SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય અને સીમિત પરિગ્રહ. આ વ્રત વ્યકિતનું કલ્યાણ તો કરે જ છે પણ તેમની પાછળ સામાજિક કલ્યાણનો ઉન્નત આશય પણ રહેલો જ છે. તેવી જ રીતે ધર્મગ્રંથનું દૈનિક અધ્યયન, દાન, અને પૂજાના નિયમો સામાન્ય જનને વિશુદ્ધ અને વિચાર તેમજ આચરણમાં નિર્મળ રહેવામાં મદદરૂપ થાય છે. સાધુઓ અને સાધ્વીઓ માટેના નીતિનિયમો હજી વધારે કઠોર છે અને માનવજીવનના દરેક પાસાંને આવરી લેનારાં છે. ધાર્મિક આદર્શ માટેની નિષ્ઠાને વિકાસ, તેમજ વિચાર, વાણી અને કર્મની વિશુદ્ધિ પ્રાપ્ત કરવાં એ જૈન ધર્મના ક્રિયાકાંડનું લક્ષ્ય છે. મનુષ્યને ધર્મપરાયણ જીવન ગાળવામાં અને સર્વજ્ઞ તીર્થકરોએ ચીંધેલા પૂર્ણત્વના ધ્યેયના સાક્ષાત્કારમાં મદદરૂપ થવાને તેને ઉદ્દેશ છે. જૈન ધર્મ જિનો અથવા તીર્થકરોએ દર્શાવેલી જીવનપદ્ધતિ છે. આ ધર્મ પોતાના અનુયાયીઓને કર્મનો ક્ષય કરી પરમ સુખની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે. સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ રત્નત્રય મુક્તિ અથવા મોક્ષને માર્ગ બની રહે છે. આ ત્રણ ભેગાં હોય તે જ પૂર્ણત્વની પરાકાષ્ઠાએ પહોંચી શકાય. પ્રવર્તમાન સમયચક્રમાં થઈ ગએલા અને ઈશ્વરત્વ પ્રાપ્ત કરી ચુકેલા ચોવીસ તીર્થં કોનું એ જીવનસંગીત છે. જૈન પરંપરા પ્રમાણે પ્રથમ તીર્થકર ઋષભદેવ છે અને છેલ્લા મહાવીર છે. “જૈનોના ચોવીસ તીર્થકરોની પરંપરામાં પ્રથમ તીર્થંકર ઋષભે અહિંસાધર્મ પ્રદર્શિત કર્યો. આમાં છેલ્લા મહાવીર હતા અને તેઓ બુદ્ધના અગ્રજ સમકાલીન હતા. જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં વધુ પ્રાચીન છે, ઈ. પૂ. ૫૯૯ થી ૧૨૭માં થઈ ગએલા મહાવીર જૈન ધર્મના સ્થાપક નથી અને તેમનાથી અઢીસો વર્ષ પૂર્વે થઈ ગએલા પાર્થ પણ ઐતિહાસિક વ્યકિત હતા એવું હવે સ્વીકારાયું છે. સ્થળે ઉપદેશેલો અહિંસાધર્મ આર્યોના ભારતમાં થએલાં આગમન પહેલાંને ધર્મ હોય અને તે સમયમાં પ્રવર્તતી સંસ્કૃતિ હોય એ શક્ય છે.” ભારતના પ્રાચીન ઇતિહાસ અને દર્શનના ક્ષેત્રોમાં થએલાં નવીન સંશોધન ઘણાં આગળ વધ્યાં છે છતાં કેટલાક વિદ્વાન એવાં વિધાન કરે છે કે જૈન ધર્મ વૈદિક બ્રાહ્મણ ધર્મની એક શાખા છે અને જૈન ધર્મના અનુયાયીઓ, બૌદ્ધોની જેમ, હિંદુ ધર્મના વિરોધીઓ છે. આર્નોલ્ડ ટોયલ્બી જેવો પ્રતિષ્ઠિત ઇતિહાસકાર પણ એવો દાવો કરે છે કે મહાવીર “જૈન ધર્મના સ્થાપક' છે; જેનોને તેઓ “લુપ્ત થએલા સમાન સમાજોના અવશેષરૂપ” કહે છે. તેઓ આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy