________________
૧૦૦
છે. પ્રારંભમાં મિથ્યાદર્શન ધરાવતી વ્યકિતની લશ્યા જો તેના કષાયો મૃદુ હોય તે પ્રારંભમાં શુકલ હોઈ શકે. જ્યારે સમ્યક દર્શનની ચોથી કક્ષા ધરાવતી વ્યક્તિ, જો તીવ્ર કષાયોથી પ્રવૃત્ત થતી હોય તો કૃષ્ણ વેશ્યા ધરાવી શકે. આઠથી તેર સુધીની આત્મિક વિકાસની અવસ્થા જેણે પ્રાપ્ત કરી હોય, તે વ્યક્તિ શુકલ લેશ્યા ધરાવતી હોય છે. ૧૪મી અવસ્થામાં આંદોલન હોતાં નથી તેથી લેગ્યા પણ હોતી નથી. કર્મફળને કારણે અપૂર્ણ મનોવૃત્તિઓ ઉત્પન્ન થાય છે તેથી એવું નક્કી કરી શકાય કે કર્મત્યાગ કરવાથી લશ્યામાં પરિવર્તન આવવું જ જોઈએ. તેથી ધર્મગ્રંથો એવું વિધાન કરે છે કે સર્વજ્ઞ, તેમ જ જેમના કષાયો શમી ગયા હોય, કે જેમના કષાયોને વિનાશ થયો હોય, તેમની આસપાસ શુકલ લેડ્યા હોય. પ્રચલિત દૃષ્ટિકોણ–વ્યવહાર નય–પ્રમાણે સર્વજ્ઞને રંગ શ્વેત છે. પણ ખરું જોતાં સર્વજ્ઞમાં ક્રિયાનો અભાવ હોય છે તેથી તેમને રંગ હોતો નથી.
વિભિન્ન ગતિઓમાં જીવનાં રૂપાંતરોનાં કારણરૂપ ચૌદ માર્ગણસ્થાનોનું નિરૂપણ કરતાં, ‘પદ્ધ નામ'ના પહેલા ભાગમાં જીવનાં રૂપાંતરોની લેશ્યાના દષ્ટિબિંદુથી સમીક્ષા કરવામાં આવી છે. કષાયથી પ્રવૃત્ત થયેલા યોગને કારણે જીવો છ પ્રકારની લેગ્યા ધરાવે છે. કષાયો તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ કે મંદ મંદતર મંદતમ હોય તેના પરથી લેગ્યાની કોટિનો નિર્ણય થઈ શકે છે. વેશ્યાનો અભાવ હોય એવી સ્થિતિને અલેશ્યા કહે છે. લેગ્યા ઉપરથી જીવની નૈતિક અને આત્મિક સ્થિતિ જાણવી શક્ય બને છે. પ્રથમ ત્રણ લેશ્યાઓને પાપની નિશાની માનવામાં આવે છે અને છેલ્લી ત્રણને શુભ માનવામાં આવે છે.
કષાય અને વેશ્યાના વિષયનું જૈન ચિંતકોએ અત્યંત કાળજી અને બુદ્ધિપૂર્વક અધ્યયન કર્યું છે તે આ ઉપરથી સ્પષ્ટ થાય છે. કષાય અને પ્રવૃત્તિઓ (યોગ) નું પારસ્પરિક કાર્ય કર્મદ્રવ્યને આકર્ષે છે અને તેને કારણે જીવ ભિન્ન ભિન્ન વેશ્યાઓ ધારણ કરે છે તે અંગે વિગતવાર ચર્ચા થઈ ગઈ છે. માનસિક પ્રવૃત્તિઓની ગહનતા સાથે ગંધ, સ્વાદ, સ્પર્શ અને રંગનું રૂપાંતર કેવી રીતે થાય તે સાદાં ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. જૈન ધર્મના ચિંતકોનું મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આ એક મહત્ત્વનું પ્રદાન છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે લાગણીઓની પ્રક્રિયાની તીવ્રતા કે મંદતાને કારણે રંગમાં પરિવર્તન થાય છે. શુદ્ધ સ્થિતિમાં જીવ કર્મથી મુક્ત છે. કષાય અને યોગથી પ્રવૃત્ત થયેલાં કર્મદ્રવ્યની પકડ ખરેખર આશ્ચર્યકારક અને અગમ્ય હોય છે. આ સિદ્ધાંતનું જ્ઞાન જીવનાં શુદ્ધ સ્વરૂપને સારી રીતે સમજાવશે અને અશુભ કર્મોની હાનિકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org