________________
૧૫૧
આસ્થા. વ્યક્તિની વર્તણૂક ઉપરથી તેને આત્મનિગ્રહ અને તેની મનવૃત્તિ જણાઈ આવે છે. એક જ વિષય કે વ્યક્તિઓ પરત્વેનું બે વ્યકિતઓનું વર્તન, ભિન્ન હોય છે કારણ કે તેમના વિકાસકાળ દરમ્યાન ઘડાયેલાં સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યો ભિન્ન ભિન્ન હોય છે.
ધાર્મિક દૃષ્ટિબિંદુથી જોતાં, જૈન ધર્મ શ્રાવકો અને મુનિઓ માટે જુદા નિયમોનું વિધાન કરે છે. આ આચારોને અનુક્રમે શ્રાવકધર્મ અથવા મુનિધર્મ કહે છે. કેટલાંક વ્રત અને તપ બંને માટે સમાન છે, તેમનું સાધુઓએ શ્રાવકો કરતાં વધારે કઠોરતાથી અને ખંતથી પાલન કરવાનું છે. આનું કારણ એ છે કે ગૃહસ્થ કુટુંબનું પાલન કરવાનું હોય છે, જે સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં પતે રહેતા હોય તેને અનુકૂળ થવાનું હોય છે. સાધુને આવી મર્યાદાઓ નડતી નથી કારણ કે તેમનો એક માત્ર ઉદ્દેશ આધ્યાત્મિક માર્ગને અનુસરવાને છે, અને તેથી તેણે સર્વને ત્યાગ કર્યો હોય છે. પિતાની ઈન્દ્રિયો ઉપર પૂર્ણ અંકુશ ધરાવતો હોવાથી આ વ્રતનું તે સંપૂર્ણ પાલન કરી શકે છે. તે કષાયોનું દમન કરી શકે છે કારણ કે તે આધ્યાત્મિક નિગ્રહ અને ધાર્મિક જ્ઞાન ધરાવતો હોય છે.
શ્રાવકો માટે આદેશેલાં વ્રત અને આચારોને ઉદ્દેશ આત્મશુદ્ધિ છે તેથી શ્રદ્ધા અને શકિતને આધારે આ આચારોના પાલકોનું વર્ગીકરણ કરવામાં આવે, તે સ્વાભાવિક છે. શ્રાવક એટલે સાંભળનાર અથવા શ્રદ્ધા ધરાવનાર. સ્ત્રીઓ અને પુરુષોની બુદ્ધિ અને સંકલ્પશકિત ભિન્ન ભિન્ન હોય છે તે સૌના અનુભવની વાત છે. આથી જૈન ચિંતકોએ ત્રણ પ્રકારના વિભાગો આપ્યા છે. (૧) પાક્ષિક એટલે સામાન્ય જન, જેને અહિંસા પ્રત્યે પક્ષપાત છે. તે સમ્યકત્વ ધરાવે છે અને મૂળ ગુણો તેમજ અણુવ્રતોનું પાલન કરે છે. પૂજા કરવામાં તે ઉદ્યમ ધરાવે છે. (૨) નૈષ્ઠિક–અગિયારમી પ્રતિમા સુધી પહોંચે છે. પ્રતિમા દ્વારા તે મોક્ષમાર્ગે જવા ઇચ્છે છે. પરાકાષ્ઠાએ પહોંચતાં ગૃહસ્થજીવનને ત્યાગ કરી દશ પ્રકારને સાધુધર્મ આચરે છે. ખલન થતાં તે પાક્ષિકની સ્થિતિમાં નીચે ઉતરે છે. (૩) સાધક – સલ્લેખના દ્વારા જે પિતાને માનવજન્મ પૂરો કરે છે. અને જીવને શુદ્ધ કરે છે. નૈષ્ઠિકનો અર્થ “નિષ્ઠા ધરાવતો', અથવા “ધર્મસિદ્ધાંતોમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતે', એવો પણ થાય છે. મનુષ્યના સ્વભાવની દુર્બળતામાં આ વર્ગીકરણ સુષુપ્ત રહેલું જ છે. આ વર્ગીકરણની પાછળ એવી અપેક્ષા રહેલી છે કે પોતપોતાની શક્તિ કે સમજ અનુસાર સૌ કોઈ નિયમ અને વ્રતનું પાલન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org