SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ થાય જ છે. (૭) વિસ્તાર—બાર અંગેનાં કાળજીભર્યા અધ્યયનથી પ્રાપ્ત થતી શ્રદ્ધા. આ બાર અંગેમાં પ્રાચીન પવિત્ર વિદ્યા હોય છે. (૮) મર્થ—ધર્મગ્રંથેના સિદ્ધાંતને સાચો અર્થ કરી, તેમાં શ્રદ્ધા રાખવી. માત્ર શબ્દો પર વધારે પડતો ભાર ન મૂકવો. (૯) અવઢ–અંગે અને બીજા ધાર્મિક ગ્રંથનાં અધ્યયનથી પ્રાપ્ત થતી શ્રદ્ધા. (૧૦) ઘરમાવઢ–તીર્થકરોને જેનું દર્શન થયું છે એવાં સત્યમાં શ્રદ્ધા. ઉપર જે કાંઈ કહેવાયું છે તે પરથી સ્પષ્ટ થયું છે કે સંવેગ (ધર્મ પ્રત્યે (પ્રેમ), નિર્વેદ (સાંસારિક સુખો પ્રત્યે અલિપ્તતા), અને જાણીને કે પ્રમાદથી થએલા આચારના નિયમોના અતિચાર માટે પિતાની ટીકા કરવાની વૃત્તિ–આ સૌ સમ્યકત્વનાં લક્ષણો છે. સમ્યકત્વ ધરાવતી વ્યક્તિએ પોતાના આધ્યાત્મિક ગુરુ પાસે પોતાના દોષ કબુલ કરી પશ્ચાત્તાપ કરવો જોઈએ, અને પોતાના કષાયોના ઉપશમ માટે જાગૃત પ્રયત્ન કરવો જોઈએ. તેને પંચપરમેષ્ઠીઓ પ્રત્યે ભકિતભાવ હોવો જોઈએ, અને સગુણી વ્યકિતઓ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. સર્વ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા તો હોવી જ જોઈએ. આમ સમ્યક દર્શનનાં મૂળ આધ્યાત્મિકતામાં છે. સત્યનાં જ્ઞાન માટે વસ્તુઓનાં સાચાં સ્વરૂપ વિષે ઊંડું જ્ઞાન તે સમ્યકત્વ. આવું ઊંડું જ્ઞાન ધરાવતી વ્યકિત કોઈ પણ ભોગે યથાર્થ સત્યને જાણવા કૃતનિશ્ચયી હોય છે. જૈન ધર્મ માત્ર નીતિશાસ્ત્ર અને તવવિઘાને બનેલો નથી. એક પણ અપવાદ વિના બધા જૈન દાર્શનિકોએ, મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે કોઈ પણ આચાર શરૂ કરતાં પહેલાં સમ્યક દર્શનને અચૂક પ્રાપ્ત કરવા માટે ભારપૂર્વક કહ્યું છે, તે દર્શાવે છે કે જૈન ધર્મ એટલે અધ્યાત્મવિદ્યા. સમંતભદ્ર કહ્યું છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ જેણે કરી છે, તે ભલે નીચ કુળમાં જન્મ્યો હોય, પણ ગણધરો પણ તેને દેવ જેવો ગણશે. સમ્યક દર્શનને આધાર ન હોય, તો જ્ઞાન અને ચારિત્રનાં ઉદય, સ્થિરતા, વિકાસ અને પૂર્ણતા શકય નથી. સભ્ય જ્ઞાન સમ્યક દર્શનને કારણે આપણે જીવ અને દ્રવ્યને કેટલેક અંશે સમજી શકીએ છીએ, સમ્યક દર્શનને કારણે જ આપણે આપણા વિચારો અને પૂજાને જિને પર એકાગ્ર કરી શકીએ છીએ અને ધર્મગ્રંથનાં અધ્યયનમાં ઉદ્યમપૂર્વક પ્રવૃત્ત થઈએ છીએ. ધર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા પ્રાપ્ત થતાં, જ્ઞાનપ્રાપ્તિ માટેની પૂર્વભૂમિકા તૈયાર થએલી ગણાય. વળી તેને કારણે જ વિચારો વિશુદ્ધ બને છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy