SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મનુસ્મૃતિમાં પણ પ્રથમ તીર્થંકરનો ઉલ્લેખ મળે છે: અષ્ટમો મળ્યાં તુ નામેતા કહw:. दर्शयन् कर्म वीराणां सुरासुरनमस्कृतः । नीतित्रयस्य कर्ता यो, युगादौ प्रथमो जिनः ।। (મનુસ્મૃતિ ) યુગના પ્રારંભમાં મરુદેવીએ નાભિથી પ્રથમ જિનને જન્મ આપ્યો, જે વીરકાર્યો કરતો હતો, જેને દેવો અને દાનવે નમસ્કાર કરતા હતા, અને જે ત્રણ પ્રકારની નીતિઓનો ઘડનારો હતો.” આવું જ વર્ણન ભાગવતપુરાણમાં પણ મળે છે. તેમાંના શ્લોકો માત્ર ઉપરોક્ત પરંપરાને જ સમર્થન નથી આપતા પરંતુ શ્લભે પોતાના પુત્રોને જે સલાહ આપી હતી તેની પણ વિગતો આપે છે અને તે જૈન ધર્મના સિદ્ધાંતને અનુરૂપ છે. અહં તો અને તીર્થકરોના ઉપરોકત ઉલ્લેખ દર્શાવે છે કે આ વિભૂતિઓ વેદકાળ પૂર્વે થઈ ગઈ, તેમજ તેમણે ઉપદેશેલો ધર્મ વેદધર્મ પૂર્વેને હતો. જેનોની પોતાની માન્યતા અનુસાર જૈન ધર્મ નિત્ય છે અને અનેક તીર્થકરોએ, અનંત સમયના પ્રત્યેક યુગમાં ફરી ફરીને તેને પ્રકાશિત કર્યો છે. ધર્મના અભ્યાસીને માટે જૈન ધર્મ મહત્ત્વનો છે કારણકે તેના મૂળ ઘણા પ્રાચીન સમયમાં છે. આ મૂળ, ધર્મ અને તત્ત્વવિદ્યાના ચિંતનની એવી આદિ પ્રણાલિકાઓમાં છે, જેમાંથી ભારતનાં સૌથી પ્રાચીન દર્શને – સાંખ્ય અને યોગ તેમજ બૌદ્ધ ધર્મનો ઉદ્દભવ થયો. આ દર્શનોનાં સૈદ્ધાંતિક નિરાશાવાદને તેમજ તેના વ્યાવહારિક આદર્શ— મોક્ષને-જૈન ધર્મ સ્વીકારે છે.” વેદને સમય વેદોની રચનાના સમય અંગે ઠીક ઠીક મતભેદો પ્રવર્તે છે. “ દના સૂકતોની રચનાના તેમજ સંગ્રહના સમયની કોઈ માહિતી મળતી નથી. કેટલાક પુરાવાઓ એવા છે જેને આધારે કાંઈક ચોકસાઈપૂર્વક સુચવી શકાય કે ઈ. પૂ. પંદર સૈકાઓ પૂર્વે આ સૂકતો પ્રચલિત હતાં અને અત્યારે પ્રાપ્ત થતી સંગ્રહવ્યવસ્થા જ કાંઈક અંશે તે વખતે પણ હતી.” ઈ. પૂ. ત્રણ હજારથી એક હજાર વર્ષો જેટલા લાંબા સમયગાળામાં વેદે રચાયા હશે.” ટિળક ઈ. પૂ. ૧૫ સૈકા સુધી વેદોના રચનાકાળને ખેંચે છે, જ્યારે પછીના ઇતિહાસકારો માને છે કે વેદો ઈ. પૂ. બીજા અને પહેલા સહસ્ત્રાબ્દના પ્રથમ અર્ધભાગમાં રચાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy