SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ વિકાસ આધાર રાખે છે. કર્મના શમનથી પ્રાપ્ત થએલી ઉચ્ચતા, કર્મના ક્ષયથી પ્રાપ્ત થએલી ઉચ્ચતા કરતાં ઉતરતી શ્રેણીની છે. આઠમી કક્ષા જીવની વધુ શુદ્ધિ માટેના શુદ્ધ ધ્યાનના પ્રારંભની પરિચાયક છે. કર્મોને હવે ત્યાગ અને ઉપશમ થઈ ગયો છે અને જીવની શુદ્ધિને કારણે કર્મની ગહનતા અને સમયમર્યાદા ઘટયાં હોય છે. નવાં કર્મોને આસવ મર્યાદિત થયો હોય છે. આમ હોવાથી આ કક્ષામાં જીવ અત્યંત શુદ્ધ હોય છે. એના પછી નવમી કક્ષામાં આવતાં મનુષ્ય સ્થૂળ લાગણીઓ તેમજ ઇચ્છાઓ પર વિજય મેળવવા પ્રયાસ કરે છે. સફળતા મેળવીને તે વધુ ઊંચે ચઢે છે. અહીં તેને લેભ અને શરીરની અસંપ્રજ્ઞાત આસકિત છોડવાં પડે છે; આ દશમું ગુણસ્થાન છે. અગિયારમાં ગુણસ્થાનમાં કર્મોને ઉપશમ કરી તેમના પર મનુષ્ય વિજય મેળવે છે. જેવી રીતે દબાવી દીધેલો શત્રુ પાછો ઊભું થાય એવી સંભાવના રહે છે, તેવી રીતે કષાયો અને ભાવોને ફરી પાછો ઉદય થાય અને દશમાં ગુણસ્થાન પર પાછું વળવું પડે એવી સંભાવના રહે છે. ૧૨ મું ગુણસ્થાન કષાયોના પૂર્ણ વિનાશની કક્ષા છે. જીવ જયારે તેમાં ગુણસ્થાને પહોંચે છે, ત્યારે બધાં ઘાતિકર્મોનો નાશ કરી તેણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું હોવું જોઈએ. છેલ્લું અથવા ચૌદમું ગુણસ્થાન, અઘાતિકર્મોને પણ નાશ કરી, જીવ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે મળે છે. ગૃહસ્થ આધ્યાત્મિક પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પાંચમાં ગુણસ્થાને પહોંચેલે હોય છે અને સંસારના આંશિક ત્યાગનું ધ્યાન ધરતો હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર – આ ત્રણ રત્ન એવાં છે જેનો પૂર્ણ સાક્ષાત્કાર વ્યક્તિને મોક્ષમાર્ગમાં સહાયક થાય છે. પ્રવાસની આગલી કક્ષાઓમાં નિશ્ચિત મિથ્યા દર્શનમાંથી સમ્યક્ દર્શનમાં પરિવર્તન થયું હતું. પછીનાં ગુણસ્થાનો સમ્યક ચારિત્રને માર્ગે પ્રગતિ કરનારાં હોય છે. આઠમાં અને નવમાં ગુણસ્થાને વધુ ધ્યાન અને પરિણામે જ્ઞાનની પ્રગતિની અવસ્થા છે. પણ સિધ્ધોના આદેશોને અનુસરવા અને નિસરણીના ઊંચેનાં પગથિયાં ચઢવા માટે એ યાદ રાખવું જરૂરી છે કે સંપૂર્ણ ચારિત્ર એટલે ઇચ્છારહિત મનઃસ્થિતિની પ્રાપ્તિ- એથી કાંઈ વધારે પણ નહીં અને છું પણ નહીં. તૃષ્ણામાંથી નીપજતાં દરેક લક્ષણોને સંપૂર્ણ ત્યાગ થાય, ત્યારે જ તે મન:સ્થિતિ પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy