________________
આપણાં જ્ઞાનમાં છેલ્લાં ત્રીસ વર્ષોમાં વિદ્વાનોનાં એક નાનાં જૂથે ઘણો વધારે કર્યો છે. આ વિદ્વાનોમાં સ્વ. હેફાથ, પ્રો. બૂલર, પ્રો. યાકોબી અને ડૉ. હર્નેલ મુખ્ય છે. લાંબા વખત સુધી એવું મનાયું હતું કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મને એક પેટા સંપ્રદાય છે. પણ ઉપર નિદેશેલા પ્રાચ્યવિદ્યાવિદોનાં સંશોધનને પરિણામે, આ મત હવે પડતો મુકાયો છે અને એવું સ્વીકારાયું છે કે જૈન ધર્મ ભારતની સૌથી પ્રાચીન ધર્મવ્યવસ્થા છે. એટલે, બૌદ્ધ ધર્મની માત્ર ભિન્ન શાખા હોવાને બદલે, બે વિધર્મોમાં જૈન ધર્મ વધુ જૂનો છે અને હવે સુનિશ્ચિત છે કે મહાવીર, બુદ્ધના સમકાલીન હોવા છતાં, બુદ્ધનાં મૃત્યુ કરતાં લગભગ પચાસ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા”
આ અભિપ્રાય બાજુએ રાખીએ તો પણ, બૌદ્ધ ઇતિહાસ અને સાહિત્ય એવું સ્થાપિત કરે છે કે જગતનો ત્યાગ કર્યા પછી કેટલાક સમય માટે બુદ્ધ જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વના સંપ્રદાયના અનુયાયી થયા હતા. બૌદ્ધ સાહિત્યમાં મહાવીરને નિગ્રંથ નાતપુર તરીકે વર્ણવવામાં આવ્યા છે. મામ નિવાથ માં મહાવીરને અનુસરતા સાધુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ સાધુએ એવું કહેતા કે તેમના ગુરૂ સર્વજ્ઞ છે અને તેમણે તેમના (સાધુઓના) પૂર્વજન્મની વિગતો તેમની આગળ કહી હતી. બુદ્ધ પોતે પોતાના શિષ્યોને, પોતે નગ્ન ગયા, પોતાની હથેળીમાં ભેજન કર્યું અને આહારના વિવિધ નિયમોનું પાલન કર્યું તે વાત વર્ણવી છે. એમને પ્રથમ આચાર જૈનોના રિવાજ સાથે તદ્દન મળતા આવે છે. પ્રથમ બુદ્ધના અનુયાયી, પરંતુ શારીરિક અને માનસિક કર્મોના તુલનાત્મક ગુરૂત્વ વિષે બુદ્ધ સાથે મતભેદ થતાં અંતે જૈનધર્મને અંગીકાર કરતા ઉપાલિને નિર્દેશ પણ આ પુસ્તકમાં છે.
ઘMા બૌદ્ધધર્મનું બાઈબલ છે. પાલીમાં લખાએલા ધર્મગ્રંથ ગિરિમાં બુદ્ધને મૂળ ઉપદેશ છે. આ ગ્રંથના જુદા જુદા ભાગોમાંથી ઉધૂત કરેલા
શ્લોકોને સંગ્રહ તે જ ધમ્મપદ. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને શ્રમણ સંસ્કૃતિના પ્રવાહો છે અને સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણ શબ્દોની નવી વ્યાખ્યા આપવા પ્રયાસ કરે છે. આ વ્યાખ્યા અનુસાર બ્રાહ્મણત્વ વંશપરંપરા દ્વારા પ્રાપ્ત નથી થતું પરંતુ વ્યકિતના સદ્ગુણો પર આધાર રાખે છે. (જુઓ ૬ ૩૯૩).
ક્ષભ, મહાવીર અને બુદ્ધ શ્રમણ સંસ્કૃતિ ધરાવનાર અને સદ્ગણોને કારણે બ્રાહ્મણ હતા. ધમ્મપદના ૪૨૨મા શ્લોકમાં એ જ કહ્યું છે :
उसभं पवरं वीरं महेसिं विजितारिणं ।। अनेज नहातकं बुद्धं तमहं ब्रूमि ब्राह्मणम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org