SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ કોઈ પણ કાર્ય કરવું યોગ્ય નથી. ધર્મ માટે પ્રગતિકારક ન હોય એવાં દરેક કાર્યથી દૂર રહેવું જોઈએ. હિંસાને સહાયક અને હિંસાના સાધનરૂપ બધી સામગ્રીને સંગ્રહ કરવા અહીં નિષેધ છે. કૂકડા, બાજ જેવાં પક્ષીઓ કે બિલાડી, હાથી જેવાં પ્રાણીઓને પાળવાં જોઈએ નહીં તેમ વિષ, ભાલાં, હથિયાર જેવાં હિંસક ઉપકરણો રાખવાં જોઈએ નહીં. પ્રાણહારક કે હિંસક પ્રવાદ, અનિષ્ટ વિચાર, ઈજા પહોંચાડે કે જીવ લે એવી રમતોને પરિહાર કરવો જોઈએ. સમંતભદ્ર કહે છે કે અનર્થદંડ પાંચ પ્રકારના હોય છે : (૧) gોપરપશુપક્ષીઓને ઈજા પહોંચાડે કે દુઃખ આપે એવી પાપી પ્રવૃત્તિઓ, કે એવા વ્યવસાયમાં પરિણમે તે પ્રકારની સલાહ આપવી તે પાપોપદેશ. પશુઓને કે પક્ષીઓને મારવાની, અમુક જગ્યાએ બાંધવાની, તેમના પર વધારે પડતે બેજો લાદવાની, તેમનાં અંગો કાપવાની, કે પક્ષીઓ પાળવાની સલાહ આપવાથી આ પાપ થાય છે. (૨) fસાવાન–હિંસાદાન એટલે હિંસા ઉપજાવે તેવાં કુહાડી, તલવાર, ધનુષ્ય, બાણ, ભાલ, બેડી, જેવાં હથિયારો, ઝેર, અગ્નિ, સ્ફોટક દ્રવ્યો, ચાબુક, બંદુક વગેરે આપી દેવાં કે બક્ષિસ પેટે આપવાં. (૩) ગgધ્યાન–બીજા લોકો કે તેમના કુટુંબીજનનું મોત, દુ:ખ, આપત્તિ વગેરે ઇચ્છતા અનિષ્ટ વિચારો કરવા. બીજા લોકો પ્રત્યેના ધિક્કાર કે તિરસ્કારને કારણે આવું થાય છે. આવો ધિક્કાર તે પાપ છે. પરસ્ત્રી માટે વાસનાભરેલા વિચારો કરવા, બીજાનું ધન પડાવી લેવું અને બીજાની નિંદા કરતા વિચારો કર્યા કરવા તે બધું આમાં આવી જ જાય છે. (૪) કુતિ–અભ્યાસ, વેપાર, શિલ્પ, ધન, ધર્મગ્રંથે વગેરે સાથે સંબંધ ધરાવતા વિષયમાં ખોટી શ્રદ્ધા, મત્સર, ક્રોધ, ધિક્કાર અને વાસના ઉત્પન્ન કરે એવી વાત સાંભળવી કે એવી વાતનું પ્રતિપાદન કરવું તે દુઃશુતિ. હિંસા, અંધવિશ્વાસ કે વિલાસ સાથે સંકળાએલી, ખોટી માન્યતા ઉત્પન્ન કરે એવી કે પોતાની સાચી શ્રદ્ધામાં શંકાશીલતા ઉત્પન્ન કરે એવી વાતો સાંભળવી તે આ પ્રકારમાં આવી જાય છે. (૫) કમાવવ– જમીન કે પથ્થર ખોદવા, પાણી ફેંકવું, અગ્નિ સળગાવો, પવન રોકવો, ઝાડપાન કાપવાં, કે નિર્દેશ પ્રવૃત્તિઓ કરવામાં પ્રમાદચર્યા થાય છે. બિનજરૂરી મુસાફરી પણ ન કરવી જોઈએ. આર. વિલિયમ્સ નોંધે છે કે હેમચન્દ્ર પરિહાર કરવા જેવી બીજી નિર્દેશ પ્રવૃત્તિઓ પણ ઉમેરી છે : નૃત્ય, નાટક કે રંગમંચ પરની કોઈ પણ રજૂઆત જોવી, વાદ્યસંગીત પર કુતૂહલને વશ થઈ ધ્યાન આપવું, કામસૂત્રોનું અધ્યયન કરવું, જુગાર, જળક્રીડા, પુષ્પસંગ્રહ, કુકકુટ યુદ્ધ જેવું વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy