SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સમંતભદ્ર અનર્થદંડવ્રતના પાંચ અતિચારો નોંધ્યા છે: (૧) એટલે કે પિતાને કે બીજાને વાસના કે મોહ પ્રેરે એવી અસભ્ય ભાષા બોલવી, તિરસ્કારયુકત હાસ્ય, કે ધૃણાયુકત અથવા તોછડી વાણીને પ્રથોગ (૨) ટર એટલે બીભત્સ વિચાર, વાણી કે ક્રોધથી પ્રેરાએલાં દુષ્કૃત્ય કરવાં (૩) મૌર્ય એટલે ઉદ્ધતાઈ કે મિથ્યાભિમાનથી બીભત્સ, નિરર્થક અને અર્થહીન વાત કરવી. (૪) ચંતિપ્રસાધન એટલે જરૂરથી વધારે વસ્તુઓને સંગ્રહ કરવો. શ્વેતાંબરોના મત પ્રમાણે આ અતિચાર સંયુwifઘરજ કહેવાય છે જેનો અર્થ કૃષિ વગેરેની દૈનિક પ્રવૃત્તિ માટેનાં ઉપકરણો કે ભાગે સાથે રાખવાં,’ એ થાય છે. અસહ્યાધિકરણ એટલે ગુસ્સો કે તિરસ્કાર પ્રેરે એવાં વાચન કે શ્લેકપઠન જેવી નિરર્થક માનસિક કે શારીરિક પ્રવૃત્તિ કરવી, માનસિક સંતુલન જોખમાવે એવી વાત કહેવી, વસ્તુઓ ઉંચકવા કે ફેંકવાની પ્રવૃત્તિ કરવી અથવા દોડવું. ३. भोगोपभोगपरिमाणवत પહેલેથી જેની મર્યાદા નક્કી થઈ છે તેવી વસ્તુઓનું તેમજ વિલાસના પદાર્થોના ઉપયોગનું નિયંત્રણ કરવું તે ભોગપભોગપરિમાણવ્રત. તેલ, સાબુ, ફલ, સેપારી, પાન, લેપ, ખાદ્ય અને પેય પદાથોને વધારે પડતે ઉપયોગ નિષિદ્ધ છે. આ વ્રતના બે પ્રકાર છે: (૧) નિયમ – નિયમ એટલે ખાદ્ય કે પેય પદાર્થના વપરાશ કે ત્યાગ માટે એક મર્યાદા નક્કી કરવી (૨) યમ – એમ એટલે બિનજરૂરી પદાર્થોના ઉપયોગ કે ઉપભેગમાંથી અટકવું. આ વ્રતમાં રોજના વપરાશની એક કે બે ચીજો અઠવાડિયાના નક્કી કરેલા દિવસોએ ઉપયોગમાં ન લેવી. દા. ત. નિશ્ચિત દિવસેએ મિષ્ટાન્ન કે વાહનનો વપરાશ ત્યાગી શકાય. આ સંકલ્પ બળ અને સંયમને વધારે છે. - આ વ્રતના પાંચ અતિચારો હોય છે. (૧) વિપવિઘતોડના એટલે કે ઔન્દ્રિય સુખરૂપી વિષ માટેના પ્રેમને ત્યજવામાં નિષ્ફળ જવું. વિષપભેગથી વિષયો માટેની તૃષ્ણા વધે છે. અને શારીરિક બળ તેમજ મનની શુદ્ધિને હાસ થાય છે તેથી તેને માટે ધિક્કાર કેળવવો જોઈએ. (૨) મનુસ્મૃતિ એટલે ઐન્દ્રિય ઉપભેગોના પૂર્વાનુભવોનું વારંવાર સ્મરણ કરવું (૩) ગતિસ્ત્ર વિષયોપભોગમાં ઉત્સાહ દાખવો અથવા વધુ પ્રમાણમાં પ્રવૃત્તિ કરવી (૪) અનુભવ એવી માનસિક અવસ્થા જેમાં કાંઈ ન હોવા છતાં માણસ વિષયો પગ વિશે ભાવપૂર્વક વિચાર કરે. સમદેવના મત પ્રમાણે ઉપર કહેલાં ત્રણ વ્રતો નૈતિક શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે અને સાંસારિક વિષયો વિશે મનની સમતુલા સ્થાપિત કરવા માટેની પ્રાથમિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy