SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ અનુમાન કરી શકાય. ઉદાહરણ તરીકે, કાચા ચોખાને વાસણમાં તે બફાય ત્યાં સુધી મૂકીએ, તે તેમાં થયેલાં પરિવર્તન પરથી કાળ જાણી શકાય. વિશ્વ કાળનાં સૂક્ષ્મ પરમાણુઓથી ભરેલું છે. આ પરમાણુએ અદશ્ય, અગણિત, નિષ્ક્રિય અને રૂપરહિત છે. આ પરમાણુઓ છુટાં રહે છે. છ દ્રવ્યોમાંથી, કાળ સિવાયના પ્રત્યેકને અસ્તિકાય કહે છે. અતિ એટલે હેવું અને કાય એટલે શરીર. એટલે કે આમાંના પ્રત્યેકને ઘણા પ્રદેશ હોય છે. પ્રદેશ એટલે દ્રવ્યનાં એક અવિભાજ્ય પરમાણુ વડે રોકાતો આકાશનો એક ભાગ. લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં અગણિત અણુ કે પરમાણુ હોઈ શકે, કારણ કે આકાશને ધર્મ બધાં દ્રવ્યોને સ્થાન આપવાનો છે. કાળ પોતાની જાતે રહે છે અને સતત રહેવાની ક્રિયામાં વસ્તુને સહાય કરે છે. મહાન ફ્રેન્ચ દાર્શનિક બર્ગસને કહ્યું છે કે વિશ્વની ઉત્ક્રાંતિમાં કાળ એક શકિતશાળી તત્ત્વ છે. તેઓ એવો અભિપ્રાય ધરાવે છે કે કાળનાં તત્ત્વ વગર પરિવર્તન અને રૂપાંતરો શક્ય નથી. જૈન લેખકોને પણ આવો જ મત છે. વિશ્વના અસ્તિત્વના દૃષ્ટિકોણથી કાળનાં બે ચક્રોમાં વિભાગ કરવામાં આવ્યા છે : (૧) ઉત્સર્પિણી કાળ અથવા તો ઉપર જતું ચક્ર, જ્ઞાન, આયુષ્ય, સુખ વગેરેને વિકાસ તેમજ પ્રગતિ આ કાળચક્રના ધર્મો છે. (૨) અવસર્પિણી કાળ અથવા નીચે ઉતરતું ચક્ર. આ સમયચક્ર દરમ્યાન જ્ઞાન, આયુષ્ય, સુખ વગેરેમાં અવનતિ અને હ્રાસ થાય છે. પ્રત્યેક સમયચક્રના છ વિભાગો હોય છે. ઉત્સર્પિણી કાળ દુઃષમદુષમાથી (અત્યંત દુ:ખી કાળથી) શરૂ થાય છે. તે પછી દુઃષમા (દુ:ખમય), દુઃષમ-સુષમા (સુખમિશ્ર દુ:ખમય), સુષમદુઃષમા (દુઃખ મિશ્ર સુખમય), સુષમા (સુખમય) અને સુષમસુષમા (સૌથી વધારે સુખમય) એવા આરાઓ આવે છે. અવસર્પિણી કાળમાં કમ ઊલટો હોય છે. તેને પ્રારંભ અત્યંત સુખમય સમયથી થાય છે અને છેવટે અત્યંત દુઃખમય સમય આવે છે. આ બતાવે છે કે નિત્ય અને અવિનાશી દ્રવ્યોની દશામાં આ બે સમયચક્રોમાં પરિવર્તન આવે છે. કાળના આ વિભાગે સમસ્ત વિશ્વને લાગુ નથી પડતા પરંતુ ઐરાવતક્ષેત્ર અને ભારતના આર્યખંડને જ લાગુ પડે છે. * વિશ્વ (લોક)ને આકાર પગ પહોળા રાખીને, કેડે હાથ રાખી ઊભેલા પુરુષ જેવો છે. બાજુ પરથી જોઈએ તે એક અડધા મૃદંગ ઉપર બીજ આખું મૃદંગ ગોઠવ્યું હોય, તેવું છે. તે પિલું નથી પણ નક્કર છે અને ત્રિોની વિશિષ્ટ ભાષામાં, જાણે ધ્વજોથી ભરેલું હોય, તેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy