SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કે આ જાતના તપથી આધ્યાત્મિક ઉન્નતિ સધાતી નથી. તેમની સલાહ પર ધ્યાન આપ્યા વગર, વિના વિચાર્યું, મહીપાલે ઝાડ કાપવું ચાલુ રાખ્યું. પોતે કાપેલા ઝાડમાંથી બે સાપ નીકળતા જોઈ તેઓ વ્યાકુળ થઈ ગયા. સર્પો દુ:ખથી કણસતા હતા અને મરણાસન હતા. કુમાર પાર્શ્વનાથને તેમની દયા આવી અને તેમના પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને તેમણે મોટેથી તેમની આગળ પંચનમોકારનું ઉચ્ચારણ કર્યું. આ પવિત્ર મંત્ર સાંભળતાં સર્પોનું મૃત્યુ થયું. તેમણે નાગલેકમાં ધરણેન્દ્ર અને રાણી પદ્માવતી તરીકે જન્મ લીધો. પાર્શ્વનાથનાં ઘણાં મંદિરોમાં આ યક્ષ-યક્ષિણીની મૂર્તિ હોય છે. રાજકુમાર ત્રીસ વર્ષના થયા ત્યારે તેમણે સાંભળ્યું કે સાકેતપુરના રાજા દેવસેન ભગવાન ક્ષભદેવની પંચકલ્યાણપૂજા ઉજવતા હતા. તેઓ ત્યાં ગયા ત્યારે તેમને, ભગવાને શા માટે જગતને ત્યાગ કર્યો હતો તેની ખબર પડી. તેમને લાગ્યું કે જીવન ક્ષણભંગુર છે, અને ધર્મને નામે હિંસા પ્રવર્તે છે. તેમણે સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચયથી તેમના માતાપિતાને ઘણો શોક થયો. માતાપિતાને તેમણે જીવનનાં અનિષ્ટ અને સાધુધર્મની મહત્તા સમજાવ્યાં. તેઓ વનમાં ગયા. ત્યાં જઈને તેમણે બધાં આભરણ અને વસ્ત્રોને ઉતારી નાંખ્યાં. પિતાને હાથે તેમણે કેશ દૂર કર્યા અને તેઓ શ્રમણ ધર્મના બધા નિયમો પાળવા લાગ્યા. તેમણે ઉપવાસ કર્યા અને તપ કર્યું. તેમને મન:પર્યાય (બીજાના વિચાર જાણવાનું) જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ પ્રેમ અને પવિત્રતાથી દેદીપ્યમાન લાગતા હતા. એવું કહેવાય છે કે તેઓ જ્યારે ઊંડા ધ્યાનમાં મગ્ન હતા ત્યારે શમ્બરદેવે (જે આગલા જન્મમાં મહીપાલ હતા) તેમનાં પર દરેક પ્રકારનાં દુ:ખે વરસાવ્યાં. પેલા બે નાગ–ધરણેન્દ્ર અને પદ્માવતી–ને આની ખબર પડતાં તેમણે ભગવાન પર પોતાની ફેણ પ્રસારી. જે કાંઈ થતું હતું તેમાં પણ ભગવાન તો નિર્વિકાર જ હતા. ભગવાન પાર્શ્વનાથની મૂર્તિમાં મસ્તક પર છત્રની જેમ નાગની ફેણ પ્રસરેલી હોય છે તે નેધવા જેવું છે. તેમનું પ્રતીક નાગ છે. અવિચળ રહીને પાર્શ્વનાથે પોતાનું તપ ચાલુ રાખ્યું. તેમના પિતાની જાત પર ખૂબ અંકુશ હતે. છેવટે તેઓ શુકલ ધ્યાનમાં મગ્ન થયા અને ચૈત્ર વદ ચોથને દિવસે તેમણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું. પછી તેમણે જિનેના સંદેશને ઉપદેશ દેવે શરૂ કર્યો અને લોકોને અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહના વ્રત પાળવાને અનુરોધ કર્યો. તેઓ કાશી, કેસલ, મગધ, કલિંગ, અને પાંચાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy