SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નામે સ્ત્રી હતાં. દિગંબરો માને છે કે તેઓ પુરુષ હતા. (૭) શ્વેતાંબર સાધુઓ જુદાં જુદાં ઘરમાંથી ખાવાનું વહોરે છે જ્યારે દિગંબર સાધુઓ પિતાને સંકલ્પ પૂર્ણ કરે તેવાં એક ઘરમાંથી જ ખાવાનું લે છે અને ઊભા રહીને ખાય છે. દિગંબર આ પંથના આદર્શ સાધુઓ નગ્ન હોય છે. જમીન કે લાકડાની ફરસ પર બેસતાં પહેલાં તેઓ કોઈ જંતુ હોય તે તેને હળવેથી દૂર કરવા માટે મયૂરપિચ્છનો એક નાનો ગુચ્છા રાખે છે. તેઓ પાણી ભરવા માટે લાકડાનું કમંડલુ પણ રાખે છે અને શૌચ જાય ત્યારે તેને સાથે રાખે છે. તેઓ માત્ર એક જ વખત ભેજન કરે છે અને બે હાથની અંજલિ તે જ તેમની થાળી હોય છે. તેમને ઉદ્યાને કે એકાંત ગૃહોમાં રહેવાનો આદેશ છે પણ તેઓ ગામડાં અને ગામમાં રહેવા લાગ્યા છે. આવાં પરિવર્તન તરફ ગુણભદ્ર પિતાની નારાજી બતાવી છે. કેટલાક સાધુએ મંદિરોમાં રહેવા માંડયું ત્યાં સુધી શિથિલતા ચાલ્યા કરી. પણ શ્વેતાંબરોની જેમ આ એક નિયમિત રિવાજ થયો ન હતો. દિગંબરોમાં પણ કેટલાક સંઘો અથવા વર્ગો વિકસ્યા લાગે છે. શ્રવણબળગલાના કેટલાક આલેખામાંથી મળી આવતા ઉલેખ પ્રમાણે મૂલ સંઘ પ્રચલિત હશે એવું લાગે છે. ઈન્દ્રનંદિના સમય દરમ્યાન વીર, અપરાજિતસેન, ભદ્રસિહ, ચન્દ્ર વગેરે સંઘે ધીરે ધીરે અસ્તિત્વમાં આવ્યા હતા. અહંદુબલિના સમયમાં તેમને માન્ય રાખવામાં આવ્યા. વિક્રમ સંવત્ ૭૫૩માં કુમારસેન મુનિએ કાષ્ઠસંઘ સ્થાપ્યો. તેમણે મોરનાં પીંછાંને બદલે ઢોરની પુંછડીના વાળનો રજોણો વાપરવો શરૂ કર્યો. સ્ત્રીઓને તેમણે સાધ્વધર્મની દીક્ષા આપવા માંડી અને તેમની પાસે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવડાવવા માંડી. બસે વર્ષ પછી મથુરામાં મથુરાસંઘ નામનો સંઘ સ્થપાયો. આ સંઘના સાધુઓએ રજોણો તદન કાઢી જ નાંખ્યો. વજસૂરિએ દ્રવિડસંઘ સ્થાપ્યો. તેમના આચારમાં શિથિલતા હતી પણ તેઓ મંદિરની મરામત કરાવતા અને મંદિર માટે ભૂમિ વગેરેનું દાન લેતા. દિગબરના પેટા સંઘ દિગંબરોના ત્રણ પેટા સંઘે છે : (૧) તેરાપંથ (૨) બિસપંથ (૩) તારણપંથ. દક્ષિણ ભારતમાં પાંચમ, ચતુર્થ, બોગર, સેતવાલ જેવાં નાના સંઘ પણ છે પણ આ સંઘો તેમના વ્યવસાયને કારણે અસ્તિત્વમાં આવ્યા હોય એવું લાગે છે. કોઈ ગ્રંથ કે ઐતિહાસિક મૂલ્ય ધરાવતી નોંધમાં તેમને ઉલ્લેખ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy