SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ મોક્ષમાર્ગ नित्यमपि निरुपलेपः स्वरूपसमवस्थितो निरुपघात: । गगनमिव परमपुरुषः परमपदे स्फुरति विशदतमः ॥ २२३.१ कृतकृत्यः परमपदे परमात्मा सकलविषयविशयात्मा । परमानन्दनिमग्नो ज्ञानमयो नन्दति सदैव ॥ २२८.१ કર્મના સંગ અને કર્મપરિણામરૂપ આવરણોથી નિત્ય મુક્ત જીવ આકાશની જેમ પૂર્ણ તેજસ્વી શ્રેષ્ઠ અવસ્થામાં વસે છે. દરેક પ્રકારે પૂર્ણત્વ પ્રાપ્ત કરી, પૂર્ણ બનીને જીવ, મૂર્તિમાન સર્વજ્ઞ થઈને પરમ આનંદમય બની રહે છે.” જૈન ધર્મ પ્રમાણે મોક્ષમાર્ગે જવા માટે રત્નત્રયને સ્વીકાર કરવો પડે તેમજ તેનું આચરણ પણ કરવું પડે. પ્રકરણ ૧૧માં ચર્ચા થઈ ગઈ છે કે રત્નત્રય વ્યક્તિને કર્મને નાશ કરવામાં સહાય કરે છે. કર્મનું સ્વરૂપ, અને તેમના વિનાશ દ્વારા પ્રાપ્ત થતી આધ્યાત્મિક ઉન્નતિમાં જીવની ક્રમબદ્ધ દશાનો પણ આપણે આગલાં પ્રકરણમાં વિચાર કરી ગયાં છીએ. આ જગતમાં પ્રાણીઓ માટે દુર્લભ, પરમ મૂલ્યવાન ચાર વસ્તુઓ છે. માનવજન્મ, સાચા ધર્મને ઉપદેશ, શ્રદ્ધા અને આત્મનિગ્રહની પ્રબળ શક્તિ (પુરુષાર્થ). સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક ચારિત્ર અને તપશ્ચર્યાને માર્ગ જે પ્રાણીઓ સ્વીકારશે તેને જ મોક્ષ મળશે. જીવ અનંત ચૈતન્ય, જ્ઞાન, આનંદ અને બળનું મૂર્ત રૂપ છે. કર્મના આવરણથી આ ગુણે ઢંકાએલા હોવાથી નરી આંખે દેખાતા નથી. તેથી આ આવરણને દૂર કરી અથવા તેમનો વિનાશ કરી, જીવના આંતર ગુણોને સાક્ષાત્કાર કરવામાં આત્મસાક્ષાત્કાર રહેલો છે. પ્રાચીન ભારતીય દાર્શનિકોએ કહ્યું છે કે યોગ અથવા ધ્યાન દ્વારા આત્મસાક્ષાત્કાર થઈ શકે. જૈન તત્ત્વદર્શનના અત્યાર સુધી આપણે જોએલા બધા સિદ્ધાંત નિઃશંક દર્શાવે છે કે નીતિનિયમ અને સગુણનાં નિષ્ઠાયુક્ત અને કઠોર પાલનથી આત્મનિગ્રહ સિદ્ધ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy