________________
પ્રતીક કાચબો હતું. ફાગણ વદ બારસને દિવસે તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ડૉ. કામતાપ્રસાદે વેદમાં (૨, ૩, ૨૭–૩૨) કૂર્મ ઐષિ અને એના ઉપદેશનું વિધાન હોવાનો ઉલ્લેખ કર્યો છે તે આ તીર્થકર છે એવું કહી શકાય. તેઓ કૂર્મપુરાણને પણ ઉલ્લેખ કરે છે. આ સિવાય બીજા પુરાવા નથી.
અરિષ્ટનેમિ અથવા નેમિનાથ આગળ ઉલ્લેખ થઈ ગયો છે તે પ્રમાણે સ્વેદમાં અરિષ્ટનેમિ વિષે ઉલ્લેખ છે. તેઓને જન્મ ફાગણ સુદ બીજને દિવસે મથુરામાં થયો હતો. તેમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ સિવદેવી હતું. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ, સમુદ્રવિજયના નાના ભાઈ હતા. તેઓ યદુવંશના ક્ષત્રિય હતા. જૈન પુરાણ અનુસાર, રાજા ઉગ્રસેનને રાજમતી નામની પુત્રી હતી. નેમિનાથના લગ્ન રાજમતી સાથે નક્કી થયાં હતાં. જ્યારે વરયાત્રામાં તેઓ શ્વશુરના ગૃહ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે કેટલાંક પ્રાણીઓને આર્તનાદ સાંભળ્યો, અને કેટલાંક પ્રાણીઓને થાંભલે બાંધેલાં જોયાં. પૂછપરછ કરતાં તેમને ખબર પડી કે લગ્નસમારંભમાં આવેલા અતિથિના ભજન માટે આ પ્રાણીઓને વધ કરવાનું હતું. તેમનું હૃદય કરુણાથી દ્રવી ગયું. તેમણે પોતાને રથ પાછો ફેરવ્યો. શ્રીકૃષ્ણ અને બીજાં સંબંધીઓની વિનવણી છતાં તેમણે જગતને ત્યાગ કરી શ્રમણધર્મ સ્વીકાર્યો. રાજમતીને જ્યારે આ પ્રસંગની જાણ થઈ ત્યારે તેણે પણ રાજવીજીવનનો ત્યાગ કર્યો અને તે સાધ્વી થઈ. તેમણે મગધમાં તેમ જ પલ્લવ વગેરે સ્થળોએ કરુણા, સંયમ અને ત્યાગને ઉપદેશ આપ્યો. પછી તેઓ ગિરનાર ગયા અને ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી નિર્વાણ પામ્યા.
વેદમાં અરિષ્ટનેમિના નામનો ઉલ્લેખ છે તે વાત પહેલાં થઈ ગઈ છે. આ તીર્થકરની ઐતિહાસિકતા વિશે ડૉ. રાધાકૃષ્ણનને કોઈ શંકા નથી તે પણ કહેવાઈ ગયું છે. ડૉ. પ્રાણનાથની ઈ. પૂ. ૧૧૪૦ની, બેબિલોનના રાજા નેબુત્સનઝર પહેલાંના તામ્રપત્ર પરનાં દાનપત્રની વાચના પ્રસિદ્ધ થઈ છે. તેમણે એવું કહ્યું છે કે ભગવાન નેમિનાથને પ્રણામ કરવા રાજા રેવતપર્વત ઉપર આવ્યા હતા. મથુરામાં થએલાં પુરાતત્ત્વનાં અન્વેષણોને આધારે ડૉ. ફયુરરે જાહેર કર્યું છે કે નેમિનાથ ઐતિહાસિક વ્યક્તિ હતા. ડૉ. કામતાપ્રસાદનું વિધાન છે કે ઈન્ડો-સિધિયન સમયના કેટલાક આલેખે આ તીર્થકરને સ્પષ્ટ નિર્દેશ કરે છે. મહાભારતનાં આદિપર્વમાં કહ્યું છે કે મહાભારતનું યુદ્ધ કલિયુગના પ્રારંભ વખતે થયું હતું અને કલિયુગનો પ્રારંભ ઈ. પૂ. ૩૧૦૧ થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org