________________
૭૮
તેમને દેખાવ અનાકર્ષક અને ભયંકર હોય છે. તેમની દેહાકૃતિ ધૃણાજનક હોય છે. પ્રથમ ચાર પ્રદેશોના જીવો અત્યંત ગરમીથી પીડાતા હોય છે. નીચેના ચાર પ્રદેશોના જીવો અત્યંત ઠંડીથી પીડાતા હોય છે. તેમની સુખ માટેની પ્રત્યેક પ્રવૃત્તિ અસહ્ય વેદના અને દુ:ખમાં પરિણમે છે અને જેમાં નીચેના પ્રદેશમાં જઈએ તેમ તેનું પ્રમાણ વધતું જાય છે. કર્મને પરિણામે નારકી જીવ યાતના અને પરિતાપ સાથે જ જન્મેલા હોય છે. આ જીવો જેમ એકબીજાની નજીક આવતા જાય તેમ તેમની શત્રુતા વધે છે, અને પૂર્વસ્મૃતિ તેમના એકબીજા પ્રત્યેના ધિક્કાર અને શત્રુતામાં વધારો કરે છે. જાતજાતના હથિયારોથી તેઓ એકબીજા પર હુમલો કર્યા કરે છે અને એકબીજાના દુ:ખમાં વધારો કરે છે. આસુરી કર્મને ઉદય થવાને કારણે તેઓ દુષ્ટતામાં પ્રવૃત્ત રહીને બીજાને અસહ્ય દુ:ખ આપ્યાં કરે છે. “બીજાને પીગળેલું લોઢું પાઈને, તપાવીને લાલ કરેલા થાંભલા સાથે બાથ ભરાવરાવીને અને કાંટાળાં વૃક્ષો પર ઉતરાવી અને ચઢાવીને તેઓ દુઃખ આપ્યાં કરે છે. તેઓ બીજાંને હથોડાથી મારે છે, કુહાડા અને ચપ્પથી કાપે છે, તેમના પર ઉકળતું તેલ રેડે છે, અને ઘાણીમાં પીલે છે. તેમને વિવિધ પ્રકારની શારીરિક યાતનાઓ સહન કરવાની હોય છે તેથી તેઓ વહેલા મૃત્યુ પામી શકતા નથી અને તેમને જીવનકાળ ટુંકાવી શકાતું નથી”
ઉપરની ચર્ચા જીવે કઈ કઈ ગતિઓમાંથી પસાર થવાનું છે તેને ખ્યાલ આપે છે. આ ગતિએ માનવી, સ્વર્ગીય, તિર્યંચ અને નારકી હોઈ શકે. જીવ અનેક પ્રકારના દેહ અને દશામાં આવી પડે છે. જુદા જુદા જીવોના દેહ, ઇન્દ્રિય અને મનમાં સ્પષ્ટ ભેદ હોય છે. તેમ છતાં આખું વર્ગીકરણ, માત્ર શરીરના પ્રકાર પર આધારિત છે.
છેવટે પ્રશ્ન એ ઊભો થાય છે કે વિશ્વમાં જીવની આ મુસાફરીઓમાં પરિવર્તને શાને કારણે આવ્યા કરે છે? પુનર્જન્મનું કારણ માત્ર સંયોગ છે કે સુસંગત અને સમજી શકાય એવું કોઈ કાનૂન છે? સ્વભાવથી શુદ્ધ અને પૂર્ણ જીવો માટે જન્મની શૃંખલા કે બંધને તોડવાનું અને ફરીથી પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનું શક્ય છે? આ મહત્ત્વના પ્રશ્નોના જવાબ જૈન ધર્મે આપ્યા છે. જીવનું આ બંધન કેવી રીતે આવી પડે છે તે જોઈશું અને પછી એ બંધનમાંથી મુક્ત થવાની રીતનો અભ્યાસ કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org