________________
૨૭
થ. નેમિનાથ શ્રીકૃષ્ણના સમકાલીન અને પિતરાઈ હતા અને તેમણે યુદ્ધમાં ભાગ લીધે ન હતો. જૈન પુરાણ પ્રમાણે પાના જન્મ પહેલાં ૨૭૫૦ વર્ષ પૂર્વે નેમિનાથ નિર્વાણ પામ્યા હતા. મહાભારતના યુદ્ધને આધારે કરેલી ગણતરી અને આ ગણતરી લગભગ મળતી આવે છે. બીજા આધારભૂત પુરાવાઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નેમિનાથની ઐતિહાસિકતાનું સમર્થન કરવા માટે આ પુરાવાઓ ભૂલભરેલા નહીં ગણાય. આના સંદર્ભમાં એપ્રિલ, ૧૯૬૬ના Journal of the Royal Asiatic Society Hi uslud uzej એન. આર. વિલિયમ્સનું “Before Mahavira' નામનું શોધપત્ર નોંધપાત્ર છે. શ્રી વિલિયમ્સના અભિપ્રાય પ્રમાણે પરંપરાગત સંતચારિત્ર્યલેખનની પૂર્વભૂમિકામાંથી પાર્શ્વ જેટલું જ નેમિનું ચિત્ર સ્પષ્ટ થાય છે.
પાશ્વનાથ
નેમિનાથ પછી ૨૩મા તીર્થ કર ભગવાન પાર્શ્વ આવે છે. તેમનો જન્મ વારાણસીમાં થયો હતો. તે વખતે કાશી પર એમના પિતા વિશ્વસેનનું શાસન હતું. તેમની માતાનું નામ બ્રાહ્મી હતું. ઈ. પૂ. ૧૦૩૯ વર્ષના પિષ માસના કૃષ્ણપક્ષની અગિયારસને દિવસે એમનો જન્મ થયો હતો. પરંપરા પ્રમાણે ભગવાન નેમિનાથ નિર્વાણ પામ્યા તેના ર૭૫૦ વર્ષ પછી તેમને જન્મ થયો હતા. તેઓ ઉગ્ર વંશના અને કાશ્યપ શેત્રના હતા. તેમનું રાજચિહ્ન ફણીધર નાગનું હતું. તેઓ પ્રખર સુધારક હતા અને ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા. બાળપણથી તેઓ અત્યંત દયાળુ હતા.
દરેક મહાપુરુષની સાથે તેમના પરાક્રમ કે દિવ્ય સ્વરૂપને સુચવતા પ્રસંગો સાંકળી લેવાનું ઘણું સામાન્ય છે.
કહેવાય છે કે એક વખત રાજકુમાર વનમાં જતા હતા ત્યારે તેમણે એક સાધુને જોયા. આ સાધુ તેમના માતામહ મહીપાલ હતા. પોતાની રાણીનું મૃત્યુ થતાં મહીપાલ જગતનો ત્યાગ કરીને તપશ્ચર્યા માટે વનમાં ગયા હતા. તે વખતે તેઓ પાંચ અગ્નિની વચ્ચે ઉગ્ર તપ કરતા હતા. આ તપની અસર પાર્થ ઉપર પણ થઈ. અગ્નિમાં બળતણ નાખવા માટે મહીપાલે ઝાડ કાપવા માંડયું. પોતાની માનસિક શકિતથી કુમાર પાર્શ્વનાથે જાણી લીધું હતું કે જે ઝાડ મહીપાલ કાપતા હતા તે ઝાડની ડાળીમાં બે જીવતા સાપ હતા. તેમણે મહીપાલને કહ્યું કે ઝાડમાં સાપ અને સાપણ હોવાથી ઝાડ ન કાપશો. વળી તેમણે એમ પણ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org