________________
નોંધે છે: “તેવી જ રીતે, ભારતના જેને અને સિલોન, બ્રહ્મદેશ તેમજ સિયામના હીનયાન પંથના બૌદ્ધો, મૌર્ય સામ્રાજ્યમાં વિકસતા ભારતીય સમાજના અવશેષરૂપ છે એવું જોઈ શકાય છે.” આ મત ભૂલભરેલ ન ગણીએ તે પણ તે અપૂરતી સામગ્રીને આધારે ઘડાયો છે એ તે દેખીતું જ છે. હવે પછીનાં પૃષ્ઠો દર્શાવશે કે જૈન ધર્મ કોઈ બીજા ધર્મમાંથી ઉગી નીકળ્યો નથી તેમજ “અવશેષરૂપ” શબ્દોથી સુચવાયો છે તેવો પુરાણ, અપ્રચલિત ધર્મ પણ નથી. સંખ્યાની દૃષ્ટિએ જેને ઓછા છે તે સાચું છે પણ ભારતનાં દર્શન, સાહિત્ય, કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિની સમૃદ્ધિમાં તેઓ હમેશાં નેધપાત્ર પ્રદાન કરતા રહ્યા છે. ધર્મના અભ્યાસીને માટે જૈન ધર્મ મહત્ત્વને છે, કારણ કે એ ધર્મનાં મૂળ ઘણા પ્રાચીન સમયમાં છે. આપણે જાણીએ છીએ કે જૈનના ધાર્મિક ગ્રંથે પ્રાચીન છે અને આપણે જેને શાસ્ત્રીય સંસ્કૃત કહીએ છીએ તેના કરતાં તે બેશક વધુ પ્રાચીન છે જ. હવે પછીનાં પૃષ્ઠોમાં દર્શાવેલી, નવીન સંશોધકોએ પ્રકાશમાં આણેલી ઘણી વિગતો ટોયલ્બીની ધ્યાન બહાર રહી ગઈ લાગે છે.
શ્રીમતી સીલેર સ્ટીવન્સન એ મત ધરાવે છે કે ઈ. પૂ. છઠ્ઠા સૈકામાં, લગભગ એક જ સમયે બૌદ્ધ અને જૈન ધર્મને ઉદય થયો હશે. આ સમય એવો હતો કે જ્યારે નાનાં રાજ્યો વચ્ચે સતત ચાલુ રહેતાં યુદ્ધોએ સામાન્ય પ્રજાનું જીવન યાતનાઓ અને અત્યાચારોથી ત્રાસભર્યું બનાવી દીધું હશે. આવા શોકપૂર્ણ જગતમાં પુનર્જન્મ પામવાના ભયમાંથી છુટકારો મેળવવા કોઈ પણ માણસ ઈચ્છે. પોતાની પાસેથી ઝુંટવી લેવાય તેવી બધી વસ્તુઓનો ત્યાગ કરી, સ્વેચ્છાએ બધા પરિગ્રહો અને બધી લાગણીઓનો પરિહાર કરી, રાજા કે કીસ્મતની લોલુપ દૃષ્ટિમાંથી બચી જવાની કોઈ પણ વ્યકિત ઈચ્છા રાખે જ.
આવા મતો વધારે ટાંકવાની જરૂર નથી. પણ આમાંથી જૈન ધર્મની પ્રાચીનતા અંગે આ ત્રણ પ્રશ્ન ઊભા થાય છે : (૧) જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા છે? (૨) જૈન ધર્મ હિંદુ ધર્મની શાખા છે? (૩) વૈદિક ધર્મ કરતાં તે વધુ પ્રાચીન છે?
જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બંને ધર્મો એક જ સમયે ઉભવ પામ્યા એ શ્રીમતી સ્ટીવન્સનને મત યોગ્ય નથી. એમના પુસ્તકની પ્રસ્તાવના લખનાર જ્યો પી. ટેલર પણ શ્રીમતી સ્ટીવન્સનને વિરોધ કરે છે. તેઓ કહે છેઃ “જૈન ધર્મ વિષેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org