતી નથી. સી. આર. જૈનીએ સલ્લેખના વિ. આત્મહત્યાના મુદ્દાને આ રીતે ઉપસંહાર કર્યો છે : “અહીં સ્વેચ્છાએ કે આનંદને ખાતર, જીવન ભારરૂપ કે જીવવા જેવું ન લાગે ત્યારે આત્મહત્યાનાં સૂચનને કોઈ પ્રશ્ન નથી. સલ્લેખનાને ખરો વિચાર એ જ છે કે છેવટે જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે મૃત્યુ પામતાં આવડવું જોઈએ. બૂમબરાડા પાડતાં, જે અનિવાર્ય છે તેનું નિવારણ કરવા નિષ્ફળ પ્રયત્ન કરતાં, પશુની જેમ મૃત્યુ પામવું ન જોઈએ...ઉચિત રીતે કરવાથી સંકલ્પને વિકાસ થાય છે. ભવિષ્યના જીવન માટે જીવની એક મોટી સંપત્તિ રહે છે. જીવ તો સાદો પદાર્થ છે અને દેહનાં વિસર્જન કે મૃત્યુની ઉપરવટ થઈને એનું અસ્તિત્વ તે રહેવાનું જ છે. જૈન સલ્લેખના પરિસ્થિતિને લક્ષમાં લેવા પૂરતો સમય આપે છે કારણ કે સંકલ્પને ઉન્નત કરવા જે પ્રક્રિયા પ્રથમ ધારી હતી તે દિવસ સુધી વિસ્તરતી હોય છે અને એકાએક તેને અંત આણવામાં આવતો નથી.” ટૂંકમાં, આત્મહત્યાનો ભેગ બનેલી વ્યકિતના કાબુ બહારનાં કારણોસર અનુભવાતી માનસિક અસામાન્યતાનું કારણ તે આત્મહત્યા જ્યારે આત્મસાક્ષાત્કાર અથવા કર્મબંધની જાળને પરિહાર કરવા માટે શાંતિમય મૃત્યુના શ્રેષ્ઠ આદર્શથી પ્રેરાઈને ધર્મના શ્રેષ્ઠ કાયદા અનુસાર, સુનિયોજિત મૃત્યુ તે સલ્લેખના. કર્ણાટક રાજ્યના જુદા જુદા ભાગોમાં આલેખોમાં સલ્લેખનાના સેંકડો પ્રસંગો, રાજય સરકારે પ્રગટ કરેલી Epigraphica Carnaticaમાંના બાર ભાગોમાં નોંધાયા છે. સૌથી છેલ્લો દાખલો આધુનિક સંતશ્રી શાંતિસાગર મહારાજનો છે. તેમણે મહારાષ્ટ્ર રાજ્યમાં કુંથલગિરિની ટેકરી પર ૧૯૫૫ના સપ્ટેમ્બરમાં આ વ્રત લીધું હતું. Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મોક્ષમાર્ગ नित्यमपि निरुपलेपः स्वरूपसमवस्थितो निरुपघात: । गगनमिव परमपुरुषः परमपदे स्फुरति विशदतमः ॥ २२३.१ कृतकृत्यः परमपदे परमात्मा सकलविषयविशयात्मा । परमानन्दनिमग्नो ज्ञानमयो नन्दति सदैव ॥ २२८.१ કર્મના સંગ અને કર્મપરિણામરૂપ આવરણોથી નિત્ય મુક્ત જીવ આકાશની જેમ પૂર્ણ તેજસ્વી શ્રેષ્ઠ અવસ્થામાં વસે છે. દરેક પ્રકારે પૂર્ણત્વ પ્રાપ્ત કરી, પૂર્ણ બનીને જીવ, મૂર્તિમાન સર્વજ્ઞ થઈને પરમ આનંદમય બની રહે છે.” જૈન ધર્મ પ્રમાણે મોક્ષમાર્ગે જવા માટે રત્નત્રયને સ્વીકાર કરવો પડે તેમજ તેનું આચરણ પણ કરવું પડે. પ્રકરણ ૧૧માં ચર્ચા થઈ ગઈ છે કે રત્નત્રય વ્યક્તિને કર્મને નાશ કરવામાં સહાય કરે છે. કર્મનું સ્વરૂપ, અને તેમના વિનાશ દ્વારા પ્રાપ્ત થતી આધ્યાત્મિક ઉન્નતિમાં જીવની ક્રમબદ્ધ દશાનો પણ આપણે આગલાં પ્રકરણમાં વિચાર કરી ગયાં છીએ. આ જગતમાં પ્રાણીઓ માટે દુર્લભ, પરમ મૂલ્યવાન ચાર વસ્તુઓ છે. માનવજન્મ, સાચા ધર્મને ઉપદેશ, શ્રદ્ધા અને આત્મનિગ્રહની પ્રબળ શક્તિ (પુરુષાર્થ). સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક ચારિત્ર અને તપશ્ચર્યાને માર્ગ જે પ્રાણીઓ સ્વીકારશે તેને જ મોક્ષ મળશે. જીવ અનંત ચૈતન્ય, જ્ઞાન, આનંદ અને બળનું મૂર્ત રૂપ છે. કર્મના આવરણથી આ ગુણે ઢંકાએલા હોવાથી નરી આંખે દેખાતા નથી. તેથી આ આવરણને દૂર કરી અથવા તેમનો વિનાશ કરી, જીવના આંતર ગુણોને સાક્ષાત્કાર કરવામાં આત્મસાક્ષાત્કાર રહેલો છે. પ્રાચીન ભારતીય દાર્શનિકોએ કહ્યું છે કે યોગ અથવા ધ્યાન દ્વારા આત્મસાક્ષાત્કાર થઈ શકે. જૈન તત્ત્વદર્શનના અત્યાર સુધી આપણે જોએલા બધા સિદ્ધાંત નિઃશંક દર્શાવે છે કે નીતિનિયમ અને સગુણનાં નિષ્ઠાયુક્ત અને કઠોર પાલનથી આત્મનિગ્રહ સિદ્ધ થઈ શકે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પાંચ વ્રત, દશ ગુણ, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિઓ, બાર અનુપ્રેક્ષાઓ અને વિવિધ સંતાપની સહિષ્ણુતા પાછળ મન અને દેહનું નિયમન કરવાને અને જીવને કર્મબંધનમાંથી મુક્ત કરવાને જ ઇરાદો છે. સાંસારિક જીવન આપણે પોતે જ સર્જેલી દુ:ખ અને વિટંબણાની પરંપરા છે. સમત્વપૂર્ણ મનથી, નીતિનિયમથી અને આચારનાં સમત્વથી તેમને સહન કરવા માટે વિશ્વાસભર્યો અને અસરકારક અવકાશ મળી રહે છે, તેમજ જીવનપ્રવાસમાં આપણી સામે આવી પડતાં કર્મોનાં ઉપશમન માટે પણ અવકાશ મળી રહે છે. નીતિના અને મનના આચારોને શુષ્ક અને જીવનના આનંદ ઉપર ચિંતનાત્મક બંધન મૂકતા ગણીને હળવા હૃદયથી તેમની અવગણના ન કરવી જોઈએ. બધા જીવોનાં ધ્યેય તરફ શાંતિપૂર્વક અને સુખપૂર્વક ગએલા મહાન જીવના મૂર્ત અનુભવ તરીકે શ્રદ્ધાપૂર્વક તેમને સ્વીકારી લેવા જોઈએ. મેહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મોને તેમજ અનરાય કર્મોને વિનાશ થતાં સર્વજ્ઞત્વ પ્રાપ્ત થાય છે. વ્યક્તિએ પ્રાપ્ત કરેલા આત્મસંયમના પ્રમાણમાં મોહનીય કર્મોનો ક્ષય થાય છે. આત્મસંયમ પૂરો અને પૂર્ણ હોય, ત્યારે વિચારપ્રવૃત્તિ શુદ્ધ બને છે અને અશુભ કર્મોનાં ફળને તેમજ સમયને ઘટાડે છે. ક્રોધ, લોભ, માન અને મેહ જેવા કષાયોને ક્રમશઃ શમાવવા કે દૂર કરવા વિચારની શુદ્ધિ જરૂરી છે. ચૌદ અવસ્થાઓમાંથી જીવના પ્રવાસનું આગળ થએલું નિરુપણ, જીવની આધ્યાત્મિક કોષ્ઠતા તરફ ક્રમશ: ઉન્નતિ દર્શાવે છે. મેહનીય કર્મ ચાલુ હોય, ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ શકય નથી. આધ્યાત્મિક પ્રગતિનું રહસ્ય ચાર પ્રકારનાં ઘાતિકર્મોનો નાશ છે. આ કામ અઘરું છે પણ શ્રદ્ધા સાથે અને શુદ્ધિપૂર્વક કરવામાં આવે, તો જીવ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી શકે છે. પહેલાં કહેવાઈ ગયું છે કે સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થતાં જીવ અહંતપણાને પ્રાપ્ત કરી શકે છે. ચાર પ્રકારનાં અઘાતિકને પણ ક્ષય થાય, ત્યારે શુદ્ધ જીવ સિદ્ધ બને છે અને સૃષ્ટિનાં શિખર પર નિત્ય આનંદમય થઈને રહે છે. બાહ્ય તપ વ્યકિતને ઇન્દ્રિયોને જીતવામાં, દઢ આત્મસંયમ કેળવવામાં અને જીવથી કર્મદ્રવ્યને છુટું પાડવામાં સહાયક નીવડે છે. આંતર તપ આ પ્રમાણે છે: પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ. પ્રકરણ ૧૬માં સાધુઓના નીતિનિયમોની ચર્ચા કરતાં આ વિષયનું નિરૂપણ થઈ ગયું છે. આ પ્રકારનાં આંતરતપનો ઉદ્દેશ આધ્યાત્મિકતાના સાધકને ચિંતન અને ધ્યાન માટે કેળવવાને છે. બાહ્ય તપશ્ચર્યાથી અનાસક્તિ પ્રાપ્ત થાય છે અને જીવની શુદ્ધિ થાય છે તો આત્યંતર તપ ચાર પ્રકારનાં ઘાતિકમેને પૂર્ણ ક્ષય કરે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ આત્યંતર તપની પ્રક્રિયામાં સૌથી વધુ મહત્ત્વનું અંગ, ધ્યાન છે. અન્ય હિન્દુ વિચારધારાની જેમ, જૈન ધર્મ પણ ધ્યાનને આધ્યાત્મિક સાક્ષાત્કારનાં સાધન તરીકે ખૂબ મહત્ત્વ આપે છે. શુદ્ધિની સાથેસાથે જીવ એકાગ્ર થવાની શકિત પણ વિકસાવે છે. ધ્યાનની વ્યાખ્યા આપતાં ઉમાસ્વામીએ કહ્યું છે કે ધ્યાન એટલે કોઈ પણ એક વસ્તુ પર વિચાર એકાગ્ર કરવા; બીજા બધા વિષયોમાંથી મનને વાળી લઈ, એક વિષય પર ધ્યાનને સ્થિર કરવાનું હોય છે. આવું ધ્યાન એક અંતર્મુહુર્ત એટલે કે ૪૮ મિનિટ સુધી કરવાનું છે. એક રીતે જોતાં ધ્યાન નકારાત્મક છે કારણ કે તેમાં બીજા વિચારોને દબાવી દેવાના છે. એકાગ્રતા ખંડિત થવાનાં કેટલાંક કારણો અહીં આપ્યાં છે. પોતાની પ્રગતિ માટે જાહેર અભિપ્રાય અને હેતુની પ્રતીતિ કરવી; કષા, તૃષ્ણાઓ, ભાવ, ઉત્તેજનાઓ, જેમને અનુભવવાની મનને લાંબા સમયથી ટેવ પડી ગઈ છે. આ બધાં કારણો જીવને શાંતિમાંથી અને દેહને વિશ્રાંતિમાંથી યુત કરે છે. નાદુરસ્ત તબિયત, વિલાસની ટેવો અને મુશ્કેલીઓ સહન કરવાની અશકિત પણ ધ્યાનની એકાગ્રતાને ખંડિત કરે છે. આહાર તેમજ મન અને શરીરની પ્રવૃત્તિઓ પર અંકુશ, શારીરિક તેમજ માનસિક બધી પ્રવૃત્તિઓનાં દમનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, તેમજ દઢ સંકલ્પબળના વિકાસ માટે કારણરૂપ બને છે. એકાગ્રતા માટે દૃઢ સંકલ્પબળ ઘણું જરૂરી છે. ધ્યાનની સ્થિરતાને માટે આસન પણ જરૂરી છે. કારણ કે લાંબા વખત સુધી સગવડભરી સ્થિતિમાં બેસી શકાય નહીં. આસન વિશે સામાન્ય નિયમ એ છે કે એવી રીતે ઊભા રહેવું કે બેસવું જેથી શરીરતંત્ર પર ઓછામાં ઓ બોજો આવે. શારીરિક સુવિધા ખાતર તપશ્ચર્યાનો ભાવ હણાય નહીં તેની કાળજી રાખવી. પદ્માસન, વીરાસન અને સુખાસન એ પ્રચલિત આસને છે. ધ્યાન માટે કયાં ક્યાં સ્થળોનો ત્યાગ કરવો અને કયાં કયાં સ્થળ પસંદ કરવાં તે વિશે જ્ઞાનાર્ણવ મોટી યાદી આપે છે. સુબ્ધ કરે, મનને રોકી રાખે, અણગમો ઉપજાવે કે કાગડા, ઘુવડ, ગધેડા, કૂતરા વગેરેને કારણે કોલાહલભરેલાં કે ધ્યાનના પ્રયાસોને વિક્ષિપ્ત કરે એવાં સ્થળો છોડી દેવાં. પર્વત, ગુફા, કે એકાંત સ્થળ પસંદ કરવાં. લાકડાનાં પાટિયાં, પથ્થર, જમીન કે રેતાળ સ્થાન પર યોગીએ ધ્યાન માટે બેસવું. ગાઢ ધ્યાન માટેની શારીરિક તૈયારીમાં આહાર ઉપર અંકુશ, સગવડભરેલી સ્થિતિ અને સામાન્ય નિદ્રા જરૂરી હોય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કુંદકુંદાચાર્યે દર્શાવ્યું છે કે તપશ્ચર્યાના પરિણામરૂપ સમત્વયુક્ત મન પ્રાપ્ત થયા પછી શબ્દો કે બાલવાની પ્રવૃત્તિમાંથી અટકી, પરમાત્માનાં સ્વરૂપનું ચિંતન કરી, સંપૂર્ણ એકાગ્રતા રાખવી. ઘણાખરા જૈન આચાર્યાએ ત્રણ પ્રકારના આત્મા માન્ય રાખ્યા છે : વહ્રિામા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા ઈન્દ્રિયાનેા બનેલા છે. અંતરાત્મા એટલે જીવ દેહ કરતાં ભિન્ન છે એવી સભાનતા. મુક્ત જીવ તે પરમાત્મા. વિવિધ પ્રકારનાં કર્મોની અશુદ્ધિઓમાંથી તે પૂર્ણ રીતે મુક્ત છે અને તેથી તે જ ધ્યાનને પાત્ર છે. ઉમાસ્વામી મનોવૃત્તિ પ્રમાણે ચાર પ્રકારનાં ધ્યાન કહે છે : આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધŻધ્યાન અને શુધ્યાન. પ્રથમ બે અશુભ છે જ્યા૨ે છેલ્લાં બે શુભ છે. આર્તધ્યાન એટલે એનું ચિંતન જેમાં દુ:ખમય, શાકમય કે અરુચિકારક વિષયોથી ચિત્ત ક્ષુબ્ધ રહે છે. વિષ, તીક્ષ્ણ કાંટા, શત્રુ, શસ્ત્ર વગેરે અરુચિકારક છે. આ પદાર્થો દુઃખ ઉપજાવે છે અને મનુષ્યનું મન દુ:ખના વિચારોથી કે આ વિષયામાંથી છુટકારો મેળવવાના વિચારોથી ક્ષુબ્ધ રહે છે. ક્ષુબ્ધતા ચાર પ્રકારની છે: અરુચિકર પદાર્થની ઉપસ્થિતિનું ચિંતન અને તેમાંથી મુક્ત થવાની ચિંતા, ઈષ્ટ વસ્તુને ગુમાવવા વિષે ચિંતન અને તેને પુનઃ પ્રાપ્ત કરવાની ચિંતા. દુ:ખ અને રોગના સતત વિચાર અને તેને દૂર કરવાની ઇચ્છા. ઈંદ્રિય દ્વારા દરેક મનુષ્ય અનેક અનુભવ કર્યા હોય છે. આ અનુભવેવા સુખદ કે દુ:ખદ હોય છે. અનુભવા જો દુ:ખદ હાય તો ઇચ્છા તેમનાથી મુક્ત થવાની હોય છે અને અનુભવા જો સુખદ હોય તો ઇચ્છા તેમના સતત ઉપભાગ કરવાની રહે છે. દુ:ખમુક્ત થવાની ઇચ્છા માણસને સતત પીડે છે અને તેની શાંતિને લુપ્ત કરે છે. માણસની એકાગ્રતા તૂટી જાય છે અને તે વર્તમાનકાળ કે ભવિષ્યને માટે ચિંતાતુર થવા લાગે છે. તેને માથાના કે પેટના દુખાવાની પીડા સહન કરવી પડે છે. આ દર્દથી મુક્ત થવા તે ઇચ્છે છે અને આરામ થાય તે માટેની દવા મેળવવા આતુર બને છે. જીવનમાં ઘણી વસ્તુ માટે આસક્તિ હોય છે. સંબંધ ચાલુ રાખવાની તીવ્ર ઇચ્છા હોય છે અને તેમનાથી છુટાં પડી જવાની ચિંતા હોય છે. સામાન્ય માણસને સ્વભાવ એવા હોય છે કે સુખદ વસ્તુઓ અને અનુભવાના સંપર્ક ચાલુ રાખવા તેને ગમે છે. આ બધાંથી વિમુકત થતાં તેને અણગમા થશે. રાજા અને દેવેશની સ્તુતિ કરી તેમની પાસેથી અહીં કે પરલોકમાં લાભ મેળવવાની આશાએ તેમના આશીર્વાદ કે પ્રસાદ મેળવવાની પણ ઈચ્છા થતી Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ હોય છે. ઈંદ્ર અને પૃથ્વી પરના દેવની કૃપાથી માણસ શ્રેષ્ઠ પદવી અને સુખ મેળવવા તલસે છે. મનને સુબ્ધ કરતા આ ચાર પ્રકારના વિષય કષાય, ધિક્કાર અને અજ્ઞાનના પરિણામરૂપ છે. આ બધાને કારણે સંસાર પ્રત્યેની આસકિત વધે છે. પરલોકની ભાવના જાગૃત થતી નથી. રૌદ્ર ધ્યાન થવા દૂર અને ઉગ્ર ચિતન ચાર પ્રકારનું છે; મન હિંસા, અસત્ય ચોરી અને પરિગ્રહના રક્ષણમાં રોકાએલું રહે છે. જેમણે આંશિક વ્રત લીધાં હોય, કે વ્રત લીધાં જ ન હોય, તેવી વ્યકિતને દૂર વિચારો આવે છે. વારવાર આવા વિચારોથી ઉશ્કેરાટ અનુભવાય છે, અને સમ્યક્ દર્શનના પ્રભાવ પર માઠી અસર થાય છે. અત્યંત ક્રોધ કે દયાના અભાવને કારણે મારવાની, પછાડવાની, કાપવાની, બાંધવાની, બાળવાની અને ડામ દેવાની વિચારસરણી ચાલ્યા કરે છે. આ હિંસાનાં જ વિવિધ રૂપે છે. છેતરવાના, નિંદા કરવાના, બીભત્સ ભાષા બોલવાના, હાનિકારક કૃત્યોની પ્રેરણા આપવાના વિચારો આવ્યા કરે છે અને મિથ્યાવાણીમાં આનંદ આવે છે. તે જ રીતે ચોરી કરવાનું કે બીજાને લુંટવાને વિચાર અત્યંત લોભને પરિણામે આવે છે, અને તેનાથી બીજાને ત્રાસ કે હિંસા થાય છે. સંપત્તિને ઉપભોગ કરવાની કે જે પિતાનું નથી તેને મેળવવાની ઈચ્છા પ્રલોભન અને ત્રાસની માનસિક ભાવના ઉત્પન્ન કરે છે. આવા વિચારો ધ્યાનને ક્ષુબ્ધ કરી, સાંસારિક જીવનને મોહ તેમજ ઢોષ અને રાગ ઉત્પન્ન કરે છે. આ પરથી સ્પષ્ટ થશે કે નાદુરસ્ત વિચારોથી ક્ષુબ્ધ થએલાં બે પ્રકારનાં ચિંતન જીવની પ્રગતિને રૂધેિ છે અને અશુભ પ્રકારનાં નવાં કર્મોને જન્માવે છે. તેમને અપ્રશસ્ત કહેવામાં આવે છે. મોક્ષમાર્ગને તેઓ રોકી અવરોધ ઉત્પન્ન કરે છે અને મનુષ્યોને જન્મમૃત્યુનાં ચક્રમાં ફસાવે છે. ધર્મધ્યાન અથવા શુભ ધ્યાન એટલે દુઃખ અથવા આપત્તિ, કર્મફળ, વિશ્વનું બંધારણ વગેરેનું ધ્યાન. આ પ્રકારનું ધ્યાન કષાય અને જીવને દૂષિત કરે એવાં બીજાં કારણોથી મુક્ત હોય છે. આધ્યાત્મિક પ્રગતિની સાતમી અવસ્થામાં આ શક્ય બને છે. પદાર્થોનું સ્વરૂપ, ક્ષમા જેવા દશ પ્રકારના ગુણ, રત્નત્રય અને પ્રાણીઓનાં રક્ષણના વિચારમાં આ જાતનું ધ્યાન આવી જાય છે. રાગદ્વેષ, ઇંદ્રિયપભેગ અને બાહ્ય દૂષણ દૂર થાય છે અને મન આત્માના સ્વરૂપ પર એકાગ્ર થાય છે. આ દ અને શાંતિ સાથે સાધક ધ્યાન ધર્યો જાય છે. આર. વિલિયમ્સ “ધર્મેનું ભાષાંતર “નૈતિક એવું કરે છે. તે (૧) જિનને આદેશ જોવામાં (વાસાવવા) (૨) દુઃખકારક વસ્તુઓને જોવામાં (પથવિજય) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ (૩) કર્મનાં પરિણામ જોવામાં (વિપવિરા) (૪) સૃષ્ટિનું બંધારણ જોવામાં (સંથાવિવા) સમાયેલું હોય છે. સ્વાધ્યાય આ જાતનાં ધ્યાનને એક પ્રકાર છે. આ પદાર્થો પરના ધ્યાનને કારણે આવેલી વિચારોની એકાગ્રતાને ધર્મધ્યાન કહે છે. આ પ્રકારની એકાગ્રતાની ક્ષમતા ધરાવતા જીવની વિશિષ્ટ નિશાની પોતે પસંદ કરેલા માર્ગ પ્રત્યે નૈસર્ગિક પ્રેમ અને શ્રદ્ધા અને પોતે જેની દીક્ષા લીધી છે તે દર્શન પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા છે. વાચના, પ્રતિપૃચ્છના અને અનુપ્રેક્ષા દ્વારા આ પ્રકારની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. આ પરથી સ્પષ્ટ થશે કે આ પ્રકારનાં ધ્યાનમાં રત્નત્રયની પ્રાપ્તિ અને વૈરાગ્ય જરૂરી છે. શુભચંદ્ર કહ્યું છે કે આ પ્રકારનાં ધ્યાન માટે મનુષ્ય પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી, વિદ્વાને પ્રત્યે માન, મુશ્કેલીમાં આવેલા પ્રત્યે કરુણા અને વિકૃત વ્યકિતઓ પ્રત્યે ઉદાસીનતા (મધ્યસ્થભાવ) પ્રાપ્ત કરવાં જોઈએ. આ ગુણો પ્રાપ્ત કર્યાથી મનુષ્ય બધા મેહ દૂર કરી, સાંસારિક જીવન વિષેના મિથ્યા ખ્યાલો દૂર કરી આધ્યાત્મિક પદ પ્રત્યે જરૂરી ઊર્ધ્વગતિ કરી શકશે. સત્યનાં દુર્ગમ સ્વરૂપને કારણે અને તેનાં વિવિધ લક્ષણો વિષે પૂરતી માહિતી ન હોવાને કારણે પ્રત્યેક વ્યક્તિ યથાર્થરૂપે સૃષ્ટિને જાણે તે શકય નથી. મિથ્થા દર્શન અને મિથ્યા જ્ઞાન એટલાં બધાં પ્રચલિત છે કે અજ્ઞાનની ભુલભુલામણીમાં કોઈ પણ સહેલાઈથી અટવાઈ જાય છે અને સત્યથી વેગળો જતો જાય છે. તેથી આ ધ્યાનમાં સાંસારિક અસ્તિત્વના પ્રશ્ન પર, પ્રાણીઓને જન્મ-મૃત્યુમાં સપડાવાના કારણે વિષે વિચાર કરવાનું હોય છે. જીવનનાં સભાગ્યમાં કે દુર્ભાગ્યમાં વિવિધ પ્રકારનાં કર્મોની લીલાનો વિચાર કરવાને હોય છે અને તેનાં કારણોને પણ વિચાર કરવાનો હોય છે. દિનચર્યામાં દશ ધર્મોનું પાલન કરવાનું હોય છે જેથી ગુણ પરની એકાગ્રતા વિચાર તેમજ આચારમાં ઉતારવાની ટેવ પડે. જિનભદ્રના મત પ્રમાણે આ પ્રકારનું ધ્યાન શુકલધ્યાનનાં પગથિયાં જેવું છે કારણ કે સાધક બાર પ્રકારની અનુપ્રેક્ષા, વેશ્યા, વિવિધ પ્રકારનાં કર્મફળ વગેરેથી પરિચિત હોય છે. જીવનાં સ્વરૂપ વિષે સતત સભાનતા અને દેહ સાથે તેને સંબંધ સાચે માર્ગે જવામાં અત્યંત મહત્ત્વનાં છે. રત્નત્રયને સ્પષ્ટ સમજાવવામાં આ ધ્યાન પાયામાં રહેલું છે, અને ધર્મગ્રંથેનાં નિયમિત અધ્યયનથી આ ધ્યાનને દઢ બનાવવાનું છે. આ જાતને નૈતિક અને આધ્યાત્મિક નિગ્રહ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ જીવને ગુચવતાં કમેને દૂર કરવામાં મદદ કરશે તેમજ નવાં કર્મોના આસવમાંથી તેને રોકશે. સ્વાધ્યાય મનને શુદ્ધ અને ક્રિયાશીલ બનાવશે. મન વિદથી તેમજ દુwવૃત્તિઓનાં વિદનથી મુકત બનશે. મોહ અને અનિશ્ચિતતામાંથી મુકત થઈ શાંત, એકાગ્ર અને તીર્થકરોએ દર્શાવેલા માર્ગની સચ્ચાઈ પર તે દઢ આસ્થા ધરાવતું બનશે. સંસારને સાચો સ્વભાવ જાણતો હોવાથી સાધક સંસાર પ્રત્યેના રાગથી મુકત થાય છે. દુન્યવી આનંદમાં તે રાચતા નથી અને ધ્યાનમાં સ્થિર થતો જાય છે. તે એવો શાંત અને એકાગ્ર થવા લાગે છે કે તે સમૂહમાં હોય કે નિર્જન વનમાં હોય તેમાં તેને કોઈ ભેદ લાગતો નથી. સ્થાન, સમય, આસન, કોઈનું બંધન રહેતું નથી. આ પ્રકારનાં ધ્યાન માટે આટલું મહત્ત્વનું છે: ધાર્મિક સ્વાધ્યાય, બાર અનુપ્રેક્ષા, દશ ધર્મનું આચરણ અને દેહ, મન કે વાણીની દુષ્પવૃત્તિઓને પરિહાર. દેહ કે બુદ્ધિની સ્વાભાવિક નિર્બળતા ગમે તેવી હૈય, પોતાની સમજ અનુસાર, સ્વાધ્યાય અનુસાર અને તીર્થકરોના ઉપદેશ વિષે સંતોના અનુશાસન વિશે વિચાર, અને રાગ, દ્વેષ, કષાયનાં દૂષણો રહિત જીવનાં સ્વરૂપનું ધ્યાન તે ધર્મધ્યાન. ચોથું અને સર્વશ્રેષ્ઠ ધ્યાન તે શુકલ ધ્યાન (ત અથવા શુદ્ધ ધ્યાન). તે સૌથી ઊંચા પ્રકારનું ધ્યાન છે. માત્ર સર્વ માટે જ આ પ્રકારનું ધ્યાન શક્ય છે. તે ચાર પ્રકારનું છે: ધર્મગ્રંથનું પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરી જેમણે સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો હોય, તેઓ જ બે પ્રકારનાં ધ્યાન ધરી શકે છે. આધ્યાત્મિક પ્રગતિમાં છેલ્લાં પગથિયાં ચઢે તે પહેલાં જીવને આ બે પ્રકારનાં ધ્યાન થાય છે. જન્મમૃત્યુના ફેરામાંથી મુકત થવા માટે મનની શુદ્ધિ અ સંયમ અને બીજાં વ્રતોનું પાલન કર્યું હોય તેવા સાધુઓ વડે આવું ધ્યાન ધરાવું જોઈએ. સાધુ ભૌતિક અણુ કે ભાવાણુનું ધ્યાન ધરે છે અને ધર્મજ્ઞાન દ્વારા અક્ષર, પ્રતીકે કે દેહ અથવા વાણીની ઈદ્રિયની પ્રવૃત્તિ પર ધ્યાન બદલ્યાં કરે છે. જેવી રીતે ઓછાં બળવાળી પણ ઉત્સાહી વ્યકિત લાંબે વખતે અસ્થિર હાથે અને બુઠ્ઠી કુહાડી સાથે ઝાડ કાપે, તેવી રીતે સાધુ મેહનીય કર્મોનું દમન કરે છે અને તેમને ક્ષય કરે છે, તેમજ પ્રથમ પ્રકારની શુદ્ધ એકાગ્રતા એટલે કે સ્વતંત્ર, ધાર્મિક, પરિવર્તનશીલ એકાગ્રતા મેળવે છે. મેહનીય કર્મોને વિનાશ કરવા ઇચ્છતા સાધુએ પોતાનાં મનને શુદ્ધ પ્રવૃત્તિમાં યોજવું જોઈએ. આ પ્રવૃત્તિ નવાં કર્મોના આગ્રહને માત્ર અવરોધતી નથી પણ જ્ઞાનાવરણીય કર્મોના વિનાશમાં પણ મદદરૂપ નીવડે છે. ધર્મજ્ઞાન તેને મદદરૂપ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ થાય છે અને તે દ્વિધાવૃત્તિમાંથી મુકત થાય છે. શુદ્ધ સ્ફટિકની જેમ તે નિષ્કલંક અને દોષરહિત હોય છે. તેની એકાગ્રતામાં કોઈ ભંગ પડતો નથી અને અદ્વિતીય શુદ્ધ ધાર્મિક એકાગ્રતાથી તે ચાર પ્રકારનાં કર્મોનો ક્ષય કરે છે. ચાર પ્રકારનાં શુકલ ધ્યાન જિનભદ્ર પણ દર્શાવ્યાં છે: (૧) પદાર્થોની ભિન્નતાના અન્વેષણથી અને ચિતનથી વિશિષ્ટ બનેલું ધ્યાન (૨) અન્વેષણ વિના પદાર્થના એક માત્ર સ્વભાવ વિશેનાં ચિતનથી વિશિષ્ટ ધ્યાન. (૩) અચૂક અને પાછું વાળી ન શકાય એવું સૂક્ષ્મ દેહનાં હલનચલન સાથેનું ધ્યાન (૪) આ સૂક્ષ્મ પ્રવૃત્તિઓ થંભે ત્યાં ધ્યાન. પ્રથમ બે પ્રકારો સૂક્ષમતમ પદાર્થ પર મનને એકાગ્ર અને સ્થિર કરીને મન, વચન અને કર્મની પ્રવૃત્તિઓને ભાવવાની ભૂમિકા તૈયાર કરે છે. ત્રીજા અને ચોથા પ્રકારનાં ધ્યાનથી આ સિદ્ધ થાય છે. પ્રથમ બે પ્રકારનાં ધ્યાનમાં જે રોકાએલાં છે તેઓ ચૌદ પ્રાચીન ધર્મગ્રંથોમાં પ્રવીણ છે –શ્રુતજ્ઞાનમાં પ્રવીણ છે. એવું લાગે છે કે શુકલ ધ્યાનના પ્રથમ બે પ્રકારમાં ધર્મજ્ઞાનવિષયક ચિંતન મહત્ત્વનું છે. પ્રથમ પ્રકારમાં એક પદાર્થના એક લક્ષણ વિષે ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી ધ્યાનને એકાગ્ર કરવાનું છે, તેમજ ધ્યાન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જઈ શકે. બીજા પ્રકારમાં એક જ વિષય પર મનને સ્થિર કરવાનું છે, એક લક્ષણથી બીજા લક્ષણ પર ધ્યાન જવું ન જોઈએ. પહેલું ધ્યાન “જૂથવિતાવિવાર' ને નામે ઓળખાય છે જ્યારે બીજું “વાર્તાવિત વિવારને' નામે ઓળખાય છે. ત્રીજા પ્રકારનું શુકલ ધ્યાન સૂઝિયાતિવર્તી કહેવાય છે. તેમાં દેહની સૂક્ષ્મ ક્રિયાઓ થતી હોય છે અને મોક્ષ પ્રાપ્તિની કેટલીક ક્ષણો પહેલાં આ પ્રકારનાં ધ્યાનમાં ઉતરવાનું હોય છે. વાણી અને મનની બધી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે શંભી ગઈ હોય છે પરંતુ શ્વાસ લેવાની ક્રિયા ચાલુ હોય છે. દેહની સૂક્ષ્મ પ્રવૃત્તિ પર જ જીવ રહ્યો છે. આ અવસ્થામાંથી પાછું ફરવાનું હોતું નથી, અને આપઆપ જ જીવ આગળની દશા તરફ પ્રગતિ કરે છે. છેલ્લાં પ્રકારનાં શુકલ ધ્યાનમાં જીવ ગતિહીન બની જાય છે. શરીર, મન અને વાણીની પ્રવૃત્તિઓનો અંત આવે છે અને જીવ મોક્ષ મેળવે છે. મોક્ષ પહેલાં સૂકમ પ્રવૃત્તિઓને પણ અંત આવે છે. આમ ધ્યાનને હેતુ સર્વકર્મમાંથી સંપૂર્ણ મુકિત મેળવવાનો છે. બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યા, વૈરાગ્ય અને ધર્મગ્રંથના સ્વાધ્યાયપૂર્વક ધ્યાન આ પ્રક્રિયાના Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ વચ્ચેના હોય છે. પાયામાં છે. જેવી રીતે વાદળાંને સમૂહ પવનથી વિખેરાઈ જાય, તેવી રીતે ધ્યાનના પ્રબળ ઝંઝાથી કર્મસમૂહનો નાશ થાય છે. કષાય, ઇર્ષ્યા, વિષાદ જેવી મનની સ્વાભાવિક સ્થિતિથી મન અલિપ્ત બને છે અને કર્મરહિત બને છે. ધ્યાન સમગ્ર આધ્યાત્મિક વિકાસના પાયામાં છે તેથી સાચું સુખ મેળવવા ઈચ્છતા સૌ કોઈએ ધ્યાન ધરવું પડે છે. માહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ તેમજ અંતરાય કર્મનો નાશ થાય ત્યારે જ સર્વજ્ઞત્વ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞત્વ જેને પ્રાપ્ત થયું છે તે જ જીવ અર્હત બને છે અને અઘાતિકર્માના પણ ક્ષય થાય ત્યારે તે સિદ્ધ બને છે. આયુષ્કર્મના સંપૂર્ણ ક્ષય ઉપર, આ બે અવસ્થા ગાળા આધાર રાખે છે, પ્રત્યેક જીવ દીઠ આ ગાળા ભિન્ન ભિન્ન બધાં કર્મોના વિનાશ થાય કે ક્ષય થાય છે, ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે. જીવ બધાં કર્મોમાંથી મુક્ત થાય છે ત્યારે તે પરમાત્મા અથવા સિદ્ધ બને છે અને વિશ્વના શિખર ઉપર સ્થાન મેળવે છે. એ યાદ કરાવવું જરૂરી છે કે જીવના સ્વાભાવિક ગુણ ઊર્ધ્વગતિ છે. આસકિતનાં બંધનમાંથી મુક્ત થતાં જીવ ઊર્ધ્વગમનના પોતાના સ્વભાવ પુનઃ પ્રાપ્ત કરે છે. મીણબત્તીની જ્યોત પોતાની જાતે ઊંચે ચઢે છે. ઊંચે ચઢવાના એના સ્વભાવ છે. પવનના ઝપાટો આવે ત્યારે જ તે જુદી જુદી દિશામાં ડોલવા લાગે છે. પવન ન હાય, તા તે ઉપર જ જાય છે. પરમાત્મપદ પ્રાપ્ત કરેલા જીવ સૃષ્ટિના અંત તરફ જાય છે કારણ કે અલાકમાં ગતિના સહાયરૂપ થવા માટે ગતિનું માધ્યમ હોતું નથી. શુદ્ધ જીવ અથવા સિદ્ધ એક વખત બ્રહ્માંડની ટોચ ઉપર પહેોંચે પછી તે નિત્ય ત્યાં રહે છે. શાશ્વત આનંદમય સ્થાનમાંથી તેને કયારે ય પાર્થિવ જગતમાં પાછું આવવું પડતું નથી. સાચું ધ્યાન તે જીવનું ધ્યાન જ છે. તે અવસ્થામાં જમીન, ઘર, સેાનું, સંપત્તિ જેવા બાહ્ય પરિગ્રહા કે મેાહ, દ્વેષ, શાક, ભય, ધિક્કાર જેવા મનની સમતુલાને જોખમમાં મૂકતાં આત્યંતર વિઘ્ના મનની ક્ષિતિજ પરથી તદ્ન અદૃશ્ય થઈ જાય છે. બધી જ શક્તિઓ બાહ્ય પ્રવૃત્તિ રહિત બની જાય છે અને જીવ પોતાના પર જ એકાગ્ર બની જાય છે. જીવનું ચિંતન એ ધ્યાનના પરમ ઉદ્દેશ હોય છે. સાધકે મનમાં ચિંતન કરવાનું હોય છે કે પોતે સત્યને જાણે છે અને ધર્મગ્રંથામાં આસ્થા ધરાવે છે; બધી બાહ્ય પ્રવૃત્તિઓના પોતે ત્યાગ કરશે અને આત્માને પરમાત્મામાં સમાવી દેશે. જ્ઞાનાર્ણવ ૪૦–૧૯માં સમજાવ્યા પ્રમાણે ધ્યાનમગ્ન મનુષ્ય આત્મા અને પરમાત્માનું ઐકય સાધવું જોઈએ કારણ કે એ જ જીવના સ્વભાવ છે. પરમાત્માના ગુણાને જ તેણે જીવમાં જોવા જોઈએ. જૈ.—૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ લગભગ બધા જ જૈન વિચારકોએ આત્મા દ્વારા પરમાત્માના સાક્ષાત્કારના વિચારને પ્રસ્તુત કર્યો છે. સેમદેવ ચાર પ્રકારનાં શુક્લધ્યાનને નિર્દેશ કરે છે અને ચોથા પ્રકારનાં ધ્યાનને નિષ્ક્રિયાયોગ કહે છે, જેમાં કોઈ પણ પ્રકારનાં આદેલનોને સંપૂર્ણ અભાવ હોય છે. લેખકના મતને હેન્ડીકવી આ પ્રમાણે સમજાવે છે. “દેહની ઉપરવટ જઈ, મન સાથેના યોગીના સંબંધે હવે લુપ્ત થાય છે અને તેના પ્રાણ વિરમે છે. તે કોષ્ઠ ધ્યેય અને પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આ અવસ્થામાં જીવ પરમાત્મરૂપ બને છે. આ જ મોક્ષ છે અને ઘાતિકર્મ તેમ જ અઘાતિકર્મને ક્ષય તે જ આનું લક્ષણ છે. જન્મની મર્યાદામાંથી જીવ મુકત થાય છે. આ અવસ્થામાં જીવ પોતાના ગુણ પ્રાપ્ત કરે છે.” કુન્દકુન્દ્રાચાર્યે કહ્યું છે કે જે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ધરાવે છે, એકાગ્રપણે પોતાના જીવનનું ધ્યાન ધરે છે, તે કર્મમાંથી મુકત થઈ પરમાત્મસ્વરૂપ બને છે. યોગીન્દુદેવ કહે છે કે મહાસમાધિરૂપી સાગરમાં ઊંડી ડુબકી મારતા સાધુનાં કર્મો ધોવાઈ જાય છે અને જીવ વિશુદ્ધિ મેળવે છે. સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરેલો, લેક અને અલકને જાણ જીવ અહંત બને છે અને આનંદમય રહે છે. ઇન્દ્રિયની બધી પ્રવૃત્તિઓનો ઉપશમ કર્યા પછી પૂર્ણ એકાગ્રતા સાથે આત્મા, આત્મામાં રહીને આત્માનું ચિંતન કરે છે. આવો જ મત સેમદેવે દર્શાવ્યો છે. તેના મત પ્રમાણે ધ્યાન ધરનાર વ્યક્તિએ, રત્નત્રયને માર્ગ, ચારિત્ર્યના નિયમે, અનુપ્રેક્ષા અને જૈન ધર્મના સાત સિદ્ધાંત તેમ જ ભગવાન જિનની મૂર્તિનું ચિંતન કરવું. ધ્યાનને પરમ ઉદ્દેશ આત્માનું ચિંતન છે. સાધકે મનેમન વિચાર કરવાને છે કે પિતે સત્યને જાણે છે, ધર્મગ્રંથમાં દઢ આસ્થા ધરાવે છે, પોતે બધી બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરશે અને આત્માને પરમાત્મામાં સમાવશે. લગભગ બધા જ ધર્મોમાં ધ્યાનનો આદેશ છે. પ્રાચીન હિન્દુ દાર્શનિકોએ ગ નામના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. યોગ એટલે આત્મસાક્ષાત્કારનું વિજ્ઞાન. પંતજલિને વેગ નૈતિક અને દૈહિક નિગ્રહને આધ્યાત્મિક પ્રગતિમાં અનિવાર્ય ગણે છે. આ મતના મૂળભૂત સિદ્ધાંત અને આચરણ તેમ જ જૈનયમત વચ્ચે મળતાપણું છે. શુભચન્દ્રને જ્ઞાનાવ અને હેમચન્દ્રનું યોરાત્ર આધ્યાત્મિક પ્રગતિનાં વિજ્ઞાન એવા યોગનાં અધ્યયનમાં અમૂલ્ય ફાળો આપે છે. જેના સાહિત્યમાં હરિભદ્ર યોગની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે મોક્ષમાર્ગે લઈ જાય તે યોગ, એગ કરતાં ધ્યાન અને સમાધિ જેવા શબ્દો વધારે પ્રચલિત હતા. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ હિન્દુ દાર્શનિકોના મત પ્રમાણે ઈશ્વરનું શરણ અને પરમાત્મા અથવા બ્રહ્મમાં આત્માનું વિલીન થઈ જવું તે મોક્ષ. જૈનમત આવા કોઈ પરમેશ્વરમાં માનતો ન હોવાથી વિલીન થવાના વિચારને કોઈ અવકાશ નથી. પણ આત્મસાક્ષાત્કારનું સ્વરૂપ બંનેમાં એક જ પ્રકારનું છે. ફેર એટલો જ કે હિન્દુ ધર્મમાં તેને ઈશ્વર સાક્ષાત્કાર કહે છે. આર. ડી રાનડેએ દર્શાવ્યું છે કે ઉચ્ચતમ આધ્યાત્મિક વિકાસમાં તત્ત્વવિદ્યા, નીતિ અને રહસ્યવાદ, અવિભકત હોય છે. રહસ્યવાદીઓના મત પ્રમાણે સ્વયંસ્ફરણા એ અતીંદ્રિય અનુભવની એક શક્તિ છે. યોગ્ય આધ્યાત્મિક દીક્ષા અને આચરણને કારણે તેનો ઉદય થાય છે. શરીરવિજ્ઞાનની દષ્ટિએ આપણે કહીએ કે સ્વયંસ્ફરણાની શકિત બાહ્ય કરતાં અંતર સાથે વધુ સંકળાએલી છે. બાહ્ય ઇન્દ્રિયોને અનુભવ અહીં કામનો નથી. સ્વયંસ્ફરણાની પ્રક્રિયામાં એટલે કે ઈશ્વરના માર્ગને અનુસરવાની પ્રક્રિયામાં આપણાં અંતરમાં થયેલ અનુભવ જ મહત્ત્વનું છે. એટલે સ્વયંસ્ફરણા, અતીંદ્રિય અનુભવ અને અંતરનો અનુભવ ગૂઢ અનુભવના વિકાસમાં સંબંધ ધરાવે છે. આધ્યાત્મિક જીવનમાં રાનડેએ ત્રણ પ્રેરક તને ઉલ્લેખ કર્યો છે : (૧) જન્મ અને તેમાં પણ મનુષ્યજન્મ મહાન છે. તેથી ધ્યેય સિધ્ધ કરવું તે જિંદગીને વધુ સારો ઉપયોગ છે. (૨) આપણે આપણા પૂર્વજીવન ઉપર દૃષ્ટિક્ષેપ કર જોઈએ. આધ્યાત્મિક જીવનની પ્રેરણા આપે એ, અમર જીવનને ઉચ્ચ ખ્યાલ તેમાંથી મળી રહેશે. (૩) ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થએલું જ્ઞાન, ઘણી વખત મનુષ્યને છેતરે છે અને કેટલીક વખત તે તેનો વિનાશ પણ કરે છે. તેથી ઇન્દ્રિયની ઉપર જવાની પ્રેરણા થાય છે તેમ જ મનુષ્ય વધારે ઉચિત અને ઉચ્ચ હેતુ માટે ઈન્દ્રિયોને ઉપયોગ કરવા પ્રેરાય છે. તેમના મત પ્રમાણે નિર્વાણ એટલે સમાપ્તિ નહીં પરંતુ બધા જ કષાયો, બધી જ તૃષ્ણાઓ અને બધા જ આવેગોને દૂર કરી, આનંદમય અનુભૂતિ, પૂર્ણમાં વિલીનીકરણ. હિંદુ રહસ્યવાદનો આ વિચાર છે. દિવ્ય અનુભવ એટલે સીધે, તાત્કાલિક, પ્રત્યક્ષ, સ્વયંસ્કૃતિ ઈશ્વરનો બોધ. મનુષ્યત્વ અને દિવ્યત્વના પારસ્પરિક સંબંધનો તેમાં સીધો અનુભવ હોય છે. તે મનુષ્યના આત્મા અને પરબ્રહ્મનું ઐકય સૂચવે છે. આ ગૂઢ અનુભવમાં પોતે જેની સતત શોધ કરી હતી તેની પ્રાપ્તિ થવાથી ઉન્નતિની અને મુકિતની ભાવના થાય છે. આ અનુભવ આનંદપૂર્ણ હોય છે. જૈન ધર્મમાં અતિપ્રાચીન કુન્દકુન્દ અને પૂજ્યપાદ જેવા સંત લેખકોએ ગૂઢ અને ઉચ્ચતમ અનુભવોને વર્ણવ્યા છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન રહસ્યવાદ બે વિચારોની આજુબાજુ ગુંથાએલો છે : આત્મા અને પરમાત્મા પરમાત્મા એટલે ઈશ્વર. જો કે ઈશ્વરને અહીં કદી સૃષ્ટિને સર્જક માનવામાં આવ્યો નથી. રહસ્યવાદમાં દિવ્યતાને સર્જનાત્મક ભાવ, મારા મત પ્રમાણે અનિવાર્ય નથી. આત્મા અને પરમાત્મા એક જ છે પણ સંસારમાં આત્માને કર્મનાં બંધન હોય છે. અને તેથી પરમેશ્વરત્વ સુધી તેને વિકાસ થયો હોતે નથી. સાધકે આત્મા પર જામેલાં કર્મનાં પડને વિનાશ કરી આ ઐક્યને સાક્ષાત્કાર કરવાનો હોય છે. જૈન ધર્મમાં પરમાત્માની ભાવના વ્યકિતગત પૂર્ણતાની ભાવનાની નજીક હોય છે. આત્મા પોતે જ પરમાત્મા બને છે. વેદાંતમાં દર્શાવ્યા પ્રમાણે તે પરબ્રહ્મમાં વિલીન થતું નથી. જૈન ધર્મમાં આધ્યાત્મિક અનુભવમાં એક વિભકત આત્મા પૂર્ણ ઐક્યની પ્રાપ્તિ નથી કરતો, પરંતુ બદ્ધ વ્યકિત તેની સુષુપ્ત દિવ્યતાને અભિવ્યક્ત કરે છે. ધર્મમાર્ગે જતો જીવ આધ્યાત્મિક નિસરણીનાં પગથિયાં ઊંચે ને ઊંચે ચઢયે જાય છે. આ પગથિયાંને ગુણસ્થાન કહેવામાં આવે છે અને પ્રત્યેક ગુણસ્થાને કર્મો નષ્ટ થતાં જાય છે. કેટલાંક ગુણસ્થાનો માત્ર સમાધિની દશાઓ છે અને સમાધિનો વિષય, શુદ્ધ જીવના સુષુપ્ત ગુણો છે. થોડી સિદ્ધિઓ એટલે કે ચમત્કારિક પ્રાપ્તિઓથી ગેરમાર્ગે ન દોરવાતાં, આત્મસાક્ષાત્કાર થાય ત્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવાની સાધકને સૂચના આપવામાં આવી છે. પ્રકરણ ૬માં આપણે જોયું છે કે જૈન મત પ્રમાણે ત્રણ પ્રકારનાં પ્રત્યક્ષજ્ઞાન છે : અવધિજ્ઞાન, મન:પર્યાપ્તજ્ઞાન અને કેવળજ્ઞાન. માત્ર કેવળજ્ઞાનથી જ, સમય અને સ્થળથી નિરપેક્ષ રહીને જીવ બધું જાણી શકે છે. તીર્થંકર આદર્શ શિક્ષક છે અને તેમણે કોષ્ઠ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. તીર્થકરના શબ્દો સૌથી મોટું પ્રમાણ છે. જૈન ધર્મ રહસ્યવાદનાં બધાં મહત્ત્વનાં તત્ત્વો ધરાવે છે. રહસ્યમય દર્શનેનું બૌદ્ધિક રીતે મૂલ્યાંકન કરવાથી તેમનું સાચું મૂલ્ય સમજાતું નથી. આવાં દર્શનનો જેમને અનુભવ થયો હોય છે તેમને દર્શનની સચ્ચાઈ વિષે લેશમાત્ર પણ શંકા હોતી નથી. તેમની સર્વવ્યાપકતા પુરવાર કરે છે કે આ અનુભવો સાચી બનેલી ઘટના છે. યોગીન્દુએ આ પ્રકારનાં દર્શનની ઝાંખી નોંધી છે. આ પ્રકારનાં દર્શન પ્રકાશમય અથવા શ્વેત તેજ ધરાવતાં હોય છે. ઉપસંહારમાં એટલું નોંધવું જોઈએ કે જૈન સાધુઓ માટે નક્કી થએલાં નૈતિક ધોરણો અત્યંત કઠોર હોય છે અને જૈન રહસ્યવાદને તંત્રની હલકી કોટિ પર ઉતરવા દેતાં નથી. જૈન સાધુ માટે નક્કી થએલી દિનચર્યા તેમને જે ગૃહસ્થોનાં કલ્યાણ માટે ચમત્કાર કે જાદુના પ્રયોગોના ઉચ્ચારણ કે આચરણ કરવાની અનુમતિ આપતી નથી. સાધુએ ગૃહસ્થ સાથે બહુ ઓછો સમય ગાળવાનો હોય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ હતા. જૈન રહસ્યવાદ વેદાંતના રહસ્યવાદ કરતાં સાવ નિરાળા છે. વ્યાવહારિક દૃષ્ટિએ ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર વગેરે રહસ્યવાદી જૈનાના પ્રથમ તીર્થંકર ઋષભનાથને માટે પ્રો. રાનાડે યથાર્થ રીતે કહે છે : “છતાં એ જુદા પ્રકારના રહસ્યવાદી હતા. શરીર પ્રત્યેની નરી ઉપેક્ષા, એમના ઈશ્વરસાક્ષાત્કારની શ્રેષ્ઠ નિશાની હતી.” વળી તે તેની રહસ્યમય જિંદગીની વિગતો આપે છે. એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે ભાગવતમાં આપેલી ઋષભનાથ વિષેની વિગતો જૈન પરંપરામાં નોંધેલી વિગતો સાથે મૂળમાં અને વ્યાવહારિક રીતે મળતી આવે છે. ૨૨૯ જૈન માન્યતા પ્રમાણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરેલા આત્મા સૂર્ય જેવા પ્રભાવશાળી હોય છે અને તે અસામાન્ય, નિર્દોષ આનંદ અનુભવે છે. આત્મા જે ક્ષણે આત્મસાક્ષાત્કાર કરે છે, તે ક્ષણે ખૂબ પ્રકાશ ઝળહળી ઊઠે છે. આત્મા તે જ ક્ષણે આનંદમય બની જાય છે અને વિશ્વનું અમર્યાદિત જ્ઞાન ધરાવે છે. આત્માનાં સાચાં સ્વરૂપ અને વિશ્વના વિવિધ પદાર્થોનાં જ્ઞાનની પ્રાપ્તિ માટે જૈન વિચારકોએ વ્યવહારૂ ક્રમે। સુચવ્યા છે. આધ્યાત્મિક વૃત્તિના વિકાસથી પ્રવાસના પ્રારંભ થાય છે. પત્ની, સંતાના જેવા ચેતન પદાર્થો સાથેના બધા સંબંધાથી વિરક્ત થવાનું છે, અને ઊડું જ્ઞાન કેળવવાનું છે. આ જ્ઞાનને કારણે આસપાસનાં જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. વ્રત અને તપસ્યા દ્વારા તેમજ રત્નત્રય પ્રત્યેની ભક્તિ અને જિનભક્તિ દ્વારા જીવે શિસ્ત કેળવવાની હોય છે જેથી તે મનની અને દેહની શુદ્ધિ પ્રાપ્ત કરી શકે અને તે દ્વારા કર્મના વિનાશ કરી શકે. આધ્યાત્મિક અનુભવની સૌથી નીચી કોટિમાંથી જીવ ઊંચે ને ઊંચે આધ્યાત્મિક ઉન્નતિની શ્રેષ્ઠ કોટિએ શી રીતે પહોંચે તે ચૌદ ગુણસ્થાનાનાં નિરુપણમાં (પ્રકરણ ૧૧) ચર્ચાઈ ગયું છે. જૈન નીતિશાસ્રનાં રહસ્યનું મહત્ત્વ સેગાનીએ વિગતવાર ચર્યું છે. કષાયાની ગુફામાંથી બહાર નીકળીને જીવ ચૈતન્યના ધામમાં કેવી રીતે રહે તે પણ બતાવ્યું છે. બહિરાત્મા દરેક વસ્તુને પેાતાની માને છે. અંતરાત્મા પરમાત્મા સિવાય બધી વસ્તુઓને નકારે છે— સ્વીકાર-અસ્વીકારના દુન્દ્રોથી પર થઈ જાય છે, સિદ્ધત્ત્વની પ્રાપ્તિ અર્થે અજ્ઞાનની સ્થિતિમાંથી આધ્યાત્મિક ઉન્નતિ તરફ પ્રગતિ કરે છે, અને બધી વસ્તુઓની ઉપરવટ થઈ, સંપૂર્ણ મેક્ષ પ્રાપ્ત કરે છે. રાધાકૃષ્ણન કહે છે તે પ્રમાણે મુકતાત્માનું સીધું વર્ણન આપવાનું શકય નથી. કર્મ અને તૃષ્ણાથી મુકત સ્થિતિ તે મોક્ષ. આ સ્થિતિમાં પૂર્ણ અને કેવળ શાંતિ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જ હોય છે. ઝીમર દર્શાવે છે કે એ અવસ્થામાં વ્યક્તિત્વ, આવરણો, બાહ્ય વિશિષ્ટ લક્ષણો ગળી જાય છે. સ્વચ્છ આકાશમાંથી પડતાં સ્વાદહીન અને રંગહીન વરસાદનાં બિંદુઓ જેવી આ સ્થિતિ છે. આચાર્ય કુદકુન્દ સ્પષ્ટ રીતે પૂર્ણ મુકત જીવનું સ્વરૂપ દર્શાવ્યું છે. આવો જીવ જન્મ-મૃત્યુથી મુકત થઈ વિશ્વની ટોચ ઉપર સિદ્ધશિલામાં વસે છે. તે શુદ્ધ અને આઠ પ્રકારનાં કર્મરહિત, તેમજ પરમકોષ્ઠ છે. તે સર્વજ્ઞ, સર્વલક્ષણસંપન્ન, પૂર્ણ આનંદમય, અને પૂર્ણ બળવાન છે. તે અદશ્ય, અવિનાશી અને અક્ષય છે. નિર્વાણની અવસ્થામાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ બળ, પૂર્ણ દર્શન, અસ્તિત્વ, અમૂર્તત્વ, આકાશવ, અને આકારહીનતા હોય છે. અહીં ગતિનું માધ્યમ નથી હતું. અહીં સુખ કે દુ:ખ, ક્રોધ, વિદન, મોહ કે વિસ્મય–કશું જ નથી હોતું. મનુષ્યપ્રયત્નનું આ જ ધ્યેય છે. બધા ધર્મો મેક્ષને સિદ્ધ કરવા યોગ્ય તેમજ પ્રાપ્ત કરવા યોગ્ય ગણે છે. માત્ર આત્માને સમજવાથી આ ધ્યેયની પ્રાપ્તિ થઈ જતી નથી. પરંતુ સર્વ કષાયો અને મનની તેમજ દેહની, આધ્યાત્મિક પ્રગતિને રોકતી સર્વ દુર્બળતાઓથી મુકત થઈને જ આવી પ્રાપ્તિ કરી શકાય છે. જૈન ધર્મના મત પ્રમાણે આધ્યાત્મિક જીવન તરફની જીવની મુસાફરી, સમ્યકત્વથી શરૂ થાય છે. સાચી દષ્ટિ મળતાં પોતે જેમાં વસે છે તે વિશ્વનું, જીવ અને અજીવ જેવા મુખ્ય દ્રવ્યોનું, વિવિધ પ્રકારનાં કર્મબંધનનું, કારણનું, અને જે દ્રારા કર્મમાંથી મુકિત મેળવી શકાય તે વ્રત અને તપસ્યાનું જ્ઞાન મેળવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. નૈતિક અને આધ્યાત્મિક સિદ્ધાંત (જેમને ઉદ્દેશ અંતરની શુદ્ધિ અને આસકિતમાંથી મુકિત મેળવવાનો છે) વિકાસ પ્રત્યે વ્યકિતને અભિમુખ કરે છે, અને વિકાસથી જીવની શુદ્ધિ થાય છે. મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે અને જીવની મુકિત માટે ધ્યાન અત્યંત મહત્ત્વનું છે. - શુદ્ધ, નિષ્કલંક એકાગ્રતા પ્રાપ્ત કરવાની મુશ્કેલીઓ પર બુદ્ધિયુકત ભાર મૂકવામાં આવ્યો છે. ચિ, અરુચિ, ધિક્કાર, ક્રોધ, સ્વાર્થ અને લેભના, સૌ કોઈને આવે એવા વિચારોથી મન ચંચળ અને સુબ્ધ બને છે. વિચારની આવી અશુદ્ધિઓ મનની સ્થિરતાને જ્યારે ડહોળી નાંખે, ત્યારે ગુણ, વ્રતપાલન, તપશ્ચર્યા, પીડા, આત્મવિશ્લેષણ અને પશ્ચાત્તાપથી તેમને પરાસ્ત કરવાનાં છે. પ્રગતિ જો ચાલુ રહે, તે ધર્મો અને શુકલધ્યાન સાધકને જીવનાં વળગણ પર વિજય પ્રાપ્ત કરવામાં, વળગણોનો પૂર્ણ નાશ થાય ત્યાં સુધી, ઉપર કહેલી રીત પ્રમાણે મદદરૂપ બને છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ અનેકાન્તવાદ (સ્યાદ્વાદ) ઉત્પત્તિ, વિનાશ અને નિત્યતા એ પદાર્થનાં વિશિષ્ટ લક્ષણ છે. આ ત્રણે લક્ષણો એકબીજાથી ભિન્ન છે. દ્રવ્યથી ભિન્ન કરીને તેમને સમજી શકાય નહીં. નિત્યતાને અર્થ એ છે કે પદાર્થનાં સ્વરૂપ, સ્થળ અને સમયમાં કેટલાંક રૂપાંતરો થઈ શકે છતાં પદાર્થને સ્વભાવ અવિનાશી છે. આનો અર્થ એ થાય કે અવિનાશી હોવું અથવા નિત્ય હોવું તે એક દષ્ટિબિંદુ અનુસાર છે, બધાં દૃષ્ટિબિંદુ અનુસાર નહીં, કારણ કે બધાં દષ્ટિબિંદુથી જે પદાર્થ અનિત્ય હેય, તેમાં પરિવર્તન હોઈ જ ન શકે. પદાર્થના અસંખ્ય ગુણ હોય છે. ઉપયોગ અથવા જરૂરિયાત ખાતર, એક દૃષ્ટિબિંદુથી પદાર્થનાં કેટલાંક લક્ષણોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય છે. બીજાં લક્ષણોની તે વખતે ઉપયોગ કે જરુરિયાત ન હોવાને કારણે તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું નથી. આમ અસ્તિત્વ ધરાવતા ગુણોને પણ વ્યક્ત કરવામાં નથી આવ્યા કારણ કે તેમનું મહત્ત્વ તે વખતે ઓછું (અનર્પિત) હોય છે. આ બંને દષ્ટિબિંદુથી જે કાંઈ સિદ્ધ થયું તેમાં કોઈ વિરોધ નથી. દા. ત. એક જ વ્યકિત–દેવદત્ત–પિતા, પુત્ર, ભાઈ ભત્રીજો વગેરે હોય, તેમાં કોઈ વિરોધ નથી કારણ કે દષ્ટિબિંદુઓ ભિન્ન ભિન્ન હોય છે. પુત્રના દષ્ટિબિંદુથી દેવદત્ત પિતા છે અને તેના (દેવદત્તના) પિતાના દષ્ટિબિંદુથી એ પુત્ર છે; આવું જ એનાં બીજા અભિધાનમાં છે. આવી જ રીતે, સામાન્ય ગુણોની દષ્ટિએ પદાર્થ નિત્ય છે પણ વિશિષ્ટ ગુણોની દષ્ટિએ તે નિત્ય નથી તેથી કોઈ વિરોધ નથી. એટલે એટલું તે સ્પષ્ટ છે કે અસ્તિત્વ ધરાવતા પ્રત્યેક પદાર્થને જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી જોઈ શકાય. બીજા શબ્દોમાં વિવિધ દષ્ટિબિંદુઓ અથવા સાપેક્ષ અનેકત્વને સિદ્ધાંત ત્યાં કામ કરે છે. પ્રત્યેક પરમાણુ અવિભાજ્ય છે. જ્યારે પરમાણુઓ ભેગા થાય છે ત્યારે આશુની રચના થાય છે. પરમાણુઓના સ્નેહ અને રુક્ષતાના ગુણોને કારણે તેનું સંયોજન થાય છે. સ્નેહ અને રુક્ષતા દ્રવ્યના ગુણો છે, તે દ્રવ્યનાં સંયોજનનાં પણ તેઓ જ કારણ છે. પાણી, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર. દૂધ, ઘી, તેલ વગેરેમાં ઓછાવત્તા પ્રમાણમાં નેહ છે જ્યારે ધૂળ, રેતી વગેરેમાં રુક્ષતા છે. તેથી પ્રત્યેક પદાર્થ ગુણ અને રૂપથી વિશિષ્ટ છે. પ્રત્યેક પદાર્થને પિતાને વિશિષ્ટ ગુણ છે. આ ગુણથી તે બીજા પદાર્થોથી જુદો પડે છે. સામાન્ય દષ્ટિબિન્દુ પ્રમાણે જ્ઞાન જીવ સાથે અનિવાર્ય રીતે સંકળાયેલું છે, તે રૂપ વગેરે દ્રવ્ય સાથે સંકળાએલું છે. આપણે જોયું છે તેમ જૈન ધર્મ પ્રમાણે સૃષ્ટિ છ પદાર્થોની બનેલી છે. દરેક પદાર્થ સત્ય છે અને પોતાના વિશિષ્ટ ગુણો ધરાવે છે. વસ્તુ કે પદાર્થ પિતાના ગુણો બદલી શકે. દા. ત. બાળપણથી યૌવન સુધી માણસ વધે છે. યૌવનમાંથી પ્રૌઢત્વ તરફ અને પ્રૌઢવમાંથી તે વૃદ્ધાવસ્થા તરફ જાય છે. આ બધાં પરિવર્તન દરમ્યાન, મનુષ્યત્વનું લક્ષણ તે જાળવી રાખે છે. ભિન્ન ભિન્ન દશાઓનાં આવાં પરિવર્તનને સ્વીકાર છે જેના અનેકાન્તવાદ અથવા સાપેક્ષ અનેકત્વના સિદ્ધાંતના પાયામાં છે. જૈન ધર્મનું જ્ઞાનનું વર્ગીકરણ વ્યવસ્થિત છે. દાર્શનિક દષ્ટિબિંદુના તે મુખ્ય બે વિભાગો પાડે છે : નિશ્ચય અને વ્યવહાર. આમાં નિશ્ચયનય પદાર્થના અપરિવર્તનશીલ, તાત્ત્વિક ગુણોનું નિરૂપણ કરે છે તો વ્યવહારનય ઉપયોગ, પરિસ્થિતિ કે રૂપના પ્રચલિત દષ્ટિકોણ અનુસાર ગણતરી કરે છે. “આ માટીનું પાત્ર છે એ વાકય નિશ્ચયનયનું ઉદાહરણ છે તે “આ માખણનું પાત્ર છે તે માત્ર વ્યવહારનયના દૃષ્ટિકોણથી જ સાચું છે. યથાર્થજ્ઞાન, દીપકની માફક, પોતાને તેમજ પિતાની બહાર રહેલી વસ્તુને પણ પ્રકાશિત કરે છે. વિશ્વનું માનસિક અને ભૌતિક પૃથક્કરણ દર્શાવે છે કે સ્વભાવે તે અનેકત્વ ધરાવે છે. જૈન મત એ છે કે વિશ્વમાં અનંત જીવો છે. દ્રવ્ય અથવા પુદ્ગલ ગુણ અને જથ્થો બંનેની દષ્ટિએ અનિશ્ચિત છે. આધુનિક વિજ્ઞાને શોધેલાં પરમાણુને જૈન વિચારકો જાણતા હતા. આ પરમાએ ભૌતિક વસ્તુઓનાં અનંત વૈવિધ્યે ઉત્પન્ન કરે છે. આણુ વિવિધ અને અનંત હોય છે. આકાશને અનંત, આકાશાણુ અથવા પ્રદેશ હોય છે. કાળને પણ કાલાણ નામનાં અનંત, તાત્ત્વિક દષ્ટિએ સાચાં એકમો હોય છે. આ ઘટકો મિનિટ, કલાક, દિવસ, માસ, વર્ષ વગેરે રૂઢિગત વિભાજનના પાયામાં છે. ધર્મના, તેમજ અધર્મના જીવની માફક અગણિત પ્રદેશ છે. ગતિ અને સ્થિતિનાં આ માધ્યમો ધર્મ અને અધર્મને Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ સહાયક હોય છે. તલમાં તેલ વ્યાપેલું હોય, તેમ તે બંને વિશ્વમાં વ્યાપેલાં હોય છે. કોઈ પણ પ્રકારનાં વિદન વગર તેઓ એકબીજાને ભેદે છે કારણ કે આકાશની જેમ તેઓ અમૂર્ત છે. આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં તેઓ ઈથરના ગુણધર્મો ધરાવે છે, જે આકાશને ભરી દે છે અને વિદ્યુત-ચુંબકીય તરંગે સંચારિત કરે છે. આ પરથી કહી શકાય કે જૈન દર્શન પ્રમાણે બધા પદાર્થો સત્ય છે અને અનેકત્વ ધરાવે છે. એક જ પદાર્થનાં અનેક રૂપાંતરો હોય છે તે દેખીતું છે. વળી પદાર્થના અનેક વર્ગો છે. એક પદાર્થને પૂર જાણવો તે જ્ઞાનના વિષયના પૂરા વર્ગને જાણવા બરાબર છે. આવું તો સર્વજ્ઞત્વમાં જ શકય છે. પદાર્થ ગુણ તેમજ રૂપાંતર ધરાવે છે, તે એક હોવા છતાં ભિન્ન છે કારણ કે તે વિવિધ રૂપાંતરો ધરાવે છે. એટલે પદાર્થ વિષે કાંઈ કહેવું હોય, તો રૂપાંતરોના પ્રવાહમાંથી જોતાં, તેને વિષે વિધાન કરવાની સાત રીતે થશે. વિશ્વ મિા સ્વભાવનું છે અને અગણિત સત્તાનું બનેલું છે. હું અને મારા સિવાયનું, ‘એક અને અનેક’, ‘સમાન અને અસમાન”, “નિત્ય અને અનિત્ય, સવિકલ્પ અને નિર્વિકલ્પ”, “પૂર્વ અને ઉત્તર', “કારણ અને કાર્ય શુભ અને અશુભ', કુરુપ અને સુરૂપ એવાં દ્વન્દ્રોનાં વિવિધ પાસાં તેમજ આત્મલક્ષી અને પરલક્ષી લક્ષણો સાથે, અનંત ગુણોનો એક સાથે સમગ્રપણે મત બાંધવે, તે બુધ્ધિ માટે લગભગ અશક્ય છે. બુધ્ધિએ બાંધેલો કોઈ પણ મત પૂર્ણ હોતું નથી, તે હંમેશાં આંશિક મત છે... તે સાપેક્ષ મત છે અને મત ધરાવનારની માન્યતા, પૂર્વગ્રહ, મનોદશા અને હેતુની અપેક્ષાનુસાર હોય છે. સામાન્ય રીતે જાણીતું છે કે જુદા જુદા વિચારકોએ વિશ્વ વિષે જુદા જુદા મત આપ્યા છે. શૂન્યવાદ, દ્વૈતવાદ, અદ્રે તવાદ, ભૌતિકવાદ, નાસ્તિકવાદ, વગેરેનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આમાંને પ્રત્યેક મત ઘણાં દૃષ્ટિબિંદુઓમાંનાં એકને રજૂ કરે છે, અને આવાં ઘણાં દૃષ્ટિબિંદુઓ હોય છે. જોનારના નિશ્ચિત દષ્ટિબિંદુ અનુસાર પ્રત્યેક દષ્ટિબિંદુ સારું છે પણ કોઈ પણ દષ્ટિબિંદુ સંપૂર્ણ નથી. વ્યકિતના દષ્ટિબિંદુ-નય–નું પૃથક્કરણ કરી તેને સમજવું તે નયવાદનું કાર્ય છે. ઉમાસ્વામીના મત પ્રમાણે જ્ઞાન પ્રમાણ અને નય દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રમાણ એટલે પહેલાં ન પૂરવાર થયેલું, પિતા વિશે તેમજ વસ્તુ વિષેનું Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ યથાર્થ જ્ઞાન. સાચાં જ્ઞાનનું તે નિમિત્ત કારણ છે અને શંકા, અસ્પષ્ટતા કે વિકૃતિથી તે મુકત છે. સત્ય અને અસત્ય વચ્ચેના વિવેકનો અભાવ મિથ્યાજ્ઞાનને ઉત્પન્ન કરે છે. વળી માનસિક અને શારીરિક બાધાઓ પણ ખાટું વલણ ઉત્પન્ન કરે છે અને તે પણ મિથ્યાજ્ઞાનને ઉત્પન્ન કરે છે. વસ્તુઓ જુદાં જુદાં લક્ષણા ધરાવે છે જે માત્ર સર્વજ્ઞો વડે જ ગ્રાહ્ય હોય છે. માનવગ્રહણ અને જ્ઞાનની મર્યાદા હાવાથી ઘણી વખત આપણે વસ્તુને આંશિક રીતે જોઈએ છીએ. આ નય છે. બાલનારનાં મનમાં રહેલાં વિશિષ્ટ લક્ષણનું તે નિરૂપણ કરે છે તેથી તેને દષ્ટિબિંદુ (નય)નો વાદ કહે છે. નય: જ્ઞાતુમિત્રાય:. નયવાદ આમ નય, બાલનારના વિશિષ્ટ દૃષ્ટિકોણનું જ નિરુપણ કરે છે પણ બાકીના ગુણાનાં અસ્તિત્વને તે નકારતા નથી. આપણે સાનાનાં રંગ વિષે વાત કરીએ ત્યારે તેનાં વજન, સ્પર્શ, સ્વાદ, વાસ અને બીજા ગુણો વિષે કાંઈ કહેતાં નથી પણ આપણા કહેવાના અર્થ એ નથી કે રંગ ઉપરાંત સેાનું બીજા ગુણા નથી ધરાવતું. પૂજ્યપાદે નયની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : એવી યુક્તિ, જે એક નિશ્ચિત દૃષ્ટિબિંદુ અનુસાર પદાર્થના ઘણા ગુણામાંથી (વિરોધ વગર) માત્ર એક જ ગુણનો નિશ્ચય કરવા સમર્થ છે. તેના બે પ્રકારો છે: પ્રાથિ : પદાર્થોના સામાન્ય ગુણને તે વર્ણવે છે. પદાર્થ નિત્ય જે રૂપાંતરો અનુભવે છે તેના ઉલ્લેખ કરતો નથી. પર્યાયચિ: પદાર્થનાં સતત પરિવર્તન અનુભવતાં લક્ષણાના નિર્દેશ કરે છે. નયાનું નીચે પ્રમાણે પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છેઃ (૧) વૈશમ (૨) સં×દ્ (૩) વ્યવહાર (૪) ૠગુસૂત્ર (૫) રાજૂ (૬) સમમિષ્ઠ અને (૭) ભૂત. પ્રથમ ત્રણ દ્રવ્યાર્થિકના ઉપવિભાગો છે કારણ કે તેઓ વસ્તુને નિરુપે છે જ્યારે છેલ્લા પર્યાયાર્થિક છે કારણ કે તેઓ દ્રવ્યનાં રૂપાંતર સાથે સંબંધ ધરાવે છે. સત્તા અનંત ગુણ ધરાવતી હોવાથી અસંખ્ય દૃષ્ટિબિંદુથી તેને જોઈ શકાય. જૈન દાર્શનિકોએ માત્ર સાત નયની જ ચર્ચા કરી છે. (૧) નૈગમનય — પ્રતીકાત્મક દૃષ્ટિબિંદુ, જે કોઈ વસ્તુ પૂર્ણ થવાની બાકી હાય તેને અનુલક્ષીને કહેવામાં આવ્યું હોય છે. પૂજયપાદ બળતણ, પાણી વગેરે એકઠાં કરતા માણસનું ઉદાહરણ આપે છે. એ શું કરે છે એવું પૂછવામાં આવે, Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ તે એ જવાબ આપશે: “હું રાંધું છું”. ખરેખર તે રાંધતે હોતે નથી પણ તેની પ્રવૃત્તિઓ રાંધવાના હેતુથી દોરવાયેલી છે. તેવી જ રીતે આપણે ભૂતકાળના કે ભવિષ્યકાળના બનાવને જયારે નિત્ય કહીએ છીએ ત્યારે આ નયનું ઉદાહરણ થાય છે. દિવાળીને દિવસે આપણે કહીએ કે ભગવાન મહાવીર આજે નિર્વાણ પામ્યા ત્યારે આપણા કહેવાનો અર્થ એ છે કે પૂર્વે થએલા બનાવની આજે સંવત્સરી છે. તે જ રીતે પિતાની ટીકીટ નોંધાવતા પુરુષને આપણે પૂછીએ તે તે જવાબ દેશે, “હું ઈગ્લેંડ જાઉં છું.” આ નય પદાર્થના સામાન્ય કે વિશિષ્ટ ગુણની ઉપેક્ષા કરતો નથી. પદાર્થના સામાન્ય કે વિશિષ્ટ ગુણના અભાવનું પૂર્ણ વિધાને અહીં કરવામાં આવતું નથી. (૨) સંગ્રહનય – તે એક વર્ગ અથવા સરખા પદાર્થસમૂહના સામાન્ય અથવા સાધારણ ગુણોનું નિરૂપણ કરે છે. દા. ત. જ્યારે આપણે “દ્રવ્ય’ શબ્દનું નિરૂપણ કરીએ છીએ ત્યારે આપણે સામાન્ય અર્થમાં ઉપયોગ કરીએ છીએ, જેમાં છ પ્રકોરનાં દ્રવ્યો આવી જતાં હોય છે. આ નય સમૂહ અથવા વર્ગના ધર્મ પર આંધાર રાખે છે. એને અર્થ એવો નથી થતો કે વિશિષ્ટ ધર્મની ઉપેક્ષા કરી તેમનાં અસ્તિત્વને નકારી દીધાં છે. એવું થાય તે તો વિરોધાભાસ ઉત્પન્ન થાય. નોંધવાને મુદ્દો માત્ર એટલો જ છે કે વર્ગના અંગરૂપ પ્રત્યેક પદાર્થના વિશિષ્ટ ધર્મને તે ઉલ્લેખ કરતો નથી. (૩) વ્યવહારનય – વ્યવહાર નય એટલે વિશિષ્ટ અથવા વિભકત દૃષ્ટિબિંદુ. જ્યારે વર્ગથી જુદા પાડીને પદાર્થની વાત કરીએ, ત્યારે આ નયનું ઉદાહરણ થાય છે. જીવ અથવા પુદ્ગલની વાત કરીએ ત્યારે એક નિશ્ચિત પ્રકારનાં દ્રવ્યનો નિર્દેશ કરીએ છીએ. આ વ્યવહારનયનું ઉદાહરણ છે. ઉપર વર્ણવેલા ત્રણ ન વસ્તુનાં અંયને જોવાને પરિણામે પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે સત્તાનાં દ્રવ્યલક્ષણને સમજવાનાં પરિણામે આ નય નિશ્ચિત થયા છે તેથી તેમને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. પર્યાયાર્થિકનું નામ ધરાવતા બાકીના ચાર નય સત્તાનું રૂપાંતરના દૃષ્ટિકોણથી અથવા પરિવર્તનશીલ અવસ્થાના પૃથક્કરણનાં દૃષ્ટિબિંદુથી નિરુપણ કરે છે. (૪) જુસૂત્રનય – ભૂતકાળ કે ભવિષ્યકાળની સ્થિતિ સાથે સંબંધ રાખ્યા વગર, વસ્તુના વર્તમાન સ્વરૂપને નિર્દેશ કરે છે, કારણ કે ઘણા વિષયોમાં વસ્તુની પ્રવર્તમાન સ્થિતિ જ મહત્ત્વની હોય છે. તે (૧) અમુક ક્ષણે પ્રવર્તતી સ્થિતિ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અને (૨) લાંબા ગાળા સુધીની સ્થિતિને ધ્યાનમાં લે છે. પ્રથમ પ્રકારને સૂક્ષ્મ અને બીજા પ્રકારને સ્થૂળ કહે છે. ક્ષણિક શુભ વિચાર કરતો જીવ સૂનું ઉદાહરણ છે જયારે જીવનપર્યત માનવસ્થિતિમાં રહેલો જીવ સ્થૂળ પ્રકારનું ઉદાહરણ છે. (૫) શબ્દનય–શબ્દનય એટલે શાબ્દિક દષ્ટિબિંદુ એને પર્યાયનું દષ્ટિબિંદુ પણ કહે છે. આ નયને સમજાવવા માટે જૈન ધર્મમાં બે ઉદાહરણ મળે છે. કુંભ, કલશ અને ઘટ–ત્રણે ય એક જ વસ્તુનાં નામ છે, તેવી જ રીતે ઇન્દ્ર, શક, પુરંદર વગેરે એક જ વ્યક્તિને નિર્દેશ કરે છે, પછી ભલે દરેક શબ્દના અર્થનાં મૂળમાં ફેર હોય. જો એક જ અર્થ આપતા બે શબ્દો હોય, તે એક સાથે તેમને ઉપયોગ કરવાથી શબ્દનયાભાસ નામને દોષ થાય છે. (૬) સમભિરૂઢન્યાય–શાબ્દિક પરંતુ વ્યુત્પત્તિમૂલક દષ્ટિબિંદુ છે. ઘણા શબ્દોના પર્યાય છે. વ્યુત્પત્તિમૂલક અર્થ કરવામાં આવે તે તેમને અર્થ ભિન્ન થઈ જશે. શક્ર અને ઇન્દ્ર એક જ વ્યક્તિને નિર્દેશ કરે છે. પણ વ્યુત્પત્તિની દષ્ટિએ ઇન્દ્ર એટલે જેની પાસે સત્તા છે તે.” જ્યારે પુરંદર એટલે “શહેરોને વિનાશ કરનાર'. આમ બે ભિન્ન ભિન્ન કાર્યોને નિર્દેશ થતો હોવાથી બંને શબ્દોના અર્થમાં મહત્ત્વનો ભેદ છે. શબ્દનય વધારે સામાન્ય છે કારણ કે તે દરેક શબ્દનો પ્રચલિત અર્થ લે છે. સમભિરૂઢ શબ્દનય શબ્દના વ્યુત્પત્તિમૂલક અર્થમાં ઊંડો ઉતરી, પદાર્થ જે ગુણને પ્રતીક હોય, તે ગુણનો નિર્ણય કરે છે. શબ્દનય એવા સિદ્ધાંતને અનુસરે છે જેના પ્રમાણે સત્તા ધરાવતી પ્રત્યેક વસ્તુ શબ્દ દ્વારા વર્ણવી શકાય છે. એક જ અર્થની પ્રતીતિ કરાવવા ઘણા શબ્દો વાપર્યા હોય છે. પણ હકીકતમાં વ્યુત્પત્તિની દૃષ્ટિએ જોવામાં આવે તે સામાન્ય અર્થ ઉપરાંત દરેક શબ્દને એક વિશિષ્ટ અર્થ હોય છે. આ બે દષ્ટિબિંદુઓ વચ્ચે નયવાદીને કોઈ વિરોધ દેખાતો નથી, કારણ કે એના મત પ્રમાણે સમભિરૂઢ નય વ્યુત્પત્તિમૂલક અર્થઘટનના નિયમોને વધુ ચુસ્તપણે વળગી રહે છે તેમજ વ્યાકરણનાં ઔચિત્ય પર પણ વધુ ભાર મૂકે છે જ્યારે શબ્દના શબ્દોને સામાન્ય, રૂઢિગત અથવા પરંપરાગત અર્થમાં વધુ ચોકસાઈપૂર્વક પ્રયોજે છે. (૭) એવંભૂતનય—એટલે બનેલી હકીકતનું દૃષ્ટિબિંદુતે પદાર્થની વર્તમાનદશાને નિશ્ચિત અથવા નિર્ણત કરે છે. આ દૃષ્ટિબિન્દુ પ્રમાણે, વસ્તુ શબ્દ દ્વારા સુચવાતી અવસ્થામાં હોય ત્યારે જ વસ્તુ માટે તે શબ્દનો પ્રયોગ કરવો. સમભિરૂઢનય કરતાં આ નય વધુ ચુસ્ત છે કારણ કે અર્થ અહીં પદાર્થની હકીકતમાં જે સ્થિતિ હોય તે સ્થિતિને જ અનુલક્ષે છે. વ્યુત્પત્તિમૂલક અર્થ કે સામાન્ય અર્થ કરતાં ભિન્ન Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ રીતે, તે વખત પૂરો પદાર્થ જે કાર્ય કરે છે તે કાર્યને જ તે વળગી રહે છે એ તેનું મહત્ત્વ છે. ઉમાસ્વામી નોંધે છે કે આ સાત નય એકબીજાથી તેમના સૂક્ષ્મતર વિસ્તારોને કારણે જુદા પડે છે અને પ્રત્યેક ઉત્તરવર્તી દૃષ્ટિબિંદુ પ્રત્યેક પૂર્વવર્તી દૃષ્ટિબિંદુ પર આધાર રાખે છે તેથી સૂત્રમાં તેમને વિશિષ્ટ ક્રમ આપીને નિર્દેશ કરવામાં આવ્યો છે. પદાર્થનાં અસંખ્ય દષ્ટિબિંદુઓ છે એ દષ્ટિબિંદુ અનુસાર આ દષ્ટિબિંદુઓના અનેક પેટા વિભાગો પડે. તેઓ એકબીજા પર આધાર રાખે છે અને તેમને સંવાદભર્યો સુમેળ સમ્યફ દર્શન તરફ લઈ જાય છે. પૂજ્યપાદ એ દરેકને સુતરના દોરા સાથે સરખાવે છે. સુતરના દેરાને જ્યારે બરાબર વણવામાં આવે ત્યારે તે કાપડનું રૂપ ધારણ કરી દેહને અનુકૂળ વસ્ત્ર બને છે પણ દરેક દોરાને છુટો કે સ્વતંત્ર લેવામાં આવે તો કોઈ ઉદ્દેશ પાર પડતો નથી. દરેક દોરામાં સુષુપ્ત રીતે વસ્ત્ર રહ્યું હોવા છતાં જ્યારે દોરા ભેગા થાય ત્યારે જ કાપડની માન્યતાને અનુરૂપ રહે છે. જે દાર્શનિકો એવું વિધાન કરે છે કે પિતાને મત પૂર્ણ અને વ્યાપક છે તેમને નયવાદ ચેતવણી આપે છે. સત્તાનાં ભિન્ન ભિન્ન લક્ષણોની સાપેક્ષતાને સ્વીકારી બધાં વિરૂદ્ધ દષ્ટિબિંદુઓનું સમાધાન કરી તે સુમેળ સ્થાપે છે. આમ નય સંપૂર્ણત્વને એક ભાગ માત્ર પ્રદર્શિત કરે છે અને તેમને સંપૂર્ણ તરીકે માનવાની ભૂલ ન કરવી જોઈએ. વસ્તુના આ અનેકત્વને કારણે અનેક નય થશે અને તેમના વિશાળ દષ્ટિએ જોતાં સાત, બે વગેરે ભાગો પડશે. અકલંકની વ્યાખ્યા પ્રમાણે નય એ જાણનારને વિશિષ્ટ અભિપ્રાય છે. (નવો જ્ઞાતુરમiાય:). આ ભિન્ન ભિન્ન અભિપ્રાયોનું સંકલન એક વ્યાવહારિક આવશ્યકતા છે. તેમાં દરેક દૃષ્ટિબિંદુનું સાપેક્ષ મહત્વ જાળવી રાખવું જોઈએ. સ્યાદ્વાદ એ પૂર્ણ કરે છે. સ્યાદ્વાદ વિશ્લેષણાત્મક દૃષ્ટિબિંદુઓ અપૂર્ણ સત્યનો ઉલ્લેખ કરે છે તે સ્પષ્ટ છે. આવાં અપૂર્ણ દૃષ્ટિબિંદુઓ સુસંકલન જ્ઞાનમાં સુમેળ લાવે છે તે સ્પષ્ટ છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત આવી સુમેળભરી રીતનો ઉપયોગ કરે છે. આનું ઉદાહરણ આપવા ચિંતકો સાત આંધળા માણસો અને હાથીની વાત કરે છે. એક આંધળો માણસ હાથીના પગને સ્પર્શીને કહે છે કે હાથી થાંભલા જેવો છે, બીજો શરીરને Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અડકીને કહે છે કે હાથી ભીંત જેવા છે. ત્રીજો કાનને સ્પર્શીને કહે છે કે હાથી સૂપડા જેવા છે. આ દરેક હાથીના એક જ અંગને સ્પર્શે છે અને માને છે કે પોતે જ પૂર્ણ સત્ય રજુ કરે છે. જે માણસ હાથીને પેાતાની આંખે દેખી શકે છે તેને તો સ્પષ્ટ છે કે દરેક આંધળા માણસના મત માત્ર અપૂર્ણ સત્યને જ રજુ કરે છે અને દરેક દૃષ્ટિબિંદુના બૌદ્ધિક સુમેળ સાધવામાં આવે, તે જ સમગ્ર સત્ય જાણી શકાય. આ સૂચવે છે કે દરેક મત સાપેક્ષ છે અને સ્પર્શેન્દ્રિયથી જે કાંઈ અનુભવાયું, તેની જ અભિવ્યકિત કરે છે. સ્યાદ્વાદના સપ્તભંગી સિદ્ધાંત કુન્દકુન્દે પંચાસ્તિયના ચૌદમા શ્લોકમાં તેમજ પ્રવનસારના બીજા સર્ગના ૨૨-૨૩ શ્લાકમાં રજુ કર્યો છે. બીજો સર્ગ જ્ઞેયત્વનું નિરુપણ કરે છે. જે સંદર્ભમાં આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે અસ્તિત્વ, રૂપાંતર અને વિનાશને પાત્ર દ્રવ્યના વિષયની ચર્ચા કરે છે. સંપૂર્ણ જ્ઞાન માત્ર સર્વજ્ઞત્વ દ્વારા જ પ્રાપ્ત થાય છે તે સ્વીકારવામાં આવ્યું છે. પદાર્થનું સતત રૂપાંતર થતું રહે છે અને સંપૂર્ણ સત્યને પૂર્ણરૂપે ગ્રહણ કરવામાં મનુષ્યની બુદ્ધિ સમર્થ નથી તેથી આ સિદ્ધાંતની જરૂરત ઊભી થઈ છે. ત્રણ કાળમાં અને અનંત આકાશમાં વિસ્તૃત, તેમજ ઉત્પત્તિ, વિનાશ અને નિત્યતાને પાત્ર દ્રવ્યો, ગુણા અને રૂપાંતરોની વિરાટ સંકીર્ણતા તે શાનના વિષય છે. આવાં પ્રકારનાં જ્ઞાનના વિષય માત્ર સર્વજ્ઞત્વમાં જ ગ્રહણ કરી શકાય. ઈન્દ્રિયો જ્ઞાનનાં પરોક્ષ પ્રમાણેા છે અને તેમની જે કાંઈ પ્રતીતિ હોય, તે સાત આંધળાએ કરેલી હાથીની પ્રતીતિની જેમ અપૂર્ણ હોય છે. સામાન્ય માણસ ઈન્દ્રિયની ઉપરવટ જઈ શકતા નથી, ઈન્દ્રિયની મર્યાદા હોવાથી તેની સત્યની પ્રતીતિ અપૂર્ણ હોય છે અને એ પ્રતીતિ અમુક દૃષ્ટિબિંદુથી જ થએલી હોય છે. આને કારણે જૈનના નયવાદ ઊભા થયા છે. મનુષ્યનું જ્ઞાન આંશિક હોવાથી સંકીર્ણ પ્રકારની સત્તા પ્રત્યેના અભિગમની નવી રીત શોધવી જોઈએ. એ રીત તે સ્યાદ્નાદ અથવા સપ્રતિબંધવિધાનના નિયમ. આમ આ સિદ્ધાંત જ્ઞાનના વિષયની સંકીર્ણતાની તેમજ માનવગ્રહણ અને અભિવ્યક્તિની મર્યાદાઓની સંકીર્ણતાની પ્રબળ સભાનતાનું પરિણામ છે. દ્રવ્ય સતત રૂપાંતરને પાત્ર હોય છે અને આપણે તેને એક યા બીજા રૂપાંતરમાં જોઈએ છીએ. આપણે જ્યારે તેનું વર્તમાન રૂપાંતર જોઈએ, ત્યારે ભૂતકાળનાં કે ભવિષ્યકાળનાં રૂપાંતરોને સાવ નકારી શકીએ નહીં. આવા વિશિષ્ટ દૃષ્ટિકોણ, તેનાં સપ્રતિબંધ અસ્તિત્વમાં, સપ્રતિબંધ અભાવમાં અને સપ્રતિબંધ અવર્ણનીયતામાં માનવા પ્રેરે છે. આ બધાંના સંયોગથી સાત વિધાન શકય બને છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૯ આ પરથી સ્પષ્ટ થાય છે કે સ્વાદ્વાદ માત્ર ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરેલાં જ્ઞાન સાથે જ સંકળાએલું છે. નયવાદની ચર્ચા વખતે જણાવ્યું છે કે અભિગમની વિવિધ રીતેને સમજી શકાય તેમ તેમનું પૃથક્કરણ પણ કરી શકાય. આ બધી રીતનું સંશ્લેષણ સ્યાદ્વાદમાં પાયારૂપે છે. આમ સ્યાદ્વાદ નયવાદના પરિણામરૂપે છે. નયવાદ વિશ્લેષણાત્મક અને મુખ્યત્વે ભાવાત્મક છે તે સ્યાદ્વાદ સંશ્લેષણાત્મક અને મુખ્યત્વે શાબ્દિક છે. એ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે (૧) અસ્તિનાસ્તિને સંબંધ સત્તાજગત પૂરત, એક જ દ્રવ્ય પુરતો મર્યાદિત છે (૨) અસ્તિત્વ ન ધરાવતી વસ્તુને સિદ્ધાંત લાગુ પડતો નથી. આ સિદ્ધાંતની રચના સાત ક્રમમાં કરવામાં આવી છે. (૧) સ્થાવત, (હોઈ શકે છે) (૨) સ્થાારિત (ઈ શકે કે નથી) (૩) ચાતિ જાતિ (ઈ શકે, છે અને નથી) (૪) ચાહવવ્યમ્ (હોઈ શકે કે પણ અવાચ્ય-ન કહેવાય એવું છે) (૫) સ્થાપ્તિ ૨ યવક્ટ્રમ્ (હોઈ શકે કે છે પણ અવાચ્ય છે) (૬) ચાન્નતિ ચાવમ્ (હોઈ શકે, નથી અને અવાચ્ય છે) (૭) સ્થાપ્તિ જ નાસ્તિ ર સવવ્યમ્ (હોઈ શકે છે અને નથી અને અવાચ્ય છે). એક ઉદાહરણ ઉપલાં કથનોને સ્પષ્ટ કરશે. અસ્તિ, નાસ્તિ અને અવતવ્યમ એ ત્રણ અભિવ્યકિતના સ્થાનવિનિમય દ્વારા સાત વિધાનને ઉભવ થાય છે. આમાં સ્વાતું બધામાં સાધારણ છે. જ્યાં વિધાન સાદું છે ત્યાં તે વસ્તુ સાથે સંબંધ ધરાવે છે. જ્યાં તે સંકીર્ણ છે, ત્યાં વસ્તુનાં દ્રવ્યગુણ, સ્થળ અને સમય વગેરેથી સાપેક્ષ છે. દા. ત. માટીનું પાત્ર અને વસ્ત્ર જેવું બીજું દ્રવ્ય લઈએ. પહેલું વિધાન લેતાં, પાત્ર, માટીનાં બનેલાં તરીકે અસ્તિત્વ ધરાવે છે. બીજાં પ્રકારનું વિધાન જોઈએ કે સેનાની કે બીજી કોઈ ધાતુનાં પાત્ર તરીકે તે અસ્તિત્વ ધરાવતું નથી. બીજા પ્રકારનાં વિધાનનું તાત્પર્ય પહેલાં વિધાનના સંદર્ભમાં વિરોધ કરવાનું નથી. તાત્પર્ય એટલું જ છે કે પાત્ર અસ્તિત્વ તો ધરાવે જ છે, પણ ધાતુનાં પાત્ર તરીકે નહીં. ત્રીજું વિધાન, અસ્તિત્વ અને અભાવની સહભાવની સ્થિતિને નિર્દેશ કરે છે. દેખીતી નજરે આમાં વિરોધ છે એવું કહી શકાય પણ તર્કની દષ્ટિએ પરીક્ષા કરતાં સમજાશે કે તે બે વિધાન અને બે અવસ્થાઓ સાથે સંબંધ ધરાવે છે. માટીનાં પાત્રના અર્થમાં તે અસ્તિત્વ ધરાવે છે પણ સોનાના પાત્રના અર્થમાં તેનું અસ્તિત્વ નથી. આ પ્રકારના સંયુક્ત કથનમાં કોઈ વિરોધ નથી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધારો કે કોઈ મકાન, પહેલાં રહેવાના હેતુથી બંધાયું પરંતુ પાછળથી ગોદામ તરીકે વપરાયું. એક જણ તેને ઘર કહી શકે અને બીજો એમ કહી શકે કે તે ઘર નથી પણ ગોદામ છે. જે હેતુથી ઘર બંધાયું તે હેતુના સંદર્ભમાં વાક્યને પહેલો ભાગ સાચો છે, જ્યારે વાપરનારના સંદર્ભમાં વાકયને બીજો ભાગ સાચે છે. એટલે ત્રીજા પ્રકારનાં વિધાનમાં કોઈ વિરોધ નથી. ચોથું વિધાન વસ્તુની અવર્ણનીયતાના સંદર્ભમાં છે. સની અભિવ્યક્તિનું માધ્યમ ભાષા છે અને કેટલીક વખત એક શબ્દ એકથી વધુ અર્થ આપે છે. આવે વખતે એક શબ્દ બે શબ્દનું કામ કરે છે અને જે વિચારની પ્રતીતિ કરાવવી અભિપ્રેત હોય, તેના પર તેમજ જે સંદર્ભમાં બીજા અર્થની પ્રતીતિ અભિપ્રેત હોય, તેના પર આધાર રાખે છે. આખા ભાવની પ્રતીતિ કરાવવા શબ્દ અપર્યાપ્ત હોય કે દ્રવ્યના બધા જ ગુણ ગ્રહણ કરવા સામર્થ્ય ન હોય ત્યારે અવર્ણનીયતાની સ્થિતિનો ઉદય થાય છે. પાત્ર કે બીજા કોઈ દ્રવ્યના સંદર્ભમાં જ્યારે છે” અને “નથી એવા બે વિચારો એક સાથે ઉપસ્થિત થાય, ત્યારે વિધાન અવર્ણનીય બને છે. એક શબ્દ એક સાથે બે અર્થની પ્રતીતિ કરાવે તે અશકય છે એમ યાદ કરીએ ત્યારે આ વિધાન પાછળ તર્ક સ્પષ્ટ થાય છે. એક જ અભિવ્યક્તિમાં સમગ્ર સત્યની પ્રતીતિ કરાવવી શક્ય નથી તેથી અવકતવ્યતાનું વિધાન કરવામાં આવ્યું છે. દા. ત. તાડના ઝાડના તાજા રસને આપણે નીરો કહીએ છીએ. તેને થોડો વખત રાખી મૂકવામાં આવે તે આથો ચઢે છે. આથાની દશામાં એક સ્થિતિ એવી હોય છે જ્યારે આપણે રસને નીરો કે કેફી પીણું કે તાડી કશું કહી શકતાં નથી. હું કહી ન શકું” એ એક જ જવાબ યોગ્ય લેખાય. રસનો પ્રકાર અવર્ણનીય બને છે. આપણા વિષય પર પાછાં જતાં, છે અને ‘નથી” એવી પાત્રની બે દશાઓ એક સાથે રજૂ કરવાનો આ પ્રયાસ છે. ત્રણ પ્રાથમિક વિધાનોને ભેગાં કરીને બાકીનાં ત્રણ વિધાનની રચના એવી રીતે કરવામાં આવી છે કે આ ત્રણ અને હવે પછી પ્રતિપાદિત કરેલાં ચાર વિધાન સત્યના બધા શકય વિકલ્પોને આવરી લે. પાંચમું વિધાન, પહેલાં અને ચોથાં વિધાનને ભેગાં કરી બનાવવામાં આવ્યું છે. તે એક સાથે બે ગુણો અને “અવકતવ્યનું વિધાન કરે છે. એવું હોઈ શકે કે છે અને અવર્ણનીય છે. એટલે કે બે વિધાને એક સાથે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ રજૂ કરવામાં આવ્યાં છે. “છે અસ્તિત્વને નિદશ કરે છે તો “કવાથનું દ્રવ્ય, રૂપ, કાળ, ક્ષેત્ર વગેરેના સંદર્ભમાં દ્રવ્યનાં પરિવર્તનને નિર્દેશ કરે છે. ૬ઠ્ઠ વિધાન સભાત સવવત્તામ્ પાત્ર છે, બીજા દ્રવ્યના સંદર્ભમાં પાત્ર નથી પણ બંનેનું એક સાથે વિધાન કરવામાં આવે તે વિચાર અવર્ણનીય બની જાય છે. અહીં એક સાથે ત્રણ વિચારેનું વિધાન કરવામાં આવ્યું છે. સાતમું વિધાન એક સાથે અસ્તિત્વ, અભાવ અને અવકતવ્યતાનું વિધાન છે. દ્રવ્ય, ક્ષેત્ર, રૂપ અને કાળના સંદર્ભમાં તે “નથી.” બે વિધાનોને ભેગાં કરવામાં આવે તો તે અવર્ણનીય બની જાય છે. ત્રીજા અને ચોથાં વિધાનને ભેગાં કરવાથી આ જાતનું વિધાન બને છે. સ્યાદ્વાદનું નિરુપણ કરતાં હાલનોબીસે આપેલું બીજું ઉદાહરણ રસપ્રદ થશે. સિકકે ઉછાળતાં, માને કે ચત્તી બાજુ દેખાઈ. આપણે કહી શકીએ કે (૧) ચત્તી બાજુ છે (અત્યારે). આનો અર્થ એ પણ થાય કે બીજે કોઈ પ્રસંગે તે ચત્તી બાજુ નથી. ત્રીજું વિધાન, જરા પણ મુશ્કેલી વગર એવું કરી શકાય કે તે છે અને તે 'નથી'. આ પહેલાં અને બીજાં વિધાનનું સંકલન છે. ચોથી કક્ષામાં એવું વિધાન છે કે હજી અનિશ્ચિત સ્થિતિ છે. તે ચત્તો હોવાની અને ન હોવાની શક્યતા છે. છે અને “નથી બને શકયતાઓને ભેગી કરતાં અક્કસ કે અનિશ્ચયાત્મક રૂપ પ્રાપ્ત થાય છે. (૫) જેના તર્કશાસ્ત્રમાં પાંચમી કક્ષામાં અનિશ્ચયનાં અસ્તિત્વનું વિધાન છે. આધુનિક ભાષામાં એનું અર્થઘટન એવું કરી શકાય કે “સંભાવનાનાં અસ્તિત્વનું વિધાન.” (૬) છઠ્ઠી કક્ષામાં સંભાવનાનાં ક્ષેત્રને અભાવ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે, (૭) સાતમી કક્ષા બીજી છ કક્ષાઓમાં નિર્દિષ્ટ સમગ્ર શકયતાઓને આવરી લે છે. સ્યાદ્વાદના મતે અસ્તિત્વ અત્યંત સંકીર્ણ છે. મનુષ્યનું મન પર્યાપ્ત રીતે તેનું ગ્રહણ કરી શકતું નથી, તેમ મનુષ્યની વાણી તેને યોગ્ય રીતે વ્યકત કરી શકતી નથી તેથી સંપૂર્ણ અને નિરુપાધિક વિધાનોને અવકાશ રહેતો નથી. એક વિશિષ્ટ દૃષ્ટિબિંદુ પૂરતાં જ બધાં વિધાને સાચાં છે. એ સ્પષ્ટ છે કે દષ્ટિબિંદુઓને ભેગાં કરતાં તેમની સંખ્યા સાતથી વધુ ન હોવી જોઈએ એટલે સૈદ્ધાંતિક રીતે માત્ર સાત જ દષ્ટિબિંદુઓ હોઈ શકે, વધુ નહીં. આમ સત્યને અંગે સાત જ વિધાને થઈ શકે, વધુ નહી. વિધાન કરવાની રીત સાતથી વધુ નહીં તેમ સાતથી ઓછી પણ નહીં એવું ગયું છે તેનું કારણ એ છે કે આ યુકિતને ઉપયોગ કરવાની આવડત હોય તે કોઈ પણ સંકીર્ણ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨૧ સ્થિતિ આ સાત પ્રકારની સ્થિતિમાં આવી જાય છે. કોઈ વિધાન ઘટાડવાની કે ઉમેરવાની રીત અશક્ય માલૂમ પડશે કારણ કે ઉમેરો કરતાં વિધાન આ સાતમાંથી ગમે તે એક સ્થળે હતું જ એવું અનુભવાશે જ્યારે ઘટાડો મહત્ત્વની સીમાને વિકૃત કરશે, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે સ્થળ અને સમયને જોડવાના પ્રયત્ન કર્યો છે અને દળને વેગ પર આધાર રાખતો કલ્પ્યો છે. આઇન્સ્ટાઇનના સિદ્ધાંત સુચવે છે કે સમય અને સ્થળ જુદા જુદા નિરીક્ષકોને મતે જુદી જુદી વસ્તુ છે. કોઇ પણ એક નિરીક્ષકને માટે તે એકબીજાંથી જુદાં તારવવાં સહેલ છે. તેની સત્યતા પુરવાર કરવા માટે કોઈ કસાટી નથી. આ સિદ્ધાંતને હજી અપૂર્ણ ગણવામાં આવે છે. સાપેક્ષવાદની સરખામણીમાં સ્યાદ્નાદ વધારે સરળ અને ઓછા વ્યાપક છે તેનાં કારણા સાવ દેખીતાં છે. મનુષ્યનાં જ્ઞાનની સીમા વિસ્તરતી જાય છે અને વિજ્ઞાનની સિદ્ધિઓ કેટલાક સૈકા પહેલાં હતી તેથી વધુ સાર્થક બની છે. જે યુગમાં તેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું તેની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં, જીવન અને તેના પ્રશ્નો પ્રત્યેનાં દૃષ્ટિબિંદુમાં, સ્યાદ્વાદ અને સાપેક્ષવાદનું પ્રદાન લગભગ સમાન છે. દેખીતી રીતે વિસંવાદી વિચારોમાં સ્યાદ્રાદ પૂર્ણ સંવાદ સ્થાપિત કરે છે. સત્યને સમજવું અને સત્યનું સંકલન કરવું તે દર્શનશાસ્ત્રનું ક્ષેત્ર છે અને તેમાં સ્યાદ્નાદ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સ્યાદ્નાદ વિચારની વિશ્વવ્યાપક્તા અને બૌદ્ધિક સહિષ્ણુતાનું પ્રતિપાદન કરે છે. આ જ સિદ્ધાંતો છેલ્લાં બે હજાર વર્ષથી જૈન ધર્મ પ્રતિષ્ઠાપૂર્વક રજુ કર્યા છે. પરંતુ આ સિદ્ધાંતની ઘણી ટીકા કરવામાં આવી છે. કેટલાક તેને અનિશ્ચયના સિદ્ધાંત કહે છે, તો બીજા તેને સંદેહવાદના પ્રકાર કહે છે. કેટલાકનું માનવું છે કે તે વિરોધથી ભરેલા છે. આ બધા મતે સાચા લાગતા નથી. તે આ સિદ્ધાંત માત્ર ખાલી વિચારોને જ લાગુ પાડે છે. હકીકતમાં તેઓ દ્રવ્યનાં મૂળ લક્ષણા પર આધાર રાખીને બતાવે છે કે “સત્ય સાપેક્ષ દૃષ્ટિએ નિત્ય છે અને છતાં સાપેક્ષ દૃષ્ટિએ પરિવર્તનશીલ છે.” સ્યાદ્વાદ પ્રમાણે દરેક રૂપાત્મક સત્ય તેના વિસ્તાર પૂરતું યથાર્થ છે અને સાત વિધાનો સત્તાનાં સંપૂર્ણ ક્ષેત્રને આવરી લે છે. પ્રત્યેક વિધાન ભિન્ન છે પરંતુ સમગ્રપણે જોતાં તે વ્યાપક રીતે સુશ્લિષ્ટ છે. સ્યાદૃાદ સંદેહશીલ છે એવી ટીકા ખોટી ઠરે છે કારણ કે તેના હેતુ, સત્યનાં સર્વ પાસાં તપાસીને એવું બતાવવાના છે કે સત્યની પ્રાપ્તિ થઈ શકે. અસ્તિત્વ અને અભાવ એ સત્યનાં ઘટક તત્ત્વા છે. પોતાનાં સ્વરૂપની દષ્ટિએ તે અસ્તિત્વ ધરાવે છે તો બીજાં Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ દ્રવ્યની દૃષ્ટિએ તે અભાવ ધરાવે છે. જૈન ધર્મને આ પાયાનો સિદ્ધાંત છે. પ્રત્યેક સંપ્રદાય કે ધર્મને દાર્શનિક સિદ્ધાંત તેના મૂળ સિદ્ધની દૃષ્ટિએ જોવું જોઈએ, સ્વતંત્રપણે નહીં. યાકોબીના મત પ્રમાણે અજ્ઞાનવાદની ભુલભુલામણીમાંથી તે સચોટ માર્ગ બતાવે છે. ડો. રાધાકૃષ્ણને આ સિદ્ધાંતની કડક ટીકા કરી છે, છતાં તેઓ કહે છે: “જેને સ્વીકારે છે કે એક વસ્તુ સ્વત: વિરોધી ધર્મોને, એક જ સમયે અને એક જ અર્થમાં ધરાવી ન શકે. તેઓ એટલું જ કહેવા માંગે છે કે પ્રત્યેક વસ્તુ સંકીર્ણ સ્વભાવની હોય છે અને વિભિન્નતામાં પણ એકય હોય છે. સત્તા ભિન્નતાને આવરી લે છે અને પોતાનામાં ભિન્નતાને સુમેળ સાધે છે. અમૂર્ત રીતે વિરૂદ્ધ ગુણ જીવનમાં અને અનુભવમાં સાથોસાથ બનતા હોય છે. શાખાઓ હાલતી હોય તે પરથી ઝાડને હાલતું કહી શકાય અને જમીનમાં તે પોતાની જગ્યાએ સ્થિર છે તે પરથી તે નથી હાલતું એમ કહી શકાય.' હાઇટહેડના મત પ્રમાણે સામંજસ્ય એટલે મૂળભૂત વિચારો એકબીજાની પૂર્વધારણા કરી લેતા હોય છે. સ્વતંત્રપણે તેઓ અર્થ ધરાવતા હોતા નથી. જો કે એકબીજાની સાથે સંબદ્ધ હોવા છતાં તેઓ એકબીજાની પરિભાષામાં વર્ણવી શકાય એવો અર્થ થતો નથી. વિશ્વનાં તંત્રથી સંપૂર્ણ રીતે પૃથફ એવો કોઈ પદાર્થને વિચાર ન થઈ શકે. આ સત્યને દર્શાવવું તે ચિંતનાત્મક દર્શનશાસ્ત્રનું કામ છે. આ લક્ષણમાં જ તેને સામંજસ્ય રહેલું છે. તેઓ એમ પણ કહે છે કે “જ્ઞાનનું વિભાજન એકબીજાથી નિરપેક્ષ એવા વર્ગોમાં ન થઈ શકે. પ્રત્યેક સામાન્ય સત્ય બીજાનું પ્રતિબંધક હોય છે. અને તેમના વધુ વિશાળ સામાન્ય પારસ્પરિક સંબંધથી વિભિન્ન રીતે તેમના કાર્યક્ષેત્રની સીમા પર્યાપ્ત રીતે નક્કી થતી નથી. જૈનેનું વલણ પણ આવું જ હોય છે.” સ્યાદ્વાદના કેટલાક વિચારો આંકડાશાસ્ત્રના મૂળ સિદ્ધાંતની પૃષ્ઠભૂમિમાં રહેલા સંભાવનાના વિચારને ઘણા મળતા આવે છે. જેનો અવતવ્ય અને સંભાવનાસિદ્ધાંતમાં ફેર એટલો છે કે સંભાવનાસિદ્ધાંતનાં નિશ્ચિત પરિમાણાત્મક તાત્પર્ય હોય છે. સંખ્યાવાચક આવૃત્તિઓનાં અનુપાનને વિચાર આધુનિક આંકડાશાસ્ત્રને જૈન સ્યાદ્વાદથી જુદો પાડે છે. એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે ૧૫૦૦ કે ૨૫૦૦ વર્ષ પહેલાં સ્યાદ્વાદે આંકડાશાસ્ત્રના સિદ્ધાંતને ગુણવત્તાના રૂપમાં બૌદ્ધિક પૃષ્ઠભૂમિ આપી. જૈન દર્શને વસ્તુઓની સાપેક્ષતા પર અને સત્યનાં વિવિધ લક્ષણો પર મૂકેલો ભાર, આધુનિક આંકડાશાસ્ત્રના સાહચર્ય. સહભાવ અને સંગની વિભિન્નતાના વિચારોના મૂળમાં રહેલા ખ્યાલ સાથે સામ્ય ધરાવે છે. જૈન ધર્મને યથાર્થવાદ, અનેકવવાદ, અને સત્યનાં વિવિધ અને અનંત Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ રીતે ભિન્ન વિષયો પરનો ભાર, અનંત પરિવર્તન અને શોધના અવકાશ સાથે વિશ્વને સ્વીકારે છે. આધુનિક સંભાવનાત્મક આંકડાશાસ્ત્રના મત સાથે તે રસપ્રદ સામ્ય ધરાવે છે. શ્રી જે. બી. એસ. હલદાને કહે છે કે વૈજ્ઞાનિક રીતે સત્યની શોધ પૂર્ણ નિશ્ચય તરફ લઈ જતી નથી પણ તે પૂર્ણ અનિશ્ચય તરફ પણ લઈ જતી નથી. તેથી જે કોઈ તર્કની શાખા નિશ્ચય અને અનિશ્ચયની વચ્ચે નિર્ણય લેવા દે તેમાં વૈજ્ઞાનિકોને રસ પડવો જોઇએ. આ સૌથી વધુ પ્રાચીન માર્ગ તે સ્યાદ્વાદ છે. ગણિતના નિયમોથી સાત વિકલ્પ નક્કી થયા છે. વૈજ્ઞાનિક સંશોધનમાં સપ્તભંગીનય લાગુ પાડવાને એક દાખલો તેઓ આપે છે, જે, એમના માનવા પ્રમાણે ભદ્રબાહુના મનમાં જે હતું તેનાથી બહુ ભિન્ન ન હતું. શરીરમાં ઇન્દ્રિયોની રચનાના અભ્યાસમાં પ્રારંભ નક્કી કરવો મહત્ત્વનું છે. દા. ત. અમુક માત્રાથી છો તીવ્ર હોય તે પ્રકાશ જોઈ શકાય નહીં. અથવા કોઈ પદાર્થનું દ્રાવણ જ્યારે ઘનિષ્ટ હોય, ત્યારે કડવું લાગે અને જ્યારે તેને મંદ કરવામાં આવે, ત્યારે પાણીથી જુદું ન પડે. કેટલાક પ્રયોગ કરનારા તેમના પ્રયોગપાત્રોને આ પ્રકાશિત છે?” “આ કડવું છે?” એવા પ્રશ્નોના જવાબમાં માત્ર “હા” કે “ના” કહેવાનું કહે છે. જો ગ્રહણશકિતનાં મનોવિજ્ઞાનમાં પ્રયોગ કરનારને રસ હશે તો તે પિતાનાં પ્રયોગપાત્રોને “નક્કી નહીં' એ કે એવા અર્થનો જવાબ આપવા અનુમતિ આપશે. સપ્તભંગીનય આધુનિક આંકડાશાસ્ત્રના સિદ્ધાંતને મળતો આવે છે એવા મહાલનબીસના મત સાથે તેઓ સંમત થાય છે. આ બધા મત સ્પષ્ટ કરે છે કે મનુષ્યનું મન સમસ્ત સત્તાની સંકીર્ણતાને સમજે છે, પણ પૂર્ણરૂપે નહીં. વાણી પણ તેને પર્યાપ્ત રૂપે અભિવ્યક્ત કરી શકતી નથી. તેથી દરેક વિધાન પિતાની મર્યાદામાં સાચું છે એટલે કે બોલનારનાં દૃષ્ટિબિંદુ પૂરતું સાચું છે. મનુષ્યની સમજશક્તિની અપર્યાપ્ત જ જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓને ઉદ્ભવ કરાવે છે. સ્યાદ્વાદને હેતુ આધુનિક ચિંતનમાં દર્શનશાસ્ત્રના અવકાશ સાથે સુસંગત છે. સ્યાદ્રાદ વ્યક્તિગત દષ્ટિબિંદુનું એકીકરણ, સંયોજન, સંવાદ અને સંકલન સ્થાપવા ઇચ્છે છે. જુદા જુદા દાર્શનિકોના વિચાર જુદા જુદા છે અને એ વિચારો જે પૃષ્ઠભૂમિમાં ઘડાયા તે પણ અનેક છે. કોઈ વાતને સંપૂર્ણ સાચી છે એમ કહીને સ્વીકારાય નહીં તેમ સંપૂર્ણ ખાટી છે એમ કહીને નકારી શકાય નહીં. દર્શનશાસ્ત્રનો હેતુ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. સત્ય જ્ઞાન હંમેશાં પૂર્ણનું જ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ હોય છે. પૃથક્કરણના બધા માર્ગો પૂરા થઈ જાય પછીનું જ્ઞાનનું શ્રેષ્ઠ સંકલન તે સત્ય જ્ઞાન. નયવાદનું કાર્ય પણ લગભગ એ જ છે. મૂળભૂત વિચાર વિવિધ વિશિષ્ટ વિજ્ઞાનને છે. જેવી રીતે યાદ જુદા જુદા નયામાં સંવાદ સ્થાપે છે તેમ આધુનિક દર્શનશાસ્ત્ર ભિન્ન ભિન્ન પ્રયોગશીલ વિજ્ઞાનનાં નિર્ણયમાં સંવાદ સ્થાપવાનો ઉદ્દેશ રાખે છે.. જૈન દાર્શનિકો એ મત ધરાવે છે કે પ્રત્યેક અસ્તિત્વ ધરાવતું દ્રવ્ય અનંત ગુણો અને અનંત લક્ષણે ધરાવે છે. આ ગુણ અનુભવથી પણ શોધી શકાય. પોતપોતાનાં જ્ઞાન અને અનુભવ અનુસાર ઘડાયાં હોવાથી મન ભિન્ન ભિન્ન હોય છે. જેના દર્શનને મુખ્ય વિષય એવો છે કે માત્ર સત્યમાં જ અનેકત્વ નથી હોતાં પરંતુ દરેક અનેકત્વ પણ અનેક હોય છે. સત્યની સંખ્યા અનંત છે અને તેથી એકબીજા સાથેના તેમના સંબંધે અનંત છે. પ્રત્યેક વસ્તુ એક યા બીજી રીતે સંબદ્ધ છે. સંબંધ, સંબદ્ધ વસ્તુઓમાં સંબંધના ગુણે પેરે છે જે પ્રતિપળે અને પોતાના સમગ્ર સમયના ગાળા દરમ્યાન અનેક બને છે. | વેદાન્તીઓ એવી પૂર્વધારણા સાથે શરૂઆત કરે છે કે સત્ એક સર્વવ્યાપી અસ્તિત્વ છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો અણુ જેવી વિશેષ સત્તામાં માને છે, અને માને છે કે પ્રત્યેક વિશેષ પ્રત્યેક બીજાં કરતાં ભિન્ન હોય છે અને તેમનું સંયોજન કરનાર કોઈ છે નહીં. તૈયાયિકો માને છે કે આ બંને વ્યક્તિના દેહમાં ભેગાં થયેલાં છે. પણ તેઓ એમ માને છે કે બંને ભિન્ન અને સાવ જુદાં છે. આ બધાંથી જુદુ પડીને જૈન દર્શન માને છે કે વિશ્વવ્યાપી અને વિશિષ્ટ બને સત્યનાં જુદાં પાડી શકાય એવાં લક્ષણ છે. બંને એક છે અને એકબીજાથી ભિન્ન પણ છે. - ટૂંકમાં તત્ત્વવિદ્યાનાં ક્ષેત્રમાં આપણા પૂર્વજોનાં કથનનું મૂલ્યાંકન કરવા માટે દૃષ્ટિબિંદુઓનું પૂર્ણ અવલોકન જરૂરી છે. વિચારોની લગભગ બધી જટિલતા અને ભિન્ન ધર્મના અનુયાયીઓ વચ્ચેની દુશ્મનાવટ આપણે જેને અંધપણે અનુસરીએ છીએ તે ધર્મગ્રંથોને, સ્યાદ્વાદની કસોટીએ કસતાં, અટકી જાય છે. કોઈ પણ ધર્મગ્રંથના કે ધર્મપુરુષનાં કથનમાં સ્થાત્ શબ્દ ઉમેરવામાં આવે, તે એ કથન જેણે ઉચ્ચાર્યું હોય તે ધર્મપુરુષના દૃષ્ટિબિંદુને સાચી રીતે સમજવામાં મન કેળવાશે, એક જ પંથના વિવિધ ધર્મોના ધર્મગ્રંથનાં કથનમાં વિરોધ હોય, તેનું સમાધાન કરવાનું સામર્થ્ય આપશે. ઘણી વખત એવું બને છે કે એક દકિટબિંદુથી જે ખોટું , તે બીજા દૃષ્ટિબિંદુથી ખોટું ન પણ હોય. એક Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ નિરીક્ષક કહે છે કે પાણીથી ભરેલા કરમાં હવા નથી, જ્યારે બીજો એમ કહે કે એમાં હવા સિવાય કશું નથી. બંને પોતપોતાની દષ્ટિએ સાચા છે કારણ કે પાણી માત્ર વાયુમય દ્રવ્ય છે અને પ્રવાહી દ્રવ્ય તરીકે આવિષ્કૃત થયું હોવા છતાં હાઇડ્રોજન અને ઑકિસજનના અણુઓનાં પરસ્પર સંયોજનથી ઉદ્ભવ્યું છે. સ્યાદ્વાદ સ્વભાવે માત્ર ચિંતનશીલ નથી, પરંતુ સત્તામૂલક પ્રશ્નના ઉકેલની ચાવી પણ આવે છે. તેણે દાર્શનિકોને વિચારોની દઢતા આપી પ્રતીતિ કરવી છે કે સત્ય કોઈ સાંપ્રદાયિક ધર્મની મર્યાદામાં બંધાતું નથી. તે કોઈનો ઇજારો નથી. સાધકને તે બૌદ્ધિક સહિષ્ણુતાનો ગુણ આપે છે. આવી સહિષ્ણુતા જૈન ધર્મના મૂળ સિદ્ધાંત-અહિંસાના જ એક ભાગરૂપ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ જૈન ધર્મ અને આધુનિક વિચાર આપણે આજે વિજ્ઞાનના યુગમાં જીવા રહ્યાં છીએ. ઘણી રૂઢિગત માન્યતાઓ અને પરાપૂર્વથી ચાલ્યા આવતા અંધવિશ્વાસનું વિજ્ઞાન ખંડન કર્યું છે. મનુષ્યને પોતાના બળની તેણે દઢ પ્રતીતિ કરાવી છે. ઔદ્યોગિક પરિવર્તન જીવનનાં મૂલ્યોને બદલી નાખ્યા અને સંપત્તિ તેમજ ઉત્પાદન બંનેની દષ્ટિએ ખેતીપ્રધાન દેશને મુશ્કેલીમાં મૂક્યા છે. આવા દેશોમાં ભારત પણ આવી જાય. યંત્રોએ હસ્તઉદ્યોગના કારીગરોને ફેંકી દીધા છે. ગામડાંના માણસોને શહેરમાં જવાની ફરજ પાડી છે. ઔદ્યોગિક પ્રદેશમાં મજાર સંગઠન અને હડતાળાએ વધુ વેતન માટે ધમાલ મચાવીને શહેરના જીવનની શાંતિ ડહોળી નાંખી છે. રાજ્યની સરકારોના અથાગ પ્રયત્નો છતાં આપણા દેશના મેટા ભાગના લોકો હજી ગરીબીમાં સબડે છે. વસતીમાં વધારો થયે જાય છે. આ વધારો જો ચાલુ રહે તે સમાજના બે વર્ગો પડી જશે: એક વર્ગ ગરીબ અને વધતી વસતીવાળા જ્યારે બીજો ધનિક અને સ્થિર વસતીવાળો. દરેક વસ્તુમાં રાજકારણ પેસી ગયું છે. દેશમાં રાજનીતિજ્ઞ અને સત્તાલુપ વ્યક્તિઓ પ્રાધાન્ય ભોગવી રહી છે. પંચાયત અને શહેરસુધરાઈની સમિતિઓ જાહેર જીવનમાં હિત કરતાં અહિત વધુ કરે છે. કાળા બજાર, ભેળસેળ, દાણચોરી અને દૂષણો રોજની ઘટના બની ગઈ છે. પ્રામાણિક જીવન જીવવું વધુ મુશ્કેલ બની ગયું છે અને જે પ્રામાણિક બને તેને ઘણું સહન કરવું પડે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોમાં શિસ્તના પ્રશ્નો વારંવાર ઊભા થાય છે, અને તેમનામાંનાં કેટલાંક તો નૈતિક અને નાણાંકીય બંને દૃષ્ટિએ તૂટી પડવાની અણી પર છે. ધર્મ અને નીતિનાં માત્ર ભાષણ સાંભળવાનાં મળે છે. પરંતુ અંગત કે જાહેર જીવનમાં તેમનું પાલન થતું નથી. આધુનિક જીવનનાં અનિષ્ટોને દૂર કરવા માટે નિશ્ચિત વિચારધારા પસંદ કરી લેવાની નિર્ણાયક ઘડી આવી પહોંચી છે એવી વિશાળ લાગણી ઊભી થઈ છે. વિજ્ઞાન અને ઉદ્યોગવિજ્ઞાનમાં પ્રગતિને કારણે વિશિષ્ટ પ્રકારના ભય ઉત્પન્ન થયા છે. સામ્યવાદીઓ અને મૂડીવાદીઓ એકબીજા સામે યુદ્ધમાં ઝુકાવી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ દેવા તત્પર થઈ ગયા છે. બંનેની વિચારધારાઓનું સમાધાન કયારેય શકય નથી અને બંને જાણે છે કે જો પાસા પોબાર થાય, તે તેઓ પિતાને અને નિર્દોષ પ્રજાને વિનાશ તરફ ઘસડી જશે. ડૉ. રાધાકૃષ્ણન કહે છે: “ભવિષ્ય કેવું હશે તેને આપણે વિચાર કરવો જોઈશે. આપણે સાધનસંપન્ન છીએ. આપણને ઘણી કુદરતી બક્ષિસો મળી છે. આપણે ઘણી શકિત મેળવી છે છતાં આપણે શાંતિ અને સલામતી મેળવી શક્યાં નથી. આપણાં જ્ઞાન અને બુદ્ધિમાં વૃદ્ધિ થઈ છે પરંતુ આપણે ડહાપણ અને સદ્ગણ મેળવ્યાં નથી. જગતને કોઈ એકસૂત્રો ગાંઠી શકયું નથી. આ યુગની સામાન્ય કરુણતાનો વિશ્વના જુદા જુદા ભાગમાંથી અસંખ્ય લોકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તેઓ નેતા હોવાનો દેખાવ કરે છે અને મુર્ખાઈને ડહાપણ ગણાવે છે. આપણે અનાજ અને ઘાસ સાથે વાવી રહ્યાં છીએ.” આપણે ખડકની ધારે આવી લાગ્યાં છીએ. આજના માનવજીવનની કરુણતા એ છે કે આધ્યાત્મિક મૂલ્યોને માનવે અવગણ્યાં છે, અને ધનદોલતની પૂજા કરવા માંડી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બધા દેશે અને દેશાંતરોમાં દ્રવ્યપ્રાપ્તિ અને વિષયસુખ ઘણા લોકોનાં ધ્યેય બન્યાં છે. આ બેમાં મન એવું મગ્ન બની જાય છે કે કોઈ વધારે સારી વસ્તુ પર વિચાર કરવાનો અવકાશ રહેતા નથી. માનવઇતિહાસમાં પહેલાં કયારે ય ન હતી એટલી આ વસ્તુઓની વૃષણા પ્રબળ બની છે. વિષયોપભોગથી મન નિશ્ચલ બનવા સુધીને આનંદને આવેગ અનુભવે છે. જાણે કોઈ સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થઈ હોય એવું તેને લાગે છે અને તેથી બીજી કોઈ પણ વસ્તુ વિશે વિચારવા માટે તે અસમર્થ બને છે. આ ઉપભોગની તૃપ્તિ થયા પછી ઘેરા વિષાદની અનુભૂતિ થાય છે, જેથી મન તૃપ્ત હોવા છતાં ક્ષુબ્ધ અને જડ બને છે. આવી જ રીતે માન અને ધનની પ્રાપ્તિમાં પણ મન મશગુલ બની જાય છે, ખાસ કરીને આ વિષયો શ્રેષ્ઠ મનાયા હોવાથી તેમની પ્રાપ્તિમાં જ શ્રેય મનાયું હોય છે અને મન તેમાં મગ્ન બને છે. યશને અંતિમ ધ્યેય માનવામાં આવ્યો હોય, તે બધાં કાર્યો તેને ખાતર જ થતાં હોય છે. વળી યશ અને ધનની પ્રાપ્તિ, વિષયપભોગની જેમ પશ્ચાત્તાપમાં પરિણમતી નથી. જેમ જેમ યશ અને ધનની વધારે પ્રાપ્તિ થતી જાય છે, તેમ તેમ વધારે આનંદને અનુભવ થતો જાય છે. બીજી બાજુ આપણી આશા જો નિષ્ફળ નીવડે, તો આપણે ઊંડા શોકમાં ડૂબી જઈએ છીએ. યશપ્રાપ્તિમાં એક વધારાને દોષ રહેલો છે. યશપ્રાપ્તિ ઇચ્છતા મનુષ્યોએ પિતાના સાથીઓના અભિપ્રાય અનુસાર જીવન જીવવું પડે છે. સાથીઓને અણગમતી Page #266 -------------------------------------------------------------------------- ________________ વાત તેમણે પડતી મૂકવી પડે છે, અને તેમને ગમતાં કામમાં પેાતાને રુચિ રાખવી પડે છે. આ બધી હકીકતો પુરવાર કરે છે કે આપણે જે વસ્તુઓ ખાતર જીવીએ છીએ તે વસ્તુના ગુણ ઉપર આપણાં સુખદુ:ખ આધાર રાખે છે. આ વસ્તુઓ નશ્વર હોય છે. ૨૪૯ પ્રત્યેક ધર્મનું વિધાન છે કે બધાં મનુષ્યા જન્મે સમાન છે. પણ જુદા જુદા દેશામાં પ્રજાના જુદા જુદા વર્ગોને સમાન સામાજિક દરજ્જા અને સમાન હક મળ્યા નથી. Declaration of Independence માં જેફરસને કહ્યું છે કે બધાં જન્મે સમાન છે અને સર્જનહારે જીવન, સ્વાતંત્ર્ય, સુખની સાધના જેવા હકો આપ્યા છે, છતાં હબસીઓને આવા હકો મળ્યા નથી. મુડીવાદી સમાજરચના ગુલામી, દાસત્વ અને જાતિગત ભેદભાવને હજી ચાલુ રાખે છે. આપણા ભારત દેશમાં, રાજ્યબંધારણની સત્તરમી કલમ અસ્પૃશ્યતાને દૂર કરે છે અને જાહેર કરે છે કે અસ્પૃશ્યતાને કારણે કોઈને પણ અધિકૃત ગણવામાં આવશે, તો તે ગુનો ગણાશે અને આવા ગુના કરનાર વ્યક્તિ કાયદા પ્રમાણે શિક્ષાને પાત્ર ઠરશે. પરંતુ આ સામાજિક અનિષ્ટ હજી પ્રવર્તે છે અને એ વર્ગના લોકોને માત્ર તેમના જન્મને કારણે સામાજિક દરજ્જો ન આપવાની સ્થિતિ હજી ચાલુ છે. એક માણસ બીજાને ગુલામ બનાવે અને તેને હબસી કે અસ્પૃશ્ય ગણે તેને ધર્મ કે નીતિ સમર્થન આપતાં નથી. આ અને આવા બીજા બનાવા આજના માણસનાં મનને વ્યથિત કરે છે. મોટા ભાગના લોકો જે વસ્તુને પેાતાનાં જીવનનું લક્ષ્ય માની બેઠા છે તે વસ્તુઓ આપણાં અસ્તિત્વને ટકાવવા કે પ્રેરણા આપવા માટે કાંઈ ઉપાય બતાવતી નથી, અને આપણા ઉચ્ચ વિચારોને તે બાધક નીવડે છે. વળી આજની પેઢી પોતાની જાતમાંથી વિશ્વાસ ગુમાવી બેઠી છે. સમાજનું અંગ તે વ્યકિત. વ્યક્તિને પોતાની સુષુપ્ત શક્તિમાં અંડગ વિશ્વાસ રહે તે માનવતાના સુખ અને શાંતિ માટે બહુ જરૂરી છે. આપણા પાતામાં રહેલી નિત્ય અને અનંત શક્તિની સભાનતા આપણને આનંદથી ભરી દે છે અને જીવવાનું બળ આપે છે, તેમજ આપણા વિચારો અને કાર્યોને નશ વળાંક આપે છે. જૈન ધર્મ પ્રમાણે જીવ અને પુદ્ગલ મહત્ત્વનાં દ્રવ્યો છે અને વિશ્વ અસૃષ્ટ અને નિત્ય છે. વિશ્વમાં અસંખ્ય જીવો છે. જીવના ગુણા અનંત જ્ઞાન અથવા સર્વજ્ઞત્વ, અનંત આનંદ, અનંત બળ અને અનંત શક્તિ છે. જીવ રૂપ ધરાવતા નથી; પેાતાનું ભાગ્ય તે જાતે જ ઘડે છે. પોતાનાં કર્મફળના તે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ભક્તા છે અને સિદ્ધ છે. આપણે જે સુખ કે દુઃખ અનુભવીએ છીએ તે આપણે પોતે જ ઘડ્યાં હોય છે. તેમાં સમ્યક દર્શન, ત અથવા જીવનું સમ્યક જ્ઞાન, અને સમ્યફ ચારિત્ર એટલે શુદ્ધ ચારિત્રના બધા નિયમો અને તપસ્યાનું નિષ્ઠાપૂર્વક પાલન–આ ત્રણ મળીને મોક્ષમાર્ગ થાય. આ માર્ગ જીવને ઈશ્વરત્વની પ્રાપ્તિ થાય તે માટે ઘડવામાં આવ્યો છે. અને ઇશ્વરત્વ પ્રકૃતિથી જ સુષુપ્ત રીતે તેનામાં પડેલું જ છે. અગણિત જીવેએ આ માર્ગને અનુસરી મોક્ષ મેળવ્યું છે. આ માર્ગ સમજી શકાય એવો છે અને સામાન્ય બુદ્ધિ વડે ગ્રાહ્ય છે. મહાકવિ ટેનીસને નીચેની પંક્તિઓમાં આ જ વિચારનો પડઘો પાડયો છે: “આત્મજ્ઞાન, આત્માભિમાન અને આત્મનિગ્રહ જ મનુષ્યને સાર્વભૌમ સત્તા આપશે.” પોતે ઇશ્વરત્વના બધા જ ગુણ ધરાવે છે, સત્યના પ્રત્યેક સાધક તે પદને પ્રાપ્ત કરવા સમર્થ છે, એવું દર્શન, શું આત્મવિશ્વાસ વિનાના અને નિસશાવાદી દષ્ટિ ધરાવતા મનુષ્યોને સિદ્ધપદની પ્રાપ્તિ માટે સાચા માર્ગે જવાની હષ્ટિ અને બળ નથી આપતું? જે કોઈ અહિંસા, આત્મનિગ્રહ અને તપશ્ચર્યાનું જીવન જીવે છે તે જ આ લેકમાં અને પરલોકમાં સુખ મેળવી શકશે. પ્રત્યેક વ્યકિત પિતાનાં ભાગ્યને ઘડે છે તે સંદેશ, જે બુદ્ધિભર્યો ધર્મ પાળવાની ઇચ્છા રાખે છે, તેમને નવી આશા અને પ્રેરણા આપતાં વરદાન જેવે છે. સી. ઈ. એમ. જોડ કહે છે કે સત્ય, શિવ, સૌન્દર્ય અને સુખ જીવનનાં અંતિમ મૂલ્યો અને ધ્યેય છે. આ ચારની જ ઈચ્છા થાય છે, આ ચારનું જ મૂલ્યાંકન થાય છે અને સાધના પણ આ ચારની જ થાય છે. આ ચાર વિશ્વના સ્વતંત્ર અંશ છે અને દરેકને પોતપોતાનાં સ્વભાવગત લક્ષણ છે. આ ચારેના ગ્રહણ અને સાધનાના ઓછાવત્તા અંશે ઉપરથી જ માનવજાતિની પ્રગતિનું માપ કાઢવું જોઈએ. આ કાર્યમાં નિષ્ફળતા મળે છે તે અંતર્દર્શનનો અને ધ્યેય માટે જરૂરી સંકલ્પબળને અભાવ સૂચવે છે. માનવજીવનમાં આજે આ બધાં મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે કારણ કે સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિઓના વિચાર અને વર્તનમાં કુરૂપતા અને અસત્ય વ્યાપી ગયાં છે. નૈતિક મૂલ્યની ઉત્ક્રાંતિ સમાજધર્મ છે તે આધ્યાત્મિકતાની ઉત્ક્રાંતિ પ્રત્યેક વ્યકિતનો ધર્મ છે. સમાજની દૃઢતા અને વ્યક્તિગત પવિત્રતા માટે નૈતિકતા આવશ્યક છે. અત્યારે પરસ્પર અવિશ્વાસ અને સામાજિક બિનસલામતીનું એક વાતાવરણ ઊભું થયું છે. નૈતિક સભાનતાનાં ત્રણ મૂળ હોઈ શકે : (૧) અનિટનો પરિહાર કરવાથી પિતાને જ લાભ થશે એવી શ્રદ્ધા. (૨) દુષ્કર્મોના Page #268 -------------------------------------------------------------------------- ________________ દુષ્પરિણામ અનિવાર્ય છે એવી શ્રદ્ધા. (૩) જીવની અમરતામાં શ્રદ્ધ. આવી માન્યતા કેળવ્યા વગર કોઈ પ્રકારની નૈતિક સભાનતા સંભવિત નથી. પાંચ અણુવતે વ્યક્તિ, સમાજ તેમજ રાષ્ટ્રને માર્ગ સુઝાડે છે. બધા જ ધર્મો અહિંસાને ઉપદેશ કરે છે પણ જેનધમે તેનું વિધેયાત્મક અને નકારાત્મક રીતે એવું પ્રતિપાદન કર્યું છે કે પ્રત્યેક વિચારમાં અને આચરણમાં હૃદયપૂર્વક તેનું પાલન કરવામાં આવે તે જ વૈયક્તિક અને સામાજિક હિત સંધાય. પુરુષાર્થસિદ્ધયુપાય નામના ગ્રંથમાં અમૃતચન્દ્રસૂરિએ અહિંસાની અત્યંત વ્યાપક વ્યાખ્યા આપી છે : નામifમહિનાવાલમેવ ક્ષિતા મન, દેહ કે વાણીની કષાયયુકત પ્રવૃત્તિથી પ્રાણીની કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિયને જે ઈજા પહોંચાડે છે, તે હિંસા આચરે છે. આવેગની ઉપસ્થિતિ હિંસાના કૃત્ય માટે જવાબદાર છે. હિંસા બે પ્રકારની હોઈ શકે: માયા અને દ્રવ્યપ્રાણ. ચૈતન્ય, સુખ, શાંતિ, લાગણીને હિંસા પહોંચાડવામાં પહેલા પ્રકાસ્ની હિંસા છે જ્યારે બીજા પ્રકારની હિંસામાં શરીરની પાંચ ઇન્દ્રિયો, ત્રણ શક્તિ, દેહ, મન, વાણી અને શ્વાસ તેમજ વયને હિસા પહોંચાડવામાં આવે. બધા જીવોના ભાવપ્રાણ એક સરખા હોય છે. આસકિત કે કષાયોને અભાવ તે અહિંસા. કષાયયુક્ત વ્યકિત પોતાની જાતે જ પિતાની હિંસા કરે છે. હેતુ કે કષાયોની તીવ્રતાનાં પ્રમાણ અનુસાર દેશનું પ્રમાણ બદલાય છે. આજના જગતમાં અહિંસાને બે પ્રશ્નોના ઉકેલ સાથે સાંકળી શકાય : (૧) આહારનું સ્વરૂપ (૨) યુદ્ધ અને શાંતિ, વિધેયાત્મક પાસું જોઈએ તે અહિંસા એટલે જીવની પવિત્રતા અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વિશ્વવ્યાપી પ્રેમ. અહિંસા મનુષ્યને કાનુન છે જ્યારે હિંસા જંગલનાં પશુઓને કાનૂન છે. સામાન્ય અનુભવની વાત છે કે આપણે જે ખોરાક લઈએ છીએ તેની દેહ તેમજ મન બંને ઉપર અસર થાય છે. વધતી જતી વસતી માટે જગતમાં ઉત્પન્ન થતે વનસ્પતિજન્ય ખોરાક પૂરતો નથી તેથી માંસાહાર જરૂરી છે એવી દલીલ કરી શકાય. એક યા બીજા કારણસર શાકાહારથી ન દેવાએવાં કુટુંબમાં જન્મેલા લોકો માંસને આહાર કરે છે. તેઓ એવી ભ્રામક માન્યતા ધરાવે છે કે આ આહાર વધુ આરોગ્યપ્રદ અને પોષક છે. આહાર અને પોષણ વિષેનું કોઈ પણ પ્રમાણભૂત પુસ્તક વાંચવાથી ખોરાકનાં પક્ષક મૂલ્યો વિશેનો આ ખ્યાલ ખેટે છે એવી પ્રતીતિ થશે. વિશ્વ ચકાહાર પરિષદને સંબોધન કરતાં ડૉ. એની બેસંટે કહ્યું હતું, “અંત:કરણના ડંખની સાવ અવગણના કરીને માંસાહાર કરવાથી લ્કય કારણ બને છે, અને માનવી દયા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ભાવથી વિમુખ થઈ બેસે છે. ભય અને ત્રાસની મૂર્તિ જેવાં કકળતાં મૂક પ્રાણીઓ ઉપર કસાઈ નિરાંતે છરો ચલાવે છે. આ જ કારણે યુનાઈટેડ સ્ટેટ્સમાં ખૂનના ગુનાની જયુરીમાં કોઈ કસાઈને બેસવા દેવામાં આવતા નથી. આવા કેસ ચલાવવામાં કસાઈએ ભાગ લેવાના નથી કારણ કે કતલ સાથેના એને વારંવાર થત સંબંધ એની ભાવનાને કુંઠિત કરે છે એવું મનાયું છે. એટલે સુધી કે આખા યુનાઈટેડ સ્ટેટ્સમાં આ ધંધાના કોઈ પણ માણસને ખૂનના લેવાની પરવાનગી નથી ”. જ્યુરી તરીકે ભાગ આવા સંખ્યાબંધ અભિપ્રાયો મેળવી શકાય. મહાત્મા ગાંધીએ પાતાના માંસાહારના અનુભવ વર્ણવ્યો છે, અને જે દિવસે પોતે માંસ ખાધું તે દિવસે અને ત્યાર બાદ પેાતાને થએલા ત્રાસ અને પોતાને ભરમાવતાં દુ:સ્વપ્નાના તેમણે ઉલ્લેખ કર્યો છે. પ્રાણીજીવનના ચાહકો કૃતકૃત્યતા અનુભવે એવી વાત એ છે કે શાકાહાર માટેની તેમજ પ્રાણી તરફની ક્રૂરતા બંધ કરવાની ચળવળ ધીરેધીરે વધુ ને વધુ પાશ્ચાત્યોને આકર્ષી રહી છે. વિશ્વના બધા જ પવિત્ર અને મહાન ચિંતકોએ દયા અને કરુણાનાં પ્રશંસાગાન ગાઈ એ જ ગુણોનું પ્રતિપાદન કરવા પ્રયાસ કર્યો છે. આપણે રોજ રોજ સંઘર્ષના વિશ્વમાં જીવીએ છીએ અને ચાલુ યુદ્ધના ભય અનુભવીએ છીએ. ઈંગ્લેંડના રાજકવિ રોબર્ટ બ્રિજીસે કહ્યું છે: “વિના કારણે હિંસા કર્યાથી બુદ્ધિને શરમ ઉપજે છે. રકતપાતથી માણસ એવા ચાંકે છે કે પ્રત્યેક માનવવધ શુદ્ધ હૃદયના માનવીના જીવને પ્રાણહારક હાનિ કરતા લાગે છે. *** બળવાનાનું કર્તવ્ય નિર્બળનું રક્ષણ છે.” ઉમદા મનના માનવીને કર્તવ્યશૈથિલ્ય વધુ શરમ ઉપજાવે છે. સદાચરણના કોઈ પણ ભંગ વધુ શરમ ઉપજાવે છે. જ્યાં જંગાલિયત છે ત્યાં યુદ્ધ થવાનું જ એવું મારૂ નક્કી માનવું છે.” સાન્ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં આંતરરાષ્ટ્રીય સંસ્થાની પરિષદમાં ૨૬મી કરવામાં આવી. તેમાં ઘર્ષણમાંથી બચાવવા જૂન, ૧૯૪૫ને દિવસે સંયુક્ત રાષ્ટ્રના ખરડા પર સહી કહ્યું હતું: “ સંયુક્ત રાષ્ટ્રની પ્રજા ભવિષ્યની પેઢીને યુદ્ધના : Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ઇચ્છે છે” અને “મનુષ્યના મૂળ હકોમાં, મનુષ્યના વ્યકિતત્વના ગૌરવ અને લાયકાતમાં તેમજ સ્ત્રીપુરુષના સમાન હકમાં ફરી દઢ શ્રદ્ધા વ્યકત કરવા માટે...” આમ છતાં યુદ્ધ થયાં છે અને સારા પડોશી થવાનાં કથનો તેમજ પરસ્પર સહિષ્ણુતાની વાતે નિરર્થક નીવડી છે. આનું કારણ એ છે કે યુદ્ધ કરતી પ્રજા મનુષ્યજીવનનાં ગૌરવ અને પવિત્રતાને ભૂલી જાય છે. એક આગળ પડતાં રાષ્ટ્ર સાથેના ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં મહાત્મા ગાંધીએ અહિંસાના નૈતિક બળની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. તેમણે કહ્યું કે પ્રેમ જો જીવનને કાયદો ન હોત, તો મૃત્યુ વચ્ચે જીવન ટકી રહ્યું ન હોત. “ગુરુત્વના નિયમની જેમ પ્રેમને નિયમ પ્રવર્તશે-પછી આપણે તેને સ્વીકાર કરીએ કે ન કરીએ. જેમ જેમ આ નિયમનું હું વધારે પાલન કરું છું તેમ મને જીવનમાં વધારે ને વધારે આહલાદ મળતો જાય છે અને વિશ્વની રચનાને સમજવાનો નવો પ્રકાશ લાધે છે.” આ નિયમને નિષ્ઠાપૂર્વક વળગી રહેવામાં આવે તે જ રાષ્ટ્રીય જીવનમાં સંવાદ અને શાંતિ જળવાય તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધ જળવાય. આખા જગતમાં ઘણાંખરાં સ્ત્રીપુરુષો તેમજ તેમના નેતાઓ પોતપોતાના ધર્મના આદેશ અનુસાર મંદિર, દેવળ કે મસ્જિદમાં જાય છે, અને દયાળુ વ્યક્તિની ધન્યતા વિશેના ઉપદેશે સાંભળે છે. તેથી જે કાંઈ સાંભળ્યું કે વાંચ્યું હોય, તેનું ભકિતપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પાલન કરવું આજે જરૂરી છે.” આપણે જે યુગમાં જીવીએ છીએ તે અયુગ કહેવાય છે. વિવિધ માર્ગોએ કાર્યશકિત (ઊર્જા)ના નવા સ્ત્રોત શોધ્યા છે પણ સેવા અને માનવહિતની દષ્ટિએ તેમને વિચાર કરવાને બદલે સંહારક શસ્ત્રો ઉત્પન્ન કરવામાં આપણે તેમનો ઉપયોગ કર્યો છે. આનું અસ્તિત્વ પહેલાં અજાણ્યું ન હતું. શબ્દ ઉપનિષડ્માં જોવા મળે છે પણ વેદાન્તને અણુસિદ્ધાંતની ખબર નથી. પ્રો. હિરીયાણાના કહેવા પ્રમાણે બાકીની વિચારધારાઓમાંથી સંભવત: અણુનું જૈન રૂપ સૌથી પ્રાચીન છે. આ મત પ્રમાણે અણુ એક જ પ્રકારનાં હેય છે પણ અનેકવિધ વસ્તુઓ ઉત્પન્ન કરી શકે છે તેથી જ દ્રવ્યનું સ્વરૂપ અનિશ્ચિત માનવામાં આવ્યું છે. પુદ્ગલના કેટલાંક અસંક્રામ્ય લક્ષણ છે પણ તેમની સીમાની અંદર ગુણાત્મક અવકલન પ્રમાણે તે કોઈ પણ રૂપ ધારણ કરી શકે. તોનું તત્તાંતરણ આ મત પ્રમાણે શકય છે– માત્ર કિમીયાગરનું સ્વપ્ન નથી. દ્રવ્ય આનું બનેલું છે તે વાત સૌ પ્રથમ જૈનોએ જાહેર કરી એવા મત સાથે ડૉ. હરમાન યાકોબી સંમત થાય છે. જૈનેના મત પ્રમાણે ગુણવત્તાના સંદર્ભમાં અણુઓ અક્કસ છે. તેઓ બાદર કે સૂક્ષ્મ અવસ્થામાં હોઈ શકે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રત્યેક બાદર અણુ એક પ્રદેશ રોકે છે. સૂક્ષ્મ આણુએ એક સાથે એક પ્રદેશમાં અનંત સંખ્યામાં હોઈ શકે. બાદર અણુઓનાં સંયોજનથી જીવ, આકાશ, ધર્મ અને અધર્મ સિવાયની વિશ્વની બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. જૈન વિચારકો અત્યંત નવીન સિદ્ધાંત જાણતા હતા, તે બતાવવા જ મેં અણુસિદ્ધાંતના ઉલ્લેખ કર્યો. પણ તેમણે આ સિદ્ધાંતનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કર્યા હોય એવું લાગતું નથી કારણ કે માનવની જરૂરિયાતો તે સમયે ઘણી ઓછી હતી અને હિંસાના સ્પર્શમાત્ર પણ તેમને સ્વીકાર્ય ન હતા. જૈન દર્શન રચનાત્મક હતું તેથી આશુના વિનાશક સ્વભાવને વિચાર સરખા પણ અક્ષમ્ય હતા. સામાજિક સમાનતાના પ્રશ્ન તરફ આવીએ. જન્મ પર આધાર રાખતા જ્ઞાતિ, સંપ્રદાય વગેરેના ભેદભાવથી ભરેલા સમાજને જૈન ધર્મે એક જ સંદેશા આપવાના છે. આધુનિક સંસ્કૃતિના ફાયદા વિશ્વવ્યાપી હોવા છતાં જાતિ, વર્ણ કે રાષ્ટ્રીયતાને કારણે ઉદ્ભવેલા પૂર્વગ્રહો ચાલુ છે. પ્રજામાં વર્ગો પડી ગયા છે. જાતિને કારણે ઉદ્ધતાઈ કે શ્રેષ્ઠ કુળમાં જન્મનું મહત્ત્વ ઘટતું જાય છે. ઉત્તરાચયનસૂત્રના આઠમા અને નવમા પ્રકરણમાં કહેવાયું છે કે ઉચ્ચતા કે નીચતાના આધાર જન્મ પર નથી પરંતુ કાર્ય, ભલાઈ કે દુષ્ટતાના પ્રકાર ઉપર છે. માનવજાત એક છે અને પોતપોતાના શુભ કે અશુભ કાર્યોથી સ્રીપુરુષોએ ભેદભાવ ઊભા કર્યા છે. પોતાના જીવનકાળ દરમ્યાન મહાવીરે મનુષ્યોને ચાર વર્ગમાં વહેંચી દીધા હતા. મુનિ, અજિંકા, શ્રાવકો, શ્રાવિકાઓ : સૌને તેમણે એક જ ધર્મ ઉપદેશ્યો અને સ્ત્રી પણ ધર્મજ્ઞાન પ્રાપ્ત કરી પૂર્ણત્વ મેળવી શકે છે એવું માન્ય રાખ્યું. એક મુદ્દા નોંધવા જોઈએ. પોતાની શારીરિક અપૂર્ણતાને કારણે સ્ત્રીઓ મેાક્ષ મેળવવા શક્તિમાન થતી નથી એવું દિગંબર પરંપરા માને છે જ્યારે શ્વેતાંબર પરંપરા માને છે કે તે પણ મેાક્ષ મેળવી શકે. મહાવીરના પાતાના જીવનમાંથી સામાજિક સમાનતાનાં ઉદાહરણા મળી રહે છે. મહાવીર એક વખત ભિક્ષા માગવા માટે એક ગામમાં ગયા. તેમને ભિક્ષા આપવા માટે આતુર થઈને દરેક કક્ષાનું સામાજિક સ્થાન ધરાવતા લોકો પેાતાને બારણે ઊભા રહ્યા. તેમણે એક દાસની બાળા પાસે ભિક્ષા લીધી. તેને જુદી રાખવામાં આવતી હતી અને ધાતુનાં વાસણાને સ્પર્શ કરવાની તેને પરવાનગી ન હતી. ચન્દના દાસીએ થોડા ભાત આપ્યા તે લઈ મહાવીર એ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨ws સ્થળેથી ચાલ્યા ગયા. આ છોકરી પવિત્ર ભકત હતી. આનાથી કોનું અંતકરણ જાગૃત થયું. દાસીને માલિક પગે પડ્યો અને તેને છુટી કરી. આ વાત પ્રસિદ્ધ વિદ્વાનોએ સ્વીકારી છે. સિન્કલેર સ્ટીવન્સન જૈન ધર્મ શૂન્ય હદય ધરાવે છે એવું કહીને તેને દોષ જુએ છે છતાં સ્વીકારે છે કે જૈન ધર્મની એકમાત્ર ભવ્યતા એ છે કે હિંદના ઘણા ધર્મોથી ભિન્ન પડીને જૈન ધર્મ માને છે કે પરધર્મીઓ અને પરદેશીઓ પણ ધ્યેયપ્રાપ્તિ કરી શકે છે. જૈન ધર્મ વિશે જેમણે સાંભળ્યું પણ ન હોય એવા યુરોપ-અમેરિકાના લોકો, ભલે અજાણપણે પણ ચારિત્રના પાંચ નિયમો પાળે, પિતાનાં કર્મને ક્ષય કરે, તે ધનુષ્યમાંથી બાણ છુટે તેમ મોક્ષમાર્ગે જાય છે. આર. વિલિયમ્સ આ જ મતનું સમર્થન કરે છે. તેઓ કહે છે: જૈન ધર્મ તીર્થ છે – જીવનમાં પ્રગતિ સાધવાની એક રીત છે. યતિના આચાર વ્યક્તિને પિતાનાં મોક્ષની ગોઠવણ જાતે કરવાનું કહે છે તો શ્રાવકાચારને ઉદ્દેશ એ છે કે એવી પરિસ્થિતિ સર્જી શકાય જેમાં રહીને વ્યકિત મોક્ષમાર્ગે પ્રયાણ કરી શકે. તેથી આ ધર્મ જાતિ અને વ્યકિત બંને સાથે સંકળાયેલ છેબાહ્ય રીતે આ ધર્મ ન પાળતાં પણ સમાન માન્યતા ધરાવતાં મનુષ્યોને જૈન ધર્મ આવકારે છે. ઉદાહરણના બળ પર તે ભાર મૂકે છે. આ પરથી સ્પષ્ટ થશે કે સામાજિક કક્ષાએ જન્મને આધારે જૈન ધર્મ ભેદભાવ પાડતો નથી, પણ પ્રત્યેકને પોતાની પસંદગી પ્રમાણે સિદ્ધાંતનું પાલન કરવાની પૂર્ણ સ્વતંત્રતા અને છુટ આપે છે. વ્યક્તિ અને તેનાં કર્મફળ વચ્ચે કઈ આવતું નથી. લોકો પાસે અપરિગ્રહનું વ્રત લેવડાવીને જૈન ધર્મ આર્થિક અસમાનતા દૂર કરવા માંગે છે. સત્યનું વ્રત કષાય કે ધિક્કારથી ઉચ્ચારાએલાં અસત્યનો પરિહાર કરવાનું કહે છે. બીજા નિર્દોષ જીવને હાનિ થતી હોય તે સત્યભાષણ ન કરવાનું પણ જૈન ધર્મ કહે છે. વાણી પાછળનો ઉદ્દેશ મહત્ત્વનું છે તેથી દોષ અને પાપની વિરૂદ્ધ કઠોર શબ્દો ઉચ્ચારતા ઉપદેશક પરિહાર્ય વાણી ઉચ્ચારનારના વર્ગમાં નહીં આવે કારણ કે તેમને ઉદ્દેશ પ્રામાણિક અને બીજાને સુધારવાને છે. કષાયથી પ્રવૃત્ત થઈને ન અપાએલી વસ્તુ લેવી તે ચેરી છે. ચેરી કરનાર મનુષ્ય પિતાના જીવની શુદ્ધિને જ દૂષિત નથી કરતા પણ બીજાને પણ તેની વસ્તુ કે મિલકત ચોરીને દુઃખ આપે છે. અપરિગ્રહનાં પાલનમાં સત્ય અને પ્રામાણિકતા તે જોઇએ જ. આસક્તિ પોતે જ પરિગ્રહ છે. માનસિક અનાસક્તિ વગર ખરૂં અપરિગ્રહવ્રત લઇ ન શકાશે. સજીવ કે નિર્જીવ પદાર્થોના પરિગ્રહની આસકિતથી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વિરક્ત થવા કોઈ સમર્થ ન હોય તે ઓછામાં ઓછું તેણે પરિગ્રહને સીમિત તે કરવો જ જોઇએ. આવી સમા લોભને અંકુશમાં રાખે છે. લોભ જ વસ્તુને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. સામાન્ય માણસ સમાજનો સ્થંભ છે. સમાજનું આરોગ્ય તેના હાથમાં છે. સંપત્તિ થોડા માણસ પાસે એકઠી થયાં ન કરે અને પરિણામે સમાજના ધનિક અને દરિદ્ર એવા વિભાગો વધુ ન પડે તે જોવાની માણસની ફરજ છે. સમાજમાં સંવાદ અને શુભ લાગણી જળવાઈ રહે તે ખાતર પણ તેણે લોભનું દમન કરવાનું છે. આર્થિક સમાનતા સ્થાપવા માટે આ નૈતિક આદર્શ છે. મૂડીવાદી સમાજમાં થાય છે તેમ સંપત્તિને સંગ્રહ થોડા માણસે જ કર્યા કરે તે બીજો એક એવો વર્ગ ઊભે થશે જે દારિદ્યથી પીડાતા હશે અને ધનિકોની વિરૂદ્ધ અસંતોષ અને વેરભાવનાં બીજ વાવત રહેશે. માનવહિતનો મૂળ સિદ્ધાંત છે સંતોષ અને થોડું સુખ. અપરિગ્રહના આદર્શનું સીમિત રીતે પાલન કરવામાં આવે તો પણ તે સામાજિક વિકાસ અને હેતુઓના સુસંવાદ તરફ લઈ જશે. વિશ્વનાં રાજકારણમાં ઉથલપાથલ આણનારાં સૌથી મોટાં બે કારણે છે: સામ્યવાદ અને મૂડીવાદ જેવા બે વર્ગોનું અસ્તિત્વ. સામ્યવાદ બધાં જ ઔદ્યોગિક સાહસની માલિકી રાજ્યની રહે તેની તરફદારી કરે છે. મૂડીવાદ ઉત્પાદન અને વિતરણનાં તમામ ક્ષેત્રોમાં વ્યકિતગત સાહસને પસંદ કરે છે. બંનેમાં વ્યકિતગત નીતિને જુથના અંકુશને તાબે થવાનું હોય છે. સંપત્તિને વધારો બંનેને હેતું હોય છે. આ બંને પરિબળો ભૌતિક સંપત્તિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની સાથેસાથે આધ્યાત્મિક સાધના અને ચારિત્ર્યનું પતન થતું જાય છે. એ સાચું છે કે શરીર અને મનને સાથે રાખવા જીવનમાં થોડી સગવડ જરૂરી છે. ભૌતિક પ્રાપ્તિ પર, ડહાપણ અને નૈતિક ગણતરીને અંકુશ ન હોય, તે બીજાને જે ઓછામાં ઓછી સગવડો જોઈએ છે તેનાથી પણ વંચિત કરી, તેમને માત્ર લાભ ઉઠાવાય છે. સાંસારિક દષ્ટિએ ભૌતિક પ્રગતિમાં શારીરિક જરૂરિયાત અને ઇચ્છાઓની તૃપ્તિ આવી જ જાય છે. આ બંને વિચારધારાઓને સંઘર્ષ સમાવવા માટેનું એક માત્ર રામબાણ ઉપાય વ્યક્તિગત નીતિનો વિકાસ છે. અસત્ય, હિંસા, અન્યાય, બીજાને ખોટો લાભ ઉઠાવ–આ બધાને સમાજમાં નૈતિક બળો જ અંકુશમાં રાખી શકે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ અતિપ્રાપ્તિ અંતરની વિશુદ્ધિ અને સામાજિક શાંતિની વિરોધી છે. પોતાની ઇચ્છાઓ અને પરિગ્રહવૃત્તિની સ્વૈચ્છિક સીમાઓ બાંધ્યાથી જ પરિગ્રહવૃત્તિનું દમન થઈ શકે. અપરિગ્રહવ્રત આ જ શીખવે છે. જીવનના આદર્શ મન, દેહ, અને વાણીનાં વિવિધ પ્રકારનાં, માણસાને તંગ કરતાં દૂષણાને દૂર કરવાના અને આત્મવિશુદ્ધિનો આરંભ કરવાને છે. શકય એટલી વૈરાગ્યની ભાવના તે ધ્યેયની સિદ્ધિ માટેનું પ્રથમ પગથિયું છે. ૨૫૭ સામાન્ય અનુભવ એવા છે કે સુખ અને દુ:ખ વ્યક્તિગત હોય છે. બધાં જ પ્રાણીઓ દુ:ખથી દૂર રહે છે. તેઓ ભૂલી જાય છે કે મેટા ભાગનાં દુ:ખ તેમણે પોતે જ સર્જ્યો છે. સ્નેહની લાગણી અને તિરસ્કારના અભાવના પાયા પર મંડાએલા આધ્યાત્મિક અનુભવથી સુખને પ્રારંભ થાય છે. લાભ અને દુષમાંથી મુકત થવામાં સુખ સમાએલું છે. દાન પ્રત્યેક ગૃહસ્થનાં દૈનિક કર્તવ્યનો ભાગ છે એવું જૈન ધર્મ આગ્રહપૂર્વક માને છે. ખાસ કરીને ઉત્તરની જૈન કોમ પોતાની સંપત્તિ તેમજ પેાતાનાં દાન માટે જાણીતી છે. તેણે દુ:ખ અને પીડા ઓછાં કરવાના પ્રયાસ કર્યો છે તેમજ ઘણાં ગ્ણાલયો અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ તૈયાર કર્યા... છે. સાંસ્કૃતિક ધારણા જાળવી રાખવા તેમજ નીતિશાસ્ત્રના સિદ્ધાંતોના પ્રસારણાર્થે અત્યંત મહત્ત્વના ધાર્મિક સાહિત્યનાં પ્રકાશન માટે દાનની સંસ્થા સ્થાપવાનું પણ ભુલાયું નથી આ એક માત્ર કોમ એવી છે જેણે પશુ-પક્ષી માટે હોસ્પીટલ બંધાવી છે. જો કે છેલ્લા કેટલાક વખતથી સિંધી અને હિંદુ ધર્મસંસ્થાઓએ તેમનું અનુકરણ કરવા માંડયું છે. નવીન વિચારસરણીમાં સાધન અને સાધ્યના સંબંધ વખતોવખત તપાસવાને આવે છે. કૌટિલ્ય, હીટલર અને મશીઍવેલીએ એવું પ્રતિપાદન કર્યું છે કે સાધ્ય પરથી સાધનને ન્યાય્ય ગણવાનું હોય છે. મહાવીર, બુદ્ધ, ગાંધી અને બીજા કેટલાક માનવતાવાદી ચિંતકો અને દાર્શનિકો આગ્રહ રાખે છે કે શુભ સાધ્યની સિદ્ધિ માટેનાં સાધન પણ શુભ હોવાં જોઈએ. જૈન સિદ્ધાંતે સુખી જીવન માટે સતત દઢ નીતિની હિમાયત કરે છે. કેટલાક લાકોએ જો કે જૈન ધર્મને નિરાશાવાદી કહ્યો છે પણ એક બાજુ સુખ અને સારાપણું અને બીજી બાજુ દુ:ખ અને દુષ્ટતા વચ્ચે ગાઢ સંબંધ સ્થાપવામાં તે અજોડ છે. કર્મના અટળ નિયમ એવું સ્થાપિત કરે છે કે તમે જે વાવા તે જ તમે લણો. આ નિયમને બદલી શકે એવું વચગાળાનું કોઈ બળ કે શક્તિ નથી. જ.—૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આધુનિક સમાજને ચિંતાતુર કરતી બીજી સમસ્યા જાતીય સંબંધની છે. પશ્ચિમના દેશોમાં વિચારસરણી એટલી આગળ વધી છે કે જાતીય સંબંધો માત્ર માણસની લાગણી અને તેને ગમતી ઇચ્છાઓનો જ સવાલ છે. ન જોઈતા જન્મ માટે ગર્ભનિરોધક સાધનાને કુદરતનાં પ્રતિરોધકો તરીકે સ્વીકારાયાં છે. ધર્મ અને નીતિની ઉન્નત પૃષ્ઠભૂમિકા હેાવા છતાં ભારતમાં પણ ગર્ભપાતને કાયદેસરના ગણવામાં આવ્યો છે. વસ્તીવધારો રોકવા માટે સરકારી પ્રતિનિધિ જોરશેારથી ગર્ભનિરોધનાં સાધનાના પ્રચાર કરે છે. જૈન ધર્મ દ્વારા આદિષ્ટ બ્રહ્મચર્યવ્રત પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથેના જાતીય સંબંધોને નિષિદ્ધ ગણે છે. પત્ની માટેની આસકિત ઉચિત માત્રામાં હોવી જોઈએ કારણ કે કામુકતા અને આવેગથી હિંસા થાય છે. મહાત્મા ગાંધી પોતાની કિશેારાવસ્થામાં જૈન ધર્મથી પ્રભાવિત થયા હતા તે જાણીતું છે. તેમણે પ્રતિપાદિત કર્યું કે બ્રહ્મચર્ય એટલે સંયમ. પ્રજોત્પત્તિ માટે જ આ સંયમના ભંગ કરવાના હોય છે. કુટુંબનિયોજનની તેમની ભાવના આત્મસંયમ પર આધારિત રહી છે. વસ્તીવધારાને રોકતા અને દિવસે દિવસે વધુ મહત્ત્વ પ્રાપ્ત કરતાં ગર્ભનિરોધક સાધનાને તેમણે કુટુંબિનયોજનના પાયામાં ગણ્યાં નથી. કદાચ ઈસ્લામ સિવાય બધા ધર્મોએ લગ્નને, બે પક્ષાને આજીવન બાંધતા સંબંધ તરીકે પવિત્ર માન્યું છે. બીજા દેશામાં લગ્નવિચ્છેદ બહુ ઝડપથી થાય છે અને લગ્નના અમુક સમય પૂરતો સાદા થાય છે. જે ધર્મ પ્રત્યેક વ્યક્તિની, વિચાર અને આચારની શાંતિ પર ભાર મૂકે છે તે આવી પરવાનગી આપે તેવી અપેક્ષા ન રાખી શકાય. સ્યાદ્નાદ અને નયવાદ જૈન ધર્મના પ્રસિદ્ધ સિદ્ધાંતા છે. તેમનું લંબાણ પૂર્વક નિરૂપણ કરવાની મારી ઇચ્છા નથી. આ સિદ્ધાંતો પાછળની ભાવના એવી છે કે અસ્તિત્વનું સ્વરૂપ ખરૂં જો1 અનિશ્ચિત છે કારણ કે તે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશને પાત્ર છે. આ દૃષ્ટિબિંદુ પ્રમાણે પ્રત્યેક તત્ત્વવિદ્યાનું કથન અમુક દૃષ્ટિબિંદુથી જોતાં સાચું છે તેમ બીજાં દૃષ્ટિબિંદુથી તે જુદું પડે તે પણ સાચું છે. તત્ત્વવિદ્યાનાં તર્કવિધાનાનાં સાત રૂપ હાય છે અને પ્રત્યેક તર્કવિધાન એક દૃષ્ટિબિંદુ સૂચવે છે. બીજા ધર્મના ચિંતકોએ ટીકા કરીને આ સિધ્ધાંતને નિરાશાવાદી, હઠાગ્રહી અને અનિશ્ચિત કહ્યો છે. પ્રા. દાસગુપ્ત જેને સાપેક્ષ અનેકત્વ કહે છે તે સ્યાદ્વાદના પક્ષ-વિપક્ષની આગલાં પ્રકરણમાં ચર્ચા કરી છે. દેખીતી રીતે વિરોધી એવા સિદ્ધાંતામાં તે સુમેળ સર્જી સંવાદ રચે છે. સહિષ્ણુતા ઉત્પન્ન કરી તે સંઘર્ષોને દૂર રાખે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ આધુનિક જગતમાં જ્ઞાનના વિસ્તાર વધતા જાય છે. આ જ્ઞાન વિજ્ઞાનનું અને ઉદ્યોગવિજ્ઞાનનું છે. શાંતિથી એશઆરામની જીદંગી ગાળવાનાં સાધના તેમજ યુદ્ધનાં સાધના વધતાં વિશ્વ જોખમભરેલી પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. જગત યુદ્ધ, જાતીય સંબંધ અને જાતિઓની એકતાના પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. યુદ્ધ કરતા પક્ષે વિશ્વબંધુત્વની ભાવનાને તે સમય પૂરતી નકારે છે. યુદ્ધના અંગારા જ્યારે ઠંડા પડે છે ત્યારે અવિચારીપણાને કારણે ભાગ બનેલાં નિર્દોષ જનાનાં આક્રંદ, તેમજ અવશિષ્ટ રહેલી વ્યક્તિઓનાં પુનર્વસવાટ માટેનાં આક્રંદ બંધુત્વની ભાવનાને જાગૃત કરે છે. અહિંસાના સંદેશના પ્રગતિશીલ ફેલાવાથી યુદ્ધના કેવી રીતે પરિહાર થઈ શકે તે, તેમજ ભિન્ન ભિન્ન સંપ્રદાયો સ્થિર સમાજની રચના માટે કેવું પ્રદાન કરે છે તે પહેલાં દર્શાવાઈ ગયું છે. બીજાં વિશ્વયુદ્ધ અમાનુષી કાર્યપ્રક્રિયાથી બંને પક્ષે કેવી આપત્તિ ઊભી થાય છે તેનું નિદર્શન આપ્યું છે. ધર્મનિષ્ઠા અને નૈતિક આદર્શવાદ માનવનાં મન પર સામ્રાજ્ય નહીં ભાગવે ત્યાં સુધી સમાજમાં સલામતી નથી અને મનુષ્યની સાત પ્રકારની મુકિત જળવાઈ રહેવાને કોઈ અવકાશ નથી. આધુનિક જગતમાં ધર્મસિદ્ધાંતોની યથાર્થતા અને તેમના ઉપયોગને માત્ર ધર્મગુરુઓ પર છેાડી શકાય એમ નથી. વૈજ્ઞાનિકો, દાર્શનિકો, માનવતાવાદીઓ, સમાજશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રીએ તેમની સાથે બેસીને વિચાર કરવાના છે, તેમને બૌદ્ધિક સામગ્રી અને ઈશ્વરવાદના સિદ્ધાંતોને સમજવા માટેની પૃષ્ટભૂમિ તૈયાર કરી આપવાની છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધેાના નિયમેામાં નીતિશાસ્ત્રના નિયમાનું આચરણ શી રીતે સંભવિત બને તે અંગેની ભૂમિકા રચવાની છે. યુદ્ધ અને જાતિગત ભેદભાવાના પરિહાર માટે કોઈ પણ ભાગે જીવનની પવિત્રતા સ્થાપિત કરવાની છે, મનુષ્યનાં વ્યક્તિત્વનાં ગૌરવને માન્ય રાખવાનું છે. અહિંસા, સત્ય, લાભના અભાવ, આત્મનિગ્રહ અને અનુચિત આસકિતના પરિહાર — આ સર્વ ગુણા વ્યક્તિ તેમજ સામાજિક જૂથોની વ્યાવહારિક આચારસંહિતા બનવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સંબંધામાં તેમને લાગુ પાડતાં આ બધાંનું એકઠું નામ ‘પંચશીલ ’ એવું છે. પંચશીલ પ્રમાણે પ્રત્યેક રાષ્ટ્ર (૧) એકબીજાના પ્રદેશની અખંડિતતા માટે અરસપરસ માન જાળવવાનું છે. (૨) આક્રમણ ન કરવાની નીતિ અખત્યાર કરવાની છે. (૩) એકબીજાના આંતરિક મામલામાં માથું મારતાં અટકવાનું છે. (૪) એકબીજાના લાભ માટે સમાનતાના સિદ્ધાંત વિસ્તારવાના છે. (૫) શાંતિમય સહઅસ્તિત્વના સિદ્ધાંત સમજવાના તેમજ આચરવાના છે. આર્થિક પ્રગતિનાં ઉપકરણ તરીકે ધર્મ, માલમિલકત માટેના એકબીજાના હક તેમજ પોતાના ધંધા કે વેપાર કરવાની છુટ જેવા નૈતિક આચારોનું માત્ર Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વિધાન કરી શકે. રાજ્ય બીજી ઘણી ખાતરીએ અને આશ્રય આપી શકે પરંતુ આ ખાતરી કરતાં વ્યક્તિનું આંતરિક જીવન વધુ મુલ્યવાન છે. મેક્ષ ઇહ લેાકનું નથી પરંતુ તેની પ્રાપ્તિ અહીં જ કરવાની છે. આ હેતુ સિદ્ધ કરવા પ્રત્યેક વ્યક્તિએ પહેલાં પાતાના જીવ બચાવવાના છે અને બીજાનાં કલ્યાણ માટે ફાળા આપવાના છે. આ સર્વાદયના સંદેશ છે. મહાવીરના સિદ્ધાંતોની વ્યાપકતાને બીજી સદીમાં સમંતભદ્રે પેાતાના યુત્સ્યનુશાસન નામના ગ્રંથના ૬૧મા શ્લોકમાં આ નામ આપ્યું છે. ઉમાસ્વામીએ સાચું જ કહ્યું છે કે એકબીજાને મદદ કરવી તે પ્રાણીઓનું કર્તવ્ય છે. “પરસ્પરોપગ્નો નીવાનામ્ ”. " આદર્શ જીવનનાં આ તત્ત્વજ્ઞાનના ઉપદેશ જૈન ધર્મે લાંબા સમય પૂર્વે આપ્યો. પણ આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ સદીમાં તેનાં ક્ષેત્ર અને અર્થને સમજાવ્યા છે. દૈનિક જીવનનાં દષ્ટિબિંદુથી આપણે જાણીએ છીએ કે માનવનું અસ્તિત્વ બીજાં માનવ માટે છે જેમનાં સ્મિત અને હિત ઉપર આપણું સુખ આધાર રાખે છે તેમને માટે તેમજ સહાનુભૂતિના બંધથી જેમના ભાગ્ય સાથે આપણે સંકળાએલાં છીએ તેમને માટે જીવવાનું છે. દિવસમાં કેટલીય વાર હું વિચાર કરૂ છું કે મારૂં આંતર અને બાહ્ય જીવન મારાં જીવિત તેમજ મૃત બાંધવાના શ્રમ પર રચાયું છે. મેં જે કાંઈ મેળવ્યું તે પાછું વાળવા માટે ગંભીર પ્રયાસ કરવા જોઈએ”. વૈજ્ઞાનિક રીતે જૈન ધર્મનાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો યુક્તિયુક્ત છે, અને ભવિષ્યમાં હંમેશને માટે યુક્તિયુક્ત જ રહેશે. જૈનાની દૈનિક પ્રાર્થનામાં નીચેના શ્લાકના સમાવેશ કરવામાં આવે છે. આ પ્રાર્થના શાશ્વત માનવમૂલ્ય ધરાવતાં વિશ્વવ્યાપી પ્રેમ અને બંધુત્વનું સતત સ્મરણ કરાવતી રહે છે. सत्त्वेषु मैत्रीं गुणिषु प्रमादं क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ्यभावं विपरीतवृत्तौ सदा ममात्मा विदधातु देव ॥ “ હે પ્રભુ ! મને સદા સર્વ પ્રાણીઓ પ્રત્યે સ્નેહ, સદ્ગુણી માણસા પ્રત્યે પ્રેમભર્યો આદર, સંતપ્ત જીવા માટે સહાનુભૂતિ અને સહિષ્ણુતા આપ.” જૈન ધર્મ જે મૈત્રી અને બંધુભાવની સ્થાપના કરવા માંગે છે તે ધર્મ, જ્ઞાતિ, સ્થળના વાડા ઓળંગી જાય છે. શ્રીમતી ઍની બેસ્ટંટના શબ્દોમાં જૈન ધર્મના માનવતાને સંદેશ છે : “માનવ માનવ વચ્ચે શાંતિ, માનવ અને પ્રાણી વચ્ચે શાંતિ, સર્વત્ર સર્વ સ્થળે શાંતિ અને પ્રત્યેક પ્રાણી માટે પૂર્ણ બંધુભાવ.” Page #278 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના આધારગ્રંથાની સૂચિ (1) All India Reporter, 1927 Madras. (2) Asimov, Issac The Universe. (3) Basham, A. L. Wonder that was India The MacMillan Company, New York (4) Besant, Annie. Jainism The Theosophical Publishing House, Adyar, Madras. (5) Besant, Annie The Riddle of life Theosophical Publishing house Adyar, Madras. (6) Bridges, Robert Testament of Beauty Clarendon Press, London. (7) Chakravarti, A. Panchastikaya (with introduction). (Sacred Books of the Jainas. V. 3). Central Jain Pub lishing House, Arrah, India. (8) Chakravarti, A. Religion of Ahimsa. Ratanlal Hirachand Bombay. (9) Chakravarti, A. Tirukkural Diosin Press, Madras. (10) Cultural heritage of India (V. 1) (11) Desai, P. B. Jainism in South India Jain Sanskriti Samprakashak Sangh, Sholapur Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ (12) Desai, S. T. Ed: Mulla's Principles of Hindu Law Edn. 14. (1970) N. M. Tripathi Private Ltd., Bombay. (13) Diwakar, S. C. Religion and Peace. All India Digambara Jain Sangh Mathura. (18) Gandhi, M. K. Non-violence in Peace and war Navjivan Publica tions, Ahmedabad. (19) Gandhi, M. K. Satyagraha Navjivan Publications, Ahmedabad, (14) Eaves, R. H. M. Tr, Works of Spinoza : Ethics and selected letters Dover Publications, New York. (15) Epigraphica Indica V. 1. (16) Forlong, J. R. G. Shorter studies in the science of contemporary religion. (17). Jain Sutras, Acharanga Sutra Sacred Books of the East 22. Dover Publications Inc. New York, (20) Ghoshal S. C. Dravyasamgraha Sacred Books of the Jains (1) Central Jain PubJishing House Arraḥ, India (21) Glazenap, Helmuth Von The Doctrine of Karma in Jaina, Philosophy Bai Vijibai Jivanlal Pannalal Charity Fund Bombay. 1942 (22) Gopalan S. Outlines of Jainism Wiley Eastern Publishing House, Page #280 -------------------------------------------------------------------------- ________________ Ajitashram Lucknow. (23) Gunabhadra Gani Jhaṇājhayaṇa ed. by S. K. Rama chandra Rao Oriental Research Trust, Madras (24) Guseva, (Mrs.). N. R. Jainism Tr. from Russian by Redkar Sindhu Publications, Pvt. Ltd. Bombay-1 (25) Haldane, J. B. C. The System of Syadvada of Pre dication in Samkhya Indian journal of Statistics, 1957. (26) Handiqui, K. K. Yashastilaka & Indian Culture Jain Samskṛti Samrakshaka Sangh, Sholapur. (27) Hastings, James. Ed. Encyclopedia of Religion and Ethics (V. 7), T & T Clark, New York. PP. 465-74. (28) Herbert Warren Jainism ૨૬૩ Vallabhsuri Smarak Nidhi Publication Bombay. (29) Hirianna, M. Outlines of Indian Philosophy George Allen & Unnia Ltd. London. (30) Jacobi, Hermann Sacred Books of the East V. 45 Dover Publications Inc. New York. (31) Jacobi, Hermann ed. Sacred Books of the East (V. 5). (Uttaradhyayana Sutra). Dover Publications New York. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ (32) Jacobi, Hermann Studies in Jainism Jain SahityasamShodhak Karyalaya Ahmedabad. (33) Jain, C. R. Confluence of Opposites Jain Library, London. (34) Jain, C. R. Fundamentals of Jainism Vir Nirvan Bharati Meerut (35) Jain, C. R. Householder's Dharma. Jain Parishad Publishing House Bijnor (U. P.) (36) Jain, C. R. Jainism and World Problems (1934). Jain Publishing House, Bijnor (U.P.) India (37) Jain C. R. Cosmology, Old and New Central Jain Publishing House, Ajitashram, Lucknow. (38) Jain, Hiralal Contribution of Jainism to Indian Culture Jaina Sanskrti Samshodak Sangh, Sholapur. (39) Jain, Hiralal & Upadhye, Adinath Neminath Mahavira His time and his Philosophy of life Bharatiya Jnanpith New Delhi (40) Jain J. L. The Jain Universe Central Jain Publishing House, Ajitashram Lucknow. (41) Jain, Jyotiprasad Jainism, the oldest living religion Jain Cultural Research Society Benaras Page #282 -------------------------------------------------------------------------- ________________ (42) Jain, Kamtaprasad Religion of Tirthankaras (1914) The World Jain Mission, Aliganj (43) Jain, S. A. Reality (Tattvarthasangraha) Vir Shasan Sangh 29, Indra Bishvas Road, Calcutta-27. (44) Jain, S. A. Reality (Tr. of Sarvarthasiddhi by Pujyapada) Vir Shasan Sangh 29, Indra Bishwas Road, Calcutta, 37 (45) Jain Gazette, 1916. (46) Jaini, J. L. Gommatasara (Jivakāṇḍa) with Eng. commentary The Central Jain Publishing House, Ajitashram, Lucknow. (47) Jaini, J. L. Outlines of Jainism Central Jain Publi shing House Ajitashram, Lucknow. (48) Joad, C. E. M. Guide to Modern ૨૬૫ Wickedness Faber & Faber Ltd. London. (49) Kalghatgi, T. G. Jain View of Life Jain Sanskrti Samrakshak Sangh, Sholapur, India. (50) Kalghatgi, T. G. Karma and Rebirth L. D. Institute of Indology. (51) Kundakunda Acharya Pancastikaya (Com. translated by Maganlal Jain) Digambar Jain Swadhyay Mandir, Songadh (Saurashtra) (52) Kundakunda Acharya Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ Samayasara (Commented and translated by Ugra Sen) The Central Jain Publishing House, Lucknow. (53) Luniya, B. N. Evolution of Indian Culture. (54) MacDonell, A. A. History of Sanskrit Literature (55) Manikyanandi Parikshamukh (Ed. by S. C. Ghoshal) Central Jain Publishing House, Lucknow. (56) Max Muller Sacred Books of the East (V. 12, Pt. I) Dover Publications. New York. (57) Mayne's Trealise on Hindu Law and Usage Edn. 11. (58) Mehta, Mohanlal Jaina Culture Sohanlal Jain Dharma Pracharak Samiti, Amritsar (59) Mehta, Mohanlal Jain Psychology, Sohanlal Jain Dharma Pracharak Samiti, Amritsar, (60) Mirji, Anna Rao Jainism (in Kannada) Shanti Seva Sadan, Shebal (Dist. Belgaon). (61) Mohan Rao U. S. Ed. Message of Mahatma Gandhi. Govt. of India Publications Division New Delhi (62) Mukerji, Radha Kumud. Hindu Civilization (V. I.). Bhavan's Book Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭. University, Bombay. (68) Padmarajiah Jaina theory of knowledge and reality (63) Mukerji, Satkari The Jain Philosophy of Nonabsolutism Bharati Jain Parishat Calcutta. (69) Pushpadanta Bahubali Acharya Şaşkhandāgama. Jainendra Granthamala Bangalore (70) Radhakrishnan, Sarvapalli History of Philosophy Eastern & Western Govt. of India Publication New Delhi, (64) Mukerji; Satkari Pramanmimamsa (Tr.) (65) Nathmal muni The Philosophy of Anuvratas Dakshin Pradeshik Anuvrata Samiti, Bangalore (66) Nemichandra Gommatasāra. (with Intro. in Eng. by Ajitprasad Jain & commentary) Central Jain Publishing House Lucknow (67) Nrisimhachar, R. Carnatica Epigraphia. V. 2. Govt. of Mysore (71) Radhakrishnan, Sarvapalli Indian Philosophy Allen & Unwin, London (72) Radhakrishnan, Sarvapalli Recovery of Faith Hind Pocket Book, Pvt. Ltd. Delhi 32 Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ (79) Shastri Kailasch andra Jainism in Kannada) (80) Sogani, K. C. Ethical doctrines of Jainism Jain Sanskrti Samrakshak Sangh, Sholapur (73) Radhakrishnan, S. & Muir, Charles, Ed. Source book of Indian Philosophy (74) Ranade, R. D. Pathway to God in Kannada Literature Bhavan Publications Bombay. (75) Rose, William Ed. Outline of Modern Knowledge Victor Collaniz, London (76) Sacchidanand Murti, K. Indian Spirit Andhra Uni. Voltaire (77) Sankhya Indian Journal of Stati stics V. 18 1957. (78) Sharma S. R. Jainism & Karnataka Culture Karnataka Historical Research Society Dharwar (81) Stevenson, (Mrs.) Sinclaire Heart of Jainism Oxford Uni, Press, London (82) Tatia, Nathmal Studies in Jain Psychology Jain Cultural Research Society Banaras 5 India. (83) Times of India 19 March, 1965 Bombay (84) Toyenbee, Arnold A Study of History V. 1. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ Oxford University Press London (85) Tulsi, Acharya. Prevedic Existence of Sramaņa Culture (86) Umasvati Tattvārthasūtra (by S. A. Jain) Vira Shasan Sangh, Calcutta (87) Upadhye, Adinath Neminath Commentary on Karttike yanupreksā (88) Upadhye, Adinath Neminath Introduction to Pravacanasāra of Kundakunda (90) Uttaradhyayana Sutra Sacred Books of the East (45). Dover Publications New York. (91) Vivekanand. Lectures from Colombo to Almora Advaita Ashram 5, Delhi Anteby Road, Calcutta (92) Williams, R. Jaina Yoga Oxford University Press, London (93) Yogindudeva Parmātmaprakash with commentary in Kannada Dr. Manjappa Hegade, Dharmasthala, (Karnataka). (94) Zimmer Heinrich Philosophies of India ed. Joseph Campbeil Routledge Kegan Paul Ltd. London (89) Upadhye, Adinath Neminath Paramātmaprakasha of Yogindudeva. Shrimad Rajachandra Ashram, Agas (Gujarat) Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ tinyi (95) अमृतचन्द्रसूरी पुरुषार्थसिद्धयुपाय अजीतप्रसाद धी सेन्ट्रल जैन पब्लिशिंग हाउस, अजीताश्रम, लखनौ (96) आशाधर अनगारधर्ममित्र. हिन्दी अनु. सह श्रुतभंडार व ग्रंथप्रकाशन समिति, फलटन (सतारा) महाराष्ट्र (97) आशाधर सागरधर्मामृत श्रुतभंडार व ग्रंथप्रकाशन समिति, फलटन, सतारा (महाराष्ट्र) (98) कुन्दकुन्दाचार्य मूलाचार दिगम्बर जैन स्वाध्याय मंदिर ट्रस्ट, सोनगढ (सौराष्ट्र) (99) कुन्दकुन्दाचार्य समयसार श्रुतभंडार व ग्रंथप्रकाशन समिति कालटन पुना. (100) गुणभद्राचार्य आत्मानुशासन संपा. जे. अल. जैनी सेन्ट्रल पब्लिशिंग हाउस, अजीताश्रम, लखनौ (101) न त (पत्रिी ) अप्रैल १९७८ भारत जैन महामंडल बम्बइ १. (102) पूज्यपाद . इष्टोपदेश रायचन्द्र जैन शास्त्रमाला बम्बई (103) भगवद्गीता (104) वीरनन्दी आचारसार शांतिसागर दिगंबर ग्रंथमाला बारामती पुना. (105) समंतभद्र रत्नकरण्ड श्रावकाचार (106) सुशीलमुनि जैन धर्म ओल इन्डिया श्वेताम्बर स्थानकवासी भवन, नयी दिल्ली Page #288 -------------------------------------------------------------------------- ________________ dansere