________________
૪૯
સ્વભાવમાં રહેલા છે. જૈન દાર્શનિકો આવા જીવને અહંત કહે છે જ્યારે લોકો તેને ઈશ્વર, સર્વજ્ઞ, વીતરાગ, પરમાત્મા, જિન વગેરે નામોએ ઓળખે છે. તેણે બધા આવેગ અને આસકિતઓને જીતી લીધાં હોય છે. સંસારનાં દુઃખ અને આપત્તિઓમાંથી તેણે મોક્ષમાર્ગ બતાવ્યો હોય છે તેથી તેને આપ્ત અથવા તીર્થંકર પણ કહે છે. ભૂખ, તરસ, ભય, દ્વેષ, આસક્તિ, માયા, ચિંતા, જરા, જવર, મૃત્યુ, શ્રમ, સ્વેદ, દર્પ, દુ:ખ, વિસ્મય, જન્મ, નિદ્રા અને શોક–આ અઢાર પ્રકારની નિર્બળતાઓમાંથી તે સંપૂર્ણ રીતે મુક્ત હોય છે જ. યથાર્થ રીતે અહંતા દેહરહિત હોય છે પણ પ્રચલિત માન્યતા પ્રમાણે દરિક દેહ ધરાવતા હોય છે અને તેમને દેહ સહસ્ત્ર સૂર્ય સમાન તેજસ્વી હોય છે.
અનંત જ્ઞાન અને અનંત આનંદને કારણે આ ઈશ્વર અત્યંત તેજસ્વી હોય છે. તેને કોઈ ઇચ્છા કે કાર્ય હોતાં નથી. મનુષ્યોના વ્યવહારોમાં તે પડતો નથી તેમજ જગતની વ્યવસ્થાની જવાબદારી તેને હેતી નથી. કોઈ પણ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તે પોતાનો સમય આપતા નથી. ઈશ્વરને અપૂર્ણ ધ્યેય, અસંતુષ્ટ વાસના કે અભિલાષ હોતાં નથી. તેથી જગતની વ્યવસ્થામાં કે તેના સર્જનમાં તેને કાંઈ કરવાનું હોતું નથી.
અસૃષ્ટિ અને નિત્ય જગતને અષ્ટા, શાસક કે નિયામક હોઈ શકે નહીં તે દૃષ્ટિબિંદુની સાથે અહંત અથવા ઈશ્વરને ખ્યાલ અત્યંત સુસંગત છે. સૃષ્ટિનું સર્જન કરવા માગતા ઈશ્વર માટે ઇચ્છા જરૂરી છે અને ઇચ્છા એટલે અપૂર્ણતા. આ વિષય પર એ. બી. લઠેએ એક આચાર્યને તર્ક આ પ્રમાણે ટાંક્યો છે : “ઈશ્વરે જો સૃષ્ટિનું સર્જન કર્યું, તો સર્જન પહેલાં તે ક્યાં હતો? જો તે આકાશમાં ન હતો તેણે વિશ્વને ક્યાં મૂકયું? રૂપ અને દ્રવ્યરહિત ઈશ્વર દ્રવ્યરૂપ વિશ્વને કેવી રીતે સર્જી શકે? જો દ્રવ્યને પહેલેથી અસ્તિત્વ ધરાવતું માનવામાં આવે તે તેને અસૃષ્ટ કેમ ન માનવું? જો અષ્ટા અસુષ્ટ હોય તે વિશ્વને પિતાને જાતે જ અસ્તિત્વ ધરાવતું કેમ ન માનવું? ઈશ્વર સ્વતઃપૂર્ણ છે. જો તેમ હોય તે તેને જગતનું સર્જન કરવાની જરૂર નથી. જો તે સ્વત:પૂર્ણ ન હોય તે સામાન્ય કંભારની જેમ પોતાના કાર્યમાં તે અસમર્થ થશે, કારણ કે પૂર્વધારણા પ્રમાણે પૂર્ણ જીવ જ તેનું સર્જન કરી શકે. જો ઈશ્વરે પોતાની લીલાથી જગતનું સર્જન કર્યું હોય, તો ઈશ્વર બાલિશ કહેવાશે. ઈશ્વર જ કૃપાળુ હોય અને પિતાની કૃપાથી તેણે વિશ્વનું સર્જન કર્યું હોય, તો સુખની સાથોસાથ તેણે દુઃખને કેમ ઉત્પન કર્યું?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org