SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ભક્તા છે અને સિદ્ધ છે. આપણે જે સુખ કે દુઃખ અનુભવીએ છીએ તે આપણે પોતે જ ઘડ્યાં હોય છે. તેમાં સમ્યક દર્શન, ત અથવા જીવનું સમ્યક જ્ઞાન, અને સમ્યફ ચારિત્ર એટલે શુદ્ધ ચારિત્રના બધા નિયમો અને તપસ્યાનું નિષ્ઠાપૂર્વક પાલન–આ ત્રણ મળીને મોક્ષમાર્ગ થાય. આ માર્ગ જીવને ઈશ્વરત્વની પ્રાપ્તિ થાય તે માટે ઘડવામાં આવ્યો છે. અને ઇશ્વરત્વ પ્રકૃતિથી જ સુષુપ્ત રીતે તેનામાં પડેલું જ છે. અગણિત જીવેએ આ માર્ગને અનુસરી મોક્ષ મેળવ્યું છે. આ માર્ગ સમજી શકાય એવો છે અને સામાન્ય બુદ્ધિ વડે ગ્રાહ્ય છે. મહાકવિ ટેનીસને નીચેની પંક્તિઓમાં આ જ વિચારનો પડઘો પાડયો છે: “આત્મજ્ઞાન, આત્માભિમાન અને આત્મનિગ્રહ જ મનુષ્યને સાર્વભૌમ સત્તા આપશે.” પોતે ઇશ્વરત્વના બધા જ ગુણ ધરાવે છે, સત્યના પ્રત્યેક સાધક તે પદને પ્રાપ્ત કરવા સમર્થ છે, એવું દર્શન, શું આત્મવિશ્વાસ વિનાના અને નિસશાવાદી દષ્ટિ ધરાવતા મનુષ્યોને સિદ્ધપદની પ્રાપ્તિ માટે સાચા માર્ગે જવાની હષ્ટિ અને બળ નથી આપતું? જે કોઈ અહિંસા, આત્મનિગ્રહ અને તપશ્ચર્યાનું જીવન જીવે છે તે જ આ લેકમાં અને પરલોકમાં સુખ મેળવી શકશે. પ્રત્યેક વ્યકિત પિતાનાં ભાગ્યને ઘડે છે તે સંદેશ, જે બુદ્ધિભર્યો ધર્મ પાળવાની ઇચ્છા રાખે છે, તેમને નવી આશા અને પ્રેરણા આપતાં વરદાન જેવે છે. સી. ઈ. એમ. જોડ કહે છે કે સત્ય, શિવ, સૌન્દર્ય અને સુખ જીવનનાં અંતિમ મૂલ્યો અને ધ્યેય છે. આ ચારની જ ઈચ્છા થાય છે, આ ચારનું જ મૂલ્યાંકન થાય છે અને સાધના પણ આ ચારની જ થાય છે. આ ચાર વિશ્વના સ્વતંત્ર અંશ છે અને દરેકને પોતપોતાનાં સ્વભાવગત લક્ષણ છે. આ ચારેના ગ્રહણ અને સાધનાના ઓછાવત્તા અંશે ઉપરથી જ માનવજાતિની પ્રગતિનું માપ કાઢવું જોઈએ. આ કાર્યમાં નિષ્ફળતા મળે છે તે અંતર્દર્શનનો અને ધ્યેય માટે જરૂરી સંકલ્પબળને અભાવ સૂચવે છે. માનવજીવનમાં આજે આ બધાં મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે કારણ કે સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિઓના વિચાર અને વર્તનમાં કુરૂપતા અને અસત્ય વ્યાપી ગયાં છે. નૈતિક મૂલ્યની ઉત્ક્રાંતિ સમાજધર્મ છે તે આધ્યાત્મિકતાની ઉત્ક્રાંતિ પ્રત્યેક વ્યકિતનો ધર્મ છે. સમાજની દૃઢતા અને વ્યક્તિગત પવિત્રતા માટે નૈતિકતા આવશ્યક છે. અત્યારે પરસ્પર અવિશ્વાસ અને સામાજિક બિનસલામતીનું એક વાતાવરણ ઊભું થયું છે. નૈતિક સભાનતાનાં ત્રણ મૂળ હોઈ શકે : (૧) અનિટનો પરિહાર કરવાથી પિતાને જ લાભ થશે એવી શ્રદ્ધા. (૨) દુષ્કર્મોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy