________________
લાગે છે પણ ખરૂં. ફકત પર્વત અને ખીણની સપાટી અનિયમિત છે. આનાથી ભિન્ન મત ધરાવતા કોઈ ગ્રીકનું નામ આપણી પાસે આવ્યું નથી, અને તેના ચિંતનની કોઈ નેધ રહી નથી. સામાન્ય બુદ્ધિને ગમે તેટલું અનુકૂળ લાગે પણ પૃથ્વીને સપાટ માની લેવાથી ગંભીર દાર્શનિક મુશ્કેલી આવશે એવું ગ્રીક માનતા લાગે છે.”
વિજ્ઞાનની શોધખોળે આપણા જ્ઞાનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પ્રકૃતિને પૂર્ણરૂપે અને સાચા સ્વરૂપે સમજવામાં મનુષ્ય કદી સફળ થયો નથી. વખતોવખત નવા વાદોનું પ્રતિપાદન કરવામાં આવે છે. તત્ત્વવિદ્યાના મોટા પ્રશ્નને છેવટને ઉકેલ કયારે આવશે તે કોઈ જાણતું નથી.
ટૂંકમાં, આપણે જોઈ શકીશું કે વિશ્વ વિષેને જૈન ધર્મને દૃષ્ટિકોણ વિધેયાત્મક છે. તે જીવને તેમ જ અજીવના પ્રકારરૂપે ગણવામાં આવેલા પાંચ દ્રવ્યોને સત્ય અને નિત્ય માને છે. પ્રત્યેક પદાર્થ, વિકાર અને ક્ષયને પાત્ર હોવા છતાં પોતાની સત્તા જાળવી રાખે છે. પરિવર્તન પામવા છતાં પદાર્થની સત્તા ચાલુ જ રહે છે. ઉમાસ્વામીએ અવિસ્મરણીય શબ્દોમાં દર્શાવ્યું છે કે છે દ્રવ્યો ‘સત્’ હોવા છતાં, આ ‘સત્', ઉન્માદ (જન્મ), વ્યય (અસ્તિત્વની બહાર જવું) અને ધૌવ્ય (નિત્યતા)નાં લક્ષણો ધરાવે છે. ધ્રૌવ્ય એટલે પદાર્થનું અવિનાશીપણું. યાકોબીએ પહેલાં જૈન ધર્મના સિદ્ધાંતમાં કોઈ પ્રધાન વિચાર ન હોવાની ટીકા કરી, પણ પાછળથી એમણે પોતાનો મત સુધાર્યો હતે: “જૈન દર્શનને હવે હું જુદા સ્વરૂપે જોતાં શીખ્યો છું. જૈન ધર્મ પાસે પોતાની વિશિષ્ટ તત્ત્વવિદ્યાનો આધાર છે અને તેને કારણે બ્રાહ્મણ અને બૌદ્ધ બંને પ્રતિસ્પર્ધી દર્શનેથી તેણે અલગ, વિશિષ્ટ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.” યાકોબી જેવા પ્રખર વિદ્રાને પહેલાં જૈન તત્ત્વવિદ્યાના ટીકાકાર હતા છતાં પાછળથી તેમણે જૈન ચિતનમાં સંવાદીપણું જોયું તે પરથી આપણને ખાતરી થાય છે કે જૈન દર્શન પ્રત્યે પૂર્વગ્રહરહિત અભિગમ રાખવામાં આવે, તે જૈન તત્ત્વવિદ્યાને યોગ્ય રૂપે સમજી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org