________________
૧૧૬
હોય છે: ચાર ઘાતકર્મ અને ચાર અઘાતિકર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતિકને ક્ષય થવાથી જીવને ભાવમોક્ષ મળે છે. જીવ
જ્યારે અયોગી નામના છેલ્લા વિકાસક્રમમાં હોય છે ત્યારે ચાર પ્રકારનાં અઘાતિકર્મોને ક્ષય થાય છે. સર્વ કર્મોને સમગ્રપણે ક્ષય થતાં સંપૂર્ણ મુકિત મળે છે.
જૈન ચિંતકોના મત પ્રમાણે આખી સૃષ્ટિ જીવ અને અજીવની બનેલી છે. જીવ શુદ્ધ, અનંત જ્ઞાનથી પરિપૂર્ણ અને આનંદમય છે પણ અનાદિકાળથી તે કર્મ સાથે સંયુકત છે. જીવને કર્મ, જે એક બારીક, સૂક્ષ્મ દ્રવ્ય છે, તેનું બંધન દેહ, મન અને વાણીની પ્રવૃત્તિથી થાય છે. આ પ્રવૃત્તિઓ અને કષાયોને કારણે જીવ જુદાં જુદાં પ્રકારનાં કર્મો સાથે બંધાય છે, તેને વિવિધ ગતિઓ પ્રાપ્ત થાય છે અને જન્મમરણના અનેક ચક્રોની વેદના તે સહે છે. જીવ પોતાના ભવિષ્યને ઘડનારો છે. કર્મસંયોગનાં કારણ, અને મુકિત મેળવવાનાં સાધનોનું નિરુપણ વૈજ્ઞાનિક સ્પષ્ટતાથી કરવામાં આવ્યું છે.
કર્મથી જીવની સંપૂર્ણ મુકિતની પ્રાપ્તિ તે મોક્ષ મોક્ષ પ્રત્યેક જીવનું ધ્યેય હોવાથી એ વિષયનું બીજા પ્રકરણમાં સ્વતંત્ર નિરૂપણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org